સ્વામિશ્રીજી
કાકાજી–પપ્પાજી બંધુબેલડી શતાબ્દી મહોત્સવની જય
ગુરૂહરિ પપ્પાજી શતાબ્દી મહાપર્વની જય
ગુરૂહરિપપ્પાજીશતાબ્દીવંદના
આ મહિના દરમ્યાન ખૂબ અગત્યના સ્મૃતિદિન આવેલા છે.
આ પર્વમાં ગુરૂહરિ પપ્પાજીની ઘણી ઘણી સ્મૃતિ છે જ. તેમાં ૧૪ ફેબ્રુઆરી Valentine Day પ.પૂ.તારાબેનનો સ્વરૂપાનુભૂતિદિન છે. આ દિવસ બહેનો માટેનો વિશેષ સ્મૃતિનો દિવસ છે.
આપણે બધા જાણીએ છીએ તેમ પ.પૂ.તારાબેને અંતરથી હાંક મારી (પ્રાર્થના કરી.) તે હાંક દરિયાપાર આફ્રિકા પહોંચી. યોગીજી મહારાજે નિમિત્ત ઉભું કરે ગુરૂહરિ પપ્પાજીને આફ્રિકાથી ભારત બોલાવી લીધા. અને તેનું કાર્ય બહેનોને ભગવાન ભજાવવાનું સોંપી દીધું. પૂ.તારાબેને મીરાંબાઈની જેમ પ્રભુ સંગ પ્રીત કરી. પ્રત્યક્ષ પ્રભુને ઓળખી સમર્પિત થયા. પૂ.તારાબેન સહુ બહેનોના ધ્રુવતારક છે. પથદર્શક છે. જગતના કાંટાળા માર્ગે ચાલી રોયલરોડ બનાવી દીધા.
‘યાવત ચંદ્ર દિવા કરો.’ બહેનો માટેનો ચૂડી ને ચાંદલો અમર કર્યો.
ગુરૂહરિ પપ્પાજીએ એક વખત ૧૪ ફેબ્રુઆરી ના દિને વિશેષ સ્મૃતિ આજ્ઞા બહેનોને આપી ! સ્વામિનારાયણ મંત્ર લખીને બંગડી(ચૂડી) ને ચાંદલો પ.પૂ.તારાબેનના હસ્તે લેવાના. આ કોઈ સામાન્ય વાત નહોતી. બહેનોને ચાંદલા અને બંગડી ભંડારમાંથી જોઈએ તેટલા મળતાં જ હતાં.
પરંતુ, આ પુરૂષોત્તમ નારાયણનો ચાંદલો અને ચૂડી છે. આત્મા–પરમાત્માનો નાતો છે. ધન્યતાનો ભાવ છે. બહેનોને વ્રત આપે તે પ્રસંગે પ.પૂ.દીદી રચિત એક ભજન ગાવામાં આવે છે.
“સ્વામિ મળ્યા ને ભાગ્ય મારા ખુલી ગયા..
મારો ચૂડી ને ચાંદલો અમર રહેશે, મારા અંતરમાં એક સ્વામીશ્રીજી રહેશે..
મારો અખંડ રહેશે સોહાગ, વરવા આવ્યા સ્વયં પોતે શામળીયા…”
૧૪ ફેબ્રુઆરી એ બહેનો માટે ચિરંજીવ સ્મૃતિનો વેલેન્ટાઈન ડે છે. પ.પૂ.તારાબેને પ્રત્યક્ષ પ્રભુનો સ્વીકાર કર્યો ઓળખ્યા. .પૂ.તારાબેનને જ્યોતના ગૃહમાતા તરીકે ગુરૂહરિ પપ્પાજીએ સ્થાપ્યા. સાધક સહુ બહેનો માટે આ સાચો વેલેન્ટાઈન ડે. સનાતન રહ્યો છે અને રહેશે.
૧૪ ફેબ્રુઆરીની સ્મૃતિ સહ જય સ્વામિનારાયણ !