સ્વામિશ્રીજી
ગુરૂહરિ પપ્પાજી મહારાજની જય
કાકાજી–પપ્પાજી બંધુબેલડી શતાબ્દી મહોત્સવની જય
ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો ! જય સ્વામિનારાયણ !
અહીં આપણે તા. ૧ થી ૧૫ ફેબ્રુઆરી દરમ્યાન જ્યોત પ્રાંગણમાં ઉજવાયેલ સમૈયા ઉત્સવની સ્મૃતિ માણીશું.
(૧) તા.૧/૨/૧૭ બ્ર.સ્વ.શાસ્ત્રીજી મહારાજ જયંતી, શિક્ષાપત્રી જયંતી, વસંતપંચમી
આજે ત્રિવેણી પર્વ નિમિત્તે સવારે ૧૦.૩૦ થી ૧૨.૩૦ જ્યોત પપ્પાજી હૉલમાં સભા થઈ હતી.
ગુરૂહરિ પપ્પાજીના ધ્વનિ મુદ્રિત આશીર્વાદ લીધા હતા. ગુરૂહરિ પપ્પાજીએ આશિષ વહાવતાં કહ્યું કે, શાસ્ત્રીજી મહારાજ, જોગી મહારાજ, નિર્ગુણ સ્વામીએ અપાર ભીડો વેઠ્યો તે આપણા માટે. શ્રીજી મહારાજ કેવા કાઠી, કોળી જોડે રહ્યાં. ગુણાતીતાનંદ સ્વામીએ જેવા છે તેવા યથાર્થ શ્રીજી મહારાજને ઓળખાવ્યા. પછી ભગતજી મહારાજ, જાગા સ્વામી, અદાએ ગુણાતીતને ઓળખાવ્યા. સાધુને ભગવાન જેવા ને જેવા માનીએ. અંતર્યામી ને દિવ્ય છે. મારું બધું જુએ છે ને જાણે છે. વર્તન હશે એટલું જ સુખ આવશે. વર્તન એ જ જ્ઞાન.
આજે શાસ્ત્રીજી મહારાજનો પ્રાગટ્યદિન છે. શાસ્ત્રીજી મહારાજે આપણને અક્ષરપુરૂષોત્તમ ઉપાસના, ગુણાતીત જ્ઞાન ઉગાડ્યું સમજાવ્યું. જગત કરતાં આપણે જુદા છીએ. જે’દિ તે’દિ આ જ્ઞાન પ્રમાણે વર્તીશુ ત્યારે સુખીયા થવાશે. આવો જોગ પાછો ક્યારે આવશે ? આટલા બધા એક ધ્યેયી ભેગા કર્યા છે. કુસંગનો કોઈ પાર નથી. એટલે ધ્યેય તરફ ર્દષ્ટિ રાખીએ. એમાં શું ? એવું ના કહીએ. સંકલ્પ કરીએ કે આ મારી નબળાઈ છે તે મારે મૂકવી છે. કરોડ રૂપિયા આપતાં આ દેહ ના મળે. કરોડ રૂપિયા દેતાં આ જોગ ના મળે. કરોડ રૂપિયા દેતાં આવા સાધુ ના મળે. એક નિયમ લઈએ ને આજે વસંત પંચમી એ રીતે ઉજવીએ.
{gallery}images_in_articles//newsletter/2017/Feb/01-02-17vasant panchmo{/gallery}
ત્યારબાદ સભામાં પ.પૂ.જ્યોતિબેન અને પ.પૂ.દેવીબેનના આશીર્વાદ લીધા હતા.
પ.પૂ.જ્યોતિબેને આશિષ લાભ આપતાં કહ્યું કે શિક્ષાપત્રીનો આજે પ્રાગટ્યદિન. બહુ ભવ્ય દિવસ છે. જે જ્યાં છે ત્યાંથી આગેકૂચ કરીએ. પ.પૂ.દીદીએ એક વખત લંડનથી કાગળ લખ્યો હતો. આપણે જોઈએ તો આપણને ખપમાં ખાડા છે. ભજનમાં ભમરડા છે. વિશ્વાસમાં વાંધા છે. આ બધું ટાળવું કઈ રીતે. આમ, તો આપણે બધા એક એક બ્રહ્માંડ લઈને ઉડી જઈએ એવા છીએ. પણ ભગવાને આપણું બધું ઠોઈ રાખ્યું છે. ભગવાને કેવા સર્વોપરી સ્થાનમાં મૂકી દીધા છે. અહીં આપણે મુક્તોની મૂર્તિ લૂંટવા આવ્યા છીએ. આપણા સ્વને ભૂલવા આવ્યા છીએ. આપણો કિંમતી સમય જતો ના રહે. વીજળીના ઝબકારામાં મોતી પરોવી લઈએ. ગુરૂહરિ પપ્પાજી હાજરાહજૂર છે. આપણા મનને ભગવાનમાં રહેવાનું મંદિર બનાવીએ. એટલે માહાત્મ્યેયુક્ત સેવા, માહાત્મ્યેયુક્ત સમાગમ અને માહાત્મ્યેયુક્ત સ્મૃતિ કરી લઈએ. એવું કરવાનું આપણને ખૂબ ખૂબ બળ મળે એ જ પ્રાર્થના.
ત્યારબાદ પ.પૂ.દીદીએ આશિષ લાભ આપતાં કહ્યું કે, આપણા પપ્પાજીએ આપણને આચાર સંહિતા આપી છે. આપણા વિચાર, વાણી, વર્તન કેવાં હોવા જોઈએ. દિલની સચ્ચાઈપૂર્વક જીવવું છે. જેથી પ્રારબ્ધ ના વીંટાય. આજે નિયમ લઈએ કે રોજનું આચાર સંહિતાનું એક પાનું પૂજામાં વાંચીએ. સાવધાન રહેવું, જોડમાં રહેવું, સવારમાં ઉઠીને ભગવાનને કહી દેવું ભગવાન હું તારી છું, તું મારી રક્ષા કરજે. સાથે રહેજે.
૧લી તારીખ નિમિત્તેની કીર્તન આરાધના રાબેતા મુજબ જ્યોત પપ્પાજી હૉલમાં થઈ હતી. પહેલાં બહેનોએ ભજનો ગાયાં હતાં. અને ત્યારબાદ ભાઈઑએ ભજનની રમઝટ બોલાવી સહુના અંતર–મનને ભક્તિ રસમાં લીન કર્યા હતા. ત્યારબાદ પ.પૂ.દેવીબેનના આશીર્દાન લીધા હતા. ગુરૂહરિ પપ્પાજીએ કેવી કૃપા કરી છે કે દર મહિને કીર્તન આરાધના કરીએ છીએ. કલૌકિર્તનાત્ કળીયુગમાં ભજન ભક્તિ એ ભગવાનને પ્રાપ્ત કરવાનું સાધન છે. આપણે સહેલાઈથી મૂર્તિમાં રહીએ. એવાં ભજનો બનાવ્યાં છે. આજે દોઢ કલાક ભજનો સાંભળીને મૂર્તિમાં રહ્યા અને બ્રહ્માનંદ કર્યો, એવો ને એવો આનંદ કર્યા કરીએ એ જ પ્રાર્થના.
(૨) તા.૨/૨/૧૭
સવારે ૧૦.૩૦ થી ૧૨.૦૦ જ્યોત પપ્પાજી હૉલમાં સભા થઈ હતી. ગુરૂહરિ પપ્પાજીના ધ્વનિ મુદ્રિત આશીર્વાદ લીધા હતા. ત્યારબાદ પૂ.રેખાબેન ખમારે લાભ આપ્યો હતો. તેમાં તેમણે એક ર્દષ્ટાંત કહ્યું હતું તે અહીં જોઈએ.
એક સંત પાસે એક શિષ્ય આવ્યો અને કહે, ગુરૂજી ! મને ભગવાન આપો. ગુરૂ કહે, તારૂં મન ચોખ્ખું કરીને આવ. થોડા દિવસ પછી પાછો ગયો. તો ગુરૂ કહે, તારૂં મન ચોખ્ખું કરીને આવ. શિષ્યને થયું આ ગુરૂ બરાબર નથી. પછી ગુરૂ એ શિષ્યની મીઠાઈની દુકાન હતી ત્યાં ગયા. એ તો ખુશ થઈ ગયો. ગુરૂજી ! તમે આવ્યા ! ચોખ્ખા ઘીની મીઠાઈઓ લઈને ગુરૂ પાસે ગયો. ગુરૂએ છાબડી ધરી તો બહુ ગંદી હતી. એટલે કહે, ગુરૂજી ! આવી ગંદી છાબડીમાં આટલી સરસ મીઠાઈ કેવી રીતે આપું ? ગુરૂજી કહે, તને હું એ જ કહેતો હતો કે, તારું મન અહમથી, બીજા વિચારોથી ભરેલું છે. તેને ચોખ્ખું કર તો ભગવાન મળે.
આપણી સામે આવે તેને ગુરૂહરિ પપ્પાજીના ભાવે જોઈએ અને એની સેવા કરી લઈએ. ગુરૂહરિ પપ્પાજીએ આપણને જેવા હતા તેવા ગ્રહણ કર્યા છે. એ આપણને અહંકાર રહિત કરી ચોખ્ખા કરે છે અને આપણા આત્મામાં બિરાજે છે. તો આપણે એમને પ્રત્યક્ષ જ માનીએ ને આ ગુરૂ સ્વરૂપોમાં એમનું દર્શન કરી રાજી કરી લઈએ એ જ પ્રાર્થના.
(૩) તા.૩/૨/૧૭ પ.પૂ.કાકાશ્રી સાક્ષાત્કાર દિન
પ.પૂ.કાકાશ્રી એટલે નિર્દોષબુધ્ધિના રાજા અને સ્વરૂપનિષ્ઠાનું અદ્દભુત સર્જન. યોગીજી મહારાજને છતરાયા કરી, યથાર્થ માહાત્મ્ય ગાઈ અનેકના જીવમાં પ્રકાશ પાથરી, જપયજ્ઞ અને ગુરૂવચનનો મહિમા સમજાવ્યો. ખૂબ કરૂણામૂર્તિ, સામે આવનાર ગમે તેવો જીવ હોય જોગી સ્વરૂપ માની જતન કરી આપણા સૌની સાધના સરળ બનાવી એવા પ.પૂ.કાકાશ્રીને તેમના સાક્ષાત્કારદિને સો સો સલામ!
આજે તેમના સાક્ષાત્કારદિને જ્યોત પપ્પાજી હૉલમાં સભા થઈ હતી. ગુરૂહરિ પપ્પાજીના ધ્વનિ મુદ્રિત આશીર્દાન લીધા હતા. ત્યારબાદ પ.પૂ.કાકાશ્રીના પણ આશીર્દાન લીધા હતા.
“પહેલેથી જ નમ્રતાપૂર્વક કહું છું કે હું જે બોલું છું તે ખોટું નહીં લગાડતા. આ સભામાં જે બધા આવ્યા છે તે બધા એકાંતિકો છે. વચનામૃત અને સ્વામીની વાતોના આધારેજે વાત કરૂં છું, પ્રત્યક્ષ સ્વરૂપને જેવા માનશો, તેવા તમે થઈ જશો. દુનિયા એ નથી માનવાની જો એ માનતી હોત તો જીસસક્રાઈસને ફાંસીએ ના દેત.
{gallery}images_in_articles/newsletter/2017/Feb/03-02-17 kakashri shakshatkar din{/gallery}
આપણને આ સત્સંગ વારસામાં મળ્યો છે. તમે હલકા થઈ જાવ. ખાલી થઈ જાવ. ખોવાઈ જાવ. ગદ્દ ગદ્દ કંઠે પ્રાર્થના કરો. યોગીજી મહારાજે અનુગ્રહ કર્યો. આ પ્રકૃતિ પુરૂષથી પરની વાતો છે. સાચો ભક્ત જાણપણારૂપ દરવાજે રહે. આજે જ આત્યંતિક કલ્યાણ થઈ શકે છે ? તાકાત છે છલાંગ મારવાની ? પ્રહલાદજીએ છ મહિનામાં ભગવાનને વશ કરી લીધા. આપણને છ કલાકમાં વશ થઈ જાય એવો અત્યારે જોગ છે. ગૃહી ત્યાગીનો મેળ નથી. સદ્દભાવના રાખવામાં શું જાય છે ? કાંઈ ખબર ના પડે તો અહીંયા બધું સરસ છે. એટલું કરશો તોય તમારું કલ્યાણ થશે.”
૩જી ફેબ્રુઆરી ગુણાતીત સમાજનો સ્થાપનાદિન જેને નૂતનવર્ષ તરીકે ગુરૂહરિ પપ્પાજીએ બિરદાવ્યો છે. આ ભવ્ય દિને અક્ષરધામ મંદિર પવઈમાં મૂર્તિઓનો ૧૭મો પાટોત્સવ બ્રાહ્મમૂહૂર્તે પૂ.દિનકરભાઈ, પૂ.ભરતભાઈ, પૂ.ઈલેશભાઈ અને ભાઈઓના શુભહસ્તે સંપન્ન થયો. સાંજે પ.પૂ.કાકાજીના ૬૫મા સાક્ષાત્કારદિનની દિવ્ય સભા થઈ. તેમાં સૌ હરિભક્તો સાથે પૂ.સુરેશભાઈ ગાંધી અને ગુણાતીત જ્યોતમાંથી પૂ.શોભનાબેન અને પૂ.ડૉ.નીલમબેન, પૂ.ભારતીબેન સંઘવી અને બહેનો પધાર્યા હતા. ગુરૂહરિ કાકાજીના સાક્ષાત્કાર સમયની સ્મૃતિ તાજી કરી. અને તેમના જીવનકવનનું મહિમાગાન થયું. સૌએ વર્તનથી અંજલી આપવાનો સંકલ્પ કર્યો કે ૨૦૧૮માં સાંકરદા મંદિરનું નૂતનીકરણ કરીને ભવ્ય મૂર્તિ પધરાવવામાં આખોય સમાજ સંપ, સુહ્રદભાવ અને એકતા રાખીને ભળે અને તન, મન, ધનથી સાથ આપે.
(૪) તા.૪/૨/૧૭ શ્રીગોપાળાનંદ સ્વામી
શ્રી ગોપાળાનંદ સ્વામી એટલે સાધુતાની અજોડ મૂર્તિ, અતિ ઐશ્વર્યવાન, નિષ્કામ ભક્તિ, વાસના અને સ્વભાવ ટાળવાની વાતુનું ભાથું આપ્યું. એમાંની એક વાત ‘સ્વભાવ ટાળવા સારું મોટા પુરૂષ વચન કહે તેને હિતકારી માનીને તે પ્રમાણે વર્તવું પણ આંટી ન બાંધવી.’ આ વાત આપણા વર્તનમાં સાકાર થાય તેવી આજના શુભદિને તેમના ચરણોમાં પ્રાર્થના.
(૫) તા.૧૨/૨/૧૭ પ.પૂ.અક્ષરવિહારી સ્વામીજીનો ૮૨મો પ્રાગટ્ય દિન
પ.પૂ.અક્ષરવિહારી સ્વામીજીનો ૮૨મો પ્રાગટ્યદિન તા.૧૫/૨/૧૭ના રોજ છે. પરંતુ આજે રવિવારે ભક્ત સમુદાય લાભ લઈ શકે તેથી આજે સવારે ૯.૩૦ થી ૧૨.૩૦ સાંકરદા મુકામે જ્યોતના સામેના ટેકરીવાળા મેદાનમાં ઉજવ્યો હતો.
ગુણાતીત સમાજમાંથી સંતો, સંતભાઈઓ, સંત બહેનો અને હરિભક્તો પધાર્યા હતા. વિદ્યાનગરથી પ.પૂ.જ્યોતિબેન, પ.પૂ.દીદી, સદ્દગુરૂ સ્વરૂપો, બહેનો અને ગુણાતીત પ્રકાશના ભાઈઓ અને હરિભક્તો મળી સ્વામીજીના ૮૨મા પ્રાગટ્યદિનની સ્મૃતિ સહ ૮૨ની સંખ્યામાં પધાર્યા હતા.
આ ઉત્સવ ઉજવણીના પ્રારંભમાં સુશોભિત રથમાં ઠાકોરજી, ગુરૂહરિ પપ્પાજી, ગુરૂહરિ કાકાજીની મૂર્તિ લઈને મુખ્ય સારથી તરીકે પ.પૂ.અક્ષરવિહારી સ્વામીજી બિરાજ્યા હતા. તે રથને ગુણાતીત સમાજના દરેક કેન્દ્રના પ્રતિનિધિ મુક્તો સારથી બનીને સભા મંડપમાં લઈને આવ્યા. સુંદર સુશોભિત મંચ ઉપર ગુણાતીત સ્વરૂપો બિરાજ્યા.
આવાહન, ભજન અને પુષ્પાર્પણ પછી આ ઉત્સવની ઉજવણીમાં બધા કેન્દ્રના મુક્તો એકાકાર થઈ બંધુબેલડીનો ઉત્સવ ૨૦૧૮માં ઉજવીએ તે માટેની સિધ્ધાંતિક વાતો થઈ. અને શરૂઆતમાં ભીડાભક્તિ અને જે પરિસ્થિતિ હતી તેની પ્રસંગો સાથે ઐતિહાસિક વાતો થઈ.
{gallery}images_in_articles/newsletter/2017/Feb/12-02-17 aksharvihari swami pragtyautsav{/gallery}
સુશોભિત મંચ પર પ.પૂ.અક્ષરવિહારી સ્વામીજી, પ.પૂ.સાહેબજી, પ.પૂ.દિનકરભાઈ, પૂ.ભરતભાઈ તથા પૂ.પ્રેમસ્વરૂપ સ્વામી, પૂ.શાસ્ત્રી સ્વામી, પૂ.વિજ્ઞાન સ્વામી, પૂ.ઈલેશભાઈ, પૂ.વશીભાઈ વગેરે બિરાજમાન હતા. પૂ.પુરૂષોત્તમભાઈ (કોઠારી સ્વામીની) નાદુરસ્ત તબિયતને કારણે થોડા દિવસ પહેલાં પ.પૂ.હરિપ્રસાદ સ્વામીજીએ હરિધામમાં પૂ.પ્રેમસ્વરૂપ સ્વામીજીની નિમણુંક કોઠારી પદે કરી હતી. એ મુજબ આજની સભામાં પૂ.પ્રેમસ્વરૂપ સ્વામીજીનું બહુમાન તેઓને હાર પહેરાવીને કર્યું હતું. અને દીર્ધાયુ નિરામય સ્વાસ્થ્ય સાથે આવી સેવા ભક્તિ કર્યા કરે તેવી પ્રાર્થના સહુએ મનોમન કરી હતી.
કાકાજી–પપ્પાજીના સંકલ્પ અને આદેશ અનુસાર તૈયાર થયેલું સાંકરદા મંદિર ગુણાતીત સમાજનું પહેલું મંદિર છે. તેને પાડીને નવું શિખરબધ્ધ મંદિર કરવાનું આયોજન કર્યું છે. તેનું ગુણાતીત સ્વરૂપોએ દીપ પ્રગટાવી મંગલાચરણ કર્યું.
ગુરૂહરિ કાકાજી–ગુરૂહરિ પપ્પાજી બંધુબેલડી શતાબ્દી મહોત્સવ નિમિત્તે આ સાંકરદાની પ્રસાદીની ધરતી પર ગુણાતીત સમાજના કેન્દ્રો સંપ, સુહ્રદભાવ અને એકતાથી બનાવવાનો સંકલ્પ તા.૩/૨ના પવઈની ધરતી પર પૂ.દિનકરભાઈ, પૂ.ઘનશ્યામભાઈ, પૂ.ભરતભાઈ, પૂ.વશીભાઈ અને ભાઈઓએ રજૂ કર્યો. તેની વિગતે માહિતી આજની સભામાં આપી હતી. પ.પૂ.સ્વામીજી, પ.પૂ.સાહેબજી, પ.પૂ.દિનકરભાઈ અને મંચસ્થ સહુ સ્વરૂપોએ પણ એ સંકલ્પ ઉપર ખૂબ માહાત્મ્યના ભાવે ભળી આશીર્વાદ આપ્યા હતા. સહુનાય હૈયામાં હોંશ જાગે તેવો માહોલ આજની સભાનો હતો.
આપણે સહુ જાણીએ છીએ તેમ આ સાંકરદાની ધરતી મહારાજના વખતની પ્રસાદીની એવી ધરતી છે કે અહીં શ્રીજી મહારાજ ૨૦૦ પરમહંસો સાથે તથા બંને ગાદીના આચાર્ય સાથે રાત્રિ રોકાણ કર્યું હતું. અને એ જગ્યાએ ૧૯૬૭માં પ્રથમ મંદિર ગુણાતીત સમાજનું અહીં બાંધ્યુ હતું. અને પ.પૂ.કાકાજી, પ.પૂ.પપ્પાજી, પ.પૂ.બા, પ.પૂ.હરિપ્રસાદસ્વામીજી, પ.પૂ.અક્ષરવિહારી સ્વામીજી, પ.પૂ.ગુરૂજી, પ.પૂ.સાહેબ અને અખિલ ગુણાતીત સમાજના સંતો ગુણાતીત જ્યોતના પ્રથમ ૫૧ બહેનો અને હરિભક્તોની સંનિધિમાં આ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા થઈ હતી. તે પ્રસાદીની મૂર્તિનું ઉથાપન આ નવું મંદિર બાંધવાનું હોવાથી મૂર્તિઓનું ઉથાપન કરવાનું થશે તેથી તે ઠાકોરજી સમક્ષ આજે સાથે મહાપૂજા કરીને ઠાકોરજીની અનુમતિ લેવાનો કાર્યક્ર્મ હતો. ગુણાતીત સમાજના બધાં જ કેન્દ્રોમાંથી મુખ્ય મુખ્ય સ્વરૂપો અને ઓછી સંખ્યામાં મુક્તોએ હાજર રહેવાનું હતું. તેમાં ત્યારે પ.પૂ.ગુરૂજી પણ દિલ્હીથી પધારી ગયા હતા. અને ખૂબ ભક્તિભાવે મહાપૂજા કરીને ઠાકોરજીની રજા માંગી હતી. એ પછી તે મૂર્તિઓ અને મંદિરના સંતો–ભક્તોનું અને પ.પૂ.સ્વામીજીનું નિવાસ સ્થાન સાંકરદા જ્યોતના હૉલ અને બિલ્ડીંગમાં ટેમ્પરરી રાખેલ છે. તે પહેલાં જ્યોતનાં બહેનો ટેકરીવાળા એપાર્ટમેન્ટમાં નિવાસ કરશે, વગેરે નક્કી કરેલ સુવિધા મુજબની કાર્યવાહી પછીથી શરૂ થશે. ઉપર મંદિર, નીચે હૉલ, મંદિરની પાછળ સંતો–ભક્તોના નિવાસ વગેરે. પવઈ મંદિરના જેવું બાંધકામ અંદાજે થશે. ૨૦૧૮ના ડીસે. સુધીમાં તે કાર્ય પૂર્ણ થશે. અને ડીસેમ્બરના એન્ડમાં અખિલ ગુણાતીત સમાજનો સંયુક્ત કાકાજી–પપ્પાજીની શતાબ્દીનો ફાઈનલ સમૈયો અહીં ઉજવાશે. તે વખતે આ મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા થશે અને બીજું કે કાકાજી–પપ્પાજીના જીવનના આધ્યાત્મિક પ્રસંગોનું સનાતન પ્રદર્શન કરવાનો પણ સંકલ્પ છે. તે પ્રદર્શનની તૈયારી આ દોઢ વર્ષ દરમ્યાન પેપરવર્કથી થશે. અને તે સ્મૃતિ મંદિર બાંધવાનું કામ આજે જે જગ્યાએ સભા થઈ તે ટેકરીવાળા પ્લોટમાં થવાનું હોઈ સમૈયા વખતે તેનું ખાતમુર્હુત થશે. અને તે પછી સ્મૃતિ મંદિરની બાંધકામની કાર્યવાહી થશે. અને તે દરમ્યાન ધનની સેવા પણ એકત્રિત કરવાની થશે.
આ એક અદ્દભૂત કાર્ય છે. સંકલ્પ છે. ગુણાતીત સમાજની એકતાનું સંયુક્ત મંદિર બની રહેશે. મધ્ય ગુજરાતમાં કાકાજી, પપ્પાજી, શ્રી ઠાકોરજી સહિત અહીં બિરાજમાન થાય તેવું અનોખું મંદિર અને સ્મૃતિ મંદિર કાકાજી–પપ્પાજીનું બની રહેશે. કાકાજી–પપ્પાજીનો સંકલ્પ સંપ, સુહ્રદભાવ, એકતાનો છે. સર્વદેશીયતા તેઓને અતિપ્રિય હતી. આવા તેઓના હ્રદય ઉદ્દગારોનું સાકાર સ્વરૂપ મંદિર બનવાની વાત એ સામાન્ય નથી. સિધ્ધાંતિક રીતે શતાબ્દીની ઉજવણીના મંડાણ થયા. કાકાજી–પપ્પાજી–યોગીજી અને ગુણાતીત સહિત મહારાજ અહીં આજથી હાજરાહજૂર થયા. તેનાં મંડાણ આજે તેમના પુત્રના ૮રમા પ્રાગટ્યદિને થયા. તે આનંદમાં વિરમું છું.
આમ, શાસ્ત્રીજી મહારાજ જયંતી, ગોપાળાનંદ સ્વામી જયંતી, શિક્ષાપત્રી જયંતી, પ.પૂ.કાકાશ્રી સાક્ષાત્કારદિન, પ.પૂ.તારાબેન સ્વરૂપાનુભૂતિદિન જેવા ઉત્સવો લઈને આવેલું આ પખવાડીયું ભક્તિસભર પસાર થયું હતું. અત્રે સર્વે સ્વરૂપોની તબિયત સરસ છે. અત્રેના સર્વે સ્વરૂપો મુક્તો વતી આપ સર્વને ઘણા કરીને જય સ્વામિનારાયણ.
એ જ જ્યોત સેવક P.71ના પ્રણામ સહ જય સ્વામિનારાયણ