Click here to donate and support the Pappaji Divya Prakash Parva this November

01 to 10 Nov 2017 – Newsletter

સ્વામિશ્રીજી

 

ગુરૂહરિ પપ્પાજીની જય

 

કાકાજીપપ્પાજી બંધુબેલડી શતાબ્દી મહોત્સવની જય

 

ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તોજય સ્વામિનારાયણ !

 

હવે આપણે મહિનામાં ત્રણ વખત મળીશું. તે મુજબ આજે અહીં આપણે તા. થી ૧૦ દરમ્યાન જ્યોત પ્રાંગણમાં ઉજવાયેલ સમૈયા ઉત્સવની સ્મૃતિ માણીશું.

 

() તા./૧૧/૧૭

 

આજે સવારે .૦૦ થી .૩૦ દરમ્યાન બહેનો પપ્પાજી તીર્થ પર ધૂન, ભજન, પ્રદક્ષિણા માટે ગયા હતાં. અને પોતાના પ્રાર્થનાભાવો ગુરૂહરિના ચરણે ધર્યા હતાં.

 

રાત્રે .૦૦ થી .૩૦ રાબેતા મુજબ કીર્તન આરાધના જ્યોત પપ્પાજી હૉલમાં થઈ હતી. પહેલાંપરમ સૂર વૃંદના બહેનોએ ભજનો ગાયા હતાં. ત્યારબાદ ભાઈઓએ બુલંદ અવાજે ભજનો ગાઈને રમઝટ બોલાવી હતી. અને સાંભળનાર સહુ હરિભક્તો ભક્તિ રસમાં લીન થયા હતાં.

 

આજે .પૂ.જશુબેનનો ૮૪મો પ્રાગટ્યદિન. તેથી સભાના અંતમાં તેમના આશીર્વાદ લીધા હતાં. .પૂ.જશુબેને આશીર્વાદ આપતાં કહ્યું કે, ખરેખર આપણે ખૂબ ભાગ્યશાળી છીએ. પ્રભુનું પ્રત્યક્ષ સ્વરૂપ આપણને ઓળખાયું કૃપા. આપણા જીવમાં બેઠા અને ચૈતન્ય શુધ્ધિ કરી. શેક્યો પાપડ આપણાથી ભાંગે તેવો નથી. બહુ સર્વોપરી સ્વરૂપ મળ્યું છે. ખરેખર કાંઈ કરવાનું નથી. હું મારી સમજણ પ્રમાણે કરતી હોઉ. જેને જે મગજમાં બેસે તે કરે છે. ‘કાર્ય કરે જ્યાં સત્તા એની નથી કોઈની ભૂલ….’ આપણે બધા મહારાજનું મશીન છીએ. કૃપામાં આવ્યા છીએ ને કૃપામાં બધું કરવાના છે. તમે મળ્યા અમારી પૂર્ણતા છે. બધું જ્ઞાન મૂકી એનું કર્તાહર્તાપણું સ્વીકારીએ. આપણા માટે બધું સહેલું કર્યું છે. બધા બ્રહ્મનિયંત્રિત છે. જેને જેને સંબંધ થયો તે બધા એના સંકલ્પે બધું કરવાના છે.

 

આમ, ખૂબ આનંદ સાથે આજની સભાની પૂર્ણાહુતિ કરી હતી.

{gallery}images_in_articles/newsletter/2017/Nov/011117 KIRTAN AARADHNA{/gallery}

 

() તા./૧૧/૧૭

 

સવારે ૧૦.૩૦ થી ૧૨.૦૦ જ્યોત પપ્પાજી હૉલમાં મંગલ દર્શનની સભા કરી હતી. સભાની જ્ઞાન ગોષ્ટિમાંથી પૂ.રમીબેન રાવલે કરેલા અનુભવ દર્શનને માણીએ.

 

હું વર્ષની હતી. અમે ક્યાંક ગયા હતા. સપ્તાહ ચાલતી હતી. એક બહેન કથા કરતા હતા. મને થયું કે મારે આવા સાધુ થવું છે. અમે પહેલેથી ગાયત્રી દેવીને ભજતાતા. ને પ્રાર્થના કરું કે મારે ભગવાન ભજવા છે પણ લાચારી નથી જોઈતી. મારા બાપુજી બોચાસણ ગયા હતા. ત્યારે હું હજી ૧૩ વર્ષની હતી. તેમની સાથે ગઈ હતી. દૂરથી જોતીતી. જોગીબાપાએ મારા ભાઈને ધબ્બો માર્યો. અને બાપાને પ્રાર્થના કરી કે, મને સાધુ બનાવજો. જોગીની ર્દષ્ટિ હતી તો પહેલી વખત પૂ.ચંદ્રિબેન સાથે જ્યોતમાં આવી. પપ્પાજીના દર્શન કર્યા તો મને થયું કે પપ્પાજી અને જોગીબાપા એક છે. પપ્પાજીએ મને માળા આપી અને કહ્યું કે સ્વામિનારાયણસ્વામિનારાયણ કરજે. મેં કહ્યું, હું તો ગાયત્રીદેવીને માનું છું. પછી રાત્રે જ્યોતમાં આવીને સૂઈ ગઈ. તો ઉંઘમાં સ્વામિનારાયણ બોલવા માંડી. મને એમ થયું કે, હવે મંત્ર મારે કરવો છે. અને પછી સવારે પપ્પાજી પાસે ગઈ અને કહ્યું મને માળા આપો. હું સ્વામિનારાયણ મંત્ર રટણ કરીશ.

 

ત્યારબાદ .પૂ.દીદીએ આશીર્વાદ આપતાં કહ્યું કે, જ્યાં સુધી આપણામાં શક્તિ છે. ત્યાં સુધી સેવા કર્યા કરવી છે. કાપડને મીટરથી મપાય. પાણીને લીટરથી મપાય. એમ ભક્તોને આપણે માહાત્મ્યથી માપીએ. પ્રાપ્તિ કરી લેવી છે. ૧૯૬૧માં જોગીબાપાએ પ્રથમ ૫૧ સંતોને દીક્ષા આપતાતા ત્યારે ઘણું સીવવાનું હતું. ત્યારે હાથ મશીન હતું. .પૂ.જ્યોતિબેને બધું સીવ્યું. દેહને ગણ્યો નથી. આપણે જે કરવા આવ્યા તે કરવું છે. દેહનોય ભરોસો નથી ક્યારે જશે? આપણે આપણી જાતનોય ભરોસો ના કરવો. ધ્યેય સિધ્ધિ તરફ સતત ધ્યાન રાખીએ. જે ધારીએ તે થાય.

 

() તા./૧૧/૧૭

 

ગુરૂહરિ પપ્પાજીના ધ્વનિ મુદ્રિત આશીર્વાદ પરાવાણીનો લાભ દરરોજ જ્યોત સભામાં લઈએ છીએ. આજે ગુરૂહરિ પપ્પાજીએ આશીર્વાદ વહાવતાં કહ્યું કે, મૂંઝવણ, વિક્ષેપ, અભાવમાં જવા અસમર્થ બની જઈએ ચિદાકાશ. વખતે આપણે કરી લઈએ તો પછી જન્મોજન્મ કરવું નહીં પડે. આપણે પૃથ્વી પર આવવું તો પડશે. પણ સુખ, સુખ ને સુખ હશે. પ્રભુ તરફ નજર રહે. અક્ષરધામની સમાધિનું સુખ ૨૪ કલાક આવ્યા કરે. લાખમાં લાધે નહિ ને કરોડમાં કોક. એમાં આપણો નંબર લાગ્યો. જગત વિષયોની પાછળ દોડ્યા કરે છે. હજાર થયા પછી લાખ પછી ઢગલો થયો ને પાંચપંદર વર્ષ પછી જવાનું છે. સોનું ભેગું કર્યું. પણ સોનાની કઢી થાય છે ? છાસની કઢી થાય ને ! એમ વિષયાનંદી એમાંથી ભજનાનંદી, આત્માનંદી થવું છે. તીર્થ સ્થાનોમાં એટલે જવાનું કે એવા સત્પુરૂષ મલી જાય ને એના થઈને જીવવા માંડે ભજનાનંદી. મૂર્તિ વાપરીને આગળ આગળ જાય તે આત્માનંદી. તમે મલ્યા પૂર્ણાહુતિ. તમારા અર્થે તમને રાજી કરવા જીવવું છે. એટલે કરોડમાં આપણે કોક છીએ.

 

GKP 7530

 

ત્યારબાદ .પૂ.જશુબેનની પરાવાણીનો લાભ લીધો. ગુરૂહરિ પપ્પાજીના જીવન કવનમાંથી ગોષ્ટિ કરી તે અહીં માણીએ. કરોડમાં કોક ને લાખમાં લાધે નહીં એવા આપણે છીએ. પણ કેમ નથી મનાતું ? ગુરૂહરિ પપ્પાજી એક સીધા સાદા સત્પુરૂષને ઓળખવા અઘરા છે. તે આપણને જીવમાં મનાઈ ગયા. જ્યારથી જોગી મહારાજ આપણા આત્માના પ્રકાશક ત્યારથી એના થઈને જીવવા માંડ્યું. પોતે સમર્થ હતા, બધાનું બધું દેખાતુંતું. પણ જોગીમહારાજનું વચન હતું. એગ્રીમાં કામ કરોને કોઈનું જોશો નહીં. વચન સારધાર પાળ્યું. ૧૯૫૨માં તો જોગીમહારાજ અક્ષરપુરૂષોત્તમનું સ્વરૂપ જીવમાં મનાયા અને ૧૯૫૪માં ૨૪લાખનો કેસ થયો. તો તેમાંય જોગીમહારાજ કર્તાહર્તા  મનાયા. જોગીમહારાજ કહે, તમે નિર્દોષ છો. અને ઘણાનું ઘણું કાઢવું છે.

 

સહજ આધ્યાત્મિક સમતામાં રહ્યાં. એવા સર્વોપરી પુરૂષ છે. આપણને ગ્રહણ કર્યા છે. એટલે આપણા જેવું કોઈ ભાગ્યશાળી નથી. આપણને ગુરૂહરિ પપ્પાજીએ ખૂબખૂબ સુખી કર્યા છે. આપણને સહજ આનંદ કર્યા કરવાનું. એમની મૂર્તિમાં રહેવાનું ખૂબ ખૂબ બળ આપી દે પ્રાર્થના.

 

આમ, ગુરૂહરિ પપ્પાજીની રૂચિ મુજબ ગુણાતીત જ્યોતમાં દરરોજ મંગલ સભામાં પ્રાર્થના, ધૂન, નિત્ય વાંચન, ગુરૂહરિ પપ્પાજીના ધ્વનિ મુદ્રિત આશીર્વાદ અને તેના અનુસંધાને મોટેરાં સદ્દગુરૂ સ્વરૂપનો લાભ અને બહેનો સાર કહે. રીતે આજે અહીં આપણે ગોષ્ટિ કરી.

 

અત્રે સર્વે સ્વરૂપોની તબિયત સરસ છે. અત્રેના સર્વે સ્વરૂપો મુક્તો વતી આપ સર્વને અંતરના ભાવભર્યા જય સ્વામિનારાયણ ! ટૂંક સમયમાં ફરીથી મળીશું. ભૂલચૂક માફ કરશો. રાજી રહેશો.

 

જ્યોત સેવક P.71ના પ્રણામ સહ જય સ્વામિનારાયણ !