01 to 15 Oct 2016 – Newsletter

સ્વામિશ્રીજી

 

કાકાજીપપ્પાજી બંધુબેલડી શતાબ્દી મહોત્સવની જય

 

ગુરૂહરિ પપ્પાજી શતાબ્દી મહાપર્વની જય

 

ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તોજય સ્વામિનારાયણ !

 

ઓહોહો ! પખવાડીયું તો ગુરૂહરિ પપ્પાજીના પ્રિય એવા નવરાત્રિ, દશેરા અને શરદ પૂર્ણિમા જેવા ઉત્સવ લઈને આવેલું છે. તો ચાલો થી

૧૫ ઑક્ટોબર દરમ્યાન જ્યોત પ્રાંગણમાં આનંદઉલ્લાસ સાથે ઉજવાયેલ ઉત્સવની સ્મૃતિ માણીએ.

 

() તા./૧૦/૧૬ નવરાત્રિ પ્રારંભ

 

દર ૧લી તારીખે બહેનો જેમ પપ્પાજી તીર્થ પર શાશ્વત ધામે ધૂન, ભજન, પ્રદક્ષિણા માટે જાય છે. તેમ આજે પણ ગયા હતા. અને

ગુરૂહરિના ચરણે પોતાના પ્રાર્થનાભાવ ધર્યા હતા.

{gallery}images_in_articles//newsletter/2016/Oct/01-10-16 PAPPAJI TIRTH DHIN PRADXINA{/gallery}

 

સાંજે રાબેતા મુજબની કીર્તન આરાધના પપ્પાજી હૉલમાં ખૂબ ભક્તિભાવ પૂર્વક થઈ હતી. પહેલાં બહેનોએ ભજન ગાયાં અને ત્યારબાદ

ભાઈઓએ ભજનની રમઝટ બોલાવી હતી. અંતમાં સુહ્રદ જપયજ્ઞ કરી સભાની પૂર્ણાહુતિ કરી હતી.

 

વળી, આજથી નવરાત્રિ ઉત્સવનો પ્રારંભ થયો હતો. ગુરૂહરિ પપ્પાજીની બાળપણની સ્મૃતિ છે કે ગુરૂહરિ પપ્પાજી જ્યારે નાના હતા

ત્યારે નડિયાદમાં મામીઓ સાથે ગરબા રમવા જતા ત્યારે માથે નેપકીન મૂકીને ગરબા રમતા હતા.

 

શ્રીજી મહારાજ ઉત્સવ પ્રેમી હતા તેમ ગુરૂહરિ પપ્પાજીને પણ ઉત્સવ પ્રેમી તરીકે અનુભવ્યા છે. દરેક ઉત્સવને ગુરૂહરિ પપ્પાજીએ

આધુનિક ઓપ આપી દિવ્ય બનાવી દે છે. તથા સર્વોપરી સ્વામિનારાયણ ઉપાસનામાં તેને ઢાળી દૈ, પ્રત્યક્ષ ઉપર લગાડીને ભક્તિના એક

ભાગ રૂપે જીવનમાં વણી લેવડાવ્યું છે. તે ન્યાયે

 

નવરાત્રિયે ગુરૂહરિ પપ્પાજીની રૂચિ મુજબ નવ દિવસ રાત્રે બહેનોના ગરબાનું આયોજન જ્યોતમાં વર્ષોથી થાય છે. મુજબ શતાબ્દી

વર્ષની નવરાત્રિ તો અધિકદિન (દશ નોરતાની) આવી હતી. અને તે પણ ગુરૂહરિ પપ્પાજીની પ્રસાદીની ૧લી તારીખથી પ્રારંભ થતો

હતો. દર ૧લીએ કીર્તન આરાધના હોય છે તે મુજબ કીર્તન આરાધનાથી નવરાત્રિનો પ્રારંભ થયો હતો. એટલે કે તા.૨જી થી ૧૦મી સુધી

૯દિવસ જ્યોતમાં ગરબારાસનું આયોજન રાત્રે થી ૧૦.૩૦ દરમ્યાન થયું હતું. તેમાં દિવસ ફક્ત સાધક બહેનો માટે ગરબારાસ

રાખેલા અને દિવસ ભાભીઓયુવતીકિશોરી અને બાલિકા મંડળનો હતો. જેમાં તેઓનો તો ૬ઠ્ઠા નોરતાની ગુરૂહરિ પપ્પાજીના પ્રાગટ્ય

દિનની સ્મૃતિ સાથે સુંદર કાર્યક્ર્મ બની ગયો. બે બાલિકા મેહા અને ક્રિશાએ સુંદર ડાન્સ ગુરૂહરિ પપ્પાજીના ભજન ઉપર કર્યો હતો.

 

વળી, ૧૨ યુવા ભાભીઓએ સમૂહ ડાન્સ ગુરૂહરિ પપ્પાજીના પ્રાગટ્યના ભજન ઉપર રજૂ કર્યો હતો. ત્યારબાદ તેઓ સર્વે આબાલવૃધ્ધએ

ભેગા મળી ગરબા કર્યા અને અંતમાં સમૂહ આરતીનો કાર્યક્ર્મ રાખ્યો હતો. .પૂ.જ્યોતિબેને આરતીની નાની થાળી જુદી જુદી ડીઝાઈનમાં

સ્ટોન લગાવીને તૈયાર કરાવી હતી. સ્વસ્તિક, તિલકચાંદલો, દીવડો, ૧૦૦, ૫૦, ફૂલ વગેરે જુદી જુદી ડીઝાઈન હતી. થાળી દરેક

ભાભીઓને કુટુંબ દીઠ સ્મૃતિભેટ રૂપે આપી હતી. બધા ભાભીઓએ લાઈનમાં બેસી ખૂબ સુંદર રીતે ભક્તિભાવ પૂર્વક આરતી કરી

કૃતકૃત્યતા અનુભવી હતી.

 

અંતમાં ગુરૂહરિ પપ્પાજીને પ્રિય એવા પાપડીના લોટનો પ્રસાદ સ્મૃતિ સહ જમીને સહુ વિસર્જિત થયા હતા. આમ, શતાબ્દી અનુસંધાને

વિશેષ રીતે અને શતાબ્દી ઉમંગે નવરાત્રિનો આનંદ માણ્યો હતો.

{gallery}images_in_articles//newsletter/2016/Oct/01-10 TO 10-10 NAVRATRI IN PAPPAJI HALL{/gallery}

 

 

() તા.૧૧/૧૦/૧૬ દશેરા

 

સાંજે .૩૦ થી .૦૦ જ્યોત પપ્પાજી હૉલમાં શિબિર સભા રાખી હતી. તેમાં સહુ પ્રથમ ગુરૂહરિ પપ્પાજીના ધ્વનિ મુદ્રિત આશીર્વાદ

લીધા હતા. ગુરૂહરિ પપ્પાજીએ આશીર્દાન આપતાં કહ્યું કે, આજે રાવણને મારીને રામ, સીતાને લઈને અયોધ્યામાં આવ્યા. એમ આપણે

અક્ષરધામની અયોધ્યાનગરીમાં અખંડ રહેતા થઈએ. પ્રાપ્તિનો કેફ રાખીએ. એક વખત મહારાજની ર્દષ્ટિમાં આવ્યા, ખલાસ. આપણે

wisest of the world છીએ. આપણને મહારાજ કૃપામાં અહીં લઈ આવ્યા છે. અહંકારના રાવણનું રાજ્ય અહીં ના હોય. ચારે બાજુ અહીં

તો ભગવાનના ભક્તો છે. માયામાં રહ્યા થકા અક્ષરધામના કાયદે જીવવું છે.

 

આપણે તો રોજ વિજયાદશમી છે. દશે ઈન્દ્રિયો ભક્તિ અર્થે વાપરીએ. રામ રાજ્ય છે. અહંકારરૂપી વિચારો ઉઠ્યા કરશે. ભક્તિરૂપ

નથી તો એનો નિષેધ કરવો છે. મનને અખંડ નિષ્કામ રાખવું છે. એટલે ભજન કરતાં કરતાં ક્રિયા કરીએ.

ત્યારબાદ પૂ.મધુબેન સી. સુનૃતના ૧લા અને ૨જા મુદ્દા ઉપર કૃપા લાભ આપ્યો હતો. તેમણે એક ર્દષ્ટાંત આપીને વાત કરી.

 

સ્વામી વિવેકાનંદ અમેરિકા ગયા હતા. ત્યાં તેમણે પ્રવચન કર્યું તો ત્યાંના લોકો તેમનાથી બહુ પ્રભાવિત થઈ ગયા. એક વખત એમણે

પ્રવચન કર્યું કે આપણે ર્દઢ સંકલ્પ કરીને કામ કરીએ તો કામ સફળ થાય . પછી એક ભાઈએ પ્રશ્ન પૂછ્યો કે અમે સંકલ્પ કરીને કામ

કરીએ છીએ પણ સફળતા મળતી નથી. વિવેકાનંદ કહે  તેનો જવાબ તને પછી મળશે.

 

યુવકે સ્વામી વિવેકાનંદને કહ્યું કે, મારે તમારી સાથે રહીને સાધના કરવી છે. સ્વામી કહે, તારે આશ્રમનાં બધાં કામ કરવાં પડશે. એક

વખત શાક સમારવા બેઠો ત્યાં એક બિલાડી આવી. તેના તરફ ધ્યાન ગયું ને હાથમાં ચપ્પુ વાગ્યું. વિવેકાનંદ કહે, કેમ વાગ્યું ? યુવક

કહે, હું તો એકાગ્રતાથી શાક સમારતો હતો. પણ બિલાડીમાં ધ્યાન ગયું ને ચપ્પુ વાગ્યું. વિવેકાનંદ કહે તેં જ્યારે ચપ્પુ હાથમાં લીધું ત્યારે શું

વિચાર કર્યો તો ? મને ચપ્પુ વાગી જશે તો ? હા, એટલે વાગ્યું ?

 

આપણે આવા પવિત્ર સ્થાનમાં બેઠા છીએ તો સંકલ્પની ર્દઢતા કરીને ભજન કરતાં કરતાં સેવા કરીએ તો સિધ્ધ થાય અને ગુરૂહરિ

પપ્પાજી સહાય કરશે . ગુરૂહરિ પપ્પાજી સામે ર્દષ્ટિ રાખીને એમને અંર્તયામી માનીને સેવા કરીએ પ્રાર્થના.

સભાના અંતમાં .પૂ.દેવીબેનના આશીર્વાદ લઈને સભાની પૂર્ણાહુતિ કરી હતી.

 

 

() તા.૧૫/૧૦/૧૬ શરદપૂર્ણિમા

 

આજે તો આપણા માટે ખૂબ મોટો ભવ્ય દિવસ. ગુરૂહરિ પપ્પાજી કહેતા કે સાધકો માટે તો નવું વર્ષ.

૧૯૫૨ ની શરદપૂર્ણિમાએ યોગીજી મહારાજે ગુરૂહરિ પપ્પાજીને બહેનોનું કાર્ય સોંપ્યું.

 

૧૯૬૩ની શરદ પૂર્ણિમાએ બહેનોને જુદું સ્થાન કરી આપવાનું કહ્યું. ગુરૂહરિ પપ્પાજી યોગીજી મહારાજને સ્થાન માટે પૂછવા ગયા તો

બાપા કહે વિદ્યાનગરમાં તમારા પ્લોટમાં બહેનોનું ભગવાન ભજવાનું સ્થાન બાંધો સ્મૃતિ આજના દિવસની છે. ગુરૂહરિ પપ્પાજીને

ગુણાતીત શબ્દ ખૂબ ગમતો. તેથી તેમણે બહેનોના આશ્રમનું નામગુણાતીત જ્યોતરાખ્યું.

 

 

ગુણાતીતાનંદ સ્વામી અખંડ શ્રીહરિની મૂર્તિ ધારીને રહેતા. એક વખત શ્રી હરિ અસલ સ્વરૂપે સભામાં બિરાજમાન હતા. ગુણાતીતાનંદ

સ્વામીનો પગ નદીના પાણીમાં એક બખોલમાં ભરાઈ ગયો હતો. શ્રી હરિએ મૂળજી બ્રહ્મચારીને કહ્યું, અમારો પગ કાઢો. મૂળજી બ્રહ્મચારી

કહે, તમે તો ઢોલિયા પર બેઠા છો. મહારાજ કહે, અમારા ધામનો પગ નદીના ખળખળિયાની બખોલિયામાં ભરાઈ ગયો છે. આવી અખંડ

વૃત્તિ તેમને શ્રી હરિમાં રહેતી હતી. તો ગુરૂહરિ પપ્પાજી શતાબ્દી પર્વે ગુણાતીતાનંદ સ્વામી પ્રાગટ્ય પર્વે  તેમના ચરણોમાં ભાવવંદના

કરીએ.

{gallery}images_in_articles//newsletter/2016/Oct/15-10-16 SHARAD PURNIMA GUNATITANAND SWAMI{/gallery}

 

સંવત ૧૮૪૧ની શરદ પૂર્ણિમાએ ધરાએ અવતરણ કરી શ્રી હરિનું સર્વોપરી સ્વરૂપ ઓળખવાનું અદ્દભૂત કાર્ય કર્યું. શ્રીજી

મહારાજે પોતાના બે ચરણ મૂળજી ભગતના મસ્તક પર મૂકી કીધું. “ અનાદિના સત્સંગી છે. અક્ષરનો અવતાર છે. ત્રણેય

અવસ્થામાં અમારી મૂર્તિ ધારીને જીવે છે.” અનંત જીવોના હ્રદયમાંથી અંધકાર કાઢી જીવને શુધ્ધ કરી શ્રી હરિની સેવા કરવાના

અધિકારી બનાવી સહુને ધન્ય કર્યા.

 

એવા પપ્પાજીના ધારક પપ્પાજી સ્વરૂપ સહુ ગુરૂસ્વરૂપોને આજ શતાબ્દી વંદના કરી આનંદીયે. ઓહોહો ! આવા ગુરૂ સ્વરૂપો મળ્યા !

 

આજ પ્રાર્થના કરીએ આપની જેમ અખંડ વૃત્તિ ગુરૂહરિમાં રાખી જીવીએ ને આપનો સંદેશ આપનો સિધ્ધાંત સંપ, સુહ્રદભાવ,

એકતા રાખી પપ્પાજી શતાબ્દી મહાપર્વ ઉજવીએ.

હે પ્રભુ ! હે ગુરૂ સ્વરૂપો ! સદાય સહુની સર્વ પ્રકારે રક્ષા કરજો. ભવ્ય પર્વે પ્રાર્થના સ્વીકારી અનુગ્રહ કરશોજી.

 

આજે  રાત્રે .૦૦ થી ૧૦.૩૦ શરદપૂર્ણિમાની સભા જ્યોત પપ્પાજી હૉલમાં થઈ હતી. ગુણાતીતાનંદ સ્વામીના ભજનો ગાયાં હતાં. અને

ત્યારબાદ .પૂ.જ્યોતિબેન, .પૂ.દેવીબેન અને .પૂ.જશુબેનના આશીર્વાદ લીધા હતાં. આજે ત્રણ આરતી કરવાની હોય છે. પ્રથમ

આરતી સદ્દગુરૂ સ્વરૂપોએ કરી હતી. દ્વિતીય આરતી વિદ્યાનગરના ભાભીઓએ કરી હતી. અને તૃતીય આરતી જ્યોતના કર્મયોગી

બહેનોએ કરી હતી. ત્યારબાદ સભાની પૂર્ણાહુતિ થઈ હતી.

 

 

() જ્યોતમાં રોજ સવારે મંગલ દર્શનની સભા થાય છે. તેમાં તા.૧૨/૧૦/૧૬ ના રોજ પૂ.તરૂબેને એક વાર્તા કરી હતી. તે અહીં જોઈએ.

એક ગામમાં એક છોકરો તેની મા સાથે રહેતો હતો. તેના પિતા નહોતા. માદીકરો એકલા રહેતા હતા. એક વખત મા બિમાર પડી. દીકરો

માની બહુ કાળજી રાખી સેવા કર્તો હતો. એક વખત તેની માએ કહ્યું, બેટા હું બહુ નહી જીવું. મારી બે આજ્ઞા તું પાળજે.

 

એક તો તું ભગવાનને સંભાર્યા કરજે. અને બીજું કે તું જ્યાં નોકરી કરે ત્યાં મૌન રહીને વફાદારીથી સેવા કરજે. થોડા વખતમાં તેની મા

મરી ગઈ. પછી દીકરો નોકરીની શોધમાં નીકળ્યો. થાક્યો એટલે એક ઓટલે બેઠો. ત્યાં એક શેઠ આવ્યા અને કહે, “અલ્યા ! કોણ છે

તું ?” છોકરો કહે, માબાપ વગરનો છું. નોકરીની શોધમાં નીકળ્યો છું. તમે મને કાંઈ સેવા આપો. મારે પગાર નથી જોઈતો. ફક્ત બે ટાઈમ

જમવા આપજો. શેઠે એના ઘરે એને કામ માટે રાખ્યો. ઘરમાં બધું કામકાજ કરે. શેઠ બહુ ગુસ્સાવાળા. એકવાર શેઠને બૂટ પહેરાવ્યા.

બૂટની દોરી બાંધવા નીચે નમ્યો. તેના ખીસ્સામાંથી એક હાર પડ્યો. શેઠની દીકરીએ હાર સાચવવા આપ્યો હતો કે હું નહાવા જાઉં છું

સાચવજે. એના ખીસ્સામાંથી જેવો હાર પડ્યો તે જોઈને શેઠ તો ગુસ્સાથી બોલવા માંડ્યા.

 

તો મારી દીકરીનો હાર છે. તેં આની ચોરી કરી અને તેને બહુ માર્યો. આંખમાંથી આંસુ પડ્યાં પણ તો મૌન રહ્યો. કાંઈ ના

બોલ્યો. ત્યાં તો શેઠની દીકરી નાહીને આવી. શેઠ કહે, ચોર છે. તેણે તારો હાર ચોર્યો છે. દીકરી રડી પડી અને કહે, મેં એને

સાચવવા આપ્યો હતો. શેઠને ખૂબ પસ્તાવો થયો. એમને થયું કે છોકરો ક્યારેય મારી સામે નથી બોલ્યો. મા ના વચન ઉપર

વફાદારી રાખી. શેઠને એનું જીવન સ્પર્શી ગયું. છોકરાને મારા ઘરે કાયમ રાખવો છે. શેઠે તેમની દીકરી તેની સાથે પરણાવી. અને

તે નોકરમાંથી શેઠ બની ગયો.

 

આપણે પણ ગુરૂહરિ અને ગુરૂને વફાદાર રહી, મૌન રહી સેવા કરીએ. ગુરૂહરિ પપ્પાજી આપણને બળ આપશે . બધામાં ફક્ત એક

ભાવ રાખવો. ‘દિવ્યભાવ’.

 

 

આમ, આખું પખવાડીયું ખૂબ  ભક્તિસભર પસાર થયું હતું. શતાબ્દી પર્વ નજીક આવી રહ્યો છે. આપણે ગુરૂહરિ પપ્પાજીનું બળ લઈ તેમને

રાજી કરવાની ભાવના રાખી સેવા કરીએ.એવું હે પપ્પાજી ! હે સર્વે ગુરૂ સ્વરૂપો! આપ અમને બળ આપો આપના ચરણોમાં પ્રાર્થના.

 

અત્રે સર્વે સ્વરૂપોની તબિયત સરસ છે. ગુણાતીત સમાજમાં પણ સહુ કોઈની તબિયત સરસ રહે તે માટે આપણે સુહ્રદ જપયજ્ઞ કરીએ.

આપ સહુ કરતા હશો, કરતા રહેજો. અત્રેના સર્વે સ્વરૂપો મુક્તો વતી આપને અંતરના ભાવભર્યા જય સ્વામિનારાયણ. ફરી મળીશું

દિવાળીના પર્વોની ઉજવણી સાથે. તો રાજી રહેશો.

જ્યોત સેવક P.71 ના પ્રણામ સહ જય સ્વામિનારાયણ !