01 to 15 Jun 2014 – Newsletter

સ્વામિશ્રીજી                      

જય ગુરૂહરિ પપ્પાજી

ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ સર્વે અક્ષરમુક્તો,

૧લી જૂન મહામંગલ પર્વના આપને જય સ્વામિનારાયણ !

આજે અહીં આપણે તા. થી ૧૫ જૂન દરમ્યાન જ્યોત અને જ્યોત શાખાઓમાં થયેલ સમૈયા, મહાપૂજા વગેરે ભક્તિના કાર્યક્ર્મની સ્મૃતિ માણીશું.

() તા.//૧૪ રવિવાર

આજનો દિવસ ખૂબ ભવ્ય દિવસ !

() ગુરૂહરિ પપ્પાજીનો સાક્ષાત્કારદિન. જો કે જે સાકાર સ્વરૂપ છે તેને સાક્ષાત્કાર શું હોય ? દાખલો બેસાડવા વર્તી બતાવ્યું છે.

() શ્રી ગુણાતીત જ્યોતનો સ્થાપનાદિન

() શાશ્વતધામનો પણ સ્થાપનાદિન (વાર્ષિક દિન) ભવ્ય દિવસે

 

સવારે .૩૦ થી .૦૦ જ્યોતના બહેનો બે વિભાગમાં વારાફરતી પપ્પાજી તીર્થ પર ગયા હતાં. ત્યારે શાશ્વત ધામે પ્રાર્થના, પ્રદક્ષિણા, પુષ્પહાર અર્પણ તથા ભજનધૂન્ય કર્યા હતાં. ત્યારે રીતે મહિલા મંડળના મુક્તોએ .૦૦ થી  ૧૦.૩૦ શાશ્વતધામે જઈ ભક્તિ અદા કરી હતી.

રાત્રે .૦૦ થી ૧૦.૩૦ જ્યોત પંચામૃત હૉલમાં સંયુક્ત સભામાં ગુરૂહરિ પપ્પાજીના સાક્ષાત્કારદિનની ઉજવણી થઈ હતી.

શ્રી ઠાકોરજી, ગુરૂહરિ પપ્પાજી અને સ્વરૂપોને પુષ્પમાળ અર્પી સ્વાગત કર્યું અને સભાનો પ્રારંભ થયો. સભાના પ્રારંભે સભા સંચાલકે ગુરૂહરિ પપ્પાજીના અમૃતપર્વની સ્મૃતિ કહીને સભાનો પ્રારંભ કર્યો હતો. આપણે જાણીએ છીએ તેમ એક પણ દિવસ એક વાત એવી નહીં હોય કે ગુરૂહરિ પપ્પાજી એમની વાણીમાં યોગીબાપાનું નામ ના બોલ્યા હોય ! એવો એક વાર્તાલાપ (પ્રસંગ) અમૃતપર્વનો છે.

ગુરૂહરિ પપ્પાજીનો અમૃતપર્વનો સમૈયો હતો. ત્યારે સભા પ્રારંભે સભા સંચાલકે કહ્યું, અમૃતપર્વના સમૈયાના ગુરૂહરિ પપ્પાજીને ભાવભર્યા જય સ્વામિનારાયણ !” ગુરૂહરિ પપ્પાજી કહે, ‘યોગી શતાબ્દીના સર્વને જય સ્વામિનારાયણએટલે પપ્પાજીને કહ્યું, ‘તમારી હરેક વાતમાં જોગીમહારાજ આવે ને ? ગુરૂહરિ પપ્પાજી કહેજોગી મહારાજ વગર એક રતીભાર પણ જીવન નથી.” એક્ડો મૂકીને જેટલા મીંડા મૂકીએ એની કિંમત છે.” આપણે પણ એવી સ્વરૂપનિષ્ઠા ર્દઢ રાખીએ અને પળેપળ સનાતન બનાવીએ.

જેના જીવનમાં ગુરૂહરિ પપ્પાજીનું બ્રહ્મસૂત્ર, ગરજુ થઈ સેવા કરો અને દિવ્યભાવ રાખી ખમો.” સાકારપણે વણાયેલું છે. એવા પૂ.દેવિકાબેને(જંત્રાલ) સમગ્ર ગૃહસ્થ સમાજ તરફથી ગુરૂહરિ પપ્પાજીને પુષ્પહાર પહેરાવ્યો હતો. લંડન જ્યોતના બહેનો તરફથી પૂ.ઉષાબેન મકવાણાએ ગુરૂહરિ પપ્પાજીને પુષ્પહાર પહેરાવ્યો હતો.

આજના પ્રસંગને અનુરૂપ સદ્દગુરૂ સ્વરૂપ પૂ.મધુબેન સી. ઉદાહરણ સહ ગુરૂહરિ પપ્પાજીના મહિમાગાનમાં ખૂબ સરસ લાભ આપ્યો હતો.

ગુરૂહરિ પપ્પાજીના સાક્ષાત્કારદિનની સ્મૃતિ યોગી મહારાજની છે. તારદેવમાં યોગીબાપાએ ૧લી જૂને .પ્રથમ ૭૧ વચનામૃત સમજાવ્યુ હતું. તથા તે દિવસે સાંજે બાપાને ગાડીમાં ચોપાટીએ પૂ.પપ્પાજી અને પૂ.કાંતિકાકા લઈ ગયા હતાં.” તે સ્મૃતિ પરથી શબ્દ કાઢેલ અને તેના ઉપર એક એક એકાંતિક સંત વક્તાની વારી હતી.

. વચનામૃત’ શબ્દ ઉપર પૂ.ઈલેશભાઈએ ખૂબ સરસ લાભ આપ્યો હતો અને ગુરૂહરિ પપ્પાજીની સ્મૃતિ વચનામૃતને લગતી કરાવી હતી.

. ગાડી’ શબ્દ ઉપર પૂ.હરિનીબેન પટેલે ગુરૂહરિ પપ્પાજીની સ્મૃતિથી પ્રારંભ કરી. ઘણી સ્મૃતિ સાથે સિધ્ધાંતિક વાતો કરીને સરસ યાચના પ્રસંગે કરી હતી. જે પ્રાર્થના સહુ મુક્તોની પણ હતી.

. દરિયો’ શબ્દ ઉપરની સ્મૃતિ પૂ.હરણાબેન દવે ગુરૂહરિ પપ્પાજીની પ્રસાદીના દરિયા કિનારાએ મનથી લઈ જઈને જાણે શિબિર કરાવી હોય તેવી તાર્દશ્ય સ્મૃતિઓ ભૂલ્યા વગર કરાવી હતી.

પૂ.પ્રવિણાબેન ગોહીલે પણ સિવણ વિભાગની સ્મૃતિ આવરી લઈને લાભ આપ્યો હતો.

.પૂ.જ્યોતિબેનના આશીર્વાદ પ્રસંગે લીધા હતાં. ધ્વનિમુદ્રિત ગુરૂહરિ પપ્પાજીના આશીર્વાદ લઈને સભાની પૂર્ણાહુતિ રાત્રે ૧૧.૦૦ વાગ્યે થઈ હતી.

આજના સમૈયાના દર્શન વૅબસાઈટ દ્વારા આપ સહુએ કર્યા હશે. તેથી ટૂંકમાં અહીં સમાપન કરું છું.

() તા.//૧૪ સોમવાર

પૂ.જ્યોતિભાભી નરેનભાઈ ઠકરાર લંડનથી આજ રોજ કાયમ માટે વિદ્યાનગર રહેવા આવ્યા. તેઓનું સ્વાગત સવારે ૧૦.૦૦ વાગ્યે જ્યોત પંચામૃત હૉલમાં કર્યું હતું. પૂ.રમીબેને પ્રાસંગિક વાત કરી હતી. .પૂ.જ્યોતિબેન અને .પૂ.દેવીબેને આશીર્વાદ આપ્યા હતાં. પૂ.જ્યોતિભાભીએ અને પૂ.નરેનભાઈએ યાચના પ્રવચન ગુરૂહરિ પપ્પાજી અને .પૂ.બેનની સ્મૃતિ સાથે કર્યું હતું.

આજે .પૂ.દીદી પરદેશની ધર્મયાત્રાએ જવા વિદાય લેતા હતાં. ત્યારે પંચામૃત હૉલમાં ભેગા મળી બહેનોએ વિદાયમાં .પૂ.દીદી ચાર મહિના પરદેશ છે તે દરમ્યાન આવતાં તહેવારો રક્ષાબંધન, ગુરૂપૂનમ, જલજીલણી એકાદશી, મહાપૂજા સુવર્ણદિન વગેરે સ્મૃતિ સહ .પૂ.દીદીને ‘રક્ષા અર્પણ પૂ.અનુરાધાબેને કરી અને સહુ માટે રક્ષાના આશીર્વાદ લીધા. સોનાબા વતી સેવક પુષ્પાબેને ગુલાબનું પુષ્પ અર્પણ કર્યું. ગુરૂપૂજન પૂ.દિવ્યાબેને કર્યું. અને મોગરાની માળા .પૂ.દેવીબેને .પૂ.દીદીને પહેરાવી.

મહાપૂજા તા.//૬૪ની સ્મૃતિ સુવર્ણદિન નિમિત્તે પૂ.કલ્પુબેન દવે નાડાછડી અર્પણ કરી હતી. .પૂ.દીદીએ રૂડા આશીર્વાદ આપ્યા હતાં.

() તા.//૧૪ પૂ.રજનીબેન દવેની ત્રયોદશીની મહાપૂજા

પૂ.રજનીબેન દવેની ત્રયોદશીની મહાપૂજા જ્યોત મંદિરમાં સવારે ૧૦.૦૦ વાગ્યે થઈ હતી. બોરીવલી મંડળના જૂના જોગી એવા પૂ.રજનીબેન અને દવે સાહેબ શેષ જીવન ભક્તિમય વીતાવવા વિદ્યાનગરમાં રહેવા આવી ગયા છે. પૂ.રજનીબેનની તબિયત ઉંમર અનુસાર નરમ ગરમ રહ્યાં કરતી. ખૂબ ટૂંકી બિમારી બાદ તા.૩૧//૧૪ ના રોજ તેમના ઘર મંદિરે ખૂબ સહજતાથી અક્ષરધામ નિવાસી થયા. શુભ દિને સાંજે હરિભક્તોના સાંનિધ્યે અંતિમવિધિ અને અગ્નિસંસ્કાર થયો.

તા.,, જૂન જ્યોત મંદિરમાં બહેનોભાભીઓની સભામાં પારાયણ અને મહિમાગાન થયા. તા.૬ઠ્ઠીએ સાંજે અસ્થિ પુષ્પ વિસર્જન વહેરાખાડી મહીસાગર નદી તટે બહેનોભાઈઓએ જઈ કર્યું હતું. ઓહોહો ! આવા અક્ષરધામના મુક્તો પૃથ્વી પર સાધુ જેવું જીવન જીવતા હોય છે. દર્શન પૂ.રજનીબેન અને દવે સાહેબના જીવનના પ્રસંગોથી થયું. પૂ.વિમળાબેન અને રમણીક અદાની આજ્ઞામાં રહી, એક નિષ્ઠાથી આધ્યાત્મિક સમજણે જીવન જીવ્યા છે. એકની અક દિકરી પૂ.અનુરાધાને જ્યોતમાં ભગવાન ભજવા મોકલી છે. તેની ઉપરનો હક્ક અને લાગણી છોડી એક પ્રભુ પ્રિત્યર્થે જીવન જીવનાર પૂ.રજનીબેને .પૂ.જ્યોતિબેનની પ્રસન્નતા લીધી છે. એવા પૂ.દવે સાહેબ નિર્માની સાધુ છે. ભક્તિયુક્ત જીવન જીવી નાના યુવકની જેમ ૮૦ વર્ષે પ્રભુકૃપામાં સેવાભક્તિ કરી રહ્યા છે. આવા અનાદિ મુક્તોને કોટી વંદન સાથે જય સ્વામિનારાયણ !

() તા.//૧૪ મહાપૂજા સ્મૃતિદિન

મહાપૂજાનું સુવર્ણવર્ષ ચાલી રહ્યું છે. તેથી વર્ષની દરેક તા.૮મી જ્યોતમાં વિધવિધ રીતે મહાપૂજાનું આયોજન થાય છે. આજે સદ્દગુરૂના ગ્રુપવાઈઝ બહેનોએ સવારે ૧૦ થી ૧૧.૩૦ મહાપૂજાભક્તિ કરી હતી. જ્યોતના ખૂણે ખૂણામાં મહાપૂજાના નાદ ગુંજ્યા હતાં. ભક્તિમય પળો પસાર થયાની ધન્યતા સહુએ અનુભવી હતી.

() તા.//૧૪ રવિવાર સુરત જ્યોત શાખા મંદિરનો ૨૭મો સ્થાપનાદિન

૨૭ વર્ષ પહેલાં દક્ષિણ ગુજરાતના સુરત મુકામે પૂ.મગનબાપા તથા પૂ.અનિલાબેનના ઘરે ‘સમર્પણ મકાનમાં “શ્રી ગુણાતીત જ્યોત” ની સ્થાપના થઈ. માનો કે ગુણાતીત જ્યોત પ્રજવલ્લિત કરી. અને સમયની રફતારના અંતે અનંત દીવાઓએ દિવ્ય જ્યોતના પ્રકાશને પ્રસરાવી અનંતના અંધકાર દૂર કરી રહ્યાં છે. એનું દર્શન ઉજવણીમાં સહુએ અનુભવ્યું. સ્થૂળ રીતે એક સંસ્થા ભલે હોય, પરંતુ ગુરૂહરિએ તો સાચા અર્થમાં ગુણાતીત જ્ઞાનની દિવ્ય જ્યોત સ્થાપી છે.

સુંદર કાર્યક્ર્મ થયો. મહાપૂજાનું સુવર્ણ પર્વ ચાલે છે એટલે કાર્યક્ર્મની શરૂઆત પણ મહાપૂજાથી થઈ. પૂ.અનુપભાઈએ મહાપૂજાનું સુકાન સંભાળ્યું. અને પૂ.નિલેશભાઈ અને પૂ.અંકિતભાઈએ સહકાર આપી સોનામાં સુગંધ ભેળવી. આમ, સુરતમાં પ્રથમ વખત આવા સમૈયામાં આટલા સમુદાય વચ્ચે નૂતન ગુણાતીત પ્રકાશના ભાઈઓએ મહાપૂજા કરી. વાતાવરણ દિવ્ય દિવ્ય અને પ્રશાંત થઈ ગયું.

.પૂ.જશુબેન પધાર્યાં અને સ્વાગત થયું. સ્ટેજ પર .પૂ.જશુબેન, પૂ.તરૂબેન, પૂ.મીનાબેન અને બીજી બાજુ પૂ.વિરેનભાઈ, પૂ.પિયૂષભાઈએ સ્થાન લીધું. કેન્દ્રમાં ગુરૂહરિ .પૂ.પપ્પાજી બિરાજ્યા હતાં. ડાબી બાજુ ઠાકોરજી બિરાજમાન હતાં. સૌના સ્વાગત પૂજન થયા તે પહેલા મહાપૂજાના વિસર્જન બાદઆરાધુ અખંડ પ્રેમે…” પૂ.અંકિતભાઈ અને સંગીત મંડળે સુંદર રીતે ભજન રજૂ કર્યું અને તરત .પૂ.જશુબેને ખૂબ સરસ આશીર્વાદ આપ્યાં. સ્થાનિક સંત બહેનોસંત ભાઈઓનો મહિમા અને .પૂ.પપ્પાજીના સામર્થ્ય અને નિષ્ઠાની અદ્દભૂત વાતો કરી. ત્યાર પછી .પૂ.જશુબેન રચિત અને સમૈયાને અનુરોપ ભજનતે કરી કમાલ સ્વામી, એક બ્રહ્મ સમાજ વસાવી…” ભજન પૂ.પિયૂષભાઈ સંગીત મંડળે સરસ રજૂ કર્યું. અને ગુરૂહરિ .પૂ.પપ્પાજીના આશીર્વાદ ધ્વનિમુદ્રિત છતાંય હ્રદયમાં મુદ્રિત થાય તેવા આશિષનો લાભ મળ્યો. પૂ.વિરેનભાઈએ પણ સરસ માહાત્મ્ય દર્શન કરાવતાં કહ્યું કે, .પૂ.પપ્પાજીએ આપણને ધન્ય કર્યા છે. દિવ્ય પ્રેમ અને અનેક વિધ વિધ સ્મૃતિઓ આપીને, પોતાના સંબંધ આપીને આપણને ખૂબ સુખિયા કર્યા છે. તો કૃપામાં પડી રહીને એમના સંતોને રાજી કરી લઈએ. જ્યાં મૂક્યા છે ત્યાં અક્ષરધામ છે એવું માનીને જીવી લઈએ.

ત્યારબાદ બાળક જેવું દિલ ધરાવતા વડિલ પૂ.શંભુભાઈએ સૌ ભૂલકાંની પક્ષે રહી સુંદર ભજન સંગીતના સથવારેઅમે બાળકો તમારા…” ભજન રજૂ કર્યું. સૌ ખૂબ રાજી થયા. નાની કિશોરી પૂ.નિરાલીબેન કણસાગરાએ કાલીઘેલી ભાષામાં સુંદર પ્રાર્થનાના અનુભવની વાત કરી કે આપણી પ્રાર્થના પ્રભુ સાંભળે છે અને આપણો સંકલ્પ પ્રભુ પૂરો કરે છે. તે વિષે પોતાનો અનુભવ રજૂ કર્યો. ત્યારબાદ પૂ.અનિલાબાના અમૃત પર્વ નિમિત્તે પૂ.મીનાભાભી ખંભાસલાએ સમગ્ર સમાજ વતી બુકે અર્પણ કર્યો. પૂ.અનિલાબાએ પણ પોતાની ભાવવિભોર શૈલીમાં પ્રાર્થના કરી કે, મેં કાંઈ કર્યું નથી હકીકત છે. ગુરૂહરિ પપ્પાજીએ અમારા પ્રારબ્ધ ધોવા માટે અમારું બધું સામે ચાલીને ગ્રહણ કર્યું છે. તો અત્યારે બહેનો અને ભાઈઓની સેવા અહોહોભાવે કરી લઉ પ્રાર્થના.

.પૂ.પપ્પાજી પ્રતિભા પુરસ્કારનું અનાવરણ પણ પૂ.અનિલાબાના વરદ્દ હસ્તે થયું. જેમાં વિદ્યાર્થીનીઓને પ્રથમ પ્રતિભા પુરસ્કાર .પૂ.જશુબેનના વરદ હસ્તે અપાયું અને દ્વિતીય અને તૃતીય પ્રતિભા પુરસ્કાર પૂ.લીલાબેન દેસાઈના વરદ્દ હસ્તે અપાયાં. તેવી રીતે વિદ્યાર્થીઓમાં પ્રથમ પુરસ્કાર પૂ.વિરેનભાઈના હસ્તે અપાયા અને દ્વિતીય અને તૃતીય પ્રતિભા પુરસ્કાર પૂ.ડૉ.પ્રદિપભાઈ નાણાવટીના હસ્તે અપાયા. ત્યારબાદ પરમ હંસ ગ્રુપના સક્રિય યુવાન કાર્યકર પૂ.ગૌરવભાઈ રંધોળિયાએ અનુભવ દર્શન કરાવ્યું. કહ્યું કે અમને સત્સંગ અને સંતોનો જોગ મળ્યો હોત તો અમારી જીંદગી નરક તુલ્ય હોત. આજે સ્કૂલકૉલેજમાં નાની ઉંમરમાં બધા ખરાબ રવાડે ચડેલા જોવા મળે છે. માબાપને અણસાર પણ આવે એટલી હદે બધા કુસંગે ચડી જાય અને જીંદગી બરબાદ કરે છે. પણ સંતોની અમારા પર પકડ છે તો અમને ગંદકીમાં જવા નથી દીધા. અને એથી ઉલટું અમારી પ્રતિભા તેજસ્વી બને તેવું નિરંતર જતન અહીં થાય છે. ત્યારબાદ પૂ.પિયૂષભાઈ અથા પૂ.અંકિતભાઈએ સંગીતના સથવારે ગુરૂહરિ પપ્પાજીને પ્રાર્થતું ભજનનમોસ્તુતે નમોસ્તુતે…” ગાયું. ભજન બાદ પૂ.રિધ્ધીભાભીએ અનુભવ દર્શન કરાવતા પોતાના એક વર્ષના સત્સંગના અનુભવ અને સંતનું જીવનમાં સ્થાન તથા પ્રાર્થના અનુભવની સરસ વાતો કરી. પૂ.અજીતભાઈએ પણ સુરત મંડળની પ્રગતિ અને મુક્તોના મહિમાની વાતો કરી. ત્યારબાદ પૂ.પિયૂષભાઈએ પણ લાભ આપતા જણાવ્યું કે ૨૭વર્ષથી આપણે જ્યોતના જોગમાં છીએ. .પૂ.પપ્પાજીએ તો ખૂબ કૃપા કરી છે પરંતુ આપણે હવે ખૂબ એક્ટીવ થવાનું છે. ગુરૂહરિ પપ્પાજી અને જ્યોતની ડિસિપ્લીનને સમજીને અમલ કરીએ. આપણાથી શરૂઆત કરીએ. મોટામોટા જ્ઞાનના શબ્દોની જરૂર નથી. સમજપૂર્વક જાગ્રતતાપૂર્વક જીવન જીવીએ.

સમગ્ર કાર્યક્ર્મનું સંચાલન ગુણાતીત પ્રકાશ પૂ.રાજુભાઈએ ખૂબ રસપ્રદ રીતે કર્યું. દરેક ભજન અને પ્રવચનની વચ્ચે વચ્ચે ગુરૂહરિ પપ્પાજીએ આપેલા આશીર્વાદની સ્મૃતિઓ ખૂબ સરસ રીતે કરાવી. .પૂ.જશુબેન પણ ગુરૂહરિ પપ્પાજીની માફક ખૂબ પરભાવમાં આવીને સભાની વચ્ચે વચ્ચે ત્રણેક વખત આશીર્વાદ રાજી થકા આપ્યા. રીતે કાર્યક્રમના અંતે સૌ મુક્તો ખૂબ દિવ્યતા સભર, ભાવ સભર થઈ ગયા. પૂ.રાજુભાઈએ સૌ સ્વરૂપોને વિનંતી કરી તેથી નીચે ગોઠવેલ વ્યવસ્થા પ્રમાણે સૌ પોતાના આસને બિરાજમાન થયા. સ્ટેજ પર પરમહંસ ગ્રુપના પાંચ યુવાનોએ ગુરૂહરિ પપ્પાજીની હ્રદય સ્પર્શી સ્મૃતિ કરાવતું ભાવ નૃત્ય રજૂ કર્યું. ધમાકેદાર છતાંય કરૂણાસભર રજૂઆતથી સમગ્ર મુક્ત સમાજ ખૂબ પ્રસન્ન થયો. ભજનના શબ્દો હતાદિલ ભર્યા ભર્યા આનંદતા…”

રીતે ખૂબ સરસ રીતે કાર્યક્ર્મ સંપન્ન થયો. અને છેલ્લે મહાપ્રસાદ લઈ સૌ વીખરાયા.

() તા.//૧૪ પૂ.પ્રફુલ્લભાઈ બી. પટેલ અક્ષરધામ નિવાસી થયા.

“માણસ કેટલું જીવ્યો તે અગત્યનું નથી. કેવું જીવ્યો તે અગત્યનું છે.” ગુરૂહરિ પપ્પાજીના વાક્ય પ્રમાણે પૂ.પ્રફુલ્લભાઈ ખરેખર જીવન જીવી ગયા ! જીવી જાણ્યું. ગુરૂહરિ પપ્પાજીના નાના સુપુત્ર પૂ.પ્રફુલ્લભાઈને ગુરૂહરિ પપ્પાજી માટે અનન્ય પ્રિતી હતી. જ્યોતની સ્થાપના થઈ ત્યારથી પૂ.મમ્મીજી સાથે પ્રફુલ્લભાઈ પ્રભુકૃપામાં રહી ભણ્યા. સમજણી ઉંમર થઈ એટલે પોતાના જીવનનું ધ્યેય પોતે નક્કી કર્યું. ‘ભગવાન ભજવા છે પરણવું નથી.” પૂ.સાહેબ અને ભાઈઓ ત્યારે ‘અનુપમ’ મકાનમાં રહેતા અને પ્રભુકૃપામાં જમતાં. ગુરૂહરિ પપ્પાજી અને પૂ.મમ્મીજીએ તેમની ફરજ મુજબ આશ્રમમાં વળાવે તેમ ગુરૂ .પૂ.સાહેબને સોંપણી કરી. પૂ.પ્રફુલ્લભાઈને પિતાશ્રીએ આધ્યાત્મિક સૂત્ર આપ્યું કે, તું સાહેબનો ઘાટી બનીને રહેજે. સત્યકામ જાબાલીની વાર્તા પ્રમાણે પૂ.પ્રફુલ્લભાઈ વર્ષો સુધી એક રહેણીએ વર્તી જીવી જાણ્યું. વચને ખંડાઈ ગયા, ખપી ગયા. પ્રેમ એટલે સમર્પણ સૂત્રને સાકાર કર્યું. અનુપમ મિશનના રસોડામાં ભક્તોને ભાવથી જમાડતા. સંબંધે સ્વરૂપ માની સહુનીય સેવા કરી અને પોતાના હેતવાળા મુક્તો પાસે કરાવડાવી. સર્વદેશીય વર્ત્યા. પૂ.પ્રફુલ્લભાઈની અંતિમવિધિ વખતે તેમનું જીવન વૃતાંત સાંભળતા હૈયું દ્રવી ઉઠે. એમનું ચાર શબ્દો પૂ.પ્રફુલ્લભાઈનું જીવન.

. મૌન, સ્મિત, દાસત્વ અને સેવા. મંદિરનું રસોડું મોટું કારખાનું હોય. રસોડાની ફરિયાદ મિશનની ઑફિસ સુધી ગઈ નથી. એવા આદર્શ ગુણાતીત સેવકઆદર્શ સાધુ પૂ.પ્રફુલ્લભાઈએ વચને જીવવાનો અદ્દભૂત આદર્શ પૂરો પાડ્યો છે. દેહની ફરિયાદ નહીં. મનની ફરિયાદ નહીં. કોઈનું જોવાનું નહીં એવી આગવી કોઈક સમજણે જીવી ગયા. દેહના દર્દ પણ સહ્યા. ગુરૂહરિ પપ્પાજીના સાંનિધ્યે સાધના કરતા સાધકોના પણ ગર્વ ગળી જાય તેવી સાધના તેવું સમર્પણ કરી ગુરૂહરિ પપ્પાજીનું ખૂબ શોભાડ્યું. પૂ.મમ્મીજીની ખરી ખાનદાની નિભાવી, પૂ.સાહેબજીના અંતરની પ્રસન્નતા લીધી. એવા પ્રફુલ્લભાઈને કોટી વંદન સાથે જય સ્વામિનારાયણ.

() તા.૧૨//૧૪ .પૂ.કાકાશ્રી મહારાજનો પ્રાગટ્યદિન

જ્યોતની મંગલ સભા તથા રાત્રિ સભા .પૂ.કાકાશ્રીના પ્રાગટ્યદિન નિમિત્તે થઈ હતી.

A – મંગલ સભામાં ગુરૂહરિ પપ્પાજીના આશીર્વાદ ધ્વનિમુદ્રિત લીધા હતાં. .પૂ.કાકાજી વિષે ખૂબ સરસ મહિમાગાન કર્યું હતું.

.પૂ.કાકાજીએ યથાર્થ પણે .પૂ.યોગીજી મહારાજને ઓળખ્યા. અને એમના ગુણ પ્રાપ્ત કરી લીધા. યથાર્થ સ્વરૂપનિષ્ઠા હશે તો જગતમાં રહ્યા થકા નિર્લેપભાવે જીવાશે. .પૂ.કાકાજીએ સૌથી પહેલા બુંગીયો ફૂંક્યો. અને યોગી મહારાજને ઓળખાવ્યા. સંબંધવાળાનું માહાત્મ્ય શાસ્ત્રી મહારાજ જેવું .પૂ.કાકાજી સમજ્યા હતા. અને વર્ત્યા. યોગીબાપાએ, .પૂ.કાકાશ્રીએ જે ભીડો વેઠ્યો છે એને સફળ કરીએ. શું ? આપણે પણ સંબંધવાળાને આપણા ગુરૂહરિનું સ્વરૂપમાનીને સેવા કરી લઈએ તો જોગીમહારાજના સંકલ્પ પ્રમાણે આખો સમાજ અક્ષરધામનું સુખ ભોગવતાં થઈ જાય. એવા આશીર્વાદ .પૂ.કાકાજી, .પૂ.બા અને .પૂ.બેન આજે આપે તેવી પ્રાર્થના.

પૂ.નિલમબેને પણ .પૂ.કાકાશ્રીના માહાત્મ્યગાન સાથે વારી આપી હતી.

B – રાત્રે .૦૦ થી ૧૦.૦૦ બહેનોની રાત્રિ સભા હતી. તેમાં પણ બ્રહ્મસ્વરૂપ કાકાશ્રીના માહાત્મ્યના ભજનો ગવાયાં. પછી .પૂ.જ્યોતિબેને ખૂબ સરસ લાભ .પૂ.કાકાજી અને ગુણાતીત સ્વરૂપોના મહિમા ગાઈને આપ્યો હતો. “વીજળીના ઝબકારે મોતી પરોવી લેવું તે શું તોજોગીમહારાજના સંબંધવાળાની સેવા .પૂ.કાકાજી, .પૂ.પપ્પાજી, .પૂ.બા કરી લીધી. સત્સંગ સમાજમાં કોઈ બીમાર હોય તો દોડી જાય. વળી, યોગીબાપાએ દેશપરદેશના હરિભક્તોમાંથી કોઈ બીમાર પડે એટલે તેને દવા કરાવવા યોગીબાપા તારદેવ મોકલતા. બધા ભક્તોની સેવા કરી અને કરાવડાવી તો ડંકો વાગી ગયો. .પૂ.કાકાશ્રીનો આજે પ્રાગટ્યદિન છે. યોગીબાપા કહેતાં કે, જેમ બલિરાજાના બંધનમાં ભગવાન બંધાઈ ગયા તેમ કાકાજીના બંધનમાં શાસ્ત્રીમહારાજ બંધાઈ ગયા. આપણે ગુરૂહરિ પપ્પાજીની આવી પ્રસન્નતા લેવી છે. ભગવાન વર્ણીય કરવા છે. “કોઈનુંય જોયા વગર સેવા કરી લઈએ.” આપણે wisest people in the world” છીએ તો એમના સુખ, શાંતિ અને આનંદ ભોગવીએ. લીલાના દર્શન કરતા થઈ જઈએ.

() તા.૧૩//૧૪ .પૂ.દિવ્યાબેનનો સ્વરૂપાનુભૂતિદિન

આજની મંગલ સભામાં પૂ.દિવ્યાબેનના માહાત્મ્યગાનમાં પૂ.મનીબેને ખૂબ સરસ લાભ આપ્યો હતો. “ગુરૂહરિ પપ્પાજી અક્ષરધામથી પૃથ્વી પર પોતાનો સાજ લઈને પધાર્યા છે. એમાંના પૂ.દિવ્યાબેન ગુરૂહરિ પપ્પાજીનું આગવું ચૈતન્ય છે. સ્વામિની વાતમાં છે ને કે સ્વરૂપનિષ્ઠા વરને ઠેકાણે છે. પૂ.દિવ્યાબેનના જીવનમાં અજોડ સ્વરૂપનિષ્ઠા છે. મીરાંબાઈની જેમ એમની ભક્તિની અખંડ મસ્તી છે. ગુરૂહરિ પપ્પાજીના જીવનના બ્રહ્મસૂત્ર તેમના જીવનમાં જોવા મળે છે. “Speak Less Work More, Let Your Result Speak For You.” પૂ.દિવ્યાબેનનું જીવન સિધ્ધાંતિક છે. કર્તાહર્તા પ્રભુને માની કોઈનુંય જોયા વગર વ્યાપકમાં પ્રભુનું દર્શન સહજ કરી રહ્યાં છે. બ્રહ્મવિહારની નાની કુટિર પણ ભક્તિભાવથી તૈયાર કરીને ગુરૂહરિ પપ્પાજીનું અખંડ સાંનિધ્ય દર્શનાર્થીઓને અનુભવાય છે. એવા પૂ.દિવ્યાબેનને તેમના સ્વરૂપાનુભૂતિદિને કોટિ વંદન સાથે જય સ્વામિનારાયણ !

() જ્યોતમાં સવારે સંઘધ્યાનની સભા અને રાત્રે .૦૦ થી ૧૦.૦૦ રાત્રિ સભા થાય છે. તેમાં સદ્દગુરૂ A તથા બહેનો ગોષ્ટિનો લાભ આપે છે. તેમાં પૂ.માયાબેન કરેલી એક નાની વાર્તા જ્યોતની જ્ઞાનગોષ્ટિરૂપે આપણે અહીં જોઈએ.

પદ્માવતી રાણી હતાં. રાજા મરણ પામ્યા ત્યારે કુંવર રાજપાટ સંભાળવા લાયક નહોતા. પુખ્ત વયનો હોવા છતાંય આડી લાઈને ચડી ગયેલ હોવાથી પદ્માવતી રાણી પોતે રાજ ગાદી પર બેઠાં અને પ્રધાનને કારભાર સોંપ્યો.રાજ્યની રક્ષા અને પોષણ કરવાની ભાવના રાણીની હતી. કુંવરને રાજપાટ ના મળવાથી રોષે ભરાયો અને દ્વેષી બનીને ખાનગી લશ્કર તૈયાર કર્યું. યુધ્ધ માટે ચડી આવ્યા. તે સાંભળી રાણી તો મંદિરમાં જઈને પ્રાર્થના કરવા લાગ્યા. સામે લશ્કર પણ પ્રધાન દ્વારા મોકલ્યું. રાણીની પ્રાર્થના સાંભળી પ્રભુ રક્ષામાં આવી ગયા. લશ્કર પહોંચે તે વખતે જબરજ્સ્ત વાવાઝોડું શરૂ થયું. આંખ પણ ના ખોલી શકાય તેવા વાવાઝોડામાં દિકરાના લશ્કરના સૈનિકો અંદરોઅંદર (સામાને દુશ્મન આવ્યા માનીને) બંધ આંખે લડવા લાગ્યા અને આખું સૈન્ય ખલાસ થઈ ગયું. વાવાઝોડું શાંત પડ્યું. દિકરો હારી ગયો અને માતાના શરણે થયો. રાણીની નિષ્કામભાવની પ્રાર્થના હતી. દેશને સુખી કરવાનો હેતુ હતો. તે ભગવાન એની નિષ્કામ ભાવનામાં ભળ્યા. ગુરૂહરિ પપ્પાજીએ આપણા માટે એવી પ્રાર્થના કરી છે. ગુરૂહરિ પપ્પાજીના આપણે છીએ તો એવા નિષ્કામભાવે જીવી જીવનને ધન્ય બનાવીએ.

અત્રે સર્વે સ્વરૂપોની તબિયત સરસ છે. અત્રેના સર્વે સ્વરૂપો મુક્તો વતી આપને ભાવભર્યા જય સ્વામિનારાયણ !

 

જ્યોત સેવક P.71 ના પ્રણામ સહ જય સ્વામિનારાયણ