01 to 15 Mar 2016 – Newsletter

                                 સ્વામિશ્રીજી                                    

 

કાકાજીપપ્પાજી બંધુબેલડી શતાબ્દી મહોત્સવની જય

 

ગુરૂહરિ પપ્પાજી શતાબ્દી મહાપર્વની જય

 

ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલા સર્વે અક્ષરમુક્તો શતાબ્દી વંદના સાથે જય સ્વામિનારાયણ !

 

આજે અહીં આપણે થી ૧૫ માર્ચ દરમ્યાન જ્યોતમાં ઉજવાયેલ ઉત્સવોની સ્મૃતિ માણીશું.

 

() દર ૧લી તારીખે સવારે બહેનો શાશ્વત ધામે પ્રાર્થના પ્રદક્ષિણા માટે જાય છે તે મુજબ આજે સવારે ગયાં હતાં. તથા દર ૧લીએ સંયુક્ત સભામાં કીર્તન આરાધનાનો કાર્યક્ર્મ હોય છે તેમ આજે પપ્પાજી હૉલમાં પહેલાં બહેનોએ અને પછી ભાઈઓએ વાજીંત્રો સાથે ભજનો ગાયાં હતાં.

ભક્તિરસમાં સહુ તરબોળ થયા હતાં. ૧લી માર્ચ એટલે ૯મો હરદ્વાર શાશ્વત સ્મૃતિદિન ! ગુરૂહરિ પપ્પાજીની વિશેષ સ્મૃતિભાવમાં આજે કીર્તન આરાધના સંપન્ન થઈ હતી.

{gallery}images_in_articles//newsletter/2016/Mar/01-03-16 shaswat dham dhun pradaxina/{/gallery}

 

() તા.//૧૬ રવિવાર પૂ.પ્રીતિબેન નંદુભાઈ વીંછીના લગ્નની મહાપૂજા

 

પૂ.પ્રીતિબેન નંદુભાઈ વીંછીના લગ્ન નિમિત્તેની મહાપૂજા આજે પ્રભુકૃપા ધામે સવારે ૧૦.૦૦ થી ૧૨.૦૦ સર્વે સ્વરૂપોના સાંનિધ્યે સંપન્ન થઈ હતી.

 

પૂ.જમનાબેન પૂ.પરૂષોત્તમદાસ વીંછી બંનેને પ્રત્યક્ષ સ્વરૂપની નિષ્ઠા ને સત્સંગ. તેથી તેમના ત્રણ પુત્રો અને એક પુત્રીમાં તે સત્સંગ સીંચ્યો. બધાં સહકુટુંબ પરિવાર પ્રત્યક્ષ ઉપાસક બ્ર.સ્વ.યોગીજી મહારાજના સંબંધથી તારદેવ ગુરૂહરિ પપ્પાજી, .પૂ.કાકાજી અને .પૂ.સોનાબાના જોગમાં આવ્યા. સર્વસ્વનું સમર્પણ કરી પ્રગટને પ્રત્યક્ષ કર્યા. સેવામાં હોમાઈ ગયા. સિધ્ધાંતમાં શૂરા, પક્ષ રાખવામાં પૂરા બન્યા.

{gallery}images_in_articles//newsletter/2016/Mar/06-03-16 priteben vichhi marrage mahapooja prabhukrupa/{/gallery}

 

પૂ.હંસાબેન ગુણાતીત જ્યોતમાં ભગવાન ભજે છે. મુંબઈમાં પૂ.હરિકૃષ્ણભાઈ, પૂ.ઘનશ્યામભાઈ વીંછી .પૂ.સાહેબજીના થઈને જીવે છે. પૂ.નંદુભાઈ ગૃહસ્થ માર્ગે સમર્પિત ભાવે જીવે છે. તેમના ઘરે બે દીકરીઓએ જન્મ ધર્યો. પૂર્વનાં ચૈતન્યો. વળી, જ્યોતના યોગમાં જન્મ તેથી સંસ્કાર પામ્યાં. પત્ની શશીભાભીને પણ જીવમાં પ્રત્યક્ષની નિષ્ઠા ! આમ, આખું કુટુંબ નિષ્ઠાવાળું. ગુરૂહરિ પપ્પાજીના સિધ્ધાંત પ્રમાણે ભગવાન ભજવાનું આપણે લાદતા નથી. સ્વતંત્રપણે પોતે નિર્ણય લે. પુત્રી પ્રીતિને લગ્ન કરી ભગવાનના માર્ગે ચાલવું હતું તે માતાપિતાએ તે પ્રમાણે કરી આપ્યું.

 

પૂ.પ્રીતિની અંતરની ઈચ્છા કે મારો જન્મ અહીં થયો છે. મારાં સગાં તો ગુરૂહરિ પપ્પાજી અને જ્યોતના મુક્તો છે તો મારે પ્રભુકૃપામાં મહાપૂજા કરી અને પ્રભુતામાં પ્રવેશ કરવો છે. તેથી તા.//૧૬ના પ્રભુકૃપામાં વિદ્યાનગર રાખવી. તા.૧૦//૧૬ના કોર્ટ મેરેજ કરી ગૃહ પ્રવેશ કરવો. અને રીતે લગ્નમાં .પૂ.જ્યોતિબેન, .પૂ.દીદી, .પૂ.દેવીબેન, .પૂ.જશુબેન, પૂ.હંસાબેન ગુણાતીત અને મુક્તો પધાર્યા અને આશિષ વર્ષા કરી. પૂ.પ્રીતિની માતા પૂ.શશીભાભી, પિતા પૂ.નંદુભાઈ તથા બંને કાકા હાજર હતા. મુંબઈનું બોરીવલી મંડળ પૂ.તારાબેન રસિકભાઈ, ત્રણે ભાઈઓના મિત્રો પૂ.સુરેશભાઈ ગાંધી, પૂ.પ્રવિણભાઈ વગેરે હાજર રહ્યા હતા. વિદ્યાનગરના મુક્તો પણ હાજર રહ્યા હતા. પૂ.યશવંતભાઈ દવે અને પૂ.ઈલેશભાઈએ ખૂબ પવિત્રતા ને દિવ્યતાસભત મહાપૂજા કરાવી અને જ્યોતનાં બહેનોને તથા પધારનાર મુક્તોને થાળ જમાડ્યો. સૌ આશિષ અર્પી વિદાય થયા.

 

પૂ.પ્રીતિના લગ્ન પૂ.પ્રતિક સાથે થયાં. તે પ્રતિકનાં સગાં ને મિત્રો પણ આવ્યા, તેઓને ગુણ આવ્યો. પૂ.નંદુભાઈએ દીકરીઓને ભગવાન આપ્યા. દીકરીઓ ગૃહસ્થમાર્ગે પ્રભુ ભજી પ્રભુ આપશે.

 

    આજે સાંજે થી .પૂ.તારાબેનના સ્વરૂપાનુભૂતિદિનની ઉજવણી સંયુક્ત સભામાં ભગવાન અક્ષરધામમાંથી પોતાની સાથે લાવેલા. આવા આત્માઓ પૃથ્વી પર અમર હોય છે. એવી અનુભૂતિ તો થાય છે તે દર્શન આશ્રિત ભક્તના વ્યક્તવ્યમાં થયું હતું. સભાની વિડીયો દ્વારા સંપૂર્ણ દર્શન આપે વેબસાઈટ પર કર્યું હશે. તેથી અંગે વિગતે અહીં નથી લખ્યું.

{gallery}images_in_articles//newsletter/2016/Mar/06-03-16 P.P.TARABEN SWARUNUBHUTIDIN/{/gallery}

 

() તા.//૧૬ સોમવાર અક્ષરરાત્રિ ગુણાતીત સ્વરૂપ .પૂ.જ્યોતિબેનનો ૮૪મો પ્રાગટ્યપર્વ

 

ઓહોહો ! આજે ૭મી માર્ચ અને શિવરાત્રિ એક સાથે આવ્યા. .પૂ.કાકાશ્રીએ દિવસે ૩૦ વર્ષ પહેલાં અચાનક દેહત્યાગ કર્યો હતો. .પૂ.કાકાજી, ગુરૂહરિ પપ્પાજી અને .પૂ.સોનાબાની (ત્રિપુટીનું) સાકાર સ્વરૂપ આજે .પૂ.જ્યોતિબેન છે. એવા .પૂ.જ્યોતિબેનનો પ્રાગટ્યદિન આજે ગુણાતીત સમાજ લક્ષી ઉજવાયો હતો. હરિધામથી પૂ.સર્વેશ્વરબેન, પૂ.સુમનબેન અને બહેનો પધાર્યાં હતાં.અનુપમ મિશનમાંથી પૂ.રતિકાકા, પૂ.પૂનમભાઈ અને ભાઈઓ તથા પૂ.જ્યોતિભાભી અને ગૃહસ્થ બહેનો પધાર્યાં હતાં. એટલું નહીં પણ સોનામાં સુગંધ ભળી. અચાનક .પૂ.સાહેબજી પણ પધાર્યા. અને ખૂબ મહિમા લાભ બહેનોનો અને વિશિષ્ટ રીતે .પૂ.જ્યોતિબેન માટેનો આપ્યો હતો. સર્વનું આબેહુબ દર્શન આપે વેબસાઈટ પર કર્યું હશે. તેથી અહીં વિરમું છું.

{gallery}images_in_articles//newsletter/2016/Mar/07-03-16 P.P.JYOTIBEN SWARUPANUBHUTIDIN/{/gallery}

 

આજે તા.૭મી માર્ચ રાત્રિ સંયુક્ત સભામાં .પૂ.કાકાશ્રીના માહાત્મ્યનાં ભજનો ગવાયાં. અને .પૂ.જશુબેને .પૂ.કાકાશ્રીના સ્મૃતિપર્વ નિમિત્તે આશીર્વાદ આપ્યા. પ્રત્યક્ષપણાની બળભરી વાતો કરીને સહુને ધન્ય કર્યા.

 

() તા.//૧૬ પૂ.શારદાબેન ઉનડકટનો અમૃતપર્વ

 

આજે સાંજે પપ્પાજી હૉલમાં પૂ.શારદાબેન ઉનડકટનો અમૃતપર્વ બહેનોએ ખૂબ દિવ્ય રીતે ઉજવ્યો હતો.

ગૃહસ્થ ગુણાતીત સાધુ કેવા હોય ! તો તે પૂ.શારદાબેન છે તેવું દર્શન તેના જીવનના પ્રસંગો અને તન, મન, ધન અને આત્માથી સેવા કરી રહ્યાં છે. તે વાતો ઉપરથી થયું.

 

પૂ.ડૉ.વિણાબેન, પૂ.પમીબેન સાકરીયા અને પૂ.મનીબેને પૂ.શારદાબેનના માહાત્મ્યગાનમાં લાભ આપ્યો. અને .પૂ.જશુબેન, .પૂ.જ્યોતિબેન તથા .પૂ.દેવીબેને પૂ.શારદાબેનના જીવનના દરેક પાસા ઉપર પ્રકાશ પાથરીને અદ્દભુત લાભ આપી રાજીપો બતાવ્યો હતો. વારી આપનાર સહુએ પુષ્પ, હાર, સ્મૃતિભેટ વગેરે અર્પણ કરીને લાભ આપ્યો હતો. તેના સારરૂપે પૂ.શારદાબેનનું જીવન જોઈએ તો પૂ.શારદાબેન સર્વદેશીય સમજણ, માતૃત્વભાવ, ભક્તો સાથે સુહ્રદભાવ અપાર છે. જેને લઈને તેઓ એકોએક ભક્તની મહાપૂજા કરે છે, સંભાળ રાખે છે, ખબર પૂછે. આમ, યોગીબાપાએ સુનૃતમાં કહ્યું છે કેસુહ્રદભાવ જબરો ગુણ છે, સુહ્રદપણું હશે તો જબરા ગુણો આવશે.” એવો સુહ્રદભાવ હતો તો જબરા ગુણો પૂ.શારદાબેનમાં આવેલા દેખાય છે. સ્ત્રી છે છતાંય મમત્વ નથી. લોલુપતા નથી, લોભવૃત્તિ નથી. સેવા દેખે અને કરી લેવાની ભાવના! ૭૫ વર્ષની ઉંમરે પણ ખૂબ સક્રિય છે. જેને લઈને ગૃહસ્થ માર્ગે પરમ ભાગવત સંત બની ગયાં છે. જે ગૃહસ્થો માટે ખૂબ અઘરું છે. તેના લક્ષણ છે કે પૂ.શારદાબેન સર્વ કોઈ મુક્તોને માથાના મુગટ માની જીવે છે. આનંદ સ્વરૂપ છે. આત્માનો ગુણ આનંદ છે. “માનઅપમાનમાં એકતા, સુખદુઃખમાં સમભાવ, હાંજી ભલા સાધુ ભજન તેમના જીવનમાં સાકાર છે.

 

ગુરૂ .પૂ.દેવીબેનના મુખમાંથી શબ્દો સરી પડ્યા કે પૂ.શારદાબેન નિર્માની સંત છે. દરેક વાતમાં પોઝીટીવ ! વળી કાંઈ બને તો અંતર્દષ્ટિ કરી પોતાનો દોષ શોધી કાઢે. એવા દાસના દાસ છે, ઉત્સાહી છે. આખા સમાજની મહાપૂજા કરે છે. ગુરૂહરિ પપ્પાજીના સિધ્ધાંતે સંપ, સુહ્રદભાવ ને, એકતા રાખી જીવે છે. આદર્શ ગૃહસ્થ ગુણાતીત સંત છે.

 

પૂ.શારદાબેનની એકની એક વહાલસોયી દીકરીને માની દેખતાં પ્રભુએ લઈ લીધી, તોય મનુષ્યભાવ નથી લીધો. ગૃહસ્થ માટે ખૂબ અઘરું છે. .પૂ.સોનાબાના જેવી કપરી સાધના પૂ.શારદાબેને કરીને આદર્શ પૂરો પાડી રહ્યાં છે. ખૂબ ધન્યવાદ છે દેહ કે દેહભાવમાં રહેતાં નથી. પ્રભુ તેમને દીર્ઘાયુ નિરામય રાખો. આવી રીતે ગુણાતીતના સુહ્રદ બનીને ભક્તિપરાભક્તિ કરતા રહે.

પૂ.લીલાધરભાઈ પણ એવા છૂપા સાધુ છે. દીકરા પ્રતુલના પરિવારને પણ તેઓએ સંસ્કાર આપ્યા છે. સ્વીઝરલેન્ડમાં રહી સત્સંગ રાખી જીવન જીવી રહ્યા છે. ધન્યવાદ ! ધન્યવાદ ! ધન્યવાદ !

{gallery}images_in_articles//newsletter/2016/Mar/08-03-16 P. SHARDABA 75 TH BIRTHDAY/{/gallery}

 

() તા.//૧૬ જ્યોતના હીરક તારલીયાઓનું બહુમાન

 

આજે સાંજે પપ્પાજી હૉલમાં બહેનોની સભામાં પૂ.માયાબેન આયોજીત એક માહાત્મ્યનો વિશિષ્ટ કાર્યક્ર્મ યોજાયો. (સભા થઈ) ૪૦ વર્ષથી કે બહેનો જ્યોતમાં ચાર દિવાલમાં રહે છે. જેમને ક્યારેય માનમોટપ આપી નથી. અપેક્ષા રાખી નથી. તેવા દટાયેલા હીરાને આજે બહાર કાઢી સ્ટેજ પર લાવીને તેની પિછાણ કીંમત ઓળખ કરાવી હતી. પૂ.મંગળાબેન મારૂ, પૂ.વિદ્યાબેન પટેલ, પૂ.ભારતીબેન પટેલ, પૂ.વનીબેન ચપલા, પૂ.પ્રભાબેન ચપલા, પૂ.કનકબેન વાઘેલા વગેરે બહેનોને ગયા વર્ષે ૨૦૧૫માં ૬૦ વર્ષ પૂરાં થયાં. બહેનોની આજે સમૂહમાં હીરક જયંતી .પૂ.જ્યોતિબેન, .પૂ.દીદી, .પૂ.દેવીબેન, .પૂ.જશુબેન અને સદ્દગુરૂ Aના સાંનિધ્યે ઉજવણી થઈ હતી. બેજ, હાર, પુષ્પ, કેક અર્પણ જુદા જુદા બહેનોના હસ્તે દરેક બહેનને કરાવી હતી. તે એકોએક બહેનોનો મહિમા પૂ.દયાબેને ગાયો હતો.

{gallery}images_in_articles//newsletter/2016/Mar/09-03-16 HIRAK TARLIYA BAHUMAN/{/gallery}

 

.પૂ.જ્યોતિબેન, .પૂ.દીદી, .પૂ.દેવીબેન, .પૂ.જશુબેનના આશીર્વાદ લીધા હતાં. ગુરૂહરિ પપ્પાજીના ધ્વનિમુદ્રિત આશીર્વાદ લીધા હતા.

પૂ.વિજુબેનની આજે હીરક જયંતી હતી. તેથી તેમને પણ કેક, હાર, કલગી, બેજ વગેરે અર્પણ કરીને ૪૦ વર્ષથી રસોડામાં સેવા આપનાર પૂ.વિજુબેનના યોગદાનને બિરદાવ્યું હતું.

 

વિશેષમાં આજે જે બહેનોની હીરક ઉજવવાની હતી. તેમાંના ચારપાંચ બહેનોએ તો પોતાનું અસ્તિત્વ મિટાવવાની, દાસત્વની ભાવનાને લીધે સ્ટેજ પર આવ્યા નહીં. પોતાના ગુણગાન ગવાય તેવું ઈચ્છતા નથી. આવું ક્યાં હોય ? ગુણાતીત કરવા આવેલા ગુરૂહરિની જ્યોતમાં દર્શન કરી સૌએ ધન્યતા અનુભવી હતી.

 

() તા.૧૨//૧૬ .નિ.પૂ.પ્રભાબેન રૂગાણીની ત્રયોદશીની મહાપૂજા

 

.નિ.પૂ.પ્રભાબેન રૂગાણીની ત્રયોદશીની મહાપૂજા આજે જ્યોત મંદિરમાં થઈ હતી. પૂ.પ્રભાબેનને .પૂ.બેન, .પૂ.પપ્પાજીની નિષ્ઠા હતી. બહુ રાંક પ્રકૃતિ, ભક્તિમય જીવન, પ્રાપ્તિમાં છૂપાં. તેમના પર .પૂ.બેન, ગુરૂહરિ પપ્પાજીની અમીર્દષ્ટિ. પૂ.પ્રભાબેને કુટુંબીજનો સગાંસંબંધીને પ્રત્યક્ષનો જોગ આપ્યો. નિષ્ઠા કરાવી. તે જીવનું કરી લીધું. પૂ.યશવંતભાઈ દવે અને પૂ.હરિશભાઈ ઠક્કરે ભક્તિ સભર મહાપૂજા કરી હતી. આજે તેઓના સગાસંબંધી મહાપૂજા કરાવવા જ્યોતમાં આવ્યા હતા. શ્રી ઠાકોરજી અને મુક્તોને થાળ જમાડ્યો હતો.

{gallery}images_in_articles//newsletter/2016/Mar/12-03-16 PRABHABEN RUGANI MAHAPOOJA/{/gallery}

 

() તા.૧૩//૧૬ રવિવાર .પૂ.ગુરૂજી (મુકુંદજીવનસ્વામી)નો ૭૯મો પ્રાગટ્યદિન

 

આજે .પૂ.ગુરૂજી(મુકુંદજીવન સ્વામી)ના ૭૯મો પ્રાગટ્યદિનની તાડદેવ મંદિરે દિલ્હીમાં ખૂબ દિવ્યતાસભર વાતાવરણમાં આધ્યાત્મિક રીતે ઉજવણી થઈ હતી.

 

.પૂ.ગુરૂજી એટલે મોર્ડન ગુણાતીતાનંદ સ્વામી. તેમનો અણસાર પણ ગુણાતીતાનંદ સ્વામી જેવો. સ્વભાવ પણ એવો. સચોટ જ્ઞાન, વાત કહેવામાં આખા બોલા ? અને નિષ્ઠામાં પણ એવા. કથાવાર્તાનો અખાડો પરાવાણી પણ ભક્તોના જીવન ઘડતર કરી દે, એવી સબીજ.

આજના પ્રસંગે તેઓની પરાવાણીની DVD પથદર્શિકા ભાગ૧૦ બહાર પાડી હતી. .પૂ.ગુરૂજી એટલે કાકાશ્રીમય જીવન. ઉમદા સેવનથી તેમનું કલેવર કાકાજીમય બની ગયું. અત્યારે ગુરૂજીની અમૂક આભા .પૂ.કાકાજી જેવી છે. .પૂ.કાકાજીનાં દર્શન તેમનામાં થાય છે.

 

સ્વામિની વાતુમાં સ્વરૂપનિષ્ઠાને વરને ઠેકાણે કહી છે. સ્વરૂપનિષ્ઠા .પૂ.ગુરૂજીની મુખ્ય હતી. તેના પરિણામે શૂન્યમાંથી સર્જન થયું. તે માહાત્મ્યનું દર્શન દિલ્હી મંદિરે થાય છે. બે દિવસના સમૈયામાં સતત તે દર્શન થયું. ભક્તો માટે શું થાય ? .પૂ.કાકાજી.પૂ.પપ્પાજીને ગમતી જે સર્વદેશીયતા તે તેમના જીવનમાં નીતરે છે. ભક્તોને જોઈને હૈયું હરખાઈ જાય છે. પૂ.આનંદીદીદીએ વાત કરેલી કે, માર્ચ મહિનો આવે એટલે .પૂ.ગુરૂજીના ચહેરા પરનો હરખ જુદો હોય. જેવી રીતે નાના છોકરાને પોતાનો જન્મદિવસ આવતો હોય તો કેવો આનંદ હોય? તેવો આનંદ પણ પોતાનો જન્મ દિવસ ઉજવવાનો આનંદ નહીં, પણ યોગીપરિવારના ભક્તો બસ આવશે ને ? ભગવાનના ભાવે તે ભક્તોની સેવા પોતાના આ્શ્રિત ભક્તો પાસે વિધવિધ રીતે કરાવડાવે. કોઈ જાતની મણા ના રહે. તેનું સતત ધ્યાન .પૂ.ગુરૂજી અને પૂ.આનંદીદીદી રાખે. એકએક ભક્તને મળે, પૂછે અને તેનો મહિમા દિલથી સમજે. .પૂ.કાકાજી.પૂ.પપ્પાજીને ગમતું એવું ગુણાતીત વર્તન એટલે .પૂ.ગુરૂજી અને .પૂ.આનંદીદીદીનું જીવન.

{gallery}images_in_articles//newsletter/2016/Mar/13-03-16 P.P.GURUJI BIRTHDAY CELEBRATION/{/gallery}

 

૧૨/ ના લગભગ બધા ભક્તો ગુણાતીત સમાજમાંથી પધારી ગયા હતાં. સાંજે મંદિરના કલ્પવૃક્ષ હૉલમાં પવઈના બહેનોની સ્વાગત સભા રાખી હતી. .પૂ.જ્યોતિબેન, .પૂ.હંસાદીદી અને બહેનો ગુણાતીત પ્રકાશના ભાઈઓ, ગુણાતીત સૌરભ, ગુણાતીત સેવક, સંતો, મુક્તો મળી લગભગ ૨૧ની સંખ્યામાં વિદ્યાનગરથી દિલ્હી સમૈયામાં આવ્યા હતા. સાંજની એક સભા બહેનોભાઈઓની મંદિરમાં થઈ હતી. .પૂ.દીદી, .પૂ.જ્યોતિબેન, .પૂ.આનંદીદીદી અને .પૂ.માધુરીબેને સરસ લાભ આપ્યો હતો. .૦૦ વાગ્યે બીજી સભા માહાત્મ્યગાનની ભાઈઓ સંતો આગળ સ્ટેજ પર અને બહેનો પાછળ હોય એવી ચારેય પાખાંળા મુક્તોની થઈ હતી. જેમાં ત્રણ ભાઈઓએ .પૂ.ગુરૂજીના માહાત્મ્યગાનમાં લાભ આપ્યો. .પૂ.અક્ષરવિહારી સ્વામીજી પધાર્યા. તેઓએ આશિષ લાભ આપ્યો તથા ૧૫/ ના સાંકરદા સમૈયાના તુલા ઉત્સવનો સૂકામેવાનો પ્રસાદ લાવેલા તે સર્વે ભક્તોને આપ્યો.

 

૧૩//૧૬ના .પૂ.ગુરૂજીનો પ્રાગટ્યદિન સાંજે .૦૦ થી .૦૦ દરમ્યાન ગુણાતીત સ્વરૂપો અને ચારેય પાખાંળા ગુણાતીત સમાજના મુક્તોએ ભેગા મળી ઉજવ્યો. જેનું લાઈવ પ્રસારણ વેબસાઈટ દ્વારા આપે માણ્યું હશે. તેથી અહીં વિરમું છું.

 

આખું પખવાડિયું મોટા સ્વરૂપોના પ્રાગટ્યદિન, કથાવાર્તા, સભા, સમૈયા થયા તે દ્વારા સ્વાધ્યાય થયો હોય, આત્માનું ભાથું બંધાયું. તેવા આધ્યાત્મિક ઉચ્ચ લેવલના સમૈયા થયા તેવું અનુભવાયું. જેમાં સાધકોની આધ્યાત્મિક પ્રગતિ થાય છે. પ્રત્યક્ષ ગુણાતીત સ્વરૂપોને કોટી નમનશતાબ્દી વંદના સહ જય સ્વામિનારાયણ !

જ્યોત સેવક P.71 ના પ્રણામ સહ જય સ્વામિનારાયણ !