01 To 15 Jul 2015 – Newsletter

સ્વામિશ્રીજી 

કાકાજી પપ્પાજી બંધુ બેલડી શતાબ્દી મહોત્સવની જય

 

ગુરૂહરિ પપ્પાજી શતાબ્દી મહાપર્વની જય જય જય

 

 ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલા વ્હાલા અક્ષરમુક્તો, જય સ્વામિનારાયણ !

 

 

ગુરૂહરિ પપ્પાજીની શતાબ્દીનું વર્ષ ચાલે છે. શતાબ્દી અનુસંધાને જ્યોત-જ્યોતશાખાઓ અને જ્યોત સમાજમાં ભજન-ભક્તિના

વિધ વિધ અવનવા કાર્યક્ર્મ થતા રહે છે. હાં હાં ગડથલ રૂપે જે કાંઈ આ પખવાડીયા દરમ્યાન તા.૧ થી ૧૫ જુલાઈ દરમ્યાન

થયું. તેની સ્મૃતિની ગોષ્ટિ અહીં આપણે કરીશું.

 

 

 

 

(૧) તા.૧/૭/૧૫બુધવાર

૧લી તારીખ એટલે ગુરૂહરિ પપ્પાજીની સ્મૃતિની મુખ્ય તારીખ. આપણે સહુ જાણીએ છીએ તે મુજબ ગુરૂહરિ પપ્પાજીનું પ્રાગટ્ય તા.૧/૯/૧૯૧૬ અને સાક્ષાત્કારદિન ૧/૬/૧૯૫૨. વળી, એ જ તારીખે ગુરૂહરિ પપ્પાજીનું પૃથ્વી પરનું ક્રાંતિકારી કાર્ય. શ્રી ગુણાતીત જ્યોતનો સ્થાપનાદિન ૧/૯/૧૯૬૬. વર્ષોવર્ષ કાર્ય આગળ ધપતું ગયુ. અને આજે ૪૯ વર્ષ પૂરા થઈ ૫૦મુ વર્ષ ચાલી રહ્યું છે. સંતો, બહેનો, વ્રતધારી યુવકો અને એકાંતિક ગૃહસ્થો તૈયાર કરવાનું કાર્ય છૂપી રીતે સંકલ્પથી જતન કરી કર્યું. અને જેઠ સુદ – ૧ ઈ.સ.૨૦૦૬ ના દેહત્યાગ કર્યો. વળી, ૧લી માર્ચ ૨૦૦૭ના રોજ હરિદ્વાર ગુણાતીત સમાજના ભક્તોએ શાશ્વત પુષ્પ વિસર્જનની મહાપૂજા કરી. તા.૧/૬/૨૦૧૧ ના પપ્પાજી તીર્થ પર નવનિર્મિત શાશ્વતધામમાં ગુરૂહરિ પપ્પાજીની મૂર્તિ પધરાવી.

 

 

આવી અનેક સ્મૃતિ ૧લી તારીખની ગુરૂહરિ પપ્પાજીની છે. ગુરૂહરિ પપ્પાજીને સ્વયં ૧લી તારીખનું જાણે ખૂબ મહત્વ. તેમની પરાવાણી અને લખાણમાં આ દર્શન કરાવતા. દા.ત.૧લી સપ્ટેમ્બર, ૧લી જૂનના આસપાસના અઠવાડિયા-પખવાડિયા દરમ્યાન કાંઈ પણ લેખ કે પત્રનું લખાણ કરે ત્યારે સેવક આજની તારીખ બોલે તો પણ પપ્પાજી ૧લી જૂન કે ૧લી સપ્ટેમ્બર જે નજીકમાં હોય તે તારીખ લખે !

 

 

આ બધી જ સ્મૃતિઓ સાથે જ્યોતમાં દર તા.૧લી એ સવાર/સાંજ બે કાર્યક્ર્મ રાખેલ છે.

૧. સવારે બહેનો પપ્પાજીતીર્થ પર શાશ્વત ધામે દર્શન, પ્રાર્થના, પ્રદક્ષિણા માટે જાય છે.

૨. દર ૧લીએ સાંજે ૭.૩૦ થી ૯ સંયુક્ત કીર્તન આરાધના બહેનો-ભાઈઓ અને ગૃહસ્થો મળી થાય છે. અને કીર્તન ભક્તિનો બ્રહ્માનંદ સહુ કોઈ હરિભક્તો રસોઈના ટેન્શન વગર સહકુટુંબ પધારી લે છે. કારણ કીર્તન સભા બાદ સાત્વિક મહાપ્રસાદ ગુરૂહરિ પપ્પાજીની સ્મૃતિ સહ ખીચડી-કઢી વગેરે જમીને વિદાય થાય છે.

 

 

આજે ઉપરોક્ત બંને કાર્યક્ર્મ ૧લી તારીખના રાબેતા મુજબ સંપન્ન થયા હતાં. જેમાં વિશેષમાં આજની કીર્તન સભામાં પ.પૂ.જ્યોતિબેન લંડન તા.૭/૭ના પધારવાના હોવાથી તેઓને પુષ્પમાળા સહુ વતી પૂ.દેવ્યાનીબેને અર્પણ કરી હતી. અને પ.પૂ.જ્યોતિબેનના આશીર્વાદ લીધા હતાં.

 

 

પ.પૂ.જ્યોતિબેને કીર્તન ભક્તિ વિષે વાત કરીને, ભક્તો ઉપર રાજીપો બતાવી બે મહિનાનું ભાથું બંધાવી આપ્યું હતું. પ્રાપ્તિનો આનંદ પ્રકાશ પ્રકાશ જ આપણાં અંતરમાં રહ્યા કરે. અખંડ સ્મૃતિમાં રહેવું. ભગવાનનો અનુભવ કરતા રહેવું. બધામાં મારો પ્રભુ જ છે. ‘જીવનમંત્ર’ પ્રમાણે જીવવાનો આદેશ-આશીર્વાદ આપીને ધન્ય કર્યા હતાં.

 

 

પ.પૂ.દીદીના આશીર્વાદ પણ લીધા હતાં. ગુરૂહરિ પપ્પાજીની શતાબ્દી વર્ષની જાગ્રતિ સાથે ‘નિત પ્રસન્ન રહો’ની પ્રેરણા આશિષ આપ્યા હતાં. અને ગુરૂહરિ પપ્પાજીનું જીવન દર્શન જીવન કાર્યની વાત કરી સહુનેય પપ્પાજીમય કરી દઈ ધન્ય કર્યા હતાં.

 

 

 

(૨) તા.૭/૭/૧૫મંગળવાર

 

 

 

વહેલી સવારે પ.પૂ.જ્યોતિબેન અને સેવક પૂ.રસીલાબેન ડઢાણિયા, પૂ.ભાવનાબેન ગજ્જર લંડન જવા વિદાય થયા હતાં. તેઓને વિદાય આપવા, દર્શન આશીર્વાદ લેવા બધા ભક્તો પંચામૃતમાં ભેગા થયા. પ.પૂ.જ્યોતિબેને શતાબ્દી સંદેશ સંપ, સુહ્રદભાવ અને એકતાથી આનંદ કિલ્લોલ કર્યા કરવાના આશીર્વાદ આપી ધન્ય કર્યા હતાં. પ.પૂ.જ્યોતિબેન અને સર્વે સ્વરૂપોની તબિયતની સુખાકારી સાથે ભજન-પ્રાર્થના પ્રભુ ચરણે બધા વતી સભા સંચાલકે ધરી હતી.

 

 

 

(૩) તા.૯/૭/૧૫ પ.પૂ.બેનનો ૧૦૧મો પ્રાગટ્યદિન

 

 

પ.પૂ.બેનનો સાક્ષાત્કારદિન ૧લી સપ્ટેમ્બર આપણે પ.પૂ.બેનની રૂચિ પ્રમાણે હંમેશા જાહેર રીતે ઉજવીએ છીએ. છતાંય જો પ.પૂ.બેનનો પ્રાગટ્યદિન હોય તો જ્યોત એની મેળે ઉજવણી કરે જ. ભક્તો જ્યાં હોય ત્યાં મનોમન ઘર મંદિરમાં ઉજવણી હોય જ. એવી રીતે આજે જ્યોતમાં પણ પ.પૂ.બેનના પ્રાગટ્યદિન નિમિત્તે રાત્રે બે દિવસ વિશેષ બ્રહ્માનંદ સાથે ભક્તિના આયોજન થયા હતાં.

{gallery}images_in_articles//newsletter/2015/July/09-07-15 P.P. Ben birthday celebration/{/gallery}

 

 

 

તા.૮મીએ રાત્રે વિડિયો દ્વારા પૂ.ડૉ.મેનકાબેન, પૂ.ડૉ.સ્વીટીબેન વગેરે બહેનોએ દર્શન-આનંદ અને માર્ગદર્શન આપ્યું હતું.

 

 

તા.૯મીએ રાત્રે પ.પૂ.બેનના ભૂલકાં દ્વારા જ્યોત સભામાં આનંદની ઝલક સાથે ગુરૂહરિ પપ્પાજીના તથા પ.પૂ.બેનના આશીર્વાદ લીધા હતાં. પૂ.જ્યોસબેન નકારજા અને પૂ.મનીબેને પ.પૂ.બેનના મહિમા સ્મૃતિનો લાભ આપ્યો હતો. અને અંતમાં બહેનોને રમતગમત આનંદ લ્હાણી કરાવી પ.પૂ.બેનને ગમે તે રીતે બહેનોને આનંદ કરાવવારૂપી હાં હાં ગડથલ પૂ.સંગીતાબેન વિઠ્ઠલાણી અને બહેનોએ કરી હતી.

 

 

 

(૪) તા.૧૧,૧૨ જુલાઈ ૧૯૧૫ ના લંડનજ્યોતનાં પ્રાંગણમાં યોજાયેલ શિબિર સભા અને મહાપૂજાના દર્શન અહીં માણીએ.

 

 

તા.૧૧મી જુલાઈના શનિવારના શુભ દિવસે લંડનની ધરતી પર ગુરૂહરિ પપ્પાજીએ જે ગુણાતીત જ્યોત ૧૯૮૦માં સ્થાપી તેને આજે ૩૫ વર્ષ પૂર્ણ થયા તે નિમિત્તે અને ગુરૂહરિ પપ્પાજીના શતાબ્દીપર્વની ઉજવણી નિમિત્તે શિબિરસભા રાખવામાં આવી હતી. ઘણી મોટી સંખ્યામાં હરિભક્તો મંગલપ્રભાતથી આ પાવન ધરતી પર પધારવા માંડ્યાને સવારે ૧૦.૩૦ સુધીમાં તો સભા મંડપમાં હાજર થઈ ગયા હતા.

{gallery}images_in_articles//newsletter/2015/July/11 Jul 2015-Jivan Jagruti Shibir-UK{/gallery}

 

 

આ શુભ અવસરે વિદ્યાનગર જ્યોતમાંથી આપણા સૌના લાડીલા ગુણાતીત સ્વરૂપ પ.પૂ.જ્યોતિબેન અને પૂ.માયાબેન દેસાઈ પણ હાજર હતાં. તેમની હાજરીથી વાતાવરણમાં દિવ્યતા રેલાતી હતી. આવા મંગલકારી વાતાવરણમાં આ શિબિરનો પ્રારંભ લંડન જ્યોતની હરિયાળીમાં થયો. માર્કી(તંબુ) બાંધી હતી તેમાં સભા હતી.

 

 

પૂ.દિલીપભાઈ ભોજાણીએ ઉદ્દઘાટન પ્રવચન ‘જીવન જાગૃતિ શિબિર’નું કર્યું તેનો અર્થ સમજાવ્યો કે રોજીંદા જીવનમાં કેવી જાગૃતિ વર્તનથી લાવવી. ખૂબ સુંદર ઝીણી ઝીણી સૂઝ આપી દાખલાઓ સાથે અને તેમની છણાવટમાં રમૂજ ભેળવી સૌને હળવા પણ કર્યા. જેમાં ગુરૂહરિ પપ્પાજીની અખૂટ સ્મૃતિઓનો પણ સમાવેશ હતો.

 

 

ત્યારબાદ ભારતથી આ શિબિરમાં લાભ આપવા પધારેલ ગુણાતીત પ્રકાશના પ્રમુખ શ્રી પૂ.વિરેનભાઈ પટેલે શિબિર યોજવાનો હેતુ અને એમના જીવનમાં થયેલ પ્રભુ પપ્પાજીના અનુભવો સાથે લાભ આપ્યો ને સૌને ગુરૂહરિનું માહાત્મ્યદર્શન કરાવ્યું. જેની પુષ્ટી પૂ.પિયૂષભાઈ પનારાએ પણ કરાવી.

 

 

ત્યારબાદ ગુણાતીત જ્યોત લંડનના વરિષ્ઠ સાધક બહેન પૂ.રેખાબેન ખમારે લાભ આપતા કહ્યું કે, ‘ગુરૂહરિ પપ્પાજી મળ્યા પછી જીવનમાં આપણે કેવળ પપ્પાજીમાં જ રહેવાનું છે. બાકીનું બધું જ પ્રભુ પોતે જ આપણામાં કરી લેશે. આપણે આપણા ધ્યેય પર ર્દષ્ટિ નિરંતર રાખવી.’

 

 

ત્યારબાદ વિદ્યાનગર જ્યોતમાંથી પધારેલ ગુણાતીત સદ્દગુરૂ સ્વરૂપ પ.પૂ.માયાબેન દેસાઈએ લાભ આપ્યો ને કહ્યું કે ‘આ સમાજમાં જગતના Calculations નહી લગાડવાના પણ પ્રભુ સંબંધે જ બધાને જોવા. પ્રસંગે પ્રાર્થના-ભજન કરવું. ગુરૂહરિ પપ્પાજીની મૂર્તિમાં રહેવાની Practice પાડવી ને નિત્ય તેનો અભ્યાસ રાખવો.

 

 

લંડન જ્યોતની સ્થાપનાને ૩૫ વર્ષ પૂર્ણ થયાતે નિમિત્તે તથા ગુરૂહરિ પપ્પાજી શતાબ્દી પર્વની ઉજવણીના ઉપક્રમે બીજે દિવસે મહાપૂજા સવારના ૧૦.૩૦ થી ૧.૦૦ તા.૧૨મીના રાખવામાં આવી હતી. તેમાં ૭૦ યુગલોએ ભાગ લીધો હતો. વાતાવરણ ખૂબ સુંદર હતું અને તેમાં દિવ્ય સ્વરૂપોના સાંનિધ્યે દિવ્યતા રેલાતી હતી. પૂ.દિલીપભાઈ અને પૂ.પિયૂષભાઈએ ખૂબ સરસ સંકલ્પ સમજૂતી સાથે મહાપૂજા કરાવી હતી.

 

 

મહાપૂજા બાદ અનુપમ મિશન લંડનના ભાઈઓ સાથે પ.પૂ.સાહેબજી અને પ.પૂ.શાંતિભાઈ પધાર્યા હતા અને આશિષ આપ્યા હતા. મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનું આમંત્રણ પાઠવ્યું હતું. જ્યોત મંદિરમાં આરતી કરી ને મહાપ્રસાદ ‘પરમ’ માં ગ્રહણ કર્યો.

 

 

આમ, લંડન જ્યોતની આ ભૂમિ પર પ્રથમવાર જ સુંદર શિબિર અને મહાપૂજાનું આયોજન થયું હતું.

આમ, બંને દિવસના આ ભક્તિમય કાર્યક્રમમાં ગુરૂહરિ પપ્પાજીમય બધા રહ્યાં હતાં. ગુરૂહરિ પપ્પાજી પણ જાણે પ્રસન્ન થકા અખંડ બિરાજમાન રહ્યાં હોય તેવી અનુભૂતિ અંતરમાં થતી રહી હતી. ગુરૂહરિ પપ્પાજીનો ખૂબ ખૂબ આભાર.

{gallery}images_in_articles/newsletter/2015/July/12-04-15 mahapooja in londen jyot{/gallery}

 

 

 

 

(૫) જ્યોતમાં રોજ સવાર-સાંજ સભા કથાવાર્તા થાય. જેમાં ધ્વનિમુદ્રિત ગુરૂહરિ પપ્પાજીના આશીર્વાદ (પરાવાણી) નો લાભ તથા સદ્દગુરૂ A લાભ આપે. તેમાંથી આ પખવાડીયા દરમ્યાન પ.પૂ.જ્યોતિબેન, પ.પૂ.દીદીએ લાભ આપ્યો. તેમાં ર્દષ્ટાંતરૂપે નાની વાર્તા કરેલી. તેનો અહીં આપણે લાભ લઈએ.

જ્યોતમાં હાલ અધિક માસ નિમિત્તે સાંજે ૫.૩૦ થી ૭.૦૦ પારાયણ ચાલુ હતું. તા.૬/૭/૧૫ના રોજ પારાયણની સભામાં પ.પૂ.જ્યોતિબેને લાભ આપ્યો. આપણે પ્રભુમાં લય અને લીન રહેવું તો બીજું કાંઈ જ નડશે નહીં. અડશે નહીં. તે ઉપર વાર્તા ર્દષ્ટાંતરૂપે કરી કે,

A – જોગીબાપા વાત કરતા, એક મુસલમાન રસ્તામાં નમાજ પઢતો હતો. ત્યાંથી એક પ્રેમિકા (બાઈ) પોતાના પ્રિયતમને મળવા દોડતી દોડતી જતી હતી. એ મુસલમાન પાસેથી અથડાઈને પસાર થઈ, એનું ધ્યાન ના રહ્યું.  પેલો નમાજ પઢનાર તો મનમાં ગુસ્સા સાથે નમાજ પઢતો હતો. પેલી બાઈ પાછી આવી ત્યારે આ માણસ તેને કહેવા લાગ્યો. કે હું નમાજ પઢું છું તો તને દેખાતું નથી ? મારા પર પગ મૂકીને ગઈ. પેલી બાઈ કહે, ના મને ખબર નથી પડી. હું મારા કાર્યમાં એકાગ્ર હતી. પણ તમે તો ભગવાનમાં હતાં. નમાજ પઢતા હતાં. તેમાં મને યાદ રાખી? તમારું મન મારામાં રહ્યું ? બસ આપણે ભગવાનમાં મન રાખીને ૧ માળા લગની લગાડીને કરીશું તો તે ભગવાનને પહોંચશે.

 

 

 

 

B – તા.૧૩/૭/૧૫ ના રોજ મંગલ સભામાં પ.પૂ.દીદીએ લાભ આપ્યો. તેમાં નાની વાર્તા ર્દષ્ટાંત રૂપે કરી.

એક ગુરૂ અને શિષ્ય હતાં. ગુરૂ બહારગામ જતાં હતાં. શિષ્યને કહ્યું, ‘હું બહાર જઉં છું. ક્યારે પાછો આવું તે નક્કી નથી. કદાચ ન પણ આવું. શિષ્યે ગદ્દગદ્દ કંઠે ગુરૂને કહ્યું. ‘ગુરૂજી આપ મને એવું જ્ઞાન આપતા જાવ, જેના આધારે હું જીવન જીવું.’ થોડીવાર ગુરૂ આંખ બંધ કરીને બેઠા. પછી આંખ ખોલીને માર્મિક બોલ્યા. “બે વાત ધ્યાન રાખજે. રોજ નવું મકાન બાંધજે, અને રોજ નવી વહુ લાવજે.” શિષ્ય તો ગભરાઈ ગયો. અને કહે, ‘ગુરૂ પૈસા તો છે નહીં. અને માંગીને મકાન બનાવું તો પણ રોજ નવી વહુ ? તમે શું કહેવા માંગો છો ?

ગુરૂજીએ તેનો ભાવાર્થ (ગુઢાર્થ) સમજાવતાં કહ્યું કે, રોજ નવું મકાન એનો અર્થ તું રોજ ર્દઢ નિશ્ર્ચય કરજે કે ‘મારે મારી સાધના પૂર્ણ કરવી જ છે.’ રોજ નવી વહુ લાવવી એનો અર્થ એ છે કે, ‘રોજ નવી શ્રધ્ધાથી કામ કરજે, મારી પાસે ભગવાન છે.’

 

 

આમ, શ્રધ્ધાથી ભક્તિ કરવાની સૂઝ યાદ રહી જાય એ રીતે ગુરૂએ આપી. એમ આપણને યાદ રહી જાય તેવા ર્દષ્ટાંત સાથે ગુરૂ પ.પૂ.દીદીએ પણ કથાવાર્તા કરી ધન્ય કર્યા.

 

અત્રે સર્વે સ્વરૂપોની તબિયત સરસ છે. અત્રેના સર્વે સ્વરૂપો મુક્તો વતી આપ સર્વને ભાવભર્યા જય સ્વામિનારાયણ !

 

એ જ જ્યોત સેવક P.71 ના પ્રણામ સહ જય સ્વામિનારાયણ !