Click here to donate and support the Pappaji Divya Prakash Parva this November

01 to 15 Jan 2019 – Newsletter

સ્વામિશ્રીજી

 

ગુરૂહરિપપ્પાજીનીજય

 

ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો !

 

સંકલ્પ સ્મૃતિ વર્ષના આપ સર્વને ભાવભર્યા જય સ્વામિનારાયણ !

 

આ વર્ષનું નામ પ.પૂ.દીદીએ ‘સંકલ્પ સ્મૃતિ વર્ષ’ આપ્યું છે. ૧૯ નવેમ્બર સંકલ્પ સ્મૃતિદિન છે એ સ્મૃતિ સાથે નામ આપ્યું છે. તો ચાલો નવા વર્ષના આ પ્રથમ પખવાડીયા દરમ્યાન જ્યોત પ્રાંગણ તથા જ્યોત શાખામાં ઉજવાયેલ સભા-સમૈયાની સ્મૃતિ માણીએ.

 

(૧) તા.૧/૧/૧૯

 

આજે ૧લી તારીખ નિમિત્તે બહેનો પપ્પાજી તીર્થ પર ધૂન, ભજન, પ્રદક્ષિણા માટે ગયાં હતાં. અને ગુરૂહરિના ચરણે પ્રાર્થનાભાવો ધર્યા હતા.

સાંજે રાબેતા મુજબની કીર્તન આરાધના કરી હતી. પહેલાં ‘પરમ સૂર વૃંદ’ નાં બહેનોએ ભજનો ગાયાં હતાં. અને ત્યારબાદ પૂ.ઈલેશભાઈ અને ભાઈઓએ ભજનની રમઝટ બોલાવી સહુને ભક્તિ રસમાં લીન કર્યા હતા. ગુરૂહરિ પપ્પાજીના ધ્વનિ મુદ્રિત આશીર્વાદ લીધા હતા. અંતમાં બે મિનિટ સુહ્રદભાવની ધૂન કરી આજની કીર્તન આરાધનાની પૂર્ણાહુતિ કરી હતી.

{gallery}images_in_articles//newsletter/2019/Jan/01-01-19 kirtan aardhna{/gallery} 

 

(૨) તા.૭/૧/૧૯ સુરતમાં પ.પૂ.જ્યોતિબેનના અસ્થિ પુષ્પ વિસર્જન

 

બ્રહ્મ સ્વરૂપા પ.પૂ.જ્યોતિબેનના અસ્થિ પુષ્પો સૂર્યપુત્રી તાપી નદીના કિનારે વિસર્જીત કરવાના અહોભાગ્ય સુરતના મુક્તોને પ્રાપ્ત થયા.

 

સંત સ્વરૂપ પૂ.મીનાબેન અને ભાઈઓ છેલ્લા ઘણા સમયથી અસ્થિ પુષ્પોના વિસર્જન માટે દૂર દૂર સુધી અનેક કિનારા જોઈ આવ્યા. પરંતુ એ એકેય સ્થાનના ભાગ્ય નહી ઉદય થયાં હોય. છતાંય ઘણી મહેનતભરી તપાસના અંતે મગદલ્લા ગામના એક ઓવરાના નસીબ ખુલ્યાં. 

 

ત્યાં તા.૭/૧/૧૯ ના સોમવારના રોજ મધ્યાહને ૩.૦૦ વાગ્યે ઘણા મુક્તો, બહેનો-ભાઈઓ આ સ્થળે પધાર્યા. આજે કોઈ રજાનો દિવસ ન હતો. નોકરી ધંધામાં સૌ વ્યસ્ત હોવા છતાંય મુક્તો ભક્તિસભર હૈયે પધાર્યા. જાણે સૌના હ્રદયમાં પ.પૂ.જ્યોતિબેનને સાચી શ્રધ્ધાંજલિ અર્પણ કરવાની એક ઝંખના વહેતી હતી. સૌ મુક્તો આવતા ગયા એમના માટે ગરમ-ગરમ ચાયની પણ મહિમા સભર વ્યવસ્થા રાખી હતી. વડીલ મુક્તોને બેસવા માટે આવી અવાવરું જગ્યાએ પણ ખુરશીઓની વ્યવસ્થા રખાઈ હતી. બરાબર નદીના કિનારા નજીક જ એક જ્ગ્યાએ સાફ-સૂફ કરીને ત્યાં શ્રી ઠાકોરજી અને પ.પૂ.જ્યોતિબેનની મૂર્તિ આસન પર સ્થાપિત કરી. અહીં તાપી નદીનો વિશાળ પટ અને મનોરમ્ય વાતાવરણ એ પણ પ્રભુની એક કૃપા જ હતી. 

 

પ્રથમ બહેનોએ પ્રાર્થનાનાં સુંદર ભજનો ગાયાં. બાદ ભાઈઓએ પણ ભજન ગાયાં. ત્યારપછી પુષ્પાંજલિનો કાર્યક્ર્મ થયો. પ્રથમ પૂ.વિરેનભાઈ અને ભાઈઓએ શ્રધ્ધા સુમન અર્પણ કર્યા. ત્યારબાદ પૂ.મીનાબેન અને બહેનોએ પુષ્પાંજલિ અર્પણ કરી. એ દરમ્યાન અચાનક જ ત્યાં નજીકની સ્કૂલના નાના-નાના ઘણા છોકરાઓ આવી પહોંચ્યા. પણ આ દ્રશ્યની આતુરતાનો અંત લાવતાં, ભગવાનમાં રહેનારા સંત પૂ.મીનાબેને એ બધા ભૂલકાંઓને બોલાવી સ્વહસ્તે દરેક બાળકોના હાથમાં પુષ્પો આપી લાઈન બધ્ધ પ.પૂ.જ્યોતિબેનના અસ્થિ પુષ્પ પર અંજલિરૂપે અર્પણ કરાવ્યાં. જગતના અજાણ્યા અને ગતાગમ વગરના એ છોકરાઓને ક્યાં ખબર છે કે અમને અજાણતાં જ આવા અક્ષરધામના સંતો-મુક્તોના દર્શન થયાં ! આવા બ્રહ્મસ્વરૂપ સંતના અસ્થિ પુષ્પો પર અમારા હાથે પુષ્પો અર્પણ કરવાના ભાગ્ય જાગ્યા ! નદીમાં ભરતી આવવાની શરૂ થઈ ગઈ. આરતી કરવાનો પણ સમય થયો. ત્યાં જ વાયુદેવ પણ અંજલિ અર્પણ કરવા પધાર્યા. સૌને થયું કે હવે શું થશે ? આરતીના દીવા કેવી રીતે સ્થિર રહેશે. ત્યાં જ મુક્તોના સૂઝ સમજભર્યા માહાત્મ્યના દર્શન થયાં. અને ચાદરો લઈને સેવકો આવી ગયા અને આડશ કરીને ઉભા રહી ગયા. 

 

બે આરતીઓ તૈયાર કરી હતી. પ્રથમ પૂ.વિરેનભાઈ અને ભાઈઓએ શરૂઆત કરી અને બીજી આરતી પૂ.મીનાબેન અને બહેનોએ કરી. આમ, ભાવવાહી આરતી સંપન્ન થઈ. નદીની મધ્યમાં અસ્થિ પુષ્પો વિસર્જિત કરવા માટે હોડી આવવાની રાહ જોતા ફરી સૌ પોતાના આસને ગોઠવાયા. નાવડીમાં થોડે દૂરથી બેસવાનું હોઈ ત્યાં સુધી ચાલતા-ચાલતા પૂ.વિરેનભાઈ અને સૌ ભાઈઓએ પ.પૂ.જ્યોતિબેનના અસ્થિ પુષ્પોનો કુંભ લઈને ભજન-ધૂન કરતાં નાવડી પાસે આવ્યા. ઘણા બધા ભાઈઓ એ બન્ને નાવમાં બેસી અસ્થિ પુષ્પો લઈને ભજન કરતા ને ગાતા નદીની મધ્યે આવી સૌ મુક્તોએ દીવા પ્રગટાવી નદીમાં વહેતા મૂક્યા જ્યારે નદીના કિનારે સૌ બહેનો આ વિધિનાં દર્શન કરતાં કરતાં ખૂબ જ ઉત્સાહભેર જય જય કારના નારા બોલાવી રહ્યાં હતાં. અંતે પૂ.વિરેનભાઈ અને પૂ.ચેતનભાઈના હસ્તે અસ્થિ પુષ્પો વિસર્જીત થયા. 

 

ભલે કોઈ જ કથા કે વાતો ન થઈ. પરંતુ દરેક મુક્તોના હ્રદયમાં પ.પૂ.જ્યોતિબેનના જીવન માહાત્મ્યના ભાવો, ઉર્મિઓ અને સ્મૃતિઓથી ભર્યા ભર્યા હતા. અને એવા જ ભાવો લાગણીઓ સાથે સૌ વિખરાયા. 

{gallery}images_in_articles//newsletter/2019/Jan/07-01-19 p.p.jyotiben asthi visharjan surat mandal{/gallery}

 

(૩) તા.૮/૧/૧૮ પૂ.સુધાબેન તન્નાની જીવચર્યાની મહાપૂજા

 

પૂ.સુધાબેન તન્નાની જીવચર્યાની મહાપૂજા આજે મંદિરમાં ૯.૩૦ થી ૧૨.૦૦ દરમ્યાન થઈ હતી. પૂ.ઈલેશભાઈએ ખૂબ ભક્તિભાવ પૂર્વક મહાપૂજા કરી હતી. મહાપૂજા બાદ પ.પૂ.દેવીબેનના આશીર્વાદ લીધા હતા. અને માહાત્મ્યગાનમાં સૌએ લાભ લીધો હતો. 

 

પૂ.રેખાબેન ખમારે માહાત્મ્યગાન કરતાં કહ્યું કે, પૂ.સુધાભાભી જ્યોતમાં આવે તો સેવામાં તૈયાર જ હોય. એમની તબિયત પ્રમાણે સેવા કરતા હોય. પોતાના દેહમાં જ નથી રહેતાં.

 

ગુરૂહરિ પપ્પાજી અને પ.પૂ.બેન કેમ કરીને રાજી થાય એમ જ એમનું જીવન છે. આવા પ્રસાદીના મંદિરમાં મહાપૂજા કરાવી. તમારી તબિયત સરસ રહે એવી ગુરૂહરિ પપ્પાજીને પ્રાર્થના કરીએ. 

 

પૂ.રમીબેને માહાત્મ્યગાન કરતાં કહ્યું કે, પૂ.સુધાબેન પૂ.રમાબેન રૂગાણીના સંબંધે આ જોગમાં આવ્યા. ઉત્તરોત્તર એમનો આત્માનો સત્સંગ વધતો જ રહે છે. એમને બિમારી એવી આવી ગઈ તેમાં પણ ગુરૂહરિ પપ્પાજી અને પ.પૂ.બેને રક્ષા કરી છે. ભગવાનનો જીવ હોય તેની ભગવાન રક્ષા કરે છે. એની જે ભાવના છે તે માટે પ્રત્યેક પળ સનાતન કરવી છે. તે એમની કેપેસીટી પ્રમાણે સેવા કરે છે. ગુરૂહરિ પપ્પાજી કહેતા, લંડન એ પૃથ્વી પરનું અક્ષરધામ છે. આવા બધા મુક્તો ત્યાં વસતા હોય જે પ્રત્યક્ષના પૂજારી છે. પૂ.સુધાબેન અને આપણે સૌ ધામરૂપ રહી ભગવાનનું સુખ ભોગવીએ, અનુભવીએ. 

 

અંતમાં પ.પૂ.દેવીબેનના આશીર્વાદ લીધા હતા. ગુરૂહરિ પપ્પાજીને કોઈએ પૂછ્યું આવી કોઈ જીવચર્યાની મહાપૂજા કરાવે તો તેનું પુણ્ય કેટલું ? ગુરૂહરિ પપ્પાજી કહે, આખી દુનિયાને જમાડો ને ફળ મળે એટલું પુણ્ય મળે. 

 

પૈસા હોય તો શું વિચાર આવે ? આવી સાડી લઉં, આવા દાગીના કરાવું. પ.પૂ.બેન ગુરૂ સ્વરૂપે મળ્યા અને આપણને જગતથી પર કરી દીધા. પૂ.સુધાબેને જીવનમાં જે કરવાનું હતું તે કરી લીધું. લંડનમાં પૂ.સુધાબેન બિમાર પડ્યાં તો પૂ.ગજરાબાને લાગણી થાય કે અહીં આનું કોણ ? તેમણે બહુ જ ધ્યાન રાખ્યું. આવો જોગ મળ્યો છે તો પૂ.સુધાભાભીની તબિયત ગુરૂહરિ પપ્પાજી સરસ રાખે એ જ તેમના ચરણોમાં પ્રાર્થના.

 

(૪) તા.૧૪/૧/૧૯ હરિદ્વારમાં પ.પૂ.જ્યોતિબેનનાં અસ્થિ પુષ્પ વિસર્જન

 

આજે ઉત્તરાયણના પુણ્ય પર્વના દિવસે બ્રહ્મ સ્વરૂપા પ.પૂ.જ્યોતિબેનનાં અસ્થિ પુષ્પ વિસર્જનનો ખૂબ ભાવવાહી અને સુંદર કાર્યક્ર્મ હરિદ્વાર મુકામે થયો. જ્યોતનાં સંત બહેનો, પ્રકાશના ભાઈઓ તેમજ પ.પૂ.દિનકરભાઈ-શિકાગો, પૂ.ભરતભાઈ અને પવઈથી પણ ઘણા મુક્તો પધાર્યા હતા. જ્યોત સંબંધિત દરેક કેન્દ્રો પરથી અનેક મુક્તો પધાર્યા હતા. અહીં પધારનાર સૌ મહામુક્તો માટે એક જ વિશાળ પરિસરમાં બધી જ વ્યવસ્થા હતી. જેવી કે નિવાસ, ભોજન, સભા-મહાપૂજા વગેરે. આખાય આશ્રમનું બાંધકામ ભવ્ય, આધુનિક અને એકદમ નવું જ હતું. આખાય કમ્પાઉન્ડમાં, પેસેજમાં, હૉલ તેમજ દાદરામાં પણ ગુરૂહરિ પપ્પાજી અને પૂ.જ્યોતિબેનની સુંદર સૂત્રો સાથેની મૂર્તિઓ શોભતી હતી. હૉલ અને સ્ટેજ પણ સરસ શણગાર્યાં હતાં. ટ્રાન્સપોર્ટ અને જમવાથી માંડીને ઉતારાની વ્યવસ્થા અદ્દભુત હતી. બહેનો અને ભાઈઓની વ્યવસ્થા અલગ-અલગ રાખી હતી. તમામ મુક્તો માટે તમામ પ્રકારની વ્યવસ્થા અને આયોજનમાં માહાત્મ્યનાં દર્શન થતાં હતાં.

 

પ્રથમ દિવસે રાત્રે પ.પૂ.જ્યોતિબેનના જીવન વિશે સંક્ષિપ્ત છતાંય ખૂબ જ સરસ વિડીયો દર્શન કર્યા. બીજા દિવસે ઉત્તરાયણના શુભ પર્વે સવારે ૯.૦૦ થી ૧.૦૦ “પરમ જ્યોતિ મંગલ મહાપૂજા” સહિત દિવ્ય સભાનો સુંદર કાર્યક્ર્મ થયો. અનેક ગૃહસ્થ મુક્તોએ એક સરખાં વસ્ત્ર પરિધાન કરી મહાપૂજામાં ભાગ લીધો હતો. પ્રકાશ સ્વરૂપ પૂ.ઈલેશભાઈ અને ગુણાતીત પ્રકાશ પૂ.અલ્પેશભાઈએ ભક્તિસભર હ્રદયે સુંદર મહાપૂજા કરી. આખી સભા જાણે અક્ષરધામની સભા હોય તેવું વાતાવરણ ખડું થયું હતું.

 

વિશેષ પણે મહાપૂજામાં જનમંગલ નામાવલિની માફક ગુરૂહરિ પપ્પાજી મહારાજના અનેક જીવન પ્રસંગોની સ્મૃતિઓ સહિત સૂત્રો અને ગુણોના ૧૦૮ નામોની યાદીનું પઠન કર્યું. તેવી જ રીતે પ.પૂ.જ્યોતિબેનની પણ નામાવલિનું પઠન થયું. સ્ટેજ પર પ.પૂ.દેવીબેન, પૂ.શોભનાબેન, પૂ.હંસાબેન ગુણાતીત અને બીજી બાજુ પ.પૂ.દિનકરભાઈ, પૂ.ભરતભાઈ અને પૂ.પિયૂષભાઈ બિરાજ્યા હતા. મહાપૂજા બાદ પ્રથમ ગુરૂહરિ પપ્પાજી મહારાજના ધ્વનિ મુદ્રિત આશીર્વાદનો લાભ મળ્યો. ત્યારબાદ પ્રાસંગિક માહાત્મ્યગાન અને આશિષ યાચના પૂ.પિયૂષભાઈએ કર્યા. પૂ.દિનકરભાઈએ આશિષ સાથે પ.પૂ.જ્યોતિબેનના જીવન પ્રસંગોની સ્મૃતિઓ કરાવી. પ.પૂ.દેવીબેને આ સમૈયાના સમગ્ર આયોજનને અંતરથી બિરદાવી ખૂબ રાજીપો દર્શાવી આગવી રીતે સ્મૃતિ આપી આશીર્વાદ વરસાવ્યા.

 

અંતે પ.પૂ.જ્યોતિબેનના આશીર્વાદ સાથે કાર્યક્ર્મનું સમાપન થયું. પૂ.ઈલેશભાઈએ સૌને ઉંચા સૂરે જયઘોષ કરાવ્યા અને બપોરે ૧.૦૦ વાગ્યે સૌ ભાઈઓ-બહેનો “સ્વામિનારાયણ ઘાટ” પર અસ્થિ પુષ્પોના વિસર્જન માટે ગયા. પૂ.દિનકરભાઈ અને પૂ.ઘનશ્યામભાઈ અમીન ઘાટ સુધી ગાડીમાં અસ્થિ પુષ્પકુંભ લાવ્યા. ઘાટના ગેઈટ પાસે પ્રકાશ સ્વરૂપો પૂ.ઈલેશભાઈ અને પૂ.પિયૂષભાઈએ કુંભ લઈ સ્વાગત કર્યું અને ત્યાંથી સૌ સાધકો-યુવકો, મુક્તો પુષ્પાંજલિ કરતા એ કુંભ લઈ ગંગા નદીના તટે લાવ્યા.

 

બધા જ બહેનો-મુક્તો સ્વામિનારાયણ મંત્રની ધૂન ઉચ્ચારતા હતા. પ.પૂ.દિનકરભાઈ, પૂ.ભરતભાઈ અને અન્ય સૌરભ મુક્તો નદીમાં મધ્ય ભાગ સુધી વિસર્જન માટે ગયા. અને જયનાદના નારા સાથે પ.પૂ.જ્યોતિબાના અસ્થિ પુષ્પો ભક્તિભાવ ભર્યા હ્ર્દયે ગંગાજીમાં વિસર્જીત કર્યા. બપોરે ઉતારા પર આવી સૌએ મહાપ્રસાદ ગ્રહણ કર્યો. રાત્રે કીર્તન આરાધનામાં પૂ.ઈલેશભાઈ અને ભાઈઓએ સુંદર ભજનો ગાયાં. બાદ પૂ.હંસાબેન ગુણાતીતના આશીર્વાદ સાથે સમગ્ર કાર્યકમા સમાપન થયા. 

 

આમ, પ્રભુની કૃપાથી વિના વિધ્ને દિવ્યતા સભર કાર્યક્ર્મો થયા. 

પૂ.ભાવનાબેન ગજ્જર, પૂ.પ્રીતિબેન માવાણી અને એમની સાથેના બહેનોએ પણ કેટલાય સમય પહેલાથી તમામ આયોજન કર્યા. પૂ.બાબુકાકા, પૂ.જીતુકાકા, પૂ.સુહ્રદભાઈ, પૂ.અતુલભાઈ અને એમની એડવાન્સ પાર્ટીએ, પૂ.ભગવાનજીભાઈ ગજ્જર, પૂ.રમુભાઈ માવાણી તથા મુંબઈ અને અમદાવાદના યુવકોએ અગાઉથી આવીને બધી જ વ્યવસ્થા સંભાળી હતી. આટલે દૂર આવીને આવું અદ્દભૂત આયોજન કરવું એ ઘણું અઘરું છે. સમગ્ર આયોજનની જહેમત ઉઠાવનારા મુક્તોને અંતરથી વંદન છે. 

 

ગુણાતીત જ્યોતમાં પણ ૯.૩૦ થી ૧૨.૩૦ જ્યોત પપ્પાજી હૉલમાં પ.પૂ.દીદી અને પ.પૂ.જશુબેન અને સદ્દગુરૂ સ્વરૂપોના સાંનિધ્યે મહાપૂજા કરી હતી. પૂ.શ્રુતિબેન દુબલ અને પૂ.નેહાબેન પટેલે ખૂબ સરસ ભક્તિભાવ પૂર્વક મહાપૂજા કરી હતી. મહાપૂજા બાદ ગુરૂહરિ પપ્પાજી, પ.પૂ.કાકાશ્રી, પ.પૂ.બા, પ.પૂ.બેન, પ.પૂ.જ્યોતિબેન અને પ.પૂ.તારાબેનના ધ્વનિ મુદ્રિત આશીર્વાદ લીધા હતા. પ.પૂ.દીદી અને પ.પૂ.જશુબેનના પણ આશીર્વાદ લીધા હતા. 

{gallery}images_in_articles//newsletter/2019/Jan/14-01-19 P.P.JYOTIBEN ASHTHI PUSHPA{/gallery}

 

(૫) કેનેડામાં પ.પૂ.જ્યોતિબેનના અસ્થિ પુષ્પ વિસર્જન

 

કેનેડામાં નિવાસ કરતાં પૂ.અક્ષિતભાઈ શાહને પ.પૂ.જ્યોતિબેનના અસ્થિ પુષ્પ કેનેડામાં પધરાવવાની ખૂબ જ ઈચ્છા હતી. તેથી તેમના માતા-પિતા પૂ.રાજુભાઈ અને પૂ.સ્મૃતિબેન શાહ જ્યારે ઓક્ટોબર ૨૦૧૮માં કેનેડા તેમના ઘરે ગયા ત્યારે પ.પૂ.જ્યોતિબેનનાં અસ્થિ પુષ્પ સાથે લઈને ગયા હતા. તેઓએ સહકુટુંબ પરિવાર સાથે ભેગા મળી તેમની નવી ફાર્મસીની દુકાનમાં મહાપૂજા કરી. પ્રથમ પ્રભુ પછી પગલું એ ધ્યેય રાખી સહુ પ્રથમ તેઓએ મહાપૂજા કરી. પૂ.રાજુભાઈ, પૂ.સ્મૃતિબેન, પૂ.અક્ષિતભાઈ, પૂ.પ્રાચી અને દીકરી આરાએ ભેગા મળી મહાપૂજા કરી હતી. મહાપૂજા બાદ ગુરૂહરિ પપ્પાજી, પ.પૂ.જ્યોતિબેન અને પ.પૂ.દેવીબેનના ધ્વનિ મુદ્રિત આશીર્વાદ લીધા હતા. ત્યારબાદ હ્રદયના ભાવો સાથે Parksvlle Sea of Jorglea (કેનેડા)માં અસ્થિ પુષ્પ વિસર્જન કર્યા. અંતમાં આ કુટુંબના મુક્તોએ પોતાના પ્રાર્થના ભાવો રજૂ કરતાં કહ્યું કે, પ.પૂ.જ્યોતિબેને અમારા કુટુંબનુ ખૂબ જ જતન કર્યું છે. મુશ્કેલીમાં માર્ગદર્શક બન્યા છે, શાંતિ આપી છે. તો સદાય અમારી સાથે રહે, અમને પ્રેરણા આપતા રહે એ જ તેમના ચરણોમાં પ્રાર્થના. 

 

(૬) જ્યોતમાં રોજ સવારે પપ્પાજી હૉલમાં બહેનોની મંગલ દર્શનની સભા થાય છે.

 

તેમાં તા.૭/૧ ના રોજ પૂ.તરૂબેને એક વાર્તા કરી હતી તે જોઈએ.

 

વાર્તા – ગુરૂ રામદાસ સ્વામીનો એક શિષ્ય હતો. તે એક ગામમાં ભિક્ષા માંગવા નીકળ્યો. ત્યાં એક તાંત્રિક હતો ત્યાં જઈને કહે, સમર્થ ગુરૂ રામદાસ સ્વામી કી જય હો ! ‘ભિક્ષામ્ દેહી’ એટલે પેલો તાંત્રિક તો ગુસ્સે થઈ ગયો. એક કહે, અહીં તો ગુરૂ હું જ છું. રામદાસ સ્વામી નથી. તો પેલો શિષ્ય કહે, મારા ગુરૂ સમર્થ રામદાસ સ્વામી છે. એટલે પેલો તાંત્રિક કહે, તારા ગુરૂને દેખાડી દઈશ. આજે રાત્રે તારું મૃત્યું થશે.

 

શિષ્યને ચિંતા થઈ ગઈ. તે આશ્રમમાં આવ્યો. રામદાસ સ્વામીએ પૂછ્યું, ‘ભિક્ષામાં શું લાવ્યો.’ એટલે શિષ્યે કહે, મને એક તાંત્રિકે શ્રાપ આપ્યો છે કે આજે રાત્રે તારું મૃત્યુ થઈ જશે. રાત્રે સૂતી વખતે ગુરૂ કહે, આજે રાત્રે તું મારા ચરણ પકડી રાખજે. કોઈ બોલાવે તો પણ આ ચરણ છોડીને ક્યાંય જઈશ નહીં. શિષ્ય ગુરૂના ચરણ પક્ડી બેસી ગયો. તાંત્રિકે તેના ચરણ છોડાવવા માટે માયા મોકલી. પણ શિષ્ય કશાયમાં લેવાયો નહીં અને ચરણ પકડી બેસી રહ્યો. અને મોત પણ તેનું કાંઈ બગાડી શક્યું નહીં.

 

સવારે ગુરૂ કહે, જો તું ચરણ પકડી બેસી રહ્યો તો તું બચી ગયો. નહીંતર આજે તારું મોત હતું. 

ગુરૂહરિ પપ્પાજી કહેતા કે સ્વામિનારાયણ મંત્રથી આપણા ગમે તેવા દેવતા હશે તેને નાથીશ. પણ તમે પાછા વળવાની રૂચિ રાખજો. આપણા ગુરૂએ આપણને જે વચન આપ્યું હોય તે પાળીએ. એમની આજ્ઞામાં રહીએ. તો ગુરૂહરિ પપ્પાજી આપણી રક્ષા કરે જ છે. ગુરૂહરિ પપ્પાજી પાસે બળ માંગવું અને એમને સંભાર્યા કરવા. 

 

આમ, આખું પખવાડીયું ભક્તિસભર પસાર થયું હતું. આપ સર્વને ફરીથી નવું વર્ષ ૨૦૧૯ની ખૂબ ખૂબ શુભકામનાઓ. નવા વર્ષે પ.પૂ.દીદીના સંકલ્પ પ્રમાણે ‘અખંડ વફાદારી પૂર્વક સંકલ્પ, ભાવ ને ક્રિયા કરીએ.’ એવું જીવન જીવવાનું હે ગુરૂહરિ પપ્પાજી ! તમે બળ અને પ્રેરણા આપજો. સહુ ગુરૂસ્વરૂપોની તબિયત તંદુરસ્ત રાખવા પ.પૂ.દેવીબેનની આજ્ઞા પ્રમાણે ૧ માળા ફેરવીએ. જ્યોતિ-તારાની જ્યોતને જલતી રાખીએ.

 

અનંત કોટિ કોટિ વંદન, કોટિ કોટિ પાયલાગણ ગુરૂહરિ પપ્પાજી ! ગુરૂ સ્વરૂપોને ! 

દેશ-પરદેશ સહુની પ્રાર્થના સ્વીકારી ધન્ય કરશો.

 

અત્રે સર્વે સ્વરૂપોની તબિયત સરસ છે. અત્રેના સર્વે સ્વરૂપો મુક્તો વતી આપ સર્વને અંતરના ભાવભર્યા જય સ્વામિનારાયણ ! રાજી રહેશો !

એ જ જ્યોત સેવક P.71ના પ્રણામ સહ જય સ્વામિનારાયણ !