01 to 15 Sept 2019 – Newsletter

સ્વામિશ્રીજી

 

ગુરૂહરિ પપ્પાજી ની જય

 

વચનામૃત દ્વિશતાબ્દીપર્વ ની જય

 

ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો !

 

જય સ્વામિનારાયણ !

 

ઓહોહો ! આ પખવાડીયું તો ગુરૂહરિ પપ્પાજીનો પ્રાગટ્યદિન લઈને આવેલું છે. જે દુનિયામાં ‘World Peace Day’ (વિશ્વ શાંતિ

દિન) તરીકે મનાવાય છે. ગુરૂહરિ પપ્પાજી આપણને ભગવાન સ્વામિનારાયણ રૂપે મળ્યા. જે આપણા જીવનમાં ફક્ત શાંતિ નહીં પણ સુખ, શાંતિ અને આનંદથી જીવન જીવીએ તેવા આશીર્વાદ હંમેશાં વરસાવ્યા જ કરે છે. આવા વહાલા ગુરૂહરિ પપ્પાજીના પ્રાગટ્યદિનની સાથે સાથે ઉજવાયેલ ઉત્સવો અને ભક્તિના કાર્યક્ર્મોની સ્મૃતિ-ઝલક માણી ધન્ય થઈએ. 

 

તા.૧/૯/૧૯ ગુરૂહરિ પ.પૂ.પપ્પાજીના ૧૦૩મા પ્રાગટ્યદિનની ઉજવણી

 

સવારે ૯.૩૦ થી ૧૨.૦૦ જ્યોત પપ્પાજી હૉલમાં ગુરૂહરિ પપ્પાજીના પ્રાગટ્યદિનની ઉજવણી ખૂબ ભવ્ય અને દિવ્ય રીતે મોટેરાં સ્વરૂપો અને સદ્દગુરૂ સ્વરૂપોના સાંનિધ્યે થઈ હતી.

 

આવાહન શ્ર્લોક બાદ સહુ પ્રથમ સુરત મંડળના યુવકોએ “પપ્પાજીનો સત્કાર કરું પ્રેમે પોકારી..’ એ ભજન ઉપર સ્વાગત નૃત્ય કર્યું હતું. ત્યારબાદ નૃત્યની સાથે સાથે જ નવી વિડીયો D.V.D ‘પ્રત્યક્ષનું યુગકાર્ય’ નું અનાવરણ પ.પૂ.દીદીના વરદ્દ હસ્તે કરાવ્યું  હતું. આ નવી D.V.D ના દર્શન સ્ક્રીન પર ૨૦ મિનિટ માણ્યાં હતાં. ત્યારબાદ બહેનો-ભાઈઓ અને હરિભક્તોએ અનુભવ દર્શન અને માહાત્મ્યગાનમાં લાભ આપ્યો હતો. સદ્દગુરૂ સ્વરૂપોના આશીર્વાદ લીધા હતા. ગુરૂહરિ પપ્પાજીના આશીર્વાદ વિડીયો દર્શન દ્વારા લીધા હતા. 

 

{gallery}images_in_articles//newsletter/2019/Sept/01-09-19 PAPPAJIS BIRTHDAY CELEBRATION{/gallery}

 

પ્રભુકૃપામાં ગુરૂહરિ પપ્પાજીના પ્રાગટ્યદિન નિમિત્તે સાંજે ૫.૦૦ વાગ્યે અન્નકૂટ દર્શન અને આરતીનો લાભ પધારેલ હરિભક્તો અને બહેનોએ લીધો હતો. 

 

{gallery}images_in_articles//newsletter/2019/Sept/01-09-19 PRABHU KRUPA ANNKUT UTSAV{/gallery}

 

રાત્રે ૮.૦૦ થી ૧૦.૦૦ રાબેતા મુજબની કીર્તન આરાધના જ્યોત પપ્પાજી હૉલમાં કરી હતી. આજે કીર્તન આરાધનાની સાથે સાથે બે યુવકોને ગુણાતીત પ્રકાશનું વ્રત આપ્યું હતું. અમદાવાદના પૂ.ગૌરવભાઈ અને સુરતના પૂ.સાગરભાઈ આ બંને ભાઈઓને વ્રત આપ્યું હતું. આ ઉત્સવ પણ ખૂબ ભવ્ય રીતે અને આનંદ સભર ઉજવાયો હતો.

 

{gallery}images_in_articles/newsletter/2019/Sept/01-09-19 KIRTAN AARDHNA PRAKASH BHAIO VART DAHRAN POOJA{/gallery}

 

આજે આખો દિવસ જાણે ગુરૂહરિ પપ્પાજી દિવ્ય રીતે સહુ મુક્તોમાં રહી દર્શન આપી રહ્યા હોય તેવો આનંદ સહુના મુખ પર છવાયેલો જોઈ શકાતો હતો. ગુરૂહરિ પપ્પાજીની હાજરી અનુભવી શકાતી હતી. આ સભાનું શબ્દોમાં વર્ણન કરવું અશક્ય છે. આધુનિક ટેકનોલોજી દ્વારા સવારની સભા અને સાંજની સભાનાં દર્શન આપ સહુએ વેબ સાઈટ પર વિશેષ રૂપે માણ્યા જ હશે. તેથી અહીં

વિરમું છું. 

 

 

* પ્રભુકૃપામાં દર્શન “નિત નવું સંભારણું”

 

આ વખતે પ્રભુકૃપામાં નિતનવુંસંભારણું”  રૂપે એક નવુંજ આયોજન મૂક્યું હતુંતેની પ્રેરણા .પૂ.દીદીએ આપી હતી.પૂ.દીદીને આ પ્રેરણા કેવી રીતેથઈ તે એમણે સ્વહસ્તે લખી છેતે  જોઈએ

 

બહુ વખત પહેલાં મેંવેસ્ટર્ન રેલ્વેના ટાઈમ ટેબલની ચોપડી પાછળ કુનૂરનું નામ વાંચ્યુંમને વિચાર આવ્યો કેગુરૂહરિ પપ્પાજી કુનૂર જાયતોને .પૂ.રામક્રિષ્નસાહેબના મિત્ર .પૂ.ચંદ્રશેખરજીના આગ્રહથી એમને ત્યાં કુનૂર પધાર્યા

 

ક્યારે કહુંગુરૂહરિ પપ્પાજીના અમૃત પર્વ પછી ૧૯૯૧માં સાઉથની યાત્રામાં ૧૯મી નવેમ્બરે કુનૂર પધાર્યા

એની સ્મૃતિ થતી હતી ત્યારે વિચાર્યું કે ગુરૂહરિ પપ્પાજી ક્યા ક્યા ગામમાં ગયા હશેનેમેંગુજરાતી આલ્ફાબેટ પ્રમાણે ગામના નામ લખ્યાંબહુજ નામ થયાંને ગુરૂહરિ પપ્પાજીના એક્સો ને ત્રણમા પ્રાગટ્યોત્સવે સૌને સ્મૃતિ યાત્રા કરાવવા નું નક્કી કરી,૫૧ નામ પસંદ કરી ને પૂ.જીતુકાકા તથા પૂ.હેમંતભાઈ ને આપ્યા. તેઓ એ પૂ.વિજ્ઞાનસ્વામીપૂ.બાબુકાકાપૂ.બિપીનભાઈ ભાવસારપૂ.દિલીપમામા તથા અમદાવાદહાલોલના ભાઈઓ એ સ્મૃતિ યાત્રા પ્રભુકૃપામાં ગોઠવી છેચાલોઆપણે એ યાત્રાના યાત્રિક બનીએબનશું નેનામ છે એનું નિનવુંસંભારણું

 

આ સ્મૃતિની રમતમાં એક ટચ સ્ક્રીન મૂક્યો હતોતેના પર ટચ કરીએ એટલે પ્રશ્ન આવેતેના ત્રણ વિકલ્પ હોયજો સાચો જવાબ હોય તો ગુરૂહરિ પપ્પાજીની હાથ ઉંચો કરેલી અભિનંદન લખેલી મૂર્તિ આવેઅને જો જવાબ ખોટો હોય તો પપ્પાજીની હાથ પાછળ રાખેલી પીઠ દેખાય તેવી મૂર્તિ આવેઆ ટચ સ્ક્રીન સાથે પૃથ્વીનો ગોળો ફરતો જોડેલો હતોજો જવાબ સાચો હોય તો જે સ્થળનું નામ સાચું હોય ત્યાં લાઈટ થાય

 

આમજ્ઞાન સાથે સ્મૃતિ મળે તેવું આ સુંદર અદ્દ્ભુત આયોજન હતુંસાચે જ એક નવું સંભારણું હતું બધા માટે

પ્રેરણામૂર્તિ પ.પૂ.દીદીને અનંત ધન્યવાદ સાથે પાયલાગણ સહ જયસ્વામિનારાયણઅમને સહુને સ્મૃતિ યાત્રામાં તરબોળ કર્યાતેમની પ્રેરણા ઝીલીને સેવા કરનાર નાનામોટા સહુ મુક્તોને ધન્યવાદ સાથે જયસ્વામિનારાયણ!

 

 તા.૬/૯/૧૯ પૂ.સવિતામાસીનું અક્ષરધામ ગમન

 

ગુરૂહરિ પપ્પાજી.પૂ.બેનના અત્યંત લાડીલાં .પૂ.બેન સ્વરૂપ પૂ.સવિતાબા પોપટ

અત્યંત નિષ્ઠાને નિર્દોષ બુધ્ધિએ યુક્ત તેમનું જીવનતે તેમના પરિવાર સાથે આફ્રિકામાં હતાં ત્યાર થી જોગીબાપા અને .પૂ.બેનનો જોગ થયોને અમુક પરિવારને ખૂબ ખૂબ સુખિયા કર્યાસંબંધમાં આવનારને ગુરૂહરિ પપ્પાજી.પૂ.બેન આપી સિધ્ધાંતે જીવ્યા ને સહુને સિધ્ધાંત નું જ ભાથું ભરી દીધું

 

જ્યાં છો ત્યાં એક નિષ્ઠાત્રિકાળમાં યખટપટ અભાવ ભાવ ફેર નહીંગુરૂ ને કદી ઓશિયાળા ન થવું પડેએમનાં જ ચરણ અને શરણ, આવું તો વર્ષોથી જીવન જીવ્યાંએવો ગુરૂહરિ પપ્પાજી.પૂ.બેનનો વિશ્વાસ પ્રાપ્ત કર્યોને ગુરૂહરિ પપ્પાજીએ એક ચૈતન્યમાધ્યમ કેવળ નહીંગુણાતીત જ્યોતનાં સદ્દગુરૂ સ્વરૂપ છેએવો મહિમા સમજાવ્યો કે

આ બધા તો દુકાળમાં કોદરા પૂરવાવાળા મારા ભક્તો છે,એમ કહી ગુણાતીત જ્યોતનો બેજ અર્પણ કર્યોએવા સદ્દગુરૂ સ્વરૂપ સવિતાબાને કોટિ વંદન હોઆજે તો પૂ.વજુભાઈ પોપટને યાદ કરીએસમગ્ર પરિવારનો વારસો બક્ષ્યોજેનાં દર્શન કરી રહ્યા છીએ.

 

હે સવિતાબા !  તમારા જેવી ભક્તિ કરવાનું બળ આપજો.

એવાં પૂ.સવિતાબા ના અક્ષર ધામગમન નિમિત્તે બે દિવસ ગુણાતીત જ્યોતમાં પારાયણ રાખ્યું હતું અને તા૧૦/૯ ના રોજ તેમની ત્રયોદશી નિમિત્તેની મહાપૂજા જ્યોત પપ્પાજી હૉલમાં સદ્દગુરૂ સ્વરૂપોના સાંનિધ્યે પૂ.ઈલેશભાઈએ કરીહતીમહાપૂજામાં યજમાન પદે તેમના દીકરાના દીકરાઓ અને તેમની પુત્રવધૂઓ બેઠાં હતાં. મહાપૂજા બાદ તેમના પૌત્ર પૂ.પ્રદીપભાઈએ પ્રાર્થના સુમન ધર્યાં હતાં. અનુપમ મિશન પરથી પૂ.રતિકાકા અને પૂ.શાંતિભાઈ પધાર્યા હતા. તેઓએ પણ માહાત્મ્યગાન કરી આશીર્વાદ આપ્યા હતા. અંતમાં પ.પૂ.દીદીના આશીર્વાદ લઈ આજની મહાપૂજાની સમાપ્તિ કરી હતી. 

 

{gallery}images_in_articles/newsletter/2019/Sept/06-09-19 SAVITAMASI AKSHARDHAM GAMAN{/gallery}

 

તા.૮/૯/૧૯ પૂ.ગુણવંતભાઈ ઠક્કરનું અક્ષરધામ ગમન

 

વડોદરાના નિવાસી ગુરૂહરિ પ.પૂ.પપ્પાજી અને પ.પૂ.દીદીના નિષ્ઠાવાન હરિભક્ત પૂ.ગુણવંતભાઈ ઠક્કર આજ રોજ અક્ષરધામ નિવાસી થયા. તેમનું આખું કુટુંબ ગુરૂહરિ પપ્પાજી, અને પ.પૂ.દીદીના અસાધારણ હેતે, નિષ્ઠાએયુક્ત જોડાઈને સમર્પણ ભાવથી આખા ગુણાતીત સમાજની સેવા કરી ધન્યતા અનુભવી છે. તેમના દીકરાઓ અને પુત્રવધૂઓને પણ સત્સંગનો, સેવાનો અને સમર્પણથી જીવન જીવવાનો વારસો તેઓ આપી ગયા છે. પૂ.ગુણવંતભાઈને અનંત વંદન સહ શ્રધ્ધાંજલિ સાથે જય સ્વામિનારાયણ !

 

તેમની ત્રયોદશી નિમિત્તે તા.૧૨/૯ના રોજ પૂ.રશ્મિબેન અને કુટુંબીજનો વડૉદરાથી મહાપૂજા કરાવવા માટે આવ્યા હતા. જ્યોત મંદિરમાં સદ્દગુરૂ સ્વરૂપોના સાંનિધ્યે પૂ.ઈલેશભાઈ અને ભાઈઑએ ભક્તિભાવપૂર્વક મહાપૂજા કરી હતી. મહાપૂજા બાદ તેમના પૌત્ર પૂ.પરમભાઈએ માહાત્મ્યસુમન ધર્યાં હતાં. પૂ.ડૉ.નીલમબેને માહાત્મ્યગાનમાં લાભ આપ્યો હતો. પ.પૂ.દીદીના આશીર્વાદ લઈ મહાપૂજાની પૂર્ણાહુતિ કરી હતી. 

{gallery}images_in_articles//newsletter/2019/Sept/08-09-19 GUNVANTBHAI TRYODASHI MAHAPOOJA{/gallery}

 

તા.૯/૯/૧૯ જળ ઝીલણી એકાદશી

 

જોગી મહારાજ શ્રીઠાકોરજી મહારાજને ફરવા લઈ જઈ જલા ભિષેક કરાવી ભક્તોને સ્મૃતિ આપતા.

ગુરૂહરિ પપ્પાજી હંમેશા કહેતા, આપણે જળમાં લીટા પાડવા પણ લોટમાં કે લોખંડમાં લીટાન કરવા. આવું સિધ્ધાંતિક જ્ઞાન પીરસતાં. એક વખત ગુરૂહરિ પપ્પાજીએ જળ ઝીલણી એકાદશીએ આશીર્વાદ આપતાં કહ્યુંકે, આજે જળ ઝીલણી એકાદશી છે તો માહાત્મ્યના મહાધોધમાં જળ ઝીલી અંતરનાં પ્રભુને નવડાવી એ. તે શું? તો બધા બ્રહ્મનિયંત્રિતજ વર્તે છે.  

 

તેમ માની પ્રત્યક્ષની સ્મૃતિએ સહ પળે પળ તેની પ્રસન્નતાર્થે જ કંઈ કરી એ તે જ્ઞાન યજ્ઞ.

 

એમ લીકવીડ ફોર્મમાં રહીએ તો સહુ આકારે સમાઈ જઈએ,એ આપણા માટે દિવ્ય જીવન. પ્રભુ–પ્રભુ સ્વરૂપો એવું જીવવાનું બળ આપે એજ એમના ચરણોમાં પ્રાર્થના.

 

આજે જ્યોત પંચામૃત હૉલમાં પણ આર્ટીફીશયલ તળાવ બનાવી શ્રી ઠાકોરજી મહારાજ અને ગુરૂહરિ પપ્પાજીને જળ વિહાર કરાવ્યો હતો. નીલકંઠવર્ણીની મૂર્તિ મૂકી હતી. તેને જળાભિષેક પણ પધારેલ હરિભક્તો અને મુક્તોએ કર્યો હતો. આરતી કરી આજના આ શુભ ઉત્સવની સમાપ્તિ કરી હતી. 

 

બ્રહ્મવિહારની અક્ષર ડેરીએ પણ ગુરૂહરિ પપ્પાજીની મૂર્તિને જળાભિષેક કરવાનું આયોજન પૂ.દિવ્યાબેને કર્યું હતું. ત્યાં પણ બહેનો અને હરિભક્તોએ પધારી ગુરૂહરિ પપ્પાજીને જળાભિષેક કરી ભક્તિ અદા કરી ધન્યતા અનુભવી હતી. આજે મેઘરાજા પણ સ્વયં આ ઉત્સવમાં પધારી ગયા હતા. 

{gallery}images_in_articles//newsletter/2019/Sept/09-09-19 JALJIRNI EKADASHI{/gallery}

  

 

તા.૧૪-૧૫ સપ્ટેમ્બર અવિભક્ત આત્મા પરમ પ્રિય પ.પૂ.તારાબેન ૯૦ પ્રાગટ્ય પ્રવેશ પર્વ

 

ઈ.સ.૧૯૩૦માં ઋષિપાંચમે તા.૨૭ સપ્ટેમ્બરે ધંધુકા મુકામે પ.પૂ.સોનાબા-પૂ.તુલસીદાસના આંગણે પરમ દૈવી આત્મા પ.પૂ.તારાબેન પ્રગટ્યાં ને પ્રભુની બંસી બની પ્રભુને પોકાર કર્યો ને અલખની વાટે અનેક આત્માઓ પણ પ્રભુ શરણે આવ્યા ને એ સમગ્ર યશ પ.પૂ.આપણા સૌનાય ધ્રુવતારક પ.પૂ.તારાબેનને જાય છે. 

 

ગુરૂહરિ પપ્પાજી કહેતા, મારા સાથીદાર મને પ્રભુના કાર્યમાં કોઈ સાથીદાર તો જોઈએ ને ! એટલે જ શોધી કાઢ્યા સાધુતાની મૂર્તિ, કેવળ પપ્પાજી પપ્પાજી રોમરોમમાં પ્રભુ ને પ્રભુની ભક્તિ. સાધકોના દિલ દિલાવર, એકપક્ષીય પ્રેમ અને જતન. ગુરૂહરિ પપ્પાજીના એ સહુ મારા માની દિલથી સહુને સેવ્યા ને સમજ્યા. ક્યારેય કોઈની પ્રકૃતિ જોઈ નથી ને અભિપ્રાય જ નહીં. 

 

માટે જ સૂર વહી રહ્યા. “કહેશું ગુણગાન ગાઉં તારા ….”

એવાં પ.પૂ.તારાબેનના ચરણે પ્રાર્થના. તારા-જ્યોતિની જ્યોત સદાય જલતી રાખજો. સદાય સાથે જ છો, રહેજો જ…

 

એવાં પ.પૂ.તારાબેનના ૯૦મા પ્રાગટ્ય પર્વ ‘દિવ્યતા પર્વ’ પ્રારંભ નિમિત્તે તા.૧૪મી એ રાત્રે ૮.૩૦ થી ૧૦.૦૦ જ્યોત પપ્પાજી હૉલમાં બહેનોએ પ.પૂ.તારાબેનના ભજનોની કીર્તન આરાધના કરી હતી. ૧૫ મિનિટ વિડીયો દર્શન કર્યું હતું. વિડીયો દ્વારા જ પ.પૂ.તારાબેન અને ગુરૂહરિ પપ્પાજીના આશીર્વાદ લીધા હતા. 

 

તા.૧૫મીએ સવારે ૧૦.૦૦ થી ૧૨.૩૦ પ.પૂ.તારાબેનના માહાત્મ્યગાનની સભા કરી હતી. સહુ પ્રથમ ગુરૂહરિ પપ્પાજીને અને પ.પૂ.તારાબેનને હાર અર્પણ પૂ.ભાવનાબેન મહેતા અને પૂ.નેહલબેન દુબલે કર્યો હતો. ત્યારબાદ માહાત્મ્યગાનમાં પૂ.હરણાબેન દવે, પૂ.ભાવનાબેન મહેતા, પૂ.જ્યોસબેન, પૂ.હર્ષદાબેન વીંછી, પૂ.કલ્પુબેન દવે, પૂ.ઈલાબેન મારડીયાએ લાભ આપ્યો હતો.

 

અંતમાં પ.પૂ.તારાબેને ધ્વનિ મુદ્રિત આશીર્વાદ વરસાવતાં કહ્યું કે, નરતનુધારી ભવ્ય ગુણાતીત સ્વરૂપ ગુરૂહરિ પપ્પાજી છે. એમની મૂર્તિમાં એમની રૂચિ પ્રમાણે જીવીએ તો એમના જેવા સુખી કરી દે. એવો સરસ જોગ આપ્યો છે. આપણે પણ અક્ષરધામની સમાધિમાં રહી શકીએ એવી અપેક્ષા રાખે છે. ગુરૂહરિ પપ્પાજી કહે, હું કોઈ દિવસ મૂંઝાયો નથી. કારણ કે કોઈ દિવસ ભક્તિ વગર કાંઈ કર્યું નથી. આપણે ૨૪ કલાક એમનામાં રહેતા થઈ જઈએ. એમની શું રૂચિ છે એ પ્રમાણે જીવીએ. બધું એકબાજુ મૂકી કોઈનું કંઈ ખૂંચે તો પપ્પા તમે વર્તાવડાવો છો એમ માનીએ. એમણે શું વચન આપ્યું છે એ લઈ મંડવું છે. એવું કરાવી આપે એ જ અંતરની પ્રાર્થના ને આશીર્વાદ. ત્યારબાદ સભાની પૂર્ણાહુતિ કરી હતી. 

 

{gallery}images_in_articles//newsletter/2019/Sept/14-09-19 P.P.TARABEN 90TH BIRTHDAY CELEBRATION{/gallery}

 

આમ, ગુરૂહરિ પપ્પાજીનો પ્રાગટ્ય દિન અને જળઝીલણી જેવા ઉત્સવો લઈને આવેલું આ પખવાડીયું ખૂબ ભક્તિસભર પસાર થયું હતું. અત્રે સર્વે સ્વરૂપોની તબિયત સરસ છે. અત્રેના સર્વે સ્વરૂપો મુક્તો વતી આપ સર્વને અંતરના ભાવભર્યા જય સ્વામિનારાયણ ! રાજી રહેજો !

 

ગુરૂહરિ પપ્પાજીના પ્રાગ્ટ્યના આનંદમાં તેમનો આભાર માની ભજનની કડી ગાઈને વિરમું છું.

 

       પપ્પાજી પ્રાગટ્ય હ્રદયને ગુંજે, વિશ્વ શાંતિ દિન ઉર ઉગે 

                        દેહ પ્રકાશે આતમ દીપે, છલ છલ આનંદ અંતરે

        ધન્ય થયા પ્રભુ ધન્ય થયા, દ્રષ્ટા રૂપે તમે પ્રત્યક્ષ રહ્યાં….

એ જ જ્યોત સેવક P.71 ના પ્રણામ સહ જય સ્વામિનારાયણ !