01 to 15 Nov 2014 – Newsletter

સ્વામિશ્રીજી

જય ગુરૂહરિ પપ્પાજી, ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વ્હાલા અક્ષરમુક્તો ! જય સ્વામિનારાયણ !

આજે આપણે તા.૧ થી ૧૫ નવેમ્બર દરમ્યાન જ્યોત અને જ્યોત શાખામાં થયેલ નાના-મોટા સમૈયા અન્ય કાર્યક્ર્મની સ્મૃતિ અહીં માણીશું.

(૧) તા.૧/૧૧/૧૪

દર તા.૧લી એ ગુરૂહરિ પપ્પાજીની સ્મૃતિમાં ૭.૩૦ થી ૯.૦૦ પંચામૃત હૉલમાં સંયુક્ત સભામાં કીર્તન આરાધનાનો કાર્યક્રમ હોય છે. તે રીતે આજે પણ વાજીંત્રો સાથે ભજનો

IMG 9028

પ્રથમ બહેનોએ અને પછી ભાઈઓએ ગાયાં હતાં. સહુને ભક્તિ રસમાં તરબોળ કર્યા હતા.

{gallery}images_in_articles//newsletter/2014/Nov/1-11-14 Kirtan Aradhna/{/gallery}

(૨) તા.૨/૧૧/૧૪ રવિવાર

પ.પૂ.શોભનાબેનનો સુવર્ણ સાક્ષાત્કારદિનનો સમૈયો સવારે ૯.૩૦ થી ૧૨.૩૦ જ્યોત પંચામૃત હૉલમાં બહેનોની સભામાં ઉજવાયો હતો.

પૂ.શોભનાબેનના જીવમાં પ્રભુએ સ્થાન લીધું. અને ભગવાન ભજવાનો પ્રારંભ કર્યો તેને ૫૦ વર્ષ પૂરાં થયાં. આ નાની વાત નથી. ભગવાન ભજવા અને ભજાવવાનો સંકલ્પ કરી જે વ્રત લીધું. ગુરૂહરિ પપ્પાજીએ પસંદ કર્યા. અને તે સંકલ્પ પ્રમાણે પૂ.શોભનાબેને ભગવાન ભજી જાણ્યા અને ભજાવ્યા-ભજાવી રહ્યાં છે.

આજની સભાની શરૂઆતમાં ગુરૂહરિ પપ્પાજીના ધ્વનિ મુદ્રિત આશીર્વાદ લીધા હતા. ગુરૂહરિ પપ્પાજીએ ખૂબ રાજીપા સાથે પૂ.શોભનાબેનનો મહિમા કહ્યો હતો. પૂ.શોભનાબેન પૂર્વના અનાદિ મુક્તરાજ ! પહેલેથી ભજન અને માહાત્મ્યેયુક્ત સેવા કર્યા કરી છે. એમનું બ્રહ્મસૂત્ર ‘આપણે, રૂમ અને અંતઃર્દષ્ટિ’ ભજન એટલે નિર્દોષબુધ્ધિ ! એ પૂર્વનાં હતાં તો નાની ઉંમરે ત્યાગ-વૈરાગ્ય ઉદય થઈ ગયાં અને ૧૯૭૩થી ઈંગ્લેન્ડ સત્સંગ માટે જાય છે. એકધારૂં જીવન છે ! ભગવત સ્વરૂપ સંત છે. તેનું કોઈ દિવસ સાચવવું પડ્યું નથી, જોવું પડ્યું નથી, કદી ઓશીયાળા નથી કર્યા. વગર મૂંઝવણે સદ્દગુરૂ A થઈ ગયા. એમ આપણે પણ અખંડ અક્ષરધામની સમાધિમાં રહેતા થઈ જઈએ.

પૂ.શોભનાબેનના સાધનાપંથના સાથી અને સાક્ષી રહ્યાં છે એવા પૂ.દયાબેને પૂ.શોભનાબેન વિષે ખૂબ સરસ વાતો કરી. તારદેવ સાધના મંદિરથી શરૂ કરી અત્યાર સુધીનું પૂ.શોભનાબેનના જીવન પ્રસંગ અને કાર્યનું દર્શન કરાવ્યું હતું.

પૂ.પન્નાબેન વિસાણી (લંડન જ્યોત), પૂ.ચારૂબેન ભટ્ટ, પૂ.હીનાબેન ત્રિવેદી, પૂ.શીલાબેન એમ. પટેલ આ ચારેય બહેનોએ પૂ.શોભનાબેનના મહિમા પ્રસંગ સાથે કહ્યો. અનુભવ દર્શન કરાવ્યું હતું.

{gallery}images_in_articles//newsletter/2014/Nov/02-11-14 P.sobhnaben/{/gallery}

ગૃહસ્થ બહેનોમાંથી પૂ.ઈલાક્ષીભાભી (નડિયાદ), પૂ.હંસાબેન ટેલર (લંડન), અનુભવની વાત સાથે માહાત્મ્યગાન કર્યું હતું.

અંતમાં પ.પૂ.દીદી, અને પ.પૂ.શોભનાબેનના આશીર્વાદ લીધા હતા. પ.પૂ.દીદીએ પણ તારદેવ સાધના મંદિરથી અહીં સુધીના પ્રસંગો કહીને પૂ.શોભનાબેનના મહિમાનું દર્શન કરાવ્યું હતું. વચ્ચે વચ્ચે પુષ્પ અર્પણ, ભાવાર્પણ થયાં હતાં.

આમ, ખૂબ શાંતિથી, સાદાઈથી છતાંય આધ્યાત્મિક રીતે સુવર્ણ સ્વરૂપાનુભૂતિદિનની ઉજવણી થઈ હતી.

(૩) તા.૪/૧૧/૧૪

ઈંગ્લેન્ડની ધર્મયાત્રાએથી પ.પૂ.દેવીબેન અને સેવક પૂ.દક્ષાબેન તૈલી આજ રોજ વિદ્યાનગર પધાર્યાં. જ્યોતની મંગલ સભામાં પ.પૂ.દેવીબેનનું સ્વાગત કર્યું. પૂ.પલ્લવીબેને સહુ બહેનો વતી સ્વાગત ડાન્સ “પધારો મનમાન્યા સ્વાગતે પ્રીતે…” ભજન ઉપર કરી ગુરૂહરિ પપ્પાજીના ભાવે સ્વાગત કર્યું.

{gallery}images_in_articles//newsletter/2014/Nov/4-11-14 P.devIben welcome to india/{/gallery}

(૪) તા.૯/૧૧/૧૪ ના પૂ.દયાબેનના સુવર્ણ સાક્ષાત્કાર દિન ભવ્ય રીતે ઉજવાયો હતો. તેના દર્શન આપ સહુએ વેબસાઈટ ઉપર કર્યાં હશે.

(૫) તા.૧૦/૧૧/૧૪ થી તા.૧૫/૧૧/૧૪ મહાબલેશ્વર સ્મૃતિ યાત્રા

ગુણાતીત સૌરભ મુક્તોની એક નાની યાત્રાનું આયોજન થયું. જેનો પ્રારંભ વિદ્યાનગર જ્યોતમાંથી ગુરૂહરિ પપ્પાજી અને ગુરૂસ્વરૂપોનાં દર્શન આશીર્વાદ લઈને કર્યો હતો. ૧૦૮ મુક્તોની આ માળા ગુરૂહરિ પપ્પાજીના પ્રસાદીના ધામ લોનાવાલા, મહાબલેશ્વર, પંચગિની અને સાપુતારા થઈને ૧૫મીએ વહેલી સવારે વિદ્યાનગર આવી હતી. ગુરૂહરિ પપ્પાજી સ્વરૂપ પ.પૂ.જ્યોતિબેને આ યાત્રામાં સહુને દર્શન-સ્મૃતિલાભ આપીને ભર્યા ભર્યા કરી દીધા હતાં. પૂ.મનીબેને ભાભીઓને અને પૂ.ઈલેશભાઈએ ભાઇઓને સ્મૃતિ આનંદ કરાવ્યો હતો.

મહાબલેશ્વરની ભૂમિ પ્રસાદીની છે. સ્મૃતિની અનેક જગ્યા છે.

” પ.પૂ.કાકાજીએ જે ટેકરી ઉપરથી બીજી ટેકરી ઉપર જબરજસ્ત જંપ (કૂદકો) મારેલો. તે પ્રસાદીનો (કેટસ પોઈન્ટ) છે. પ.પૂ.પપ્પાજી, પ.પૂ.કાકાજી, પ.પૂ.બા અને મોટેરાં બહેનો ત્યારે મહાબલેશ્વર સહુ પ્રથમ પધારેલા. ત્યારની આ પાવન સ્મૃતિભૂમિ છે.

” મહાબલેશ્વરમાં ગુરૂહરિ પપ્પાજીએ કર્મયોગી ભાઈઓની પછી બહેનોની શિબિરો કરી હતી. તથા સદ્દગુરૂ Aની ચિદાકાશ ઉડ્ડયન શિબિર ૧૯૮૨માં કરી હતી. તે સનાતન સ્મૃતિદિન ૪થી ડિસેમ્બર. દર મહિનાની ૪થીએ શિબિર સભા ગુરૂહરિ પપ્પાજીના સાંનિધ્યે વર્ષો સુધી થતી રહી છે અને આજે પણ થાય છે.

”  તેવી એ પ્રસાદીની ભૂમિએ ૧૯૮૨ પછી ૧૯૯૧માં અમૃતગ્રુપના બહેનોને વ્રત આપતા પહેલાં તે ૧૦૦ બહેનોને મહાબલેશ્વર લઈ જઈ શિબિર કરી હતી.

” પંચગિની ગુરૂહરિ પપ્પાજી ત્રણ વર્ષ ૨૦૦૦, ૨૦૦૧, ૨૦૦૩માં ઉનાળામાં ત્રણ મહિના વિશ્રામ લીલામાં વેલી વ્યુ બંગલે (અક્ષર મહોલ) રોકાય ને જ્યોતનાં બધાં બહેનોને, ગુણાતીત પ્રકાશના બધા ભાઈઓની શિબિર ગુરૂહરિ પપ્પાજીના સાંનિધ્યે થઈ હતી. ગુણાતીત સમાજના સંતો, મુક્તો દર્શને મંદિરે આવે તેમ પંચગિની પધારી ધન્યતા અનુભવી હતી. અને આ ભૂમિને અપાર દૈવત પ્રાપ્ત થયું હતું. તેવી રમણ રેતીએ આ યાત્રા થઈ હતી.

” મહાબલેશ્વરથી એક સૂત્ર ૧૯૮૨માં ગુરૂહરિ પપ્પાજીએ ખાસ આપેલું. “અખંડ ભર્યા રહેવું” એ સૂત્ર મુજબ રાત-દિવસ યાત્રા દરમ્યાન બસમાં જ્યોતના સાંસ્કૃતિક કાર્યક્ર્મની DVD જોતાં જોતાં જતાં હતાં. તથા ટેકરીએ કે બોટમાં, કેબલકારમાં કે હૉટલમાં ઉતારામાં, મહાપ્રસાદમાં બસ ગુરૂહરિ પપ્પાજીની સ્મૃતિથી સંત સ્વરૂપોએ ભર્યા રાખ્યા હતા. બસ સ્ટાર્ટ થાય એટલે ૧૫ મિનિટ ધૂન પ.પૂ.જસુબેન, પ.પૂ.દીદીની આજ્ઞા પ્રમાણે રોજ કરી લઈ આનંદ બ્રહ્મ શરૂ કરતાં. નાના સ્ટોપથી બસ સ્ટાર્ટ થાય એટલે દરેક વખતે ૧૧ વખત “પપ્પાજી-સ્વામિનારાયણ” મંત્ર સમૂહમાં આનંદથી બોલતાં. આમ, ભર્યા રહી આખી યાત્રા વચન સ્મૃતિ સાથે થઈ હતી. અનંત ધન્યવાદ ગુરૂહરિ પપ્પાજીને ! સર્વે સદ્દગુરૂ સ્વરૂપોને !

” આ બધી પ્રસાદીની જગ્યાની સ્મૃતિ અને કથાવાર્તા ભજન-ભક્તિના રાસ-ગરબા, રમત-ગમત સાથે આ યાત્રાનું સુંદર આયોજન પૂ.મનીબેન, પૂ.મીનાબેન ગાંધી, પૂ.અરૂણાબેને પૂ.નીતાબેન મોદી મારફતે કર્યું હતું. કોઈપણ પ્રકારની અડચણ વગર યાત્રા સંપન્ન થઈ હતી.

” ગુરૂહરિ પપ્પાજી અખંડ સાથે હોય તેવી અનુભૂતિ દરેક મુક્તના દિલમાં થતી રહેતી હતી. પ.પૂ.જ્યોતિબેનના સાંનિધ્યે કથા-સ્મૃતિનો લાભ જ સભામાં યાત્રિકોને મળ્યો હતો. આમ, આધ્યાત્મિક જીવન માટેનું ભાથું બાંધી આપ્યું હતું.

{gallery}images_in_articles//newsletter/2014/Nov/10-11-14 to 14-11-14 mahabaleshwar yatra/{/gallery}

” સુરતથી ગુણાતીત સૌરભ મંડળના ભાઈઓની શિબિર પંચગિની ખાતે તા.૧૦ થી ૧૬ નવે. પૂ.પિયૂષભાઈ, પૂ.વિરેનભાઈના સાંનિધ્યે ખૂબ જ દિવ્યતાસભર શિબિર થઈ હતી. સભાનતા અભિગમ શિબિર સુરત મંડળના વડીલ મુક્તોની એક શિબિરનું આયોજન થયું. ગુરૂહરિ પ.પૂ.પપ્પાજીના સાંનિધ્યનો લાભ લઈ ચૂકેલી ભૂમિ પંચગિની-મહાબલેશ્વરની પસંદગી થઈ. યાત્રા-શિબિરમાં ૩૬ જેટલા મુક્તોએ ભાગ લીધો હતો. પાંચ દિવસની આ યાત્રા-શિબિર ખરેખર ખૂબ અદભૂત હતી. છેલ્લા કેટલાક સમયથી વડીલ મુક્તોની આગ્રહભરી માંગ હતી અને એ ઈચ્છા પણ હતી કે અમને ક્યારેય ગુરૂહરિના સાંનિધ્યમાં રહેવાનું ભાગ્ય નથી મળ્યું તો પૂ.વિરેનભાઈ-પૂ.પિયૂષભાઈના સાંનિધ્યમાં અમને આધ્યાત્મિક માર્ગ દર્શન મળે એવી અમારી ઈચ્છા છે. અને ગુરૂહરિ પપ્પાજી સંપૂર્ણ રીતે ભળ્યા તો આયોજન થયું.

તા.૧૦/૧૧/૧૪ના સોમવારે સુરતથી ૭.૧૫ વાગ્યે નીક્ળ્યા. ગુણાતીત ધામથી યાત્રાનો મંગલ પ્રારંભ થયો. શરૂઆતમાં જ ૧૫ મિનિટ ધૂન કરી. પૂ.વિરેનભાઈએ શિબિર હેતુ અને કાર્યક્ર્મની સમજૂતી આપી. સૌ વડીલ મુક્તોએ હું વડીલ છુ એવું ભૂલીને સમગ્ર શિબિર દરમ્યાન એકદમ મુક્ત રીતે બાળક બનીને આનંદ માણવાની વાત કહી. સવારે ૭.૧૫ વાગ્યે અમે સૌ પંચગિની પહોંચી ગયા. ઉતારા પર પહોંચી, પરવારી, ચા-નાસ્તો કરી ૯.૦૦ વાગ્યે અમે સૌ ગુરૂહરિ પપ્પાજી જ્યાં બિરાજતા તે સ્થાન “અક્ષર મહોલ” પહોંચ્યા. આસ-પાસ બધે ફર્યા. ક્રિષ્ના નદી, વેલી, પહાડી બધું જોયું. અને ૯.૩૦ થી ૧૨.૦૦ વાગ્યા સુધી પ્રથમ શિબિર સભા કરી. સાચું અને સ્પષ્ટ જીવન ગુરૂહરિના સિધ્ધાંતે જ જીવવાનું બળ મળે તેવી ધૂન શરૂઆતમાં કરી. પૂ.વિરેનભાઈએ આ પ્રસાદીના સ્થાનની અને ગુરૂહરિએ આપેલ સ્મૃતિઓની સરસ વાતો કરી સૌને સ્મૃતિમાં તરબોળ કરી દીધાં. પૂ.પિયૂષભાઈએ “સભાનતા અભિગમ શિબિર” ના મુદ્દા વિષે વિસ્તૃત નિરૂપણ કર્યું. ખોટા પ્રશ્નોમાં અટવાયા વગર સુખે સુખે જીવન જીવી જવાની, આળસ-પ્રમાદ મૂકી પોતાના શરીર અને મનને સજાગ રાખી તથા પ.પૂ.પપ્પાજીના સિધ્ધાંત સમજી તે પ્રમાણે જીવવા વિષે લાભ આપ્યો. પછી સૌએ પ.પૂ.પપ્પાજીની પ્રસાદીની રૂમ અને બધી જગ્યાએ દર્શન કર્યા. શિબિરનો હેતુ જીવનમાં સભાનતા પ્રગટે, સ્પષ્ટતા રહે અને સરળ જીવન જીવાય તેવો હતો. સાંજે ટેબલ લેન્ડ પર ગયા. તે સ્થાને પણ ગુરૂહરિ પપ્પાજી અનેકવાર પધાર્યા છે. તેની સ્મૃતિઓ કરી. અહીં પૂ.લક્ષ્મણબાપા (મોરબી) અને પૂ.રવજીભાઈએ સરસ વાતો કરી લાભ આપ્યો.

{gallery}images_in_articles//newsletter/2014/Nov/surat bhaio shibir panchgini/{/gallery}

દરરોજ સવારે સરસ સંઘધ્યાન થાય. સમયસર બધા હાજર થઈ જાય. દરરોજ રાત્રે સ્વરૂપયોગ થાય અને પછી આનંદ બ્રહ્મ. બંને સમય બંને ભાઈઓ સરસ વાતો કરી સૌને સજાગ કરે. પૂ.નિલેશભાઈ અને પૂ.રાજુભાઈએ ખૂબ માહાત્મ્યભર્યા જતનથી બધું આયોજન ગોઠવ્યું. રહેવાનું, જમવાનું, બેસવાનું, સૂવાનું અને કોણ કઈ રૂમમાં, બસમાં પણ કોણે કઈ સીટમાં બેસવાનું બધું જ સૌને ધ્યાનમાં રાખીને આયોજન કર્યું. ૧૨મી તારીખે સવારે સંઘધ્યાન પૂરૂં કરીને અમે સૌ બહાર નીકળવાની તૈયારી કરતા હતા. ત્યાં સરપ્રાઈઝલી પ.પૂ.જ્યોતિબેન પધાર્યા. સભા થઈ અને સૌને અતિ રાજી થકા આશીર્વાદ આપ્યા. જીવન જીવવાની સૂઝ આપી. બંને ભાઈઓના માહાત્મ્યની વાતો કરી. ખૂબ રાજી થઈને સૌને પ્રસાદ આપ્યો. સૌને જાણે પપ્પાજી જ શિબિરનું ફળ આપવા પધાર્યા હોય તેવો અહેસાસ થયો. અને આ એક દિવ્ય શિબિરનો કળશ ચડી ગયો.

તા.૧૨-૧૩-૧૪ મહાબળેશ્વર, તપોલા, પ્રતાપ ગઢ અને જુદા જુદા સ્થળ જોવા ગયા. તેમાં જ્યાં સમય અને સારી જગ્યા મળે ત્યાં શિબિર સભા થાય. પૂરા પાંચ દિવસ સભાનતા અભિગમ વિષે જ વાતો થઈ. એક શિબિર સભામાં પૂ.ચેતનભાઈ ખંભાસલા, પૂ.નિલેષભાઈ તથા પૂ.રાજુભાઈએ ખૂબ સરસ લાભ આપ્યો. ખૂબ માહાત્મ્યભરી વાતોથી સૌને ખૂબ પ્રેરણા મળી. ખરેખર બધા જ મુક્તો ખૂબ જાગ્રત તથા મુક્ત મને ભાગ લેતા હતા ને ખૂબ બ્રહ્માનંદ પણ કરતા હતાં. ખરેખર વડીલ મટીને સાચા બાળક બની ગયા હતાં. સભાનતા અભિગમની સાચા અર્થમાં પ્રેક્ટીસ કરતા હતાં. કેટલીય પ્રકારની સેવાઓ સૌએ સંભાળી હતી. ખુરશી, પાથરણા, ટીપોઈ, પીવાનું પાણી, એમ્પ્લીફાયર, ઠાકોરજી, બેઠક વ્યવસ્થા, પિરસવાનું, બસની જવાબદારી, સામાન ઉતારવો-મૂકવો, સમયે સમયે બધાને કંઈક કંઈક આપવું, મેડીકલ વગેરે ઘણી ઘણી પ્રકારની સેવાઓ બધાએ ખૂબ જવાબદારી પૂર્વક સંભાળી હતી. બહુ સરસ શિબિર થઈ ગઈ. બધાને જાણે  એમ જ થતું હતું કે આવા મુક્તો સાથે આવી રીતે રહેવાનું ભાગ્ય અને તક ક્યારે મળે ? સૌના હૈયે ઉમંગ, ઉત્સાહ અને માહાત્મ્ય હતા. સાથે સાથે પૂ.લક્ષ્મણ બાપા અને પૂ.રવજીભાઈના માર્ગદર્શન મળતા જ હતા. ખરેખર આવો જોગ ! આવી કૃપા ! આવું સ્થળ ! જાણે બધા અક્ષરધામમાં જ હોઈએ તેવી અનુભૂતિ મેળવતા હતા.

આવા સરસ સ્થળે સર્વત્ર હરિયાળી પથરાયેલી હોય ! ઉંચા ઉંચા વિશાળ પર્વતોની હારમાળા જ્યાં નજર પડે ત્યાં દેખાતી હોય. નદી-તળાવ નયન-રમ્ય હોય. અનેક પ્રકારના વૃક્ષોની વનરાજી મન મૂકીને ખીલી હોય. ઉંડી ઉંડી ખીણોની ગહેરાઈ જોઈને મન પ્રફુલ્લિત થતું હોય. સુંદર મજાના ધોધ અને નાના-મોટા ઝરણાઓ ર્દશ્યમાન થતા હોય. ઝડપથી દોડતા સફેદ સફેદ ઠંડા ઠંડા વાદળો સૌને સ્પર્શતા હોય. અને જાણે આખે આખી કુદરત સૃષ્ટિ કિલકિલાટ કરતી હોય. કોઈને આનંદ ન આવે એવું કેમ બને ? ખરેખર પાંચ દિવસ સૌએ મન અને હ્રદય ભરીને આનંદ કર્યો છે. સૌનેય દિવ્ય આનંદની સાથે ગુરૂહરિના દિવ્ય સાંનિધ્યની એક અનુભૂતિ થઈ. જીવન જીવવાની સાચી સમજણ પ્રાપ્ત થઈ છે. હવે પછી અમે ઉંચા ઉંચા જ્ઞાનમાં નહીં પડીએ અને બાકીના અમારા જીવનને અભિગમ સભાનતા ભર્યો જ હશે. તેવી ર્દઢતા લઈને શિબિરનું ભાથું ભર્યું. શિબિર અમારી કાયમ યાદ રહેશે. ખૂબ ખૂબ પ્રેમ મેળવીને અમે ૧૫ તારીખે રાત્રે સુરત પહોંચી વિખૂટા પડ્યા.

” યાત્રા દરમ્યાન મહિમાનું એક દર્શન નાસિકમાં થયું હતું. સંબંધયોગ શું વસ્તુ છે ? તેનું પ્રેક્ટીકલ ઉદાહરણ….

મોરબીવાળા પૂ.અશ્વિનભાઈના સાઢુભાઈ (પૂ.નીતાભાભીના બહેન-બનેવી) પૂ.ઉષાબેન ચતુરભાઈ પટેલ નાસિક રહે છે. આ યાત્રાની બસો નાસિક થઈને જવાની હતી. ભોજન હૉલ્ટ રાખવાનો હતો. તે સેવાનો લાભ લક્ષ્મણબાપાના સત્સંગના સંબંધે પૂ.ચતુરભાઈએ લઈ લીધો હતો. જ્યોતનાં સંત બહેનોની સેવા તો કરે પણ હરિભક્તોની સેવા પણ એવા જ ભાવેથી પૂ.ચતુરભાઈના કુટુંબે કરી હતી. ક્ચ્છી પટેલની વાડીમાં ખૂબ ભાવથી રસોઈ બનાવીને જમાડ્યાં હતાં. તેમાંય પરિક્ષા ! યાત્રા એટલે વ્હેલા-મોડું થાય ! બપોરને બદલે સાંજે જમવાનું થયું તોય હસતાં હસતાં શબરીની જેમ રાહ જોઈને માહાત્મ્યથી ભોજન વ્યવસ્થા કરી હતી એ માહાત્મ્યનાં દર્શન કરીને યાત્રિકોનો થાક ઉતરી ગયો હતો.

એવું જ યાત્રિકોએ અંદરો અંદર પણ એકમેકમાં ગુરૂહરિ પપ્પાજીનો ભાવ રાખી માહાત્મ્યથી સેવા કરવાની ભાવના રાખી હતી. પોતાના તરફથી પ્રસાદ યાત્રિકોને પ.પૂ.જ્યોતિબેનના હસ્તે અપાવ્યો હતો. પૂ.રેખાભાભી રમેશભાઈ (નવસારી), પૂ.ઈન્દિરાકાકી (લંડન), પૂ.વનિતાબેન ઓડેદરા (લંડન) વગેરે એ આવી સેવાની તક ઝડપી લઈને દિવ્યતાના આનંદમાં અભિવૃધ્ધિ કરી હતી.

બસમાં પણ બીજાને સારી સગવડ આગલી સીટ આપવાની મહિમાની ભાવના દરેક મુક્તોએ રાખી હતી. આમ, “માહાત્મ્યની ખેંચાખેંચ એ અક્ષરધામ” ગુરૂહરિ પપ્પાજીના એ સૂત્ર પ્રમાણે યાત્રા ખરા અર્થમાં શિબિરની રીતની થઈ હતી.

આમ, આખું પખવાડિયું ભક્તિ સભર પસાર થયું હતું. અત્રે સર્વે સ્વરૂપોની તબિયત સરસ છે. અત્રેના સર્વે સ્વરૂપો મુક્તો વતી આપ સર્વને ભાવભર્યા જય સ્વામિનારાયણ !

એ જ જ્યોત સેવક P.71ના પ્રણામ સહ જય સ્વામિનારાયણ !