Click here to donate and support the Pappaji Divya Prakash Parva this November

01 to 15 Jul 2014 – Newsletter

સ્વામિશ્રીજી                      

ગુરૂહરિ પપ્પાજીની જય

ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલા વ્હાલા અક્ષરમુક્તોજય સ્વામિનારાયણ !

આજે આપણે તા.//૧૪ થી ૧૫//૧૪ દરમ્યાન જ્યોત અને જ્યોત શાખા મંદિરમાં થયેલ સમૈયાશિબિર, મહાપૂજા વગેરેની વિશેષ નોંધની સ્મૃતિ અહીં માણીશું.

GKP 4780

() તા.//૧૪ મંગળવાર કીર્તન આરાધના

આજે મંગલ પ્રભાતે જ્યોતનાં બહેનો શાશ્વત ધામે દર્શનપ્રદક્ષિણાભજનધૂન માટે ગયાં હતાં. અને ભક્તિભાવથી ભજનભક્તિ કર્યાં હતાંસાંજે .૩૦ થી .૦૦ રાબેતા મુજબ

જ્યોત પંચામૃત હૉલમાં બહેનો ભાઈઓની સભામાં કીર્તન આરાધના થઈ હતી. પહેલાં બહેનોએ ભજન વાજીંત્રો સાથે ગાયા હતાં. પછી ભાઈઓએ બુલંદ અવાજે ભજનો સંભળાવ્યાં હતાંવરસાદ વરસે એ માટે સમૂહમાં ધૂન કરી હતી. પ.પૂ.જ્યોતિબેનના આશીર્વાદ લીધા હતા. બહુ સરસ કીર્તન આરાધના થઈ ! બધાને લય ને લીન કરી દીધાં. વરસાદ માટે ધૂન કરાવી તેની સ્મૃતિ યોગીજી મહારાજ વખતની પૂ.જ્યોતિબેને કરાવી હતી. તથા તન, મન, ધન, આત્માથી સહુ હરિભક્તો સુખિયા થાય તેવા આશીર્વાદ પ્રાર્થનારૂપે આપ્યા હતા. પૂ.વિરેનભાઈએ(સુરત) પણ ટૂંકમાં સરસ લાભ આપ્યો હતો. ગુરૂહરિ પપ્પાજીની પ્રાપ્તિના મહિમાની વાત કરી હતી. ગુરૂહરિ પપ્પાજી સ્વરૂપો થકી પ્રત્યક્ષ જ છે. અખંડ આનંદ કર્યા કરીએ.

() તા.//૧૪ મંગળવાર રાખડીની મહાપૂજા

વર્ષે મહાપૂજા અભિયાન ચાલી રહ્યું છે. દર મહિનાની ૮મી તારીખે જ્યોતમાં વિશેષ મહાપૂજાનું આયોજન થાય છે. આજે તા.૮મીની મહાપૂજા ખૂબ ભવ્ય રીતે સવારે .૩૦ થી ૧૨.૦૦ પંચામૃત હૉલમાં થયું હતું. ૫૦ બાજોઠ મહાપૂજાના હતા. જ્યોતનાં બહેનો મહાપૂજા કરવા બિરાજમાન થયાં હતાં. આપણે દર વર્ષે રાખડીની મહાપૂજા સ્પેશ્યલ રાખીએ છીએ. તા.૧૦મી ઑગષ્ટે રક્ષાબંધન છે. રાખડી બહેનોએ બે મહિના પહેલાં બનાવી લીધી છે. તે રાખડી ઠાકોરજી સમક્ષ ધરીને મહાપૂજા કરીને રાખડીમાં શક્તિ પ્રાર્થનાશ્રધ્ધાથી ભરવામાં આવે છે. સફેદ રાખડીના ઢગલા જાણે આકાશનાં વાદળાં ના હોય ! બરફના ઢગલા હોય તેવું લાગતું હતું ! એક એક મહાપૂજાના બાજોઠે રાખડીની ઢગલી પણ હતી. આમ, ખૂબ ભવ્યદિવ્ય રીતનો માહોલ ઉપસ્થિત થયો હતો. એવી દિવ્યતાએ સમૂહ મહાપૂજા થઈ હતી. થાળમાં મહાપ્રસાદનો શીરો ઠાકોરજીને જમાડ્યો. વિધવિધ સુશોભનથી બહેનોએ તૈયાર કરેલી આરતી દ્વારા બહેનોએ ઠાકોરજીની આરતી ઉતારી હતી. પ્રદક્ષિણા સહુએ કરી હતી. .પૂ.જશુબેને, .પૂ.જ્યોતિબેને પ્રાસંગિક આશીર્વાદ આપ્યા હતા. તથા ગુરૂહરિ પપ્પાજીના ધ્વનિ મુદ્રિત આશીર્વાદ લીધા હતા.

{gallery}images_in_articles//newsletter/2014/July/08-07-14 rakhdi ni mahapooja/{/gallery}

() તા.//૧૪ બુધવાર .પૂ.બેન શતાબ્દી પ્રાગટ્યદિન

ઓહોહો ! આજે ખૂબ ભવ્ય દિવસ ! .પૂ.બેનની શતાબ્દીની ઉજવણી ગયા વર્ષે તા.૨૯/૧૨/૧૩ ના રોજ આપણે ખૂબ ભવ્ય રીતે દિવ્ય વાતાવરણમાં સમયની સાનુકૂળતા મુજબ ઉજવી હતી. આજે તે મુખ્ય દિવસ ! તેથી આપ મેળે સૌનાય હૈયામાં શતાબ્દીનો ભાવ આવી જાય. જ્યોતમાં બહેનોની સભા આજે સવારે .૦૦ થી ૧૨.૦૦ પંચામૃત હૉલમાં રાખી હતી. સભા દરમ્યાન સાંસ્કૃતિક કલાકાર ચાર યુવતી મંડળની બહેનોની એક ભાવના હતી કે, અમારી કલા દ્વારા .પૂ.બેનની શતાબ્દીનો દિવસ ઉજવવો છે. પૂ.પૂજા, પૂ.પ્રિતલ, પૂ.અંજલી અને પૂ.પૂર્વીએ સભાના પ્રારંભે અને સભાના વિસર્જનમાં .પૂ.પપ્પાજી.પૂ.બેનના ભજનો ઉપર ખૂબ સુંદર રીતે પોતાનો પ્રાર્થનાભાવ સહુ સદ્દગુરૂ સ્વરૂપો અને બહેનો સમક્ષ નોનસ્ટોપ ડાન્સ દ્વારા રજૂ કર્યો હતો, બધા મુક્તોને ખૂબ રાજી કર્યા હતા.

આજની સભામાં .પૂ.પદુબેને .પૂ.બેનના મહિમાગાનમાં લાભ આપ્યો હતો. તથા સભા દરમ્યાન .પૂ.દીદીનો અમેરિકાથી ફોન આવ્યો હતો. ફોનમાઈક દ્વારા .પૂ.દીદીનો લાભ પણ પ્રાપ્ત થયો હતો. પૂ.રેખાબેન વ્યાસે ખૂબ સરસ પ્રસંગો કહીને .પૂ.બેનનું મહાત્મ્યગાનઅનુભવ દર્શન કરાવ્યું હતું. પૂ.રંજનબેન (અમદાવાદ), પૂ.સુમનબેન (સુરત), પૂ.રંજનબેન પ્રજાપતિ (વિદ્યાનગર) વગેરે ગૃહસ્થ બહેનોએ પણ .પૂ.બેનના અનુભવની વાત કરી હતી. પૂ.પૂજા(સુરતે) ડાન્સ બાદ પોતાના અનુભવ સ્મૃતિની વાત કરી હતી.

.પૂ.જ્યોતિબેને , .પૂ.રમીબેન તૈલીએ ખૂબ સરસ લાભ આપ્યો હતો. અને ધ્વનિમુદ્રિત .પૂ.પપ્પાજીના અને .પૂ.બેનના આશીર્વાદ લીધા હતાં. ભાઈઓએ પ્રભુકૃપામાં જીવંત પ્રસારણ ટી.વી. ના માધ્યમથી માણ્યુંઆ સભાનું દર્શન વેબસાઈટ દ્વારા ઘરે બેઠા માણ્યું હશે. તેથી અહીં તે વિગતે નથી લખ્યું. અસ્તુ…

{gallery}images_in_articles//newsletter/2014/July/9-7-14 p.p.ben stabdi sabha/{/gallery}

() તા.૧૨//૧૪ શનિવાર ગુરૂપૂર્ણિમા

ગુરૂપૂનમનો પર્વ ખૂબ પવિત્ર પર્વ ! ભારતદેશમાં વિશેષ મહત્ત્વ દિવસનું હોય છે. જ્યોતમાં પણ અનેક ગુરૂપૂનમ ગુરૂહરિ પપ્પાજીના સાંનિધ્યે ઉજવી હતી. તે સ્મૃતિ સાથે આજની સભાનો પ્રારંભ થયો.

{gallery}images_in_articles//newsletter/2014/July/12-07-14 gurupoonam sabha bhaio jyot mandir/{/gallery}

પંચામૃત હૉલમાં બહેનોની સભા હતી. જ્યોત મંદિરમાં ભાઈઓની સભા હતી. તે પહેલા મંગલ પ્રભાતે .૩૦ થી .૦૦ પ્રભુકૃપામાં બહેનોએ દર્શન કર્યાં. .૦૦ વાગ્યાથી ભાઈઓએ દર્શન કર્યાંત્યારબાદ ગૃહસ્થ હરિભક્તો ગુરૂદર્શને, પ્રાર્થનાભાવ અર્પવા, ગુરૂદક્ષિણા અર્પવા ઉમટ્યા હતા. સહુપ્રથમ પ્રભુકૃપામાં દર્શન કરીને પર્વનો પ્રારંભ થયો હતો. પ્રભુકૃપામાં પૂ.જીતુભાઈ પણ દરેક નવા પર્વે નવું સુશોભન કરે. અને તેમાં ગુરૂહરિ પપ્પાજી બિરાજમાન હોય. તે દર્શનથી અવનવા ભાવો આપ મેળે પ્રાર્થના દ્વારા વહેતા હોય છે. પર્વે પણ બેન શતાબ્દી તથા ગુરૂપૂનમ બંને પર્વ નિમિત્તે ખૂબ સરસ ડેકોરેશન હતું. વળી, પર્વને અનુરૂપ પ્રભુકૃપાના બોર્ડ પર ગુરૂહરિ પપ્પાજીની પરાવાણીમાંથી તારવેલ બ્રહ્મસૂત્ર પણ પૂ.હર્ષદાબેન દવે, પૂ.ઈલાબેન દવે નિત નવું લખે છે. તેનું વાંચન કરીને જાણે ગુરૂહરિ પપ્પાજી સૂત્ર આપતા હોય તેવો સાકાર ભાવ પ્રગટ થતો હોય છે. આમ, પ્રભુકૃપાનાં દર્શન કરી, જ્યોત સભામાં સહુ મુક્તોએ લાભ લીધો હતોજ્યોતમાં પણ ખૂબ સુંદર સપ્તરંગી સુશોભનમાં ગુરૂહરિ પપ્પાજી અને ગુરૂ સ્વરૂપોનાં આસન હતાં.

{gallery}images_in_articles//newsletter/2014/July/12-07-14 gurupoonam sabha behno panchmrut hall/{/gallery}

.પૂ.જ્યોતિબેન, .પૂ.દેવીબેન, .પૂ.જશુબેનનાં સાંનિધ્યે ખૂબ સરસ સભા થઈ હતીસભાનું સુકાન પૂ.બકુબેન પટેલે સંભાળ્યું હતું. ગુરૂપૂનમનો જે ધાર્મિક ભાવ તે પુરાણની કથા દ્વારા વ્યક્ત કર્યો હતો. અને તેમાં ગુરૂહરિ પપ્પાજીની સ્મૃતિ પણ આવરી લઈને પપ્પાજી સ્વરૂપ ગુરૂઓનો મહિમા પણ ઉપસાવ્યો હતોસભામાં પૂ.મધુબેન સી. ગુરૂપૂનમ નિમિત્તે સરસ લાભ આપ્યો હતો. .પૂ.જશુબેન, .પૂ.દેવીબેન અને .પૂ.જ્યોતિબેને ખૂબ સરસ લાભ તથા આશીર્વાદ આપ્યા હતા. ગુરૂ શિષ્યની નાની નવી વાર્તા પણ કરી હતી.

ગુરૂ વંદના યાચના પ્રવચન પૂ.જ્યોત્સનાબેન દવે (અમદાવાદ) અને પૂ.સંગીતાબેન વિઠ્ઠલાણીએ કર્યા હતાંપૂ.માયાબેને પણ ગુરૂપૂનમ નિમિત્તે લાભ આપ્યો હતો. અંતમાં ગુરૂહરિ પપ્પાજીના આશીર્વાદ ધ્વનિ મુદ્રિત લીધા હતામંદિરમાં પણ ભાઈઓની સભાગુણાતીત પ્રકાશના મોટેરા ભાઈઓના સાંનિધ્યે સરસ થઈ હતીઅને તે સભામાં દર્શન આશીર્વાદ આપવા સદ્દગુરૂ સ્વરૂપો પણ મંદિરમાં સભાના અંતમાં પધાર્યાં હતાં. અને સહુનેય ધન્ય કર્યા હતા. આમ, આજનો ઉત્સવ ખૂબ ભક્તિભાવે સંપન્ન થયો હતોઆજની સભાનો લાભ પણ વેબસાઈટ દ્વારા વિગતવાર આપ સહુએ માણ્યો હશે. તેથી અહીં કથાવાર્તાનું લેખન કરેલ નથી. રાજી રહેશો.

આમ, પખવાડીયા દરમ્યાન આવા ભવ્ય સમૈયા ઉપરાંત મહાપૂજા સુવર્ણ પર્વ (મહાપૂજા અભિયાન) ચાલી રહ્યું છે. જેથી જ્યોત જ્યોત શાખાઓમાંથી બહેનોને હરિભક્તોના ઘર મંદિરે મહાપૂજા કરવા બોલાવે છે. ખૂબ ભક્તિભાવે ઠેર ઠેર મહાપૂજાઓ થઈ રહી છે. સહુ ભક્તોના મનોરથ સિધ્ધ પભુ કરી રહ્યા છે. આધિવ્યાધિઉપાધિ ટાળી પ્રભુ ધન્ય કરી રહ્યા છે. સંબંધવાળા સહુ તન, મન, ધન અને આત્માથી સુખિયા થાઓ ! પ્રગતિને પામો ! એવી અનેક શુભેચ્છાઓ સાથે ગુરૂહરિ પપ્પાજીના શ્રી ચરણે પ્રાર્થના કરી વિરમું છું.

અત્રે સર્વે સ્વરૂપોની તબિયત સારી છે. અહીંથી સર્વે સદ્દગુરૂઓ મુક્તોના આપ સહુનેય ભાવભર્યા જય સ્વામિનારાયણ !

 

જ્યોત સેવક P.71 ના પ્રણામ સહ જય સ્વામિનારાયણ