સ્વામિશ્રીજી
ગુરૂહરિ પપ્પાજીની જય
કાકાજી પપ્પાજી બંધુબેલડી શતાબ્દી મહોત્સવની જય
ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો !
જય સ્વામિનારાયણ !
આજે અહીં આપણે તા. ૧ થી ૧૫ દરમ્યાન જ્યોત પ્રાંગણમાં તથા જ્યોત શાખામાં ઉજવાયેલ સમૈયા ઉત્સવની સ્મૃતિ માણીશું.
(૧) તા.૧/૮/૧૮
૧લી તારીખની ગુરૂહરિ પપ્પાજીની અનેક સ્મૃતિ છે. તેમાંની એક સ્મૃતિ માણીએ.
તા.૧/૮/૭૮ના દિને ગુરૂહરિ પપ્પાજીએ સાધકોને પોતાની રૂચિ જણાવતાં કહ્યું કે, “આવી પ્રાપ્તિ થઈ છે. નેઆઠેય પહોર આનંદ માં ન રહી એ તેન ગમે. આવી પ્રાપ્તિ હોય નહીં.
દર ૧લી તારીખે બહેનો પપ્પાજી તીર્થ પર ધૂન, ભજન, પ્રદક્ષિણા માટે જાય છે. તેમ આજે પણ ગયાં હતાં. અને પોતાના પ્રાર્થનાભાવો ગુરૂહરિ ચરણે ધર્યા હતા.
રાબેતા મુજબની કીર્તન આરાધના જ્યોત પપ્પાજી હૉલમાં કરી હતી. પહેલાં ‘પરમ સૂર વૃંદ’ નાં બહેનોએ ભજનો ગાયાં હતાં. પેરીસથી પધારેલ પૂ.પરાબેને પણ પોતાની ભાવના ગુરૂહરિ ચરણે ધરી હતી. ત્યારબાદ ભાઈઓએ ભજનની રમઝટ બોલાવી સહુને ભક્તિરસમાં લીન કર્યા હતા.
{gallery}images_in_articles//newsletter/2018/Aug/01-08-18 PAPPAJI TIRTH DHUN PRADXINA{/gallery}
(૨) તા.૬/૮/૧૮ પ.પૂ.દિવ્યબેન સ્મૃતિ પર્વ
આજે પ.પૂ.બેનના સ્મૃતિ પર્વ નિમિત્તે સવારે ૮.૦૦ થી ૯.૩૦ બહેનો પપ્પાજી તીર્થ પર ગયાં હતાં. અને ધૂન, ભજન, પ્રદક્ષિણા કર્યાં હતાં.
સમગ્ર સૃષ્ટિની રચના કરનાર ગુરૂહરિ પપ્પાજી મહારાજ મને મળ્યા ! એ પ્રાપ્તિના વિચારથી ‘અખંડ કર્તાહર્તા મહારાજ તમે જ છો’ એવું સરળતાથી માન્યું ને આપણે માનીએ એવો સંકલ્પ કરનાર પરમ ભાગવત સંત બનાવી સુખની પ્રાપ્તિ કરાવનારાં વહાલાં બેનના શાશ્વત સ્મૃતિ દિને પ્રાર્થના સહ જય સ્વામિનારાયણ ! સાધુતાની મૂર્તિ એવાં બેન સદાય પ્રત્યક્ષ રહેજો અમ હૈયે. જેથી પપ્પાજી મહારાજની પરછાંઈ બની રહેવાય.
{gallery}images_in_articles//newsletter/2018/Aug/06-08-18 P.PBEN SMRUTI PARVA{/gallery}
(3) તા.૬/૮/૧૮ પૂ.ગૌરવભાઈની ત્રયોદશીની મહાપૂજા
પૂ.ગૌરવભાઈ તા.૨૫/૭ ના રોજ નાદુરસ્ત તબિયતના લીધે અક્ષરધામ નિવાસી થયા. તેમની ત્રયોદશીની મહાપૂજા તા.૬/૮ના રોજ પ.પૂ.દીદી, પ.પૂ.પદુબેનના સાંનિધ્યે થઈ. આ પ્રસંગે પૂ.જયંતિકાબેનની દીકરી પૂ.નેહાબેન પણ અમેરિકાથી આવ્યા હતાં.
ગુણાતીત સમાજ અને જ્યોતના આદર્શ એવા અમદાવાદના ચૈતન્ય માધ્યમ પ.પૂ.ભટ્ટ સાહેબ અને પ.પૂ.મધુબેનના પૌત્ર પૂ.ગૌરવભાઈ મહેન્દ્રભાઈ દવે નાનપણથી જ જ્યોતના પ્રસંગને પામેલા. તેઓના અભ્યાસ અમેરિકામાં જ પૂર્ણ કર્યા બાદ ત્યાં જ સ્થાયી થયા હતા.
સામાન્ય રીતે કોઈ એક વ્યક્તિ એક જ સમયે એક જ ફિલ્ડમાં ભણી શકે. જ્યારે ગૌરવભાઈએ ૩ વર્ષમાં ૩ જુદી જુદી ડીગ્રી જેવી કે, સિવીલ એન્જીનીંયરીંગ, ઈલેક્ટ્રીકલ એન્જીનીંયરીંગ અને બીઝનેસ ઍડમીનીસ્ટ્રેશનની ડીગ્રી હાંસલ કરી હતી. બીજું કે દરેક ફિલ્ડમાં શું છે તે જાણવા માટે જેમકે મેડીકલની, લૉની પરીક્ષાઓ પણ તેઓ આપતા. જે તેમની બુધ્ધિ અને માનસિક ચંચળતાનો પણ ખ્યાલ આપે છે.
તેઓ અમેરિકામાં હિન્દુ સ્ટુડન્ટ કાઉન્સીલના પ્રેસીડન્ટ હતા. સ્વામી ચિન્મયાનંદજીના એકદમ રાઈટ હેન્ડ હતા. સ્વામિ ચિન્મયાનંદજી અને દલાઈલામા સાથે વૉશીંગ્ટનમાં મોટું ક્ન્વેન્શન થયું તેના તેઓ ઓર્ગેનાઈઝર રહ્યા હતા. જીવનમાં નવાં નવાં સ્થળો જોવાનો, ખૂબ સારા મિત્રો કરવાનો તેમને ખૂબ ઉમંગ રહેતો. તેમના મિત્રો પણ ખૂબ તેજ હતા.
૨૦૧૧ની સાલથી તેઓ મુંબઈ સ્થાયી થયા. ત્યારબાદ પ.પૂ.જ્યોતિબેન અને પૂ.ઈન્દુબેનની આજ્ઞાથી અમદાવાદ ખાતે તેમના માતૃશ્રી પૂ.જયંતિકાબેન સાથે છેલ્લા ૬ મહિનાથી સ્થાયી થયા હતા.
બાળપણથી જ તેઓ પૂ.ભટ્ટ સાહેબ અને પૂ.મધુબેનના યોગે કરીને ગુરૂહરિ પપ્પાજી અને જ્યોતના સંત બહેનોના પ્રસંગમાં નિષ્ઠાથી જોડાયેલા હતા. સ્વભાવે ખૂબ જ નિર્માની, ઋજુ, ખૂબ જ ભાવવાળા અને ઉત્સાહથી ભરપૂર તેમનું જીવન હતું. પ.પૂ.જ્યોતિબેન, પૂ.ઈન્દુબેન અને સંતબહેનો પ્રત્યે તેઓ ખૂબ અનન્ય ભક્તિભાવથી જોડાયેલા હતા. ઘણીવાર તેઓ બોલતા કે પ.પૂ.જ્યોતિબેન અને પૂ.ઈન્દુબેન સાથે મને ભાવ થયો અને બંને મને મૂકીને ધામમાં જતાં રહ્યાં. ખૂબ આનંદી તેમનો સ્વભાવ હતો.
ઘણા સમયથી નાદુરસ્ત તબિયત હોવા છતાં તેમના આત્મબળને કારણે તેમના શૂરવીર સ્વભાવમાં અને આનંદી મિજાજમાં કોઈ ફેર પડ્યો ન હતો. છેલ્લા સમયમાં તેઓ પ.પૂ.જ્યોતિબેનના ખૂબ નજીકથી આશીર્વાદ અને પ્રસાદી ધબ્બો પામેલા. આવા દિવ્ય ગૌરવભાઈને કોટિ નમન !
શ્રી સ્વામિનારાયણ ભગવાન અને ગુરૂહરિ પપ્પાજીના ચરણે તેમનું ચૈતન્ય અખંડ રહે તેવી પ્રાર્થના અને હ્રદય વંદના.
(૪) તા.૮/૮/૧૮ વાર્ષિક મહાપૂજા
તા.૮/૮/૧૯૬૪ના દિને તારદેવની ધરતી પર ગુરૂહરિ પપ્પાજીએ એક નવા આધ્યાત્મિક ક્રાંતિકારી કાર્યનો પ્રારંભ કર્યો. તે શું તો ? હજુ વિદ્યાનગર જ્યોત નહોતી થઈ ! બહેનોને ભગવાન ભજાવવાની શરૂઆત તારદેવની ધરતી પર થયેલ જે ઈતિહાસની આપ સર્વને જાણ છે જ તેમ માની આજના દિવસની સ્મૃતિની તારદેવ મંદિરની વાત જાણીએ.
આજે ગુરૂહરિ પપ્પાજીએ નિષ્કામ ભાવની મહાપૂજા પ્રત્યક્ષ ધામ, ધામી, મુક્તોની મહાપૂજા પ.પૂ.હંસાદીદી પાસે શરૂ કરાવી હતી. અગાઉ ગોંડલ વગેરે મંદિરોમાં મહાપૂજા બધે થતી તે આલોકની માગણી માટેની હતી. એનાથી વિશેષ નિષ્કામભાવની આલોક ને પરલોકની, આત્માના સુખે સુખીયા સંબંધવાળા મુક્તો થાય ! તેવી પ્રાર્થના ધૂન્ય મહાપૂજામાં કરવી. એવી નિષ્કામભાવની મહાપૂજાની શરૂઆત ૮/૮/૧૯૬૪ના દિને થઈ. તેને આજે ૫૪ વર્ષ પૂરાં થયાં. દર તા.૮મી ઑગષ્ટે જ્યોતમાં સમૂહમાં મોટી મહાપૂજા થાય છે. તેમાં આખા સમાજના અલ્પ સંબંધવાળાની નામાવલિનું વાંચન શ્રી ઠાકોરજી સમક્ષ થાય છે. બહેનો પપ્પાજી હૉલમાં મહાપૂજા કરે છે અને ભાઈઓ જ્યોત મંદિરમાં મહાપૂજા કરે છે. અને હવે તો જ્યોત શાખામાં ઠેર ઠેર આ દિવસે જ્યોતના વ્રતધારી સંત બહેનો અને ગુણાતીત પ્રકાશના વ્રતધારી ભાઈઓ મહાપૂજા કરે છે. તે મુજબ આજે પણ મહાપૂજા થઈ હતી. મહાપૂજા બાદ પ.પૂ.દીદીના આશીર્વાદ લીધા હતા.
નિષ્કામ ભાવની મહાપૂજાની પ્રાર્થના પૂ.પન્નબેન દવેએ આપણા સહુ વતી ગુરૂહરિ ચરણે ધરી હતી.
નિ – નિષ્કામ મહાપૂજાને પ્રારંભ થયાને આજ વિત્યાં ૫૪ વર્ષ
ષ્કા – નિષ્કામ ભક્તિ સર્વ ચૈતન્યોને બળ પમાડે.
મ – મહાપૂજામાં આપ ક્યાં છો ? ને તેનું દર્શન કરાવ્યું શંખ રૂપે
ભા – ભાવભર્યા હૈયે નિત વહે આર્તહ્રદયની પ્રાર્થના
વ – વણ રોક્યે વહે અમૃતસાગરની હેલી
નિ – નિજ હસ્તકે લખી નામાવલી ગુરૂહરિ પપ્પાજીએ
મ – મનોરથ પૂરે સહુ ભક્તોના હિતાર્થે
હા – હાસ્ય રહે મુખે ને હાશ રહે હૈયે
પૂ – પૂર્વના એ પુણ્યે પ્રભુ મળ્યા, પ્રભુના ભક્તો મળ્યા.
જા – જાણે અજાણે કંઈ થઈ ભૂલ તેને ક્ષમા કરજો.
આજના મહાપૂજા સ્મૃતિદિને સુરતનાં મહિલા મંડળનાં બહેનોએ પૂ.મીનાબેનના સાંનિધ્યે ગુણાતીત ધામ ખાતે એક સરખા ડ્રેસમાં ખૂબ ભક્તિભાવપૂર્વક ધૂન, ભજન, પ્રાર્થના સાથે મહાપૂજા કરી હતી. ઠાકોરજીને અન્નકૂટ પણ અર્પણ કર્યો.
{gallery}images_in_articles//newsletter/2018/Aug/08-08-18 VARSHIK MAHAPOOJA{/gallery}
(૫) તા.૧૨/૮/૧૮ પ.પૂ.સોનાબાનો ૧૧૩મો પ્રાગટ્યદિન
પ.પૂ.સોનાબાના ૧૧૩મા પ્રાગટ્યદિનની ઉજવણી જ્યોત પપ્પાજી હૉલમાં બહેનો-ભાઈઓની સંયુક્ત સભામાં ખૂબ ભવ્ય રીતે થઈ હતી.
બા નું પૃથ્વી પરનું અવતરણ જ પ્રભુ ભક્તિ કાજ,
૯ વર્ષની ઉંમરે તો શાસ્ત્રીજી મહારાજની જીવમાં નિષ્ઠા થઈ,
૯૦ વર્ષ સુધી ભક્તિનું તર્પણ ને પ્રત્યક્ષને સર્વસ્વનું સમર્પણ,
શાસ્ત્રીજી મહારાજની રૂચિમાં ભળી ધનથી સેવા કરી.
યોગીજી મહારાજની મરજીમાં ભળી તનથી સેવા કરી.
પ.પૂ.કાકાશ્રીની અનુવૃત્તિમાં ભળી મનથી સેવા કરી.
ગુરૂહરિ પપ્પાજીની પ્રસન્નતાર્થે વર્તી આત્માથી સેવા કરી.
સમગ્ર ગુણાતીત સમાજની જનની બની સહુને પ્રેમે પોષી જતન કર્યું.
ને આપણને વહાલા મોંઘેરાં જ્યોતિ-તારાની ભેટ આપી.
એવા સૌનાં બા સોનાબાના ૧૧૩મા પર્વે કોટિ કોટિ વંદન હો ! પાયલાગણ હો !
‘સોનાબા અમરપદ પામ્યા બા, વહાલી બા તું અમર છે…’
આ સમૈયાનાં લાઈવ દર્શન આપ સહુએ વેબ સાઈટ ઉપર કર્યાં જ હશે. તેથી અહીં વિરમું છું.
{gallery}images_in_articles//newsletter/2018/Aug/12-08-18 P.P.SONAVA 113 BIRTHDAY CELEBRATION{/gallery}
સુરતમાં પ.પૂ.બાના ૧૧૩મા પ્રાગટ્યપર્વની ઉજવણી
પ.પૂ.સોનાબા નો ૧૧૩મો પ્રાગટ્યદિન ૧૦૦ થી વધુ મુક્તોએ (ભાઈઓ) ખૂબ માહાત્મ્યસભરતાથી ઉજવ્યો.
સભા દરમ્યાન “વંદન અમારાં તુજને હે બા…” અને પૂ.પિયૂષભાઈના ભાવવાહી કંઠે “પ્રેમભીના માં તારાં લોચનીયાં…” ભજન સાથે બાની સ્મૃતિએ સૌનાં હૈયાં ભીંજાઈ ગયાં.
પ.પૂ.બાને હાર અર્પણ અને બાના પુસ્તકોમાંથી પ્રસંગોના વાંચને સહુ માહાત્મ્યમાં તરબોળ થયા.
ગુરૂહરિ પપ્પાજી અને પ.પૂ.બાના ધ્વનિ મુદ્રિત આશીર્વાદ સુણી સહુએ ધન્યતા અનુભવી.
પૂ.વિરેનભાઈ અને પૂ.પિયૂષભાઈએ પ.પૂ.બાની સ્મૃતિઓ, ઐશ્વર્ય-સામર્થી અને દાસત્વભક્તિની વાતોથી સૌને જાણે પ.પૂ.બાના પ્રત્યક્ષ દિવ્ય દર્શન કરાવી દીધાં.
સર્વોપરી પ્રાપ્તિની ધન્યતાનો પ્રસાદ લઈ સહુ વિદાય થયા.
{gallery}images_in_articles//newsletter/2018/Aug/12-08-18 P.P.SONABA 112 PRAGTYADIN SURAT MANDAL{/gallery}
લંડનમાં પ.પૂ.જ્યોતિબેનના અસ્થિ પુષ્પ વિસર્જન
આજે લંડન જ્યોતનો ઓરીજીનલ સ્થાપના દિન. ૧૯૮૦માં ગુરૂહરિ પપ્પાજીએ લંડનમાં જ્યોતની સ્થાપના કરી. આજના શુભ દિને લંડન જ્યોતના પ્રાંગણમાં પ.પૂ.દેવીબેનના સાંનિધ્યે પ.પૂ.જ્યોતિબેનના અસ્થિપુષ્પ કુંભની પૂજન વિધિ લંડન જ્યોતનાં બહેનો, સમગ્ર લંડનના મહામુક્તોએ મહાપ્રસાદીના સ્થાને કરી.
ત્યારબાદ Windsor River Thames જ્યાં ગુરૂહરિ પપ્પાજી મહારાજ અનેક વાર પધાર્યા છે. તે જ દિવ્ય સ્થાને અસ્થિ વિસર્જન વિધિ દિવ્ય વાતાવરણમાં ભક્તોએ અશ્રુભીની આંખે કરી.
{gallery}images_in_articles//newsletter/2018/Aug/12-08-18 P.P.JYOTIBA ASHTHI PUSPA VISARJAN LONDEN JYOT{/gallery}
રાજકોટ મંડળમાં પ.પૂ.સોનાબાની ૧૧૩મી જન્મજયંતી અને પ.પૂ.જ્યોતિબેનના ૬૩મા સ્વરૂપાનુભૂતિદિનની ઉજવણી
તા.૮/૮/૧૭ના રોજ પ.પૂ.જ્યોતિબેન રાજકોટ મંડળના હરિભક્તોને લઈને મોટી મહાપૂજા કરવા ભાદરા ઉંડ નદી તટે ગયાં હતાં. તેને બરાબર ૧ વર્ષ પૂરું થયું. ને ૧ વર્ષ પછી પ.પૂ.જ્યોતિબેન અસ્થિપુષ્પ રૂપે અહીં પધારશે તેની કલ્પના પણ નહોતી. આ બધી સ્મૃતિ ભેગી કરી તા.૧૨/૮/૧૮ના રોજ રવિવારની સાનૂકૂળતા જોઈ રાજકોટ મંડળના મહંત શ્રી પૂ.વનીબેન ડઢાણિયાએ રાજકોટ મંડળને ભાદરા લઈ જવાનું નક્કી કર્યું. કુલ ૧૩૫ મુક્તો આ ભક્તિના કાર્યક્ર્મમાં પધાર્યા હતા.
સૌ પ્રથમ ભાદરા મંદિરે દર્શન કરી ઉંડ નદી તટે ગયા. ત્યાં પ.પૂ.જ્યોતિબેનના અસ્થિ પુષ્પનો કુંભ પૂ.વનીબેન ડઢાણિયા, પૂ.ઈલાબેન ઠક્કર અને પૂ.ગીતાબા કલોલાએ લીધો. તેમની પાછળ સૌ મુક્તો ધૂનના નાદ સાથે જોડાયા. ઉંડ નદી તટે શ્રી ઠાકોરજી અને ગુરૂહરિ પપ્પાજી સમક્ષ અસ્થિ પુષ્પ કુંભ પધરાવ્યો. અને ત્યાં ભાઈઓ તથા બહેનોએ સૌએ મંત્ર પુષ્પાંજલિ કરી. ત્યારબાદ ભાઈઓએ વારાફરતી અસ્થિપુષ્પ લઈ નદી પાસે ગયા. ત્યાં પૂ.જયંતિભાઈ કલોલા અને પૂ.નટુભાઈ ડઢાણીયાએ ‘જ્યોતિબેન અમર રહો..’ ના નાદ સાથે અશ્રુભીની આંખે અને ભાવભીના હૈયે પ.પૂ.જ્યોતિબેનના અસ્થિનું વિસર્જન કર્યું.
ત્યારબાદ ત્યાંજ પ.પૂ.સોનાબાના ૧૧૩મા પ્રાગટ્ય પર્વની સભા કરી. આવાહ્નન શ્ર્લોક, પ.પૂ.બાનો શ્ર્લોક ગાન બાદ હાર અર્પણ વિધિ થઈ.
પૂ.વનીબેન ડઢાણીયાએ બા ના માહાત્મ્યગાનમાં લાભ આપ્યો. પ.પૂ.બા અને ગુરૂહરિ પપ્પાજીના ધ્વનિ મુદ્રિત આશીર્વાદ લીધા. પ.પૂ.જ્યોતિબેનના માહાત્મ્યગાનમાં પૂ.ઈલાબેન ઠક્કરે લાભ આપ્યો. કલ્પુબેન રૂપારેલે પ.પૂ.બા અને પ.પૂ.જ્યોતિબેનના માહાત્મ્યગાનમાં લાભ આપ્યો.
સભા, મહાપ્રસાદ અને સેવા બાદ સહુ મુક્તોએ નદીમાં નાહીને બ્રહ્માનંદ કર્યો હતો. ગુરૂહરિ પપ્પાજી મહારાજ અને સહુ સ્વરૂપોની કૃપા અને આશીર્વાદ અમારા ઉપર વરસતા રહે તેવી આશિષ યાચના આ મુક્તોએ કરી હતી.
{gallery}images_in_articles//newsletter/2018/Aug/120818 P.PSONABA P.P.JYOTIBA PRAGTYADIN UJAVNI SABHA RAJKOT MANDAL{/gallery}
(૬) તા.૧૨/૮/૧૮ શ્રાવણ સુદ-૧
આજથી શ્રાવણ માસનો પ્રારંભ થયો. શ્રાવણ માસ એટલે ભક્તિ માસ તરીકે ઓળખાય છે. આ મહિનામાં ભક્તિનો મહિમા વિશેષ હોય છે. જ્યોતમાં દર વર્ષે શ્રાવણ મહિનામાં પારાયણ થાય છે. એ રીતે સાંજે ૫.૩૦ થી ૭.૦૦ જ્યોત પપ્પાજી હૉલમાં વચનામૃત, સ્વામિની વાતુ, અનુપમ ભાગ ૫,૬,૭,૮ અને ભક્ત કલ્પતરૂનું વાંચન થાય છે. બહેનો અને ગૃહસ્થ બહેનો પારાયણનો લાભ લે છે.
(૭) તા.૧૩/૮/૧૮
બાકી રહેલ ડીપાર્ટમેન્ટના મુક્તોએ નવા હીંડોળા બનાવ્યા હતા. તેની સ્મૃતિ દર્શન માણીએ.
– વિદ્યાનગરના ભાભી મંડળનામુક્તોએ દેશી ચલણને સુશોભિત આકારમાં ગોઠવી ખૂબ સરસ રીતે હીંડોળો સજાવ્યો છે. પ્રભુએ કૃપાનો કુંભ ઢોળ્યો છે ને ઢોળતા જ રહે એવી પ્રાર્થના ને ભાવનાને હીંડોળામાં પ્રેમથી સજાવી છે.
– પ્રકાશન અને સ્મૃતિ મંદિરનીટુકડીના બહેનોએ ગુણાતીત જ્ઞાનના સંદેશા પ્રસારતી પત્રિકાઓ અને આછા પાતળા સંબંધવાળા મુક્તોને પહોંચતી રક્ષા છે અને સ્મૃતિ મંદિરમાં ગુરૂહરિ પપ્પાજીનું આસન મયૂરાસનનું છે એ મીઠા ટહુકા કરતું પ્રતીક સ્મૃતિમય કરી રહ્યું છે. “I am always with you” ગુરૂહરિના આ વચનને પણ તેઓએ હીંડોળામાં દર્શાવ્યું છે.
– કોઠાર વિભાગનામુક્તોએ મંદિરના પ્રત્યક્ષ સ્વરૂપો અને મહાપૂજાના પવિત્ર દ્રવ્યો શ્રીફળ, માળા, શંખરાજ, દીપ, કુંભ, સ્વસ્તિક વગેરેને અનાજ મૂકીને શણગાર્યા છે. તોરણો રંગેલી મગફળીના કર્યા છે.
– વિડીયો અને ઑડિયો વિભાગના મુક્તો દ્વારા તેમના ડીપાર્ટમેન્ટમાં વપરાતી વસ્તુ જેવી કે, માઈક, સ્પીકર, વાયર વગેરે દ્વારા ખૂબ સુંદર સજાવટ કરી છે. ગુણાતીત જ્યોત દ્વારા બહાર પાડવામાં આવેલી DVD પણ દર્શાવી છે.
– ગુણાતીત જ્યોતની મ્યુઝીક પાર્ટીજે ‘પરમ સૂર વૃંદ’ તરીકે ઓળખાય છે. અને બ્રહ્મવિહારની ટુકડીનાં બહેનોએ સંગીતના સાધનોને ખૂબ કલાત્મક રીતે ગોઠવી બાગના પુષ્પોની સજાવટ કરી ભજનપંક્તિઓની સ્મૃતિ લખી સ્મૃતિ સભર હીંડોળા કર્યા છે.
– સફાઈ વિભાગનાં બહેનોએ ડીશ, ચમચી, ટીસ્યુ પેપર, ફૉક, પેપર ગ્લાસ વગેરેને ખૂબ સુંદર રીતે ડેકોરેટ કરી આકર્ષક હીંડોળો બનાવ્યો છે.
આ નવા હીંડોળા થયા તે નિમિત્તે સાંજે ૫ થી ૭ પપ્પાજી હૉલમાં પ.પૂ.દીદી અને પ.પૂ.જશુબેન અને સ્વરૂપોના સાંનિધ્યે સભા તથા આરતી કરી હતી. સ્વરૂપોએ આ ડીપાર્ટેમેન્ટના મુક્તોને ધન્યવાદ આપી ખૂબ રાજીપો દર્શાવ્યો હતો. વિડીયો વિભાગના મુક્તોએ ગુરૂહરિ પપ્પાજીની હીંડોળાની સ્મૃતિનું એક નાનકડું સ્મૃતિ દર્શન પણ વિડીયો દ્વારા કરાવ્યું હતું.
{gallery}images_in_articles//newsletter/2018/Aug/13-08-18 HINDOLA DARSHAN{/gallery}
(૮) તા.૧૫/૮/૧૮ પ.પૂ.જ્યોતિબેનનો ૬૩મો સ્વરૂપાનુભિતિદિન
મહારાજ પોતાનો સમગ્ર સાજ લઈને જ પધાર્યા ! પ.પૂ.જ્યોતિબેનનું પ્રગટીકરણ જ આ ધરાનું તીર્થત્વ છે. જ્યારે પ્રભુએ સંકલ્પ કર્યો ત્યારે જ આ જ્યોતિ પ્રાગટ્ય.
એમને અનુભૂતિ ક્યાંથી હોય ? એ ગંગાની સોના ને સોનાની જ્યોતિને સ્વાતંત્ર્ય દિને અંતરમાં એવી દિવ્ય પળે અનુભૂતિ થઈ ને એ ૮૫ વર્ષની જીવનયાત્રા સમગ્ર સમાજ માટે ચિરંજીવ બની એ દિવ્ય પળને જીવંત રાખી પ્રભુ ગુરૂહરિ પપ્પાજી પ.પૂ.જ્યોતિબેનને પ્રાર્થીએ.
‘મનની વૃત્તિ ને અનુવૃત્તિના પંથ આ છે નિરાળા…
સાચવજે તું દોરજે મુજને, આવે જ્યાં ગૂંચવાડા..”
ભૂલકાંઓની આ હ્રદયભાવના સુણજો.
હે વહાલાં જ્યોતિબેન ! સુરક્ષિત રહે સદા અમ જીવન નૈયા, સાથે છો ને સાથે જ રહેજો.
એવા વહાલાં પ.પૂ.જ્યોતિબેનના ૬૩મા સ્વરૂપાનુભૂતિ દિનની ઉજવણી આજે જ્યોત પપ્પાજી હૉલમાં સવારે ૧૦.૩૦ થી ૧૨.૩૦ બહેનોની સભામાં થઈ હતી.
પ.પૂ.જ્યોતિબેનના અનુભવ દર્શનમાં પૂ.પ્રીતિબેન માવાણી, પૂ.અદિતીબેન ઠક્કર, પૂ.હીતાબેન પનારા, પૂ.ભૂમિબેને લાભ આપ્યો હતો.
પ.પૂ.દીદીએ આશીર્વાદ આપ્યા હતા. ગુરૂહરિ પપ્પાજી અને પ.પૂ.જ્યોતિબેનના ધ્વનિમુદ્રિત આશીર્વાદ લઈ સભાની પૂર્ણાહુતિ કરી હતી.
આમ, ઘણા ઉત્સવો લઈને આવેલું આ પખવાડીયું ભક્તિસભર પસાર થયું હતું. અત્રે સર્વે સ્વરૂપોની તબિયત સરસ છે. અત્રેના સર્વે સ્વરૂપો મુક્તો વતી આપ સર્વને અંતરના ભાવભર્યા જય સ્વામિનારાયણ ! રાજી રહેશો.
એ જ જ્યોત સેવક P.71 ના પ્રણામ સહ જય સ્વામિનારાયણ !