Click here to donate and support the Pappaji Divya Prakash Parva this November

01 To 15 Apr 2015 – Newsletter

સ્વામિશ્રીજી

કાકાજી-પપ્પાજી બંધુબેલડી શતાબ્દી મહોત્સવની જય

ગુરૂહરિ પપ્પાજી શતાબ્દી મહાપર્વની જય

ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વ્હાલા અક્ષરમુક્તો જય સ્વામિનારાયણ !

આજે અહીં આપણે તા.૧/૪/૧૫ થી તા.૧૫/૪/૧૫ દરમ્યાન જયોત સમાજની વિશેષ સ્મૃતિ માણીશું.

(૧) તા.૧/૪/૧૫

દર મહિનાની ૧લી તારીખ એટલે આપણા માટે ગુરૂહરિ પપ્પાજીની સ્મૃતિનો દિવસ ! ગુરૂહરિ પપ્પાજીની સ્મૃતિ સહ આજે સવારે

IMG 6350

બહેનો પપ્પાજી તીર્થ પર શાશ્વતધામે પ્રદક્ષિણા માટે જાય છે. વળી સાંજે સંયુક્ત સભામાં કીર્તન આરાધના થાય છે. એ બધું તો રાબેતા મુજબ થાય છે અને થયું. પરંતુ આ સ્મૃતિનો દિન પણ ડૉ.વી.એસ.પટેલ સાહેબને અક્ષરધામમાં લઈ જવાનો પ્રભુએ પસંદ કર્યો.

આજની સવાર પડી અને પ્રથમ સમાચાર મળ્યા કે પૂ.ડૉ.વી.એસ.પટેલ સાહેબ સ્વધામ સિધાવ્યા. ખૂબ નવાઈ લાગી. બિમાર જરૂર હતા. હૉસ્પીટલમાં સારવાર લઈ રહ્યા હતા. પરંતુ બોલતા-ચાલતા-હસતા સ્વસ્થ દર્શન ગઈકાલ રાત સુધી કર્યાં હતા. કહેવાય છે કે આવા એકાંતિક સંત સાધુ સ્વરૂપે પોતે સ્વતંત્ર થકા ધામમાં જતા હોય છે. તે દર્શન આજે સાકાર થયું. આજે પૂ.ડૉ.વી.એસ.પટેલ સાહેબનો જન્મદિવસ હતો. તે દિવસ સ્વયં શ્રીહરિએ જન્મ આપવા અને સ્વધામ લઈ જવા માટે પસંદ કર્યો. આવા મુક્તોનું મૃત્યુ પણ મંગલ હોય છે. એમની અંતિમ દર્શન પુષ્પાંજલિ વિધિ આજે સાંજે ૫.૦૦ વાગ્યે બ્રહ્મ જ્યોતિમાં રાખી હતી. ઓહોહો ! ભક્ત સમુદાય ! મિત્ર મંડળની મેદની, સ્નેહીજનોની કતાર, ચારેય પાખાંળા અખિલ ગુણાતીત સમાજમાંથી સંતો, વ્રતધારી બહેનો, વ્રતધારી ભાઈઓ અને ગૃહસ્થ હરિભક્તો એ પધારી શ્રધ્ધાંજલિ અર્પી હતી.

{gallery}images_in_articles//newsletter/2015/Apr/01-04-15 P.P.V.S Akshardham Gaman/{/gallery}

 

પ.પૂ.સાહેબજીના વહાલા આત્મસખા અને અનુપમ મિશનના સ્થાપક ૮ વડીલ ભાઈઓમાંના એક મોભ પૂ.ડૉ.વી.એસ. સાહેબની અંતિમવિધિ પ.પૂ.સાહેબ, પ.પૂ.અશ્વિનભાઈ, પ.પૂ.શાંતિભાઈની ગેરહાજરીમાં પણ અનુપમ મિશનના ભાઈઓએ ખૂબ દિવ્ય અને ભવ્ય રીતે કરી હતી. ભજન-કીર્તન, ધૂન્ય સાથે પૂ.ડૉ.વી.એસ.પટેલ સાહેબનું માહાત્મ્યગાન ગવાતું હતું. ગુણાતીત જ્યોતનાં બહેનો, ગુણાતીત પ્રકાશના ભાઈઓ, સૌરભ મુક્તો સહિત સહુ આ વિધિમાં હાજર રહી પ્રાર્થના પુષ્પ અર્પણ કર્યાં હતાં.

પૂ.ડૉ.વી.એસ.પટેલના નામથી ઓળખાતા પૂ.વિઠ્ઠ્લભાઈ સોમાભાઈ પટેલને તેમના જીવન અને કાર્યથી સહુ કોઈ ઓળખતું હતું. વલ્લભ વિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી અનુસ્નાતક થયા. ડૉક્ટરેટની ઉચ્ચ પદવી હાંસલ કરી, ત્યાં જ પ્રોફેસર તરીકે સેવા આપી અને તે જ યુનિવર્સિટીમાં સતત બે સત્ર (૬ વર્ષ) સુધી વાઈસ ચાન્સેલર પદે રહી સમાજની અદ્દભૂત સેવા કરી. તેમની પ્રામાણિકતા , વફાદારી, કર્તવ્યનિષ્ઠાની સુવાસ સર્વત્ર ફેલાઈ અને એ યુનિવર્સિટીના સંચાલકોની ઇચ્છા અને સાહેબજીની આજ્ઞા શિરોમાન્ય કરી પોતે નિવૃત્ત થયા પછી પણ તે જ યુનિવર્સિટીના અત્યંત મહત્ત્વના એવા એનાલિસિસ એન્ડ ટેસ્ટીંગ યુનિટ ‘સીકાર્ટ’ ના ડાયરેક્ટર પદે આજીવન માનદ્દ સેવા આપી.

પ્રખર વિજ્ઞાની હોવા છતાંયે અબુધ ભૂલકું બનીને યોગીજી મહારાજ, પ.પૂ.કાકાજી, પ.પૂ.પપ્પાજી, પ.પૂ.સોનાબા અને પ.પૂ.સાહેબજીની રૂચિ, રહસ્ય જાણીને અભિપ્રાયની ભક્તિ કરી. છતીદેહે અક્ષરધામનું સુખ ભોગવતા હતા. જેથી તેમના સંબંધમાં જે જે આવ્યા તે સૌ વિદ્યાર્થીઓ, શિક્ષકો, પ્રોફેસરો અને સામાન્ય કર્મચારીઓને પણ કલ્યાણ બક્ષિસમાં આપ્યું. પ.પૂ.જશભાઈ સાહેબ સાથે અસાધારણ આત્મબુધ્ધિ ને પ્રીતિથી, વફાદારીથી જીવીને પ.પૂ.સાહેબજીને રાજી કરી લીધા. એકની એક વ્હાલસોયી દીકરી સરોજને નાની ઉંમરે ગુણાતીત જ્યોતમાં ગુરૂહરિ પપ્પાજીના ચરણે પ.પૂ.દીદીની ગોદમાં મૂકી.

પત્ની પુષ્પાબેન, બે દીકરાઓ, પુત્રવધુઓ કુટુંબીઓને સત્સંગનો વારસો આપ્યો. આવા ગૃહસ્થ છતાંય સાધુ એવા પૂ.ડૉ.વિઠ્ઠલભાઈ માટે તો જેટલું લખીએ તેટલું ઓછું જ છે.

ગુરૂહરિ પપ્પાજી તેઓને વિઠોબા કહી સંબોધતા. એમનું એવું આધ્યાત્મિક ઉચ્ચ આદર્શ જીવન હતું. ગૃહી-ત્યાગી સહુનેય માટે આદર્શ પૂ.વિઠ્ઠલભાઈના અક્ષરધામ ગમન નિમિત્તે થયેલ પારાયણમાં ત્રયોદશીની મહાપૂજા વગેરે કાર્યક્રમમાં પ.પૂ.જ્યોતિબેન, પ.પૂ.દીદી, પ.પૂ.દેવીબેને જ્યોતનાં બહેનો સાથે ભાગ લીધો હતો. અને સહુનેય આશિષ લાભ આપ્યો હતો. તે દરમ્યાન અનુભવી મુક્તોના મુખે થયેલ પૂ.ડૉ.વી.એસ.પટેલ સાહેબના જીવનની વાતો સાંભળી ધન્યતા અનુભવી હતી. એવા પૂ.વિઠ્ઠલભાઈને કોટિ કોટિ વંદન….!

(૨) તા.૩/૪/૧૫ શુક્રવાર પ.પૂ.માયાબેનનો સ્વરૂપાનુભૂતિદિન

પરમ ભાગવત સંત સ્વરૂપ પ.પૂ.માયાબેનનો સ્વરૂપાનુભૂતિદિન આજે સાંજે ૫.૩૦ થી ૭.૦૦ જ્યોત પંચામૃત હૉલમાં બહેનોની સભામાં માહાત્મ્યગાનથી ઉજવાયો હતો.

સહુ પ્રથમ ધ્વનિ મુદ્રિત ગુરૂહરિ પપ્પાજીના અને પ.પૂ.તારાબેનના આશીર્વાદ લીધા હતા. પૂ.માયાબેનનો લાભ લીધો હતો. અને અંતમાં પૂ.જ્યોતિબેનના આશીર્વાદ લીધા હતા. તેઓના આશીર્વાદમાં પ.પૂ.માયાબેનનો અપાર મહિમા હતો.

પ.પૂ.માયાબેન એટલે મહાપૂજાનું સ્વરૂપ. પૂ.માયાબેને કથાવાર્તામાંથી બ્રહ્મસૂત્ર પકડી લઈને પ્રમાણિકપણે મંડ્યા. ખૂબ સરળ, નાની-મોટી બધી આજ્ઞા અહોહોભાવે પાળી છે. માહાત્મ્યેયુક્ત સેવા અને ભજન એ એમનું જીવન. પ.પૂ.માયાબેન જ્યારે નાના ૮-૯ વર્ષનાં હતાં ત્યારે એમનાં મમ્મી પૂ.કાંતાબેનને ગુરૂહરિ પપ્પાજીએ કહ્યું હતું કે તારા છોકરાઓની ચિંતા નહી કરતી. એ બધાની જવાબદારી મારી છે. પૂ.કાંતાબેન ધામમાં ગયાં ને તેમનું ચૈતન્ય પ્રભુએ પૂ.માયાબેનમાં મૂક્યું છે. એવું પણ ગુરૂહરિ પપ્પાજી કહેતા. આમ, પૂ.માયાબેન પૂર્વનાં છે જ. જ્યોતમાં આવ્યા પછી એક પળ પણ નકામી જવા નથી દીધી. માહાત્મ્યમાં ચકચૂર રહ્યાં છે. અખંડ પ્રાપ્તિના કેફમાં જ રહે છે. અને મહાપૂજાની પ્રાર્થનામાં છે તે મુજબ માહાત્મ્યેયુક્ત સેવા, માહાત્મ્યેયુક્ત સ્મૃતિ, માહાત્મ્યેયુક્ત નામરટણ અને માહાત્મ્યેયુક્ત સમાગમ આ ચાર વસ્તુ લઈને મંડ્યા અને તેને જીવન બનાવી દીધું. આવાં પૂ.માયાબેનને તેમના સ્વરૂપાનુભૂતિદિને વંદન સહ જય સ્વામિનારાયણ !

{gallery}images_in_articles//newsletter/2015/Apr/03-04-15 P.Mayaben divine day/{/gallery}

(૩) તા.૫/૪/૧૫ પ.પૂ.ક્મ્બાનો  સ્વરૂપાનુભૂતિદિન

પરમ ભાગવત સંત સ્વરૂપ પૂ.કમ્બાનો સ્વરૂપાનુભૂતિદિન આજે સવારે ૧૦.૩૦ થી ૧૨.૦૦ જ્યોત પંચામૃત હૉલમાં બહેનોની સભામાં માહાત્મ્યગાનથી ઉજવાયો હતો.

જૂના જોગી કમ્બા એટલે માહાત્મ્યેયુક્ત સેવાનું નિર્માની સ્વરૂપ.

ગોંડલ સમૈયાની સેવામાં તથા જ્યારે અનાજ સાફ કરવાનું હોય, પાપડ, પાપડી કરવાની હોય, રસોડાની સેવા હોય ત્યારે નડિયાદથી કાશીબા, ગંગાબા અને કમ્બાની ત્રિપુટી સેવામાં હાજર જ હોય. યોગીજી મહારાજ ગુજરાતમાં આવે તો આ ત્રિપુટી સેવા માટે પહોંચી જાય. ૧૯૬૩માં ગણેશપુરીમાં ગુરૂહરિ પપ્પાજીએ શિબિર કરી ત્યારે પ.પૂ.જ્યોતિબેન, પ.પૂ.તારાબેન, પ.પૂ.દીદી, પ.પૂ.દેવીબેન આ ચાર બહેનો સાથે પ.કમ્બાને બેસાડ્યાં અને સદ્દગુરૂ બનાવ્યા.

પૂ.કમ્બાએ દાસ રહી સેવા કર્યા જ કરી. ૧૯૬૬માં જ્યોતમાં આવ્યાં ત્યારે અનાજની સેવા પૂ.કમ્બાએ સંભાળી લીધી. પૂ.કમ્બાને એવી ભાવના કે ભગવાનની સેવા સહુ કરે, મોટા મોટાની સેવા કરે પણ દાસના દાસ બની નાના કહેવાતા ભક્તોની હાશ લઈ લેવી, આશિષ મંડળના મુક્તોને ભાવતું બનાવી આપી હાશ લઈ લે.

જ્યોતમાંથી સાંકરદા મંદિરે અનાજ સાફ કરવાની સેવા માટે પૂ.કાશીબા અને પૂ.કમ્બા એસ.ટી બસમાં સૂપડા લઈને જતાં.

એવાં સેવા મૂર્તિ કમ્બાના જીવનની સેવાના જૂના પ્રસંગોની ઘણીક વાતો પ.પૂ.દીદી, પ.પૂ.દેવીબેનના મુખે સાંભળીને ખૂબ આનંદ અનુભવાયો હતો. વળી, ધ્વનિમુદ્રિત ગુરૂહરિ પપ્પાજીના આશીર્વાદ લીધા તેમાં પણ પૂ.કમ્બાની સેવાનો મહિમા સુણી ધન્યતા માણી હતી. આજે ૯૨ વર્ષની વયે યુવાનીની અદાથી જ્યોતમાં હરતાં ફરતાં પુષ્પો ચૂંટી, પુષ્પો ચડાવતાં દુર્લભ દર્શન નિત પ્રભાતે થાય છે. એવા સેવા મૂર્તિ પૂ.કમ્બાને કોટિ પ્રણામ સહ જય સ્વામિનારાયણ !

(૪) તા.૬/૪/૧૫ પ.પૂ.માસીબાનો સ્વરૂપાનુભૂતિદિન

પરમ ભાગવત સંત સ્વરૂપ અક્ષરનિવાસી પ.પૂ.માસીબાનો સ્વરૂપાનુભૂતિદિન આજે સવારે ૧૦.૦૦ થી ૧૨.૦૦ની સભામાં ગુણાનુગાનથી ઉજવાયો હતો.

પૂ.માસીબા એટલે આફ્રિકા(કેન્યા) ના ભગવાન. પ્રત્યક્ષની નિષ્ઠા. ખૂબ શૂરવીર. રાજરાણી જેવાં પૂ.માસીબા બધું છોડી તારદેવ ગુરૂહરિ પપ્પાજીના આશરે ભગવાન ભજવા આવ્યાં. ૧૯૬૬માં જ્યોતમાં આવ્યાં. પૂ.માસીબાને રસોડાના હેડ બનાવ્યા. તેમના હાથ નીચે પૂ.શોભનાબેન, પૂ.તરૂબેન, પૂ.જયુબેન વગેરે ૫૧ બહેનો તૈયાર થયાં. પૂ.માસીબાની દરેક સેવામાં ‘હા’ જ હોય. ખૂબ શૂરવીરતાથી વાતો કરી બધાને જોશમાં લાવી દે. પૂ.માસીબાના સંકલ્પમાં પણ ખૂબ તાકાત. તે ધારે તે પ્રભુના બળે ભજનથી કામ કરાવીને જ છોડે.

પૂ.લીલાબેન ઉપર આફ્રિકામાં પૂ.માસીબાની ર્દષ્ટિ પડી. આ ભગવાન ભજે તો સારૂં. એ સંકલ્પ મુજબ જ બધું ગોઠવાયું. આપણે એ બધું જોયું, સાંભળ્યું ! તેજસ્વી, શૂરવીર, સંકલ્પસિધ્ધ, સ્વરૂપનિષ્ઠ, માહાત્મ્યસમ્રાટ એવા અનંત ગુણના વર્ણન સાથે આજે પૂ.માસીબાનું માહાત્મ્યગાન પૂ.લીલાબેન, પૂ.હંસાબેન અમીને કર્યું હતું. અને પ.પૂ.દીદીએ પણ માહાત્મ્યગાન સાથે આશીર્વાદ આપ્યા હતા.

(૫) તા.૧૫/૪/૧૫ બુધવાર

ગુરૂહરિ પપ્પાજી ૧૯૫૨માં આજે આફ્રિકા (મોમ્બાસા) થી ભારત પધાર્યા. તે સ્મૃતિદિન આજે છે.

બરાબર ૫૪ વર્ષ પછી આ દિવસે તા.૧૫/૪/૨૦૦૬ના રોજ ગુરૂહરિ પપ્પાજી નડિયાદની કિડની હૉસ્પીટલમાંથી છેલ્લા જ્યોતમાં પધારી પ્રભુકૃપામાં ૪૩દિવસ સમાધિમાં રહી તા.૨૮/૫/૦૬ના દેહત્યાગ કરી સ્વધામ સિધાવ્યા હતા. તેથી આજથી ૪૩ દિવસ જ્યોતમાં, પ્રભુકૃપામાં વિશેષ ભજન-કીર્તન-ધૂન્ય અંદર-બહાર વાતાવરણમાં હોય.

એ રીતે આપણે અંતરથી ગુરૂહરિ પપ્પાજી સાથે નિમગ્ન રહેવા હાં હાં ગડથલ કરીશું. જે જ્યાં હોઈએ ત્યાં આવી અંતર્ગત ભક્તિ કરી સાચા અર્થમાં શતાબ્દી પર્વની ઉજવણી કરી શકીએ એવી ગુરૂહરિ અને ગુરૂઓના ચરણે પ્રાર્થના સહ એપ્રિલ મહિનાનું પહેલું પખવાડીયું ભક્તિ સાથે પૂરૂં થયું હતું.

એ જ જ્યોત સેવક P.71 ના પ્રણામ સહ જય સ્વામિનારાયણ

 

લંડન જ્યોત સમૈયાની સ્મૃતિ

(૧) તા.૩/૪/૧૫ Good Friday Easter sabha

Easter Egg Hunt for children sabha Theme was Samp, Suradbhav & Ekta

{gallery}images_in_articles//newsletter/2015/Apr/Easter Egg Hunt Activity at London Jyot/{/gallery}

બાલ-બાલિકા મંડળ માટે રમત-ગમત અને સભા જ્યોતમાં રાખી હતી. લગભગ ૨૫-૩૦ બાલ-બાલિકા જ્યોત સભામાં પધાર્યા હતાં. તેમના માતા-પિતા પણ પધાર્યાં હતાં.

પૂ.મીનાબેન ભરખડા, પૂ.અવિનાબેન સાકરિયા અને પૂ.પન્નાબેન વિસાણીએ બાળકોની સભામાં જ્યોતમાંથી ભાગ લે તથા પૂ.શીતલ તન્ના, પૂ.પારૂલ સૂદ વગેરે બાલ-બાલિકા મંડળની સભા ચલાવે છે. તેઓએ સભામાં શ્ર્લોક, ધૂન, ભજન ગાયાં તથા સંપ, સુહ્રદભાવ અને એકતા વિષે વાત કરી, સૂઝ આપી.

બાળકો માટે LadyWalkના ગાર્ડનમાં ઠેર ઠેર ૩૦ જુદી જુદી જગ્યાએ ચોકલેટ સંતાડી હતી.

પૂ.રમીબેનના હસ્તે સહુ બાળકોને પ્રસાદ આપ્યો. ત્યારબાદ સહુ મુક્તો જમી અને જ્યોતમાંથી છૂટા પડ્યા.

એજ લિ.પૂ.રેખાબેન ખમાર (લંડન જ્યોત) ના જય સ્વામિનારાયણ !