સ્વામિશ્રીજી
ગુરૂહરિ પપ્પાજીની જય
ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો ! જય સ્વામિનારાયણ !
ઓહોહો ! આજે તો અહીં આપણે તા.૧ થી ૧૫ જૂન દરમ્યાન જ્યોતમાં ૧લી જૂન નિમિત્તે જે જે સ્મૃતિગાન થયાં ! તે સ્મૃતિ માણીએ.
(૧) તા.૧/૬/૨૦૧૭ ગુરૂવાર
આજનો દિવસ આપણા ગુણાતીત સમાજના ઈતિહાસનો યાદગાર દિવસ છે.
૧. ગુરૂહરિ પપ્પાજીનો ૬૫મો સાક્ષાત્કારદિન
૨. શ્રી ગુણાતીત જ્યોતનો ૫૧મો સ્થાપનાદિન – ગુણાતીત સમાજનો સ્થાપનાદિન
૩. પ્રથમ ૫૧ બહેનોનો વ્રતધારણદિન
૪. શાશ્વતધામનો વાર્ષિક સ્થાપનાદિન (ગુરૂહરિ પપ્પાજીની મૂર્તિ પધરાવી તે દિન)
૫. જ્યોતનાં બધાં જ બહેનો આજે મંગલ પ્રભાતે સવારે ૬.૦૦ થી ૧૦.૦૦ દરમ્યાન બે વિભાગમાં પપ્પાજી તીર્થ પર ગયાં હતાં. શાશ્વત ધામે ધ્યાન, પ્રદક્ષિણા, ધૂન, આરતીનો લાભ લીધો હતો.
સવારે ૧૦.૩૦ થી ૧૨.૦૦ પપ્પાજી હૉલમાં બહેનોની સભા ૧લી જૂન નિમિત્તે થઈ હતી. ગુરૂહરિ પપ્પાજીના ધ્વનિ મુદ્રિત આશીર્વાદ લીધા હતા. આપણા માટે આજે સર્વોપરી દિવસ છે. ૧લી જૂન ગુણાતીત સમાજનો સ્થાપનાદિન ! બહેનો એકાંતિક બને એ યોગીજીમહારાજનો સંકલ્પ હતો. એ સંકલ્પ કામ કરે છે. મન શરીરનો રાજા છે. ગુણાતીત સત્પુરૂષના થઈને જીવીએ, એમનું ચિંતવન કરીએ એનાથી મન જીતાય અને અષ્ટાંગયોગ સધાઈ જાય છે. પ્રભુનું યંત્ર બનીને જીવીએ. એ આપણી ઉપાસના છે. પોતાના તરફ સાધુની ર્દષ્ટિ, સામા માટે ભગવાનની ર્દષ્ટિ. સંબંધ છે ને ? સ્વરૂપ માની સેવા કરી લો. સામે આવનારને જીવનમુક્ત માની વિચાર, વાણી, વર્તન કરીએ. એક પ્રભુનો જ આકાર બધામાં જોઈએ. ગુણાતીત જ્ઞાનના નવનીત પ્રમાણે જાગ્રત થઈને જીવતા થઈએ, એ જ આજની પ્રાર્થના અને આશીર્વાદ.
{gallery}images_in_articles/newsletter/2017/June/01-06-17 PAPPAJI HALL KIRTAN AARDHNA{/gallery}
પ.પૂ.દીદીની પરાવાણીનો લાભ લીધો. ગુરૂહરિ પપ્પાજીનો આજે સાક્ષાત્કાર દિન ! એ તો નિમિત્ત છે. ગુરૂહરિ પપ્પાજી તો અનાદિના. આવ્યા ત્યારથી સાક્ષાત્કારવાળા જ હતા. બહેનોને વચ. છે.૨૬ સિધ્ધ કરાવવા માટે જોગી મહારાજને ગુરૂહરિ પપ્પાજીએ પસંદ કર્યા. બાપાએ પોતાના જેવો જ પાવર ગુરૂહરિ પપ્પાજીને આપ્યો. ગુરૂહરિ પપ્પાજીએ છે.૨૬ જેવા એવા સદ્દગુરૂ સ્વરૂપો તૈયાર કર્યા. ગુરૂહરિ પપ્પાજી પ્રત્યક્ષ છે. એમની કૃપાથી આંતરિક સુખના સાગરમાં રહીએ છીએ. એમાંથી ક્યારેય બહાર ના નીકળીએ. એવી કૃપા હે ગુરૂહરિ પપ્પાજી આપ કરશો.
પ.પૂ.જશુબેનની પરાવાણીનો લાભ લીધો.
૧લી જૂન એ આપણા માટે નવું વર્ષ છે. નસીબનો દિન છે. જોગીબાપાએ આપણા માટે ગુરૂહરિ પપ્પાજીને પસંદ કર્યા. આપણે ખૂબ ખૂબ નસીબદાર છીએ. અખંડ પ્રાપ્તિનો વિચાર કર્યા કરીએ. પ્રાપ્તિનો આનંદ કર્યા કરીએ.
રાત્રે ૮.૦૦ થી ૧૦.૦૦ ૧લી જૂન નિમિત્તે બહેનો–ભાઈઓની સભામાં કીર્તન આરાધના થઈ હતી. પહેલાં વાજીંત્રો સાથે પરમ સૂર વૃંદનાં બહેનોએ ભજનો ગાયાં અને ત્યારબાદ વાજીંત્રો સાથે પૂ.ઈલેશભાઈ અને હરિભક્ત ગાયક ભાઈઓ વડોદરા, મુંબઈ, અમદાવાદ વગેરે જગ્યાએથી ભજન ગાવા આવેલા હતા તેઓએ ભજન ગાયાં ને બધાને ગુરૂહરિની મૂર્તિમાં રત કર્યા હતા. ત્યારબાદ પ.પૂ.જ્યોતિબેનનો ૧લી જૂન નિમિત્તે પરાવાણીનો લાભ લીધો હતો.
“ગુરૂહરિ પપ્પાજીના સાક્ષ્રાત્કારદિનની જય, જ્યોતના સ્થાપનાદિનની જય” સ્વામીની વાતમાં લખ્યું છે, આજ તો મહારાજ પોતાનું સમગ્ર ઐશ્ર્વર્ય લઈને પધાર્યા છે. તે એવા ને એવા જ છે.
૧૯૫૨માં યોગીજી મહારાજ તારદેવ પધાર્યા હતા ત્યારે તેઓએ પરભાવે ગ.પ્ર.૭૧ વચનામૃત સમજાવ્યું હતું. ત્યારથી બાબુભાઈ મટી બાપાના પ્રકાશ તરીકે જીવવા માંડ્યા. આપણને દાખલો બેસાડ્યો. એ તો અનાદિ સ્વરૂપ જ હતા.
જોગીબાપાએ કૃપા કરીને આપણને બધાને ગુરૂહરિ પપ્પાજી અને ગુરૂહરિ કાકાજી જેવા સ્વરૂપોની ઓળખાણ કરાવી. અને સ્વતંત્ર રીતે કાર્ય કરવાનું ફીલ્ડ પણ આપ્યું. એટલે બહેનો માટે આજનો દિવસ ભવ્યાતિભવ્ય કહેવાય. બધા માટે ભાગ્યનો દિવસ છે.
પ.પૂ.જ્યોતિબેને પોતાની સ્મૃતિ કહી. “૧૯૪૮માં મુંબઈ નંદાજીના બંગલે યોગીજી મહારાજ પધાર્યા હતા. અમે દૂરથી દર્શન કરતાં હતાં. દર્શન કરતાં કરતાં હું ધીમે ધીમે (મનમાં) ભજન ગાતી હતી. “અરજી અમારી સ્વીકારજો દીનબંધુ નાથ” ત્યાં તો બાપા કથા કરતાં કરતાં એકદમ જ બોલ્યા. “અરજી આપણી સ્વીકારાઈ ગઈ.” પછી એનું પરિણામ ૧૯૫૬માં આવ્યું. ગુરૂહરિ પપ્પાજીની કૃપા થઈ. હું જ્યોતિ મટી ગઈ અને પ્રભુના પ્રકાશ તરીકે જીવવા માંડ્યું. દરેકને આવો અનુભવ સ્વરૂપનો થાય જ. સાધુ ગુણેયુક્ત બહેનોને ઘડવા માટે બાપાએ ગુરૂહરિ પપ્પાજીની પસંદગી કરી. ચૈતન્યોને ગ્રહણ કર્યાં. દરેકને દરેકનાં પ્રારબ્ધ પ્રમાણે આગળ લઈ જાય છે. બ્રહ્મનો પ્રવાહ એવો છે, દરેકને એનો અંતરમાં અનુભવ થાય છે. ભગવાન અને સંતનો આશરો કર્યો. આપણો જન્મધર્યાનો હેતુ પાર પડ્યો. જોગીબાપાએ અનહદ કૃપા કરી ગુરૂહરિ પપ્પાજીના પ્લોટમાં આપણું કાયમી સ્થાન રહેવા માટે કરી આપ્યું.
(૨) તા.૪/૬/૧૭
૧લી જૂનનો સમૈયો રવિવાર હોવાથી આજે જાહેર રીતે ઉજવવાનો રાખેલો. તે મુજબ સવારે ૯.૦૦ થી ૧૨.૦૦ બહેનો, ગુણાતીત પ્રકાશના ભાઈઓ અને જ્યોત સંબંધિત સમાજના મુક્તોએ ભેગા મળી પપ્પાજી હૉલમાં ભવ્ય રીતે ઉજવણી કરી હતી. ઓહોહો ! જાણે ગુરૂહરિ પપ્પાજી આ સભામાં પધારી ગયા હોય તેવી દિવ્યતાની અનુભૂતિ દરેક હાજર મુક્તોને થતી હતી.
{gallery}images_in_articles//newsletter/2017/June/04-06-17 GURUHARI PAPPAJI 65 SHAKSATKAR DIN{/gallery}
સાંજે ૪.૩૦ થી ૬.૩૦ ‘ગુણાતીત સૌરભ’ ના વ્રતધારણનો કાર્યક્ર્મ પપ્પાજી હૉલમાં જ રાખ્યો હતો. બહાર ખૂબ ગરમી–તાપ હતો. છતાંય સર્વે ખપવાળા મુક્તો સમૈયો કરવા અને ગુણાતીત સૌરભનું વ્રતધારણ કરવા દૂરદૂરથી પણ પધાર્યા હતા. ઘણાં વર્ષથી ગુણાતીત સૌરભના વ્રતનું ગોઠવાતું જ નહોતું, આજે ગોઠવાયું. સહુ સ્વરૂપોના સાંનિધ્યે આજે મુક્તોએ વ્રતધારણ કરી ધન્યતા અનુભવી હતી.
આજના સવાર–સાંજના બંને સમૈયાના દર્શન જ્યોતની વેબસાઈટ પર આપે માણ્યા જ હશે. તેથી આ બંને સમૈયાની વિગતવાર સ્મૃતિ અહીં આલેખી નથી. ૧લી જૂનના સમૈયાના આપ સહુને ભાવભર્યા જય સ્વામિનારાયણ !
{gallery}images_in_articles//newsletter/2017/June/04-06-17 PAPPAJI HALL SAURABH VRAT SABHA{/gallery}
(૩) તિથિ ઉત્સવ માહાત્મ્ય ગાન
(૧) તા.૬/૬/૧૭ પ.પૂ.દીદીનો સ્વરૂપાનુ ભૂતિ દિન
પ.પૂ.દીદીનો સ્વરૂપાનુભૂતિદિન આજે છે. પરંતુ આ વર્ષે ઑગષ્ટમાં (શનિ–રવિ) પ.પૂ.દીદીનો ૮૦મો પ્રાગટ્યદિન ઉત્સવ તરીકે આપણે ઉજવણી કરવાની હોવાથી આજે જ્યોતનાં બહેનો માટે માહાત્મ્યગાનની સભા કરી હતી. જો કે આ વર્ષે દર મહિને તિથિ ઉત્સવ મનાવીએ છીએ. તે મુજબ આજે સવારની સભામાં ૧૦.૩૦ થી ૧૨.૩૦ પ.પૂ.દીદીનો તિથિ ઉત્સવ મનાવ્યો હતો. તેવી જ રીતે…
{gallery}images_in_articles//newsletter/2017/June/06-06-17 P.P.DIDI SWARUPANUBHUTIDIN{/gallery}
(૨) તા.૮/૬/૧૭ પ.પૂ.દેવીબેનનો તિથિ ઉત્સવ
સવારે ૧૦.૩૦ થી ૧૨.૩૦ પ.પૂ.દેવીબેનના તિથિ ઉત્સવ નિમિત્તે સભા કરી હતી. તેમજ સભાના અંતમાં પૂ.દીનાબેન ભરખડાની હીરક જયંતિ પણ ઉજવી હતી. પૂ.ડૉ.નિલમબેને ટૂંકમાં પણ સચોટ રીતે પૂ.દીનાબેનનું જીવન દર્શન–સાધના અને સમર્પણનું દર્શન તેમના પ્રવચનમાં કરાવ્યું હતું. પપ્પાજીનું કાર્ય લંડનના પ્રથમ બેચના બહેનોને ઓચિંતી દીક્ષા આપી ધન્ય કર્યા. તે સ્મૃતિ પૂ.દીનાબેને યાચના પ્રવચનમાં ટૂંકમાં કરાવી હતી.
{gallery}images_in_articles/newsletter/2017/June/08-06-04 P.P.DEVIBEN TITHI UTSAV{/gallery}
(૩) તા.૧૩/૬/૧૭ પ.પૂ.જ્યોતિબેનનો તિથિ ઉત્સવ
સવારે ૧૦.૩૦ થી ૧૨.૦૦ની સભામાં પ.પૂ.જ્યોતિબેનના તિથિ ઉત્સવરૂપે માહાત્મ્યગાનની સભા થઈ હતી.
તારદેવના આ પાયાના ત્રણેય સ્વરૂપો. પ.પૂ.જ્યોતિબેન, પ.પૂ.દીદી, પ.પૂ.દેવીબેને આ ત્રણેય તિથિ ઉત્સવમાં એકમેકનું માહાત્મ્ય સત્સંગની શરૂઆતથી માંડીને ૧૯૬૬ સુધીની જૂની સ્મૃતિનું ગાન બહેનોની સભામાં કર્યું હતું. સાધનાના સાક્ષી એવી નાનપણની સખીની વાત કરતાં હૈયા હરખાતાં હતાં. અને શ્રોતા બહેનોને તો જાણે ઈતિહાસની ફિલ્મની સ્ટૉરી માણતા હોઈએ તેવી અનુભૂતિ થતી રહી હતી. જ્યોતનાં સાધક બહેનોને પણ અનુભવ દર્શન કરાવવાનું સભા સંચાલકે હાર–પુષ્પ–કલગી અર્પણ કરીને વારી આપવાનું ગોઠવ્યું હતું. જેમની વારી હતી તે તે બહેનોએ પણ ખૂબ સરસ ઉદાહરણ સાથે અનુભવ પ્રસંગ કહીને મહિમાગાન ત્રણેય સ્વરૂપોનાં ત્રણેય દિવસ કર્યાં હતાં. આમ, ખૂબ દિવ્ય આનંદ માણ્યો હતો.
{gallery}images_in_articles//newsletter/2017/June/13-06-17 P.P.JYITIBEN TITHI UTSAV{/gallery}
(૪) તા.૧૨/૬/૧૭ પ્રગટ બ્રહ્મસ્વરૂપ પ.પૂ.કાકાશ્રીનો ૧૦૦મો પ્રાગટ્ય પર્વ
આજે સવારની ૧૦.૦૦ થી ૧૨.૦૦ બહેનોની સભામાં પપ્પાજી હૉલમાં પ.પૂ.કાકાશ્રીના ૧૦૦મા પ્રાગટ્યદિનની ઉજવણી પ.પૂ.જ્યોતિબેન, પ.પૂ.દીદી, પ.પૂ.દેવીબેન, પ.પૂ.જશુબેનના સાંનિધ્યે ઐતિહાસિક સ્મૃતિ સાથે થઈ હતી.
જ્યોતસભામાં જે બહેનો હાજર હતાં તેમાંથી નાનપણમાં પૂર્વાશ્રમના ઘરે કે મંડળમાં પ.પૂ.કાકાશ્રી પધારતા હોય તે વખતનું પ.પૂ.કાકાશ્રીનું મહિમાગાન કરવાનું હતું. ૯ બહેનો એવાં હતાં. તે ૯ બહેનો અને પ.પૂ.દીદી (કેન્દ્ર નં–૯) મળી પ.પૂ.કાકાશ્રીને હાર અર્પણ કર્યો હતો. અને તે ૯ બહેનોમાંથી ત્રણ બહેનોએ સ્મૃતિલાભ આપ્યો હતો. અને પ.પૂ.દીદી, પ.પૂ.જ્યોતિબેન, પૂ.જયુબેન દેસાઈ, પૂ.કાજુબેન, પૂ.ગીતાબેન ચાંગેલા, પૂ.પ્રિતિબેન વસાણીએ પણ પોતાના પૂર્વાશ્રમનું પ.પૂ.કાકાશ્રીના જીવનનું સ્મૃતિ દર્શન કરાવ્યું હતું.
{gallery}images_in_articles//newsletter/2017/June/12-06-17 P.P.KAKASHRI 100 BIRTHDAY SABHA{/gallery}
પ.પૂ.જ્યોતિબેને આશીર્વાદ આપતાં કહ્યું કે પ.પૂ.કાકાશ્રીને આજે ૧૦૦મું વર્ષ બેઠું. શતાબ્દી ચાલુ થઈ. ૧૯૫૧માં વીરસદ પારાયણ હતું. જોગીબાપા વીરસદ આવ્યા હતા. ફળિયામાં બધે પધરામણી કરી. અમારા ઘરે આવવાનુ કહ્યું તે કહે, કાલે આવીશું. પછી રાત્રે જોગીબાપા વીરસદ પધાર્યા અને બીજે દિવસે સવારે જોગીબાપા કાકાજી સાથે આપણા ઘરે પધાર્યા. કાકાજી ટોડલાથી મોતીની માળા લઈ આવ્યા હતા, તે માળા બાપાને આપી. બાપા કહે, ઓહોહો ! આ એટમબોંબ છે, તે ફેરવશો. તેનાથી નંદાજીની ચૂંટણીમાં જીત થશે. અને પછી નંદાજીની જીત થઈ. કાકાજી કહેતા, હું બુલડોઝર ફેરવું અને રોમટીરીયલ લઈ લઉં અને સારો સારો માલ બાબુભાઇને આપું.
પ.પૂ.દીદીએ માહાત્મ્યદર્શન કરાવતાં કહ્યું કે, પ.પૂ.કાકાજી એટલે શાસ્ત્રીજી મહારાજના પ્રિય પુત્ર. આપણને ખબર છે કે પ.પૂ. પપ્પાજી અને પ.પૂ.કાકાજી શાસ્ત્રીજી મહારાજના આશીર્વાદના છે. આખા સ્વામિનારાયણ સંપ્રદાયમાં શાસ્ત્રીજી મહારાજે ક્રાંતિ કરી. ભક્તે સહિત ભગવાનની પ્રતિષ્ઠા કરી. અક્ષરપુરૂષોત્તમ પધરાવ્યા.
શાસ્ત્રીજી મહારાજના આશીર્વાદથી આવેલા આ બંને ભાઈઓ ક્રાંતિકારી થયા. દાદુભાઈ તો નાનપણથી શાસ્ત્રીજી મહારાજના ભક્ત હતા. ભણીગણીને પરદેશ ગયા પણ ત્યાં સ્થાયી ના થયા. પછી શાસ્ત્રીજી મહારાજના વચને ધંધો ચાલુ કર્યો. તેને માટે L.C ખોલાવવાની હોય. તેના માટે ૫૧ હજાર ભેગા કરેલા. તે સેવા શાસ્ત્રીજી મહારાજે લીધી અને તેના ફળસ્વરૂપે જોગીમહારાજે દાદુકાકાને સમા્ધિ કરાવી. આત્મ સાક્ષાત્કાર કરાવ્યો. તેનો પત્ર અમને જોગીબાપાએ લખેલો. અમે તારદેવ જઈએ તો બધા વિચાર બંધ કરીને જઈએ. કારણકે તારદેવ જઈએ એટલે અંતરમાં જે ચાલતું હોય તે દાદુકાકા બોલવા માંડે એવા સમર્થ હતા. માટુંગા અમારા ઘરે પ.પૂ.કાકાજી અને પ.પૂ.પપ્પાજી પધાર્યા છે. જ્યારે ૧૯૫૪માં ૨૪લાખનો કેસ થયો. ત્યારે અમારાથી આર્થિક મદદ તો બહુ ના કરી શકાય. પણ અમારા ઘરે પ.પૂ.કાકાજી–પ.પૂ.પપ્પાજી પધાર્યા. ત્યારે અમે અમારા દાગીનાની પોટલી તૈયાર રાખી હતી. તે એમને ધરી અને કહ્યું, દાદુકાકા આ લેવાનું છે. પપ્પાજીએ તો શાંતાબેનને પાછી આપી અને કહ્યું, જ્યારે જરૂર હશે ત્યારે માગીશ. અત્યારે જરૂર નથી.
મારો ર્દષ્ટા સ્થપાયો પછી હું તારદેવ રહેવા ગઈ. ત્યારે ગુરૂહરિ પપ્પાજી મને કહે, હવે તારી બાને કહેજે કે તારી જણસો તને આપી દે. મેં શાંતાબાને કહ્યું ને તરત જ એમણે આપી દીધી.
શાસ્ત્રીજી મહારાજ અને જોગી મહારાજે આપણને પ.પૂ.પપ્પાજી, પ.પૂ.કાકાજી અને પ.પૂ.સોનાબાની અમૂલ્ય ભેટ આપી છે. આપણું આખું મંડળ ગુણાતીત સમાજ પ.પૂ.પપ્પાજી, પ.પૂ.કાકાજી અને પ.પૂ.સોનાબાના લીધે છે. પ.પૂ.સોનાબા જેવી સ્ત્રી અત્યાર સુધી થઈ નથી. ૧૯૫૫માં જોગી મહારાજ આફ્રિકા જવાના હતા. તે પહેલાં ૧૯૫૪માં પ.પૂ.કાકાજી આફ્રિકા જવાના હતા. તેમનો વિદાય સમારંભ પૂ.શાંતાબા દવેની અગાસીમાં રાખ્યો હતો. ત્યારે દાદુકાકાને મેં હાર પહેરાવ્યો હતો. અને સરસ વિદાય સમારંભની સભા થઈ હતી. આપણા ગુણાતીત સમાજના મૂળમાં પ.પૂ.કાકાજી છે.
પ.પૂ.પપ્પાજી, પ.પૂ.કાકાજી અને પ.પૂ.સોનાબા જેવાં ભગવાનનાં સ્વરૂપો આપણી સાથે આપણા જેવા થઈને રહ્યાં છે. આપણે ભગવાનના છીએ અને ભગવાનની પ્રસન્નતા લેવી એ જ આપણું કર્તવ્ય છે.
પૂ.જયુબેન દેસાઈએ અનુભવ દર્શન કરાવતાં કહ્યું કે, નડિયાદ મંડળ ખૂબ ખૂબ નસીબદાર છે. પ.પૂ.કાકાજી અને પ.પૂ.પપ્પાજીનું મોસાળ એ અમારૂં ગામ હતું. એમનું ઘર એ અમારૂં મંદિર હતું. પ.પૂ.કાકાજી નડિયાદ પધારે ત્યારે એમનો ઉતારો માયાભાઈના ઘરે હોય. અમે ત્યાં સેવા કરવા જતાં. હું S.S.C માં નાપાસ થઈ ત્યારે પ.પૂ.કાકાજી પધાર્યા અને મને કહે હવે આપણે બ્રહ્મવિદ્યા ભણવાની છે. પછી પ.પૂ.પપ્પાજી નડિયાદ તારામાસીના ઘરે પધાર્યા અને સવારે ત્યાં પહોંચી ગઈ. ત્યારે પ.પૂ.પપ્પાજીની ઓળખાણ થઈ અને ભગવાન ભજવાના માર્ગે પડી ગઈ.
પૂ.પ્રિતિબેન વસાણીએ વાત કરતાં કહ્યું કે, હું છ મહિનાની હતી ત્યારે આફ્રિકાથી પહેલી વાર મમ્મી (પૂ.રમાબેન) મને લઈને ભારત આવેલાં. અમે ત્યારે દિલ્હી નવલબાના ઘરે રહેતાં. ત્યાં પ.પૂ.કાકાજી લાભ આપવા પધાર્યા. પછી પ.પૂ.કાકાજી ગોંડલ જવાના હતા. મારી મમ્મીને કહ્યું કે તમે પણ ચાલો દર્શન કરવા. મમ્મી કહે, બેબી નાની છે તો મારે નથી આવવું. કાકાજીએ કહ્યું, બેબીની ચિંતા કરતા નહીં. અમે કાકાજી સાથે ગયા. કાકાજી બધે મને તેડી તેડીને ફર્યા. ૧૯૬૯માં મારો પાંચમો જન્મદિવસ હતો. મમ્મી (પૂ.રમાબેન) મને તારદેવ લઈ ગયાં. ત્યારે પ.પૂ.કાકાજીએ મને સુખડનો હાર પહેરાવ્યો હતો.
પૂ.કાજુબેને અનુભવ દર્શન કરાવતાં કહ્યું કે, જ્યારે જોગી મહારાજને ૫૧ સંતો કરવાના હતા ત્યારે પ.પૂ.કાકાજીનું સૌરાષ્ટ્રનું વિચરણ બહુ હતું. અમારા ઘરે આવતા. અમે એમને જમાડવાની રાહ જોતા હોઈએ. કાકાજી વહેલા–મોડા આવે. અમને એમની સાથે જમવા બેસાડી દે. પછી અમને કહે, રોજ ધૂન કરજો, તમને બળ મળે. તમને સ્મૃતિ આપીને જવું છે. તેમના બેડીંગમાંથી શેતરંજી કાઢી. તેમાં B.N.P લખેલું હતું. તે અમને આપીને ગયા. અને કહ્યું, આના પર બેસીને ધૂન કરજો.
દેવશીબાપાને બહુ થાય કે, માણાવદરમાં આપણે એક મંદિર કરવું છે. ૧૯૬૪માં મૂર્તિ પ્રતિષ્ઠા ઉત્સવ હતો. ત્યારે જોગીબાપા ને કાકાજી ત્યાં હાજર હતા. દેવશીબાપા કહે, દાદુકાકાનો જન્મદિવસ છે. તે દિવસે મૂર્તિપ્રતિષ્ઠા કરવી છે. ત્યારે જોગીબાપા પધાર્યા અને આશીર્વાદ આપતાં કહે, “તમે ખેતરવાળા, ઢોરાંવાળા, તમારે માટે આ અક્ષરદેરી છે. અહીં તમે જે મનોરથ કરશો તે સ્વામિનારાયણ ભગવાન અને શાસ્ત્રીજી મહારાજ પૂરા કરશે. પછી ૧૯૮૬માં પ.પૂ.કાકાજી આવ્યા હતા. અને આશીર્વાદ આપ્યા હતા. “તમને નિર્દોષબુધ્ધિ ર્દઢ થઈ જાય. એવા મારા આશીર્વાદ છે.” અને છેલ્લે બોલ્યા કે, આજે રંભાજીની ખીચડી ખાઈને જવું છે. અને કહે, મારા ભાઈને ઓળખી લેજો. એ તમારું કલ્યાણ કરશે.
સભાના અંતમાં ગુરૂહરિ પપ્પાજીના ધ્વનિમુદ્રિત આશીર્વાદ લીધા હતા. અમે બે ભાઈઓને લીધે તમે ખાટી ગયા છો. જોગી મહારાજ અને શાસ્ત્રીજી મહારાજની કૃપાથી અને બે ભાઈઓએ અમારું સર્વસ્વ હોમી દીધું. અવતાર હોય તેનું કોઈ ગમે તેટલું અપમાન કરે પણ આનંદ જ રહે. સંજયને ખબર છે કે પોતે ઈન્દિરા ગાંધીનો દીકરો છે. તેવો કેફ તમને છે ? તમે કોના દીકરા છો ?
અમારા બે ભાઈઓની અસાધારણ મહત્ત્વાકાંક્ષા. નવું કરી જવું. પપ્પાજી બહુ ચિકિત્સક. મને બુલડોઝર ફેરવવાની રીત અને પછી પપ્પાજીને સોંપી દઉં. અમે બે ભાઈઓ હળીમળીને બધું કરીએ છીએ. અમને જોગીબાપાએ નિમિત્તે બનાવ્યા. પપ્પાજી ના હોત તો બહેનોનું કામ શક્ય નહોતું. મારા એકલાથી કાંઈ ના થઈ શકે. એક દિવ્ય સમાજની સ્થાપના થઈ ગઈ. સુહ્રદભાવ હશે તો જ નિર્દોષબુધ્ધિ ર્દઢ થશે. Highway માર્ગ નિર્દોષબુધ્ધિ અને સુહ્રદભાવનો છે. હું સમ્રાટ પ્રભુની રાજરાણી છું. મારે મોટા પુરૂષને ઓશિયાળા નથી કરવા. તમે ડરતા નહીં, વિશ્વાસ રાખજો. અમને સહકાર આપજો.
આમ, વિધ વિધ ઉત્સવ પર્વો લઈને આવેલું આ પખવાડીયું ભક્તિસભર પસાર થયું હતું. અત્રે સર્વે સ્વરૂપોની તબિયત સરસ છે. અત્રેના સર્વે સ્વરૂપો મુક્તો વતી આપ સર્વને અંતરના ભાવભર્યા જય સ્વામિનારાયણ !
એ જ જ્યોત સેવક P.71 ના પ્રણામ સહ જયસ્વામિનારાયણ !