June 2012 Diamond Jubilee Diamond Guidelines

                             સ્વામિશ્રીજી

પપ્પાજી સ્વરૂપદર્શન હીરક પર્વની જય          

ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલા હે વ્હાલા અક્ષરમુક્તો, જય સ્વામિનારાયણ…

વિષય – ૬૦૦માળા૧લીજૂનસુધીમાંકરવાબાબત.

આપણે જાણીએ છીએ તે મુજબ ગુરૂહરિ પપ્પાજીનો ૬૦ મો સાક્ષાત્કાર દિન ૧લી જૂન ૨૦૧૨ ના રોજ છે. તે આપણે “પપ્પાજી સ્વરૂપ દર્શન હીરક પર્વ” તરીકે ઉજવવાના છીએ. તથા ત્યારે પપ્પાજીના દેહત્યાગને ૬ વર્ષ ૨૮/૫/૧૨ ના પૂરાં થાય છે. આમ, નો આંક બંને રીતે આ સમૈયાની સ્મૃતિનો છે. તો એ પર્વ નિમિત્તે આપણે સહુએ ૬૦૦ માળા કરવી, એવો આદેશ આપણા સદ્દગુરૂ સ્વરૂપોનો છે.

 

૬૦૦ માળા = ૬ કલાક ધૂન્ય, ૧ કલાકની ૧૦૦ માળા લેખે. ધૂન્ય-ભજન કરીને તે દ્વારા પપ્પાજીને અંજલી અર્પણ કરીશું ! ભક્તિ અદા કરીશું ! આ ભજન આપણે સત્સંગ સભાના, મંડળના મુક્તો ભેગા મળીને કરે કે, કુટુંબમાં–ઘરના મુક્તો ભેગા મળીને કરે અથવા પછી ભલે વ્યક્તિગત પોતાના સમયે કરી શકાશે. રોજ OII કલાક ભજન પોતાના સમયે કરીશું તોય ૬૦૦ માળા ૩૧મી મે સુધીમાં થઈ જશે. પરંતુ પપ્પાજીની મૂર્તિ સંભારી એકાગ્રતાથી ધૂન્ય કરવી.

 

હેતુ પપ્પાજીના સંકલ્પ મુજબ જીવન બને. પપ્પાજી રાજી થાય એવાં વિચાર, વાણી ને વર્તન સહજ બને તે માટે બળ મળે. તથા જાણે અજાણે થયેલ અપરાધ માફ થઈ જાય. આ રીતે આપણે ૬૦૦ માળા દરેક મુક્ત કરીશું અને તેવા ૧૦૦૦ મુક્તો થશે તોય ૬ લાખ માળા આપણે પપ્પાજીના ચરણે ધરી શકીશું. પપ્પાજીને ભજન, ભક્તિ, ધૂન્ય કરીએ તે ખૂબ ગમે છે. તો હાં હાં ગડથલરૂપે આપણે આ પ્રમાણે કરીશું. આપના સંબંધિત મુક્તોને પણ આમ કરવા પ્રેરજો. તેઓને પણ પુણ્યનો ભાગ આપોઆપ મળશે. ભજન કર્યાની નોંધ, નામ, સંખ્યા સહેજે આપી શકો તો જરૂરથી જણાવશો. જેથી આપણે ટોટલ કરી સંયુક્ત ભક્તિનો આનંદ કરીશું. આવજો…

૧લી જૂને જરૂરથી પધારજો. જે ભક્તો ના પધારી શકે તેઓ પણ આ ૬૦૦ માળા કર્યાની ભક્તિ અદા કરી શકશે. તથા જ્યોતની વેબસાઈટ પર પણ દર્શન લાભ આવ્યા તુલ્ય મળી શકશે. રાજી રહેશો.

                                એ જ  સમૈયા સમિતિ વતી સેવક P.૭૧ ના જય સ્વામિનારાયણ

 

તા.ક. ૧લી જૂને ‘ભીમ એકાદશી’ આવે છે. પપ્પાજી સ્વરૂપ પ.પૂ.દીદીએ આદેશ આપેલ છે કે, આ એકાદશી સર્વએ અવશ્ય કરવી. ભલે કદાચ ફરાળ કે ફલાહાર લઈને કરો. પણ બધા મુક્તો

એકાદશી રહે જ તેવી વિનંતી.