01 to 15 Sept 2016 – Newsletter

સ્વામિશ્રીજી                

 

કાકાજીપપ્પાજી બંધુબેલડી શતાબ્દી મહોત્સવની જય

 

ગુરૂહરિ પપ્પાજી શતાબ્દી મહાપર્વની જય

 

ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો !

 

શતાબ્દી વંદના સહ જય સ્વામિનારાયણ !

 

ઓહોહો ! ગુરૂહરિ પપ્પાજીનો ૧૦૦મો પ્રાગટ્યપર્વ લઈને આવેલ સપ્ટેમ્બર મહિનો તો આપણા માટે ખૂબ ભાગ્યશાળી છે. તો ચાલો, થી ૧૫ સપ્ટેમ્બર દરમ્યાન જ્યોત તથા જ્યોતશાખામાં ઉજવાયેલ સમૈયાઉત્સવની સ્મૃતિ માણીએ.

GKP 0279

 

() તા.//૧૬ ભગિની આનંદ ઉત્સવ

 

૧૯૯૪ની સાલમાં ગુરૂહરિ પપ્પાજીએ સાંકરદા મુકામે ભગિની સંમેલનનું આયોજન કર્યું હતું. તેમાં ગુણાતીત સમાજના બધા કેન્દ્રો હરિધામ, પવઈ, દિલ્હી એમ બધેથી બધી વ્રતધારી બહેનોને સાંકરદા બોલાવ્યા હતા અને આનંદ બ્રહ્મ કરાવ્યો હતો. તે સ્મૃતિ સાથે

 

ગુરૂહરિ પપ્પાજીના શતાબ્દી વર્ષના ઉપક્રમે તા.//૧૬ના રોજ ભગિની સંમેલનનું એક વિશેષ આયોજન ગુણાતીત જ્યોત, વલ્લભ વિદ્યાનગર ખાતે કરવામાં આવ્યું હતું.

 

આનંદ સ્વરૂપ ગુરૂહરિ પપ્પાજીના પ્રાગટ્યતિથી ભાદરવા વદ૬ના દર વર્ષે જ્યોતના બહેનોને (જ્યોતમાં) આનંદ બ્રહ્મ (ફનફેર)નું આયોજન રાખીએ છીએ. આનંદ બ્રહ્મ કમિટિના બધા બહેનો આનંદ કરાવે. વખતે ગુરૂહરિ પપ્પાજીની પ્રસન્નતાર્થે ગુણાતીત સમાજના કેન્દ્રોમાંથી બધા વ્રતધારી બહેનોને બોલાવવા અને આખા દિવસનો સભા અને આનંદ બ્રહ્મનો કાર્યક્ર્મ મોટેરાં સ્વરૂપોના આદેશ મુજબ ગોઠવ્યો હતો. જ્યોતમાંથી ગયેલ પત્રને માન આપી બધા કેન્દ્રોના (મંદિરના) સંત બહેનો વિપરીત સંજોગો હોવા છતાંય વધારે સંખ્યામાં પધાર્યા હતાં. આખા દિવસનું આયોજન હતું.

 

સહુ પ્રથમ બધા બહેનો શાશ્વત ધામે મંગલ પ્રભાતે દર્શન કરીને જ્યોતમાં પધાર્યા. પ્રભુકૃપામાં દર્શન કરીને અલ્પાહાર બાદ સ્વાગતનો કાર્યક્રમ હતો. ગુરૂહરિ પપ્પાજીના સ્વાગત રથ (ગાડી)માં રેલીની રીતે કર્યું હતું. અને ગુરૂહરિ પપ્પાજીને બધા બહેનો નાચતાકૂદતાં સભાખંડમાં સ્ટેજ પર લઈ આવ્યા હતાં.

 

સભાખંડમાં મધ્યમાં શ્રી ઠાકોરજીની સાથે ગુરૂહરિ .પૂ.પપ્પાજી- .પૂ.કાકાજી બિરાજમાન હતાં.

સ્ટેજ પર પ.પૂ.કાકાજી.પૂ.પપ્પાજીની આસપાસ મોટેરાં સ્વરૂપો .પૂ.જ્યોતિબેન, .પૂ.દીદી, .પૂ.દેવીબેન, .પૂ.જશુબેન, .પૂ.પદુબેન અને કેન્દ્રમાંથી પધારેલ વડીલ સ્વરૂપોના રીપ્રેઝન્ટેટીવ તરીકે .પૂ.પ્રેમબેન (હરિધામ), .પૂ.આનંદીદીદી (દિલ્હી), .પૂ.માધુરીબેન (પવઈ) તથા જયશ્રીબેન (સાંકરદા) નું સ્વાગત કરી આસનસ્થ કર્યા.

 

સ્ટેજ પરના બધા સ્વરૂપોને જ્યોતના એક બેન અને દરેક કેન્દ્રમાંથી એક બેન એમ બે બહેનોએ દરેક સ્વરૂપોને કલગી અર્પણ કરી સ્વાગત કર્યું.

કેન્દ્રોમાંથી પધારેલા એક એક બહેનનું જ્યોતના સોના ગ્રુપ અને સેવિકા ગ્રુપના બહેનોએ સ્વાગત બેઝ અને પુષ્પ અર્પણ કરી સ્વાગત કર્યું.

{gallery}images_in_articles//newsletter/2016/Sept/04-09-16 bhagini samelan{/gallery}

 

ગમ્મત સાથે જ્ઞાન ! રમત સાથે સ્મૃતિ ! મળી જાય એવી રમત રમાડી.

બહેનોની બે ટીમ બનાવી અને વારાફરતી તે ટીમને પ્રશ્ન પૂછવાના અને તે ટીમે જવાબ આપવાના. તે ટીમમાં બંને બાજુ પાંચેય કેન્દ્રના એક એક બેન હતાં. હરિધામ, પવઈ, દિલ્હી, સાંકરદા અને જ્યોત. પાંચેય બહેનોએ ભેગા મળી જવાબ આપવાના હતાં. પાંચેય કેન્દ્રના સેવ્ય સ્વરૂપોને ગેમમાં આવરી લીધા હતાં. .પૂ.બાબેન, .પૂ.પપ્પાજી, .પૂ.કાકાજી, .પૂ.હરિપ્રસાદ સ્વામી, .પૂ.ગુરૂજી, .પૂ.અક્ષરવિહારી સ્વામી.

 

બે ટીમ રમતી હતી તેમાં ત્રીજી ટીમ તરીકે ઑડિયન્સ પણ જવાબ આપતું હતું. વિજેતા ટીમને ઈનામ (સ્મૃતિભેટ) અર્પણ કરાયા સાથે. હાર્યો તે જીત્યોએવું ગુરૂહરિ પપ્પાજી.પૂ.કાકાજી કહેતાં. તેથી હારેલી ટીમને પણ સ્મૃતિભેટ અર્પણ થયા. પધારેલ બધા બહેનોને પણ સ્મૃતિભેટ મોટેરાંના વરદ્દ હસ્તે અર્પણ થયા.

 

સભાના અંતમાં રાસગરબાનો કાર્યક્ર્મ રાખેલો. પાંચેય કેન્દ્રના બહેનોએ આજે પપ્પાજી હૉલમાં સાથે રાસગરબા કરીને દિવ્ય આનંદ કર્યો હતો.

બપોરે .૦૦ વાગ્યે મહાપ્રસાદ લીધો. બપોર પછી .૩૦ થી .૦૦ ફનફેર (સ્મૃતિ ગેમ) રાખી હતી. તેનું ઉદ્દઘાટન વડીલ સ્વરૂપોના વરદ્દ હસ્તે થયું.

દરેક રમતનો આધ્યાત્મિક જ્ઞાન ભર્યો મીનીંગ હતો. પણ તેટલું જ્ઞાન વ્યક્ત કરવાનો સમય આનંદ મેળવવામાં નહોતો.

 

૧૦ સ્ટોલ રમતના હતા. રમત રમી વિજેતા બને તેને સ્ટોલ પર ઈનામ (સ્મૃતિ ભેટ) મળતી. અમુક રમત બેબે ની જોડમાં હતી. બેમાંથી એક તો વિજેતા બને . સ્મૃતિભેટ મેળવે . આમ હારે કે જીતે પણ મુક્ત આનંદ હળીમળીને માણતાં હતાં. તો ના રમે તે બહેનો ચોમેર બેસી ગોષ્ટિઆનંદ કરતાં, તો કોઈ રમનાર મુક્તોના દર્શન કરતાં.

 

સાંજે .૦૦ વાગ્યે રમતોત્સવ પૂરો થયા બાદ પૂર્ણાહુતિની સભા પપ્પાજી હૉલમાં થઈ. સ્ટેજ પરના સ્વરૂપોના આશીર્વાદ લીધા. ગમે એટલો આનંદ કરીએ પણ બ્રહ્મજ્ઞાનની વાતો સાંભળ્યા વગર સંતૃપ્ત થવાય. તે અક્ષરમુક્તોનું જીવન છે. આશીર્વાદ સભા અને મહાપ્રસાદ બાદ વિદાયવેળા આવી. બહેનો જાય નહીં વધારે રોકાય તેવું જ્યોતના બહેનોને થતું હતું. છતાંય ભાવના સે કર્તવ્ય બઢતર હૈ ગુરૂહરિ પપ્પાજીના સૂત્ર મુજબ સહુ વિદાય થયા ! પરંતુ આજનો અલૌકિક આનંદ માનસ પટ પર સનાતન રહ્યો. ગુરૂહરિ પપ્પાજી.પૂ.કાકાજીની કૌટુંબિક ભાવના પ્રમાણેનો દિવ્ય આનંદ માણી જાણે ધન્ય થયા. જાણે શતાબ્દી સોપાન ઉજવાયું. એટલું નહીં જોગી વચનો, આપણા પ્લોટમાં બહેનોનું સ્થાન બાંધો ! સત્પુરૂષ ક્યાં અર્દશ્ય થવાના છે ! તમે બે ભાઈઓ ભેગા મળી જે કરશો તેમાં અમો આવી ગયા ! વાતને ૫૧ વર્ષના વહાણા વહી ગયા. તે વર્ષોની યાદગાર સ્મૃતિને વાગોળી જાણે ધન્ય થયા. ઋણ ચૂકવવાની ભાવનાઓ જાગી. બસ જાગૃતિ અખંડ રહે. એટલું નહીં ભાવનાને હાથપગ આવે. વચનોની મશાલ લઈને દિવાદાંડી ભણી દોડતા રહેવાય. ગુરૂહરિ પપ્પાજીના ચરણોમાં પ્રાર્થના.

 

જે સંત બહેનો ના આવી શક્યા તેઓને પણ યાદ કર્યા હતાં. એટલું નહીં પણ જે બહેનો પરદેશમાં રહી સાધના કરે છે. વિચરે છે. તેઓને પણ યાદ કર્યા હતાં.

 

() તા.૧૩//૧૬ જળઝીલણી એકાદશી

 

આજે ખૂબ મોટો દિવસ ! જળઝીલણી એકાદશી. વર્ષાઋતુ પછી નદી, તળાવ, સરોવર છલકાઈ ગયા હોય. ભક્તો ભગવાનને જળવિહાર કરાવે. જ્યોતમાં પણ દિવસ નિમિત્તે વિશેષ આયોજન બ્રહ્મવિહારમાં કરવામાં આવ્યું હતું. બ્રહ્મવિહારની આગળની લોનમાં આર્ટીફીશીયલ તળાવ બનાવી ખૂબ સુંદર ડેકોરેશન કર્યું હતું અને તેમાં નીલકંઠવર્ણીની મૂર્તિ પધરાવી હતી. બધી બહેનોએ ત્યાં અભિષેક કર્યો હતો.

{gallery}images_in_articles//newsletter/2016/Sept/13-09-16 jal jirni ekadashi{/gallery}

 

પૂ.દિવ્યાબેને અક્ષરકુટિરમાં ગુરૂહરિ પપ્પાજીની મૂર્તિને અભિષેક કરવાનું આયોજન કર્યું હતું. બધી બહેનોએ ત્યાં પણ અભિષેક કરવાનો લાભ લીધો હતો અને શ્રીજી મહારાજ અને ગુરૂહરિ પપ્પાજીના ચરણે પોતાના મનોરથ અને પ્રાર્થનાભાવ ધર્યા હતાં.

 

આમ, આખું પખવાડીયું ખૂબ ઓછા આયોજન છતાં ભક્તિસભર પસાર થયું હતું. શતાબ્દી સમૈયાની સેવા ચાલુ થઈ ગઈ છે. સહુ મુક્તો સંપ, સુહ્રદભાવ અને એકતા રાખી પોત પોતાની આવડત મુજબ સેવા કરી રહ્યાં છે. અને ગુરૂહરિ પપ્પાજી રાજી થાય એવું તાન રાખી મંડ્યા છે. અત્રે સર્વે સ્વરૂપોની તબિયત સરસ છે. અત્રેના સર્વે સ્વરૂપો મુક્તો વતી આપ સર્વને ભાવભર્યા જય સ્વામિનારાયણ. રાજી રહેશો.

જ્યોત સેવક P.71 ના પ્રણામ સહ જય સ્વામિનારાયણ !