Swaminarayan Mahamantra

સ્વામિશ્રીજી

જય ગુરૂહરિ પપ્પાજી

સ્વામિનારાયણ મહામંત્ર પ્રાગટ્યદિન

 

ભગવાન શ્રી સ્વામિનારાયણ સમર્થ સર્વોપરી સર્વ અવતારના અવતારી એમણે પોતાના મંત્રનો, નામનો, સંપ્રદાયનો ઉદ્દ્ભવ ફરેણી ગામમાં કર્યો. તે વખતે બધા જુદા જુદા નામની માળા ફેરવતા. તે વખતે મહારાજે કહ્યું, આપણો એક જ મંત્ર “સ્વામિનારાયણ” આપણે આ જ મંત્રની માળા ફેરવવી.

 

સર્વના સ્વામી સર્વ અવતારના અવતારી સ્વામી એવા અક્ષર. ને અક્ષરના સ્વામી એટલે નારાયણ, એટલે નારાયણ સ્વામી એમ નહીં પણ ‘સ્વામિનારાયણ’ એવું એમણે કહ્યું તે બધાએ સ્વીકાર્યું ને તે વખતથી ઉધ્ધવ સંપ્રદાય સ્વામિનારાયણ સંપ્રદાય થયો. આપણે પ્રભુના સિધ્ધાંત પ્રમાણે જીવવું હોય તો આ જ મંત્રજાપ.

પહેલાના સમયમાં રાજાઓ મનોરથની સિધ્ધી અર્થે યજ્ઞ કરાવતા. આપણેય મનોરથ પૂર્ણ કરાવવા પ્રત્યક્ષની સ્મૃતિએ સહિત એકાગ્ર થઈને જપયજ્ઞ કરીએ.

          પ.પૂ.પપ્પાજી