સ્વામિશ્રીજી
કાકાજી-પપ્પાજી બંધુબેલડી શતાબ્દી મહોત્સવની જય
ગુરૂહરિ પપ્પાજી શતાબ્દી મહાપર્વની જય
ગુરૂહરિ પપ્પાજી શતાબ્દી વંદના
આ ઈ.સ.૨૦૧૬નું વર્ષ એટલે ગુરૂહરિ પપ્પાજીની શતાબ્દીનું ભાગ્યશાળી વર્ષ છે. તા.૧/૯/૨૦૧૬ના રોજ ગુરૂહરિ પપ્પાજીને ૧૦૦ વર્ષ પૂરાં થાય છે. તો ત્યાં સુધી આપણે દર મહિને ગુરૂહરિ પપ્પાજી વિષે જે પપ્પાજીએ આપેલ બોધમાંથી વિશેષ વચન સ્મૃતિ માણીશું.
{gallery}images_in_articles//newsletter/2016/Jan/utrayan nimite guruhari photos/{/gallery}
ઉત્તરાયણ પર્વનો ગુરૂહરિ પપ્પાજીને બહુ મહિમા હતો. તો ઉત્તરાયણના દિવસે ગુરૂહરિ પપ્પાજીએ પરાવાણી વહાવી હતી તે જોઈએ.
તા.૧૩/૧/૯૫ શુક્ર્વાર
ગુરૂહરિ પપ્પાજી આજે સવારે ૧૧.૦૦ વાગ્યા પછી બ્રહ્મવિહારમાં પધાર્યા.
બહેનો સામે બેસી દર્શન કરતા હતાં. અને ભજન ગાતા હતાં. તેમાંથી ગુરૂહરિ પપ્પાજીએ વાત કરી. આવતી કાલે ઉત્તરાયણ પર્વ છે. “આપણો આત્મા પ્રત્યક્ષ ગુણાતીત સ્વરૂપ છે. તેને રાજી કરવા મંડ્યા છીએ. તે શાનાથી રાજી થાય ? નિર્દોષબુધ્ધિ ! ધામમાં છે તેના તે આ છે. તેમ માની સેવવા અને તેના ભક્તોને સંબંધે નિર્દોષ માની સેવા કરી લેવી. કાકા અને મેં આ પાળ્યું. તો બાપા રાજી થઈ ગયા. રાજી થાય તો શું થાય ? અંતર ટાઢું વર્તે અને કોઈનોય અભાવ ના આવે. એવું બાપાએ કરી આપ્યું. બાકી નામના લીસ્ટમાં આવે, નામ બોલે તેવુંય નહીં. એ તો ઉપરથી વિમુખ કર્યા. પણ અંતરથી શાંતિ ના જાય. કર્તાહર્તા મનાયેલા રહે.”
આમ, ઉત્તરાયણ નિમિત્તે વાત કરી ત્યાં મમરા-તલની લાડુડીના થાળ પૂ.બેનકુંવરબેન બનાવીને લાવ્યા. તેનો બધાને પ્રસાદ આપ્યો. આમ, આજે ઉત્તરાયણ અંતર્યામીપણે ઉત્તરાયણ ઉજવી લીધી. ૧૪/૧/૯૫ ના ગુરૂહરિ પપ્પાજીની નાદુરસ્ત તબિયત હોવાથી ઉત્તરાયણનો લાભ આપવા પધારવાના હતા તે નહોતા પધારી શક્યા.
તા.૧૪/૧/૯૬ની ગુરૂહરિ પપ્પાજીની પતંગની સ્મૃતિ માણીએ.
સાંકરદા પતંગોત્સવ માટે ગયા હતા. પ.પૂ.પપ્પાજી પધાર્યા. થોડીક વારમાં પૂ.હરિનીબેને મંગાવેલી પતંગ પ.પૂ.પપ્પાજીના હસ્તક્મલમાં ધરી તો તેનો દોર હાથમાં લઈ આકાશમાં સ્થિરતાથી વિહાર કરતી પતંગ સામે ર્દષ્ટિ કરીને કહે, “મૂર્તિમાં આવા સ્થિર રહીએ તો સૂક્ષ્મ દેહ હોય એય જતો રહે.”
હે મહારાજ ! હે ગુરૂહરિ પપ્પાજી મહારાજ ! અમો મૂર્તિમાં રત રહી આપ ઈચ્છો છો એવા બની રહીએ તેવી પ્રાર્થના સહ શતાબ્દી પર્વે વંદના સહ
જય સ્વામિનારાયણ !
એ જ જ્યોત સેવક P.71ના પ્રણામ સહ જય સ્વામિનારાયણ !