01 to 15 Jul 2019 – Newsletter

સ્વામિશ્રીજી

 

ગુરૂહરિ પપ્પાજીની જય

 

વચનામૃત દ્વિશતાબ્દી પર્વની જય

 

ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તોજય સ્વામિનારાયણ!

 

ઓહોહોઆ માસ તો .પૂ.બેનનો ૧૦૫મો પ્રાગટ્ય દિન લઈને આવેલો છેતો ચાલો તા ૧ થી ૧૫ જુલાઈ દરમ્યાન જ્યોત પ્રાંગણમાં ઉજવાયેલ સમૈયાની સ્મૃતિમાણીએ.

 

(૧) તા.૧/૭/૧૯

 

આજે ૧લી તારીખ નિમિત્તે બહેનો પપ્પાજી તીર્થ પર ધૂનભજનપ્રદક્ષિણા માટે ગયા હતાઅને પોતાના પ્રાર્થનાભાવો ગુરૂહરિના ચરણે ધર્યા હતા

 

રાત્રે .૦૦ થી ૧૦.૦૦ રાબેતા મુજબની કીર્તન આરાધના પપ્પાજી હૉલમાં કરી હતીપહેલાં બહેનોએ ભજનો ગાયા હતાંત્યાર બાદ ભાઈઓ એ ભજનની રમઝટ બોલાવી સહુને ભક્તિ રસમાં લીન કર્યા હતાગુરૂહરિ પપ્પાજીના ધ્વનિમુદ્રિત આશીર્વાદ લીધા હતાઅંતમાં પૂ.ઈલેશભાઈએ મોટે થી બે મિનિટ સુહ્રદ ધૂન કરાવી આજની કીર્તન આરાધનાની પૂર્ણાહુતિ કરી હતી

{gallery}images_in_articles//newsletter/2019/July/01-07-19 KIRTAN AARDHANA{/gallery}

 

(તા.//૧૯ રક્ષાબંધનની રાખડીની મહાપૂજા

 

આજે રથયાત્રાનો શુભદિનઆજના શુભ દિને રક્ષાબંધનની રક્ષાની મહાપૂજા જ્યોત પપ્પાજી હૉલમાં સવારે .૩૦ થી ૧૨.૦૦ દરમ્યાન કરી હતી.બહેનોએ જાતે પ્રાર્થના કરતાં કરતાં આ રાખડી બનાવી છે. હરિભક્તોને ઘરે મોકલતાં પહેલાં રાખડીમાં પ્રાર્થના પૂરી તેને શક્તિશાળી બનાવવામાં આવે છેપછી હરિભક્તોને મોકલાય છે

 

મહાપૂજામાં પ્રાર્થના ધરી હતી. ૧૮૨૧ ની રક્ષાબંધનના પૂર્વ દિને મહારાજે વચ.ગ.મધ્ય.૯  ‘સ્વરૂપનિષ્ઠાનું’ ઉચ્ચાર્યું છે. અને તેમાં વાત કરી છે કે, જો આપણે સાચા ભક્ત હોઈએ તો એક ભગવાનનું  અતિશય બળ અને એક પ્રભુનું જ શરણ. આવી પાકી સ્વરૂપનિષ્ઠા હોય તો કલ્યાણના માર્ગમાંથી કોઈ વ્યક્તિ, શક્તિ, પદાર્થ કે સંજોગ સત્સંગમાંથી પડવા નહીં દે.

 

આવી પ્રતીતિ એ જ આપણા માટે ‘પુણ્યનો ઢગલો.’

આવા ઉત્તરોઉત્તર પુણ્યશાળી જ બનતા રહીએ એ માટે જ્યોતનાં બહેનોએ રક્ષા બનાવી, મોટેરાં સંત બહેનોએ મહાપૂજામાં પ્રસાદી પ્રાર્થના કરી છે. અને પ.પૂ.દીદી, પ.પૂ.દેવીબેન, પ.પૂ.જશુબેને આશિષ અર્પ્યા છે.

 

હે ગુરૂહરિ પપ્પાજી ! હે બા ! હે બેન ! હે ગુરૂ સ્વરૂપો ! સહુની સર્વ પ્રકારે રક્ષા કરજો. 

 

સંકલ્પસ્મૃતિનું આ ૫૬મુંવર્ષ છે. એ સ્મૃતિ સાથે આજની આ મહાપૂજામાં ૫૬ બહેનોએ ભાગ લીધો હતોપૂ.કલ્પુબેન દવેઍ મહાપૂજા કરાવી હતીગુરૂહરિ પપ્પાજીની પ્રત્યક્ષ હાજરીમાં તેમની હસ્તપ્રસાદીની કરેલી રક્ષાસ્વરૂપોને આપી હતીઅને પપ્પાજી સ્વરૂપોએ એ રક્ષા બધી રક્ષાને અડકાડી પ્રસાદીની કરી હતીઅંતમાં .પૂ.દીદીના આશીર્વાદ લઈ આજની આ મહાપૂજાની પૂર્ણાહુતિ કરી હતી

{gallery}images_in_articles//newsletter/2019/July/04-07-19 RAKSHABANDHAN MAHAPOOJA{/gallery}

 

(તા.//૧૯ વચનામૃત પૂજન વિધિ

 

વચનામૃત દ્વિશતાબ્દી પર્વ નિમિત્તે આજે .પૂ.દીદીના ગ્રુપનાં બહેનોએ વચનામૃતની પૂજાવિધિમાં લાભ લીધો હતોજપયજ્ઞના હૉલમાં થી પોથી યાત્રાનો પ્રારંભ કર્યો હતો.પૂ.બેનની રૂમમાં પાયલાગણ કરી પછી પપ્પાજી હૉલમાં પધાર્યાં હતાંત્યાં સ્વરૂપોએ પુષ્પથી પોથીનાં વધામણાં ર્યાં હતાં. ત્યારબાદ મહારાજની જનમંગલ  નામાવલિ બોલી વચનામૃતની પૂજા કરી હતી અને ગુરૂહરિ પપ્પાજીના મહિમા સ્ત્રોતનું ગાન કરી પરામૃતની પૂજા કરી હતી. ત્યારબાદ આરતી કરી પ.પૂ.દીદીના આશીર્વાદ લઈ સભાનું સમાપન કર્યું હતું.

{gallery}images_in_articles//newsletter/2019/July/05-07-19 VACHNAMRUT PUJAN VIDHI{/gallery}

 

(તા.//૧૯ .પૂ.બેનનો ૧૦૫મો પ્રાગટ્ય દિન

 

.પૂ.બેનનો ૧૦૫મો પ્રાગટ્ય પર્વ પરમ શાંતિ પર્વ’ ની ઉજવણી ખૂબ ભવ્ય અને દિવ્ય રીતે કરી હતી.

પૂ.મગનબાપાએ .પૂ.બેનને આફ્રિકામાં વર્તમાન ધરાવ્યાં ત્યારે વચનામૃત આપ્યું હતું.પૂ.બેને જ્યાર થી વર્તમાન ધારણ કર્યા ત્યાર થી રોજનું એક વચનામૃત વાંચવાનો નિયમ રાખ્યો હતોજે આજે પણ .પૂ.બેનની રૂમમાં આ નિયમ યથાવત્ પળાય છેઆ વર્ષ એટલે વચનામૃત દ્વિશતાબ્દીનું વર્ષ છેએટલે એ પ્રમાણે વચનામૃત આધારિત ઉજવણીનું આયોજન .પૂ.બેનના ગ્રુપનાં બહેનોએ ખૂબ ભવ્ય રીતે કર્યું હતું.

 

.પૂ.બેને ઘણા બધા વચનામૃતનું નિરૂપણ કર્યું છેતેમાંથી અમુક વચનામૃત પસંદ કરી તેનો સાર કાઢી .પૂ.બેનની રૂમમાં મૂક્યો હતો.  તે સાર એવી રીતે બુકના આકારમાં સેટ કરી મૂક્યો હતો કે જોતાં જાણે એવું લાગેકે આખું વચનામૃત મૂક્યું છે.  રોજ બહેનોએ .પૂ.બેનની રૂમનં૧૯માં જઈ સાર વાંચી આખો દિવસ તેનું મનન કરવાનું.  એવી રીતે પાંચ દિવસ સ્વાધ્યાય કરી ઉજવણી કરી હતી.

 

મુખ્ય ઉજવણી તા.૮મીએ રાખી હતીપંચામૃત હૉલમાં થી સ્વાગત કર્યું હતુંશ્રીજીમહારાજ,  ગુરૂહરિ પપ્પાજી અને .પૂ.બેન સાથે આફ્રિકાથી જે ૪ બહેનો ભગવાન ભજવા પધાર્યા તે અને સાથે સાથે .પૂ.દીદી અને .પૂ.જશુબેન સાથે સ્વાગત કર્યું હતુંઆગળ ચાર યુવતીઓ નૃત્ય કરતી હતીઅને ત્યાર બાદ ભાભીઓ એ માથે કળશ લઈ સ્વાગત યાત્રા કરી પપ્પાજી હૉલમાં લઈ આવ્યા હતાં.

 

પપ્પાજી હૉલની સજાવટ પણ અદ્દભૂત હતીમહારાજે સહુથી વધુ વચનામૃત ગઢડામાં ઉચ્ચાર્યાં છે. એટલે  પપ્પાજી હૉલમાં ગઢડા ધામ ઉભું કર્યું હતુંદાદાખાચરનો દરબારલાડુબાજીવુબાના ઓરડાલક્ષ્મી વાડી પપ્પાજી હૉલમાં આબેહૂબ ખડી કરી હતીસ્વાગત બાદ સ્ક્રીન પર વિડીયો દ્વારા ગુરૂહરિ પપ્પાજીએ જે રીતે વચનામૃત નિરૂપણ કરતા તેનાં દર્શન ર્યાં    ત્યાર બાદ .પૂ.બેન પણ જે રીતે વચનામૃત નિરૂપણ કરતાં તેનાં દર્શન વિડીયો દ્વારા કર્યા હતાંપપ્પાજી હોલમાં બેઠા હોઈએ ત્યારે તો એવું લાગતું હતું કે જાણે આપણે ૨૦૦વર્ષ પૂર્વે દાદાખાચરના દરબારમાં બેઠા હોઈએ અને મહારાજ વાતો કરતા હોયઅત્યારે જ શ્રીજીમહારાજ આપણને ગુરૂહરિ પપ્પાજી સ્વરૂપે મળ્યા છે.આ સજાવટમાં પપ્પાજી ગ્રુપના યુવકોએ પણ ખૂબ જહેમત ઉઠાવી ભક્તિ અદા કરી હતી.

 

રાત્રે .૦૦ થી ૧૦.૦૦ પપ્પાજી હૉલમાં સભા કરી હતીસહુ પ્રથમ ગુરૂહરિ પપ્પાજીને હાર અર્પણ પૂ.કિશોરીબેન પરમારે (ગુણાતીત જ્યોતકર્યો હતો.પૂ.બેનને હાર અર્પણ પૂ.શ્રાવણીબેન ભરૂચી (ગુણાતીત જ્યોતએ કર્યો હતોત્યાર બાદ પૂ.ઉષાબેન મકવાણા એ કેક અર્પણ કરી હતી.પૂ.દીદીએ કેક કર્તન કર્યું હતું.પૂ.દીદીના આશીર્વાદ લીધા તાંત્યાર બાદ પૂ.ખુશીબેન (મુંબઈએ પૂ.સંગીતાબેન વિઠ્ઠલાણી રચિત ભજન ઉપર નૃત્ય કર્યું હતુંવચનામૃત આધારિત પૂ.સ્મૃતિબેન દવે રચિત ભજન ઉપર પૂ.વૈદેહીબેનપૂ.સોનલબેનપૂ.પૂર્વીબેન બાણગોરીયા અને પૂ.પ્રીતલબેન મોદીએ ડાન્સ કર્યોહતો

 

.પૂ.દીદીએ વર્ષો પહેલાં બનાવેલ ભજન નહોતી ભાળી વાલીડાની…” 

પરગરબોભાભીઓ એ અને યુવતીઓ એ કર્યો હતોપૂ.વંદનાબેન વાઘેલાએ વચનામૃતનો ઉદ્દભવ કેવી રીતે થયો તેના ઉપર નાનકડો સ્લાઈડશો બનાવ્યો હતોતે જોયોપૂ.લીનાબેન ભરૂચીએ .પૂ.બેનના માહાત્મ્યગાન અને અનુભવ દર્શનમાં લાભ આપ્યો હતો.

આમ,ખૂબ બ્રહ્માનંદ કરી આ ઉત્સવની સમાપ્તિ કરી હતી.

{gallery}images_in_articles//newsletter/2019/July/09-07-19 P.P.BEN 105 BIRTHDAY CELEBRATION{/gallery}

 

(૫) તા.૧૪/૭/૧૯ પ.પૂ.તારાબેનના ૯૦મા પ્રાગટ્ય પર્વની ઉજવણી નિમિત્તેની પ્રતીક સભા

 

પ.પૂ.તારાબેનના ૯૦મા પ્રાગટ્ય પર્વ ‘દિવ્યતા પર્વ’ ની ઉજવણી નિમિત્તે ની પ્રતીક સભા સવારે ૧૦.૦૦ થી ૧૨.૦૦ જ્યોત પપ્પાજી હૉલમાં કરી હતી. તેમાં આજે પ.પૂ.જશુબેનના ગ્રુપના બહેનોએ લાભ આપ્યો હતો.

 

સભામાં સહુ પ્રથમ આવાહ્નન શ્ર્લોક બાદ પ.પૂ.તારાબેનનું ભજન “અવિભક્ત આત્મા તું ને પરમાત્મા…” એ ગાયું હતું. ત્યારબાદ અવિભક્ત આતમદર્શન પુસ્તકમાંથી વાંચન કર્યું હતું. પૂ.અરૂણાબેન પટેલ અને પૂ.મંજુબેન ઠક્કરે માહાત્મ્યદર્શનમાં  લાભ આપ્યો હતો. પ.પૂ.જ્યોતિબેન અને પ.પૂ.તારાબેનના ધ્વનિ મુદ્રિત આશીર્વાદ લઈ આજની સભાની સમાપ્તિ કરી હતી.

 

આમ, આખું પખવાડીયું ખૂબ બ્રહ્માનંદ કરી પસાર થયું હતું. અત્રે સર્વે સ્વરૂપોની તબિયત સરસ છે. અત્રેના સર્વે સ્વરૂપો મુક્તો વતી આપ સર્વને અંતરના ભાવભર્યા જયસ્વામિનારાયણ. ફરીથી મળીશું ગુરૂપૂનમ અને હીંડોળા પ્રારંભની સ્મૃતિ સાથે. રાજી રહેશો.

એ જ જ્યોત સેવક P.71 ના પ્રણામ સહ જયસ્વામિનારાયણ !