01 to 15 Jan 2017 – Newsletter

સ્વામિશ્રીજી

 

ગુરૂહરિ પપ્પાજી મહારાજની જય

 

ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વ્હાલા અક્ષરમુક્તો

 

નૂતન વર્ષ ૨૦૧૭ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે આપ સર્વને અંતરના ભાવભર્યા જય સ્વામિનારાયણ !

 

અહીં આપણે તા. થી ૧૫ જાન્યુઆરી દરમ્યાન જ્યોત પ્રાંગણમાં ઉજવાયેલ સમૈયા ઉત્સવની સ્મૃતિ માણીશું.

 

() તા.//૧૭

 

 

આજે નૂતનવર્ષ ૨૦૧૭. સવારે ૧૦.૦૦ થી ૧૨.૦૦ પપ્પાજી હૉલમાં સભા થઈ હતી. તેમાં .પૂ.દીદીના આશીર્વાદ લીધા હતાં. .પૂ.દીદીએ આશીર્વાદ વહાવતાં કહ્યું કે, અહોહો ! પપ્પાજી મળ્યા. એમણે આપણને સ્વીકાર્યા. કેવા રહ્યાં ને કેવા થઈ ગયા.

GKP 8888

 

આપણે ૨૪ કલાક પપ્પાજીમય રહેવાનો વફાદારી પૂર્વક પ્રયત્ન કરીએ છીએ. આપણે ને આપણો ભગવાન બે છીએ. જ્યાં જાવ ત્યાં ગુરૂહરિ પપ્પાજી તમારી સાથે છે. આપણે મને કરીને એમની નજીક રહીએ. સ્મૃતિથી, વચનથી, સેવાથી એમની સાથે રહીએ. સ્મૃતિ, સેવા, સમાગમ રાખીએ. કથાવાર્તા સમાગમ છે. અહીં આવો, શબ્દો પકડો અને જીવવા માંડો.

ગુરૂહરિ પપ્પાજી આપણો ઓક્સિજન છે. જે કાંઈ બને એમાં એમનો સહારો લઈએ. પોતાનું ભજન કરીએ. એવા અનુભવ કરીએ.

પ્રભુ તું પાસે હો કે દૂર, મારું સાંભળે જરૂર, પ્રભુ તું અહીંનો અહીં હાજરાહજૂર…”

 

 

આમ, ખૂબ સરસ આશીર્વાદ નવા વર્ષના .પૂ.દીદીએ આપ્યા હતાં.

ગુરૂહરિ પપ્પાજીના સ્વધામગમનને ૧૦ વર્ષ થયા. પરંતુ ગુરૂહરિ પપ્પાજી આપણી પ્રાર્થના સાંભળી પ્રત્યક્ષરૂપે કાર્ય કરી રહ્યાં છે. તેવા અનુભવ કહેવાની બહેનોની વારી રાખી હતી. તેમાં પૂ.મયૂરીબેન પારેખ અને પૂ.પન્નાબેન વિસાણીએ લાભ આપ્યો હતો. અને તેમના અનુભવની ખૂબ સરસ વાતો કરી હતી.

દર ૧લી તારીખે બહેનો પપ્પાજી તીર્થ પર જાય છે તેમ આજે પણ સાંજે .૦૦ થી .૦૦ ધૂન, ભજન, પ્રદક્ષિણા કરવા માટે ગયા હતાં. અને પોતાના પ્રાર્થના ભાવ ગુરૂહરિના ચરણે ધર્યા હતાં.

{gallery}images_in_articles//newsletter/2017/Jan/D-1-1-17 Kirtan Aaradhana{/gallery}

 

 

સાંજે .૦૦ થી ૧૦.૦૦ ૧લી તારીખ નિમિત્તેની કીર્તન આરાધના પપ્પાજી હૉલમાં ખૂબ દિવ્ય રીતે થઈ હતી.  સહુ પ્રથમ બહેનોએ ભજન ગાયા હતાં. ત્યારબાદ ભાઈઓએ ભજનની રમઝટ બોલાવી સહુને ભક્તિ રસમાં તરબોળ કર્યા હતાં.

ગુરૂહરિ પપ્પાજીના ધ્વનિ મુદ્રિત આશીર્વાદ લીધા હતાં. ત્યારબાદ .પૂ.દીદી, .પૂ.જશુબેનના આશીર્વાદ લઈ સભાની પૂર્ણાહુતિ કરી હતી.

 

() તા.૧૨//૧૭પોષીપૂનમ

 

 

આજે મૂળ અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીનો દીક્ષાદિન. ગુરૂહરિ પપ્પાજી દિવસને સાધકો માટે નવું વર્ષ કહેતાં.

ગુરૂહરિ પપ્પાજીએ ગુણાતીત પ્રકાશના ભાઈઓને ગણવેશ અને બેજ અર્પણ કર્યા અને ગુણાતીત સમાજની નવી પાંખ ખોલી આજનો શુભ દિવસ.

પોષી પૂનમ નિમિત્તે સવારે ૧૦.૩૦ થી ૧૨.૦૦ પપ્પાજી હૉલમાં સભા થઈ હતી. જ્યોતના પૂર્ણિમા ગ્રુપના બહેનોનો આજે વ્રતધારણ દિન. .પૂ.દીદીએ આજે સભામાં પૂર્ણિમા ગ્રુપના બહેનોની વારી લીધી. બહેનોએ ગુરૂહરિ પપ્પાજી અને સદ્દગુરૂ સ્વરૂપોની કૃપા ર્દષ્ટિથી જોગમાં આવ્યા ને સાધનામાં જે અનુભવો કર્યા. ગુરૂહરિ પપ્પાજીને પ્રાર્થનાથી ઉપાયભૂત કર્યા એની વાતો કરી. ગુરૂહરિ પપ્પાજીએ એમની શિબિર સભાઓ કરી જે માર્ગદર્શન આપ્યું. લાભ આપ્યો. તે બધી સ્મૃતિની વાતો થઈ. પ્રસંગે પ્રભુને કર્તાહર્તા માની ભજનો આશરો લઈને જીવ્યા. તેવા અનુભવની વાતો કરી.

.પૂ.દીદી અને .પૂ.દેવીબેનના આશીર્વાદ લઈને સભાની પૂર્ણાહુતિ કરી હતી.

 

() તા.૧૪//૧૭ ઉત્તરાયણ

 

 

ઉત્તરાણના પર્વને ગુરૂહરિ પપ્પાજી ઝોળી પર્વ પણ કહેતાં. ઉત્તરાયણને દિવસે સંતો ઝોળી માંગવા નીકળે તો તમે દરેક મારી ઝોળીમાંતમને અક્ષરધામની સમાધિમાં રહેવા દે. લીલા માનવામાં જે કાંઈ આડ કરતું હોય સ્વભાવ કહો કે પ્રકૃતિ કહો આપી દેજો.’

તા.૧૪//૮૬એ ગુરૂહરિ પપ્પાજીએ ઉત્તરાયણ પર્વ વિશે લેખ લખ્યો છે. તે જોઈએ.

 

 

સ્વામિશ્રીજી

ગુણાતીત સમાજની જય

મુક્તાક્ષર પુરૂષોત્તમની જય

હે મહારાજ ! હે સ્વામી ! હે પ્રત્યક્ષ ગુણાતીત સ્વરૂપો !

આજે ઉત્તરાયણની ઝોળીમાં સંબંધવાળા જે જે અર્પે તે કદીય પાછું લેવાનું તેમને મન થાય તેવું સૌને બળ આપજો.

આજે અખંડ મહારાજની લીલા માનવામાં આડ આવે છે તે માન્યતા, ગ્રંથિ, સ્વભાવ, આળસ, પ્રમાદ પ્રભુ ! તમને ઝોળીમાં અર્પીએ છીએ.

સદાય જાગ્રતતા રહે ને નિરંતર નિર્દોષભાવ, દિવ્યભાવ, સંપ, સુહ્રદભાવની મૂર્તિમાં લય રહેવામાં જે આળસ ને પ્રમાદનો અમારો હેવા છે તે આપ ગ્રહણ કરી લ્યો. જે અર્પ્યુ તે પાછું કદીયે માગીએ નહીં તેવું બળ આપજો.

હે ગુરૂહરિ પપ્પાજી ! હે સર્વે સ્વરૂપો આવું વર્તવાનું અમને ખૂબ ખૂબ બળ આપજો.

 

() તા.૧૪//૧૭ પૂ.મહેન્દ્રભાઈ ગાંધી અક્ષરધામ નિવાસી થયા.

 

 

યોગીજી મહારાજની કૃપાર્દષ્ટિ પામેલા અને ગુરૂહરિ પપ્પાજીગુરૂહરિ કાકાજી અને .પૂ.સોનાબાના યુગકાર્યના સહ્રદયી જૂના જોગી એવા મહામુક્તરાજ પૂ.મહેન્દ્રભાઈ ગાંધી ૯૩ વર્ષની વયે આજના મંગલ પર્વે મંગલ પ્રભાતે સવારે .૩૦ વાગ્યે અક્ષરધામ સિધાવ્યા.

ગુરૂહરિ પપ્પાજી ઉત્તરાયણ પર્વને પવિત્ર દિવસ કહેતા. આવા પુણ્યશાળી આત્માને અક્ષરધામ લઈ જવા માટે આજનો શુભ દિવસ પ્રભુએ પસંદ કર્યો.

{gallery}images_in_articles//newsletter/2017/Jan/D-14-1-17 P.mahendrabhai gandhi akashardham gaman{/gallery}

 

 

મુંબઈ તારદેવમાં બહેનોને ભગવાન ભજવાની શરૂઆત યોગીબાપાની આજ્ઞાથી ગુરૂહરિ પપ્પાજીગુરૂહરિ કાકાજીએ કરી. તે કાર્યમાં પૂ.મહેન્દ્રભાઈ ગાંધી શરૂઆતથી ભળ્યા. તે દિવસ સુધી. આમ, આખી જિંદગીની પળેપળ સમર્પિતભાવે વિતાવી છે. તેવા પૂ.મહેન્દ્રભાઈનું જીવન અદ્દભૂત હતું. સ્વામિની વાતમાં છે ને કે, “ભગવાન પોતાનું અક્ષરધામ પાર્ષદ અને સમગ્ર ઐશ્ર્વર્ય લઈને પૃથ્વી પર પધારે છે.” એમાં આવા ગૃહસ્થ મુક્તોનો પણ સમાવેશ થાય છે. જૈન કુટુંબમાં જન્મેલ અને જૈન પરિવારમાં ઉછરેલા ચુસ્ત જૈન ધર્મ પાળનારા પૂ.મહેન્દ્રભાઈનો આત્મા પૂર્વનો હશે. તેથી યોગીબાપાનો યોગ થતાં. ગુરૂહરિ કાકાજીગુરૂહરિ પપ્પાજી અને .પૂ.બાનો જોગ મળતાં સાપ જેમ કાંચળી ઉતારે જગતના ધર્મની, જૂની માન્યતામાંથી પ્રત્યક્ષની નિર્દોષબુધ્ધિના સંસ્કાર જોતજોતામાં પડી ગયા. અને ભગતજી માર્ગે ગૃહસ્થ માર્ગે આગળ વધ્યા. સત્સંગના કપરા સમયમાં ગુરૂહરિ પપ્પાજીને સાથ આપ્યો. ગુરૂહરિ પપ્પાજીનું સ્વરૂપ ઓળખી સમર્પિત થઈ ગયા.

 

 

યોગીજી મહારાજે ગુરૂહરિ પપ્પાજીને નાના ભાઈ તરીકેની પૂ.મહેન્દ્રભાઈની સોંપણી કરી. આપણે જાણીએ છીએ કે ગુરૂહરિ પપ્પાજી કોઈપણ જવાબદારી ખૂબ સીન્સિયર રહી નિભાવે. તેમાંય યોગી વચન આવ્યું તેમાં કહેવાનુ શું હોય ?

પૂ.મહેન્દ્રભાઈ પોતાના સંતાનોને સાધુ થવાના સંસ્કાર આપ્યા. તારદેવના જોગમાં મૂક્યા. તેમાં પત્ની પૂ.વસુબેનનો પણ ખૂબ સાથ. બે પડારીયો સત્સંગ ઘરમાં હતો.

તેમના ચાર સંતાનો સાધુ સ્વરૂપ છે. પૂ.શોભનાબેન, પૂ.મીનાબેન ગુણાતીત જ્યોતમાં ભગવાન ભજે ભજાવે છે. તેમજ પૂ.અશ્વિનભાઈ અનુપમ મિશનમાં અને પૂ.સુરેશભાઈ ગુણાતીત પ્રકાશના વ્રતધારી વડીલ સંત તરીકે ભગવાન ભજે ભજાવે છે.

 

 

પૂ.કિશોરભાઈએ ગૃહસ્થ માર્ગે બહેનોની ખૂબ સેવા કરી છે. પૌત્ર પૂ.પાર્થ અને પૌત્રી પૂ.ધરા પણ જ્યોતના જોગમાં રહી ગૃહસ્થ માર્ગે સત્સંગનો વંશ પૂ.મહેન્દ્રભાઈનો રાખ્યો છે. તે પૂ.મહેન્દ્રદાદાની પ્રાર્થનાનું ફળ છે.

પૂ.વસુબા અને પૂ.મહેન્દ્રભાઈ નિવૃત્તિ જીવનમાં છેલ્લા ૧૦ વર્ષથી વિદ્યાનગર આવી રહ્યાં હતા. પૂ.મહેન્દ્રભાઈ ભક્તિનું સ્વરૂપ શરૂઆતના વર્ષોમાં ૮૫ વર્ષની વયે પણ ઘરેથી ચાલતા મહાપૂજામાં લાભ લેવા આવતા. અને ચાલત જતાં. યુવાનને શરમાવે તેવું તેમનું જીવન હતું. મિતભાષી છતાંય બ્રહ્માનંદનુ સ્મિત તેઓના મુખારવિંદ પર રહેતું. દાસત્વભાવેનમ્રભાવે સહુ મુક્તો સાથે વ્યવહાર કરતા. ગૃહસ્થ સાધુ એવા પૂ.મહેન્દ્રદાદા ટૂંકા ગાળાની બિમારી પછી આજના મંગલદિને અક્ષરધામ સિધાવ્યા. તેમની અંતિમવિધિ પ્રભુકૃપાના પ્રાંગણમાં રાખી હતી.

 

 

અનુપમ મિશનના સંતભાઈઓ હરિભક્તો તથા ગુણાતીત પ્રકાશના ભાઈઓ, ગુણાતીત સૌરભના ભાઈ ભાભીઓ મોગરી અમદાવાદ, વડોદરા, કંથારીયા, વિદ્યાનગર, આણંદથી પૂજન પ્રદક્ષિણાનો લાભ લીધો હતો. જ્યોતના બહેનોને પણ પ્રદક્ષિણા પુષ્પાર્પણ લાભ લીધો હતો. આખું વાતાવરણ દિવ્ય દિવ્ય લાગતું હતું.

તે દિવસે સાંજે .૦૦ થી .૦૦ પપ્પાજી હૉલમાં પ્રાર્થના સભા રાખી હતી. જેમાં .પૂ..દીદી, પૂ.શોભનાબેન, પૂ.વિરેનભાઈ, પૂ.મનોજભાઈ સોની, પૂ.રતિભાઈ (અનુપમ મિશન) વગેરે તેમના આદર્શ જીવનને બિરદાવી પ્રાર્થના કરી હતી.

 

() તા.૧૫//૧૭ બ્રહ્મ રમતોત્સવ

 

 

ગુરૂહરિ પપ્પાજીએ આનંદબ્રહ્મ કમિટીની બહેનોને આજ્ઞા કરી હતી કે દર વર્ષે ઉત્તરાયણ પર્વે બ્રહ્મ રમતોત્સવનું આયોજન કરવું અને બહેનોને બ્રહ્માનંદ કરાવવો. ગુરૂહરિ પપ્પાજીની આજ્ઞા અનુસાર ૧૫મી તારીખે સવારે .૦૦ થી .૦૦ પપ્પાજી તીર્થ પર વિવિધ ટીમ ગેમ રમાડીને બહેનોને આનંદ કરાવ્યો હતો.

સાંજે .૩૦ થી .૦૦ પંચામૃત હૉલમાં વિવિધ વ્યક્તિગત રમતો રમાડી હતી. દરેક રમત ગુરૂહરિ પપ્પાજીએ આપેલા વચનની સ્મૃતિ સાથેની હતી. બહેનોએ તેમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. રમતમાં જીતે તેને સદ્દગુરૂ સ્વરૂપના હસ્તે પ્રસાદ પણ આપ્યો હતો. સદ્દગુરૂ સ્વરૂપો અને બહેનો પણ રમતગમત નિહાળવા પધાર્યા હતાં અને રમનાર બહેનોના ઉત્સાહને વધાર્યો હતો.

{gallery}images_in_articles//newsletter/2017/Jan/D-15-1-17 Bhram ramatotsav{/gallery}

 

ગુરૂહરિ પપ્પાજી પણ દિવ્યદેહે બિરાજમાન હતાં. બહેનોને આનંદ કરતાં જોઈ તેઓ પણ રાજી થતાં હતાં.

દર વર્ષે બહેનો ફ્રી રહી આનંદબ્રહ્મ કરી શકે તે માટે સુરત મંડળના ભાભીઓ સેવા માટે આવે છે તેમ વર્ષે પણ આવ્યા હતા. બંને દિવસ સેવા કરી બહેનોને ફ્રી રાખ્યા હતાં. ધન્યવાદ આવા માહાત્મ્યનું સિંચન કરનાર સુરત મંડળના મહંત શ્રી પૂ.મીનાબેન દોશીને,  અને સેવા કરનાર ભાભીઓને અનંત ધન્યવાદ સાથે અમારા અંતરના ભાવભર્યા જય સ્વામિનારાયણ.

ગુરૂહરિ પપ્પાજીનો અંતરતમ સિધ્ધાંત સંપ, સુહ્રદભાવ, એકતા રાખો.’ નવા વર્ષે તેમના વચનને આપણા વર્તનમાં સાકાર કરીએ તેવી પ્રાર્થના ગુરૂહરિના ચરણે ધરી હતી.

 

 

સં  ગુરૂહરિ પપ્પાજી શતાબ્દી મહાપર્વ ૨૦૧૭

ધન્ય હો ધન્ય હો ગુણાતીત સમાજના ઘડવૈયા

સુગુરૂહરિ પપ્પાજીગુરૂહરિ કાકાજી.પૂ.બાને

હ્રઆપે ખૂબ પરિશ્રમ કરી, જતન કરી, વર્તને શીખવ્યું.

આપની સત્તા, સામર્થી, પ્રત્યક્ષપણાનો અનુભવ ને દર્શન થાય છે.

ભાઆપે ચીંધેલ માર્ગ આપેલા બ્રહ્મસૂત્ર, આજ્ઞા, વચન

એને અનુસરવાનું સતત બળ મળે

જીવનનું સૂત્ર વચન અમ સહુનું જીવન બને

ગુરૂહરિ પપ્પાજી ઘણીવાર કહેતાં, એક બ્રહ્મસૂત્ર આપણું કરી દઈએ. ડાયરીમાં લખી રાખીએ.

તાજ્યાં સુધી જીવનમાં સાકાર થાય ત્યાં સુધી ભૂલીએ નહીં.

 

 

હે ગુરૂહરિ પપ્પાજી ! હે સર્વ સ્વરૂપો ! આવું વર્તવાનું અમને ખૂબ ખૂબ બળ આપજો.

આમ, આખું પખવાડીયું ખૂબ ભક્તિ સભર પસાર થયું હતું. અત્રે સર્વે સ્વરૂપોની તબિયત ખૂબ સરસ છે. અત્રેના સર્વે સ્વરૂપો મુક્તો વતી આપ સર્વને ભાવભર્યા જય સ્વામિનારાયણ. ફરીથી આપ સર્વને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આવજો. રાજી રહેશો.

જ્યોત સેવક P.71ના પ્રણામ સહ જય સ્વામિનારાયણ !