01 to 15 Feb 2015 – Newsletter

સ્વામિશ્રીજી, 

કાકાજી-પપ્પાજી બંધુબેલડી શતાબ્દી મહોત્સવની જય જય જય

ગુરૂહરિ પપ્પાજી શતાબ્દી મહાપર્વની જય જય જય

ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો, જય સ્વામિનારાયણ !

આજે અહીં આપણે તા.૧ થી ૧૫ ફેબ્રુઆરી દરમ્યાન જ્યોત પ્રાંગણમાં ઉજવાયેલ સમૈયાની સ્મૃતિ માણીશું.

GKP 7951

(૧) તા.૧/૨/૧૫ રવિવાર

વિશેષમાં આજે સવારે ૧૦.૦૦ થી ૧૨.૦૦ જ્યોત મંદિરમાં પૂ.આનંદીબેન વી. પટેલની જીવચર્યાની મહાપૂજા થઈ હતી. પૂ.આનંદીબેન જૂના જોગી ! ગુરૂહરિ પપ્પાજી-પ.પૂ.દીદીની નિષ્ઠાવાળા ચૈતન્ય માધ્યમ કે જેમને પોતાની એકની એક લાડકી દીકરીને ભણાવી-ગણાવીને શ્રી ગુણાતીત જ્યોતમાં ઈ.સ.૧૯૭૫માં ભગવાન ભજવા તૈયાર કરીને મોકલી. પૂ.વિનુભાઈ પ્યારી દીકરીને જ્યોતમાં મોકલવા તૈયાર નહોતા. પણ પૂ.આનંદીબેનનો સંકલ્પ અને ભજન ! એવા ભજનથી પૂ.આનંદીબેને સંતાનોને સત્સંગનો વારસો આપ્યો છે. તેથી તો અમેરિકાથી આવી મોટા દીકરા પૂ.શશાંકભાઈ અને પૂ.દિવ્યાભાભીએ આજે

આ મહાપૂજામાં બેસી માત-પિતાના પુણ્યમાં ભાગ લઈ સત્સંગનો વારસો નિભાવી રહ્યાં છે. પૂ.યશવંતભાઈ દવે અને પૂ.ઈલેશભાઈએ મહાપૂજા વિધિ કરાવી હતી અને ત્યારબાદ પ.પૂ.દીદીએ પ્રાસંગિક મહિમાગાન સાથે આશીર્વાદ આપ્યા હતાં. અને પૂ.આનંદીબેને પણ આશિષ યાચના અને સહુનેય આશીર્વાદ આપ્યા હતાં.

{gallery}images_in_articles//newsletter/2015/Feb/01-02-15 P.P.ANANDIBEN JIVCHARYA MAHAPOOJA/{/gallery}

(૨) તા.૩/૨/૧૫ બ્ર.સ્વ.પ.પૂ.કાકાશ્રીનો સાક્ષાત્કારદિન

A. આ દિવસ ગુણાતીત સમાજ માટેનો ક્રાંતિકારી મહાન દિવસ ગણાય છે. આજે ગુણાતીત સમાજના દરેક કેન્દ્રો પર પ.પૂ.કાકાશ્રીનો સાક્ષાત્કાર દિન ઉજવાતો હોય છે. શ્રી ગુણાતીત જ્યોતમાં પણ આજે સવારે ૧૦.૦૦ થી ૧૨.૦૦ માં

બહેનોની સભામાં અને રાત્રે ૮.૩૦ થી ૧૦.૦૦ સંયુક્ત સભામાં પ.પૂ.કાકાશ્રીના માહાત્મ્યગાનની સભા થઈ હતી.

 

સવારની સભામાં પૂ.મંજુબેન ફળદુએ તેમના પિતાશ્રી પૂ.મૂળજીબાપા તેમના ઘરે ભાયાવદર પ.પૂ.કાકાશ્રી પધારેલા તે વખતના પ્રસંગ કહીને પ.પૂ.કાકાશ્રીના મહિમા અને સામર્થીની સ્મૃતિની સરસ વાત કહીને માહાત્મ્યગાન અને યાચના કરી હતી.

પ.પૂ.જશુબેન અને પૂ.હેમાબેન ભટ્ટે તારદેવની પ.પૂ.કાકાશ્રી-પ.પૂ.પપ્પાજી-પ.પૂ.બા ની સ્મૃતિ સાથે માહાત્મ્યગાન કરી રૂડા આશીર્વાદ સહુ મુક્તોને આપ્યા હતાં.

B. તા.૨/૨/૧૫ ના રોજ સાંજની સભામાં પૂ.દયાબેને પ.પૂ.કાકાશ્રીના મહિમાની વાતો કરીને ૩જી ફેબ્રુઆરીની ઉજવણીને શરૂઆત જ્યોતમાં કરાવી દીધી હતી. રાત્રિ સભામાં પ.પૂ.દીદી, પૂ.માયાબેન, પૂ.વિરેન્દ્રભાઈ દવેએ  બ્ર.સ્વ.શાસ્ત્રીજી

મહારાજ-બ્ર.સ્વ.યોગીજી મહારાજ સાથેના પ.પૂ.કાકાશ્રીના જૂના પ્રસંગોની સ્મૃતિ કરાવીને ખૂબ મહિમાનું ગાન કર્યું હતું.

 

સભાના અંતમાં પ.પૂ.કાકાશ્રી મહારાજના ધ્વનિમુદ્રિત આશીર્વાદ લીધા હતાં. આમ, પ.પૂ.કાકાશ્રીનો સાક્ષાત્કારદિનનો બ્રહ્માનંદ સહુ મુક્તોએ માણ્યો હતો.

પ.પૂ.કાકાશ્રી એટલે અસલી ગુણાતીત સ્વરૂપ ચૈતન્ય માત ! ખૂબ શૂરવીર, ખૂબ જ શ્રમ કરી બ્ર.સ્વ.યોગીજી મહારાજને છતરાયા કર્યા. પ્રભુ માનીને પ્રત્યક્ષની સ્વરૂપનિષ્ઠા ર્દઢ કરાવી. સમર્પિતભાવે જીવવાનો આદર્શ પૂરો પાડ્યો. નિર્દોષ બુધ્ધિના રાજા, મુક્તોનું અસાધારણ માહાત્મ્ય એવા પ.પૂ.કાકાશ્રીને સાક્ષાત્કારદિને કોટિ કોટિ પ્રણામ.

{gallery}images_in_articles//newsletter/2015/Feb/03-02-15 P.P.KAKAJI SHAKSHATKARDIN/{/gallery}

(૩) તા.૧૪/૨/૧૫ પ.પૂ.તારાબેનનો સ્વરૂપાનુભૂતિદિન

પૂર્વેનું અનાદિ સ્વરૂપ પ.પૂ.તારાબેનને પ્રભુએ પ.પૂ.સોનાબાની કુખે જન્મ આપ્યો. જેમણે ભગવાન ભજવાનો પ્રારંભ કર્યો. તે માટે જોગીમહારાજને પ્રાર્થના કરી, હાક મારી એ હાક દરિયાની પાર આફ્રિકા પહોંચી. અને ગુરૂહરિ પપ્પાજીને આદેશ જોગી મહારાજનો મળ્યો. તેઓ આફ્રિકાથી ભારત પધાર્યા. બહેનો કુંવારા રહી ભગવાન ભજે. ઈતિહાસના પ્રારંભનું પ્રથમ પાત્ર પ.પૂ.તારાબેન છે. ખાનદાની, પ્રતિવ્રતાપણું, સાધુતા, નમ્રતા, આજ્ઞાંકિતપણું, “પોતાના માટે સાધુની ર્દષ્ટિ, બીજા માટે પ્રભુની ર્દષ્ટિ.” ધૂન, સ્વાધ્યાય, ભજનની ટેવ, ચોક્કસાઈ, ચીવટાઈથી સેવા કરી વિશ્ર્વાસુ બન્યા. એવા પ.પૂ.તારાબેનના અનેક ગુણોનું દર્શન દાખલા આપીને આજે જ્યોતમાં બહેનોની સભામાં ૧૦.૩૦ થી ૧૨.૩૦ તેમનું માહાત્મ્યગાન ગવાયું. તેમાં પૂ.પ્રીતિબેન દેસાઈ, પૂ.અર્ચનાબેન અને પૂ.ડૉ.નીલમબેને ખૂબ સરસ લાભ આપ્યો હતો. તથા પ.પૂ.પપ્પાજીના આશીર્વાદ ધ્વનિ મુદ્રિત લીધા હતાં. તેમજ તે બધી વાતો ઉપર પ્રકાશ પાથરી પ્રસન્નતારૂપે આશીર્વાદ પ.પૂ.દીદી અને પ.પૂ.દેવીબેને આપ્યા હતાં.

{gallery}images_in_articles//newsletter/2015/Feb/14-02-15 P.P.TARABEN DIVINE DAY/{/gallery}

આખા પખવાડિયા દરમ્યાન સવાર-સાંજની સભામાં સદ્દગુરૂ દ્વારા સરસ કથાવાર્તાનો લાભ પ્રાપ્ત થયો હતો. તેમાં પ.પૂ.દીદીએ તા.૫/૨ ના મંગલ સભામાં નાની વાર્તા ઉદાહરણ રૂપે કહી હતી તે આપણે સાંભળીએ.

જાપાન દેશના એક ગુરૂ પોતાના શિષ્યવૃંદને-સભાજનોને ઉપદેશ આપી રહ્યાં હતાં. તે શિષ્યોમાં એક જર્મન દેશનો શિષ્ય હતો. તે પણ ધ્યાનથી કથાનું શ્રવણ કરતો હતો. એવામાં અચાનક ધરતીકંપ થયો. સભામાંથી ઊભા થઈ બધા દોડ્યા. નીચે-બહાર મેદાનમાં પહોંચી ગયા. જર્મની શિષ્ય પણ દોડ્યો. પછી તરત એને વિચાર આવ્યો કે ગુરૂજી અત્યારે શું કરતા હશે ? એટલે ઉપર પાછો ગયો. જોયું તો ગુરૂજી સ્થિર બેઠા હતાં. તેણે ગુરૂજીને પૂછ્યું, “તમે ના દોડ્યા ?” ગુરૂજી કહે, “હું પણ દોડ્યો, પણ જ્યાં ‘કંપ’ નહોતો ત્યાં પહોંચ્યો.” પછી એનો અર્થ સમજાવ્યો કે, “હું મારા ભગવાનમાં લય થઈ ગયો હતો. જ્યાં શાંતિ અને સ્થિરતા જ હતી.”

ગુરૂહરિ પપ્પાજીએ પંચામૃતના પાંચ મુદ્દામાં બીજો મુદ્દો “આધ્યાત્મિક સમતાભરી નિર્દોષબુધ્ધિ સહુમાં સહુ પ્રસંગે રાખવી.” એવી આધ્યાત્મિક સમતાભરી નિર્દોષબુધ્ધિની યાચના સાથે આખા પખવાડિયાના જય સ્વામિનારાયણ.

હવે આપણે પરિપત્ર ટૂંકમાં જોઈશું હં…રાજી રહેશો. અત્રેના સર્વે સદ્દગુરૂઓ મુક્તોના આપ સર્વને ભાવભર્યા જય સ્વામિનારાયણ!

એ જ જ્યોત સેવક P.71 ના પ્રણામ સહ જય સ્વામિનારાયણ !