01 To 15 Mar 2015 – Newsletter

સ્વામિશ્રીજી 

કાકાજીપપ્પાજી બંધુબેલડી શતાબ્દી મહાપર્વની જય

ગુરૂહરિ પપ્પાજી શતાબ્દી મહોત્સવની જય

ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તોજય સ્વામિનારાયણ !

અહીં આપણે તા. થી ૧૫ માર્ચ દરમ્યાન જ્યોતમાં થયેલ ભજનભક્તિ, સભાસમૈયા ઉત્સવની સ્મૃતિ માણીશું.

(1) તા.//૧૫સોમવાર.પૂ.જ્યોતિબેનનોપ્રાગટ્યદિન

 

.પૂ.જ્યોતિબેનના પ્રાગટ્યદિન મહાશિવરાત્રિએ (અક્ષરરાત્રિએ) બહેનોએ માહાત્મ્યગાનથી ઉજવ્યો હતો. ત્યારે .પૂ.જ્યોતિબેન અમદાવાદ જ્યોતમાં વિશ્રામલીલામાં હતાં. આજે તેઓની પ્રત્યક્ષ હાજરી હોવાથી રાત્રિ સભામાં તેઓના અમૃત આશીર્વાદ માણી ધન્ય થયા હતાં.

{gallery}images_in_articles//newsletter/2015/March/02-03-15 P jYOTIBEN PRAGTYADIN/{/gallery}

.પૂ.જ્યોતિબેન આજે .પૂ.કાકાશ્રીની તારદેવની સ્મૃતિ કહીને પ્રાગટ્યદિનના આશીર્વાદ આપ્યા હતાં.

આપણે આપણુંસ્વભૂલવાનું છે. જાતનું જાણપણું ભૂલવું એટલે મરીને જીવવું. ગુરૂહરિ પપ્પાજી એટલે આપણને જન્મદિવસ નહીં પણ ર્દષ્ટાદિનનું જાણપણું અપાવે છે. તારદેવ ૧૯૫૨ની સાલમાં મારો પ્રાગટ્યદિન હતો. .પૂ.કાકાજી તારદેવ પૂજા કરતા હતા. હું એમને પગે લાગી. મને પૂછ્યું. આજે શું છે ? મેં કહ્યુંઆજે મારો જન્મદિવસ છે.” .પૂ.કાકાજી કહેઓહો ! હજી જ્યોતિ જીવે છે ?

સત્પુરૂષને તાન છે કે તમે તમારામાંથી બહાર નીકળો. પ્રભુમય બનો. તમે પોતે પોતાના ના રહો. એવું કરવા માટે પોતે પોતાના ગુરૂ બનીએ. કોઈનીય માથાકૂટમાં પડીએ નહીં. ગુરૂહરિ પપ્પાજી તારદેવ બેઠા હતા. એક ભાઈ આવ્યા. કહે, બાબુભાઈ ! ફલાણા ભાઈ આમ કહેતા હતા, તેમ કહેતા હતા. ત્યા તે પપ્પાજી હેં કોણ ? હેં કોણ ? () કર્યા કરી એમાં રસ ના લીધો. થાકીને ભાઈ જતા રહ્યા.

આપણાથી બીજાને સૂચન કરાય પણ આગ્રહ ના રખાય. બહુ સત્યવાત આપણી લાગતી હોય તો તેમ કરાવા ભજન કરાય પણ તંત પકડી ના રખાય.

આમ, તારદેવની કાકાજીપપ્પાજીની સ્મૃતિ સાથે હું ટળે હરિ ઢૂંક્ડાગુણાતીત જ્ઞાનનો બોધ આપી ધન્ય કર્યા હતા.

(2) તા.//૧૫ હોળી બ્ર.સ્વ.ભગતજી મહારાજનો પ્રાગટ્યદિન

આજે જ્યોત મંગલ સભામાં ભગતજી મહારાજના પ્રાગટ્યદિનની ઉજવણી .પૂ.દીદીના સાંનિધ્યે મહિમાગાનથી બહેનોએ કરી હતી.

ગુણાતીતનું સેવન કરી વારસદાર બનનાર ગૃહસ્થ સાધુ ભગતજી મહારાજની સેવા, ભજન, દાસત્વભાવ, રાંકભાવ અને નિષ્ઠાનો આદર્શ પૂરો પાડ્યો છે. જે સ્વામિનારાયણ ધર્મમાં અને અક્ષરપુરૂષોત્તમ જ્ઞાનમાં યાવતચંદ્ર દિવા કરૌ રહેશે.

ગુરૂહરિ પપ્પાજીએ ધ્વનિમુદ્રિત આશીર્વાદ આપ્યા હતા અને .પૂ.દીદીએ ભગતજી મહારાજના જીવન દર્શનનો સાર કહીને આશીર્વાદ આપ્યા હતાં. ત્યારબાદ .પૂ.દીદીએ ફગવાનો પ્રસાદ શ્રી ઠાકોરજી અને ગુરૂહરિ પપ્પાજીને ધરાવીને આપ્યો હતો.

(3) તા.//૧૫ શનિવાર જીવચર્યાની મહાપૂજા

લંડન મંડળના હરિભક્ત પૂ.શોભાભાભી સુરૂભાઈ ઠક્કરની જીવચર્યાની મહાપૂજા આજે જ્યોત મંદિરમાં પૂ.યશવંતભાઈ દવે સાહેબે ઠક્કરે કરી હતી.

મહાપૂજા બાદ .પૂ.જશુબેન, પૂ.શોભનાબેન, પૂ.ડૉ.નિલમબેને ભક્તોના ઉમદા જીવનની પિછાણ કરાવતું માહાત્મ્યગાન કરી આશીર્વાદ આપ્યા હતાં.

૧૯૮૦થી પૂ.શોભાભાભી અમે પૂ.સુરૂભાઈ સત્સંગમાં આવ્યા. ૧૯૮૦માં પ્રથમવાર ગુરૂહરિ પપ્પાજી લંડન પધાર્યા ત્યારે લોન્ડ્રીની સેવા પૂ.સુરૂભાઈએ ઉપાડી લીધી. પૂ.શોભાભાભી અને પૂ.સુરૂભાઈ ઉપર ગુરૂહરિ પપ્પાજીની ર્દષ્ટિ પડી ગઈ. એમના ઘરે ગુરૂહરિ પપ્પાજી પધરામણીએ ગયા અને લોકોના જીવનમાં પ્રકાશ પ્રકાશ કરી દીધો. જે અભિપ્રાયની ભક્તિમાં ભળે છે તેના કાળ, કર્મ, માયાથી પ્રભુ રક્ષા કરે છે.

ગુરૂહરિ પપ્પાજીએ પૂ.સુરૂભાઈના માથે હાથ ફેરવ્યો અને પ્રારબ્ધ ધોઈ નાખ્યું. નવું જીવન આપી દીધું.

નિર્વાસનિક કરી નાખ્યા. એક ધારી નિષ્ઠાથી ૩૫ વર્ષથી જીવન જીવે છે. મહાપૂજા તો એમની શ્રધ્ધાની ઉજવણીનું નિમિત્ત છે. બહેનોને જમાડવાની સેવાની ભાવના છે. બાકી તેઓ ગુણાતીત જ્ઞાન સમજી શકે તેવા ભક્ત વર્ષોથી બની ગયા છે. એક વખત લંડનમાં આવા હરિભક્તોની શિબિરમાં ગુરૂહરિ પપ્પાજી કથા કરતા હતા. .પૂ.જશુબેને ગુરૂહરિ પપ્પાજીને કહ્યું કે, ‘પપ્પાજી ! તમે તો મોટા પરમહંસોને વાત કરો એવી કથા કરો છો !’ ગુરૂહરિ પપ્પાજી કહે, ‘ બધા મુક્તો પૂર્વના પરમહંસો છે.’

એવા પૂ.શોભાભાભી અને પૂ.સુરૂભાઈએ અનાદિ મુક્તોની નિર્દોષબુધ્ધિ અને નિષ્ઠાની ઘણીક વાતો થઈ હતી તે સાંભળી ધન્યતા અનુભવી હતી.

{gallery}images_in_articles//newsletter/2015/March/07-03-15 p.SOBHABHABHI MAHAPOOJA/{/gallery}

(4) તા.//૧૫ બ્રહ્મસ્વરૂપ કાકાશ્રીની પૂણ્યતિથી

 નિમિત્તે જ્યોતની રાત્રિ સભામાં કીર્તન આરાધના કરી હતીવસુંધરાનું સૌભાગ્યપુસ્તકમાં .પૂ.કાકાશ્રીનું આખું જીવન દર્શન ટૂંકમાં પણ ખૂબ ઉમદા કરાવ્યું છે. તેનું પારાયણ (વાંચનશ્રવણ) કર્યું હતું. તથા બહેનોએ ભજનો ગાયા હતાં. ભજનો સાંભળી આરામમાંથી .પૂ.જ્યોતિબેન સભામાં દર્શન દેવા પધારી ગયા હતાં અને .પૂ.કાકાશ્રીના મહિમાસ્મૃતિની વાત કહીને રૂડા આશીર્વાદ આપ્યા હતાં. જ્યોતના બહેન પૂ.જયાબેન ઝાલાવાડીયાએ તેમના બચપણની માણાવદરની .પૂ.કાકાશ્રીની સ્મૃતિ કહી હતી. તથા જ્યોતમાં .પૂ.કાકાજી પધારે ત્યારની સ્મૃતિ પણ કહી હતી. બોધ સાથે આનંદ પ્રાપ્ત થયો હતો.

{gallery}images_in_articles//newsletter/2015/March/07-03-15 P.KAKASHRI NIRVAN DIN/{/gallery}

(5) જ્યોતમાં દરરોજ સવારસાંજ કથાવાર્તા સભા થાય છે. પખવાડિયા દરમ્યાન બેત્રણ

     ર્દષ્ટાંત અપાયા તે મનનીય છે. જે અહીં આપણે જોઈએ.

. તા.//૧૫ ના મંગલસભામાં પૂ.શોભનાબેને તેમની વાતમાં કહેલ સ્મૃતિ.

એક વખત યોગીજી મહારાજ ટ્રેઈનમાં મુસાફરી કરતા હતા. એમણે ભજનો ગાવાના ચાલુ કર્યાં. એમની બાજુમાં થોડા ભાઈઓ જુગાર રમતાતા. એમણે કહ્યું, બાવાજી ! ગાવાનું બંધ કરો. અમને ખલેલ પડે છે. એટલે યોગીજી મહારાજે તો ધીમેથી સ્વામિનારાયણ સ્વામિનારાયણ ધૂન ચાલુ કરી દીધી. પેલા ભાઈઓ તો રમતાતા ને એમનું ઉતરવાનું હતું તે સ્ટેશન જતું રહ્યું. અને ગભરાઈ ગયા. એટલે સાથેના એક સંતે કહ્યું. તમે ભજન ગાવા દીધા એટલે સ્ટેશન ભૂલાઈ ગયું. જોગી મહારાજ કહે, ના ! આપણને શીખવાડે છે કે રમવામાં એકાગ્રતા રાખી તો જેમ સ્ટેશન ભૂલાઈ ગયું. ખબર ના પડી. તેમ આપણે ભક્તિમાં એકાગ્રતા રાખીએ તો જગત ભૂલાઈ જાય. ખબરેય ના પડે.

. તા.//૧૫ બહેનોની સભામાં પૂ.ડૉ.પંકજબેન શાહે વાત કરી.

 તેમાં ર્દષ્ટાંત હતું. ભગવાન બુધ્ધ તેમના શિષ્યો સાથે એક શેરીમાંથી પસાર થતા હતાંત્યાં એક ભાઈએ તેમને રોક્યા ને ગાળો દીધી. ભગવાન બુધ્ધે બધું સાંભળી લીધું. પછી  ભાઈને કહે, “તું મને ભેટ આપે તે હું ના સ્વીકારું તો તે ભેટ તારી પાસે રહેને !” પેલો માણસ એકદમ શરમાઈ ગયોગુરૂહરિ પપ્પાજી, .પૂ.કાકાશ્રી અને .પૂ.બા આવું કર્યું ને !

. તા.૧૧//૧૫ ના મંગલસભામાં .પૂ.જ્યોતિબેન પધાર્યા અને સ્મૃતિલાભ આપ્યો.

એક વખત અમો ગોંડલ ગયેલા. .પૂ.સોનાબા, .પૂ.તારાબેન, .પૂ.દીદી અને .પૂ.ફોઈ બધા સાથે હતાં. પછી જાત્રા કરવા ગયેલાં. જોગીબાપા ડાંગરાભાદરા પધારવાના હતા. .પૂ.કાકાશ્રી તો સાથે હોય. .પૂ.પપ્પાજીને પણ કહ્યું તમોય આવો. પછી બાપાએ પૂછ્યું કે, ડોસીઓએ ડાંગરાભાદરાનાં દર્શન કર્યા છે પપ્પાજી બાને પૂછવા આવ્યા. નહોતા કર્યાં. તેથી બાપાએ અમોને પણ લઈ જવાનું કહ્યું. ભાદરા પ્રસાદીની નદીમાં સ્નાન કરીને બાપા વડના ઝાડ નીચે બેઠા હતાં. ભાદરા નદીમાં કાકાજીપપ્પાજી જરા સ્નાન કરીને ભીનાં વસ્ત્રો ક્રીમ સિલ્કના હતાં તે વસ્ત્રો સાથે વડના ઝાડ નીચે બાપાને દંડવત કર્યા. બાપાએ સભા કરી. કથાવાર્તા કરી. ત્યાં લાડુ, દાળ, ભાત, શાકની રસોઈ બનાવડાવી. બધાને જમાડ્યા. અમોય બાપાના દર્શન કરતાં કરતાં જમ્યા. ગાડામાં બેસીને બાપા જતા હતા. અમો દૂર પાછળ ચાલતા જતાં હતાં. વગેરે ખૂબ દર્શનનું સુખ મળ્યું. પછી અને મુંબઈ ગયા ત્યાં બાપાનો કાગળ આવ્યો. “બાબુભાઈ ! આપણે જે ડાંગરાભાદરા ગયાતા ત્યાંની સ્મૃતિ ઈદમ્ કરી લેવી.” .પૂ.જ્યોતિબેન કહે, આજની તારીખમાં પણ સ્મૃતિ ઈદમ્ છે.

જય સ્વામિનારાયણ !

(6) તા.૧૨//૧૫ અક્ષરનિવાસી પૂ.ડૉ.વલ્લભભાઈ પનારાની ત્રયોદશીની મહાપૂજા

આજે સવારે ૧૦.૩૦ વાગ્યે જ્યોત મંદિરમાં પૂ.ડૉ.વલ્લભભાઈ પનારાની ત્રયોદશીની મહાપૂજા પૂ.યશવંતભાઈ દવે સાહેબે ઠક્કરે કરી હતી. .પૂ.જ્યોતિબેન, પૂ.સવિબેન, પૂ.હંસાબેન ગુણાતીત અને સદ્દગુરૂઓના સાંનિધ્યે સરસ મહાપૂજા થઈ હતી.

પૂ.હંસાબેન વલ્લભભાઈ પનારાની ત્રણ દીકરીઓ જ્યોતમાં ભગવાન ભજે છે. પૂ.હીનાબેન, પૂ.હીતાબેન અને પૂ.દિવ્યાબેન પનારા.

પૂ.ડૉ.વલ્લભભાઈ .પૂ.હરિપ્રસાદ સ્વામીજીના અનન્ય ભક્ત અંબરિષ દીક્ષાધારી વર્ષોથી હતા. સાધુ જેવું જીવન હોય. સર્વદેશીય સમજણ ધરાવતા પૂ.વલ્લભભાઈ શ્રીજી મહારાજના લાડીલા પૂ.પર્વતભાઈના કુળના સાતમી પેઢીના ભક્તરાજ હતા. પરિવારને સત્સંગનો વારસો આપ્યો. ભયંકર બીમારીમાંય પણ ભજનવાંચન કરતા રહ્યા. અને શાંતિથી જૂના કપડાં બદલી નવા ધારણ કરીએ તેમ દેહરૂપી જૂનાં કપડાં મહારાજે બદલી નાખ્યાં. આને સમાજમાં આત્મા આવ્યો હોય ! આવા એકાંતિક ભક્તોની પાછળ એમની ભક્તિમય જીવનના દર્શન માટે અને તેમના કાર્યના દર્શન માટેની હોય છે.

આજની મહાપૂજા બાદ .પૂ.જ્યોતિબેન, પૂ.સવિબેને આશીર્વાદ આપ્યા હતાં.તેમના દિકરાઓએ શ્રધ્ધાંજલિ અર્પી યાચના કરી હતી. અને ખાસ તો પૂ.પિયૂષભાઈ પનારા (ગુણાતીત પ્રકાશસુરત) લેખપ્રાર્થના પત્ર ખૂબ સરસ પાઠવ્યો હતો. પૂ.પિયૂષભાઈના પૂર્વાશ્રમના કાકાશ્રી પૂ.ડૉ.વલ્લભભાઈ થાય. પૂ.પિયૂષભાઈ પણ પર્વતભાઈની આઠમી પેઢીનું ગુણાતીત રત્ન છે. પીછાણ તાજી થઈ. ધન્યવાદ !

{gallery}images_in_articles//newsletter/2015/March/12-03-15 p.vALLABHBHAI PANARA TRYODISHI MAHAPOOJA/{/gallery}

(7) તા.૧૩//૧૫ આજે પૂ.લીલાબેન દેસાઈનો ૭૫મો પ્રાગ્ટ્યપર્વ છે. તે તા.૨૨ માર્ચના રવિવારે ઉજવીશું. આજે મંગલસભામાં પૂ.લીલાબેનના આશીર્વાદ લીધા હતાં. આવતાં પરિપત્રમાં પૂ.લીલાબેનના જીવન કવનના દર્શન માણીશું.

(8) તા.૧૩//૧૫ .પૂ.મુકુંદજીવન સ્વામીજી (દિલ્હી) નો ૭૮મો પ્રાગટ્યપર્વ

.પૂ.મુકુંદજીવન સ્વામીજી (.પૂ.ગુરૂજીદિલ્હી) નો ૭૮મો પ્રાગટ્યપર્વ દિલ્હીતાડદેવ અક્ષરપુરૂષોત્તમ સ્વામિનારાયણ મંદિરે ખૂબ ભવ્ય રીતે અને દિવ્યતાથી ઉજવાયો હતો.

.પૂ.કાકાજી સ્વરૂપ .પૂ.ગુરૂજી પૂર્વાશ્રમમાં તેજસ્વી (ડાયમંડ) પ્રતિભાશાળી તેજસ્વી યુવક હતા. યોગીજી મહારાજની સંતો બનાવવાની યોજનામાં .પૂ.કાકાશ્રી.પૂ.પપ્પાજી.પૂ.બા ની આજ્ઞા અને અનુવૃત્તિ ઝીલીને તેઓએ ઝંપલાવ્યું. સાધુ થઈને શરૂઆતના વર્ષોમાં .પૂ.ગુરૂજીએ પ્રકૃતિથી વિપરિત સંજોગોમાં રહીને જબરજ્સ્ત વિકટ સાધના કરી. .પૂ.કાકાશ્રીના વચને દિલ્હી જઈને રહ્યા. સત્સંગમાં કહેવાતા ઉજ્જડ દેશમાં વર્ષો સુધી ધૂણી ધખાવીને રહ્યા. સત્યકામ જાબાલીની તો વાર્તા છે. પણ તે પ્રમાણે યુગમાં દિલ્હીરૂપી જંગલમાં રહી તેમણે મંગલ બનાવ્યું. શૂન્યમાંથી સર્જન કરી ખરૂં પૃથ્વી પરનું અક્ષરધામ બનાવ્યું.

{gallery}images_in_articles//newsletter/2015/March/13-03-15 p.mUKUNDJIVAN SWAMIJI 78 BIRTHDAY/{/gallery}

 

.પૂ.કાકાજી.પૂ.પપ્પાજીએ સ્થાપેલા ચાર પાંખાળા સમાજનું તેઓએ .પૂ.કાકાજી.પૂ.પપ્પાજીના પગલે ચાલી એટલે કે નિર્દોષબુધ્ધિ અને માહાત્મ્યની કેડીએ ચાલીને આજે જબરજસ્ત માહાત્મ્યસભર ચાર પાંખાળા ગુણાતીત સમાજની રચના કરી. સમાજ નાનો છતાંય ગલવાળો. પપ્પાજી કહેતાકોન્ટીટી અગત્યની નથી, ક્વોલીટીમાં હું માનું છું.” અને ખરેખર તેઓએ એક એક હરિભક્તને તૈયાર કરવામાં પોતાના પ્રાણ પૂર્યા છે. ગુરૂહરિ પપ્પાજી ૧૩મી માર્ચે ગુરૂજીનો પ્રાગટ્યદિન ઉજવવા .પૂ.કાકાશ્રીએ દેહત્યાગ કર્યા બાદ દર વર્ષે દિલ્હી પધારતા.

.પૂ.ગુરૂજીનું આવું કાર્ય જોઈ ખૂબ રાજી થતા. પછી પણ એકધારી પ્રગતિ થતી રહી છે. આજે માહાત્મ્યમાં ટોપમોસ્ટ (શિખરે) પહોંચેલા .પૂ.ગુરૂજી ગુણાતીત સમાજના સંતોભક્તોનાં દર્શન ઈચ્છે છે. તેવા ભક્તોને જોઈને આંખ હસી ઉઠે છે હૈયું નાચી ઉઠે છે. અને પોતાનો પ્રાગટ્યદિન ઉજવવાનો મુખ્ય હેતુ છે કે આવા ભક્તો બસ આંગણે પધારે. અને તેની સાથે પળો વીતાવું. પોતાના ભક્તો પાસે સેવાસરભરા કરાવી બસ રાજી કરૂં. સંબંધવાળાને પ્રભુ સ્વરૂપ માનીને સેવા કરવાનો આદર્શ .પૂ.ગુરૂજીએ પૂરો પાડ્યો છે. ખરા અર્થમાં .પૂ.કાકાજી.પૂ.પપ્પાજી શતાબ્દીની ઉજવણી વર્તનથી કરી રહ્યાં છે. એવા માહાત્મ્યસભર સમાજના દર્શને, .પૂ.ગુરૂજીના આમંત્રણે વિદ્યાનગરથી ચારેય પાંખાળા સમાજના મુક્તો સહિત .પૂ.દીદી દિલ્હી પધાર્યા હતાં.પૂ.દીદી, પૂ.માયાબેન, પૂ.ડૉ.નિલમબેન અને બહેનો પૂ.ઈલેશભાઈ, પૂ.જીતુકાકા ચિતલીયા, પૂ.મહેન્દ્રભાઈ શાહ, ગુણાતીત પ્રકાશ અને ગુણાતીત સૌરભના ભાઈઓ.

પૂ.ધરમ સ્વામી, પપ્પાજી તીર્થથી સંતો વગેરે મુક્તોએ .પૂ.ગુરૂજીના ૭૮મા પ્રાગટ્યપર્વનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. આખા ગુણાતીત સમાજનાં દર્શન અને આત્મીયતાનો લાભ વિચાર, વાણી, વર્તનથી લીધો હતો.

(9) તા.૨૭/2/૧૫ થી ૧૫//૧૫

પૂ.ઈલેશભાઈ, પૂ.જીતુકાકા ચિતલીયા, પૂ.મહેન્દ્રભાઈ શાહ અને ગુણાતીત પ્રકાશના નાના ભાઈઓ દિલ્હી અને ઉત્તર ભારતની નાની યાત્રાએ ગયા હતા. જેમાં .પૂ.ગુરૂજીનું માર્ગદર્શન, ભક્તિ અને આશીર્વાદ ઉમેરાવાથી સફળ આધ્યાત્મિક યાત્રા બની રહી હતી.

દિલ્હીથી યાત્રાનો પ્રારંભ કરી સિમલા, ચંદીગઢ, મનાલી, ડેલહાઉસી અને અમૃતસર વગેરે કુદરતી સૌંદર્યનો ભેગા મળી બ્રહ્માનંદ માણ્યો હતો. તથા સાથે સાથે સિમલામાં ગુરૂહરિ પપ્પાજી પૂ.બંસલ અંકલને ત્યાં પધારેલ. દિવસ રોકાયા હતા તે પ્રસાદીનું નિવાસ સ્થાન શોધી ત્યાં દર્શનસ્મૃતિ માણી હતી. તેમજ સાધુ જ્યાં જાય ત્યાં એકે હજારા એકાદ સત્સંગી હોય . કે જેમને માટે કદાચ આવી યાત્રાની પ્રેરણા હોય ! નિમિત્ત હોય એવા સંબંધી અમૃતસર ખાતે જ્યોતનાં બહેન પૂ.મીનાબેન ગોએન્કાના ભાઈ પૂ.વિજયભાઈ અને તેમના પુત્ર પૂ.મનુજીની ભાવસભર સેવાભાવનાનો સ્વીકાર અને તેઓના બંગલે ભજનકીર્તનની રમઝટ અને આરતીપધરામણી થઈ. તેઓએ ગુરૂહરિ પપ્પાજી પધાર્યા તુલ્ય આનંદ અનુભવ્યો.

યાત્રાથી દિલ્હી આવીયોગી પરિવાર આનંદોત્સવ.પૂ.ગુરૂજીનો ૭૮મો પ્રાગટ્યોત્સવ ઉજવવાનો લાભ લીધો. જે મુખ્ય હેતુ દિલ્હી જવાનો હતો. સાથે સાથે અનાયાસે ગોઠવાયેલ આવી યાત્રા સુખરૂપ થઈ, ૧૫ દિવસમાં જાણે શિબિર કરી આત્માનું ભાથું ભરી ગુરૂહરિ પપ્પાજી ભણી પ્રગતિ કરવાની અનુભૂતિ અને ધન્યતા અનુભવી હતી.

{gallery}images_in_articles//newsletter/2015/March/27-02-15 TO 15-03-15 PANCHTIRTH YATR BHAIO/{/gallery}

આમ, આખું પખવાડીયું સર્વનું સર્વ રીતે મંગલ પસાર થયું હતું. અત્રે સર્વે સ્વરૂપોની તબિયત સરસ છે. બધા સ્વરૂપોના મુક્તોના આપ સર્વને હેતથી જય સ્વામિનારાયણ !

 

જ્યોત સેવક P.71 ના પ્રણામ સહ જય સ્વામિનારાયણ !