Click here to donate and support the Pappaji Divya Prakash Parva this November

01 to 15 Sep 2018 – Newsletter

સ્વામિશ્રીજી

 

ગુરૂહરિપપ્પાજીનીજય

 

કાકાજીપપ્પાજીબંધુબેલડીશતાબ્દીમહોત્સવનીજય

 

ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો !

 

જય સ્વામિનારાયણ !

 

ઓહોહો ! આ વખતે તો આપણે સપ્ટેમ્બર મહિનાની સ્મૃતિ કરી રહ્યા છીએ. ૧લી સપ્ટેમ્બર એટલે આપણા વહાલા ગુરૂહરિ પપ્પાજીનો

પ્રાગટ્યદિન. ૧લી સપ્ટેમ્બર એ ‘World Peace Day’ તરીકે ઓળખાય છે. એવા ‘World Peace Day’ ના દિને પ્રશાંત સાગર ગુરૂહરિ પપ્પાજીનું પ્રાગટ્ય ગુજરાતમાં બોરસદ ધામે સાંજે ૫.૦૦ વાગ્યે થયું, દર વર્ષે આ દિવસ આપણે સહુ ભેગા મળી વર્ષોથી ઉજવી રહ્યા છીએ. આ વર્ષે પણ ૧૦૩મા પ્રાગટ્યદિનની વિશેષ રીતે ઉજવણી થઈ તેની સ્મૃતિ સ્થળ પ્રમાણે માણીએ.

 

(૧) તા.૧/૯/૧૮

 

* પ્રભુકૃપા

 

ગુરૂહરિ પપ્પાજીનું નિવાસ સ્થાન જે હાલ મંદિર તરીકે રોજ દર્શન કરીએ છીએ. તે પ્રભુકૃપામાં તો દરેક વાર તહેવારે અવનવા સુશોભન થાય છે. ત્યારે આ વખતે તો નવો જ આઈડિયા ને પ્લાન ઍડવાન્સમાં બન્યો. અને તેની તૈયારી કંથારીયા મંદિરે થઈ. શૂન્યમાંથી સર્જન. આબેહૂબ ભવ્ય શંખ અને તેની મધ્યે ગુરૂહરિ પપ્પાજીને સુંદર વાઘાં શણગાર સાથે બિરાજમાન કર્યા. વળી, ઠાકોરજીને અભિષેક કરવાની અદ્દભૂત ગોઠવણ તે શંખ સાથે જોડાયેલી હતી. ઠાકોરજીને અભિષેક કરીએ ત્યારે શંખનાદ ઓટોમેટીક થાય તેવી ગોઠવણ હતી. શંખની પાછળ ગુરૂહરિ પપ્પાજીએ આપેલા મુખ્ય

{gallery}images_in_articles//newsletter/2018/Sept/010918 prabhukrupa darshan{/gallery}

 

બ્રહ્મસૂત્રોનું ડેકોરેશન કર્યું હતું. 

(૧) સંપ, સુહ્રદભાવ, એકતા (૨) અખંડ જપયજ્ઞ કર્યા કરો. (૩) આનંદમાં રહીએ તે સર્વોપરી સાધન. (૪) ભગવાનના ભક્તએ ગરીબપણું રાખવું. (પ) સંબંધવાળામાં મહારાજ જુઓ.

 

અદ્દભુત દર્શન સાથે અભિષેક કરી શંખનાદ કરવાનો લાભ સર્વે ભક્તોએ લીધો હતો. ભક્તોએ દર્શનને પોતાના અંતરમાં અને સનાતન સ્મૃતિ માટે પોતાના મોબાઈલ કેમેરામાં લઈ અન્યને પણ દર્શન લાભ આપ્યો હતો. તમો પણ ‘પ્રભુકૃપા દર્શન’ માં ૧૫ દિવસ સુધી વોટ્સઅપ ગ્રુપમાં હશે તેઓએ આ દર્શન માણ્યાં હશે. 

 

*પ્રભુકૃપામાં અન્નકૂટ ઉત્સવ

 

દર ૧લી સપ્ટેમ્બરે ગુરૂહરિ પપ્પાજીના પ્રાગટ્યપર્વે પ્રભુકૃપામાં શ્રી ઠાકોરજી અને ગુરૂહરિ પપ્પાજી સમક્ષ નાનો અન્નકૂટ ગોઠવાય છે. પ્રાગટ્યના સમયે સાંજે ૫.૦૦ વાગ્યે અન્નકૂટ આરતી થાય છે. આ વખતે પણ સાંજે ૪.૩૦ થી ૫.૩૦ પ્રથમ બહેનોએ પ્રભુકૃપામાં દર્શન-થાળ-આરતી કર્યાં. પ.પૂ.દીદી તથા મોટેરાં સ્વરૂપોના હસ્તે કેક કર્તન કરીને ગુરૂહરિ પપ્પાજીનો બર્થ ડે મનાવ્યો હતો. ત્યાર પછી ૫.૩૦ થી ૬.૧૫ ભાઈઓએ અન્નકૂટ થાળ-આરતી કર્યાં હતાં.

 

સર્વે મુક્તોને અન્નકૂટનો પ્રસાદ પ્રાપ્ત થયો હતો. આજે અન્નકૂટ કેમ ? તો દરેક વ્યક્તિની વર્ષગાંઠ એ એમને માટે નવું વર્ષ કહેવાય ! ગુરૂહરિ પપ્પાજીનું પ્રાગટ્ય એટલે આપણા સહુ માટે નવું વર્ષ ! નવા વર્ષના એવા આનંદના ભાવ સાથે છેલ્લા ૧૨ વર્ષથી પ્રભુકૃપા મંદિરે ગુરૂહરિ પપ્પાજીના નિવાસ સ્થાને અન્નકૂટનો કાર્યક્ર્મ સંપન્ન થાય છે. દિવાળી-નૂતનવર્ષે તો અન્નકૂટ ખરો જ હં…!

{gallery}images_in_articles//newsletter/2018/Sept/01-09-18 PRABHUKRUPA ANNKUT DARSHAN{/gallery}

 

*જ્યોત પપ્પાજી હૉલમાંસુંદર સુશોભનમાં તા.૧,૨ સપ્ટેમ્બર બે દિવસ સમૈયા ઉજવાયા હતા.

 

૧લી સપ્ટેમ્બર એટલે ગુરૂહરિ પપ્પાજીનો પ્રાગટ્યદિન અને પ.પૂ.બેનનો સ્વરૂપાનુભૂતિદિન છે. સમૈયા શનિ-રવિમાં ઉજવવાનું રાખેલું. જેથી ભક્તોને પણ અનુકૂળતા રહે. શનિવારે સવારે ૯.૩૦ થી ૧૨.૩૦ પ.પૂ.બેનનો સમૈયો ઉજવ્યો હતો. 

{gallery}images_in_articles//newsletter/2018/Sept/01-09-18 P.P.BEN SWARUPANUBHUTINDIN PAPPAJI HALL{/gallery}

 

તા.૨/૯/૧૮ રવિવારે સવારે ૯.૩૦ થી ૧૨.૩૦ પ.પૂ.પપ્પાજીનો પ્રાગટ્યદિન ઉજવ્યો હતો. વળી, ૧લીએ સાંજે ૮ થી ૧૦ કીર્તન આરાધનાનો કાર્યક્ર્મ હતો. જે દર મહીને ૧લી તારીખે થાય છે. તે મુજબ આજે ૧લી સપ્ટેમ્બર તેથી વિશેષ રીતે ગુરૂહરિ પપ્પાજીના ભજનો વાજીંત્રો સાથે પહેલાં બહેનોએ અને પછી ભાઈઓએ રમઝટ જમાવી હતી. આ ત્રણેય કાર્યક્રમ ના લાઈવ દર્શન જ્યાં હશો ત્યાં આપ સહુએ વેબસાઈટ પર માણ્યા હશે. તેથી અહીં વિરમું છું. 

{gallery}images_in_articles//newsletter/2018/Sept/02-09-18 P.P.PAPPAJI BIRTHDAY CELEBRATION{/gallery}

 

*શાશ્વત ધામ

 

તા.૩૧/૮ થી તા.૩/૯ સુધી ચાર દિવસ શાશ્વત ધામે ગુરૂહરિ પપ્પાજીના ૧૦૩મા પ્રાગટ્યદિનનું સુંદર ડેકોરેશન પુષ્પોથી શણગારીને કર્યું હતું. જે દર્શન ભક્તોને સુલભ રહ્યાં હતાં.

{gallery}images_in_articles//newsletter/2018/Sept/01-09-18 pappaji tirth dhun pradixina{/gallery}

 

૧લી સપ્ટેમ્બરે ગુરૂહરિ પપ્પાજીના પ્રાગટ્યદિને શાશ્વત ધામે સવારથી ભક્તો દર્શન-પ્રદક્ષિણા માટે આવતા હતા. સાંજે હરિધામના સંતો પણ દર્શનાર્થે પધારેલા. સાંજે ૬.૩૦ થી ૭.૩૦ પ.પૂ.સાહેબજી ૮૦ ભક્તો સાથે શાશ્વત ધામે કીર્તન-ભજન માટે પધારેલા. ખૂબ સરસ લાભ આપ્યો. પપ્પાજી તીર્થના સંતો-ભક્તોએ તેઓને ફરાળી અલ્પાહાર ધરાવ્યો હતો. (શ્રાવણ માસનાં એકટાણાં હોવાથી ફરાળી અલ્પાહાર આપ્યો હતો.)

 

તા.૧લી અને ૨જી સપ્ટેમ્બર શનિ-રવિ સમૈયામાં પધારેલ સર્વે હરિભક્તો સભા સિવાયના સમયે શાશ્વત ધામે પ્રાર્થના-દર્શન-પ્રદક્ષિણાનો લાભ લીધો હતો. 

 

જ્યોતનાં બહેનો દર મહિનાની ૧લીએ પપ્પાજી તીર્થ પર પ્રાર્થના-પ્રદક્ષિણા માટે શાશ્વત ધામે લાભ લે છે. તો આ વખતે સમૈયાને લીધે તા.૩જીએ મંગલ પ્રભાતે શાશ્વત ધામે જઈ ધૂન-ભજન-પ્રાર્થના-પ્રદક્ષિણાનો ૧લી સપ્ટેમ્બર નિમિત્તે આજે લાભ લીધો હતો.

 

૧લી સપ્ટેમ્બરના શુભ દિને જે ભક્તો વિદ્યાનગર પધારી ના શક્યા તેઓએ ઘર-મંદિરે, કુટુંબમાં, મંડળમાં ભેગા મળી કેક કર્તન કરી આનંદ મહિમા ગાનથી સહુએ લાભ લીધો હતો. 

 

લંડન મંડળના મુક્તોએ ભેગા મળી ગુરૂહરિ પપ્પાજીનો પ્રાગટ્યદિન અને પ.પૂ.બેનના સ્વરૂપાનુભૂતિદિનની ઉજવણી હૉલમાં સંયુક્ત સભામાં પ.પૂ.દેવીબેન, પૂ.દિલીપભાઈ ભોજાણી, પૂ.શાંતિભાઈ (અનુપમ મિશન)ના સાંનિધ્યે ભવ્ય રીતે કરી હતી.

{gallery}images_in_articles//newsletter/2018/Sept/1st sept londen mandal Pappaji’s birthdaycelebration{/gallery}

 

અમેરિકામાં મુઠ્ઠીભર ગુરૂહરિ પપ્પાજી પરિવારના ભક્તો ઠેર ઠેર દૂર દૂર રહેવા હોવા છતાંય ગુરૂહરિ પપ્પાજીના પ્રાગટ્ય પર્વની ઉજવણી ભેગા મળી તા.૧૮/૮/૧૮ના પૂ.ગીતાબેન મહેન્દ્રભાઈ શાહના ઘરે કરી હતી. કોન્ટીટી ઓછી પણ નિષ્ઠાની ક્વોલિટી એ પપ્પાજીને મન મુખ્ય છે. તેવા ભક્તો પરદેશમાં દૂર હોવા છતાંય અંતરથી નજીક છે. અરે ! ગુરૂહરિ પપ્પાજી તેઓની સાથે છે. 

{gallery}images_in_articles//newsletter/2018/Sept/1st sept america mandal Pappaji’s birthdaycelebration{/gallery}

 

પ્રભુએ આધુનિક ટેકનોલોજી પણ કેવી સરસ ઉપલબ્ધ કરી છે કે દુનિયામાં જે જ્યાં હોય ત્યાં રહ્યા થકા વિદ્યાનગર પપ્પાજી હૉલમાં ઉજવાતા સમૈયા તે જ સમયે વેબસાઈટ દ્વારા ઘરે બેઠા માણી શકાય છે.

 

મોબાઈલમાં વ્યક્તિગત લાભ લઈ શકે તેવી સુગમતા પ્રભુએ કરી આપી છે. તેથી વિશ્વભરમાં આજે વિશ્વશાંતિ દિનની સાચા અર્થમાં ઉજવણી થઈ હતી. 

બોલો ગુરૂહરિ પપ્પાજીના પ્રાગટ્યદિનની જય જય જય

 

(૨) તા.૩/૯/૧૮ જન્માષ્ટમી

 

આજે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ. સ્વામિનારાયણ મંદિરોમાં પણ આ પર્વની ખૂબ ધામધૂમથી ઉજવણી થાય છે. જ્યોતમાં પણ બહેનોએ રાત્રે ૮.૩૦ થી ૧૦.૦૦ જ્યોત પપ્પાજી હૉલમાં સભા કરી હતી. પ્રભુ પ્રાગટ્યના ભજનો ગાયાં હતાં. ત્યારબાદ સ્વરૂપોએ પ્રભુ પ્રાગટ્ય કરી પ્રભુને પારણે ઝૂલાવ્યા હતા. સ્વરૂપો અને વિદ્યાનગરના ભાભી મંડળે આરતી કરી હતી. ત્યારબાદ પંચાજીરીનો પ્રસાદ લઈ સહુ વિસર્જીત થયાં હતાં.

{gallery}images_in_articles//newsletter/2018/Sept/03-09-18 janmastami{/gallery}

 

(૩) તા.૪/૯/૧૮

 

૧૯૮૨માં ગુરૂહરિ પપ્પાજીએ ૩૦ માળાની આજ્ઞા કરી. ગુરૂહરિ પપ્પાજી કહે, મને પૂછો તો ખરા કેમ ? ને ગુરૂહરિ પપ્પાજીએ ઉત્તર આપ્યો, ૧૯૫૨ થી ૧૯૮૨ એક જોગીના જ થઈને જીવવાનો નિશ્ર્ચય કર્યો. તે વાતને આજે ૩૦ વર્ષ પૂરાં થયા. આ મારી સેવાનું ફળ જે ૩૦ માળા કરે એને મારે આપવું છે. એવો મેં સંકલ્પ કર્યો છે ને જોગીબાપાને મેં કહ્યું છે. 

એ સ્મૃતિ સાથે જ્યોતનાં બધાં જ બહેનોએ રાત્રે ૯ થી ૯.૩૦ જ્યોત પપ્પાજી હૉલમાં સમૂહમાં માળા કરી હતી. અને પુણ્ય ફળની યાચના ગુરૂહરિ ચરણે ધરી હતી. ગુરૂહરિ પપ્પાજી સ્વરૂપ ગુરૂ સ્વરૂપોએ દર ૪થી સપ્ટેમ્બરે માળા કરવાની આજ્ઞા કરી છે.

{gallery}images_in_articles//newsletter/2018/Sept/04-09-18 DHOON PAPPAJI HALL{/gallery}

 

(૪) તા.૫/૯/૧૮ માહાત્મ્ય મહેરામણ મહોત્સવ

 

ગુણાતીત જ્યોતના સંત બહેનો કે જેઓને ૬૦ વર્ષ પૂર્ણ થાય છે. તેવાં બહેનોનો સમૂહ હિરક પર્વ “માહાત્મ્ય મહેરામણ” ના નામે ઉજવાય છે. આવા સમૂહ ઉજવણીના ઉત્સવ છેલ્લા ૩-૪ વર્ષથી જ્યોતમાં બહેનોની સભામાં ઉજવાય છે.

 

જે બહેનોને આ વર્ષે ઈ.સ.૨૦૧૮ના વર્ષ દરમ્યાન ૬૦ વર્ષ પૂર્ણ થાય છે તેવાં ૧૭ બહેનોના માહાત્મ્યગાનનો કાર્યક્ર્મ પપ્પાજી હૉલમાં સ્ટેજ પર તે બહેનોનું સ્વાગત કરી આસનસ્થ કરી પ.પૂ.દીદી, પ.પૂ.દેવીબેન, પ.પૂ.જશુબેનના સંનિધ્યે સાંજે ૪.૩૦ થી ૮.૦૦ ના સમયમાં ઉજવાયો હતો. (૧) પૂ.મંજુબેન ઝાટકીયા (૨) પૂ.ઈન્દિરાબેન ઠક્કર (૩) પૂ.ચેતુબેન પટેલ (૪) પૂ.વર્ષાબેન વજાણી (૫) પૂ.હેમાબેન પટેલ (૬) પૂ.દર્શનાબેન ભટ્ટ્ (૭) પૂ.જયશ્રીબેન આર. પટેલ (૮) પૂ.પ્રતિક્ષાબેન ચિતલીયા (૯) પૂ.જ્યોત્સનાબેન જાની (૧૦) પૂ.જયશ્રીબેન મચ્છર (૧૧) પૂ.સુખદાબેન અગ્રવાલ (૧૨) પૂ.સવિબેન એમ. રતનપરા (૧૩) પૂ.ઉર્મિબેન જેઠવા (૧૪) પૂ.વર્ષાબેન એમ, પટેલ (૧૫) પૂ.ભારતીબેન દવે (૧૬) પૂ.વર્ષાબેન ભટ્ટ્ (૧૭) પૂ.સર્યુબેન પટેલ (લંડન)

 

તે બહેનોને બેજ, હાર (માળા), પુષ્પ કલગી અર્પણ કર્યાં હતાં. અને એક એક બહેનના મહિમાની વાત સદ્દગુરૂ, ગ્રુપનાં બહેન કે ટુકડીનાં બહેનોએ કરી હતી.

 

ઓહોહો ! જ્યાં મહિમાનું ગાન થાય ત્યાં પ્રભુ દિવ્ય દેહે હાજર થઈ જ ગયા હોય ! તેની સાકાર અનુભૂતિ સર્વને આ દિવ્ય વાતાવરણમાં થતી હતી. અરે ! મહિમા ગાનાર (વક્તા) એ લિમીટ સમયમાં તે હીરક બહેનની આખી સાધનાનો નિચોડ વ્યકત કરવાનો હોય ! તેથી વક્તાની સાથે મનોમન શ્રોતા મુક્તો પણ મહિમા સાથે સાથે ગાતા હતા.

 

ગુરૂહરિ પપ્પાજીનું આ પૃથ્વી પરનું કાર્ય તેનું આ પરિણામના દર્શન હતાં. તેથી આજે તો ગુરૂહરિ પપ્પાજીનો વિજયદિન ઉજવાઈ રહ્યો હતો. 

 

સભાના અંતમાં પ.પૂ.દેવીબેનના આશીર્વાદ લીધા હતા. પ.પૂ.દેવીબેને વાત કરી કે, ગુરૂહરિ પપ્પાજી, પ.પૂ.બા, પ.પૂ.બેન આ સભાનું બધું સાંભળીને દર્શન કરીને ખૂબ રાજી થતા હશે. મુક્તોનું વર્તન વાતો કરે છે. ગુરૂહરિ પપ્પાજીનું બ્રહ્મસૂત્ર Speak Less Work More એ પ્રમાણે આ બધા મુક્તો જીવ્યા છે. “નજરૂ સામેના નથી ઐસા તૈસા જીવડા…” બાપા કહેતા, બગાસું ખાતાં મોઢામાં પેંડો પડી ગયો. એમ આપણે કૃપામાં આવી ગયા. ભેગા મળીને મહિમા સમજવો એ પાંચમી ઘાટી છે. આજે આ બધા હીરક તારલાઓનો મહિમા સાંભળ્યો. ગુરૂહરિ પપ્પાજીએ આપણને હીરાની ખાણમાં બેસાડી દીધા. ગુરૂહરિ પપ્પાજીને એ જ પ્રાર્થના તમારા સંબંધમાં જે આવ્યા ને બાપાના વચને તમને બધાને સ્વીકાર્યા,એ બધા ખૂબ મોટા છે. સંબંધે સ્વરૂપ માનવાની વાત ગુરૂહરિ પપ્પાજી કહે છે. ગુરૂહરિ પપ્પાજીની જે ઈચ્છા છે. તે મુજબ પરમ ભાગવત સંત બધાને બનાવી રહ્યા છે. સહુ પોતપોતાના કાર્યક્ષેત્રમાં અક્ષરધામનું સુખ ભોગવે છે.

{gallery}images_in_articles/newsletter/2018/Sept/050918 HIRAK MEHRMAN MAHOTSAV{/gallery}

 

ત્યારબાદ પ.પૂ.દીદીના પણ આશીર્વાદ લઈ આજની આ સભાની પૂર્ણાહુતિ કરી હતી. 

આમ, ગુરૂહરિ પપ્પાજીનો ૧૦૩મો પ્રાગટ્ય પર્વ લઈને આવેલું આ પખવાડીયું ભક્તિસભર પસાર થયું હતું. આજના આ શુભ દિને પૂ.પિયૂષભાઈ પનારાએ આપણા સહુ વતી ગુરૂહરિના ચરણે આશિષ યાચના ધરી હતી. 

 

૧લી સપ્ટેમ્બર એટલે પ્રભુમય રહેવાનો દિવસ. એની જ સ્મૃતિઓમાં રહેવાનો દિવસ. જીવન સાધનામાં દિવ્ય શક્તિઓ મેળવવાનો દિવસ. અને એ માટે પ્રાર્થનાઓ વહાવવાનો દિવસ. તો આવો ! કાલીઘેલી પ્રાર્થના કરી પ્રભુને રીઝવીએ. 

 

“હે વહાલા પપ્પાજી મહારાજ ! આ શરીરમાં પ્રાણ મુકનારા તમે જ છો. આ શરીર અને ઈન્દ્રિય-અંતઃકરણનાં બનાવનાર તમે જ છો. અને સમગ્રમાં શક્તિ સંચાર, રક્ત સંચાર કરનાર પણ આપ જ છો. આખાય તંત્રમાં કોઈ એવી વસ્તુ નથી જે મેં કે અમે બનાવી હોય ! આ સમગ્ર તંત્રમાં જે કાંઈ છે તે બધું જ…બધું જ…આપનું બનાવેલું અને બક્ષેલું છે.

 

વિચારો કે ઉર્મિઓ, પ્રાર્થનાઓ કે સંકલ્પો, નિર્ણયો કે દલીલો. આ બધું હું મારું કે અમે અમારું કઈ રીતે કહી શકીએ ? અરે ! માત્ર આ તંત્ર જ નહીં, આખાય બ્રહ્માંડ…અરે નહીં એટલું જ નહીં પણ અનંત બ્રહ્માંડોના સર્જક આપ જ છો. જે કંઈ દ્રષ્ટિગોચર થાય છે, જે કંઈ અનુભવાય છે તેના સર્જનહાર આપ જ છો. આ પૃથ્વી પરના અનંત પ્રકારના જીવો, પ્રાણીઓ, મનુષ્યો અને તેના ધર્મો તેની વ્યવસ્થાઓ એ તમામના આપ જ સર્જક ને નિયામક છો…સુખ કે દુઃખ જે કાંઈ અનુભવાય છે કે તેનાં સ્પંદન થાય છે, તેના પણ સર્જનહાર આપ જ છો. 

 

નથિંગ…નથિંગ.. અમે તો એ બધાથી મુક્ત છીએ. અક્ષરમુક્તો છીએ. આપની દિવ્ય જ્યોતિ છીએ. જ્યોત છીએ. આપનો પ્રકાશ માત્ર છીએ. આપની સૌરભ માત્ર છીએ. અને તમે આટલું બધું સર્જન કર્યું છે તો હે પ્રભુ ! એ જ્યોત એ પ્રકાશ એ સૌરભ બનવાના અમે સૌ નસીબદાર બન્યા છીએ તો બાકી બચેલા મારા અને અમારા સૌના આયુષ્ય અને તંત્રમાં એટલી જ ધન્યતા, એટલી જ ખુમારી, એટલી જ મસ્તી ભર્યા કરી આપો. એટલી જ આપના ચરણે, આપે જ રચેલી આ પ્રાર્થના ધરીએ છીએ.”

અત્રે સર્વે સ્વરૂપોની તબિયત સરસ છે. અત્રેના સર્વે સ્વરૂપો મુક્તો વતી આપ સર્વને અંતરના ભાવભર્યા જય સ્વામિનારાયણ !

                               

એજ જ્યોત સેવક P.71 ના પ્રણામ સહ જય સ્વામિનારાયણ !