01 to 15 Aug 2017 – Newsletter

                 સ્વામિશ્રીજી                  

 

ગુરૂહરિ પપ્પાજીની જય

 

 

ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તોજય સ્વામિનારાયણ !

 

 

આજે અહીં આપણે તા. થી ૧૫ ઑગષ્ટ દરમ્યાન જ્યોત પ્રાંગણમાં ઉજવાયેલ સમૈયા ઉત્સવની સ્મૃતિ માણીશું.

 

 

() તા.//૧૭

 

 

દર ૧લી તારીખે બહેનો પપ્પાજી તીર્થ પર ધૂન, ભજન, પ્રદક્ષિણા માટે જાય છે. તેમ આજે પણ ગયા હતા. અને ગુરૂહરિના

ચરણે પોતાના પ્રાર્થનાભાવો ધર્યા હતા.

 

સાંજે .૩૦ થી ૧૦.૦૦ રાબેતા મુજબ કીર્તન આરાધના પપ્પાજી હૉલમાં કરી હતી. પહેલાં પરમ સૂરવૃંદના બહેનોએ ગુરૂહરિના માહાત્મ્યના ભજનો ગાયાં હતાં. ત્યારબાદ ભાઈઓએ ભજનો ગાયાં હતાં. પૂ.શીલાબેન અને પૂ.અમૃતભાઈ (પીટરબરોથી) પધાર્યા છે. પૂ.અમૃતભાઈએ પોતે પોતાના અંતરના ભાવોને શબ્દોમાં ઢાળીને અને પોતે જાતે ગિટાર વગાડીને ગુરૂહરિના ચરણે પ્રાર્થના ભાવો ધર્યા હતા. તેમના પ્રાર્થનાભાવો એટલા બધા ભાવવાહી હતાં કે પધારેલ હરિભક્તો પણ સાંભળીને ભાવવિભોર બની ગયા હતા. મોટેરાં સ્વરૂપોએ પણ એમને આશીર્વાદ આપી ખૂબ રાજીપો બતાવ્યો હતો. ધન્યવાદ છે આવા હરિભક્તોને ! ગુરૂહરિના માહાત્મ્યમાં રહી સેવાભક્તિ કરે છે. ખૂબ ખૂબ ધન્યવાદ પૂ.શીલાબેન અને પૂ.અમૃતભાઈને !

 

() તા.//૧૭ .પૂ.બેનનો ચતુર્થ શાશ્વત સ્મૃતિ દિન

 

 

ધન્ય છે વહાલા વહાલા બેનને

આપણા પક્ષે ઉભાં રહી આપણને ક્ષમા અપાવી, આપણા માટે ખૂબ પ્રભુને પ્રાર્થતાં ને પરમ ભાગવત સંતના રસ્તે દોડતાં રાખ્યાંદોડતાં રાખ્યાંએવા .પૂ.બેનનાં ચરણિયે કરીએ અનંત કોટિ કોટિ વંદન.

આજે .પૂ.બેનના .પૂ.બેનનો ચતુર્થ શાશ્વત સ્મૃતિ દિન નિમિત્તે સવારે  બહેનો પપ્પાજી તીર્થ પર પ્રદક્ષિણા અને પ્રાર્થના કરવા માટે ગયાં હતાં.

 

સાંજે .૩૦ થી .૦૦ જ્યોત પપ્પાજી હૉલમાં સભા કરી હતી. સભામાં સહુ પ્રથમ .પૂ.બેનના માહાત્મ્યના ભજનો ગાયાં હતાં. ત્યારબાદ .પૂ.બેનના ધ્વનિ મુદ્રિત આશીર્વાદ લીધા હતા.

{gallery}images_in_articles//newsletter/2017/Aug/06-08-17p.p.ben chaturth shaswat smrutidin{/gallery}

 

 

.પૂ.બેને આશીર્વાદ આપતાં કહ્યું કે, માહાત્મ્ય સમજવાનું સહેલું સાધન શું ? સત્પુરૂષની મૂર્તિનું માહાત્મ્ય. મૂર્તિની સ્મૃતિ. એણે જે વચન આપ્યું હોય તેમાં ફેર ના પાડવો. ગુરૂહરિ પપ્પાજીએ જોગીનું એક વચન પાળ્યું. એગ્રીમાં કામ કરો અને કોઈનું જોશો નહીં. એવી સમજણથી ગુરૂહરિ પપ્પાજી જીવ્યા છે. મુક્તોનું જોઈએ છીએ તો ભગવાનનું જોઈએ છીએ. કોઈ મુક્ત વિષે આંટી ના બાંધીએ. અભિપ્રાય ના બાંધીએ. ભગવાનના ભક્તોની મૂર્તિ લૂંટતા થઈ જાવ ભગવાનનું માહાત્મ્ય છે.

પૂ.ડૉ.સ્વીટીબેને .પૂ.બેનના માહાત્મ્ય દર્શનમાં લાભ આપ્યો હતો. ત્યારબાદ સભાના અંતમાં .પૂ.દેવીબેનના આશીર્વાદ લઈ સભાની પૂર્ણાહુતિ કરી હતી.

 

 

() તા.//૧૭ રક્ષાબંધન

 

 

આજે રક્ષાબંધનનો શુભ દિવસ મહારાજે કહ્યું, મારા આશ્રિતની સર્વ પ્રકારે રક્ષા કરીશ. ને પૃથ્વી પર અખંડ રહીશ. ને સ્વરૂપે ગુરૂહરિ પપ્પાજી મળ્યા.ને ઉત્સવ આગળ ધપાવ્યો. ગુણાતીત કવચ રૂપી દિવ્ય રક્ષાને કરીએ વંદન કરી નમન.

 

 

ગુણાતીત પ્રકાશ (સુરત)ના ભાઈ પૂ.પિયૂષભાઈ પનારાએ રક્ષાબંધન પર્વનો મહિમા લખ્યો છે. તે જોઈએ. આજે રક્ષાબંધનનો મંગલ  દિવસ. ગુરૂહરિ પપ્પાજી મહારાજની આજ્ઞાથી ગુણાતીત જ્યોતના દિવ્ય બહેનો દ્વારા તાંતણે તાંતણે સ્વામિનારાયણ મહામંત્રના જાપ સાથે ગુંથાઈને બનતી અને સ્વરૂપોના સાંનિધ્યે થતી મહાપૂજામાં, દિવ્ય રક્ષા શક્તિથી ભરપૂર બનતી પવિત્ર રાખડી ગામોગામ ઘરોઘર, એક એક મુક્ત સુધી પહોંચે છે. જે ધારણ કરનાર હરકોઈ મુક્ત પ્રભુનું એક સુરક્ષા કવચ પામે છે. જેના બળે કાળ, કર્મ, માયાથી સૌની રક્ષા થાય છે. ઉપરાંત અક્ષરધામનાં સુખ, શાંતિ ને આનંદ પ્રાપ્ત થાય છે.

 

 

આવી દિવ્ય રક્ષા પામેલા આપણે સહુ માહાત્મ્યેયુક્ત સેવા, ભજન અને નિર્દોષબુધ્ધિ રાખી પ્રભુ અને સંતોની મરજી પ્રમાણે જીવન જીવી ઋણ અદા કરવા સતત પ્રયત્ન કર્યા કરીએ.

આજના શુભ દિને સહુ બહેનો અને પધારેલ સર્વે હરિભક્તોએ પોતાના ગુરૂ પાસે રક્ષા બંધાવી પોતાના તન, મન અને આત્માની રક્ષા થાય એવી પ્રાર્થના કરી હતી.

{gallery}images_in_articles//newsletter/2017/Aug/07-08-17 RAKSHABANDHAN{/gallery}

 

 

સવારે ૧૦.૩૦ થી ૧૨.૦૦ પપ્પાજી હૉલમાં રક્ષાબંધન નિમિત્તેની સભા કરી હતી. સભામાં ગુરૂહરિ પપ્પાજીના ધ્વનિ મુદ્રિત આશીર્વાદ લીધા હતા.

ત્યારબાદ પૂ.ડૉ.પંકજબેન અને પૂ.ડૉ.મેનકાબેને રક્ષાબંધન પર્વના મહિમાની વાતો કરી હતી.

 

 

() તા.//૧૭ વાર્ષિક મોટી મહાપૂજા

 

 

આજથી ૫૩ વર્ષ પહેલાં ગુરૂહરિ પપ્પાજીએ .પૂ.દીદી પાસે તારદેવમાં નિષ્કામભાવની મહાપૂજા શરૂ કરાવેલી. ત્યારથી આજ દિન સુધી ગુણાતીત જ્યોતમાં દરરોજ હરિભક્તોના નામ બોલીને મહાપૂજા થાય છે.  

આજે મહાપૂજાનો વાર્ષિક દિન હોવાથી સવારે .૩૦ થી ૧૨.૩૦ જ્યોત પપ્પાજી હૉલમાં સર્વે મોટેરાં સ્વરૂપોની પ્રત્યક્ષ હાજરીમાં  મહાપૂજા કરી હતી. મહાપૂજા બાદ ગુરૂહરિ પપ્પાજીના ધ્વનિ મુદ્રિત આશીર્વાદ લીધા હતા.

 

 

અત્યાર સુધી સકામભાવની મહાપૂજા કરાવતાતા. મહારાજ ! મકાન મળી જાય. સારી છોકરી મળી જાય. નોકરી મળી જાય. એવી મહાપૂજા અત્યાર સુધી ચાલી. આવા સત્પુરૂષ મળ્યા છે ને આવા ધૂળ ને ધાપા શું માંગવા. સંતો શીખવાડે કે ભગવાન પાસે કેવું માંગવું. યથાર્થ સ્વરૂપનિષ્ઠા, સંકલ્પરહિત થઈ એના થઈને જીવો. અખંડવૃત્તિ રાખીએ તો શું પરિણામ આવે ? ગોલોક, વૈકુંઠ, બદ્રીકાશ્રમ બધા ધામનાં દર્શન થશે. એવું કરવા માટે પરોક્ષને વિષે પ્રતિતિ છે એવી પ્રત્યક્ષને વિષે રાખો. એના થઈને જીવો. હવે એના જેવા ગુણ પ્રાપ્ત કરવા છે. આચારસંહિતા પ્રમાણે અંતર્યામી માનીને જીવીએ. એને માટે બળ જોઈએ. એકાંતિકની ર્દષ્ટિમાં હશે. એના નામ દઈને મોટેરાં મહાપૂજા કરે છે. આકાશના સૂર્ય સંભારવાથી કાંઈ ના થાય. પ્રત્યક્ષ સૂર્ય જેવા સંતો મલે એનાથી કામ થાય છે. ભગવાન ધારક છે. એની પ્રાર્થનાથી કામ થાય છે.

 

 

ગુણાતીત સમાજ આખો સુખે સુખે જીવે, આચાર સંહિતા પ્રમાણે જીવે એના માટે નિષ્કામભાવની મહાપૂજા કરીએ છીએ. આજે સ્મૃતિદિન છે. બધા સુખે સુખે આનંદભર્યા માર્ગે મોટેરાં જેવું સુખ ભોગવતાં થઈ જાય પ્રાર્થના.

.પૂ.દીદી અને .પૂ.જશુબેનના આશીર્વાદ લઈ આજની મહાપૂજાની પૂર્ણાહુતિ કરી હતી.

મહાપૂજા તન, મન, ધન, આત્માથી રક્ષે છે ને ગુરૂ સ્વરૂપો થકી ગુરૂહરિ પપ્પાજીનું કાર્ય ચાલુ રહ્યું છે. એવી મહાપૂજા પર્વને અનંત કોટિ કોટિ વંદન.

{gallery}images_in_articles//newsletter/2017/Aug/08-08-17 MAHAPOOJA{/gallery}

 

 

() તા.૧૩//૧૭ સી.ટી.દવેસાહેબના અક્ષર ધામગમન નિમિત્તેની મહાપૂજા

 

ધન્ય હો આપણા ગુણાતીત સમાજના આત્મીય સ્વજન સી.ટી.દવે સાહેબને !

અનાદિ મહામુક્તને પ્રભુ પપ્પાજીની ઓળખાણ થવા નિમિત્ત બની બિમારી ને ગુરૂહરિ પપ્પાજીએ પોતાની કંઠી અર્પી આશિષ આપ્યા, ‘આપણે હજુ ઘણી સેવા કરવાની છે. તંદુરસ્ત થવાના છો !’ આશીર્વાદને પચાવ્યા અને ગુરૂહરિ પપ્પાજી.પૂ.દીદીને સાચા અર્થમાં સેવી લીધા. ઘર બન્યું પંચામૃત ને જીવન બન્યુંપંચામૃત’.

 

 

પોતે જગતમાં મોટા હોદ્દા પર હતા. ગુણાતીત સમાજના અમદાવાદના સર્વે મુક્તોને સર્વદેશીયતાથી ખૂબ સેવાભક્તિ કરી .પૂ.દીદીના માર્ગદર્શન હેઠળ પ્રત્યક્ષ ભક્તિનો રંગ કુટુંબમાં ને કેટલાય ભક્તોને લગાડ્યો. ૨૪ કલાક પ્રભુથી ભર્યું મન.

ધન્ય છે જ્યોત્સના આન્ટીની આધ્યાત્મિક અવસ્થાને. સદાય હસતા ને મહિમાસભર વાતો ને ગોષ્ઠી. બસ .પૂ.દીદીની શી આજ્ઞા છે ? ઉનાળો આવ્યો નથી ને પહેલાં બહેનો કેરી જમે ને પછી કુટુંબીજનો. આવો તો મહિમા ! અમદાવાદ જ્યોતની સેવા તો એક ગર્વ લેવાની વાત બની. આવા તો અક્ષરમુક્તોપૂ.અવનિભાભીપૂ.મિનલબેન. વારસો હયાતીમાં તૈયાર થયાં. ધન્ય હો ચંદ્રકાંતભાઈ સાહેબને ! આપ જ્યાં હો ત્યાંથી આશિષ વરસાવશોજી.

{gallery}images_in_articles//newsletter/2017/Aug/13-08-17{/gallery}

 

 

() તા.૧૩//૧૭ મટકી ફોડ ઉત્સવ

 

 

સ્વામિનારાયણ સંપ્રદાયમાં જન્માષ્ટમી ઉત્સવનો ખૂબ મહિમા છે. દિવસે મટકી ફોડવાનું વિશેષ આયોજન કરવામાં આવે છે. આમ, તો જન્માષ્ટમી ૧૫મી તારીખે હતી. પણ દિવસે .પૂ.જ્યોતિબેનના સ્વરૂપાનુભૂતિદિનની સભા હોવાથી મટકી ઉત્સવ આજે રાખ્યો હતો.

વખતે ૧૫મી ઑગષ્ટ અને જન્માષ્ટમી બંને ઉત્સવ સાથે હતા. ૧૫મી ઑગષ્ટ એટલે .પૂ.જ્યોતિબેનનો સ્વરૂપાનુભૂતિદિન અને જન્માષ્ટમી એટલે .પૂ.દેવીબેનનો સ્વરૂપાનુભૂતિદિન. એટલે બંને સ્વરૂપોના હસ્તે મટકી ફોડ ઉત્સવનું વિશેષ આયોજન આજે કર્યું હતું.

 

 

ઓહોહો ! આજ તો સોનેરી અવસર આવ્યો આંગણે .પૂ.જ્યોતિબેન, .પૂ.દેવીબેન પર્વ

ભારત ખંડનું નામ વિશ્વમાં ચારે બાજુએ આદ્યાત્મિક ક્ષેત્રે ઝળહળતું છે. જેનું શ્રેય જાય છે આવા ગુરૂ સ્વરૂપોનું અવતરણ ! કોટિ કોટિ વંદન હો .પૂ.જ્યોતિબેન, .પૂ.દેવીબેન ને

 

ગુણલાં શું ગાઈએ આપના ? જે સ્પર્શ્યા ઉર ભીતરમાં, પપ્પાજીનું મહામૂલું સર્જન શું પામે આગિયા ?

 

સૂર્યસમ તેજસઉજ્જવલ છો જ્યોતિદેવી, ચંદ્ર સમ શીતલ હાં દેવીજ્યોતિ

 

બુધ્ધિશાળી દેવીજી નીરખે વ્યાપકમાં પ્રભુ પપ્પાજી,

                                             

બ્રહ્મમસ્તી જ્યોતિ કરે અંતરજાગ્રત

 

સત્સંગનું પહેલું પગથિયું ચડોદેવીબેન કહે, મૂકો ચોકડી સરખામણીશબ્દે

 

સત્સંગનું પહેલું પગથિયુંજ્યોતિબેન કહે,

                             

જાણવા છતાં બનજો મીણનો લોચો ને માટીનો

 

એવા સહજસરલ સાધુતાની મૂર્તિ, એવી અકળ અનોખી ધ્યાનસ્થ સાધુતાની મૂર્તિ

 

સાચા દેવળે ઘંટ વાગ્યો ને શંખ બજ્યો ગુણાતીત સમાજમાં

 

કરીએ હાં હાં ગડથલ આપના ચરણે, વહે ભાવ ધન્યતાના

 

સર્વોપરી નિષ્ઠા પ્રસરાવી સમગ્ર તંત્રમાં, કરી ગદ્દગદ્દ હૈયે પ્રાર્થના ને રાજી થયા પપ્પાજી

 

પ્રભુ અર્થે કરી ભક્તિ, ભૂલકાં અર્થે કરી પરાભક્તિ પ્રાર્થિત હ્રદયે, રાજી થયા પપ્પાજી

 

આજ સ્વરૂપાનુભૂતિ પર્વે પ્રાર્થીએ અમમાં આપની જેમ સમગ્ર તંત્રમાં રહે પપ્પાજી, વહે પપ્પાજી

 

આપની રૂચિ, આપનું વચન, જ્યાં છીએ ત્યાંથી આગળ જઈએ.

રાત્રે .૩૦ થી ૧૦.૦૦ પંચામૃત હૉલમાં ઉત્સવની સભા રાખી હતી.

{gallery}images_in_articles//newsletter/2017/Aug/13-08-17 MATKIFOD UTSAV{/gallery}

 

ગુરૂહરિ પપ્પાજી ઉત્સવપ્રેમી હતા. સ્વરૂપો પણ ઉત્સવ પ્રેમી છે. ગુરૂહરિ પપ્પાજીએ એક વખત જન્માષ્ટમી નિમિત્તે મટકીફોડનો ઉત્સવ કરાવેલો. તે સ્મૃતિ સાથે આજે સભાનું આયોજન કર્યું હતું. હીંડોળા પંચામૃત હૉલમાં છે. એટલે સભા ત્યાં રાખી હતી. હીંડોળા હતા એટલે .પૂ.જ્યોતિબેને કહ્યું કે, આજે પહેલાં પાંચ ભજન ગાઈએ. એટલે ભજન ગાયાં અને  ત્યારબાદ ગરબા કર્યા. પછી પંચામૃત હૉલમાં બે માટલી બાંધી હતી. બંને સ્વરૂપોએ વારાફરતી માટલી ફોડી હતી. માટલીમાં પ્રસાદ અને લકી નંબરના કાર્ડ મૂક્યા હતા. બધાએ કોઈ પણ એક વસ્તુ લેવાની. પ્રસાદ અથવા કાર્ડ. ચાર કાર્ડ લકી નંબરના હતા. તે બહેનોને સ્વરૂપોની પ્રસાદીની વસ્તુ ભેટ રૂપે આપી હતી. બાકીના જે બહેનોને કાર્ડ મળ્યા તેમને પણ વસ્તુ ભેટરૂપે આપી હતી. આમ, અનેરા આનંદ સાથે આજના ઉત્સવની પૂર્ણાહુતિ કરી હતી.

 

 

() તા.૧૫//૧૭ .પૂ.જ્યોતિબેન સ્વરૂપા નુભૂતિ દિન

 

 

રાત્રે .૩૦ થી ૧૦.૩૦ જ્યોત પપ્પાજી હૉલમાં .પૂ.જ્યોતિબેનના સ્વરૂપાનુભૂતિદિનની ઉજવણી કરી હતી. જ્યોતના બે નાના ભૂલકાં સભામાં સહુ પ્રથમ પધાર્યા હતા તેવા પૂ.તુલસી અને પૂ.જીલે .પૂ.જ્યોતિબેનને હાર અર્પણ કર્યો હતો. .પૂ.જ્યોતિબેને નીચા નમીને બે ભૂલકાંઓના ભાવને સ્વીકાર્યો હતો. પૂ.જ્યોતિભાભી માવાણી અને પૂ.ધ્રુવીએ કાર્ડ અને કલગી અર્પણ કર્યા હતાં. પૂ.જ્યોતિભાભી માવાણીએ અનુભવ દર્શનમાં લાભ આપ્યો હતો.

 

 

જ્યોત તરફથી પૂ.જ્યોસબેને કલગી અર્પણ કરી માહાત્મ્ય દર્શનમાં લાભ આપ્યો હતો. અને પૂ.જાગૃતિબેન વિઠ્ઠલાણીએ હાર અર્પણ કરી માહાત્મ્યદર્શન કરાવ્યું હતું. પૂ.પ્રિતિબેન માવાણીએ પણ .પૂ.જ્યોતિબેનને હાર અર્પણ કર્યો હતો.

જ્યોતના સૌથી નાનું ગ્રુપ પ્રસન્ન અને સેવિકા ગ્રુપનાં બહેનોએ ગુરૂહરિને હાર અર્પણ અને મોટેરાં સ્વરૂપોને કલગી અર્પણ કરી હતી. .પૂ.જ્યોતિબેન કોઠાર વિભાગના કંટ્રોલ હેડ છે એટલે કોઠાર વિભાગના મુક્તોએ .પૂ.જ્યોતિબેનને કેક અર્પણ કરી હતી. સભામાં બિરાજમાન નાનાં નાનાં ભૂલકાંઓને .પૂ.જ્યોતિબેને બોલાવી અને કેક કર્તન કર્યું હતું.

ત્યારબાદ પ્રભુ પ્રાગટ્યની આરતી જ્યોત પંચામૃત હૉલમાં કરી હતી. અને પ્રસાદ લઈ સભાની પૂર્ણાહુતિ કરી હતી.

{gallery}images_in_articles//newsletter/2017/Aug/15-08-17P.P.JYOTIBEN SWARUPANUBHUTIDIN{/gallery}

 

 

આમ, અનેક ઉત્સવ પર્વો લઈને આવેલું ઑગષ્ટ મહિનાનું પ્રથમ પખવાડીયું ભક્તિ સભર અને બ્રહ્માનંદની મસ્તી સાથે પસાર થયું હતું. ગુરૂ સ્વરૂપોના વચને પ્રભુને નિત નવા હીંડોળે ઝૂલાવ્યા, લાડ લડાવી ભક્તોને ખૂબ સુખ આપ્યું એવા પ્રસન્ન અને સેવિકા ગ્રુપના બહેનોને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. આપણે સહુ પણ આવા માહાત્મ્યના ઝૂલે ઝૂલ્યા કરીએ. એવું માહાત્મ્ય આપણામાં ઉગાડે એવી ગુરૂહરિ અને ગુરૂ સ્વરૂપોના ચરણોમાં પ્રાર્થના. અત્રે સહુ સ્વરૂપોની તબિયત સરસ છે. સભામાં પધારી દર્શનઆશિષ આપે છે. અત્રેના સર્વે સ્વરૂપો મુક્તો વતી આપ સહુને પણ ખૂબ ખૂબ ભાવભર્યા જય સ્વામિનારાયણ. ટૂંક સમયમાં ફરીથી મળીશું. રાજી રહેશો. ભૂલચૂક ક્ષમા કરશો.

જ્યોત સેવક P.71ના પ્રણામ સહ જય સ્વામિનારાયણ !