સ્વામિશ્રીજી તા.૧૭/૧૧/૧૫
કાકાજી–પપ્પાજી બંધુબેલડી શતાબ્દી મહોત્સવની જય
ગુરૂહરિ પપ્પાજી શતાબ્દી મહાપર્વની જય જય જય
ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો ! જય સ્વામિનારાયણ !
આજે અહીં આપણે તા.૧ થી ૧૫ નવેમ્બર દરમ્યાનની જ્યોતમાં ઉજવાયેલ સમૈયાનું સ્મૃતિ દર્શન માણીશું.
ઓહોહો ! આ ૨૦૧૫નો નવેમ્બર માસ તો ગુરૂહરિ પપ્પાજીની શતાબ્દી પ્રારંભ પર્વ લઈને આવ્યો. ‘ન ભૂતો ન ભવિષ્યતિ’ એવો અદ્દભૂત સમૈયો આ પખવાડીયા દરમ્યાન ઉજવાયો હતો.
(૧) તા.૧/૧૧/૧૫ રવિવાર
દર તા.૧લીએ સવારે બહેનો પપ્પાજી તીર્થ પર શાશ્વત ધામે પ્રાર્થના–પ્રદક્ષિણા માટે ગયા હતાં. તથા દર
૧લીએ સાંજે ૭.૩૦ થી ૯.૦૦ કીર્તન આરાધના થાય છે. તેમ સંયુક્ત સભામાં ખૂબ સરસ ભક્તિભાવપૂર્વક કીર્તન આરાધના થઈ હતી.
કીર્તન આરાધના બાદ પ.પૂ.દીદીએ આશીર્વાદ આપ્યા હતા. તેમાં ગુરૂહરિ પપ્પાજીએ કેટલો બધો શ્રમ આપણા માટે કર્યો છે. તેવા ગુરૂહરિ પપ્પાજીનું ઋણ અદા કરવા તેઓ રાજી થાય તેવું જીવન જીવવું છે એવો પપ્પાજીનો સમૈયો આપણે ઉજવવો છે એમ કહી લાભ આપ્યો.
(૨) તા.૩/૧૧/૧૫ મંગળવાર
આજે સવારે ૧૦.૦૦ થી ૧૨.૦૦ પંચામૃત હૉલમાં બહેનો–ભાઈઓની સભામાં પૂ.કલ્પુબેને મહાપૂજા કરી હતી. તુલા ઉત્સવમાં સૂકોમેવો જે મૂકવાના છીએ તે ઠાકોરજી, ગુરૂહરિ પપ્પાજી સમક્ષ ધરીને આ મહાપૂજા તે નિમિત્તેની રાખી હતી. આજથી જાણે સમૈયાનો પ્રારંભ પણ થઈ ગયો હતો.
પરદેશથી હરિભક્તો પધારવાનો શુભ પ્રારંભ તા.૩જી થી હતો. પ.પૂ.જ્યોતિબેન તથા પ.પૂ.દીદીએ પ્રાસંગિક આશીર્વાદમાં જૂની સ્મૃતિની વાતો તાજી કરી હતી. અને ગુરૂહરિ પપ્પાજીનું મહિમાગાન કર્યું હતું.
{gallery}images_in_articles//newsletter/2015/Nov/12-11-15 stasbdi tula prasad mahapooja/{/gallery}
(૩) તા.૮/૧૧/૧૫ રવિવાર
આજે નવા પપ્પાજી હૉલના પ્રારંભે હૉલમાં વાસ્તુપૂજા નિમિત્તેની મહાપૂજા રાખી હતી. તથા આ પપ્પાજી હૉલ અને પંચમ્ જ્યોત મકાનના બાંધકામમાં જેમણે જેમણે કાર્ય કર્યું છે, સેવાઓ આપી છે. તેઓને બોલાવી બહુમાન સભા કરી હતી. પૂ.દેવ્યાનીબેને આ અંગે વિગતવાર માહિતી આપી હતી અને આર્કીટેક, કોન્ટ્રાક્ટર, યુનિયન બેંકના મેનેજર, મિસ્ત્રીથી માંડી જવાબદારી સંભાળનાર પૂ.અતુલભાઈ (હાલોલ), પૂ.નગીનભાઈ પંચાલ, પૂ.રાકેશભાઈ ઠક્કર જેવા હરિભક્તો સહુએ પોતાના અનુભવના ઉદ્દગારોની વાત ટૂંકમાં કરીને આશીર્વાદ લીધા હતા.
કાર્ય તો દુનિયામાં બધે જ કરીને પોતાના ક્ષેત્રમાં પૈસા કમાતા હોય છે. જ્યારે અહીં તેની સાથે સાથે પપ્પાજીની પીછાણ કાર્ય કરતાં બહેનો દ્વારા થઈ અને આશીર્વાદ પણ પ્રાપ્ત થયા. તેવા ધન્યતાના ભાવો રજૂ કર્યા હતા. ગુરૂહરિ પપ્પાજીનું સુંદર કાર્ય બહેનોની મકાન કમિટીએ કર્યું હતું. પૂ.દેવ્યાનીબેન, પૂ.માયાબેન, પૂ.રમીબેન, પૂ.જશવંતીબેન, પૂ.ઉર્મિબેન, પૂ.હેમાબેન પટેલ, પૂ.પુશીબેન બો., પૂ.હરિનીબેન વગેરે બહેનોએ સંપ, સુહ્રદભાવ અને એકતાના ગુરૂહરિ પપ્પાજીના સિધ્ધાંતે કાર્ય કરી ગુરૂહરિ પપ્પાજીનું ગૌરવ વધાર્યું છે.
{gallery}images_in_articles//newsletter/2015/Nov/08-11-15 new hall mahapooja/{/gallery}
(૪) તા.૧૦/૧૧/૧૫ થી તા.૧૩/૧૧/૧૫
આ ચાર દિવસ જે કાર્યક્ર્મ હતો તે મુજબ દરેક કાર્યક્ર્મ ખૂબ અલૌકિક રીતે પૂર્ણ થયા હતા.
{gallery}images_in_articles//newsletter/2015/Nov/11 12 13 Events/D-10-11-15 Cultural Pro/{/gallery}
દરેક મુક્તના અંતરની ભાવના એક જ હતી કે, ગુરૂહરિ પપ્પાજીની શતાબ્દી પર્વ ઉજવવો છે. ગુરૂહરિ પપ્પાજીને રાજી રાજી કરી લેવા છે. સંપ, સુહ્રદભાવ, એકતાના સિધ્ધાંતે જ્યાં કાર્ય થાય ત્યાં ગુરૂહરિ પપ્પાજી એમની અલૌકિક શક્તિથી દિવ્યદેહે હાજર થઈ જ જતા હોય છે. તેનું સાકાર દર્શન આ ચારેય દિવસ થયું હતું. આહ્વાન શ્ર્લોક બોલાય ત્યાં જાણે ગુરૂહરિ પપ્પાજી પધારી જતા હોય એવું અનુભવાતું હતું.
{gallery}images_in_articles//newsletter/2015/Nov/11 12 13 Events/D-11-11-15 Guruhari Prgtyadin sabha/{/gallery}
વળી, જ્યોતમાં ચારે કોર અને ફરતે ગુરૂહરિ પપ્પાજીની હાજરી કરતાંય કૃપા દિવ્યદેહે હાજરીની અનુભૂતિ કંઈ ઓર જ હતી. જે આ સમૈયામાં પધાર્યા હતા. તેને થઈ હતી.
ચારેય દિવસના સમૈયા દિવાળી ઉત્સવો અને ગુરૂહરિ પપ્પાજી શતાબ્દી નિમિત્તે સભાઓ અને કાર્યક્ર્મો જે જે થયા. તેનું લાઈવ દર્શન આપ સહુએ વેબસાઈટ પર માણ્યું હશે. તેથી વિશેષ વિગતે નથી લખ્યું.
{gallery}images_in_articles//newsletter/2015/Nov/11 12 13 Events/D-12-11-15 Tula Utsav/{/gallery}
(૫) તા.૧૫/૧૧/૧૫ રવિવાર અ.નિ.પૂ.મુક્તામાસી ભોજાણી(લંડન)ની મહાપૂજા
પૂ.મુક્તામાસી ભોજાણીની અસ્થિ વિસર્જન નિમિત્તે આજે પંચામૃત હૉલમાં મહાપૂજાનો કાર્યક્ર્મ રાખ્યો હતો. પૂ.કલ્પુબેન દવેએ મહાપૂજા કરી હતી. ત્યારબાદ પૂ.મુક્તામાસીના જીવન વિષે મહિમાગાન થયું.
બપોર પછી પૂ.મુક્તામાસીના અસ્થિવિસર્જન માટે મહીસાગર વેરાખાડીએ પૂ.શોભનાબેન, પૂ.રમીબેન, પૂ.નીમુબેન સાકરીયા અને લંડન જ્યોતના પૂ.અરૂણાબેન, પૂ.દિલીપભાઈ, પૂ.કલાબેન, પૂ.હરિશભાઈ તથા લંડનના હરિભક્તો ભાઈઓ–ભાભીઓ વગેરે ગયા હતા.
આ આખું પખવાડીયું ખૂબ એટલે ખૂબ જ સરસ ઉત્તમ રીતે પસાર થયું હતુ. ખૂબ ખૂબ આભાર ગુરૂહરિ પપ્પાજીનો ! અત્રે સર્વે સ્વરૂપોની તબિયત સરસ છે. અત્રેના સર્વે સ્વરૂપો મુક્તો વતી આપ સર્વને ભાવભર્યા જય સ્વામિનારાયણ !
એ જ જ્યોત સેવક P.71ના પ્રણામ સહ જય સ્વામિનારાયણ !