સ્વામિશ્રીજી
જય ગુરૂહરિ પપ્પાજી, પરાભક્તિ પર્વની જય
ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ સર્વે અક્ષરમુક્તો ! ભાવભર્યા જય સ્વામિનારાયણ
પ.પૂ.દેવીબેનના સાક્ષાત્ દિને તથા અમૃત જયંતિદિને ગુરૂવંદના
હે અવિનાશી, તવ સિધ્ધાંતે મહાભિનિષ્ક્ર્મણ કર્યું, રાંક રહી દાસ થઈ, સ્વરૂપ વશ કર્યું,
લટકા કરી જીવમાં પેસી શુધ્ધ કરી રે મુક્તોને, રહે હૈયું સભર મૂર્તિના બળે,
કરે જીવન અર્પણ, રહે નહીં તેને સમર્પણ, અહોહો આનંદથી સેવા કરી કરું તમને રાજી,
લાક્ષણિકતા છે આપની ન્યારી, ધન્ય ધન્ય થયા અમે સૌ તમને પામી,
તમે કરૂણા કરી લીધા અમને સ્વીકારી, યાચું તમને “કણી અહ્મની દેજો ઓગાળી,
હું છું તવ સ્વરૂપની અજાણી, પણ કૃપા તમારી અમ સૌને હ્રદયે પીછાણી,
યાચું બળ તમારી કને, અભ્યર્થના અમ સૌની,
હે ! દેવીબેન તમે પ્રભુને સમર્પિત અને પ્રભુ વશ તમને,
એ સુંદર ઐક્યની અંદર પુલકીત હૈયા સૌના નાચે, તમને સમર્પિત થવા અમ સૌના હ્રદય
તમે અનંતના અનંત તમારા
તમે એક પ્રભુના અને પ્રભુ અનંતના એમાં
અમ સૌને સમાવજો હે કરૂણા દેવીબેન !
કુશાગ્ર બુધ્ધિના કલ્યાણના જતનની તરકીબ
તન ના સરતાજ બન્યા શે ?
કર્ણ માંડ્યા, વચનામૃત ને સ્વામિની વાતુ માંહે….
નેત્ર ખોલ્યાં, પ્રભુ સેવા ને દર્શન કાજે….
જીહવા ચલાવી, સ્વામિનારાયણ મંત્ર માંહે…
સુગંધ લીધી, ભક્તિભાવે પ્રભુ પ્રસાદી પુષ્પતણી….
સ્પર્શમાં તણાયા, ગુરૂ ગોવિંદ ચરણ રજ માંહે…
મન-બુધ્ધિ-ચિત્ત-અહમ્ ના સરતાજ બન્યા શે ?
ઓશિયાળા ના કર્યા પાલનહારને, દાસભાવે છૂપા રહ્યા ગુરૂસખી વૃંદ માંહે…
મૂર્તિ લૂંટારૂ બન્યાં મુક્તોનાં, સાધુતાની દ્રષ્ટિ રાખી શિષ્યો માંહે…
આત્મને કરીને બન્યાં સરતાજ શે ?
હું આ ઘરની દાસીના મંત્રે, ગર્વ રહિત અહમ્ શૂન્ય બની.
રાંકભાવે પામ્યાં પરમ કક્ષા દાસત્વ ભક્તિની, દાસત્વ ભક્તિના સરતાજે
સર કર્યું અખિલ બ્રહ્માંડને, ને બન્યાં પ્રભુના વારસદાર,તો આવા જતને ઘડજો અમ સૌને.
એ જ જ્યોત પરિવારના ભૂલકાંઓની યાચના