01 To 15 May 2015 – Newsletter

સ્વામિશ્રીજી 

કાકાજી-પપ્પાજી બંધુબેલડી શતાબ્દી મહોત્સવની જય

ગુરૂહરિ પપ્પાજી શતાબ્દી મહાપર્વની જય

ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વ્હાલા અક્ષરમુક્તો, જય સ્વામિનારાયણ !

આજે અહીં આપણે તા.૧ થી ૧૫  મે દરમ્યાન જયોત, જ્યોત શાખાઓ તથા મંડળોમાં થયેલ ઉત્સવ અને શિબિરની સ્મૃતિ માણીશું.

 

 

(૧) તા.૧/૫/૧૫

તા.૧લી એટલે ગુરૂહરિ પપ્પાજીની સ્મૃતિની તારીખ. દર મહીનાની ૧લી એ સવારે સ્મૃતિ સહ શાશ્વત ધામે પ્રાર્થના-પ્રદક્ષિણા માટે બહેનો પપ્પાજી તીર્થ પર ગયા હતાં. તથા સાંજે ૭.૩૦ થી ૯.૦૦ જ્યોત પંચામૃત હૉલમાં સંયુક્ત સભામાં કીર્તન આરાધના થઈ હતી.

 

 

 

(૨) તા.૮/૫/૧૫ ગુણાતીત જ્યોતમાં નિત સવારે થતી મંગલ સભામાં ગુરૂહરિ પપ્પાજીના આશીર્વાદ ધ્વનિ મુદ્રિત લેવાય છે. આજે ગુરૂહરિ પપ્પાજીએ ખૂબ સુંદર ઉદાહરણ અને નાની વાર્તા દ્વારા લાભ આપ્યો હતો. તે માણીએ.

જ્યોતના લીસા ચોકના બ્લેક બોર્ડ પર દીવો અને પતંગિયાનું ચિત્ર જોઈને ગુરૂહરિ પપ્પાજીએ વાત કરી કે, “પતંગિયુ દીવા તરફ ખેંચાય અને બળીને ભસ્મ થઈ જાય. આપણે બધા પતંગિયા છીએ. આપણો દીવો ગુણાતીત છે. એમાં આપણે ખેંચાયા છીએ. અહંતા-મમતા આપણી બળી ગઈ. ઓગળી ગઈ અને દિવ્ય પતંગિયુ થઈ બહાર આવશે. ગુણાતીત વગર બીજો દીવો મળ્યો હોય તો ભસ્મ થઈ જાય. આપણા ભાગ્યનો પાર નથી. એવા ગુણાતીત ગુરૂની આપણને પ્રાપ્તિ થઈ ગઈ છે.

એવા એક ગુરૂ હતા. શિષ્યને કહે, તું મારી પાછળ પાછળ આવ અને હું કરું એમ કરવાનું. ગુરૂ ૧લા ઓરડામાં ગયા અને કાન કાપી નાખ્યા. શિષ્યે પણ કાન કાપી નાખ્યા. પછી ગુરૂ બીજા ઓરડામાં ગયા અને નાક કાપી નાખ્યું. શિષ્યે પણ નાક કાપી નાખ્યું. પછી ગુરૂ ત્રીજા ઓરડામાં ગયાને ગળુ કાપી નાખ્યું. શિષ્યને થયું કે ગળુ કાપી નાખીશ તો ભગવાનના દર્શન કેવી રીતે થશે? એટલે ના કાપ્યું. અને પછી ગુરૂના કાન, નાક અને માથું પાછું આવી ગયું. એમ આપણે લોક, ભોગ ને દેહને ઉડાડવા છે. હવે સ્વનુ સમર્પણ કરવાનું છે. હવે અખંડ અક્ષરધામની સમાધિમાં રહેતા થવું છે. ગમે તેવા પ્રસંગ આવે પણ અક્ષરધામની સમાધિ જાય જ નહી એ આપણે કરવું છે. પ્રભુ ! મારું માળખું તારું મંદિર બની રહે અને એનો પથદર્શક તું બનજે. એ રીતે વર્તવાનું બળ આપ. જ્ઞાનની કમી નથી. જાગ્રતતા અને જાણપણાની ખામી છે. એવું રાખવાનું બળ મળે એ જ પ્રાર્થના ને આશીર્વાદ.

 

 

 

(૩) તા.૮/૫/૧૫ રાજકોટમાં ઓરલ હાયજીન અને ડેન્ટલ કેર અવેરનેસ પ્રોગ્રામ

પપ્પાજી શતાબ્દી ફાઉન્ડેશનના ઉપક્રમે શ્રી ગુણાતીત જ્યોત મહિલા ટ્રસ્ટ, વલ્લ્ભ વિદ્યાનગર દ્વારા તારીખ ૮/૫/૧૫ ના રોજ “ઑરલ હાયજીન અને ડેન્ટલ કેર એવરનેસ પ્રોગ્રામ . (દાંતની કાળજી તેમજ મોંમા થતા રોગો વિશે જાગૃતિ) નું આયોજન ગુણાતીત જ્યોત રાજકોટ શાખામાં કરવામાં આવ્યું હતું.

રાજકોટના ડેન્ટીસ્ટ પૂ.ડૉ.દિપીકાબેન મોડ, રીત્વીક ટુથ ક્લીનીકના સહયોગથી આ કાર્ય સફળતાપૂર્વક પાર પડ્યું. પૂ.ડૉ.દિપીકાબેને દાંતના આરોગ્યની જાળવણી તેમજ દાંતના રોગો થતા કેમ અટકાવાય તે વિશે સુંદર માર્ગદર્શન આપ્યું. જેમાં બાલિકા, કિશોરી તથા યુવતી એમ કુલ ૩૫ બહેનોએ લાભ લીધો હતો. શ્રી ગુણાતીત જ્યોત મહિલા ટ્રસ્ટ તરફથી ડેન્ટીસ્ટ પૂ.ડૉ.ભાવનાબેન શેઠે આ પ્રોગ્રામમાં ભાગ લેનાર દરેકને ડેન્ટલ કીટ ભેટ આપી હતી. અંતમાં પૂ.ડૉ.ભાવનાબેને, પૂ.ડૉ.દિપીકાબેનનો આભાર વ્યક્ત કર્યો હતો.

 

 

 

(૪) દર વર્ષે ઉનાળાના વેકેશનમાં જ્યોત-જ્યોતશાખાઓમાં ગુણાતીત જ્યોતના બહેનો દ્વારા અને ગુણાતીત પ્રકાશના મોટેરાં ભાઈઓ દ્વારા શિબિરોનું આયોજન થાય છે. તેમ આ વેકેશનમાં પણ તા.૧ થી ૧૫ દરમ્યાન શિબિરો થઈ તે ખૂબ વિશેષ રીતે થઈ હતી. જેની ટૂંકમાં સ્મૃતિ અહીં માણીએ.

 

 

ગુણાતીત સંસ્કાર સિંચન શિબિર – વિદ્યાનગર

 

 

તા.૨૬/૪/૧૫ના રોજ વિદ્યાનગર ગુણાતીત જ્યોતમાં યુવતી, કિશોરી અને બાલિકા મંડળની શિબિરનું આયોજન થયું હતું. શિબિરમાં લગભગ ૪૦ જેટલા મુક્તોએ ભાગ લીધો હતો. તન, મન, આત્માને નિરોગી અને સ્વરૂપલક્ષી બનાવવું એ શિબિરનો હેતુ હતો. શિબિરની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. દીપ પ્રાગટ્ય પૂ.દયાબેન અને પૂ.હંસાબેન ગુણાતીતે કર્યું હતું. તનને નિરોગી રાખવા કસરત, સ્વચ્છતા, ખાણી-પીણી અંગેની ખૂબ સરસ સૂઝ આપી. મનને નિરોગી રાખવા આજ્ઞા, વફાદારી, ચારિત્ર્ય, શિસ્ત, વિવેક, વિનય, ભણવામાં એકાગ્રતા વગેરેની સૂઝ આપી. આત્માથી સ્વરૂપલક્ષી રહેવું. આશરો સ્વામિનારાયણ ભગવાનનો તથા ગુરૂહરિ પપ્પાજીનો રાખવો. પૂજા, તથા માળા અને કંઠીનું મહાત્મ્ય સમજાવ્યું. આ બધા જ પોઈન્ટ પર વિગતવાર ર્દષ્ટાંતો આપીને સ્વરૂપોએ ખૂબ સરસ માર્ગદર્શન આપ્યું. શિબિરાર્થીઓને આનંદ માટે સાંજે ૪.૩૦ થી ૭.૦૦ પપ્પાજી તીર્થ પર લઈ ગયા હતા. પ્રદક્ષિણા કરાવી તથા તીર્થનું મહાત્મ્ય સમજાવ્યું. જુદી-જુદી રમતો રમાડી આનંદ બ્રહ્મ કરાવ્યો. શિબિરાર્થીઓએ આનંદથી ખૂબ સરસ લાભ લીધો હતો.

 

{gallery}images_in_articles//newsletter/2015/May/yuvti balika kishori shibir sabha/{/gallery}

 

 

 

ગુણાતીત સંસ્કાર સિંચન શિબિર –સુરત

તા.૧,૨,૩ ૨૦૧૫ એમ ત્રણ દિવસ ઉનાળુ વેકેશનમાં શિબિરનું આયોજન થયું. જેમાં ૩૪ મુક્તોએ ભાગ લીધો હતો. મુખ્યત્વે ૧૪ વર્ષથી ઉપરના કિશોરો અને યુવકોએ ભાગ લીધો. શિબિરનો પ્રથમ દિવસ. ગુણાતીત ધામે સૌ શિબિરાર્થીઓ ભેગા થયા હતા. પૂ.પિયૂષભાઈએ દિપ પ્રાગટ્ય કરી શિબિરની શરૂઆત કરાવી. આવાહન, ધૂન, ભજન અને કથાવાર્તા દ્વારા તથા હાસ્યની વાતો અને પ્રોજેક્ટર દ્વારા સમજલક્ષી ફિલ્મ બતાવી. અનિર્દેશમાં પણ એક દિવસ ખૂબ આનંદ કરાવ્યો. બ્રહ્મધુબાકામાં સ્નાન અને વિવિધ રમત-ગમત દ્વારા જુદી જુદી સ્પર્ધાઓ દ્વારા ત્રણ દિવસ સાચા અર્થમાં ગુણાતીત સંસ્કારોનું સિંચન થયું. પ્રવચનો અને પુસ્તકો દ્વારા ગુણાતીત જ્ઞાન અને સ્વરૂપોના માહાત્મ્યનું સિંચન થયું.

{gallery}images_in_articles//newsletter/2015/May/Gunatit Sanskar Sinchan Shibir – Balako – SURAT/{/gallery}

શિબિર સંચાલન પૂ.અનુપભાઈ અને પૂ.શૈલેષભાઈએ કર્યું હતું. આયોજન પૂ.રાજુભાઈએ સંભાળ્યુ હતું. પૂ.પિયૂષભાઈ અને પૂ.વિરેનભાઈએ સમયે સમયે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ખૂબ જ સરસ વ્યવસ્થા, શિસ્ત અને માહાત્મ્યથી શિબિર સંપન્ન થઈ. શિબિરાર્થીઓ પણ ખૂબ જ ઉત્સાહ ઉમંગથી ભાગ લઈ આનંદ વિભોર થયા.  બાળકોની અંદર સુષુપ્ત પડેલી શક્તિઓને બહાર લાવવાનું કામ આવી શિબિરો દ્વારા થાય છે.

 

 

 

તા.૧૦/૫/૧૫ ગુણાતીત સૌરભ જીવન જાગૃતિ શિબિર – સુરત

૨૦૧૫-૧૬નું વર્ષ એટલે ગુરૂહરિ પપ્પાજીનું શતાબ્દી વર્ષ કાર્યવાહક કમિટિના બહેનો અને ભાઈઓએ આ આખુંય વર્ષ દેશ-વિદેશમાં ઠેર-ઠેર શિબિરો યોજાય અને બહેનોની શિબિરમાં સદ્દગુરૂ સ્વરૂપો અને ભાઈઓની શિબિરમાં ગુણાતીત પ્રકાશના સ્વરૂપો લાભ આપે. તદ્દઉપરાંત જ્યાં શક્ય હોય ત્યાં બહેનો-ભાઈઓની ભેગી શિબિરોના આયોજન થાય તેમાં સદ્દગુરૂ સ્વરૂપ બહેનો અને પ્રકાશ સ્વરૂપ ભાઈઓ લાભ આપે તેવો નિર્ણય કર્યો અને તે પ્રમાણે ભાઈઓની શિબિરોના આયોજન થવા માંડ્યા. સૌ પ્રથમ સુરતમાં અનિર્દેશ ખાતે શિબિર યોજાઈ. જેમાં ૨૫ થી ૪૫ વર્ષના યુવાન ગૃહસ્થોએ ભાઈઓને લગભગ ૪૮ જેટલી સંખ્યામાં ભાગ લીધો હતો.

 

 

અનિર્દેશના કુદરતી વાતાવરણમાં સવારે ૮.૩૦ થી ૧૦.૦૦ સંઘધ્યાન અને શિબિર સભા થઈ. જેમાં પ્રથમ પ્રકાશ સ્વરૂપ પૂ.વિરેનભાઈએ ખૂબ સુંદર ધ્યાન કરાવ્યું. બધા મુક્તોના તન, મન એકદમ સ્થિર થઈ પ્રભુની સ્મૃતિમાં લીન થયા. ધ્યાનની લયતા અને અંતરની વહેતી પ્રાર્થનાની સરવાણીમાં સૌ ભીંજાયા. ત્યારબાદ પ્રકાશ સ્વરૂપ પૂ.પિયૂષભાઈએ જીવન જાગૃતિ વિષય પર લાભ આપ્યો. પ.પૂ.પપ્પાજી આપણા જીવનઓ એકડો છે. અને એ વિનાના તમામ સાધનો મીંડા છે. એકડો સુર્દઢ હોય તો જેટલા મીંડા લગાડો તે અનેક ગણા ફાયદાકારક છે. એકડા વગરના મીંડાની કોઈ જ કિંમત નથી. આપણા જીવનનું મધ્યબિંદુ ગુરૂહરિ પપ્પાજી છે. એટલે એમના શતાબ્દી પર્વે આપણા જીવનમાં જાગૃતિ આવે, ટકે, અને વધતી રહે. વિસ્તરે તો ખૂબ સુખિયા થઈશુ. એ વિષય પર ખૂબ લાભ આપ્યો. પૂ.નિલેષભાઈ, પૂ.રાજુભાઈએ વિવિધ ગેઈમ રમાડી જેમાં પણ જીવન જાગૃતિનો મર્મ સમાયેલ હોય. જીવતરને સમજવાની, ઘડવાની અને પ્રગતિપંથે ચલાવવાની, માહાત્મ્ય, ભજન, સેવામાં ઉત્સાહ-ઉમંગથી ભળવાની અને આળસ-પ્રમાદ ખંખેરી જ્ઞાનની મોટી મોટી વાતોમાં પડ્યા વગર સભાનતાથી જીવ્યે જવાની ખૂબ સરસ વાતો થઈ. શિબિરના અંતમાં ઘણા મુક્તોએ સ્વેચ્છાએ વચન બધ્ધ થઈ જીવન જીવવાની આશિષ યાચનાઓ કરી. ગુરૂહરિ પ.પૂ.પપ્પાજી જાણે પ્રત્યક્ષ રહીને સાંનિધ્ય આપતા હોય એવો અહેસાસ થયો.

 

{gallery}images_in_articles//newsletter/2015/May/Jivan Jagruti Shibir – Yuvan Gruhasth – SURAT/{/gallery}

 

 

તા.૮અને૯મેગુણાતીતસંસ્કારસિંચનશિબિર – રાજકોટ

રાજકોટ જ્યોતમાં તા.૮ અને ૯મે  બે દિવસ યુવતી, કિશોરી અને બાલિકા મંડળની શિબિર પૂ.હંસાબેન ગુણાતીત અને પૂ.વનીબેન ડઢાણિયાના સાંનિધ્યે થઈ હતી. શિબિર વિષય ઉપર તેઓએ ત્યાં પૂ.ઈલાબેન ઠક્કર, પૂ.ભાનુબેન ડઢાણિયા, પૂ.ઈલાબેન મારડીયા, પૂ.નીલાબેન ટીલવા, પૂ.અરવિંદાબેન તંબોળી વગેરે બહેનોએ લાભ આપ્યો હતો અને આનંદ બ્રહ્મ પણ કરાવ્યો હતો.

આ શિબિરની સાથે સાથે ગૃહસ્થ બહેનોની શિબિર પણ તા.૧૦/૫ ના રોજ રાજકોટ જ્યોતમાં અને ૧૧/૫ના રોજ મોરબી જઈને આ બહેનોએ શિબિર કરી ખૂબ સરસ લાભ આપ્યો હતો. આમ, ભાભીઓની માંગણી મુજબ એક દિવસનું ભાભીઓની શિબિરનું આયોજન પણ વેકેશનમાં જ કર્યું હતું. કારણ બાળકો ભણે ત્યારે માતાઓને પણ સતત પ્રવૃત રહેવુ પડતું હોય છે. 

 

{gallery}images_in_articles//newsletter/2015/May/yuvt balika kishori shibir sabha rajkot/{/gallery}

 

 

 

તા.૧૩/૫/૧૫ ગુણાતીત સૌરભ જીવન જાગૃતિ શિબિર – રાજકોટ

ગુણાતીત જ્યોત રાજકોટ કેન્દ્રમાં પણ ગુણાતીત સૌરભ ભાઈઓ માટે જીવન જાગૃતિ શિબિર યોજાઈ. રાજકોટમાં આટલા વર્ષો દરમ્યાન ભાઈઓની શિબિર ક્યારેય યોજાઈ નથી. પ્રથમ વખત જ આવી શિબિર યોજાઈ. સવારે ૯.૧૫ થી ૧૨.૩૦ સુધી પહેલું સેશન આવાહન, ધૂન અને ભજન ગવાયા બાદ. પ્રકાશ સ્વરૂપ પૂ.ઈલેશભાઈ અને રાજકોટ જ્યોત કેન્દ્રના વડીલ પૂ.ભગવાનજી ફુવાએ દીપ પ્રાગટ્ય કરી શિબિર પ્રારંભ કર્યો. પૂ.રાજુભાઈએ શિબિર હેતુ અને ગુરૂહરિ પપ્પાજી શતાબ્દી અને તે વિષય પર લાભ આપ્યો. પૂ.ઈલેશભાઈએ શતાબ્દી પર્વે જાગ્રતતા વિષે સુંદર માર્ગદર્શન અને માહાત્મ્ય દર્શન કરાવ્યા. પૂ.પિયૂષભાઈએ સત્સંગના કેન્દ્રનું માહાત્મ્ય, ગુરૂહરિ પપ્પાજી તથા અઠવાડિક સભાનો મહિમા અને ખાસ પોતાના જીવન પ્રત્યે સભાનતા, વિચાર, વાણી, વર્તનમાં જાગ્રતતા વિષે ઘણો લાભ આપ્યો. બપોરે ૩.૩૦ થી ૬.૦૦ દરમ્યાન પણ વડીલોને અનુરૂપ ગેઈમ, આનંદ બ્રહ્મ અને કથાવાર્તાના કાર્યક્ર્મ થયા. પૂ.ઈલેશભાઈના સુમધુર સ્વરે ભજનોનો પણ લ્હાવો માણ્યો. ખૂબ સરસ શિબિર થઈ. દૂરદૂરથી બધા ભક્તો આવ્યા હતા. પૂ.વનીબેન અને બહેનોના માહાત્મ્યભર્યા આયોજન-વ્યવસ્થાથી સૌના અંતર પ્રશાંત થયા. શિબિર દ્વારા સૌમાં ખરેખર ખૂબ જાગૃતિ આવે છે.

{gallery}images_in_articles//newsletter/2015/May/Jivan Jagruti Shibir – Gruhasth – RAJKOT/{/gallery}

 

 

 

તા.૧૪,૧૫ મે ગુણાતીત સંસ્કાર સિંચન શિબિર – રાજકોટ

રાજકોટ જ્યોતમાં શિબિરનું આયોજન થયું. વિદ્યાનગરથી પૂ.ઈલેશભાઈ, સુરતથી પૂ.પિયૂષભાઈ અને પૂ.રાજુભાઈ આવ્યા હતા. લગભગ ૨૮ જેટલા કિશોરો-યુવકોએ ભાગ લીધો હતો. પૂ.વનીબેન અને બહેનોના માહાત્મ્ય ભર્યા રાખ-રખાવટથી શિબિરાર્થીઓને ખૂબ આનંદ આવ્યો. પૂ.ઈલેશભાઈના મધુરા કંઠે ગવાતા ભજન-ધૂનથી ઉત્સાહ રેલાતો. પૂ.રાજુભાઈના આયોજન અને વિચારોથી સૌને ખૂબ આનંદ આવતો. પૂ.પિયૂષભાઈની વાતોથી સૌમાં સજાગતા રહેતી. એક દિવસ બપોર સુધી ભોજપુરા મંદિરે ગયા હતા. ત્યાં સભા, રમત-ગમત અને મહાપ્રસાદનો લ્હાવો લીધો. જ્યોતના એરકંડીશન હૉલમાં બે દિવસ સૌ સાથે રહ્યા. કથા-વાર્તા, ર્દષ્ટાંતો, રમત-ગમત અને માહાત્મ્યની વાતોથી સૌમાં ગુણાતીત સંસ્કારના સિંચન થયા. આવી શિબિરો એ જીવન માટે ઘણું અગત્યનું માધ્યમ બની રહે છે. કુમળા માનસમાં સાચા બીજ રોપાય. સાચા સમયે રોપાય એ અગત્યનું છે.

{gallery}images_in_articles//newsletter/2015/May/Gunatit Sanskar Sinchan Shibir – Rajkot/{/gallery}

 

 

 

તા.૧૬ મે ગુણાતીત સૌરભ જીવન જાગૃતિ શિબિર – મોરબી

પૂ.લક્ષ્મણબાપા અને એમના પરિવારના આંગણે ૯.૦૦ થી ૧.૦૦ દરમ્યાન શિબિરનું આયોજન થયું. શિબિરમાં લગભગ ૨૫ જેટલી મુક્તો પધાર્યા હતા. મોરબીમાં પણ આવી શિબિરનું આયોજન પ્રથમવાર જ થયું હતું. સૌ પ્રથમ પરિવારના સભ્યોએ પ્રકાશ સ્વરૂપોના સ્વાગત-પૂજન કર્યા. પૂ.ઈલેશભાઈના કંઠે ધૂન, ભજન અને આહવાન થયા. પૂ.રાજુભાઈએ શિબિરનો હેતુ અને માહાત્મ્યનો વિસ્તૃત લાભ આપ્યો. પૂ.ઈલેશભાઈએ ગુરૂહરિ પપ્પાજીની પ્રાપ્તિ, એમના અર્થે જીવન તથા શતાબ્દી પર્વે જાગ્રતતાપૂર્ણ જીવવાની અને અનન્ય નિષ્ઠાની સુંદર વાતો કરી. ત્યારબાદ પૂ.પિયૂષભાઈએ જીવન જાગૃતિ વિષય ઉપર ખૂબ ઉંડાણથી લાભ આપ્યો. ગુરૂહરિનું જીવનમાં સ્થાન અને જીવનમાં વાસ્તવિક પગલાં માંડવા વિષે વાતો કરી સૌને ઢંઢોળ્યા. જીવનમાં અનેક પ્રકારની આપણને સૌને જાગૃતિ છે પરંતુ આપણા પોતાના જ જીવન પ્રત્યે જાગૃતિ નથી. એ મોટી ખામી છે. ભગવાન અને સત્સંગ નથી મળ્યા એવા બહારની દુનિયામાં લોકો પણ સારૂં જીવન જીવી જાણે છે. જ્યારે આપણને આવા દિવ્ય સત્પુરૂષ મળ્યા તોય આપણે કેમ ઉત્સાહ-ઉમંગ રહિત છીએ. એ પ્રકારે ખૂબ શિબિર લાભ મળ્યો. ક્યારે સમય પૂર્ણ થયો. તેની પણ ખબર ન રહી. પૂ.અશ્વિનભાઈ, પૂ.જીજ્ઞેશભાઈએ તમામ વ્યવસ્થા સંભાળી હતી. પૂ.લક્ષ્મણબાપાના કુટુંબનુ માહાત્મ્ય અદ્દભૂત છે. સંતો-બહેનોની સેવાને જ જીવન માન્યુ છે તો સુખિયા થઈ ગયા.

{gallery}images_in_articles//newsletter/2015/May/Jivan Jagruti Shibir – Gruhasth – MORBI/{/gallery}

 

 

 

આમ, આખું પખવાડિયું ભક્તિ સભર અને આનંદમય પસાર થયું હતું. અત્રે સર્વે સ્વરૂપોની તબિયત સરસ છે. અત્રેના સર્વે સ્વરૂપો મુક્તો વતી આપ સર્વને ભાવભર્યા જય સ્વામિનારાયણ.

એ જ જ્યોત સેવક P.71ના પ્રણામ સહ જય સ્વામિનારાયણ.