Shashwatdhamgaman

                    સ્વામિશ્રીજી                          

જય ગુરૂહરિ પપ્પાજી

પપ્પાજી સ્વરૂપદર્શન હીરક પર્વની જય જય જય

                  “શાશ્વત ધામ”

ગુરૂહરિ પપ્પાજી અહીં બિરાજ્યા છે. આવો આપણે આ ધામની યાત્રા કરીએ.

 

ગુજરાતમાં વલ્લભ વિદ્યાનગરથી ૪ કિલોમીટર દૂર આવેલા મોગરી ગામમાં પપ્પાજી તીર્થ આવેલું છે. તેમાં ‘શાશ્વત ધામ’ છે.

 

પહેલા ગેટને શાશ્વત ગેટ નામ મળ્યું છે. ત્યાંથી પ્રવેશીએ લાલ જાજમ પાથરી હોય તેવી પગથી પસાર કરો એટલે સંગેમરમરની બેઠક આપના વિશ્રામ માટે છે. ત્યાંથી જરા બે પગથિયાં ચઢીને સમાધિ ગેટમાં પ્રવેશો. દૂરથી જ દર્શન થતી પ્રભુ પપ્પાજીની સફેદ દૂધ જેવી સમાધિ ને પ્રભુની મૂર્તિ પરથી નજર ખસતી જ નથી ને ? ચાલો જે લાલ પગથી પર ઊભા છો. ત્યાંથી આગળ પ્રભુની સમાધિના શાશ્વત સ્થાનમાં  પધારો ને પ્રભુને પ્રાર્થના કરો. દર્શન પ્રાર્થના કરી બીજી તરફથી બહાર આવો, જરા આગળ વધો.

પ્રભુ પપ્પાજીનું નાનું સુંદર મંદિર છે. તેની પ્રદક્ષિણા, પ્રાર્થના કરી ત્યાંથી પ્રભુના કાર્ય તથા જ્ઞાનનું પ્રદર્શન બાજુની લીલી પગથી ઉપર છે. તેમાં ૮ પેનલ પર વાંચન કરો.

અરે ! સૌથી આગળ જ્યાં આપણે સમાધિ સ્થાનમાં દાખલ થયાં ત્યાં તમારા ડાબા હાથે અક્ષરપુરૂષોત્તમ તથા ગોપાળાનંદ સ્વામીના (મુક્તાક્ષર પુરૂષોત્તમનાં) દર્શન થાય છે. તમારા જમણા હાથે પ.પૂ.પપ્પાજી, પ.પૂ.કાકાજી, પ.પૂ.સોનાબાનાં દર્શન થઈ રહ્યાં છે.

હવે ગુરૂહરિ પપ્પાજીના મંદિરની બાજુમાંથી જરા નીચે ઊતરી ‘પુણ્યતીર્થ’ પૂ.તારાબેનની સમાધિનાં દર્શન કરો. અને સામે જ Water Fall માં પ્રભુ પપ્પાજી આપને કહી રહ્યા છે કે,

I am always with you.

શાશ્વત ધામ દર્શન સંક્ષિપ્તમાં સમાપ્તમ્

 

                                           એ જ જ્યોત સેવક ડૉ.વિણાબેનના જય સ્વામિનારાયણ

 

DSC_2360DSC_2622DSC_3586