સ્વામિશ્રીજી
જય ગુરૂહરિ પપ્પાજી
ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલા વહાલા અક્ષરમુક્તો, જય સ્વામિનારાયણ !
આજે અહીં આપણે તા.૧ થી ૧૫ ઍપ્રિલ દરમ્યાન જ્યોતમાં ઉજવાયેલ સમૈયાની તથા ભક્તિસભર યોજાયેલ કાર્યક્ર્મની ટૂંકમાં સ્મૃતિ માણીશું.
(૧) તા.૧/૪/૧૪મંગળવાર
A – દર ૧લી તારીખના કાર્યક્ર્મ મુજબ સવારે જ્યોતનાં બહેનો પપ્પાજી તીર્થ પર શાશ્વત ધામે દર્શન–પ્રાર્થના–પ્રદક્ષિણા માટે ગયાં હતાં.
{gallery}images_in_articles//newsletter/2014/Apr/01-04-14 PAPPAJI TIRTH DHUN PRADXINA/{/gallery}
B – સાંજે ૭.૩૦ થી ૯.૦૦ પંચામૃત હૉલમાં કીર્તન આરાધના સંયુક્ત સભામાં સંપન્ન થઈ હતી. આજની કીર્તન આરાધના દરમ્યાન પૂ.કનુભાઈ પટેલ(વણસોલ)નું બહુમાન કરવામાં આવ્યું હતું.જૂના જોગી નિષ્ઠાવાન સર્વદેશીય પૂ.કનુભાઈ પટેલને ગુજરાત સરકાર તરફથી “કૃષિ–ઋષિ” તરીકેનો એવોર્ડ મળ્યો છે. ખેતી ઉત્થાન ક્ષેત્રમાં ગુજરાત રાજ્યમાંથી શ્રેષ્ઠ કિસાન તરીકેની પસંદગી કરવામાં આવી છે. એવા સદા યુવાન આપણા પૂ.કનુભાઈ. તેમને દિલ્હી બોલાવેલા. તેમાં પૂ.કનુભાઈના વિચારો દેશ વધુ ખેતીપ્રધાન બને, પાક વધારે સારો મળે તે માટે શું કરવું જોઈએ? તે વિષે પૂ.કનુભાઈએ પ્રભુ ધારીને પ.પૂ.પપ્પાજી–પ.પૂ.સાહેબજીની પ્રેરણાથી જે જવાબ આપ્યા તેમાં તેમની પસંદગી થઈ હતી. પૂ.કનુભાઈએ પ્રાર્થના ભાવ વહાવતા સભામાં આજે વાત કરી. તેમાં પોતાના જીવનનો વૃતાંત ક્હ્યું. જેમાં તેમની દાસત્વભક્તિ, સેવાભાવના, સ્વરૂપનિષ્ઠાનાં દર્શન થતાં હતાં. તેમાં તેઓએ અંતમાં માગણી કરી કે, “પ્રભુ શરણું સદાય તમારું માગું છું, મને સેવા તમારી આપજો. મને ભક્તિ તમારી આપજો.”
{gallery}images_in_articles//newsletter/2014/Apr/01-04-14 KIRTAN ARDHNA/{/gallery}
(૨) તા.૫/૪/૧૪ શનિવાર:
A – પ.પૂ.કમુબાનો૯૨મોપ્રાગટ્યદિન
પરમ ભાગવત સંત પ.પૂ.કમુબાનો ૯૨મો પ્રાગટ્યદિન સવારે ૧૦.૦૦ થી ૧૨.૦૦ બહેનોની સભામાં ઉજવાયો હતો. પૂ.કમુબા એટલે સાચા સાધુ. નિર્દોષ બુધ્ધિ અને માહાત્મ્યેયુક્ત સેવાનું નિર્માની સ્વરૂપ એટલે કમુબા! જૂના જોગી કમુબાના સાધના કાળના જીવન દરમ્યાનની ઘણીક વાતો પૂ.જશુબેન, પૂ.મધુબેન, પૂ.લાભુબા, પૂ.આભાબેન વગેરેએ કરી હતી. પ.પૂ.જ્યોતિબેનના આશીર્વાદ લીધા હતા. ધ્વનિમુદ્રિત આશીર્વાદ ગુરૂહરિ પપ્પાજીના લીધા હતા.
{gallery}images_in_articles//newsletter/2014/Apr/05-04-14 P.P.KAMUBA 92 BIRTHDAY/{/gallery}
B – પ્રભુકૃપાપ્રવેશદિન
આજે ગુરૂહરિ પપ્પાજીએ પ્રભુકૃપામાં રહેવા જવાનો પ્રવેશ કર્યો તેને ૨૫ વર્ષ પૂરાં થાય છે. મહાપૂજા અભિયાન ચાલી રહ્યું છે. પ.પૂ.જ્યોતિબેનની પ્રેરણા મુજબ પ્રભુકૃપાની સેવા સંભાળનાર બહેનોએ આજે સાંજે ૫.૦૦ થી ૭.૦૦ પ્રભુકૃપા મંદિરના નીચેના હૉલમાં મહાપૂજા કરી હતી. સદ્દગુરૂ સ્વરૂપોના સાંનિધ્યે ભક્તિ સભર મહાપૂજા થઈ. પ.પૂ.જ્યોતિબેન, પ.પૂ.જશુબેને મહાપૂજા બાદ આશીર્વાદ આપ્યા હતા. તેમજ નીલકંઠ મહારાજનો અભિષેકનો કાર્યક્ર્મ પણ રાખ્યો હતો. સહુ મુક્તોએ અભિષેકનો પણ લાભ લીધો હતો.
{gallery}images_in_articles//newsletter/2014/Apr/05-04-14 PRABHUKRUPA PRAGTYA DIN/{/gallery}
(૩) તા.૬/૪/૧૪રવિવાર, સદ્દગુરૂ A સ્વરૂપપ.પૂ.માયાબેનનોસ્વરૂપાનુભૂતિદિન
પરમ ભાગવત સંત સ્વરૂપ, સદ્દગુરૂ A સ્વરૂપ પ.પૂ.માયાબેનનો સ્વરૂપાનુભૂતિદિનનો સમૈયો સવારે ૧૦.૦૦ થી ૧૨.૦૦ બહેનોની સભામાં ઉજવ્યો હતો. મહિમાગાનમાં પૂ.ક્રિષ્નાબેન શાહે લાભ આપ્યો હતો. અને ખાસ તો આ દિને પ.પૂ.માયાબેનની પરાવાણીનો લાભ બહેનોએ લીધો હતો. પૂ.માયાબેન ખૂબ વરસ્યા. પ્રાપ્તિનું મૂલ્ય સમજાવ્યું. પારસમણિ મળી છે તેને વાપરીએ નહીં તો લોખંડનું સોનું ના થાય અને આપણે કંગાલ જ રહીએ. એ ઉપર તેલપાટના ધંધાની વાત કરી હતી. અને આ પ્રાપ્તિનું મૂલ્ય સમજાવ્યું હતું. વિશેષમાં પૂ.માયાબેને સભામાં પાંચ મિનિટ સ્મૃતિ ધ્યાન કરાવ્યું. આપણો ર્દષ્ટા સ્થપાયો તે પળની સ્મૃતિ માહાત્મ્ય સાથ કરાવીને સહુનેય સભર કરી દીધાં હતાં.
પૂ.માયાબેન એટલે મૂર્તિ ધારક સ્વરૂપ છે. પૂ.માયાબેનની ર્દષ્ટિ સર્વ મુક્તો માટે મહારાજની ર્દષ્ટિ છે. અખંડ મૂર્તિમાં રહે છે અને મોટામાં મોટી સેવા આખા ગુણાતીત સમાજના મુક્તો માટે મહાપૂજા કરવાની સેવા કરી રહ્યાં છે. “ભગવાન સહુનુંય ભલું કરો.” એ જે યોગી મહારાજની ભાવના એ ભાવ પૂ.માયાબેનનો છે. એ જ પરમ ભાગવત સંતની અવસ્થા છે. એવાં પૂ.માયાબેનના સ્વરૂપાનુભૂતિદિને પ.પૂ.જ્યોતિબેન, પ.પૂ.દીદીએ આશીર્વાદ આપ્યા હતા. એમાં પૂ.માયાબેનની સેવા ભક્તિના ર્દષ્ટાંતો આપીને માહાત્મ્યગાન કર્યું હતું.
{gallery}images_in_articles//newsletter/2014/Apr/06-04-14 P.MAYABEN DIVINE DAY/{/gallery}
(૪) તા.૭/૪/૧૪પ.પૂ.માસીબાનોપ્રાગટ્યદિન
પરમ ભાગવત સંત અક્ષરનિવાસી પ.પૂ.માસીબાનો પ્રાગટ્યદિન આજે સવારે ૮.૩૦ થી ૧૦.૦૦ બહેનોની સભામાં પંચામૃત હૉલમાં મહિમાગાનથી ઉજવાયો હતો. પૂ.હંસાબેન અમીન, પૂ.હંસાબેન કંપાલા, પૂ.લીલાબેન દેસાઈ અને પૂ.હંસાબેન માવદીયાએ માહાત્મ્ય દર્શન કરાવ્યું હતું. ધ્વનિ મુદ્રિત ગુરૂહરિ પપ્પાજીના આશીર્વાદ લીધા હતા. ગુરૂહરિ પપ્પાજીએ પૂ.માસીબા માટે અંતરના ઉદ્દગાર સાથે પ્રસન્નતા સાથે વાત કરી કે, પૂ.માસીબા એટલે આદિ ગુરૂ, માસીબા એટલે શૂરવીરતા, શ્રધ્ધા અને માહાત્મ્યનું સ્વરૂપ. પૂ.માસીબા અનાદિનું સ્વરૂપ છે. પૂ.માસીબા એટલે ભાવ સમ્રાટ. જોગીબાપાની મૂર્તિ ધારીને ધાર્યું કામ કરાવે. પૂ.લીલાબેન માટે ભજવાનો સંકલ્પ કર્યો અને પૂ.લીલાબેન અહીં આવી ગયાં. ધાર્યું નિશાન પાડે એવાં પૂ.માસીબા. એમની ડિક્ષનરીમાં ‘ના’ શબ્દ જ નહીં, ‘હા’ જ હોય. તો પ્રસન્નતા લઈ લીધી.
આ જ્યોત ખોલી ત્યારે પૂ.માસીબાને રસોડાના હેડ નીમેલાં. તેમના વચને પૂ.શોભનાબેન, પૂ.મધુબેન, પૂ.તરૂબેને સેવા કરી લીધી. અને પ્રસન્નતા લઈ લીધી. પૂ.માસીબા પાસે કોઈ આવે તો તેને શાંતિ શાંતિ થઈ જાય. પૂ.માસીબા બધાનું માહાત્મ્ય સમજે છે. અને સહુ માટે મહાપૂજા કરે છે. પૂ.માસીબા વિષે જે વક્તાઓએ વાત કરી તેમાં પૂ.માસીબાના જોગમાં જે અનુભવ થયા. માહાત્મ્ય સિંચન કર્યું. શ્રધ્ધાથી બળ પૂર્યું. વગેરે વાતો ર્દષ્ટાંત સાથે આપી પૂ.માસીબાની સાચી પિછાણ આજની સભામાં કરાવી હતી. જાણે પૂ.માસીબાનું પ્રત્યક્ષ દર્શન કરી રહ્યાં હોઈએ તેવો દિવ્ય આનંદ સહુને અનુભવાયો હતો.
{gallery}images_in_articles//newsletter/2014/Apr/07-04-14 P.MASIBA PRAGTYADIN/{/gallery}
(૫) તા.૮/૪/૧૪મંગળવારશ્રીહરિજયંતિ (રામનવમી)
શ્રી હરિ જયંતિ શુભ દિને સવારે ૯.૦૦ થી ૧૧.૩૦ સ્મૃતિ મંદિરમાં ૬૪ બહેનોની મહાપૂજાનો વિશિષ્ટ કાર્યક્ર્મ રાખ્યો હતો. મહાપૂજા અભિયાન ચાલી રહ્યું છે. તા.૮/૮/૬૪ના દિને તારદેવની ધરતી પર મહાપૂજાનો પ્રારંભ થયો તેને ૫૦ વર્ષ તા.૮/૮/૧૪ ના રોજ પૂરાં થાય છે. આ મહાપૂજા સુવર્ણ પર્વ નિમિત્તે ૬૪ની સાલની સ્મૃતિ સહ ૬૪ બહેનોની ચિઠ્ઠી પ.પૂ.જ્યોતિબેનના વરદ્દ હસ્તે ઉપાડી હતી. આ ૬૪ લક્કી બહેનોએ ભેગા મળી પ્રભુકૃપાની ઉપર સ્મૃતિ મંદિર છે તેમાં મહાપૂજા રાખી હતી. તે દિવ્ય સ્મૃતિ આજે વર્ષો પછી તાર્દશ્ય થઈ હતી. ખૂબ દિવ્યતાભર્યું વાતવરણ સર્જાયું હતું. ભક્તિસભર મહાપૂજા થઈ હતી અને, શ્રી હરિ જયંતિ નિમિત્તેની રાત્રિ સભા બહેનોની પંચામૃત હૉલમાં અને ભાઈઓની પ્રભુકૃપામાં થઈ હતી.
જ્યોત સભામાં પ.પૂ.દીદી, પ.પૂ.જશુબેન મહારાજથી માંડીને પ્રત્યક્ષ સ્વરૂપ સુધીની સ્મૃતિની ઘણીક વાતો કરીને સર્વનાં અંતર ભરી દીધાં હતાં. ગુરૂહરિ પપ્પાજીના આશીર્વાદ ધ્વનિમુદ્રિત લીધા હતા. સભાના અંતમાં પારણામાં બિરાજેલ શ્રી ઠાકોરજી મહારાજને પૂ.માયાબેને ઝૂલાવ્યા હતા. શ્રીજી મહારાજે આપણને શ્વેત વસ્ત્ર ધારી ગુરૂહરિ પપ્પાજી આપ્યા એ સ્મૃતિભાવ સાથે આજે શ્વેત વસ્ત્ર ધારી કર્મયોગી સંત બહેનોએ પારણામાં પ્રગટેલ ઘનશ્યામ મહારાજની આરતી ઉતારી હતી. બીજી આરતી ગૃહસ્થ બહેનોએ અને ગૃહસ્થ ભાભી મંડળે ઉતારી હતી. ત્યારબાદ પંચાજીરીનો પ્રસાદ લીધો હતો. અને શ્રી હરિ જયંતિની સભાનું સમાપન થયું હતું.
{gallery}images_in_articles//newsletter/2014/Apr/08-04-14 SHREE HARI JAYANTI MAHAPOOJA PRG/{/gallery}
(૬) તા.૧૩/૪/૧૪રવિવાર
સદ્દગુરૂ સ્વરૂપ પ.પૂ.પદુબેન અમેરિકાની ધર્મયાત્રાએ જઈ રહ્યાં હતાં. તે નિમિત્તે રાત્રિ સભામાં મિલન નિમિત્તે સહુ વતી શુભેચ્છાઓ સાથે પૂ.પદુબેનને સાકરનો પડો પૂ.હેમાબેન ભટ્ટે અર્પણ કર્યો હતો. અને પૂ.માયાબેને પુષ્પ કલગી અર્પણ કરી હતી. બે મહિનાનું ભાથું બંધાવતો કથાવાર્તાનો લાભ પ.પૂ.પદુબેને આપ્યો હતો.
આમ, આખું પખવાડિયું ગુરૂહરિ પપ્પાજીની પ્રસન્નતાર્થે ભક્તિસભર પસાર થયું હતું.
તા.ક. લંડન જ્યોતના બહેન પૂ.ઉષાબેન મકવાણા નાદુરસ્ત તબિયત સાથે આજ રોજ લંડનથી ભારત સુખરૂપ પધારી ગયા છે. દેહાતીત અવસ્થા અને અખંડ સ્મૃતિમાં રમમાણ એવાં ઉષાબેનનું સ્વાગત દર્શન સહુ બહેનોએ સુહ્રદભાવ એકતાના ભાવો સાથે દિલથી કર્યું હતું.
અત્રે સહુ સ્વરૂપોની તબિયત સરસ છે. અત્રેના સર્વે સ્વરૂપો મુક્તો વતી આપ સર્વને ભાવભર્યા જય સ્વામિનારાયણ.
એ જ જ્યોત સેવક P.71 ના પ્રણામ સહ જય સ્વામિનારાયણ !