01 to 15 Sep 2015 – Newsletter

                                 સ્વામિશ્રીજી                                          

કાકાજીપપ્પાજી બંધુબેલડી શતાબ્દી મહોત્સવની જય

 

ગુરૂહરિ પપ્પાજી શતાબ્દી મહાપર્વની જય જય જય

 

ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વ્હાલા અક્ષરમુક્તોજય સ્વામિનારાયણ !

 

આજે આપણે અહીં તા. થી ૧૫ સપ્ટેમ્બર ૨૦૧૫ દરમ્યાનની જ્યોતજ્યોતશાખાની સ્મૃતિ માણીશું.

 

() ઓહોહો ! મહિનાની ૧લી તારીખ તો ગુરૂહરિ પપ્પાજીની શતાબ્દી લઈને આવી છેધન્યભાગ્ય !

      

આજે તો ફક્ત જ્યોતમાં નહીં, જ્યોતશાખામાં નહીં, ઘર મંદિરમાં નહીં, પણ જ્યાં જ્યાં ગુરૂહરિ

GKP 1611

 

 

પપ્પાજીએ ચેતાવેલી ચૈતન્ય જ્યોત છે તે દરેક હૈયાં આજે થનગને છે. શું કરીએ ? શું ના કરીએ ? એવી હાં હાં ગડથલના ભાવો હતા. તેમાંથી પ્રગટ થયેલ સુશોભન ! અને વાતાવરણ તે કંઈ ઓર હતું.

{gallery}images_in_articles//newsletter/2015/Sep/01-09-15 PK DARSHAN/{/gallery}

 

પ્રભુકૃપામાં મંગલ પ્રભાતે અલૌકિક દર્શન આનંદ હતો. તે ગયા પરિપત્રમાં નિહાળ્યો. તે ડેકોરેશનના દર્શન ત્રણેય દિવસ સુલભ હતાં. નવા વર્ષ જેવો હર્ષ હતો. પ્રભુકૃપામાં ઝગમગતી લાઈટીંગથી ગુરૂહરિ પપ્પાજી શતાબ્દી (પ્રારંભ) મહાપર્વની જય જય જય. (૧૯૧૬૨૦૧૬) આજથી શતાબ્દીનો પ્રારંભ થઈ રહ્યો છે. સમૈયો આજે ભલે સ્થાનિક છે. છતાંય અંતરમાં વિશાળતાનાં પૂર ઉમટ્યાં હતાં. ખરા અર્થમાં પપ્પાજીની શતાબ્દી અંતરમાં ઉજવવા શું કરીએ ? ગુરૂહરિ પપ્પાજી કેવી રીતે રાજી થાય? આવી પ્રાર્થના વહેતી હતી!

 

ગુરૂહરિ પપ્પાજીનો પ્રાગટ્યદિન એટલે આશ્રિત ભક્તો માટે નવું વર્ષ ! નવા વર્ષે ઠાકોરજી સમક્ષ જેમ અન્નકૂટ ધરાય છે તેવી રીતે ગુરૂહરિ પપ્પાજીના પ્રાગટ્યદિને ૧લી સપ્ટેમ્બરના રોજ સાંજે .૦૦ વાગે ગુરૂહરિ પપ્પાજીના પ્રાગટ્ય સમયે અન્નકૂટના થાળઆરતી અને કેક કર્તનનો વિશેષ કાર્યક્ર્મ હોય છે. તેમ વખતે પણ હતો. પહેલાં બહેનો અને પછી ભાઈઓએ થાળઆરતી કર્યાં હતાં અને કેકનો પ્રસાદ લીધો હતો.

{gallery}images_in_articles//newsletter/2015/Sep/01-09-15 ANNUKUT DARSHAN PRABHUKRUPA/{/gallery}

 

() બ્રહ્મવિહારની અક્ષર કુટિર ગુરૂહરિ પપ્પાજીની અક્ષર ઓરડી તુલ્ય છે.

 

જેને પૂ.દિવ્યાબેન પટેલે તેમનાં બહેનોની સેવા લઈ નિત પૂજાભક્તિથી દર્શનાર્થે બહેનો માટે જીવંત રાખી છે. અવનવી ગુરૂહરિ પપ્પાજીની સ્મૃતિથી સભર રાખી છે. દાત. વર્ષે ૨૦૧૫માં પૂ.દિવ્યાબેને બહેનોને ગુરૂહરિ પપ્પાજીની અન્નમય બ્રહ્મની સ્મૃતિ લખવાનું જણાવ્યું હતું. એવી ૧૦૦ સ્મૃતિ લખી બહેનોએ આપી હતી. તેને સુંદર અક્ષરે લખી, મઠારીને બ્રહ્મવિહારની કુટિરમાં (નામઆકાર વગર) ‘એક મુક્તરાજની અન્નમય બ્રહ્મની સ્મૃતિલખી વારાફરતી બોર્ડ પર મૂકતાં હતાં.

 

જે ૧૦૦ બહેનો કે જેમને જે આઈટમની ગુરૂહરિ પપ્પાજીની સ્મૃતિ લખી હતી. તેઓને તે આઈટમ બનાવીને આજના અન્નકૂટના થાળમાં મૂકવાની હતી. બહેનોએ ખૂબ મનન ચિંતવન સાથે આજનો અન્નકૂટ તૈયાર કર્યો હતો. બ્રહ્મવિહારની અક્ષરકુટિરે આજે સવારથી વિશેષ દર્શન સુલભ હતાં. રંગબેરંગી નાની છત્રી, ફુગ્ગા અને સુંદર સુશોભનની સામગ્રીથી કુટિરના સુશોભનમાં ગુરૂહરિ પપ્પાજી બિરાજમાન હતા. વળી, કુટિરના આગળની લોનના પથ પર સુંદર પુષ્પ પથારીથી આંગણ શોભતું હતું.! જાણે હમણાં ગુરૂહરિ પપ્પાજી પધારશે. સ્વાગત પથ પર પાવન પગલાં પાડશે. પૂ.દિવ્યાબેને તે પથ જ્યોતનાં બહેનો અને હરિભક્તોના પાવન પગલાં માટે ખુલ્લો રાખ્યો હતો. બહેનોમાં રહીને ગુરૂહરિ પપ્પાજી પથ પર પાવન પગલાંઓ કરી અક્ષર ઓરડીએ પધારે. તેવી એક મોટી ભાવના મુક્તોમાં મહારાજના દર્શનની હતી. ગુરૂહરિ પપ્પાજી દર્શનઆશિષ આપવા કુટિરમાં જાણે રાહ જોઈને બિરાજમાન હતા. સવારથી ભક્તો દર્શને ઉમટ્યા. જે આવ્યા તેને ગુરૂહરિ પપ્પાજીના દિવ્ય હસ્તે પૂ.મંજુબેન પટનાગર, પૂ.માયાબેન ભટ્ટ, પૂ.કુસુમબેન, પૂ.સર્યુબેન (લંડન), પૂ.સરસ્વતીબેને બધા મુક્તોને પ્રસાદ આપી રાજી કર્યા હતા. આમ, સવારથી દર્શન અને સાંજે .૦૦ વાગ્યે અન્નકૂટ આરતી બાદમુક્તાક્ષર પુરૂષોત્તમનોઅન્નકૂટ હતો. તે શું તો ? ગુરૂહરિ પપ્પાજી હંમેશાં અન્નકૂટની આરતી પછી ઠાકોરજી પાસે જે અન્નકૂટ ધરાવેલો હોય તેમાંથી મનભાવન આઈટમમાંથી પ્રસાદ લેવો હોય તે લઈને મુક્તોને હોંશથી જમાડતા. પહેલાં અનુપમ મિશનના ભાઈઓ .પૂ.બા.પૂ.પપ્પાજીના સાંનિધ્યે આનંદ કરતાં કરતાં પ્રસાદ લઈને ભોજન સ્થળે જઈને જમતા. પછી બહેનો પણ ગુરૂહરિ પપ્પાજીના સાંનિધ્યે મનભાવન પ્રસાદ લેતા. ગુરૂહરિ પપ્પાજી પણ રસબસતાથી પંડે અન્નકૂટના મુખ્ય થાળમાંથી ગ્રહણ કરીને ભક્તોને દર્શનમૂર્તિ આપતા, સ્મૃતિ આપતા. બધી સ્મૃતિ સાથે પૂ.દિવ્યાબેનનો અક્ષર કુટિરનો અન્નકૂટ હતો. તે બહેનો, ભાભીઓ અને બાળકોએ પ્રસાદ રૂપે ગ્રહણ કર્યો હતો.

{gallery}images_in_articles//newsletter/2015/Sep/01-09-15 GURUHARI PRAGTYA SABHA/{/gallery}

 

() રાત્રે .૩૦થી૧૦.૦૦ કીર્તનઆરાધના

 

પહેલાં બહેનોએ ભજન ગાયાં. પછી ભાઈઓએ ભજન ગાયાં. મહારાજના વખતથી ચાલુ છે એવું વાદ્ય અને ગાયક વૃંદ કે જેમને ગુરૂહરિ પપ્પાજી સમક્ષ વાજીંત્રો સાથે લય અને લીન થઈને ભજન ગાયાં.

ગુરૂહરિ પપ્પાજી કહેતા કળિયુગમાંકલૌકિર્તનાદકરી ભગવાનમાં રહીએ. એમાં આપણને અંતરમાં ખૂબ આનંદસુખ આવે. એવા આનંદ સાથે ગુરૂહરિ પપ્પાજીને Happy Birthday કર્યા અને ગુરૂહરિ પપ્પાજીની અને મહારાજના માહાત્મ્ય દર્શનની પૂ.નવિનભાઈ ઠક્કર (અમદાવાદ) વાત કરી. તેમાં એક પ્રસંગની સ્મૃતિ કરાવી.

 

શ્રીજી મહારાજ દાદાખાચરના દરબારમાં બિરાજમાન છે. ત્યારે મૈસુરના રાજ્યમાં વાત થઈ કે, સ્વામિનારાયણ ભગવાન પાસે જાતજાતના ગવૈયા છે ને જાતજાતનું ઘણું ગાય છે. એટલે રાજ્યના ગવૈયા કહે, આપણી સાથે હરિફાઈ કરે. એટલે બધા ગવૈયા દાદાખાચરના દરબારમાં પહોંચ્યા. શ્રીજી મહારાજે આવકાર આપ્યો. મૈસુરના ગવૈયા મહારાજને કહે, તમારા ગવૈયાને કહો, અમારી સાથે હરિફાઈ કરે. મહારાજના ગવૈયાઓએ મહારાજને કહ્યું કે અમને ક્યો રાગ ક્યારે ગવાય તે ખબર નથી. મહારાજ કહે, તમો મૂર્તિમાં રહીને ગાશો એટલે મૂર્તિ ગાશે ને કામ કરશે. તેથી જ્યાં ગાવાનું શરૂ કર્યું ત્યાં ભૈરવી રાગ ગાવા માંડ્યો. તો વરસાદ પડે એવું ર્દશ્ય આકાશમાં થઈ ગયું. મહારાજે પોતાની અદ્દભૂત ઐશ્ર્વર્યની લીલાનું દર્શન સહુને કરાવ્યું.

{gallery}images_in_articles//newsletter/2015/Sep/01-09-15 KIRTAN AARDHNA/{/gallery}

 

ગુરૂહરિ પપ્પાજી પણ કહેતા કે, મૂર્તિમાં રહીને ગાવું. સ્વનું ભાન ભૂલીને મૂર્તિમાં લય થઈને ગાવું. ભજનના શબ્દો સમજીને ભાવાર્થની પ્રાર્થના સાથે ગાવું. બાકીગળા સવાદે ગાવું તે નકામું છે.” વાતની સ્મૃતિ સાથે ગુરૂહરિ પપ્પાજીના ધ્વનિ મુદ્રિત આશીર્વાદ લીધા. આજે તો ૧લી સપ્ટેમ્બર. તેથી પપ્પાજીનો અવાજ (સ્વર) સુણી કાનના દેવતાને સ્મૃતિમાં લીન કરવાનો હોય. વળી, તેમાં વાણીનો સાર, વિચાર મનબુધ્ધિચિત્તને દિવ્ય બનાવવાનાં હોય. આપે દિવસની વિડિયો  દર્શન વેબસાઈટ પર માણ્યું હશે.તેમાં સર્વે અહીં પધારી ગયા.

 

() લંડનમાંઉજવાયેલસમૈયાનીઝલક

   

તા.૩૦//૧૫ રવિવાર ગુરૂહરિપપ્પાજીનો શતાબ્દી પ્રારંભપર્વઅને

                              .પૂ.બેનના સ્વરૂપાનુભૂતિ દિનની ઉજવણી

 

બંને ઉત્સવો સાથે લંડન મંડળના મુક્તોએ વાઈનર્સ સ્કૂલના હૉલમાં ખૂબ ભવ્ય અને દિવ્ય રીતે ઉજવ્યો હતો. જેમા અનુભવ દર્શન અને માહાત્મ્યગાનમાં લાભ પૂ.સુરૂભાઈ શાહ, પૂ.જીજ્ઞેશભાઈ મદાણી, પૂ.વિઠ્ઠલાણી સાહેબ, પૂ.વિરબાળાબેન, પૂ.અરૂણાબેન ભોજાણી, પૂ.ભારતીબેન સંઘવી, પૂ.મીરાબેન ઠક્કર, પૂ.ડૉ.ભાવનાબેન શેઠ, પૂ.દિલીપભાઈ ભોજાણી અને પૂ.શોભનાબેને આપ્યો હતો. અંતમાં ગુરૂહરિ પપ્પાજીના અને .પૂ.બેનના ધ્વનિ મુદ્રિત આશીર્વાદ સાથે સ્મૃતિ વાગોળતા ભર્યા ભર્યા હૈયે છૂટા પડ્યા હતા.

{gallery}images_in_articles//newsletter/2015/Sep/30 Aug 2015-1st September Samaiyo UK/{/gallery}

 

ગુરૂહરિ પપ્પાજીની શતાબ્દી નિમિત્તે તા. સપ્ટે. શનિવાર સાંજે  સાંસ્કૃતિક કાર્યક્ર્મ લંડન મંડળના બાલબાલિકા, યુવક, યુવતી મંડળના મુક્તોએ કર્યો હતો. ભૂલકાંઓએ ગુરૂહરિ પપ્પાજીના પ્રત્યક્ષ દર્શન ખૂબ થોડાં કર્યાં છે. પણ પૂર્વનાં ચૈતન્યો તેથી અને માતપિતાના સંસ્કાર લોહીમાં અને ગળથૂથીમાં મળ્યા છે. એવા બાળકોએ પૂ.શોભનાબેન અને બહેનો તથા પૂ.અરૂણાબેન અને પૂ.દિલીપભાઈ ભોજાણી વગેરે વડીલોની મદદથી ગુરૂહરિ પપ્પાજીનો સાંસ્કૃતિક કાર્યક્ર્મ ખૂબ ઉત્તમ રીતે રજૂ કર્યો હતો. પૂ.શોભનાબેન અને બહેનો તથા પૂ.દિલીપભાઈ, પૂ.અરૂણાબેન જેવા વડીલોની છત્રછાયા, દોરવણી અને સંનિધિ હતી. તે દ્વારા ગુરૂહરિ પપ્પાજી જાણે દિવ્યદેહે પધારી ગયા હોય તેવો બ્રહ્માનંદ પ્રેક્ષક સર્વે મુક્તોએ માણ્યો હતો.

 

 

() ગુરૂહરિ પપ્પાજી શતાબ્દી પ્રારંભ થયો. ગુરૂહરિ પપ્પાજીની શતાબ્દીની

    ઉજવણીનું જ્યોતના સભા વિભાગ આનંદ બ્રહ્મ કમિટિએ અદ્દભૂત આયોજન કર્યું હતું.

   

{gallery}images_in_articles//newsletter/2015/Sep/01-09-15 PAPPAJI TIRTH DARSHAN/{/gallery}

રોજ રાત્રી સભામાં બધા મુક્તો હાજર રહી શકે. જેથી સર્વને લાભ મળી શકે તેવા હેતુથી પખવાડીયા દરમ્યાન જ્યોતને કુલ ૧૦ ગ્રુપમાં વહેંચી દઈને દરેક એક ગ્રુપે વિશેષ આયોજન કરવાનું હતું. જેમાં કોઈને ભાગે હાર, બુકે, કલગી, કાર્ડ, આરતી એવું ગુરૂહરિ પપ્પાજીને અર્પણ કરવાનું હોય. તેઓ જાતે મનનચિંતન કરીને બનાવી રાત્રે રજૂ કરે.

 

ગુરૂહરિ પપ્પાજીની શતાબ્દીના ૧૦૦ વર્ષને ૧૦૧૦ વર્ષમાં વિભાજીત કર્યું હતુંપ્રાગટ્યથી ૧૦ વર્ષ સુધીની લીલા એટલે કે પ્રથમ દાયકાની ..૧૯૧૬ થી ૧૯૨૬ સુધીની લીલા કોઈ એક ગ્રુપ રજૂ કરે

 

¯ તા.//૧૫ ના રોજ પ્રથમ ૧૦ વર્ષની સ્મૃતિ પૂ.તારાબેનના ગ્રુપનાં ભૂલકાંઓએ રજૂ કરી હતી.

  

 

તેમાં પૂ.મંજુબેન ફળદુએ ખૂબ ટૂંકી વારીમાં ૧૦ વર્ષની સ્મૃતિ રજૂ કરી હતી. મહારાજની બાળપણની લીલા અને ગુરૂહરિ પપ્પાજીની બાળપણની લીલાની સામ્યતા હતી. મહારાજ છપૈયામાં જન્મ્યા. અને અયોધ્યામાં રહી, બાળલીલા કરી. તેમ ગુરૂહરિ પપ્પાજીનું પ્રાગટ્ય બોરસદ છે. પણ તેમનું બાળપણ નડિયાદ મોસાળમાં છે. બાળપણના બધા પ્રસંગ નડિયાદના છે. પૂ.મંજુબેન રીટાયર્ડ શિક્ષક છે. નડીયાદ શારદા મંદિર સ્કૂલમાં કર્મયોગ કર્યો અને ગુરૂહરિ પપ્પાજીના મોસાળના જે ઘરમાં શિક્ષિકા બહેનો રહેતાં હતાં તે ઘરની બધી લીલાઓ ત્યાંની હતી. તે બહેનો વાગોળતાં હતાં. તેથી મંજુબેને સહજ ભાવે મહિમાથી તે વાતો રજૂ કરી હતી.

 

પૂ.માયાબેને માહાત્મ્યગાન સાથે આશીર્વાદ આપ્યા હતા. સભાના પ્રારંભે ગુરૂહરિ પપ્પાજીને પૂ.કિરણબેન (લંડને) હાર અર્પણ કર્યો હતો.

 

¯ તા.//૧૫

 

પૂ.હંસાબેન ગુણાતીત અને પૂ.તરૂબેન અને બહેનોએ ગુરૂહરિ પપ્પાજીની ૧૧ થી ૨૦ વર્ષની વય દરમ્યાનની દ્વિતીય દાયકો એટલે કે ૧૯૨૬ થી ૧૯૩૬ દરમ્યાનની લીલાનું અદ્દભૂત દર્શન કરાવ્યું હતું. સભા પ્રારંભે સ્વાગત હાર પૂ.ભાનુબેન, પૂ.વિભાબેને અર્પણ કર્યો હતો. પૂ.સુખદાબેન અગ્રવાલે બાલકિશોર એવા બાબુ પપ્પાજીનું બાળકો માટે આદર્શ જીવનને માહાત્મ્યભર્યા ગદ્દગદ્દિત ભાવોથી નીતરતી વાણી દ્વારા રજૂ કર્યું હતું.

 

આરતીની બે થાળી બહેનોએ સુશોભિત કરીને તૈયાર કરી કરી હતી. જેમાં

૧૦૦ગુરૂહરિ પપ્પાજીની શતાબ્દીની સ્મૃતિ દર્શાવી હતી.

૫૦ ગુરૂહરિ પપ્પાજીનું કાર્ય ગુણાતીત જ્યોત છે. જ્યોતની સ્થાપનાનું ૫૦મું વર્ષ ચાલે છે. તે સ્મૃતિએ ૫૦ની સ્મૃતિ કંડારી હતી.

સભાના અંતે સમૂહ આરતી થઈ હતી.

 

¯ તા.//૧૫

 

આજે .પૂ.બેનનાં ભૂલકાંઓને ચાન્સ હતો. સભાના પ્રારંભે ચંપાના પુષ્પનો હાર .પૂ.બેનની સ્મૃતિ સહ બહેનોએ જાતે ગૂંથીને ગુરૂહરિ પપ્પાજીને સ્વાગત ભાવ અર્પણ કર્યો હતો.

 

ગુરૂહરિ પપ્પાજીની ૨૧ થી ૩૦ વર્ષની વય દરમ્યાનની તૃતીય દાયકાની એટલે કે ૧૯૩૬ થી ૧૯૪૬ દરમ્યાનની ગુરૂહરિ પપ્પાજીની લીલાની સ્મૃતિ વિશેષ રીતે રજૂ કરવાનો આઈડીયા બહેનોએ મળી તૈયાર કર્યો હતો. ચાર કર્મયોગી બહેનો પૂ.ડૉ.મેનકાબેન, પૂ.ડૉ.સ્વીટીબેન, પૂ.પ્રવિણાબેન ડઢાણીયા અને પૂ.સેજલબેને વાર્તાલાપની નૃત્યશૈલીમાં ગુરૂહરિ પપ્પાજીનું જીવન દર્શન અદ્દભૂત રીતે કરાવ્યું હતું. સભાના અંતમાં જન્માષ્ટમીની આરતી અને પ્રસાદ પંચાજીરીનો સહુ મુક્તોને પ્રસાદ આપ્યો.

 

¯ તા.//૧૫

  

.પૂ.દેવીબેનનાં ભૂલકાંઓએ ગુરૂહરિ પપ્પાજીની ૩૧ થી ૪૦ વર્ષની વય     

  (ચતુર્થ દાયકાની) એટલે કે ..૧૯૪૬ થી ૧૯૫૬ સુધીની સ્મૃતિ રજૂ કરી હતી.

બહેનોએ હાથે ગૂંથેલો મોતી અને ફૂલનો હાર અર્પણ કર્યો હતો. તથા ભજનોનું ગાન કર્યું હતું. દાયકાની ગુરૂહરિ પપ્પાજીની સ્મૃતિ પૂ.જાગૃતિબેન ઠક્કરે કરાવી હતી. તેમાં પોતાના અનુભવોની વાત પણ કરીને માહાત્મ્યગાન કર્યું હતું.

 

¯ તા.//૧૫

 

.પૂ.પદુબેનના ગ્રુપનાં બહેનોએ ગુરૂહરિ પપ્પાજીની વય ૪૧ થી ૫૦ ના દાયકાની એટલે કે ..૧૯૫૬ થી ૧૯૬૬ દરમ્યાનની સ્મૃતિ રજૂ કરી હતી.

 

ગુરૂહરિ પપ્પાજીને પ્રભુકૃપામાં હાર અર્પણ પૂ.નીતાબેન દલાલ અને પૂ.રશ્મિબેન પટેલે કર્યો હતો. ગાયક પૂ.હર્ષાબેન પટેલ અને બહેનોએ દાયકા દરમ્યાનના ગુરૂહરિ પપ્પાજીના ભજનોની ટૂક ગાઈને આનંદ સાથે ગુરૂહરિ પપ્પાજીના પ્રાગટ્યનું સ્મૃતિગાન ખૂબ સુંદર રીતે રજૂ કરાવ્યું હતું. પૂ.મીનાબેન કોઠારીએ તો અહોહો ખૂબ સરસ રીતે દાયકાની સ્મૃતિગાન કરાવીને શ્રોતા મુક્તોને આનંદ થાય તેવું ગુરૂહરિ પપ્પાજીના જીવન પ્રસંગોને તાર્દશ્ય કરાવ્યું હતું. .પૂ.પદુબેન સ્વરૂપ પૂ.શુબીબેને આશીર્વાદ આપ્યા હતા.

 

¯ તા.//૧૫

 

.પૂ.જશુબેન.પૂ.મનીબેનના ગ્રુપનાં બહેનોએ ગુરૂહરિ પપ્પાજીના ૫૧ થી ૬૦ ના દાયકાની એટલે કે ..૧૯૬૬ થી ૧૯૭૬ દરમ્યાનની લીલાનું સ્મૃતિ રસપાન કરાવ્યું હતું.

 

ગુરૂહરિ પપ્પાજીને કલગી (બાસ્કેટ બુકે) અર્પણ પૂ.રસીલાબેન રતનપરા અને પૂ.સંગીતાબેન સુખડીયાએ કરી હતી. જેમાં A to Z આલ્ફાબેટથી પુષ્પ બનાવ્યાં હતાં. જેની ભાવના અને પ્રાર્થના સમર્પણ ભાવની હતી. ‘પપ્પાજીના ચરણે અમે બધાનામઆકાર નહીં. તેવા અર્થમાં પૂ.ડૉ.નીલાબેનની પ્રેરણાને પૂ.શિલ્પાબેન અને બહેનોએ આકાર આપ્યો હતો.

 

ગુરૂહરિ પપ્પાજીએ દાયકા દરમ્યાન સહુ પ્રથમ સાંસ્કૃતિક કાર્યક્ર્મની શરૂઆત .પૂ.દીદી પાસે કરાવી હતી. તે સ્મૃતિ સહ પૂ.પલ્લવીબેને નૃત્ય દ્વારા પ્રાપ્તિનો અહોભાવ ધન્યતાનો ભાવ રજૂ કર્યો હતો.

 

.પૂ.જશુબેને ગુરૂહરિ પપ્પાજીના જીવનનાપરાભક્તિની સૌરભપદ્યમાં બનાવેલી હતી. તેમાંથી પૂ.ડૉ.નીલાબેન નાણાવટી અને પૂ.વર્ષાબેને આખા દાયકાની સ્મૃતિને ગદ્યપદ્યમાં મઢીને તૈયાર કરી. જે પૂ.નીલાબેન ટીલવા, પૂ.હંસાબેન સુખડીયા, પૂ.મીતાબેન જેઠવા, પૂ.ભાવનાબેન ઉનડકટ, પૂ.શીતલબેન અને બહેનોએ રજૂ કર્યું હતુ. અંતમાં .પૂ.જશુબેને આશીર્વાદ અને પૂ.મનીબેને કૃપાલાભ આપ્યો હતો.

 

¯ તા.//૧૫

 

પૂ.દયાબેન, પૂ.શોભનાબેનના ગ્રુપનાં બહેનોએ ગુરૂહરિ પપ્પાજીના ૬૧ થી ૭૦ના દાયકાની સ્મૃતિ એટલે કે ..૧૯૭૬ થી ૧૯૮૬ દરમ્યાનની સ્મૃતિ ખૂબ અનોખી રીતે રજૂ કરી હતી.

 

શતાબ્દી પ્રાગટ્યદિનની ૧૦૦ લખેલી કેક અર્પણ કરી હતી. તથા પૂ.હરણાબેન દવે અને પૂ.સુસ્મીબેને ગુરૂહરિ પપ્પાજીની સ્મૃતિના પ્રસંગો વિગતે દર્શાવી પોતાની હ્રદયગત સ્મૃતિઓ સાથે અશ્રુભીની આંખે સુંદર રજૂઆત કરી હતી. જાણે બધા મુક્તો તે દાયકામાં પહોંચી જઈ ગુરૂહરિ પપ્પાજીનું દર્શન સાંનિધ્ય માણી રહ્યા હોય એવુ અનુભવાયું હતું. સમય પણ ઓછો પડ્યો.

 

¯ તા.૧૦//૧૫

 

.પૂ.દીદીના ગ્રુપનાં બહેનોએ ગુરૂહરિ પપ્પાજીની ૭૧ થી ૮૦ના આઠમા દાયકાની એટલે કે ..૧૯૮૬ થી ૧૯૯૬ દરમ્યાનની સ્મૃતિ કરાવી હતી. બહેનોએ જાતે બનાવેલ મોતીનો હાર પૂ.ગીતાબેન સાંગાણીએ ગુરૂહરિ પપ્પાજીને અર્પણ કર્યો હતો. પૂ.અંજનીબેન કર્ણીકે પ્રભુકૃપામાં અર્પણ કર્યો હતો.

 

અમૃતપર્વ અને ભક્તિ ઉત્સવ બે મોટા સમૈયા ગુરૂહરિ પપ્પાજીના દાયકા દરમ્યાન ઉજવાયા હતા. જેનું અદ્દભૂત સ્મૃતિગાન પૂ.કાજુબેને અમૃતપર્વ અને પૂ.પ્રતિક્ષાબેને ભક્તિ ઉત્સવની પોતાના પ્રાર્થનાના અનુભવો સાથે કર્યું હતું. વચ્ચે વચ્ચે દાયકાની સ્મૃતિને અનુરૂપ ભજનની ટૂકનું ગાન પૂ.સોનલબેનના સ્વરે રજૂ થતું હતું.

 

પૂ.ડૉ.પંકજબેન સંબંધિત ચાર યુવતી મંડળની બહેનોએ સમૂહ નૃત્યરૂડા તારા જોગ માંહેભજન ઉપર કર્યું હતું. તે પહેલાં ગુરૂહરિ પપ્પાજીના પ્રાગટ્યનો અભિનય ઢોલનગારાં વાગે, આજે ગગન નાદે ગાજેભજન ઉપર રજૂ કર્યો હતો. ગુરૂહરિ પપ્પાજીનો પ્રાગટ્યદિન આનંદ સાથે ઉજવ્યાનો આનંદ અનુભવાયો હતો. અંતમાં .પૂ.દીદીના આશીર્વાદ પણ લીધા હતા. અને નવી ધૂન પૂ.પ્રતિક્ષાબેને બનાવી હતી, તે ગાઈ હતી.

 

¯ તા.૧૧//૧૫

 

.પૂ.જ્યોતિબેનના ગ્રુપનાં બહેનોએ ગુરૂહરિ પપ્પાજીના ૮૧ થી ૯૦ના નવમા દાયકાની એટલે કે ..૧૯૯૬ થી ૨૦૦૬ દરમ્યાનની ગુરૂહરિ પપ્પાજીની સ્મૃતિ કરાવી હતી.

 

.પૂ.જ્યોતિબેનની પ્રેરણા મુજબ તે ગ્રુપનાં બહેનોએ કાર્ડ બનાવ્યું હતું. જે પૂ.ચંદ્રિબેન ચપલાએ ગુરૂહરિ પપ્પાજીને અર્પણ કર્યું હતું. પૂ.પ્રીતિબેન માવાણીએ તે કાર્ડની પ્રાર્થના અને આખા કાર્યક્ર્મનું સંચાલન માહાત્મ્યગાન સાથે કર્યું હતું.

 

પૂ.મંદાબેને દાયકાની ગુરૂહરિ પપ્પાજીનું સ્મૃતિ દર્શન સુંદર કરાવ્યું હતું. અને અંતમાં એક સમૂહ નૃત્ય પૂ.જ્યોતિબેનની આજ્ઞા મુજબ પૂ.ફાલ્ગુનીબેન, પૂ.ઋજુબેન અને પૂ.પલ્લવીબેને કર્યું હતુંઅંતમાં .પૂ.જ્યોતિબેનના આશીર્વાદ લીધા હતા. પૂ.જ્યોતિબેન એટલે જ્યોત (સર્વદેશી) તેથી નૃત્યમાં તેઓએ જ્યોતના નાના સાધકોની પસંદગી કરી તેની વાત કરી હતી. ચાલી રહેલા આયોજન જોઈ ખૂબ રાજી રાજી થયા હતા.

 

રાત્રે ૧૦ વાગ્યે જ્યાં જીવનમંત્ર થયો ત્યાં .પૂ.દેવીબેન અમદાવાદથી મેડીકલ ચેક અપ કરાવીને સારા રીપોર્ટ સાથે પધાર્યા. તેઓનું સ્વાગત કર્યું અને ફરીથી નૃત્ય રજૂ કર્યું. ખૂબ આનંદ આનંદ થઈ ગયો.

 

¯ તા.૧૨//૧૫

 

પૂ.મધુબેન, પૂ.સવિબેનના ગ્રુપના બહેનોનું આજે આયોજન હતું. ગુરૂહરિ પપ્પાજીના ૯૧ થી ૧૦૦ ના અંતિમ દાયકાની એટલે કે ૨૦૦૬ થી ૨૦૧૬ દરમ્યાનનું સ્મૃતિગાન અવનવી રીતે અંતકડી રમાડીને કરાવ્યું હતું. જ્યોતના બહેનોની બે ટીમ પાડી ગુરૂહરિ પપ્પાજીનાં ભજનોની અંતક્ડી રમાડી હતી અને તે ૧૬ બહેનોને પ્રસાદ આપ્યો હતો.

 

પૂ.મધુબેન સી. સુંદર વાર્તા કરી આશીર્વાદ આપ્યા હતા. પૂ.ભારતીબેન મોદી અને પૂ.દિવ્યાબેન પનારાએ ગુરૂહરિ પપ્પાજીની સ્મૃતિનું માહાત્મ્યગાન કર્યું હતું.

 

આમ, દસ દિવસમાં ગુરૂહરિ પપ્પાજીનું આખા જીવન ચરિત્રનું ગાન વિધવિધ રીતે થયું હતું. ગુરૂહરિ પપ્પાજી કહેતા કે, મેં મારા જીવનના પ્રયોગો એટલા માટે લખ્યા છે કે સાધકોને માટે તેવા પ્રસંગે તે કામ લાગે. જીવનદોરી બને રહે. અનુસરી ધન્ય બને.

પરાભક્તિની સૌરભજીવન બની રહે તેવી શતાબ્દી મહાપર્વની પ્રાર્થના.

 

() તા.૧૫//૧૫ પૂ.મુક્તામાસી ભોજાણી (લંડન) અક્ષરધામ નિવાસી થયા.

 

ગુણાતીત જ્યોતનાં વડીલ વ્રતધારી પૂ.મુક્તાબેન ભોજાણી (.૮૬ વર્ષ) તા.૧૫//૧૫ ના રોજ અક્ષરનિવાસી થયાં છે.

પૂ.મુક્તામાસીને .પૂ.બેનનો સંબંધ ખૂબ નાની ઉંમરમાં થયેલો. .પૂ.બેન ભારત જવા માટે જીંજાથી મોમ્બાસા આવે ત્યારે તેમના ઘરે રહેતાં હતાં.

ભોજાણી સાહેબ ધામમાં ગયા પછી .પૂ.બેને આખા ઘરની જવાબદારી લીધી. પછી મુક્તામાસીને લંડન જવાનું થયું. લંડનમાં માસીએ સત્સંગનો જોગ રાખ્યો. ધીમે ધીમે તેમને ગુરૂહરિ પપ્પાજીની ઓળખાણ થઈ.

 

મુક્તામાસી શૂરવીર અને હિંમતવાન હતાં. લેસ્ટર મંડળનાં ચૈતન્ય માધ્યમ તરીકે કાર્ય કર્યું. બધાના પ્રોબ્લેમ સૉલ્વ કરતાં. .પૂ.બેન એમને નિધડકપણે આજ્ઞા આપી શકતાં. ત્યાં ભૂલકું બની રહેતાં. મુક્તામાસીનું ઘર મંદિર હતું. સવારથી સ્વરૂપયોગ, કથાવાર્તા કરતાં. યુવતી મંડળના ભગવાન ભજનારાં બહેનોની શિબિર સભાઓ થતી.

{gallery}images_in_articles//newsletter/2015/Sep/Pujya Muktamasi Mahapuja/{/gallery}

 

લંડનમાં જ્યોત ચાલુ કરી ત્યારે ગુરૂહરિ પપ્પાજીએ ખૂબ પીઢ અને હોંશિયાર એવાં માસીની પસંદગી કરી. જ્યોતનાં બહેનોનાં મા અને બાપ થઈને રહ્યાં. જ્યોતનાં બહેનોનું જતન અને જ્યોતનું રખોપું પણ કર્યું છે. બધાં બહેનો જ્યોતમાં આવી જાય પછી તે પોતાની રૂમમાં જતાં. મહેમાન આવે ત્યારે તેની પણ સરસ રીતે સરભરા કરતાં. માસી જ્યોતમાં સાધક તરીકે રહ્યાં. આદર્શ જીવન જીવ્યાં. બીજી નાની મોટી ઘણી સેવાઓ કરતાં. જ્યોતનું શોપીંગ પણ માસી કરતાં. લંડનના એકોએક રસ્તાના જાણકાર. પધરામણી કે સત્સંગના કામ માટે જવાનું થાય તો મોખરે રહેતાં. નિયમિત મહાપૂજા, સેવા કરતાં. બધા મુક્તોના સુખે સુખી, દુઃખે દુઃખી થઈ ભજન કરતાં. લંડનના સમાજમાં તેમની ખોટ નાના મોટા બધાને લાગશે.

 

મુક્તામાસીએ પોતાના બધા સંતાનોને સત્સંગનો વારસો આપ્યો. ગુરૂહરિ પપ્પાજીને લંડનમાં જ્યોતનું કેન્દ્ર શરૂ કરવા સ્થાનની જરૂર હતી ત્યારે તેમના દીકરીજમાઈ પૂ.કલાબેન અને પૂ.હરીશભાઈએ અહોહોભાવે પોતાનું ઘર અર્પણ કર્યું. તેમના દીકરા પૂ.દિલીપભાઈ ગુરૂહરિ પપ્પાજીના માનસપુત્ર બની ગુણાતીત મિશનમાં પ્રમુખ તરીકે સમગ્ર ઈંગ્લેન્ડ મંડળને આધ્યાત્મિક રીતે માર્ગદર્શન આપે છે. ને પૂ.અરૂણાબેન પણ બહેનોનાં સહ્રદયી સાથી તથા ગૃહસ્થ બહેનોનાં માર્ગદર્શક બનીને કાર્ય કરે છે. એક દીકરી કે જમાઈ પૂ.તરૂબેન, પૂ.મહેન્દ્રભાઈ કેનેડામાં ચૈતન્ય માધ્યમ બનીને સેવા કરે છે. પૂ.રંજુબેન, પૂ.શાંતિભાઈ અને પૂ.ધીરૂભાઈ સત્સંગ પ્રધાન જીવન જીવે છે.

હે માસી ! અમે પણ તમારી જેમ .પૂ.બેન અને .પૂ.પપ્પાજીનું ઋણ અદા કરીએ.

 

આજે તા.૧૫મીએ બહેનોની રાત્રી સભા મુક્તામાસીની પ્રાર્થનાસભા તરીકે રાખી હતી. જેમાં પૂ.સંગીતાબેન વિઠ્ઠલાણી, પૂ.રૂપલબેન જેઠવા, પૂ.ડૉ.મેનકાબેન, પૂ.રમીબેને મુક્તામાસીના અનુભવની વાત કરીને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.

.પૂ.દીદી, .પૂ.દેવીબેને મુક્તામાસીના જીવનની ઝાંખી કરાવીને આશીર્વાદ આપ્યા હતા.

 

તા.. લંડન પૂ.મુક્તામાસી અક્ષરધામ નિવાસી થયાં. ત્યાં પ્રાર્થના સભા તા.૧૮/ ના રોજ રાખી હતી. તથા અગ્નિ સંસ્કાર વિધિ ભજનભક્તિ સાથે શ્રધ્ધાંજલિ રૂપે અર્પણ કરી હતી.

 

વિદ્યાનગર જ્યોતમાં પૂ.મુક્તામાસી નિમિત્તેનું પારાયણપ્રસન્ન પ્રબોધતથાનૈમિષારણ્ય ભાગપુસ્તકનું તા.૨૦,૨૧,૨૨ સપ્ટેમ્બર પંચામૃત હૉલમાં થયું હતું.

 

() તા.૧૭//૧૫ પૂ.યોગીનીબેન શાહ (પવઈ) અક્ષરધામ નિવાસી થયાં.

 

પવઈ અક્ષરધામ મંદિર .પૂ.કાકાશ્રીના આશરે ભગવાન ભજતી કુવારી બહેનોનાં વડીલ સંત બહેન હતાં. હાર્ટની બિમારી ઘણા વર્ષોથી હતી. દેહથી અલિપ્ત ! પ્રાપ્તિની ખુમારીથી સભર ! નિર્દોષબુધ્ધિ અને દિવ્યભાવની દેવી ! એવાં પૂ.યોગીનીબેને ૪૦ વર્ષ એકધારી સાધના કરીને પરમ ભાગવત સંત તરીકેનો આદર્શ પૂરો પાડ્યો છે.

{gallery}images_in_articles//newsletter/2015/Sep/17-09-15P.Yoginiben akshardham gaman/{/gallery}

 

ગુરૂ .પૂ.જ્યોતિબેનનો સમાગમ .પૂ.કાકાશ્રીએ પહેલેથી આપેલો .પૂ.જ્યોતિબેન સાથેની પ્રીતિ પણ નિરાળી હતી. .પૂ.યોગીનીબેનના સમાચાર મળતાં નાદુરસ્ત તબિયત હોવા છતાંય .પૂ.જ્યોતિબેન વિદ્યાનગરથી પવઈ તે રાત્રે પહોંચી ગયાં હતાં. અને સહુનેય .પૂ.કાકાશ્રી, ગુરૂહરિ પપ્પાજી અને .પૂ.બાની સ્મૃતિથી હૈયામાં હામ અનુભવાયા.

 

.પૂ.જ્યોતિબેન, .પૂ.આનંદીદીદી, પૂ.સુમનબેન, પૂ.ડૉ.નિલમબેન અને સર્વે ગુણાતીત સમાજ્ના સંત બહેનોની, સંત ભાઈઓની, ગૃહસ્થ મુક્તોની ઉપસ્થિતિમાં ખૂબ ભક્તિભાવપૂર્વક પૂ.યોગીનીબેનની અંતિમવિધિ થઈ હતી.

 

આખું પખવાડિયુ ખૂબ ભક્તિ સભર રોજ રાત્રે પારાયણ કરી માહાત્મ્યસભર પસાર થયું હતું. અત્રે સર્વે સ્વરૂપોની તબિયત સરસ છે. અત્રેના સર્વે સ્વરૂપો મુક્તો વતી આપ સર્વને ભાવભર્યા જય સ્વામિનારાયણ.

જ્યોત સેવક P.71 ના પ્રણામ સહ જય સ્વામિનારાયણ !