Mar 2016 – Smrutis of the Month

                       સ્વામિશ્રીજી                 

 

કાકાજી પપ્પાજી બંધુબેલડી શતાબ્દી મહોત્સવની જય

 

ગુરૂહરિ પપ્પાજી શતાબ્દી મહાપર્વની જય

 

ગુરૂહરિ પપ્પાજી શતાબ્દી વંદના

 

ગુરૂહરિ પપ્પાજીની માર્ચ મહિનાની બ્રહ્મવિહારની ઘણી સ્મૃતિ છે. માર્ચ મહિનો એટલે વસંતઋતુ. બહુ ઠંડી નહીં, બહુ ગરમી નહીં. પાતળા આછા ગરમ વસ્ત્રો ધારણ કરીને વહેલી સવારે બ્રહ્મવિહારમાં પધારે. વૉક લે (૧૪ પ્રદક્ષિણા) કરે.વચ્ચે વચ્ચે વિસામો લે. બહેનો દર્શન માટે આવે તેમને ભજન ગાવાનું કહે. વળી, ચાલે ત્યારે પાછળહરિનામ હરિનામ….હરિ હરિ નામનામની ધૂન ગાતા ગાતા ચાલવાની આજ્ઞા આપે. આમ, અખંડ ભર્યા રહેવાનું શીખવે.

 

 

બ્રહ્મવિહારના આંબામાં મહોર આવે. ઝીણી ઝીણી કેરી આવવાની શરૂઆત થાય. ગુરૂહરિ પપ્પાજી ચોમેર ર્દષ્ટિ કરે ! કહે કે, વર્ષે કેરી બહુ આવશે. ઉડતા પક્ષી સામે ર્દષ્ટિ કરે. આમ, કુદરતને નિહાળતા નિહાળતા જવારાનો રસ ગ્રહણ કરે. ક્યારેક ચાનાસ્તો ગ્રહણ કરે. એક સાથે કેટલાય મુક્તોને સેવા આપે ! નાસ્તો કરતા કરતા કથાવાર્તા કરવા લાગે. ભજન ગવાતું હોય તો ભજનની ટૂંક સમજાવવા લાગે.

 

 

માર્ચ મહિનામાં જનરલી ધો.૧૦ અને ધો.૧૨ના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષાઓ હોય છે. હરિભક્તોના બાળકો પગે લાગવા, આશીર્વાદ લેવા આવે. તેમને “Best Luck” કહે. પ્રસાદઆશીર્વાદ આપે. તો વળી, ક્યારેક કહે કે, પરીક્ષા આવે એટલે ભગવાનના ભાવ વધી જાય. આમ, કહી બધાને હસાવે.

 

 

 

ગુરૂહરિ પપ્પાજી જ્યારે જ્યારે સ્વામિનારાયણ મંત્રના પ્રતાપની વાત કરે ત્યારે ત્યારે એક પ્રસંગ કહેતાં. સ્વામિની વાતમાં છે ને કે, સ્વામિનારાયણ મંત્ર બહુ બળીયો છે તે મંત્રે કાળા નાગનું ઝેર ઉતરી જાય અને મંત્ર બ્રહ્મરૂપ થવાય. વાત ઘણીવાર સાંભળી છે. પ્રેક્ટીકલ પ્રસંગ ગુરૂહરિ પપ્પાજીએ કહેલો છે.

પૂ.ગંગાબા અને પૂ.કાશીબા જ્યારે નડિયાદ રહેતા ત્યારે એક વખત પૂ.ગંગાબાને સાપ કરડ્યો. સાપ ઝેરી હતો. ઝેર ચડવા લાગ્યું. પૂ.કાશીબાએ સ્વામિનારાયણ મંત્રની ધૂન મંડળના બધા પાસે આખી રાત કરાવી. ઝેર ઉતરી ગયું. વગેરે વાત ગુરૂહરિ પપ્પાજી માર્ચ મહિનામાં .પૂ.કાશીબાના જન્મદિને (ધૂળેટીના દિવસે) અવશ્ય કરે .

 

 

ગુરૂહરિ પપ્પાજી આપની સ્મૃતિ ફક્ત સ્મૃતિમાં ના રહે પણ સ્વામિનારાયણ મંત્ર ખૂબ બળિયો છે. તેનો ઉપયોગ જીવનમાં પળેપળ કરીએ. આપે આપેલું વચન પંચામૃત તેનો ૧લો મુદ્દો છે. “અખંડ જપયજ્ઞ કર્યા કરો.” તે મુદ્દા પ્રમાણે અખંડ જપયજ્ઞ કર્યા કરવાનું બળ આપશો. રાજી રહેશો.