સ્વામિશ્રીજી
ગુરૂહરિ પપ્પાજીની જય
કાકાજી-પપ્પાજી બંધુબેલડી શતાબ્દી મહોત્સવની જય
ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો ! જય સ્વામિનારાયણ !
આજે અહીં આપણે તા. ૧ થી ૧૦ દરમ્યાન જ્યોત પ્રાંગણમાં ઉજવાયેલ સમૈયા ઉત્સવની સ્મૃતિ માણીશું.
(૧) તા.૧/૧૨/૧૭
દર ૧લી તારીખે બહેનો પપ્પાજી તીર્થ પર ધૂન, ભજન, પ્રદક્ષિણા માટે જાય છે. તેમ આજે પણ ગયા હતાં. અને પોતાના પ્રાર્થનાભાવો ગુરૂહરિના ચરણે ધરી ધન્યતા અનુભવી હતી.
રાત્રે ૮.૩૦ થી ૧૦.૦૦ જ્યોત પપ્પાજી હૉલમાં આ વર્ષની છેલ્લી કીર્તન આરાધના કરી હતી. પહેલાં ‘પરમ સૂર વૃંદના’ બહેનોએ ભાવવાહી રાગમાં ભજનના સૂર રેલાવી ગુરૂહરિને રીઝવ્યા હતાં. ત્યારબાદ ભાઈઓએ બુલંદ અવાજે ભજનો ગાઈને સહુ મુક્તોને ભક્તિરસમાં લીન કર્યા હતાં. સભાના અંતમાં પ.પૂ.જશુબેનના આશીર્વાદ લઈ આજની કીર્તન આરાધનાની પૂર્ણાહુતિ કરી હતી.
{gallery}images_in_articles//newsletter/2017/Dec/01-12-17 pappaji tirth kirtan aardhna{/gallery}
(૨) તા.૮/૧૨/૧૭ પૂ.જયંતિભાઈ પંચાલની ત્રયોદશી નિમિત્તેની મહાપૂજા
ગુરૂહરિ પપ્પાજી અને પ.પૂ.દીદીના અત્યંત પ્રસન્નતાના પાત્ર પૂ.જયંતિભાઈ પંચાલ અતિ નિષ્ઠાવાન અને નિર્માની, સેવાભાવી, માહાત્મ્યની મૂર્તિ. પૂ.કુસુમબેન નલિનકાંતભાઈ દ્વારા ગુરૂહરિ પપ્પાજી અને પ.પૂ.દીદીનો જોગ થયો. ત્યારથી જ્યોત ને જ્યોતના બહેનો, ભાઈઓની, સંતોની સેવા એ જ જીવન. સેવા કેવી રીતે ભેગી કરવી ને લૂંટી લેવી એટલે પૂ.જયંતિભાઈ ! ગુરૂહરિ પપ્પાજીએ આપેલું બ્રહ્મસૂત્ર ‘ગરજુ થઈ સેવા કરો, દિવ્યભાવ રાખી ખમો.’ પૂ.પુષ્પાબેન પણ એક સાધકની અદાથી સંસારમાં અલિપ્ત રહી સંબંધમાં આવે એને પ્રભુ આપે છે એવા આદર્શ સાધુ છે.
પૂ.જયંતિભાઈએ પણ કેટલાય ને વર્તનથી સંબંધ આપી ગુરૂહરિ પપ્પાજી, પ.પૂ.દીદીને ઓળખાવ્યા. એવા પૂ.બાબુભાઈ, પૂ.જીતુભાઈનો સમાગમ પૂ.ડૉ.નિલમબેનનું તન-મન-આત્માથી ખૂબ જતન પામ્યા. પ.પૂ.દીદીના વચન પાળ્યામાં વિધ્ન આવે તો ભજનથી-કળથી ટાળી જ દે. એવા નિરપેક્ષ અનન્ય ભક્તરાજ સાધુની ર્દઢ ઈચ્છા, કોઈને સેવા અપાય નહીં ને પ્રાપ્તિના કેફથી છેક સુધી જીવ્યા. પોતાના પરિવારને પણ એ જ વારસો આપ્યો. બાકી તેમનો પરિવાર એટલે તો ભક્ત સમુદાય . એમની આવી ભક્તિ ગુરૂહરિ પપ્પાજીને પહોંચી. સહુને ખોટ લાગશે જ. બળ આપશો.
કોટિ કોટિ વંદન હો ! ગુરૂહરિ પપ્પાજી – પ.પૂ.દીદીના આવા ભક્તરાજ પૂ.જયંતિભાઈ પંચાલને !
આજે સવારે ૧૦.૦૦ થી ૧૨.૦૦ જ્યોત મંદિરમાં પૂ.જયંતિભાઈ પંચાલની ત્રયોદશી નિમિત્તે મહાપૂજા કરાવવા વિદ્યાનગર તેમના કુટુંબીજનો સગા-સંબંધીઓ આવેલા. પ.પૂ.દીદી અને સદ્દગુરૂના સાંનિધ્યે બહેનો-ભાઈઓની નાની સભામાં પૂ.ઈલેશભાઈ, પૂ.દવે સાહેબે ખૂબ ભક્તિ ભાવપૂર્વક મહાપૂજા કરીને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.
જૂના જોગી પૂ.પુષ્પાબેન અને પૂ.જયંતિભાઈ પંચાલ આદર્શ ગૃહસ્થ સાધુ છે. આખી જિંદગી સત્સંગ પ્રધાન જીવન જીવી જીવન ધન્ય બનાવ્યું છે. પૂ.જયંતિભાઈ છેલ્લા ઘણા વર્ષથી અહીં જ્યોતના બહેનોની સેવા માટે અનુપમમાં રહી બહેનોની દરવાજે બેસી સંભાળ રાખતાં તથા છૂપી સેવા તે મૌન રહી બહેનોને જીવન જરૂરિયાતની નાની-મોટી ચીજ-વસ્તુઓ રીપેર કરી આપી મૂર્તિ લૂંટીને પૂ.જયંતિભાઈ હંમેશા બહેનોના જયંતિદાદા બની ગયા.
માહાત્મ્યભર્યા સ્મિત સાથે જ દાદા વાત કરતા. ગમે તે સીઝનમાં દાદા વહેલી સવારે પ્રભુકૃપાની સામે જ્યોતના દરવાજે ધ્યાન રાખવા આવી જતાં.
આજની મહાપૂજા બાદ યાચના પ્રવચન અને આશિષ પ્રવચનમાં પૂ.જયંતિદાદા વિષે જે વાત થઈ તેમાં પૂ.જયંતિદાદાનું આખું જીવન દર્શન આવી જાય છે. તે અહીં જોઈએ.
દિકરા બંકીમભાઈએ વાત કરી કે, મારા પપ્પા મોક્ષને પામી ગયા. નાનપણથી અમારા ઉપર ખૂબ કડક હતાં. અમને ભણાવ્યા અને જીવનમાં હંમેશા પ્રોત્સાહન પણ આપ્યું છે. ઘરમાં અમને બહુ જ માહાત્મ્ય ગાય. જે કંઈ કરે છે તે ભગવાન જ કરે છે. ભજન અને પ્રાર્થનાથી અમારા કામ કરતા થઈએ. આવા મા-બાપ મળ્યા. અમે ખૂબ ભાગ્યશાળી છીએ. જન્મોજન્મ અમને આવા માવતર મળે. અમે બધા બળમાં છીએ. ગુણાતીત જ્યોતનું વટવૃક્ષ અમને છાંયો આપે છે. અમે જિંદગીભર મારા પપ્પાની જેમ સેવા કરતા રહીએ એ જ પ્રાર્થના.
પૂ.ઈલેશભાઈ પટેલે (ગુણાતીત પ્રકાશ) માહાત્મ્ય દર્શન કરાવતાં કહ્યું કે આ દિવ્ય મંગલ પ્રસંગ છે. અમે બધા પૂ.જયંતિદાદાના પ્રેક્ટીકલ દર્શન કર્યા છે. તેઓ છતીદેહે મોક્ષને પામી ગયા છે. મોહમાયાથી પર અક્ષરધામના સુખના ભોક્તા હતા. તેમની જેમ સંબંધમાં આવે તેને સુખ આપીએ. પૂ.જયંતિદાદા એન્જીનીયર હતાં. પણ અહીં દાસના દાસ થઈને રહ્યા છે. નાની-મોટી બધી જ જ્યોતની સેવાઓ કરી છે. અમને અહીં એમની ખોટ પડી છે. જી.આઈ.ડીસીમાં પણ કામકાજ માટે જવું પડે. ત્યાં જઈને ગુરૂહરિ પપ્પાજીનો અને જ્યોતનો મહિમા ગાય. આંતરિક વૈભવ એમનો બહુ જ હતો. કુટુંબનો મોહ નહોતો. આવું જીવન એકાંતિક મુક્ત જ જીવે. આવું જીવન આપણને સગાં-સંબંધીઓને જીવવાનું ખૂબ ખૂબ બળ મળે એ જ ગુરૂહરિ પપ્પાજી અને પ.પૂ.દીદીના ચરણોમાં પ્રાર્થના.
{gallery}images_in_articles//newsletter/2017/Dec/08-12-17 p.jayantibhai panchal trayodashi mahapooja{/gallery}
પૂ.રાકેશભાઈ શેઠ, અહીં હું ૧૦ વર્ષથી રહું છું. દાદા મારું બહુ ધ્યાન રાખે. બિમાર પડું તો બહુ કાળજી રાખે. મારા માટે પ્રાર્થના કરે. જીવન જીવવાની સાચી પ્રેરણા આપી છે. મને આ સત્સંગ કરાવ્યો એના માટે દાદાનો ખૂબ ખૂબ આભાર માનું છું.
પૂ.અમીતાભાભી (પુત્રવધૂ) – પૂ.જયંતિદાદાએ મને દીકરીની જેમ રાખી છે. આટલા બિમાર હતા પણ મને સેવા ના આપે. સેવા કરીને ભક્તોને એમણે રાજી કર્યા છે. એમ હું પણ સેવા કરીને ભક્તોને રાજી કરી શકું એ જ પ્રાર્થના.
પૂ.ડૉ.નિલમબેન – ગુરૂહરિ પપ્પાજીનો સિધ્ધાંત સંબંધે સ્વરૂપ માનીને સ્વધર્મેયુક્ત સેવા કરી લ્યો. એ પૂ.જયંતિદાદાના જીવનમાં સાકાર હતું. ‘અનુપમ’ – ‘પરમ પ્રકાશ’માં રહીને બધાને અનુકૂળ થઈને રહ્યા છે. અનાદિ મુક્ત તરીકે જીવન જીવ્યા છે. હું ગુરૂહરિ પપ્પાજીનો છું ગુરૂહરિ પપ્પાજી સર્વોપરી પુરૂષોત્તમ નારાયણના સ્વરૂપ છે. એવું માનીને જીવ્યા છે. પોતે એન્જીનીયર પણ ભણતરનું પણ અભિમાન નહિ. દાસત્વભાવે જીવીને પામી ગયા. એમને કોઈ ડિમાન્ડ જ નહીં. એમનું એક જ સૂત્ર – “કામ તો ભગવાન કરવાના છે.” એમના બે દીકરાઓ પણ સેવાની એવી ભાવનાથી જીવે છે.
પ.પૂ.દીદીએ આશીર્વાદ આપતાં કહ્યું કે, પૂ.પુષ્પાબેન અને પૂ.જયંતિદાદાએ સંતોની-બહેનોની સેવા પહેલેથી કરી છે. અને કરાવી છે. મલાડમાં નાનું ઘર હતું. સંતો આવે ! ઉતારા માટે ઘર ખાલી કરી દે. પૂ.પુષ્પાબેન ઉપરના માળે રહેવા જતા રહે. પછી ભગવાને ઉપર-નીચે મોટું ઘર કરી આપ્યું. ત્યાં સંતોનું રહેવાનું ગોઠવાઈ ગયું. દીકરા-વહુઓનો બહુ સાથ છે. હવે આપણે ઘરમાં સંપ, સુહ્રદભાવ, એકતાથી રહેવું છે. ગુરૂહરિ પપ્પાજી આપણને મળ્યા છે. એમનો વારસો આપણે રાખવો છે. ગમે તેવા સંજોગોમાંય આપણા બ્રહ્મપણાનો આનંદ ક્યારેય ન જાય. ભગવાનની સત્તા સ્વીકારી પ્રભુને પ્રત્યક્ષ માનીને જપયજ્ઞ, સ્મૃતિને પ્રાર્થના કર્યા કરીએ.
પૂ.પુષ્પાબેન – જયંતિદાદા છેલ્લે ઘરે આવ્યા ત્યારે તેમને થાય કે હવે હું ચાલી નથી શકતો અને કાંઈ સેવા નથી કરી શક્તો. મારે આવી જીંદગી નથી જોઈતી. પ.પૂ.દીદીને ફોન કરે. પ.પૂ.દીદી કહે, તમે ભજન કરો એટલે ગુરૂહરિ પપ્પાજી એમના ટાઈમે લઈ જશે. એટલે પછી ભજન જ કર્યું છે. ઘરમાં કોઈને સેવા આપવી પડે તે તેમને જરાય ના ગમે. દુકાનમાં જઈને ઉભા રહે એટલે પૂછે કે દાદા શું જોઈએ છે ? બધું ચારે બાજુ જુએ અને કહે, મારે તો સંતો બહેનોની સેવા કરવી છે. એમને એટલી જ ભાવના કે સંતો-બહેનોની કેમ કરીને સેવા કરી લઉં. આજે ગુરૂહરિ પપ્પાજી અને પ.પૂ.દીદીએ અમને ધન્ય ધન્ય કર્યા છે. શરૂઆતમાં પૂ.નલિનકાંતભાઈ, પૂ.કુસુમબેન મળ્યા. એમણે અમને ગુરૂહરિ પપ્પાજી અને પ.પૂ.દીદી ઓળખાવ્યા. એમને સંભાર્યા જ કરીએ. આવો સમાજ, આવી જ્યોત મળી તો અમને ખૂબ જ બળ મળે છે.
આમ, આ ૧૦ દિવસ ખૂબ ભક્તિસભર પસાર થયા હતાં. અત્રે સર્વે સ્વરૂપોની તબિયત સરસ છે. અત્રેના સર્વે સ્વરૂપો મુક્તો વતી આપ સર્વને અંતરના ભાવભર્યા જય સ્વામિનારાયણ. રાજી રહેશો. ફરીથી મળીશું નવા આનંદ અને નવી સ્મૃતિ સાથે.
એ જ જ્યોત સેવક P.71 ના પ્રણામ સહ જય સ્વામિનારાયણ !