Click here to donate and support the Pappaji Divya Prakash Parva this November

Parabhakti Parva – Rules

સ્વામિશ્રીજી      

જય ગુરૂહરિ પપ્પાજી

પરાભક્તિ પર્વની જય જય જય

પરાભકિત પર્વ નિમિત્તેના નિયમ ધારણ

 

 

પરાભકિત પર્વ આપણે આવતા વર્ષે તા.૧૧,૧૨,૧૩ નવે. ૨૦૧૧ ના રોજ ઉજ્વીશું આપણી પાસે ૧ વર્ષ છે. પરાભકિતની ઉજવણી ના ભાગ રૂપે આપણે પ.પૂ. પપ્પાજીની પ્રસન્નાતાર્થે યથાશકિત ભક્તિ કરીએ તે માટે અમુક નિયમ લેવાના રાખ્યા છે.તે ૧લી નવે.૨૦૧૦ થી ૧લી નવે.૨૦૧૧ સુધી કરીએ. નિયમો નીચે મુજબ છે.

તેમાંથી એક-બે ચાર કે બધા નિયમ યથાશકિત સમય-સંજોગ મુજ્બ સ્વેછાએ ધારણ કરવા પ.પૂ. પપ્પાજીના ૯૫મા પ્રાગટ્યદિનની સ્મૃતિએ દરેક નિયમમાં ૯૫ ની સ્મૃતિ રાખી છે. દરરોજનું માપ કાઢેલ છે પરંતુ ના થઇ શકે તે દિવસનું આગળ-પાછળ કરી શકાય.

 

 

૧.મૌન :-                દરરોજ ૩૦ મિનિટ મૌન રાખીએ તો વર્ષ દરમ્યાન ૯૫૯૫ મિનિટ થાય.

૨ જપયજ્ઞ (ધૂન્ય) :-  દરરોજ અડધો કલાક (૩૦ મિનિટ) ધૂન્ય પ.પૂ.બાની આજ્ઞા મુજબ કરીએ તો વર્ષ દરમ્યાન ૯૫૯૫ મિનિટ ધૂન્ય થાય.

૩.પ્રદક્ષિણા :-          દરરોજ ૨૦ મિનિટ પ્રદક્ષિણા કરવી અથવા પ્રદક્ષિણાના ભાવે જપયજ્ઞ કરતાં કરતાં ૨૦ મિનિટ ચાલવું તો વર્ષ દરમ્યાન ૧૮૦૯૫ પ્રદક્ષિણા થાય. 

                            (મંદિર તથા અક્ષર ડેરીએ ૨૦ મિનિટમાં સામાન્ય રીતે ૫૦ પ્રદક્ષિણા થાય.)

૪.મહાપૂજા :-           મહિના દરમ્યાન ૮ મહાપૂજા કરીએ અથવા માનીએ (કરાવીએ) તો વર્ષમાં ૯૫ મહાપૂજા થાય.

.સત્કર્મ :-              જ્યોતની સેવા અથવા મુક્તોને સુહ્દભાવે મદદ કરવી.એવા ૯૫ સત્કર્મ વર્ષ દરમ્યાન યથાશક્તિ પ્રમાણે કરવા.(ગૃહસ્થ મૂક્તો જાત મહેનત કરી કમાણી કરીને                                         યથાશકિત ધન અર્પણ રૂપે સત્કર્મ કરી શકે છે. )

૬.સંધ્યા આરતી :-   રોજ સંધ્યા આરતી ઘર મંદિરમાં કરવી. અથવા કોઇ એક આરતીમાં મંગલા આરતી, શણગાર આરતી કે સંધ્યા આરતીમાં મંદિરે દર્શને જવું.

૭. સ્વાધ્યાય :-       વર્ષ દરમ્યાન પ.પૂ.પપ્પાજી વિષેના કોઇ પણ બે પુસ્તક્નો સ્વાધ્યાય કરવો. દરરોજ થોડુ વાંચી મનન કરવું. (પરાભકિતની સૌરભ ,પરામૃત, પપ્પાજીના સાંનિધ્યે,                                   પ્રસન્ન પ્રબોધ, આતમપુકારે પપ્પા પધારે ચરણ ૧, ૨ અનુપમ ૫,૬,૭,૮)

૮ સ્મૃતિ લેખન :-      પ.પૂ.પપ્પાજીના દર્શનનું સ્મૃતિનું લેખન કરવું. દરરોજ એક સ્મૃતિ લખી લેવી. (અગાઉ સ્મૃતિ લેખન વિષે વિગતે લખ્યા મુજ્બ આ નોંધ છે.)

૯.મંત્રલેખન :-        પરાભક્તિ મંત્રપોથી-૧ માં ૯૫૦૦ મંત્ર લેખન થાય છે. ૧૧ મંત્રપોથીનો સેટ લખીએ તો ૯૫૫૯૫ થાય. સમય સંજોગ મુજબ મંત્રપોથી ભરવી. ખાસ નિરવ થઇ મનમાં                                   મંત્ર બોલતા જવું અને ગુરૂહરિની સ્મૃતિ સાથે મંત્ર લખવા.

નોંધ : દરેક માપમાં થોડુ વધારે માપદંડ રાખ્યુ છે.જેથી રખેને ભૂલચૂક થાય તો સરભર થઈ જાય. અધિક ભકિત થાય તો સારૂ છે.

                                                                                

                                                                                              એ જ જ્યોત સેવક P.૭૧ના જય સ્વામિનારાયણ.