Param Pujya Deviben’s Divineday by Gunatit Jyot

                                     સ્વામિશ્રીજી                      

જય ગુરૂહરિ પપ્પાજી

પ.પૂ.દેવીબેનનો ૫૪મો સ્વરૂપાનુભૂતિદિન

આજે સદ્દગુરૂ સ્વરૂપ પ.પૂ.દેવીબેનનો સ્વરૂપાનુભૂતિદિન. મંગલ પ્રભાતે પ.પૂ.દેવીબેન ગ્રુપના મુક્તો સાથે શાશ્વત ધામે પધાર્યા હતાં. ભજન-ભક્તિ ગોષ્ટિ કરીને સરસ લાભ આપ્યો હતો. આજે સંયુક્ત સભામાં પંચામૃત હૉલમાં પપ્પાજી સ્વરૂપ દેવીબેનનો ૫૪મો સ્વરૂપાનુભૂતિદિન ખૂબ દિવ્યતાથી ઉજવાયો હતો. આહ્વાન શ્ર્લોક પછી પ.પૂ.દેવીબેનનો શ્ર્લોક ગવાયો કે જેમાં પ.પૂ.દેવીબેનના આખા જીવનનો સાર આવી જાય છે. સભામાં પ.પૂ.દેવીબેનનું સ્વાગત થયું. ત્યારબાદ સ્વાગતભાવ અર્પણ સહુ પ્રથમ અનન્ય ભક્તરાજ પૂ.નીરૂભાભી યશવંતભાઈ દવેના કુટુંબીજનો તરફથી પૂ.તૃપ્તિભાભીએ પુષ્પ અર્પણ કર્યા.

પ.પૂ.દેવીબેનના ૫૪ મા સ્વરૂપાનુભૂતિદિને કેન્દ્રના ૫૪ નંબરના બહેન પૂ.બેનીબેને જ્યોતના સર્વે બહેનો વતી પુષ્પહાર અર્પણ કર્યો. ત્યારબાદ ભજન ગવાયું. સહુપ્રથમ પ.પૂ.દીદીએ લાભ આપ્યો. ઓહો ! તારદેવથી માંડીને જૂની જૂની પ.પૂ.દેવીબેનના જીવનની સ્મૃતિની અદ્દભૂત વાતો કરી. પ.પૂ.પપ્પાજીના મહિમાની વાતો તથા કથાવાર્તા, જ્ઞાન સાથે એકધારી શૈલીમાં પ.પૂ.દીદીએ લાભ આપી પ.પૂ.દેવીબેનના જીવનની વાત કરીને મૈત્રીભાવના દર્શન કરાવ્યા હતાં.

પૂ.ઈલેશભાઈ, પૂ.વિજયભાઈ પરદેશની ધર્મયાત્રાએથી ઉર્ફે કાકાજી-પપ્પાજી શતાબ્દી મહોત્સવ પેરીસની ધરતી પર ભવ્યાતીભવ્ય રીતે ઉજવાયો તે સમૈયાનો લાભ આપણા સહુ વતી લઈને આજે અત્રે પધાર્યા ! તેમનું સ્વાગત આજની સભામાં પુષ્પોથી કર્યું.

{gallery}/images_in_articles/2013/27-08/{/gallery}

પ.પૂ.દેવીબેનના મહિમાગાનમાં પૂ.દયાબેને લાભ આપ્યો હતો. પુષ્પોભાવ અર્પણ મુક્તોએ કર્યો. જેમાં પ.પૂ.બેનની પૌત્રી પૂ.દર્શનાબેન અને બીજી પૌત્રી પૂ.નંદાબેન પોપટે પુષ્પ અર્પણ કરીને પ.પૂ.બેનનું સ્મરણ કરાવ્યું હતું. નાનું ભૂલકું પૂ.અમૃતા શાહે ખૂબ સરસ અશક્ય શક્ય બન્યું તેવા દાખલા આપીને પ.પૂ.પપ્પાજી-પ.પૂ.દેવીબેનના અનુભવનું દર્શન કરાવ્યું હતું.

પૂ.ડૉ.ભાવનાબેન શેઠે કળી ના શકાય તેવા પ.પૂ.દેવીબેનના જીવન ચરિત્રના ખૂબ સરસ દાખલા આપીને પ.પૂ.દેવીબેનનું યથાર્થ જીવન દર્શન કરાવવા પ્રયત્ન કર્યો હતો. પૂ.મીનાબેન ગોએન્કાએ પોતાના જીવનમાં પ.પૂ.દેવીબેન કેવી અદ્દભૂત રીતે પ્રવેશ્યા તે વાતો તથા પ.પૂ.દેવીબેનની સાધુતાનો દાખલો, રમુજી જીવનના પ્રસંગો કહીને બધાને ખૂબ હસાવ્યા. ગમ્મત સાથે જ્ઞાન કેવી રીતે આપે છે તે વાત કરીને બ્રહ્માનંદ કરાવ્યો હતો. પૂ.મધુબેન ભાલાળા જે હાલ L.I.C માં કર્મયોગ કરે છે. પ.પૂ.દેવીબેન મુંબઈમાં L.I.C માં જોબ કરતાં હતાં. L.I.C ના સંદર્ભમાં પ.પૂ.દેવીબેન સાથેના પ્રસંગો કહીને એક આદર્શ સાધક તરીકેની માગણી કરી હતી. પુષ્પહારમાં ભાવ અર્પણ પૂ.રીટાબેન ઝાલાવાડીયાએ કર્યો હતો.

ગુરૂહરિ પપ્પાજીએ ધ્વનિ મુદ્રિત આશીર્વાદ આપ્યાં. જેમાં પ.પૂ.દેવીબેનના જીવનનો સાર કહ્યો. અનાદી મુક્તો લઈને જોગી મહારાજ પધાર્યા. તે લોકોએ ખૂબ ભીડો વેઠ્યો. પણ ખપ બહુ. માયા-મહામાયા કૂદી પણ એક નિષ્ઠા પકડી રાખી. ભિન્ન અંગવાળાની મૈત્રી રાખી, વચન લઈને દેવી મંડી પડી. મંગુ તરીકે જીવી. અત્યારે જ્યોત જોગીના થઈને સ્વરહિત વર્તે છે. બીજા બધાને એવા આશીર્વાદ આપે…..

પ.પૂ.જ્યોતિબેન હાલ મુંબઈ છે. ત્યાંથી તેમણે મોકલેલ પત્રના આશીર્વાદ પણ ધ્વનિમુદ્રિત માણ્યા હતાં. પ.પૂ.દેવીબેને આશીર્વાદ આપતાં વાત કરી કે, જીવ રતિભાર કરવાને સમર્થ નથી. પપ્પાજી પ્રસંગો ગોઠવી ગોઠવીને આપણા ચૈતન્યોનું પરિવર્તન કરી રહ્યાં છે. આપણે શું ભીડો વેઠ્યો. બહેનોનું કામ ઉપાડ્યું તે કંઈ નાની વાત છે. લોકો ગમે તેમ બોલે ! આપણે આશીર્વાદ માગીએ તેનાથી મળી જતાં નથી. યોગીબાપા પાસે એક હરિભક્તે આશીર્વાદ માગ્યા. બાપા કહે, “હું રોજ દેવતાને હાથથી આશીર્વાદ આપું છું. (તાપણી વખતે પણ ઠંડા થતાં નથી, એને માટે મંડવું પડે.) પ.પૂ.પપ્પાજીએ સુખ આપ્યું છે તે લઈને હવે મંડીએ.“સંબંધે સ્વરૂપ માનીને સેવા કરી લેવી.” “બોલવા જેવો શબ્દ છે ‘સ્વામિનારાયણ’.

મહાત્મ્યેયુક્ત સેવા. પ.પૂ.બેન ૧૦૦ વર્ષે સેવા ઈચ્છતા હતાં. યોગીબાપાના વચને પ.પૂ.બેન તારદેવ આવ્યા. પ.પૂ.પપ્પાજીને સેવી લીધા તો પ.પૂ.પપ્પાજીએ ફૂલ મોકલ્યું કે આજથી ગુણાતીત તમારા દાસ. તમે જે સંકલ્પ કરો તે પૂરાં કરશે.

પૂ.ઈલેશભાઈ, પૂ.વિજયભાઈ પેરીસ જઈને આવ્યા. દર્શન કર્યા હશે. મુઠ્ઠીભર મુક્તોએ સમૈયો કર્યો. કેવું જીવી રહ્યાં છે. ગુરૂહરિ પપ્પાજીને જેવું જોઈએ છે તેવું આખો ગુણાતીત સમાજ. સ્વામિનારાયણ સંબંધવાળાનો મહિમા સમજી લઈએ. ગુરૂહરિનું ઋણ ચૂકવીએ. પરમ ભાગવત સંત બનીએ. મૂંઝવણ, વિક્ષેપ, અભાવમાં રહીએ જ નહીં.

આપણા સહુ વતી ગુરૂહરિ પપ્પાજીના ચરણે અદ્દભૂત પ્રાર્થના કરીએ. સ્વામિનારાયણ મંત્ર જપ્યા કરવાના આશીર્વાદ આપ્યા. સભાના અંતમાં પ.પૂ.દેવીબેનના આશીર્વાદ મુજબ સમૂહ ધૂન્ય કરીને સભાની સમાપ્તિ કરી હતી. ખૂબ જ સરસ શિબિર જેવી આજની સભા થઈ હતી.

                             એ જ જ્યોત સેવક P.71 ના જય સ્વામિનારાયણ