Click here to donate and support the Pappaji Divya Prakash Parva this November

01 to 15 Oct 2015 – Newsletter

                                    સ્વામિશ્રીજી                 

 

કાકાજીપપ્પાજી બંધુબેલડી શતાબ્દી મહોત્સવની જય

 

ગુરૂહરિ પપ્પાજી શતાબ્દી મહાપર્વની જય

 

ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો !

જય સ્વામિનારાયણ !

 

આજે અહીં આપણે તા./૧૦/૧૫ થી ૧૫/૧૦/૧૫ સુધીની જ્યોત તથા જ્યોત શાખા કે મંડળમાં થયેલ સમૈયાની સ્મૃતિ કરીશું.

 

() તા./૧૦/૧૫ ગુરૂવાર

 

 

દર તા.૧લીએ જ્યોતમાં સવારસાંજ બે કાર્યક્ર્મ ભક્તિના રાબેતા મુજબ થાય છે. તે મુજબ આજે પણ સંપન્ન થયા હતા. તે છે કે,

 . સવારે બહેનો પપ્પાજી તીર્થ પર શાશ્વત ધામે દર્શન, પ્રાર્થના, પ્રદક્ષિણા

     માટે ગયાં હતાં.

. સાંજે .૩૦ થી .૦૦ જ્યોત પંચામૃત હૉલમાં કીર્તન આરાધના સંયુક્ત સભામાં થઈ હતી. વાજીંત્રો સાથે બહેનોએ ભજનો ગાયાં, પછી ભાઈઓએ ભજનો ગાયાં અને ભક્તિ રસમાં સહુને ગરકાવ કરી દીધા હતા. ગુરૂહરિ પપ્પાજી યોજીત કીર્તન આરાધના ગુરૂહરિ પપ્પાજીના સાંનિધ્યમાં થતી હતી. તે સ્મૃતિ સહ વર્ષોથી થતી કીર્તન આરાધનામાં જાણે ગુરૂહરિ પપ્પાજી પ્રત્યક્ષ બિરાજમાન હોય ! તેવી અનુભૂતિ સર્વે ભક્તોને થતી રહે છે. અંતમાં .પૂ.દેવીબેને કીર્તન ભક્તિ વિષે આશીર્વાદ આપી પ્રસન્નતા દાખવી હતી. ભક્તિના ઉપરોક્ત બંને કાર્યક્ર્મ વખતે આપ સર્વે ભક્તોને સંભારી સુહ્રદ પ્રાર્થના સ્મતિ કર્યાં હતાં. આપ પણ દેહે કરીને દૂર છો છતાંય મનથી આત્માથી પપ્પાજીમાં છો, અહીં છો.

 

() તા./૧૦/૧૫ ભાદરવાવદ૬ ગુરૂહરિપપ્પાજીનો તિથિ મુજબનો

                                      ૧૦૦મોપ્રાગટ્યપર્વ

 

 

ઓહોહો ! આજના દિવસનો પ્રારંભ વહેલી સવારથી ભર્યો ભર્યો થયો હતો. પ્રભુકૃપામાં સુશોભનમાં P આકારમાં નાની નાની પપ્પાજીની મૂર્તિઓ મૂકી હતી. શુભદિને વિશેષ દર્શન પ્રભુકૃપામાં હોય . તે દર્શન કરી સીધા ચાલો બ્રહ્મ વિહારે ! અક્ષરકુટિરનાં દર્શન તો આજે અલૌકિક હતાં.

સવારે .૦૦ વાગ્યે બ્રહ્મવિહારની અક્ષરકુટિરમાં .પૂ.દીદી, .પૂ.દેવીબેન અને સદ્દગુરૂઓના સાંનિધ્યે બહેનોએ ગુરૂહરિ પપ્પાજીની આરતી ૧૦૦ દીવાથી કરી હતી. ગુરૂહરિ પપ્પાજીની નવી મૂર્તિ પધરાવી તેની આરતી કરીને પ્રસાદ ધરાવી ગુરૂહરિ પપ્પાજીને પ્રત્યક્ષ કર્યા હતા. દર્શનનો લાભ અલૌકિક હતો.

{gallery}images_in_articles//newsletter/2015/Oct/03-10-15 bhadarva vad 6/{/gallery}

 

 

આજે સાંજે .૦૦ વાગ્યાનો સોનેરી સમય હતો. ગુરૂહરિ પપ્પાજીના પ્રાગટ્યના સમયે વખતે જ્યોતના દરેક વિભાગમાં સુશોભન હતું, તેમાં ગઈકાલથી ગુરૂહરિ પપ્પાજીને પધરાવેલા.

ગુરૂહરિ પપ્પાજીએ જ્યોતની એક એક ઈંટમાં તો પ્રાણ પૂર્યા છે. પણ એક એક બહેનને યોગ્ય માર્ગદર્શન પણ આપ્યું છે. સમૂહ જીવન કેવી રીતે સરળતાથી ચાલી શકે તેના નિર્ણય કર્યા છે. તે માટે વિભાગ (ટુકડીઓ) પાડી છે. એક એક મુક્તમાં કોનામાં કઈ આવડત છે, તેને ખીલવી છે. અને તે શક્તિનો ઉપયોગ વધુમાં વધુ કર્યો છે. જેમ જેમ બહેનોની સંખ્યા વધતી ગઈ તેમ તેમ પેટા વિભાગ ખોલ્યા છે. શરૂઆતમાં ત્રણ ટુકડી ૧૯૬૬ થી ૧૯૭૪ સુધી હતી. પછી રસોડાની સવારસાંજની બે ટુકડી બનાવી, અનાજના ભંડારની, સિવણની, પ્રકાશનની, સફાઈની જુદી જુદી ટુકડી બનાવી. બધી ટુકડીની રોજબરોજ વ્યવસ્થા જોતા જવી પડે. તેથી વ્યવસ્થાની ટુકડી બનાવી. જ્યોત દરવાજેથી સંદેશા મુજબફોનના સંદેશા મુજબ કાર્ય કરનારી C.O (સેન્ટ્રલ ઑફિસ) ની ટુકડી બનાવી. વ્યવહારને હળવો બનાવ્યો. જેમ જેમ સંસ્થા વિશાળ થઈ તેમ નાના નવા વિભાગો ખુલતા ગયા. ૩૬ ટુકડીમાં ગુરૂહરિ પપ્પાજીની સ્મૃતિ આલેખી દર્શન સુલભ કર્યાં હતાં. ઓહોહો ! આવડી મોટી વિભૂતિ ગુરૂહરિ પપ્પાજી ! ચિદાકાશી સ્વરૂપ ! છતાંય દરેક મુક્તની કક્ષાએ જઈને દરેકની ગૂંચ ઉકેલી છે. ગુરૂહરિ પપ્પાજીએ અદ્દભૂત કાર્યવાહી પ્રેક્ટીકલ કરી છે. તેનું દર્શન કરી મસ્તક નમી જાય તેવું છે. “હે ગુરૂહરિ પપ્પાજી ! તમારા ખૂબ ઋણી છીએ.”

તે દરેક જગ્યાએ આરતીનું આયોજન હતું. માઈક પરથી આરતી મૂકી જે દરેક વિભાગમાં એક સાથે આરતી થઈ હતી.

આમ, ભાદરવા વદ ગુરૂહરિ પપ્પાજીના ૧૦૦મા પ્રાગટ્યપર્વની પળને અનોખી રીતે માણીને બ્રહ્માનંદ માણ્યો હતો.

 

 

() તા./૧૦/૧૫ શનિવાર ભાદરવાવદ૬ નીઉજવણી પેરિસમાં

 

તા.૩જી ઑક્ટોબરનાં, પેરિસ મંડળે ૧૦૦ વાનગીઓ બનાવી પ્રભુ ચરણે અન્નકૂટ ધર્યો હતો. પૂ.ગુણવંતભાઈ અને પૂ.બીનાબેનના ઘર મંદિરે સુંદર ડેકોરેશન કરી ગુરૂહરિનો તિથિ પ્રમાણે ૧૦૦મો પ્રાગટ્યદિન ઉજવ્યો હતો.

પૂ.ગુણવંતભાઈ, પૂ.મગનભાઈના પરમમિત્ર. ૨૦૦૧માં છેલ્લીવાર ગુરૂહરિ પપ્પાજી પધાર્યા ત્યારે તેમનાં સંપર્કમાં આવ્યા અને ઘણો ભાવ અને નિષ્ઠા થઈ ગયાં.

આજે એમના ઘરે ભાદરવા વદ૬નો અન્નકૂટ રાખ્યો હતો. સભામાં ગુરૂહરિના આશીર્વાદ સાંભળી પાંચ ભજનો ગાઈ, થાળઆરતી કરી, શ્રીખંડ પુરીની રસોઈ જમી બ્રહ્માનંદ કર્યો હતો.

{gallery}images_in_articles//newsletter/2015/Oct/03-10-15 bhadarva vad 6 paris/{/gallery}

 

() તા./૧૦/૧૫ બુધવાર ભાદરવાવદની ઉજવણી નડિયાદમાં

 

નડિયાદ જ્યોતમાં દર ભાદરવા વદ નિમિત્તે સભામાં મહાપૂજાનું આયોજન રાખે છે. તે મુજબ આજે મહાપૂજા અને ગુરૂહરિ પપ્પાજીના શતાબ્દી વર્ષ નિમિત્તે ૧૦૦ વાનગીના અન્નકૂટનું ખૂબ સરસ આયોજન પૂ.હંસાબેન પાવાગઢી અને પૂ.સંગીતાબેન વિઠ્ઠલાણીએ મંડળના હરિભક્તોનો સાથ લઈનેપ્રસાદ રજમંદિરમાં સાંજે .૩૦ થી .૦૦ માં રાખ્યું હતું. મહિલા મંડળની સભા માટે વિદ્યાનગરથી પૂ.હંસાબેન ગુણાતીત, પૂ.મનીબેન, પૂ.ઉર્મિબેન વગેરે બહેનો આવેલાં. પૂ.કલ્પુબેન દવેએ સરસ મહાપૂજા કરી હતી. અન્નકોટ થાળઆરતી થયા.પૂ.હંસાબેન ગુણાતીતે સરસ કથાવાર્તા કરી આશીર્વાદ આપ્યા હતા. સહુ મુક્તો મહાપ્રસાદ લઈ વિસર્જીત થયા હતા.

રાત્રે .૩૦ થી .૩૦ માં નડિયાદ મંડળના ભાઈઓની સભા થઈ હતી. વિદ્યાનગરથી પૂ.ઈલેશભાઈ અને ભાઈઓ આવ્યા હતા. અન્નકૂટ ઉત્સવ અને કીર્તનભજન થયા હતા.નાનું છતાંય ગોકુળીયુ નડિયાદ મંડળ છે. નિયમિત અઠવાડીક સભા થાય છે. ધન્યવાદ !

{gallery}images_in_articles//newsletter/2015/Oct/07-10-15 nadiyad bhadarva vad 6 annkut/{/gallery}

આમ, પખવાડીયા દરમ્યાન ભાદરવા વદ નિમિત્તે નાનામોટા ભક્તિનાં આયોજન થયાં હતાં. હવે આવી રહી છે રૂમઝૂમ કરતી દિવાળી ! વળી, તેમાં આવરી લીધો છે ગુરૂહરિ પપ્પાજીનો ૧૦૦મો પ્રાગટ્યપર્વ સાથે તેનો કાર્યક્ર્મ છે. આપ સર્વે જરૂરથી પધારજો.

 

ગુરૂહરિ પપ્પાજીનો ૧૦૦મો પ્રાગટ્યપર્વ તથા દિવાળીના તહેવારોની ઉજવણીનો કાર્યક્ર્મ

 

(તા.૧૦/૧૧/૧૫ થી તા.૧૩/૧૧/૧૫)

             

સ્થળજ્યોત પપ્પાજી હૉલ જ્યોત સમાજના મુક્તોની સંયુક્ત સભા


 

() તા.૧૦/૧૧/૧૫ મંગળવાર અક્ષરચૌદશ

સવારે .૦૦ થી .૦૦             શતાબ્દી બ્લડ ડોનેશન કેમ્પપ્રગતિ મંડળમાં

સાંજે  .૩૦ થી .૦૦              મહાપ્રસાદ

રાત્રે  .૩૦ થી ૧૧.૦૦             સાંસ્કૃતિક કાર્યક્ર્મ

 

() તા.૧૧/૧૧/૧૫ બુધવાર દિવાળી

સવારે .૦૦ થી .૦૦           શોભાયાત્રા

સવારે .૦૦ થી ૧૨.૦૦         ગુરૂહરિ પપ્પાજીના ૧૦૦મા પ્રાગટ્યપર્વની મુખ્ય સભા

સાંજે  .૦૦ થી   .૦૦         શારદા પૂજનની મહાપૂજા અને સભા

 

() તા.૧૨/૧૧/૧૫ ગુરૂવાર નૂતનવર્ષ

સવારે .૦૦ થી .૪૫            બહેનોભાભીઓ પ્રભુકૃપામાં દર્શનાર્થે

       .૪૫ થી .૩૦            ભાઈઓ પ્રભુકૃપામાં દર્શનાર્થે

       .૪૫ થી .૩૦            મંદિરમાં પાટોત્સવનાં પૂજનઆરતી બહેનો કરશે.

 .૩૦ થી .૦૦                 નૂતનવર્ષની મંગલ મિલન સભા

સવારે ૧૧.૦૦ વાગ્યે              અન્નકૂટ દર્શન ભાઈઓ મંદિરમાં

                                    અન્નકૂટ દર્શન બહેનોભાભીઓ પ્રભુકૃપામાં

સવારે ૧૧.૩૦ થી ૧૨.૩૦         અન્નકૂટ થાળઆરતી બહેનો મંદિરમાં

                                    અન્નકૂટ થાળઆરતી ભાઈઓ પ્રભુકૃપામાં

બપોરે ૧૨.૩૦ વાગ્યે                     મહાપ્રસાદ

બપોરે  .૦૦ થી .૦૦           શોભાયાત્રા

સાંજે   .૦૦ થી  .૦૦           તુલા ઉત્સવ (પપ્પાજી શતાબ્દી નિમિત્તે)

 

() તા.૧૩/૧૧/૧૫ શુક્રવાર ભાઈબીજ

સવારે .૩૦ થી ૧૨.૩૦            ૧૨૫ દંપતિની મહાપૂજા (શતાબ્દી મહાપૂજા)

સાંજે  .૦૦ થી   .૦૦            ભાઈબીજ મેળાવડો

સાંજે .૦૦ વાગ્યે                   મહાપ્રસાદ બાદ વિસર્જન

 

દરેક સભાબાદ મહાપ્રસાદ ભેગા મળી લઈશું.

જ્યોત સેવક P.71 ના પ્રણામ સહ જય સ્વામિનારાયણ !