01 to 15 Aug 2019 – Newsletter

સ્વામિશ્રીજી

 

ગુરૂહરિ પપ્પાજીની જય

 

વચનામૃત દ્વિશતાબ્દી પર્વની જય

 

ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો !

 

જય સ્વામિનારાયણ !

 

અહીં આપણે તા.૧ થી ૧૫ ઑગષ્ટ દરમ્યાન જ્યોત પ્રાંગણમાં તથા જ્યોત શાખા મંદિરોમાં ઉજવાયેલ સમૈયા ઉત્સવની સ્મૃતિ માણીશું.

 

(૧) તા.૧/૮/૧૯

 

આજે વરસાદને લીધે બહેનો પપ્પાજી તીર્થ પર ધૂન, ભજન, પ્રદક્ષિણા માટે ગયાં ન હતાં. પરંતુ બ્રહ્મવિહારની અક્ષરડેરીએ અને

 

ગુણાતીત તીર્થ ધામે પ્રદક્ષિણા કરી ભક્તિ અદા કરી હતી. 

 

આજની કીર્તન આરાધના પણ ભાઈઓએ પ્રભુકૃપામાં અને બહેનોએ જ્યોત પપ્પાજી હૉલમાં કરી હતી. 

 

(૨) તા.૨/૮/૧૯ શ્રાવણ સુદ બીજ

 

આજે તિથિ પ્રમાણે બ્રહ્મસ્વરૂપ પ.પૂ.સોનાબા અને પ.પૂ.દીદીનો પ્રાગટ્યદિન તે નિમિત્તે સવારે ૧૦.૩૦ થી ૧૨.૦૦ જ્યોત પપ્પાજી હૉલમાં બહેનોએ સભા કરી હતી. સભામાં પૂ.ડૉ.વિણાબેને પ.પૂ.સોનાબાનું માહાત્મ્યગાન કરતાં કહ્યું કે, બા કહેતાં કે, પપ્પાજીને પ્રાગટ્ય હોય જ નહીં. એમનું પ્રાગટ્ય આપણા માટે જ થયું. હું તો અખંડ તેમને જ સંભાર્યા કરું છું. સોનાબા એવાં શ્રેષ્ઠ ભક્ત હતા. એવા સોનાબા આપણને મળ્યા.

 

ગુણાતીત સમાજની સ્થાપનામાં પ.પૂ.સોનાબાનો અમૂલ્ય ફાળો છે.  એમની ભગવાન પ્રત્યેની અનન્ય નિષ્ઠા, અને ભગવાન પ્રત્યેનો અનન્ય પ્રેમ એમના જીવનમાં જોવા મળે છે. સોનાબા એટલે પ્રેમનો-કરૂણાનો સાગર. બા એટલે બા. આપણે આત્મારૂપે, અક્ષરરૂપે કેવી રીતે રહેવાય એ આપણને શીખવાડ્યું. અને ભગવાનના દાસ થઈને કેવી રીતે રહેવાય એ શીખવ્યું. 

 

એવી રીતે પ.પૂ.દીદીએ પોતે પપ્પાજીને યથાર્થ ઓળખ્યા અને આપણને ઓળખાવ્યા. એવા ગુરૂહરિ પપ્પાજીનો જોગ આપણને મળ્યો. દીદી જેવી પતિવ્રતાની ભક્તિ કરીએ અને સોનાબાની જેમ સંબંધવાળાની સુહ્રદભાવની સેવા કરી લઈએ એ જ પ્રાર્થના. 

 

ત્યારબાદ પૂ.ડૉ.નિલમબેને પ.પૂ.દીદીનું માહાત્મ્યગાન કરતાં કહ્યું કે, પ.પૂ.સોનાબા હતાં તો આ બહેનોનું કાર્ય શરૂ થયું. જ્યોતિબેન-તારાબેન સોનાબાની કૂખે જન્મ્યાં અને ભગવાન ભજવાનું નક્કી કર્યું. સોનાબાને પોતાનો વારસો જ્યોતિબેન-તારાબેન-દીદી અને દેવીબેનને આપ્યો. ૧૯૬૬થી પ.પૂ.દીદીએ જ્યોતનું ટાઈમ ટેબલ બનાવ્યું.

 

અત્યારે જે સવારે ૪.૪૫વાગ્યે જીવનમંત્ર વાગે છે. સવારે સંઘધ્યાનની સભા કરીએ છીએ. તેના મૂળમાં દીદી છે. ગુરૂહરિ પપ્પાજીનાં પ્રવચનો, લેખ એની બુક બનાવી. બધાને સમજ પડે, ઉપયોગી થાય એવું કર્યું છે. પ્રત્યક્ષના બળનો અનુભવ પોતે કર્યો અને બધાને કરાવ્યો. ગુરૂહરિ પપ્પાજીમાં અખંડ વૃત્તિ રાખી, એમને સંભાર્યા કરી, પ્રાર્થના કર્યા કરવી. એવું કરવાનું બળ મળે એ જ પ્રાર્થના. 

અંતમાં ગુરૂહરિ પપ્પાજીના ધ્વનિ મુદ્રિત આશીર્વાદ લઈ આજની સભાની પૂર્ણાહુતિ કરી હતી. 

 

(૩) તા.૪/૮/૧૯ બ્રહ્મસ્વરૂપ પ.પૂ.સોનાબાના ૧૧૪મા પ્રાગટ્યદિનની ઉજવણી

 

આજે બ્રહ્મ સ્વરૂપ પ.પૂ.સોનાબાના ૧૧૪મા પ્રાગટ્યદિનની ઉજવણી સવારે ૯.૩૦ થી ૧૨.૦૦ જ્યોત પપ્પાજી હૉલમાં બહેનો ભાઈઓની સંયુક્ત સભામાં કરી હતી. વરસાદને લીધે બહુધા મુક્તો આજે પધારી શક્યા નહતા, પણ આધુનિક ટેકનોલોજી દ્વારા યુટ્યુબ પર લાઈવ દર્શન કરી સમૈયાનો આનંદ માણ્યો હતો.

 

આજે પ્રભુકૃપામાં પ.પૂ.દીદીની આજ્ઞાથી સાચા ફૂલનો હીંડોળો બનાવ્યો હતો. પ.પૂ.બા નો પ્રાગટ્યદિન તિથિ પ્રમાણે શ્રાવણ સુદ બીજ છે. એટલે હીંડોળામાં બીજનો ચાંદ બનાવ્યો હતો અને ‘બા અમર રહો’ એવું લખાણ લખ્યું હતું. 

 

આ સમૈયાનાં વિશેષ દર્શન આપે વેબ સાઈટ પર માણ્યાં હશે. તેથી અહીં વિરમું છું.

 

રાજકોટ જ્યોત શાખા મંડળના મુક્તોએ પણ પૂ.વનીબેન ડઢાણીયાના સાંનિધ્યે પ.પૂ.સોનાબાના પ્રાગટ્યદિનની ઉજવણી કરી હતી. 

 

{gallery}images_in_articles//newsletter/2019/Aug/04-08-19 p.p.sonaba shakshatkar din{/gallery} 

 

(૪) તા.૭/૮/૧૯ ‘પરમ પ્રકાશ’ મંદિરનો પાટોત્સવ

 

આજે પરમ પ્રકાશ ભાઈઓના નિવાસ સ્થાનમાં જે મંદિર છે તેનો આઠમો પાટોત્સવ. આજના દિવસે પૂ.દિલીપભાઈ ભોજાણીને વંદન સહ જય સ્વામિનારાયણ કે જેમણે સાધક ભાઈઓ માટે ‘પરમ પ્રકાશ’ મકાન બનાવી આપ્યું અને સાધકોને ભજન-ભક્તિ-પ્રાર્થના કરવાની સુગમતા કરી આપી. વ્રતધારી ભાઈઓ અહીં પધારી સેવા સમાગમનો લાભ લે છે. 

 

આ મંદિરની મૂર્તિઓ પૂ.માયાબેને ખૂબ જ ભક્તિભાવથી તૈયાર કરાવી હતી. જ્યારે મંદિરમાં સહુ પ્રથમ સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ પધરાવી ત્યારે ભગવાનને બેસવાનું સ્થાન જે કાચનું બનાવ્યું છે. તેમાં તિરાડ થઈ ગઈ, જે આજે પણ જોઈ શકાય છે. અને ભગવાન સાક્ષાત્ પધારી ગયા તેવો અનુભવ સહુને થયો હતો. 

 

અહીં જે કોઈ વ્રતધારી સાધક ભાઈઓ, હરિભક્તો પધારી ખરા દિલથી પ્રાર્થના કરે છે. તેની પ્રાર્થના-મનોરથ ભગવાન સ્વીકારે છે અને પૂર્ણ કરે છે. 

 

આજે ભાઈઓએ શ્રી ઠાકોરજી મહારાજના પ્રત્યક્ષ સ્વરૂપના શ્રી ચરણોમાં અને સદ્દગુરૂ સ્વરૂપોના ચરણોમાં પ્રાર્થના ધરી કે, આપ અહીં પ્રત્યક્ષ રહી અમારી પ્રગતિ કરાવી એકાંતિક ધર્મ સિધ્ધ કરાવજો.

 

(૫) તા.૮/૮/૧૯ વાર્ષિક મહાપૂજા સ્મૃતિદિન

 

તા.૮/૮/૬૪ના પવિત્ર દિને તારદેવની તીર્થ ભૂમિ પર પ્રત્યક્ષ ધામ, ધામી, મુક્તોની મહાપૂજા ગુરૂહરિ પપ્પાજીએ પ.પૂ.દીદી પાસે શરૂ કરાવી. તેને આજે ૫૫ વર્ષ પૂરાં થાય છે. આજે ૫૬મી મહાપૂજા દિને જ્યોત પપ્પાજી હૉલમાં શ્રી ઠાકોરજી, ગુરૂહરિ પપ્પાજી, પ.પૂ.દીદી, પ.પૂ.જશુબેન અને સદ્દગુરૂ સ્વરૂપોના સાંનિધ્યે થઈ.

 

આજની આ વાર્ષિક મહાપૂજામાં નવી સોપારી, શ્રીફળ પધરાવી તેની પૂજા થાય છે. જ્યોત શાખાના બહેનો અને ગુણાતીત પ્રકાશના સંત ભાઈઓ વર્ષ દરમ્યાન જે જે મહાપૂજા કરે છે. તેની સોપારી રૂપ જૂના ઠાકોરજી બદલાય છે. અને નવી સોપારી શ્રી ઠાકોરજીનું આહવાન થાય છે. આજની મહાપૂજામાં બધા જ મુક્તોના નામ શ્રી ઠાકોરજી સમક્ષ રજૂ થાય છે. તે શું ? તો જે જે મુક્તોના ઘરે રાખડી જાય છે તે સર્વે નિષ્ઠાવાળા તથા અલ્પ સંબંધવાળાનાં નામ આજે મહાપૂજામાં બોલાય છે. મહાપૂજામાં બેઠેલા બહેનોને મુક્તોના નામની ફાઈલ આપવામાં આવે છે. તેઓ મનોમન પ્રભુ સમક્ષ નિષ્કામભાવે મહાપૂજામાં પ્રાર્થના કરી નામ બોલે છે. આમ, આજે આપ સર્વને યાદ કરી મહાપૂજા થઈ હતી.

 

મહાપૂજા બાદ પ.પૂ.દીદી અને પ.પૂ.જશુબેનના આશીર્વાદ લીધા. 

અંતમાં ગુરૂહરિ પપ્પાજીએ ધ્વનિ મુદ્રિત આશીર્વાદ આપતાં કહ્યું કે, આજે ખૂબ ખૂબ આનંદનો દિવસ છે. ૮મી ઑગષ્ટ ૧૯૬૪માં તારદેવ ધામે નિષ્કામ ભાવની મહાપૂજા શરૂ થઈ. બધા મહાપૂજા કરાવે છે. આવા ભગવાન મળ્યા છે. તો ભગવદીનો પ્રસંગ-એકાંતિકનો પ્રસંગ કરી લઈએ. ભગવાનની વાસના રાખીએ. નીરવ રહી એના થઈને જીવીએ. વચનામૃત પ્રેક્ટીકલ શાસ્ત્ર છે.

 

આપણે અખંડ વૃત્તિ ભગવાનમાં રાખીએ. એના માટે ભગવદીનો પ્રસંગ કરીએ છીએ. ભગવદીનો પ્રસંગ કરવા માટે બળ જોઈએ. એ બળ મળે માટે નિષ્કામ મહાપૂજા શરૂ કરી. મોટેરા બધા સદ્દગુરૂ મહાપૂજા કરે છે. આકાશમાં સૂર્યની પૂજા કરીએ એનાથી કંઇ પ્રાપ્તિ થતી નથી. પરંતુ પ્રત્યક્ષ ધામ, ધામી, મુક્તો માટે નિષ્કામ મહાપૂજા કરીએ એ ભગવાન સાંભળે છે. નિર્દોષ ધ્ધિ ર્દઢ થઈ જાય અને સુખ, શાંતિ આનંદભર્યા માર્ગે આગળ જાય. આખો ગુણાતીત સમાજ સુખે સુખે આગળ જાય એને માટે 

મહાપૂજા કરીએ છીએ. બધા મોટેરાં જેવું સુખ ભોગવતા થઈ જાય એ જ પ્રાર્થના ને 

 

આશીર્વાદ. 

ભાઈઓએ જ્યોત મંદિરમાં વાર્ષિક મોટી મહાપૂજા કરી હતી. 

{gallery}images_in_articles//newsletter/2019/Aug/08-08-19 JYOT MANDIR MAHAPOOJA BHAIO{/gallery}

ગુણાતીત જ્યોતના આ ઐતિહાસિક સુવર્ણ સ્મૃતિદિનની ઉજવણી શાખા મંદિરોએ પણ ભવ્ય અને દિવ્ય રીતે કરી ભક્તિ અદા કરી હતી. 

{gallery}images_in_articles//newsletter/2019/Aug/08-08-19 JYOT MAHAPOOJA{/gallery}

 

– લંડન જ્યોત શાખા મંદિરના મુક્તોએ પ.પૂ.દેવીબેન અને પૂ.નીમુબેન સાકરિયાના સાંનિધ્યે મહાપૂજા કરી હતી.

{gallery}images_in_articles//newsletter/2019/Aug/08-08-19 LONDEN JYOT MAHAPOOJA{/gallery}

 

– સુરત જ્યોત શાખા મંદિરના મુક્તોએ પૂ.મીનાબેન દોશીના સાંનિધ્યે મહાપૂજા કરી હતી. 

{gallery}images_in_articles//newsletter/2019/Aug/08-08-19 SURAT MANDAL MAHAPOOJA{/gallery}

 

– રાજકોટ જ્યોત શાખા મંદિરના મુક્તોએ પૂ.વનીબેન ડઢાણિયાના સાંનિધ્યે મહાપૂજા કરી હતી.

{gallery}images_in_articles//newsletter/2019/Aug/04-08-19 RAJKOT MANDAL SABHA{/gallery}

 

– માણાવદર જ્યોત શાખા મંદિરના મુક્તોએ પૂ.ભારતીબેન રતનપરા અને બહેનોના સાંનિધ્યે મહાપૂજા કરી હતી.

{gallery}images_in_articles//newsletter/2019/Aug/08-08-19 MANAVADAR MANDAL MAHAPOOJA{/gallery}

 

– અમદાવાદ જ્યોત શાખા મંદિરના મુક્તોએ પૂ.દયાબેનના સાંનિધ્યે મહાપૂજા અને સભા કરી હતી. 

{gallery}images_in_articles//newsletter/2019/Aug/08-08-19 AHMEDABAD MANDAL MAHAPOOJA{/gallery}

 

(૬) તા.૧૪/૮/૧૯

 

આજે સવારે ૧૦.૩૦ થી ૧૨.૦૦ જ્યોત પપ્પાજી હૉલમાં પ.પૂ.તારાબેનના ૯૦મા પ્રાગટ્યપર્વની પ્રતીક સભામાં પ.પૂ.પદુબેનના ગ્રુપના બહેનોએ લાભ આપ્યો હતો. સભામાં પ.પૂ.તારાબેનનું ભજન ગવાયું. ત્યારબાદ “અવિભક્ત આત્મ દર્શન” પુસ્તકમાંથી વાંચન કર્યું. અને પૂ.આભાબેન, પૂ.શારદાબેન માવદીયા, પૂ.નીમુબેન ચપલા, પૂ.લાભુબેન પટેલે અનુભવ દર્શન અને માહાત્મ્યગાનમાં લાભ આપ્યો હતો. અંતમાં ગુરૂહરિ પપ્પાજીના ધ્વનિ મુદ્રિત આશીર્વાદ લઈ સભાની પૂર્ણાહુતિ કરી હતી. 

 

આ પખવાડીયાની છેલ્લી તારીખ એટલે ૧૫મી ઑગષ્ટ આપણા વહાલાં જ્યોતિબેનનો સ્વરૂપાનુભૂતિદિન. આ વખતે રક્ષાબંધન પણ આ જ દિવસે હતી. આજના આ શુભ પર્વે આપણા સહુ વતી પૂ.પન્નાબેન દવેએ ગુરૂહરિ પપ્પાજી અને પ.પૂ.જ્યોતિબેનના ચરણે પ્રાર્થના ધરી…

 

જ્યોતિબેન એટલે પૂર્વના જ પ્રભુના જ સાજ સાથે પધાર્યા. બાળપણથી જ વીરસદ મંદિરમાં જાય ને બધાં કહે, તમે ભગવાન ભજવાના?  એવાં ભક્તિ પ્રધાન. એને જન્મ શું ? અને અનુભૂતિ શું ? ઉત્સાહ ને ઉત્સવ પ્રેમી, ને પ્રભુએ નિમિત્ત બનાવી અણમૂલી

 

તારીખ ને તિથિ

 

સ્વાતંત્ર્યદિને સ્વાતંત્ર્યદેવીને નિષ્ઠા અવિચલ કરાવી. એવી શૂર ને વીર મૂર્તિ જ્યોતિ કહો ? 

 

જ્યોતિબેન કહો ? જ્યોતિબા કહો ? કોઈ ફરક નહીં, ક્યાંય બંધન નહીં. એને શું હોય

 

આવન-જાવન ! સહુના હૈયે એવા બિરાજમાન એવા પ્રભુના પૈગામીને લાખ લાખ વંદન હો!

 

આ શુભ રક્ષા પર્વે સહુની રક્ષા કરજો. હે પ્રભુ સ્વરૂપો ! આજ પ્રાર્થજો ને આશિષ અર્પજો. રક્ષા મળી કે ન મળી ! સહુની રક્ષા સદાય કરજો. 

 

પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. જ્યોત પપ્પાજી હૉલમાં સાંએ ૪.૩૦ થી ૫.૩૦ પારાયણ થાય છે. શ્ર્લોક, ૧૫ મિનિટ ધૂન ત્યારબાદ ‘વચનામૃત’ અને ‘પરમ અમૃત’ પુસ્તકમાંથી વાંચન થાય છે. 

 

આમ, આખું પખવાડીયું ભક્તિ સભર પસાર થયું હતું. અત્રે સર્વે સ્વરૂપોની તબિયત સરસ છે. અત્રેના સર્વે સ્વરૂપો મુક્તો વતી આપ સર્વને અંતરના ભાવભર્યા જય સ્વામિનારાયણ !

એ જ જ્યોત સેવક P.71 ના પ્રણામ સહ જય સ્વામિનારાયણ !