Click here to donate and support the Pappaji Divya Prakash Parva this November

01 To 15 Aug 2015 – Newsletter

                                  સ્વામિશ્રીજી                   

કાકાજી-પપ્પાજી બંધુબેલડી શતાબ્દી મહોત્સવની જય

ગુરૂહરિ પપ્પાજી શતાબ્દી મહાપર્વની જય જય જય

ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વ્હાલા અક્ષરમુક્તો, જય સ્વામિનારાયણ !

ગુરૂહરિની કૃપા અને સ્મૃતિ સાથે આપ સર્વે મઝામાં હશો. અત્રે અમો પણ મઝામાં છીએ. આજે અહીં આપણે તા.૧/૮ થી ૧૫/૮/૧૫ દરમ્યાન જ્યોત જ્યોતશાખામાં ઉજવાયેલ ઉત્સવોની સ્મૃતિ માણીશું.

(૧) તા.૧/૮/૧૫

૧લી તારીખ એટલે ગુરૂહરિ પપ્પાજીની સ્મૃતિની તારીખ ! દર મહિનાની ૧લી તારીખે સવારે બહેનો પપ્પાજી તીર્થ પર શાશ્વત ધામે પ્રાર્થના-પ્રદક્ષિણા માટે જાય છે તથા સાંજે કીર્તન આરાધનાનો કાર્યક્ર્મ

બહેનો-ભાઈઓ-ગૃહસ્થ હરિભક્તોનો સંયુક્ત હોય છે તેમ આજે પણ હતો. છેલ્લે પ.પૂ.દીદીએ આશીર્વાદ આપ્યા હતા. અને ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલકલામ અક્ષરનિવાસી થયા તે નિમિત્તે બે મિનિટ મૌન જાપ કર્યો હતો.

{gallery}images_in_articles//newsletter/2015/Aug/01-08-15 kirtan aardhna/{/gallery}

 

 

(૨) તા.૬/૮/૧૫ પ.પૂ.બેનનો દ્વિતીયનિર્વાણ (સ્મૃતિ) પર્વ

પ.પૂ.બેનના દ્વિતીય નિર્વાણ (સ્મૃતિ) પર્વ નિમિત્તે આજે સવારે ૬ થી ૯ દરમ્યાન બહેનો પપ્પાજી તીર્થ પર શાશ્વત ધામ અને પ.પૂ.બેનના સમાધિ સ્થાને પ્રાર્થના-પ્રદક્ષિણા માટે ગયા હતાં. અને આખો દિવસ પ.પૂ.બેનની સ્મૃતિ સહ પ.પૂ.બેનને ગમે તેવી ભક્તિસભર રહેવા હાં હાં ગડથલ કરી હતી. રાત્રિ સભામાં પ.પૂ.બેનને પસંદ એવાં ભજનો બહેનોએ ગાયા હતાં. આમ, આખો દિવસ પ્રભુમય-ભક્તિમય પસાર થયો હતો.પ.પૂ.બેન એટલે ગુણાતીત માં ! સાધુતાની મૂર્તિ ! ભક્તિનું સ્વરૂપ ! દાસત્વનું સ્વરૂપ ! કરિષ્યે વચનં તવ ! એમ બે હાથ જોડી ગુરૂહરિ પપ્પાજીની આજ્ઞા સારધાર પાડી. તથા મુક્તોમાં મહારાજનાં દર્શન કરી પોતે મહારાજરૂપ બની ગયાં. પ.પૂ.બેનનું જીવન એક અસલી સાધુ તરીકેનું તથા નિયમધર્મથી બધ્ધ એવું સ્વામિનારાયણ ધર્મની શોભા રૂપે હતું. નમ્રતા, વિવેક, સ્વાધ્યાય, ભજન, કથાવાર્તાથી ભર્યું ભર્યું હતું.

{gallery}images_in_articles//newsletter/2015/Aug/06-08-15 P.P.ben nirvan din/{/gallery}

એવાં પ.પૂ.બેન આપણા સહુ માટે ગૃહી-ત્યાગી સર્વ માટે આદર્શ, વંદનીય છે. ગુરૂહરિ

પપ્પાજીએ તેઓને ગુણાતીત સ્વરૂપ તરીકે આપણને આદર્શરૂપે આપેલ છે. આજે એમના સ્મૃતિદિને તેમના ગુણનું સ્મરણ કરી લઈએ. વંદન કરી લઈએ.

“ઐશ્વર્યો ભગવાનના બહુ છતાં, સાધુ થવા ભાવના,

મુક્તોમાં મહારાજને નીરખીને શ્રીજી સ્વરૂપ આપ થયા,

મૂર્તિની સ્મૃતિમાં સભર રહીને, સંબંધીને સેવીયા,

મૂર્તિ પ્રેમ દયા તણી વિચરે જે, તે બેનને સૌ નમ્યા.”

 

(૩) તા.૭/૮/૧૫ પરમપ્રકાશના મંદિરનો પાટોત્સવ

ગુણાતીત પ્રકાશના ભાઈઓનું નિવાસસ્થાન પ્રરમ પ્રકાશના મંદિરનો આજે પાટોત્સવ. તે નિમિત્તે હાજર ગુણાતીત પ્રકાશના ભાઈઓ અને પપ્પાજી તીર્થથી સંતો પધાર્યા. પપ્પાજી ગ્રુપના ભાઈઓ તથા ગૃહસ્થોએ ભેગા મળી આજે પાટોત્સવ પૂજા, આરતી, ભજન-ભક્તિ કર્યાં હતાં.

{gallery}images_in_articles//newsletter/2015/Aug/08-08-15 mahapooja bhaio/{/gallery}

 

(૪) તા.૮/૮/૧૫ વાર્ષિક મહાપૂજા

તા.૮/૮/૬૪ ના રોજ ગુરૂહરિ પપ્પાજીએ પ્રત્યક્ષ ધામ, ધામી ને મુક્તોની મહાપૂજા તારદેવમાં શરૂ કરાવી તેને આજે ૫૧ વર્ષ પૂરાં થાય છે. દર વર્ષે ૮/૮ ના રોજ જ્યોતમાં શ્રી ઠાકોરજી સમક્ષ ગુરૂહરિ પપ્પાજીના સાંનિધ્યે બહેનો સમૂહ મહાપૂજા કરે. અને આખા સમાજના મુક્તોનાં નામ મહાપૂજામાં બોલાય.

{gallery}images_in_articles//newsletter/2015/Aug/08-08-15 mahapooja behno/{/gallery}

 

આજથી ૮/૮૬૪ થી દરરોજ મંગલ પ્રભાતે જ્યોતમાં નિયમિત મહાપૂજા થાય છે. જેમાં કાર્યની સિધ્ધિ માટે માનતારૂપે માનેલી કે આધિ-વ્યાધિ-ઉપાધિ પ્રભુ દૂર કરે વગેરે માટે હરિભક્તો શ્રધ્ધાથી મહાપૂજા લખાવે. ૧ દિવસના રૂ.૨-ટોકન રૂપે હોય. મહાપૂજા કરાવનારની નામાવલિ તૈયાર હોય. મહાપૂજા કરનાર બહેન તે બધાં નામ પ્રાર્થના  શ્રી ઠાકોરજી સમક્ષ બોલે. આ રીતે મહાપૂજા વર્ષોથી થઈ રહી છે. પ્રારબ્ધ ધોવાય તેમ તેમ તેનાં કાર્ય જગતમાં થતાં રહે છે. વળી, આધ્યાત્મિક જીવન જીવતા ગૃહી-ત્યાગી સાધકો સુખ, શાંતિ, આનંદથી ધ્યેય સિધ્ધ કરી શકે. પ્રગતિને પામે, તેવી સુહ્રદ પ્રાર્થના પણ આ મહાપૂજામાં કરવામાં આવે છે. સંબંધવાળા આશ્રિત હરિભક્તો સહકુટુંબ તન, મન, ધન અને આત્માથી સુખિયા થાય. જૂનાં પ્રારબ્ધ ધોઈ નાખી નવાં પ્રારબ્ધ ઉભાં ના થાય તેવી રક્ષાની ભાવનાવાળી નિષ્કામભાવની પ્રાર્થના સર્વ માટે આ મહાપૂજામાં તથા જ્યાં જ્યાં બહેનો-ભાઈઓ-સંતો મહાપૂજા કરે છે. ત્યાં આવી નિઃસ્વાર્થ ઉદ્દગારો સાથેની પ્રાર્થના ધરી તેના ઉપર જપયજ્ઞ રૂપી પેપર વેઈટ મૂકે છે. ગુરૂહરિ પપ્પાજીએ એવા એકાંતિક પ્રત્યક્ષ સ્વરૂપે સદ્દગુરૂઓ તૈયાર કર્યા છે. અને તેઓ આવી સુહ્રદ ભક્તિ કરીને સમાજનાં ચૈતન્યોની આત્માની સેવા કરી રહ્યાં છે. હરિભક્તોના સુખે સુખી, દુખે દુઃખી થઈ તેઓ માટે ભજન કરી રહ્યાં છે. એ રીતે ગુરૂહરિ પપ્પાજીના ચરણે ભક્તિ અદા કરી રહ્યા છે. એ આશીર્વાદ પામી સર્વ કોઈ ભક્તો-આશ્રિતો મુક્તો ધન્ય થઈ રહ્યાં છે. આજે વાર્ષિક દિને જ્યોતના પંચામૃત હૉલમાં ૮.૩૦ થી ૧૨.૩૦ બહેનોએ સમૂહ મહાપૂજા કરી હતી. અને ગુણાતીત પ્રકાશના ભાઈઓએ જ્યોત મંદિરમાં ૧૦ થી ૧.૦૦ મહાપૂજા કરી હતી.

મહાપૂજામાં આશીર્વાદ પ.પૂ.દીદીએ આપ્યા હતા. અને અંતમાં ગુરૂહરિ પપ્પાજીના ધ્વનિ મુદ્રિત આશીર્વાદ લઈને સહુએ ધન્યતા અનુભવી હતી.

(૫) જીવનસૌરભ

જ્યોતમાં સવાર-સાંજ સત્સંગ સભા થાય છે. તેમાં ગુરૂહરિ પપ્પાજીના ધ્વનિ મુદ્રિત આશીર્વાદ હોય અને સદ્દગુરૂ Aમાંથી ગોષ્ઠિ-વારીનો લાભ લેવાનો હોય. એમાંથી તા.૭/૮/૧૫ના પૂ.ડૉ.નિલમબેનની ગોષ્ઠિ હતી. તેમાં તેઓએ ગુરૂહરિ પપ્પાજીની એક સ્મૃતિ કહી. સહુનેય લાભ મળે તેવા હેતુથી જાહેરમાં પૂ.નિલમબેન ગુરૂહરિ પપ્પાજી ને પ્રશ્ન પૂછતાં.

ગુરૂહરિ પપ્પાજી હંમેશાં સચોટ જવાબ આપતા. તેવા એક પ્રસંગની સ્મૃતિ આજે કહી તે આ પ્રમાણે છે.

એક વખત ગુરૂહરિ પપ્પાજીએ કહ્યું, કે બહુ મોટા મુક્તો અહીં આવ્યા છે.

પૂ.નિલમબેને પૂછ્યું. તો સાધના કેમ છે ?

ગુરૂહરિ પપ્પાજી કહે, બધા અધૂરું પૂરું કરવા આવ્યા છે.

પૂ.નિલમબેન કહે, એ અધૂરું કેમ પૂરું થાય ?

{gallery}images_in_articles//newsletter/2015/Aug/hindola darshan/{/gallery}

ગુરૂહરિ પપ્પાજી કહે, બધાને નિર્દોષ ને દિવ્ય માનીને સેવા કરો તો પૂરું થાય.  ગુરૂહરિ પપ્પાજી આપના સૂત્ર મુજબ જીવવાનું અખૂટ બળ, બુધ્ધિ ને પ્રેરણા બક્ષજો.

 

એ જ જ્યોત સેવક P.71 ના પ્રણામ સહ જય સ્વામિનારાયણ.