01 to 15 Dec 2015 – Newsletter

                             સ્વામિશ્રીજી                     

 

ગુરૂહરિ પપ્પાજી શતાબ્દી મહાપર્વની જય

 

ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તોજય સ્વામિનારાયણ !

 

આજે અહીં આપણે તા. થી ૧૫ ડીસેમ્બર દરમ્યાન જ્યોતના નવીન સમાચાર, સમૈયા, ભજનભક્તિના કાર્યક્રમની સ્મૃતિ માણીશું.

 DSC 6277

() તા./૧૨/૧૫ મંગળવાર

 

મંગલ પ્રભાતે દર તા.૧લીએ જ્યોતના બહેનો પપ્પાજી તીર્થ પર શાશ્વત ધામે દર્શનપ્રાર્થના, પ્રદક્ષિણા માટે જાય છે તે મુજબ આજે પણ સવારે ગયા હતાં.

દર ૧લીએ સાંજે જ્યોત પ્રાંગણમાં કીર્તન આરાધનાનો કાર્યક્ર્મ સંયુક્ત સભામાં હોય છે. તે મુજબ આજે પણ પ્રથમ બહેનોએ વાજીંત્રો સાથે ભજન ગાયા હતાં. પછી ભાઈઓએ ભજન ગાયા હતાં. આમ, ..૨૦૧૫ના વર્ષની છેલ્લી કીર્તન આરાધના ખૂબ ભક્તિ સભર હૈયે થઈ હતી. ભજનો બાદ .પૂ.દીદીના આશીર્વાદ લીધા હતાં.

 

() તા./૧૨/૧૫ શનિવાર સદ્દગુરૂ સ્વરૂપ .પૂ.જશુબેનનો સ્વરૂપાનુભૂતિદિન

 

પરમ ભાગવત સ્વામી સ્વરૂપ, માહાત્મ્ય સ્વરૂપ .પૂ.જશુબેનના સ્વરૂપાનુભૂતિદિનનો સમૈયો આજે જ્યોતના પંચામૃત હૉલમાં સંયુક્ત સભામાં ઉજવાયો હતો. દેશપરદેશના હરિભક્તોએ આજના સમૈયાનો લાભ લીધો હતો. હમણાં હજુ દિવાળીના તહેવારો અને ગુરૂહરિ પપ્પાજી શતાબ્દીનો સમૈયો કરીને ઘરે ગયા. તરત ફરી આજે સહજ ખેંચાઈને સમૈયો ઉજવવા દોડી આવ્યા. તેનું કારણ .પૂ.જશુબેનનું આધ્યાત્મિક જીવન! લોહ ચુંબક સમાન માહાત્મ્ય સ્વરૂપ .પૂ.જશુબેનનું જીવન.

 

આજના સમૈયાની ઉજવણી ખૂબ ભવ્ય રીતે થઈ હતી. સાક્ષાત્ ગુરૂહરિ પપ્પાજી પધારી ગયા હતા. તેવું સર્વને અનુભવાતુ હતું. વેબ સાઈટ પર વીડિયો દ્વારા આપે આખાય સમૈયાનું દર્શન માણ્યું હશે. તેથી અહીં વિરમુ છું.

{gallery}images_in_articles//newsletter/2015/dec/05-12-15 p.p.jasuben divine day/{/gallery}

 

() /૧૨/૧૫ પૂ.સવિતાબેન પટેલ (બાંધણી) ની ત્રયોદશીની મહાપૂજા

 

પૂ.સવિતાબેન પટેલ (બાંધણીહાલ અમેરિકાતા.૨૫/૧૧/૧૫ દેવદિવાળીના શુભદિને લાંબા સમયની શયન સમાધિ બાદ સુખરૂપ અક્ષરધામ નિવાસી થયાં.

 

પૂ.સવિતાબેનની ત્રયોદશીની મહાપૂજા જ્યોત પંચામૃત હૉલમાં વડીલ સ્વરૂપોના સાંનિધ્યે તા./૧૨/૧૫ ના રોજ સવારે ૧૦.૦૦ થી ૧૨.૦૦ બહેનોની સભામાં પૂ.કલ્પુબેને ભક્તિભાવપૂર્વક મહાપૂજા કરી હતી. અને બહેનોએ પ્રાર્થના સુમનભાવ અર્પણ કર્યા હતાં. વડીલોએ આશીર્વાદ આપ્યા હતાં. જેમાં પૂ.સવિતાબેનના આદર્શ જીવનની ઝાંખી કરાવી હતી. પૂ.સવિતાબેન ગુરૂહરિ પપ્પાજી અને દિવ્ય સ્વરૂપ .પૂ.બેનની નિષ્ઠાવાળા અનન્ય ભક્ત હતાં. તેઓની ત્રણ દીકરીઓ પૂ.શરવિંદાબેન, પૂ.હર્ષિદાબેન, પૂ.ગીરાબેન ગુણાતીત જ્યોતમાં સદ્દગુરૂ સ્વરૂપોના સાંનિધ્યે ભગવાન ભજી રહ્યાં છે. ચોથાં દીકરી પૂ.કિરણબેનપૂ.શનિ અંકલ અને પૂ.જ્યોતિબેન તથા પૂ.રાજેશભાઈપૂ.ઉલુપીભાભી ગૃહસ્થ માર્ગે સમર્પિતભાવે જીવન જીવી રહ્યાં છે. આમ, સંતાનોને સત્સંગનો વારસો આપી ભગવાનને માર્ગે વાળ્યા.

 

પૂ.સવિતામાસી ખૂબ શૂરવીર અને સેવાભાવી હતાં. બેનના વચને બાંધણી ગામથી બસમાં દર એકાદશીએ ગુણાતીત જ્યોતમાં સેવા માટે સવારથી આવે. પોતાની થેલી ખીટીએ લટકાવી બેનનાં દર્શન કરી સીધાં વાસણની ચોકડીમાં બેસી જાય તે છેક સાંજે ઘરે જાય ત્યાં સુધી વાસણસફાઈ કરે. નાની સેવામાં પરમપદ માન્યું. મનમાં સ્મૃતિ અને નામરટણથી ભર્યા રહી સેવામાં ઓતપ્રોત રહેતાં. ગુરૂહરિ પપ્પાજી તેઓનેએકાદશીના નામથી સંબોધતા. આમ, સેવાથી અખૂટ પુણ્યની કમાણી કરી શુધ્ધ ચૈતન્ય આત્મારૂપે વર્ત્યા. ગુરૂહરિ પપ્પાજી અને બેનની અખૂટ પ્રસન્નતા પ્રાપ્ત કરી. ઈગ્લેન્ડ જઈને પણ ગુરૂહરિ પપ્પાજી તથા સ્વરૂપોને મુક્તોની સેવા કરી રાજી કર્યા. ગુરૂહરિ પપ્પાજી અને બેન યુ.કે., અમેરિકા જાય ત્યારે આગળ આગળથી જે તે ઘરે પહોંચી જાય ને ગુરૂહરિ પપ્પાજી અને બેન માટે બધી સગવડ કરી લેતાં ને સેવામાં અડીખમ હાજર રહેતાં. દરેક નાનામોટા ઉત્સવોમાં ભાગ લેતાં. નિયમિત સભામાં ભાગ લેતાં. આવાં સેવાભાવી વચન પાલક ભક્તરાજ સવિતામાસીને કોટી કોટી વંદન.

 

() તા.૨૯/૧૨/૧૫ બાળકો માટે .એન.ટી ચેકઅપ કેમ્પ

 

પપ્પાજી શતાબ્દી ફાઉન્ડેશનના ઉપક્ર્મે શ્રી ગુણાતીત જ્યોત મહિલા ટ્રસ્ટ, વલ્લભ વિદ્યાનગર દ્વારા .એન.ટી ચેકઅપ કેમ્પનું આયોજન વિદ્યાનગર સોનાબા મેડીકલ સેન્ટરમાં કરવામાં આવ્યું હતું.

 

કેમ્પમાં બાળકોની વ્યક્તિગત કાન, નાક અને ગળાની તપાસ આણંદના .એન.ટી સર્જન પૂ.ડૉ.નિમેશભાઈ પંચાલે કરી હતીસાથે પૌષ્ટિક ખોરાક ઉપર સ્વાસ્થ્ય જાગૃતિ શિબિરનું આયોજન પણ કર્યું હતું. જેમાં વિદ્યાનગર પપ્પાજી મલ્ટીથેરાપી સેન્ટરના પૂ.ડૉ.પંકજબેન શાહે બાળકોના ખોરાક માટે જીવનમાં રાખવાની જાગૃતિ ઉપર માર્ગદર્શન આપ્યું હતું. બંને ડૉક્ટરોએ પોતાનો કિંમતી સમય આપીને કેમ્પને સફળતા અપાવી હતી.

{gallery}images_in_articles//newsletter/2015/dec/ent camp photo/{/gallery}

 

() તા./૧૨/૧૫ વિદ્યાનગરમાં પાણી પૂરવઠા યોજનાનું ભૂમિપૂજન

 

વિદ્યાનગર નગરપાલિકાના પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ પટેલ, ઉપપ્રમુખ શ્રી જેતુભાઈ પટેલના નેતૃત્વ હેઠળ નગરમાં અનેક વિકાસકાર્યો થઈ રહ્યા છે.

 

નગરપાલિકા દ્વારા શહેરમાં વોટર સપ્લાય પ્રોજેક્ટની ખાતમુહૂર્ત વિધિ ને ભૂમિપૂજન જુદાં જુદાં ચાર સ્થાન પર ગોઠવાયું હતું. જેમાં ત્રીજુ સ્થાન મહાદેવ મંદિર પાસે અતિથિગૃહના પ્રાંગણમાં નગરપાલિકાના સભ્યો પૂ.સોનલબેન પટેલ, પૂ.મંજુલાબેન માછી, પૂ.રાખીબેન શાહ, પૂ.હંસાબેન પટેલ તથા અન્ય સભ્યોની હાજરીમાં .પૂ.દીદીના હસ્તે ભૂમિપૂજન અને ખાતમુહૂર્તની વિધિ કરવામાં આવી હતી.

{gallery}images_in_articles//newsletter/2015/dec/07 12 15 p.p.didi khatmuhrat photo/{/gallery}

 

() તા./૧૨/૧૫ સદ્દગુરૂ સ્વરૂપ પૂ.ધર્મિષ્ઠાબેન અમીનનો સ્વરૂપાનુભૂતિદિન

 

માણાવદર જ્યોત શાખા મંદિરના મહંત પૂ.ધર્મિષ્ઠાબેન અમીનનો સ્વરૂપાનુભૂતિદિન મહિલા મંડળની સભામાં ખૂબ દિવ્ય રીતે ઉજવાયો હતો. .પૂ.સોનાબા, .પૂ.જ્યોતિબેનના કુટુંબના પૂ.ધર્મિષ્ઠાબેન પણ સર્વદેશી સ્વરૂપ છે. વર્ષોથી માણાવદર જ્યોત શાખામાં સદ્દગુરૂ તરીકે મહિલા મંડળનું જતન કરી રહ્યાં છે. માણાવદર ગોકુળીયું ગામ. બ્ર.સ્વ.યોગીજી મહારાજ અને .પૂ.કાકાજી, ગુરૂહરિ પપ્પાજી, .પૂ.બાના રાજીપાવાળું જૂનું મંડળ કે જ્યાં હાલ ગુણાતીત સમાજના બધા કેન્દ્રોમાં મંડળની સભાઓ થાય છે. તે બધા મંડળના મહિલાઓએ આજે પૂ.ધર્મિષ્ઠાબેનનો સ્વરૂપાનુભૂતિદિન ગુણગાન ગાઈને ઉજવ્યો હતો. અને .પૂ.ધર્મિષ્ઠાબેનના આશીર્વાદ લીધા હતાં. ભક્તિ એકતાનો આનંદ અનુભવ્યો હતો.

 

તારદેવની ધરતી પરના જૂના જોગી પૂ.ધર્મિષ્ઠાબેનનું જીવન ગંગાના નીર જેવું શાંત અને સરળ છે. ભજનભક્તિથી સભર છે. ગુરૂહરિ પપ્પાજી હંમેશા પૂ.ધર્મિષ્ઠાબેન માટે કહેતા, “ધીરજ, ધર્મ અને જ્ઞાન એટલે ધર્મિષ્ઠા.” એવા ધર્મિષ્ઠાબેનના સ્વરૂપાનુભૂતિદિનની વંદના.

{gallery}images_in_articles//newsletter/2015/dec/12 12 15 p.darmisthaben divine day/{/gallery}

 

() તા./૧૨/૧૫ .પૂ.શરદબેન (હરિધામ) બ્રહ્મલીનથયા.

 

હરિધામ ભક્તિ આશ્રમના વરિષ્ઠ સાધ્વી પૂ.શરદબેન આજરોજ બ્રહ્મલીન થયા. ..૧૯૮૪માં જ્યારે હરિધામ .પૂ.હરિપ્રસાદ સ્વામીના આશ્રયે રહી આજીવન ભગવાન ભજવા માટે પ્રથમ ૨૫ બહેનો તૈયાર થયા. તે બહેનોને શ્રી ગુણાતીત જ્યોતમાં .પૂ.બા, .પૂ.બેનના વરદ્દહસ્તે ભગવાન ભજવાનું વ્રત લીધું હતું. તે ૨૫ બહેનોમાંના પ્રથમ ૧૦માં ના પૂ.અરૂણાબેન ઉર્ફે સાધ્વી પૂ.શરદબેન હતાં. ગુણાતીત સમાજના બહેનો પ્રથમ શાખા દિવસે ખુલી હતી. તેઓના અંતિમ દર્શનના કાર્યક્રમમાં તા./૧૨ના સાંજે શ્રધ્ધાંજલી, પ્રાર્થનાપુષ્પો અર્પણ કરવા જ્યોતમાંથી પૂ.શોભનાબેન, પૂ.કમુબા, પૂ.મનીબેન અને બહેનો ગયાં હતાં. ભક્તિ આશ્રમમાં તેઓની અંતિમવિધિ પૂજનપ્રદક્ષિણા હ્રદયભાવોથી મહિલા સમાજ દ્વારા થયાં હતાંપૂ.શરદબેનના જીવન કવન સુણી હ્રદય નમી પડે તેવી હ્રદય સ્પર્શી વાતો થઈ હતી.

 

પ્રગટ બ્ર.સ્વ.હરિપ્રસાદસ્વામીજી પ્રત્યેની ર્દઢ સ્વરૂપનિષ્ઠા રાખીને તેમનાં વચન વિશ્વાસપૂર્વક જીવનપર્યંત પાળ્યા. દરેક સેવામાં નિપુણ. પૂ.સ્વામીજી કોઈપણ નવી સેવાના શ્રીગણેશ તેમના થકી કરાવતા. પૂ.શરદબેને સ્વરૂપલક્ષી રહી, માહાત્મ્યેયુક્ત સેવા ને ભક્તિને જીવન બનાવી એક એક પળને સનાતન કરી. હરિધામ ભક્તિ આશ્રમના સાધક બહેનોના પાયાના સિંચનમાં પૂ.શરદબેનનો ફાળો હતો. આત્મબુધ્ધિ ને પ્રીતિથી, કોઠાસૂઝથી નાનામાં નાની સેવા ઉત્તમ રીતે કરીને સ્વામીજીની સિધ્ધાંતિક પ્રસન્નતા પ્રાપ્ત કરી લીધી. તો ઉભરાટની પ્રથમ શિબિર વખતે સ્વામીજીને તેમનામાં ..મુ.ભગતજીમહારાજની કક્ષાના એંધાણ અનુભવાયા. કેવો રાજીપો.

 

પૂ.શરદબેને ખરા દાસના દાસ બની જીવનરૂપી અંજલી સ્વામીજીના શ્રીચરણે અર્પણ કરી. તેવું વર્તવાનું સૌ સાધકોને બળ મળે ગુરૂહરિ પપ્પાજી, .પૂ.સ્વામીજી અને ગુણાતીત સ્વરૂપોના ચરણે પ્રાર્થના.

 

આખું પખવાડીયું ભજનભક્તિથી ભર્યું ભર્યું પસાર થયું હતું. અત્રે સર્વે સ્વરૂપોની તબિયત સારી છે. બધા મુક્તો મઝામાં છે. અત્રેથી સર્વે સ્વરૂપો મુક્તોના આપ સર્વને ભાવભર્યા જય સ્વામિનારાયણ.

જ્યોત સેવક P.71ના પ્રણામ સહ જય સ્વામિનારાયણ