Click here to donate and support the Pappaji Divya Prakash Parva this November

01 to 31 Oct 2014 – Newsletter

સ્વામિશ્રીજી

જય ગુરૂહરિ પપ્પાજી

ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વ્હાલા અક્ષરમુક્તોજય સ્વામિનારાયણ !

અહીં આપણે ઑક્ટોબર માસ દરમ્યાન જ્યોત પ્રાંગણે ઉજવાયેલ સમૈયાઉત્સવોની સ્મૃતિ માણીશું.

(૧) તા.૧/૧૦/૧૪

સવારે .૩૦ થી .૩૦ દરમ્યાન જ્યોતના બહેનો પપ્પાજી તીર્થ પર શાશ્વતધામે ભજન, ધૂન, દર્શન, પ્રદક્ષિણા માટે ગયાં હતાં.

GKP 2193

 

રાત્રે .૦૦ થી .૩૦ જ્યોત પંચામૃત હૉલમાં ગુરૂહરિ પપ્પાજીની સ્મૃતિસહ કીર્તન આરાધના કરી હતી. પહેલા બહેનોએ ભજન ગાયા હતાં. ત્યારબાદ ભાઈઓએ ભજન ગાયા  .પૂ.દીદીના આશીર્વાદ લીધા બાદ કીર્તન આરાધના પૂરી થઈ.

{gallery}images_in_articles//newsletter/2014/Oct/01-01-14 pappaji tirth dhun pradixina/{/gallery}

(૨) તા.૨/૧૦/૧૪ પ.પૂ.પદુબેનના સ્વરૂપાનુભૂતિદિનની ઉજવણી

સવારે .૩૦ થી ૧૨.૩૦ જ્યોત પંચામૃત હૉલમાં બહેનોની સભામાં .પૂ.પદુબેનના સ્વરૂપાનુભૂતિદિનની ઉજવણી ખૂબ દિવ્ય રીતે થઈ હતીપૂ.પદુબેને ગુરૂહરિ પપ્પાજીને પુષ્પહાર અર્પી સ્વાગત કર્યું અને સ્વરૂપોને પુષ્પ કલગી અર્પી સ્વાગત કર્યું.

.પૂ.દીદીએ આશીર્વાદ આપતાં કહ્યું કે, મુક્તોમાં મહારાજ જોવા ગુરૂહરિ પપ્પાજીનું વચન પૂ.પદુબેને આવ્યા ત્યારથી સારધાર પાળ્યું. દુનિયાની બધી શક્તિ કરતાં ભગવાનના ભજનની શક્તિ વધારે છે. આપણું મૂળ સ્વરૂપનિષ્ઠા પકડી રાખવાની છે. પૂ.પદુબેને સર્વોપરી સ્વરૂપનિષ્ઠા પકડી રાખી. આપણે સ્વધર્મ ચૂક્યા વગર આજ્ઞા પાળી લઈએ ગુરૂહરિ પપ્પાજીની રૂચિ છે. પૂ.પદુબેન શાહીબાગના ઘરે રહીને ગુરૂહરિ પપ્પાજીની, .પૂ.દેવીબેનની રૂચિ સમજીને જીવે છે. એવા આંતરિક રાંકભાવે અને દાસભાવે પૂ.પદુબેન જીવે છે.

પૂ.મીનાબેન કોઠારીએ માહાત્મ્ય દર્શન કરાવતાં કહ્યું કે, પૂ.પદુબેને ગુરૂહરિ પપ્પાજીની આજ્ઞાનું અખંડ અનુસંધાન રાખ્યું છે. ગુરૂહરિ પપ્પાજીની મરજી વગર એમનું રૂવાડુંય ફરકતું નથી. સેવા કરવામાં સામા મુક્તની મૂર્તિ લૂંટી લે છે. સામા મુક્તને અનુરૂપ કેમ કરીને જીવવું એમની ભાવના રહે છે.

.પૂ.જશુબેને આશીર્વાદ આપતાં કહ્યું કે, ૧૯૭૭માં પદ્મમાર્ગની શિબિર ગુરૂહરિ પપ્પાજીએ ઉભરાટ કરાવી હતી. તેમાં .પૂ.પદુબેન એક બ્રહ્મસૂત્ર એવું કે, મારામાં કાંઈ નથી ને સામામાં પણ કાંઈ નથી.” મુજબ તેઓ જીવ્યા છે. આપણને પૂર્ણતાએ પહોંચાડનાર ગુરૂહરિ પપ્પાજી અને આવા સદ્દગુરૂ સ્વરૂપો છેપૂ.પદુબેન હંમેશા પોઝીટીવ થીન્કીંગ રાખીને જીવ્યા છે. આપણી રીત, આપણી સમજણ અને જ્ઞાન મૂકીને બધામાં ગુરૂહરિ પપ્પાજીને જોતા થઈ જઈએ પ્રાર્થના.

પૂ.મધુબેન સી. લાભ આપતાં કહ્યું કે,પદ્મમાર્ગ શિબિર વખતે ગુરૂહરિ પપ્પાજીએ લેખ લખાવ્યા હતાં તેમાં પૂ.પદુબેનના લેખનો પહેલો નંબર આવ્યો હતો. પૂ.પદુબેન સાધના કરવા આવ્યા ત્યારથી બધામાં ગુણ જોયા છે. એમણે જે સાધના કરી છે તે આપણા માટે આદર્શ છે.

પૂ.કામિનીભાભીએ પ્રાર્થનાભાવ વહાવતાં કહ્યું કે, હે ગુરૂહરિ પપ્પાજી ! હે પૂ.પદુબેન તમે અખંડ મારી સાથે રહેજો. જ્યાં નમવાનું આવે ત્યાં અમે અમારા સ્વભાવો મૂકી ગુરૂહરિ પપ્પાજીમાં રહેતા થઈ જઈએ. પ્રસંગો લાવજો પણ અમને ધૂનભજનમાં રાખજો. જ્યોતની બહેનો રાજી રહે અને અમો સહકુટુંબ પ્રભુધારતા થઈએ એવું જીવવાનું બળ આપજો.

પૂ.પદુબેને આશીર્વાદ આપતાં કહ્યું કે, ગુરૂહરિ પપ્પાજીએ આપણને પહેલેથી એટલું કહ્યું છે કે જે પળથી ભગવાન ઓળખાયા ત્યારથી પળને વાગોળ્યા કરીશું તો આપણને માહાત્મ્યનો સાક્ષાત્કાર થઈ જશે. ગુરૂહરિ પપ્પાજીની સર્વોપરીતા અને વ્યાપકતાના દર્શન થશે. અહંકારરહિત જીવન જીવીશું તો રાજી થશે. મારે એમના નિમિત્ત બનીને જીવવાનું છે. ગુરૂહરિ પપ્પાજીને ધારીએ, માણીએ અને એમની પરાભક્તિ કર્યા કરીએ એમના ચરણોમાં પ્રાર્થના.

અંતમાં ગુરૂહરિ પપ્પાજીના ધ્વનિ મુદ્રિત આશીર્વાદ લીધા હતાં કે પદુબેનનું વર્તન વાતો કરે છે. બધાને અનુભવ છે. ભગવાન મળ્યા પછી સાધના કરવાની હોય? એનું મનનચિંતન કરીએ. વિચારને પામીએ. બ્રહ્મનો ગુણ આનંદ છે. આનંદ કર્યા કરીએ. સંબંધે સ્વરૂપ માની સેવા કરી લેશો તો તમે પ્રકૃતિ પુરૂષથી પર જતા રહેશો. એવું પદુએ કર્યું એવું આપણે પોતાના અંગે લઈ મંડીએ એવો બુધ્ધિયોગ સૌને મળે એવા આશીર્વાદ આજે પદુબેન આપે પ્રાર્થના.

{gallery}images_in_articles//newsletter/2014/Oct/03-10-14 p.paduben divine day/{/gallery}

(૩) તા.૩/૧૦/૧૪ દશેરા

આજે દશેરા નિમિત્તે સવારે ૧૦.૩૦ થી ૧૧.૩૦  જ્યોત પંચામૃત હૉલમાં સભા થઈ હતી. ગુરૂહરિ પપ્પાજીના ધ્વનિ મુદ્રિત આશીર્વાદ વહાવતાં કહ્યું કે, આપણો આદર્શ મધ્યમ મુક્ત માટે જ્યાં સુધી દેહ છે ત્યાં સુધી ચેકીંગ કરવું અગત્યનું છે.મધ્યમ મુક્ત થયા પછી જગતમાં જશો તોય જગત અડશે નહી. નિર્લેપ અને તટસ્થ રહેવાશે. હરેક પ્રસંગે જ્યાં જુએ ત્યાં રામજી, બીજું ન ભાસે રે ભૂમિકામાં જવું છે.

તમે જાગ્રત સાધક છો ? તો હૈયાની વરાળ હોઠે ના લાવશો. અંતરમાં ભરી પણ ના રાખશો. ભજનથી ઠંડી પડવા દો. બીજાત્રીજા ઉપાય ના લેશો. મનથી જાગ્રત રહેવાનું છે. સહજ કર્તા હર્તા પણું મહારાજનું મનાય. તર્ત પ્રતિભાવ આપશો નહીં. આવી રીતે પળેપળ જીવતા થઈ જઈએ

પ.પૂ.દીદી અને પ.પૂ.જશુબેનના આશીર્વાદ પણ લીધા હતાં.

(૪) તા.૭/૧૦/૧૪ શરદ પૂર્ણિમા અ.મૂ.અ.મૂ. ગુણાતીતાનંદ સ્વામીનો પ્રાગટ્યદિન

આજે શરદ પૂનમ નિમિત્તે રાત્રે .૩૦ થી ૧૦.૦૦ જ્યોત પંચામૃત હૉલમાં  સભા થઈ હતીગુણાતીતાનંદ સ્વામીના માહાત્મ્યનું ભજન “ચાલો ચાલો જૂનાગઢ જઈએ…” , બીજું પ્રાગટ્યનું પ.પૂ.દીદી રચિત ભજન “ધન્ય રૂડો આસો રે માસ…” ગવાયું હતું. ત્યારબાદ પ્રથમ આરતી સદ્દગુરૂ સ્વરૂપોએ કરી હતી.

પૂ.મધુબેન સી. ગુણાતીતાનંદ સ્વામીના માહાત્મ્ય દર્શનમાં લાભ આપ્યો કે, ગુણાતીતાનંદ સ્વામી ગૃહસ્થાશ્રમમાં રહીને ખેતી કરતા હતા અને જ્યાં શ્રીજી મહારાજનો આદેશ મળ્યો તે પળે મહારાજનું કામ કરવા નીકળી પડ્યા. એમ ગુરૂહરિ પપ્પાજી પણ ગૃહસ્થાશ્રમમાં હતા. .પૂ.તારાબેનનો પોકાર સાંભળીને મોમ્બાસાથી મુંબઈ આવી ગયા. અને યોગીજી મહારાજના આદેશ પ્રમાણે શ્રીજી મહારાજે છે.૨૬ વચનામૃતમાં કહ્યું છે કે બાઈઓ થકી બાઈઓ એકાંતિક ધર્મ સિધ્ધ કરે. એવા ગુણાતીત સ્વરૂપો પકવ્યા. પણ શ્રીજી મહારાજનું કાર્ય કરી રહ્યા છે.

પૂ.કલ્પુબેન દવે ગુણાતીતાનંદ સ્વામીનો એક માહાત્મ્યનો સ્મૃતિ પ્રસંગ કહ્યો.

જૂનાગઢમાં એક મુસલમાન ગુણાતીતાનંદ સ્વામીના દર્શન કરવા આવ્યો ને ભાવવિભોર થઈ ગયો ને પગે લાગીને કહેવા લાગ્યો કે ખુદાતાલા છો, પયંગબર છો. મેરા મોક્ષ કરના. બહોત બડે હો ! ત્યાં એક સંત કહે, સ્વામી ! એને તો એવી ટેવ છે કે બધાના વખાણ કર્યા કરે છે. ગુણાતીતાનંદ સ્વામી કહે, તો નસીબદાર છે. સાચા ઠેકાણે વખાણ કર્યા છે. પછી એક વખત ત્યાં મંદિર પાસે વંડી ચણવાની હતી. ગુણાતીતાનંદ સ્વામીએ એક સાધુને અને હરિભક્તને કહ્યું કે આપણે અહીંયા એક આવી વંડીનું ચણતર કરવું છે. તો સ્વામીને પેલા સાધુએ કહ્યું કે, સ્વામી પેલો મુસલમાન આવ્યો તો ને તેની પાસે ચૂનો, ઈંટો, પત્થર બધું છે. તેને બોલાવીને કહો. પછી સ્વામીએ એને બોલાવ્યો ને વંડી કરવાની વાત કરી તો એ કહે, સ્વામી તમે જ્યારે જે કહેશો તે બધું આપી દઈશ. સ્વામી કહે, એ બહુ બળિયો જીવ છે.

આપણે હરેક મુક્ત માટે ગુણગ્રાહી ર્દષ્ટિ રાખવી, કોઈનાય વિષે મૂલ્યાંકન ના કરીએ. એવી ગુણાતીતાનંદ સ્વામીના પ્રાગટ્યપર્વે પ્રાર્થના.

.પૂ.દીદીએ આશિષ લાભ આપતાં કહ્યું કે, આજે ગુણાતીત જ્યોતનો જન્મ દિવસ છે. ૧૯૬૩માં ગોંડલ મુકામે શરદ પૂર્ણિમાએ જોગીબાપાએ ગુરૂહરિ પપ્પાજીને કહ્યું કે, હવે બહેનોનું જુદું સ્થાન કરી આપો. ગુરૂહરિ પપ્પાજી કહે, બાપા ક્યાં કરીએ ? જોગીબાપા કહે, વિદ્યાનગર આપણા પ્લોટમાંબસ એટલે આપણને સ્થાનમાં રહેવા મળ્યું છે.

ગુરૂહરિ પપ્પાજીનો રાજીપો લેવાની અંતરની આપણી આશા છે. આપણે ગુણાતીતભાવને પામીને એની સેવા એની રીતે કરવી છે. આપણો આદર્શ છે. આપણો ધર્મ એકાંતિક ધર્મ સિધ્ધ કરવાનું ક્યારેય ના ચૂકાય. હે પપ્પાજી ! તમારી પ્રસન્નતા મળે, રાજીપો મળે એવા અમારા વિચાર, વાણી ને વર્તન થઈ જાય એવા આજે આશીર્વાદ આપજો.

ગુરૂહરિ પપ્પાજીએ ધ્વનિમુદ્રિત આશીર્વાદ આપતાં કહ્યું કે, શ્રીજી મહારાજ ગુણાતીતાનંદ સ્વામીને સાથે લઈને આવ્યા તો મહારાજ આપણને ઓળખાયા. ગુણાતીતાનંદ સ્વામીએ આપણને મહારાજને રાજી કરવાની રીત શીખવાડી.

સ્વામીની ૧લા પ્રકરણની ૧લી વાત સિધ્ધ થઈ જાય. અખંડ મન ભગવાનમાં રહેતું થઈ જાય. મોળીવાત, મોળો વિચાર કરીએ નહિ, આપણા જીવનું કરી લઈએ. નાનામોટાનો મેળ નથી. ગર્વ ના જોઈએ. પંચામૃત પ્રમાણે જાગ્રતતાથી જીવીએ. ધામ, ધામી ને મુક્તો સત્ય છે. અક્ષરમુક્તો મહિમા ગાયા કરતા હોય. એવા અક્ષરમુક્તો સાથે રહેવાનું મળ્યું છે. એનો આનંદ કર્યા કરીએ.

{gallery}images_in_articles//newsletter/2014/Oct/07-10-14 gunatitanand swami pragtyadin/{/gallery}

(૫) તા.૧૦/૧૦/૧૪ આસો વદ-૨ બ્રહ્મસ્વરૂપ જાગા સ્વામીની જયંતિ

સવારે મંગલ સભામાં બ્રહ્મસ્વરૂપ જાગા સ્વામીની જયંતિ ની ઉજવણી થઈ. ગુરૂહરિ પપ્પાજીએ ધ્વનિમુદ્રિત આશિષ આપતાં કહ્યું કે, જાગા સ્વામીનું બ્રહ્મસૂત્ર, પારકો આકાર, પારકી ક્રિયા અને પારકો દોષ જોવા નહીં.” પ્રમાણે લઈ મંડ્યા તો જાગા સ્વામી મોચી હતા તોય એકાંતિક ધર્મ સિધ્ધ કરી લીધો. બ્રહ્મસ્વરૂપ થઈ ગયા. સંબંધવાળા બધાને સ્વામી સ્વરૂપે જોતાતા. કોઈનાય અભાવમાં પડ્યા નહી તો ગુણાતીતાનંદ સ્વામીના સાચા વારસદાર બની ગયા. જાગા સ્વામીના ગુણ બધામાં આવી જાય પ્રાર્થના.

(૬) તા.૧૨/૧૦/૧૪ સદ્દગુરૂ સ્વરૂપ પ.પૂ.હેમાબેન ભટ્ટનો સ્વરૂપાનુભૂતિદિન

સવારે ૧૦.૦૦ થી ૧૨.૩૦ જ્યોત પંચામૃત હૉલમાં સદ્દગુરૂ સ્વરૂપ .પૂ.હેમાબેનના સ્વરૂપાનુભૂતિદિનની ઉજવણી ખૂબ દિવ્ય રીતે થઈ હતી. પૂ.હેમાબેને શ્રી ઠાકોરજી મહારાજને પાયલાગણ કરી ગુરૂહરિ પપ્પાજી અને પ.પૂ.જ્યોતિબેનને પુષ્પહાર અર્પણ કર્યો હતો. પૂ.હેમાબેનને પણ પુષ્પહાર અર્પણ થયો.

.પૂ.દીદીએ માહાત્મ્ય દર્શન કરાવતાં કહ્યું કે, પૂ.હેમાબેન આપણી ગુણાતીત જ્યોતના પત્રિકાના તંત્રી ૧૯૭૩ની સાલથી છે. ૧૯૬૧માં યોગીજી મહારાજે ૫૧ યુવકોને દિક્ષા આપી ત્યારે પૂ.હેમાબેનના આત્મામાં પ્રભુએ સ્થાન લીધું. ગુરૂહરિ પપ્પાજી પૂ.હેમાબેનને પ્રખર બુધ્ધિશાળી કહેતા. કેમ એવું કહેતા હશે? પૂ.હેમાબેન એમના ઘરે રહેતાતા ત્યારે એમના પિતાશ્રીએ કહ્યુ તુ કે ક્યારેક મારુ માથું ફરે ને બાબુભાઈ દાદુભાઈની વિરુધ્ધ કંઈપણ બોલું પણ તારે મન પર નહીં લેવાનું અને તારદેવનો સમાગમ પકડી રાખવાનો. સત્ય પૂ.હેમાબેને પકડ્યું. સત્યનુ પારખું કર્યું. કે .પૂ.સોનાબા, .પૂ.જ્યોતિબેન, .પૂ.તારાબેનનો રસ્તો સાચો છે. ને મારે માર્ગે જવું છે. પોતાની બુધ્ધિનો પોઝીટીવ ઉપયોગ કર્યો અને જંગ જીતી ગયા.

પૂ.હેમાબેને મુંબઈની જયહિંદ કોલેજમાં B.A. B.ed. કર્યું છે. ૧૯૬૫માં યોગીજી મહારાજે જ્યોતના ખાતમુર્હૂત વખતે આશીર્વાદ આપ્યા કે, ગુણાતીત જ્ઞાનના સંદેશા દુનિયામાં અહીંથી ફેલાશે.’ શરૂઆતમાં પત્રથી બધે કથાવાર્તાગોષ્ટિનો લાભ હરિભક્તો લેતા. ગુરૂહરિ પપ્પાજી કહે, પૂ.હેમાબેન મુંબઈમાં ગ્રેજ્યુએટ થયેલા છે એટલે પત્રિકાના તંત્રી તરીકે એમને રાખવા છેજે જે હરિભક્તો પત્રિકા વાંચે છે અને ભક્તિના માર્ગે જાય છે. એમાંથી સારૂં સારૂં પોઝીટીવ શીખે છે. એનું બધું પુણ્ય પૂ.હેમાબેનને જાય છે. આપણે ત્યાં આવા એકે એક હીરા છે.

પૂ.હંસાબેન કંપાલાએ માહાત્મ્ય દર્શન કરાવતાં કહ્યું કે, પૂ.હેમાબેન એટલે શાંત, સરળ, સાધુતાની મૂર્તિ. ખૂબ ખૂબ નિર્માની અને છૂપું સ્વરૂપ છે. સંબંધમાં આવનાર ભક્તોનું છૂપું જતન કરે છે. એમની પાસે બેસવું ભક્તોને ગમે છે.

પૂ.જાગૃતિબેન ઠક્કરે માહાત્મ્ય દર્શન કરાવતાં કહ્યું કે, હું બીજા ધોરણમાં ભણતી હતી ત્યારે મારું ટ્યુશન કરવા મારા ઘરે આવતા. અને વાર્તા સાંભળવી ગમે એટલે રામાયણ અને મહાભારતની વાર્તા કહેતા.

વાર્તાએક મોટા મહાત્મા હતા. બહુ જ્ઞાની અને બુધ્ધિશાળી. જ્યાં આમંત્રણ આવે ત્યાં કથા કરવા જતાં. એક ગામથી આમંત્રણ આવ્યું કે, અમારા ગામમાં હજાર માણસો છીએ તો તમે કથા કરવા આવજો. મહાત્મા તો ત્યાં ગયા. ત્યાં ગામમાં સંજોગોવશાત કોઈ આવ્યું નહોતું. એક ખેડૂત આવ્યો હતો. તેને જોઈ મહાત્માએ પૂછ્યું તું કોણ છે ? તો કહે, હું આ ગામનો ખેડૂત છું. તમારી કથા સાંભળવા આવ્યો છું. પેલા મહાત્માને તો ગુસ્સો આવ્યો. પછી ખેડૂતે શાંતિથી કહ્યું, મહાત્માજી એક વાત પૂછું ? મહાત્માજી કહે, હા પૂછો. ખેડૂત કહે અમે ગામડાના. બહુ સમજ ના પડે. અમારે ૨૦૦ ગાય છે. એનું ઘાસ ભેગું કરીને રાખીએ. પણ ૨૦૦ ગાય એકસામટી ના આવે. એકાદ-બે આવ્યા કરે એને એનો ખોરાક આપી દઈએ. એટલે હું તમારૂં પ્રવચન સાંભળવા આવ્યો છું. તો કંઈક કરો. એટલે પેલા મહાત્મા પ્રવચન કરવા બેઠા. એક કલાક વાત કરી. પછી ખેડૂત કહે, તમે વાત તો બહુ સરસ કરી. પણ એક વાત કહું? મારી ભૂલ થતી હોય તો માફ કરજો. અમે ૨૦૦ ગાયોનો ઘાસચારો હોય પણ એક સામટો ના આપી દઈએ. પચે નહી. પણ એને એના જેટલો આપીએ. એમ આપણા ગુરૂઓ એવા છે કે મૌન રહીને આપણને પચે, સમજી શકીએ એટલું જ્ઞાન આપે છે. એક સામટું કરીને આપણા પર આગ્રહ નથી રાખતા. આપણા ગુરૂસ્વરૂપો પાસે આધ્યાત્મિકતાનો ભંડાર છે પણ આપણે ગરજ રાખીને પૂછીએ. આપણને અંદર ઉતરે એટલું આપે છે. તો હે પૂ.હેમાબેન ! તમે અખંડ મૂર્તિમાં રહી રાંકભાવે મૌન પ્રાર્થના કરો છો. એવું અમારા જીવનમાં આવી જાય એ જ પ્રાર્થના.

પૂ.મંજુબેન વિથોણ માહાત્મ્યભાવ વહાવતાં કહ્યું કે, શરૂઆતમાં સત્સંગમાં આવી ત્યારે બહુ સમજ ના પડે. હું કચ્છ રહેતીતી. ત્યાં પૂ.હેમાબેન આવ્યા હતાં. મને એમની સાથે મિત્રતા થઈ ગઈ. પૂ.હેમાબેન અવારનવાર પત્ર લખે. અમારે પત્રથી સંબંધ શરૂ થયો. પૂ.હેમાબેન ગરજ રાખીને પત્ર લખતાં. મારાથી મોડોવહેલો લખાય, પણ એમને એવી કોઈ અપેક્ષા નહીં. મને જતન કરીને આગળ લીધી છે. મારા પરિવારનું પણ ખૂબ જતન કરે છે.

પૂ.હેમાબેને આશિષ લાભ આપ્યો કે પહેલેથી અંતરમાં એવું હતું કે આપણાથી કંઈ થઈ શકે તેમ નથીઆવી ત્યારથી પહેલા દિવસથી કાંઈ કરવાની શક્તિ હતી નહીં. અત્યારે પણ નથી. પગલે પગલે હરેક કાર્યમાં ગુરૂહરિ પપ્પાજીની શક્તિથી જ બધું થયું છે. પ્રકાશનના દરેક કાર્યમાં પ.પૂ.દીદીએ બહુ જ સહાય કરી છે. સર્વે સ્વરૂપોના ચરણે પ્રાર્થના છે કે હજી પંથ ઘણો લાંબો છે તે સહેજે સહેજે કપાઈ જાય એવા આશીર્વાદ આપો.

.પૂ.જ્યોતિબેને આશીર્વાદ આપ્યા કે, ગુરૂહરિ પપ્પાજીએ આવા સમૈયા ઉજવવાનું ચાલુ રાખ્યું છે. એનાથી આપણને એકબીજાનું માહાત્મ્ય સમજાય છે. પૂ.હેમાબેને સમજણપૂર્વક ભગવાન ભજવાનું પગલું ભર્યું છે. યોગીજી મહારાજ કપોળ વાડીમાં આવતા ત્યારે તેમના બાબાપુજી દર્શને આવતા. પછીથી એમના બાપુજીએ તારદેવથી પ્રકાશિત પત્રિકાની બધી જવાબદારી લઈ લીધી. તેમાં આખા કુટુંબનો સાથ. અહીં આવ્યા તો પપ્પાજીએ ગુણાતીત જ્યોતની આપણી પત્રિકાની જવાબદારી પૂ.હેમાબેનને આપી. આવીને આવી પત્રિકા યાવતચંદ્ર દિવા કરૌ સુધી ચાલતી રહે. પૂ.હેમાબેનની તબિયત પણ ગુરૂહરિ પપ્પાજી સરસ રાખે એવી પ્રાર્થના કરીએ.

સભાના અંતમાં ગુરૂહરિ પપ્પાજીના ધ્વનિમુદ્રિત આશીર્વાદ લીધા હતાં કે, પૂ.હેમાબેન અનાદિના મહામુક્તરાજ ! જોગી મહારાજે એમને જોગમાં મૂક્યા. અને .પૂ.જ્યોતિબેનમાં આત્મીયતાથી જોડાયા. ભગવાન અને સંત બે જોઈએ તો સત્સંગમાં ટકી જવાય. સાધુનો સમાગમ જોઈએ. જોગી મહારાજે કૃપા કરીને સંતમાં જોડ્યા. એના થઈને જીવવાનું અંદર ઉદય થઈ જાયપ.પૂ.જ્યોતિબેનનું વચન માનીને પૂ.હેમાબેન જીવ્યા છે. અત્યારે તો સ્વામી સ્વરૂપ બની ગયા. તમે ભજન પ્રાર્થનાથી મિસાઈલ મોકલ્યા કરો અને સંબંધમાં આવનાર ચૈતન્યોનું ભજન કરી આગળ લ્યો. બધા બહેનો ગુણાતીતભાવમાં રહેતા થઈ જાય. એવો સંકલ્પ કરો એ જ પ્રાર્થના ને આશીર્વાદ.

{gallery}images_in_articles//newsletter/2014/Oct/12-10-14 p.Hemaben Divine day/{/gallery}

(૭) તા.૧૩/૧૦/૧૪ પૂ.પારૂલબેન જોષીની ત્રયોદશીની મહાપૂજા

સાંજે .૩૦ થી .૩૦ જ્યોત મંદિરમાં .પૂ.જ્યોતિબેન, .પૂ.દીદી,.પૂ.જશુબેન અને સૌ સદ્દગુરૂ સ્વરૂપોના સાંનિધ્યે પૂ.શારદાબેન ઉનડકટ (લંડન) ની દિકરી પૂ.પારૂલબેનની ત્રયોદશીની મહાપૂજા થઈપૂ.કલ્પુબેન દવે સાથે પ્રસન્ન ગ્રુપ અને સેવિકા ગ્રુપની બહેનોએ મહાપૂજા કરી. પ.પૂ.દેવીબેને લંડનથી ફોનમાં આશીર્વચન કહ્યાં કે, પારૂલે જીવન જીવી જાણ્યું. લંડનમાં તો એને કેટલા બધા મળવા આવે છે અને પારૂલના જીવનને યાદ કરે છે, ગુણ ગાય છે.

.પૂ.દીદીએ આશીર્વાદ આપ્યાં કે, ૧૯૭૬માં .પૂ.દેવીબેન લંડન ગયાને પૂ.શારદાબેન જોડે ઓળખાણ થઈ. એમને પૂ.દેવીબેન સાથે આત્મીયતા થઈ. અને પછી તો .પૂ.દેવીબેનનું  વચન એમનું જીવન હતું. પૂ.પારૂલબેનના જીવમાં પણ નિષ્ઠા કરાવી. પૂ.પારૂલબેન એટલા બધા મૂર્તિમાં રહેતા હતાં કે રોજ ઈન્સ્યુલીન લેવું પડે તે પણ ગુરૂહરિ પપ્પાજીની સ્મૃતિ સહ લે. પૂ.શારદાબેન અને પૂ.લીલાધરભાઈને આઘાત તો લાગ્યો હશે. ગયેલું પાછું નથી આવતું. એમના કુટુંબીજનોને બળ મળે માટે અહીં સભામાં ધૂન કરજોતા.૨૭/૧૦/૧૪ના પણ પ્રસન્ન ગ્રુપ અને સેવિકા ગ્રુપની બહેનોને મહાપૂજાની સામગ્રી આપીને મહાપૂજામાં બેસાડ્યા હતાં અને પૂ.પારૂલબેનના સ્વધામગમન નિમિત્તેની મહાપૂજા કરાવી હતી.

(૮) તા.૧૮/૧૦/ ૧૪ સ્વામી સ્વરૂપ પૂ.કુસુમબેન દવેનો સ્વરૂપાનુભૂતિદિન

સવારે ૧૦.૩૦ થી ૧૨.૩૦ પૂ.કુસુમબેન દવેનો સ્વરૂપાનુભૂતિદિન જ્યોત પંચામૃત હૉલમાં ઉજવાયો.

.પૂ.જશુબેને માહાત્મ્ય દર્શન કરાવતાં કહ્યું કે, પૂ.કુસુમબેન, પૂ.વસુબેન ગાંધી, પૂ.તારાબેન ખેતવાડી અમે ચાર બહેનપણીઓ છીએ. પૂ.કુસુમબેન બહુ મોટા છે. અમારી સત્સંગની શરૂઆત હતી ત્યારે પૂ.કુસુમબેને અમને પ્રેમથી સાચવ્યા છે અને સૂઝ આપી છે. એમનું સમર્પણ top છે. ગુરૂહરિ પપ્પાજી અને જ્યોતનું બહુ શોભાડે છે. ગૃહસ્થ કહેવાય છે પણ ગૃહસ્થ નથી. સાધુતાના ગુણમાં top છે. પ્રાપ્તિ કરી લીધી. ગુરૂહરિ પપ્પાજીના સિધ્ધાંતે અને વચને પૂ.કુસુમબેન સારધાર જીવ્યા છે.

એક વખત ગુરૂહરિ પપ્પાજી બ્રહ્મવિહારમાં બેઠા હતાં. .પૂ.જશુબેને ગુરૂહરિ પપ્પાજીને પૂછ્યું કે તમે જાણતા હતાં કે અમે મહારાજના વખતના છીએ તો પરણાવ્યા શા માટે ? ગુરૂહરિ પપ્પાજી કહે, હું ફક્ત ત્યાગીને સ્થિતિ કરાવી આપુ છું એવું નથી. ગૃહસ્થોને પણ એવી સ્થિતિ કરાવી આપું છું. મારે સાબિત કરી બતાવવું છે. ત્યાગી તો થઈ શકે પણ ગૃહસ્થાશ્રમમાં રહીને પરમ ભાગવત સંત બન્યા બહુ મોટી વાત છે.

પૂ.હરણાબેન દવેએ માહાત્મ્યદર્શન કરાવતાં કહ્યું કે, ગુરૂહરિ પપ્પાજીએ મને લખી આપ્યું છે કે એકાંતિક માબાપને ઘેર જન્મ મળ્યો છે તારૂં મોટું ભાગ્ય છે. ગુરૂહરિ પપ્પાજીએ ગૃહીત્યાગીનો ખરેખર મેળ નથી રાખ્યો. જોગીમહારાજ જ્યારે જ્યારે મુંબઈ પધારે ત્યારે પૂ.નલિનકાંતભાઈને પોતાની સાથે સેવામાં રાખે. પૂ.કુસુમબેનને ખબર પડી ગઈ કે જોગીબાપા પૂ.નલિનકાંતભાઈને સાધુ કરવાના છે. એટલે તીવ્રતાનું ભજન શરૂ કર્યું અને એમના સંકલ્પે જોગીબાપાએ કામ કર્યું. પૂ.કુસુમબેને અખંડ ભગવાન રાખીને કેમ જીવવું તે શીખવાડ્યું છે. પોતે ખરેખર પળેપળ ગુરૂહરિ પપ્પાજીને ભગવાન માનીને જીવ્યા છે. હે ગુરૂહરિ પપ્પાજી ! અમે જેવા તેવા તોય તમારા છીએ. જન્મે પૂરૂં કરી દેજો. તમને જેવા બનાવવા છે એવા બની જઈએ. જ્ન્મોજન્મ તમે જ્યાં હો ત્યાં ઓળખાઈ જજો.

પૂ.કુસુમબેન દવેએ આશિષ લાભ આપતાં કહ્યું કે, જ્યોત ગુરૂહરિ પપ્પાજીએ બનાવી છે. તેમાં જ્યોતિર્ધરો રહે ને ! બધા ગુરૂહરિ પપ્પાજીના ધારક સ્વરૂપો રહે છે. અમે મુંબઈ રહેતા હતા ત્યારે એક દિવસ બપોરે ગુરૂહરિ પપ્પાજી પધાર્યા અને વાત કરતાં કહ્યું કે, સ્વા્મીની વાતો વાંચ્યા કરજે. ગુરૂહરિ પપ્પાજીને સ્વામિની વાતોનો સાક્ષાત્કાર કરાવવો છે. ભજનપ્રાર્થનાથી ગુરૂહરિ પપ્પાજીએ આપણામાં સેવાનું મહાત્મ્ય ઉગાડ્યું છે. ગુરૂહરિ પપ્પાજીએ એમના વારસદાર સ્વરૂપો કેટલા બધા તૈયાર કરી દીધા. એમના નેતૃત્વ નીચે આપણને રાખ્યા છે. એમને જે કરાવવું છે તેવું કરતા થઈ જઈએ. એવું આપણું વર્તન બને પ્રાર્થના.

.પૂ.દીદીએ આશિષ લાભ આપતાં કહ્યું કે, કુસુમબેન મારા મોટીબેન છે. એમણે મારૂં બહુ ધ્યાન રાખ્યું છે. ૧૯૫૬માં ગોંડલ સમૈયામાં જવાનું હતું ત્યારે હું માટુંગાથી આવનજાવન કરતી હતી. પૂ.શાંતાબાએ ગુરૂહરિ પપ્પાજીને પૂછ્યું અમે તમારી સાથે ગોંડલ આવીએ. ગુરૂહરિ પપ્પાજીએ હા પાડી. પછી તો બધા તેમની સાથે ગોંડલ ગયા ત્યારે પૂ.કુસુમબેનના જીવમાં નિષ્ઠા થઈ.

૨૦૦૨માં ગુરૂહરિ પપ્પાજીએ પૂ.કુસુમબેનને કહ્યું કે, હવે મુંબઈનું ઘર કાઢી નાખી વિદ્યાનગર આવી જાવ. પૂ.કુસુમબેન કહે, મને વિચાર આવતો હતો તેવું ગુરૂહરિ પપ્પાજીએ મને કહ્યુંસંતો-ભક્તોની સેવા તે જ તેમનું જીવન હતું. બંનેને ભગવાનની વફાદારીની અનન્ય નિષ્ઠા છે. મુંબઈમાં સાંકરદાના સંતો આવે તો તેમનો ઉતારો પૂ.કુસુમબેનના ઘરે રહેતો. પૂ.કુસુમબેન બીજે રહેવા જતા રહેતાં. એવી છૂપી સેવા કરી છે.

હે ગુરૂહરિ પપ્પાજી મહારાજ ! પૂ.કુસુમબેનની તબિયત સરસ રાખજો. તમારું કાર્ય મહિમામાં રહેવાનું અને બીજાને મહિમામાં સ્મૃતિમાં રાખવાના કરી રહ્યાં છો. સંબંધમાં આવનાર ચૈતન્યોનું જતન ભજનપ્રાર્થનાથી કરી રહ્યાં છો. એમને દેહની બિમારી નડતી નથી. દેહભાવથી સદાય પર રહે છે. એવું જીવવાનું સૌને બળ મળે પ્રાર્થના.

(૯) તા.૨૩/૧૦/૧૪

પૂ.ડૉ.વિણાબેન, પૂ.ડૉ.પંકજબેન, પૂ.અમિતાબેન લંડન, અમેરિકાની ધર્મયાત્રા કરીને આજે પધાર્યા. નિમિત્તે સ્વાગત મિલનસભા સવારે ૧૦.૩૦ થી ૧૨.૦૦ જ્યોત પંચામૃત હૉલમાં થઈપૂ.ડૉ.વિણાબેને લંડન, અમેરિકાના ભક્તોના ભાવભર્યા જય સ્વામિનારાયણ સર્વ બહેનોને કર્યા.

પૂ.ડૉ.પંકજબેને લાભ આપતાં કહ્યું કે, ત્યાં જઈને સ્વરૂપોએ પ્રભુનું કાર્ય કર્યું તેના દર્શન કર્યાં. ગુરૂહરિ પપ્પાજી, .પૂ.બા, .પૂ.બેન અને સદ્દગુરૂ સ્વરૂપો વર્ષોવર્ષ ત્યાં ગયા છે અને સમાજમાં બહુ ભવ્ય કાર્ય કર્યું છે. ત્યાંના હરિભક્તોમાં અદ્દભૂત માહાત્મ્યનું સિંચન કર્યું છે. તેના દર્શન કર્યા.

(૧૦) તા.૨૪/૧૦/૧૪ પૂ.ઉષાબેન મકવાણા અક્ષરધામ ગમન

ગુણાતીત જ્યોત (લંડન) ના વ્રતધારી સાધક બેન પૂ.ઉષાબેન મકવાણા આજ રોજ ગુરૂહરિ પપ્પાજી અને પ.પૂ.બેનના શ્રી ચરણોમાં બિરાજી ગયા.

(૧૧) તા.૨૫/૧૦/૧૪ પૂ.ઉષાબેન મકવાણાની પ્રાર્થના સભા

સાંજે .૩૦ થી .૦૦ જ્યોત પંચામૃત હૉલમાં પૂ.ઉષાબેનના અક્ષરધામ ગમન નિમિત્તેની પ્રાર્થના સભા થઈ હતી.

.પૂ.જ્યોતિબેને પ્રાર્થનાભાવ અર્પણ કરતાં કહ્યું કે, પૂ.ઉષાબેન ખૂબ નસીબદાર છે કે સાક્ષાત સ્વરૂપ .પૂ.બેનની દિવ્ય ર્દષ્ટિમાં આવ્યા ને આલોક ને પરલોક સુધારી લીધો. જ્યોતમાં રહી તમે જ્યોતની બહેનોને રાજી કર્યા છે. અને તેમની મૂર્તિ લૂંટી છે. તમો ખરેખર મૂર્તિધારક સ્વરૂપ બનીને .પૂ.બેન અને સાક્ષાત સ્વરૂપ ગુરૂહરિ પપ્પાજીના સાંનિધ્યે બેસી ગયા. ધન્યવાદ ! જીવત૨ સુધારી લીધું.

.પૂ.દીદીએ પ્રાર્થનાભાવ વહાવતાં કહ્યું કે, પૂ.ઉષાબેને અક્ષરધામ ગમન માટે બેસતું વર્ષ પસંદ કર્યું ને પંચભૂતના તેમના દેહને લાભપાંચમે વિલીન કરવાનો છે તે જાણ્યું.

આપણા માટે આદર્શ એટલે છે કે એના ઉપર .પૂ.બેન શાસન કરી શકતાં હતાં. આપણા ઉપર  આપણા સદ્દગુરૂ શાસન કરી શકે એવું આપણું તંત્ર થઈ જાય એવી પ્રાર્થના અક્ષરવાસી પૂ.ઉષાબેનને કરું છું જેથી આપણા જીવનમાંથી હઠ, માન ને ઈર્ષારૂપી નિશા ટળી જાય ને સંપ, સુહ્રદભાવ ને એકતારૂપી નૂતન પ્રભાતનો પ્રકાશ ચારેકોર અખંડ અવિરત ફેલાયેલો રહે.

{gallery}images_in_articles//newsletter/2014/Oct/25-10-14 O.Ushaben makwana mahapooja/{/gallery}

પૂ.ડૉ.મેનકાબેને પ્રાર્થનાભાવ અર્પણ કરતાં કહ્યું કે, પૂ.ઉષાબેનને કેન્સરની બિમારી સૌ પ્રથમ આવી ત્યારે તેમણે ગુરૂહરિ પપ્પાજીને પ્રાર્થના કરી કે, ગુરૂહરિ પપ્પાજી મને બિમારી મટાડી દો. હું તમારી અને .પૂ.બેનની જન્મોજન્મ સેવા કરીશ. વખતે .પૂ.બેનને પણ પ્રાર્થના થઈ ગઈ કે હે મહારાજ ! હે પપ્પાજી ! બિમારી ઉષાને મટાડી દેજો. તો ખરેખર સાજા થઈ ૨૨ વર્ષ રહ્યાં. ત્યાર પછી દેહમાં કંઈક નાનું મોટું થતું હોય તો પણ તેમણે પોતાના દેહના દુઃખની ફરિયાદ નથી કરી. પોતે અંતરથી .પૂ.બેનના કાર્યમાં સાથ આપ્યો. .પૂ.બેનની મરજી પ્રમાણે તેમનું હલનચલન હતું. .પૂ.પપ્પાજી, .પૂ.બેન અને જે સ્વરૂપો લંડન ગયા હોય ત્યારે તેમણે બધાની દિવ્યભાવે સેવા ચિવટાઈ અને ચોક્સાઈથી કરી છે.

.પૂ.પપ્પાજી અને .પૂ.બેન સાથે અસાધારણ આત્મબુધ્ધિ ને પ્રિતી હતી તો અખંડ મનન, ચિંતન, સ્મૃતિ અને માહાત્મ્યયુક્ત સેવાથી તેઓ સ્વભાવ રહિત થઈ ગયાને સંકલ્પને બળિયો બનાવી સમાજ માટે સુહ્રદભાવભરી સેવા, ભજન અને પ્રાર્થનારૂપી પરાભક્તિ કરીને ગયા.

છલ્લે બીજું કેન્સર થયું અને ગંભીર બિમારી ગ્રહણ કરી. તેમાં પણ તે ખૂબ બળમાં રહ્યાં ને બીજાને બળ આપતાં રહ્યાં. પોતે નક્કી કર્યું અને ગુરૂહરિ પપ્પાજીને પ્રાર્થના કરી કે, મારું પૂરૂં થાય પછી જ મને બીજા દેહમાં લેજો. તો ખરેખર પ.પૂ.બેનનો સંકલ્પ હતો કે, બહેનો પરમ ભાગવત સંત બને, તે સંકલ્પને પોતે સાકાર કરી આજે ગુરૂહરિ પપ્પાજી મહારાજ અને દિવ્ય બેનની સેવામાં હાજર થઈ ગયા. તો અમારા સૌ બહેનોની પ્રાર્થના છે કે પૂ.ઉષાબેનની જેમ અમે આ ભેખ લીધો છે તો અમારું જીવન અમે સાર્થક બનાવી, ગુરૂહરિ પપ્પાજી મહારાજ, પ.પૂ.દિવ્ય બા, પ.પૂ.દિવ્ય બેન અને સર્વે સ્વરૂપોને અંતરથી રાજી કરી લઈએ.

પૂ.ડૉ.પંકજબેને પ્રાર્થનાભાવ અર્પણ કરતાં કહ્યું કે, પૂ.ઉષાબેન એટલે એક વિરલ ભક્ત, આદર્શ સેવક, સહુ મુક્તો, ભક્તોના સુહ્રદ મિત્ર, ગુરૂહરિ પ્રાણાધાર પપ્પાજી અને .પૂ.દિવ્ય બેનના લાડીલા પરમ વિશ્વાસુ શિષ્ય !

ગુરૂહરિ પપ્પાજી અને .પૂ.બેનની સેવાનું પૂ.ઉષાબેનને વ્યસન હતું. અને સાથે સાથે લંડન જ્યોતની સાધક બહેનોનું પણ જતન કરતાં, સેવા કરતાં. એમાં પણ કોઈ દેખાડો નહિ, કોઈ અહમ નહી, સ્વાભાવિક જીવન. .પૂ.બેને પૂ.ઉષાબેનને વચન આપ્યું હતું કે, તું જે સંકલ્પ કરીશ. તે મહારાજ પૂરાં કરશે.” જીવનમાં સ્વ માટે કોઈ સંકલ્પ એમનો હતો નહિ. અને પ્રભુ સિવાય ક્યાંય જોડાયેલા કે બંધાયેલા હતાં નહીં. .પૂ.બેનની પૃથ્વી પરથી વિદાય વિરહ અસહ્ય બન્યો અને એક માત્ર સ્વસંકલ્પે જીવનલીલા સમેટી .પૂ.પપ્પાજી અને .પૂ.બેનના ચરણે બિરાજી ગયાપૂ.ઉષાબેનના જીવનમાંથી પ્રેરણા ઝીલીએ કે અખંડ ગુરૂહરિ પપ્પાજી અને ગુરૂના ચિંતવન, સ્મરણથી ભરેલાં રહી એને માહાત્મ્યેયુક્ત સેવા જીવન પ્રર્યંત અપેક્ષા રહિત કર્યા જ કરીએ. પૂ.ઉષાબેનને કોટિ કોટિ ચરણ વંદના !

(૧૨) તા.૨૮/૧૦/૧૪

આજે સાંજે .૩૦ થી .૦૦ બહેનો પપ્પાજી તીર્થ પર શાશ્વત ધામે ૫૦૦ દિવા ગુરૂહરિ પપ્પાજી સમક્ષ મૂક્યા હતા. તેના દર્શન માટે ગયા. ત્યાં પ્રદક્ષિણા, ધૂન, ભજન અને આરતી કરી હતી. પૂ.ઉષાબેનની અંતિમવિધિ આજે લંડનમાં હોવાથી શાશ્વતધામે જ્યોતના સર્વ બહેનોએ ધૂન કરી હતી.

{gallery}images_in_articles//newsletter/2014/Oct/28-10-14 pappajitirth diva aarti and dhun/{/gallery}

ભાઈઓ રાબેતા મુજબ રાત્રે .૩૦ થી ૧૦.૦૦ ધૂન, ભજન, પ્રદક્ષિણા માટે પપ્પાજી તીર્થ પર ગયા.

(૧૩) તા.૨૯/૧૦/૧૪

શાશ્વત સ્મૃતિદિન નિમિત્તે પંચામૃત હૉલમા સાંજે .૦૦ થી .૦૦ ધૂન, ભજન, આરતીસ્તુતિ કરીદિપોત્સવીના તહેવારોનું લખાણ, ફોટો અને વિડીયોના દર્શન આપ સહુએ વેબસાઈટ પર કર્યા હશે.

ગુરૂહરિ પપ્પાજીનું નવા વર્ષનું બ્રહ્મ સૂત્ર, રાજી થતાં ક્યાં વાર છે ? સંપ, સુહ્રદભાવ એકતા રાખો.” સૂત્ર મુજબ આપણે સહુ સંપ, સુહ્રદભાવ, એકતા રાખી જીવીએ એવી નવા વર્ષની ગુરૂહરિ પપ્પાજી, સદ્દગુરૂ સ્વરૂપો અને સહુ મુક્તોના ચરણોમાં પ્રાર્થના.

આપ સર્વને નવા વર્ષની ફરીથી અનંત શુભકામનાઓ સાથે જય સ્વામિનારાયણ. અત્રે સર્વે સ્વરૂપોની તબિયત સરસ છે. અત્રેના સર્વે સ્વરૂપો મુક્તો વતી આપ સર્વને ભાવભર્યા જય સ્વામિનારાયણ !

જ્યોત સેવક P.71 ના પ્રણામ સહ જય સ્વામિનારાયણ !