01 to 15Aug 2016 – Newsletter

સ્વામિશ્રીજી

  

કાકાજીપપ્પાજી બંધુબેલડી શતાબ્દી મહોત્સવની જય

 

ગુરૂહરિ પપ્પાજી શતાબ્દી મહાપર્વની જય

 

ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો,

 

શતાબ્દી વંદના સહ જય સ્વામિનારાયણ !

 

અહીં આપણે તા. થી ૧૫ ઑગષ્ટ દરમ્યાન જ્યોત તથા જ્યોતશાખામાં ઉજવાયેલ સમૈયા ઉત્સવની સ્મૃતિ માણીશું.

 

() તા.//૧૬ કીર્તન આરાધના

 

દર મહિનાની ૧લી તારીખે બહેનો પપ્પાજી તીર્થ પર ધૂન, ભજન, પ્રદક્ષિણા માટે જાય છે. તેમ આજે પણ ગયાં હતાં. અને

ગુરૂહરિના ચરણે પ્રાર્થનાપુષ્પો ધર્યાં હતાં.

 

રાબેતા મુજબ ૧લી તારીખની કીર્તન આરાધના પંચામૃત હૉલમાં સદ્દગુરૂ સ્વરૂપોના સાંનિધ્યે થઈ હતી.

{gallery}images_in_articles//newsletter/2016/Aug/D-1-8-16 Kirtan Aaradhana{/gallery}

 

હીંડોળા પર્વ ચાલી રહ્યો છે. હરિયાળી વનરાજીમાં ભક્તો ભગવાનને હીંડોળે ઝૂલાવે છે. તેવા હીંડોળાની સ્મૃતિનાં ભજનો બહેનોએ ગાયા હતાં. ત્યારબાદ ભાઈઓએ ભજનની રમઝટ બોલાવી સહુને ભક્તિરસમાં તરબોળ કર્યાં હતાં. સભાના અંતમાં ગુરૂહરિ પપ્પાજીનો શતાબ્દી પર્વ સરસ રીતે ઉજવી શકાય તે માટેની ધૂન પૂ.ઈલેશભાઈએ કરાવી હતી.

 

() તા.//૧૬ .પૂ.દીદીનો ૮૧મો પ્રાગટ્ય દિન

 

આજે શ્રાવણ સુદ .પૂ.દીદીના ૮૧મો પ્રાગટ્યદિન નિમિત્તેની સભા પપ્પાજી હૉલમાં થઈ હતી.

 

તેમાં ગુરૂહરિ પપ્પાજીના ધ્વનિમુદ્રિત આશીર્વાદ વહાવતાં કહ્યું કે, સૌથી પહેલાં તો આપણે યોગીજીમહારાજનો આભાર માનીએ તેટલો ઓછો છે. ગુણાતીત જ્યોતની અહીં સ્થાપના કરવાની પ્રેરણા કરી. અને બહેનો માટે બહેનો એવા એકાંતિકો તૈયાર કર્યા. એવાં સોનાબા, બેન, જ્યોતિબેન, તારાબેન, હંસાબેન, દેવીબેન જેવા ગુણાતીત સ્વરૂપો તૈયાર કર્યાં. સંકલ્પપ્રાર્થના કરીને પોતાના જેવા કરીને મૂકે છે. એકાંતિકોનો વેલો ચાલ્યા કરશે. એવી સાચી સાધુતા દીદીએ પ્રાપ્ત કરી લીધી. પોતે સ્વતંત્ર થયાં. તોય દાસત્વ મૂકતાં નથી. ૩૦ સદ્દગુરૂઓ એક થઈને જીવે છે.

 

સૂર્ય બધે પ્રકાશે છે. જોગીબાપા એવા હતા. એમનો સંકલ્પ કામ કરે છે. એમ દીદી સ્વામીનો સંકલ્પ બનીને કામ કરે છે. એવું કામ દીદી પૂરાં ૧૦૦ વર્ષ સુધી કરતા રહે પ્રાર્થના ને આશીર્વાદ.

 

() તા.//૧૬ .પૂ.જ્યોતિબેન અને પૂ.શોભનાબેન પરદેશની ધર્મયાત્રા

 

ભક્તોના ભાવ અને મનોરથ પૂરા કરવા .પૂ.જ્યોતિબેન અને પૂ.શોભનાબેન આજે રાત્રે ૧૦.૩૦ વાગ્યે પરદેશ જવા માટે નીકળ્યાં. પંચામૃત હૉલમાં બહેનોએ બંને સ્વરૂપોને ભાવભીની વિદાય આપી.

 

() તા.//૧૬ બ્રહ્મસ્વરૂપ કૃષ્ણજીઅદા જયંતી

 

આજે મંગલ દર્શનની સભા કૃષ્ણજી અદાની જયંતી નિમિત્તે થઈ હતી.

ગુરૂહરિ પપ્પાજીએ આશીર્વાદ વહાવતાં કહ્યું કે,

અદાનું બ્રહ્મસૂત્રનાને સે હો નાના રહીએ, જેસી નાની દૂબ

                 ઘાસફીસ સબ ઉડ ગયા, દૂબ ખૂબ કી દૂબ

 

નદીના ધસમસતા પ્રવાહમાં આંકડા ને વેલા બધા તણાઈ જાય. અનેદૂબએટલે ધ્રો હોય તે નમી જાય. એમ અહંકાર રહિત થઈએ, નમી દઈએ તો મહારાજ આપણામાં અખંડ રહે. ભગવાનથી વિમુખ ના થઈએ. દિવ્યભાવ, નિર્દોષભાવ રાખીએ એટલે ભગવાનથી સન્મુખ રહેવાય. અદા એવું માહાત્મ્ય સ્વરૂપ પાક્યા.

 

દરેક પોતપોતાના અંગે કરીને સ્વરહિત થવું છે. આંતરિક રાંકભાવ રાખી પોતાનું કરી લઈએ. અત્યારે સુખ, શાંતિ, આનંદથી ભજીએ એવું જોગીમહારાજે કરી આપ્યું છે. હુંસાતૂસી થાય નહીં, સરખામણી થાય નહીં. બધા કરીને આવ્યા છે મારે કરવાનું બાકી છે. અને કરી લઈએ. કર્યા પછી કરવું નથી. એવું જીવવાનું બધાને બળ મળે પ્રાર્થના. એવા ખૂબ સરસ આશીર્વાદ ગુરૂહરિ પપ્પાજીએ આપ્યા હતા.

 

() તા.//૧૬ વાર્ષિક મહાપૂજા દિન

 

ગુરૂહરિ પપ્પાજીએ .પૂ.દીદી પાસે ૬૪ની સાલમાં તારદેવમાં મહાપૂજા શરૂ કરાવી તેને આજે ૫૨ વર્ષ થયાં.

 

પપ્પાજી હૉલમાં ૧૬ બહેનોએ યજમાન પદે બિરાજી મહાપૂજા કરી. અને આખા ગુણાતીત સમાજના સર્વે મુક્તોની નામાવલિ વાંચી પ્રભુચરણે પ્રાર્થનાપુષ્પો ધર્યાં.

 

કોટિ કોટિ નમન કરીએ મહાપૂજાને !  પ્રેરણા કરનાર ગુરૂહરિ પપ્પાજીને ! મહાપૂજા કરનાર પપ્પાજી સ્વરૂપ .પૂ.દીદીને !

 

અખિલ ગુણાતીત સમાજ એનું ફળ પ્રાપ્ત કરી રહ્યો છે.  અને હજુય પ્રાર્થના ને સંકલ્પ વહેતાં રાખે છે. ધન્ય છે  ભક્તિને !

{gallery}images_in_articles//newsletter/2016/Aug/D-8-8-16 Mahapooja{/gallery}

 

પૂ.માયાબેન, પૂ.કલ્પુબેન, પૂ.પ્રસન્નાબેન અને બહેનોને ! આજ પ્રાર્થજો ! શરણે આવેલ સહુ ભક્તોને ખૂબ ખૂબ બળ આપી રક્ષા કરજો. ગુરૂહરિ પપ્પાજીનો સંક્લ્પ આપણામાં સાકાર બને, એવી પ્રાર્થના સહુ  ભક્તો વતી બહેનોએ ગુરૂહરિના ચરણે ધરી હતી.

 

ગુણાતીત પ્રકાશના ભાઈઓએ પણ જ્યોત મંદિરમાં વાર્ષિક મહાપૂજા કરી હતી.

 

() તા.૧૪//૧૬  .પૂ.જ્યોતિબેન પરદેશની ધર્મયાત્રા એથી પધાર્યાં.

 

૧૧ દિવસની પરદેશની ધર્મયાત્રા કરીને .પૂ.જ્યોતિબેન આજે સવારે .૦૦ વાગ્યે પધાર્યા. પપ્પાજી હૉલમાં બહેનોએ તેમનું સ્વાગત કર્યું.

 

.પૂ.જ્યોતિબેને ર્દષ્ટાંત આપી વાત કરી કે, એક શેઠ હતા. તે રોજ મંદિર દર્શન કરવા જાય. ત્યારે પૂજારી આરતી કરતા હોય. તે કહે, “આવો આવો”. પછી બાજુમાં કથાવાર્તા થાય ત્યાં સંતો કહે, શેઠ ! “બેસો બેસોઅને પછી જાય ત્યારે કહે, ભલેજાવ જાવ”. રોજ આવું ચાલે. શેઠને બેસવાનો બહુ ટાઈમ ના હોય એટલે દર્શન કરીને જતા રહે.

 

એક વખત રાત્રે શેઠ સૂતાતા. અને ચોર આવ્યા. અને શેઠ ઉંઘમાં બોલ્યા. આવો આવો, ચોરને થયું કે તો શેઠ જાગે છે. ત્યાં તો પાછા શેઠ બોલ્યા, બેસો બેસો. એટલે ચોર તો અંદર આવીને બેઠા. પાછા શેઠ બોલ્યા જાવ જાવ. ચોર તો ઉઠીને ભાગી ગયા. સવાર થયું. રાત્રે આજુબાજુવાળાએ જોયુ હતું કે ચોર આવ્યા હતા તો ચોરી થઈ હશે. સવારના શેઠને જઈને પૂછ્યું તો કહે, મને ખબર નથી. ઘરમાંથી કશું ગયું નહોતું. મંદિરે જતા ને જે શબ્દો સાંભળ્યા હતા તે યાદ રહી ગયેલા. એટલે એમની રક્ષા થઈ ગઈ.

 

એમ, આપણે અહીં બધા સંપ, સુહ્રદભાવ, એકતાથી જીવે છે. આપણું પૉલી આધ્યાત્મિક સેન્ટર છે. ભગવાન કોઈનામાં રહી દેહભાવ દેખાડે તો ગુણ લઈએ. આવો આવો, બેસો બેસો અંતરથી કહીએ. અને જાવ જાવ આપણા દેહભાવને કહીએ. એવા ખૂબ સરસ આશીર્વાદ .પૂ.જ્યોતિબેને આપ્યા હતા.

 

() તા.૧૫//૧૬ .પૂ.જ્યોતિબેનનો હીરક સાક્ષાત્કાર પર્વ

 

સવારે ૧૦.૩૦ થી .૦૦ પપ્પાજી હૉલમાં .પૂ.જ્યોતિબેનના હીરક સાક્ષાત્કાર પર્વની સભા ખૂબ ભવ્ય અને દિવ્ય રીતે થઈ હતી.

{gallery}images_in_articles//newsletter/2016/Aug/D-15-8-16 P.Jyotiben Hirak sashatkar parva{/gallery}

 

સમૈયાનું વિડીયો ક્લીપ્સ દ્વારા દર્શન આપ વેબસાઈટ પર માણી શકશો. તેથી અહીં વિરમું છું.

આજે વિદ્યાનગર મંડળના ભાભીઓએ હીંડોળાનું ખૂબ સરસ ડેકોરેશન કરી પોતાના ભાવ પ્રભુચરણે ધર્યા હતા. અન્નકોટ પણ કર્યો હતો. અને ત્યારબાદ સભા કરી આરતી કરી હતી.

 

.પૂ.જ્યોતિબેન અને .પૂ.દીદી પણ ભાભીઓનો ભાવ સ્વીકારી આશીર્વાદ આપવા દોડી આવ્યાં હતાં.

 

.પૂ.જ્યોતિબેને આશીર્વાદ આપતાં કહ્યું કે, પપ્પાજી કહેતા કે પોતાના અંતરના ભાવો ખોટો ખર્ચો કરીને નહીં પણ પોતાના ઘરમાં જે હોય તે વસ્તુ લાવીને કરવા. એવી રીતે ભાભીઓએ હીંડોળા કર્યા. મહારાજ પણ માણકી ઘોડી લઈને આજ અક્ષરધામથી દોડી આવ્યા. અક્ષરધામ એટલે શું ? મારું નહીં, તારું નહીં ને આપણું અક્ષરધામ. ગુરૂહરિ પપ્પાજીએ આપણા માટે અહીં અક્ષરધામ ખડું કરી દીધું. દેહને ટેકો આપવા માટે જેમ લાકડીની જરૂર છે, તેમ આત્મા ના પડી જાય માટે જપયજ્ઞ મોટામાં મોટું કમાણીનું સાધન છે. જપયજ્ઞ જેવું બીજું કોઈ સાધન નથી. આપણું જે કંઈ છે. એને ભગવાનને ચરણે ધરાવીએ. એવા ખૂબ સરસ આશીર્વાદ આપ્યા હતા.

{gallery}images_in_articles//newsletter/2016/Aug/D-15-8-16 Bhabhio Hindola{/gallery}

 

.પૂ.દીદીએ પણ આશીર્વાદ આપતાં કહ્યું કે ભાભીઓ પોતાના ગૃહસ્થાશ્રને વફાદાર રહી જીવન જીવે છે. ભીડો વેઠીને ભક્તિ કરે છે. વ્યવહારિક રીતે બધું ગોઠવીને જીવન જીવે છે. આમ, તેમની સેવા અને ભક્તિને બિરદાવી હતી.

 

આમ, આખું પખવાડીયું ભજનભક્તિના આયોજન સાથે પસાર થયું હતું. અત્રે સર્વે સ્વરૂપોની તબિયત સરસ છે. અત્રેના સર્વે સ્વરૂપો મુક્તો વતી આપ સર્વને ભાવભર્યા જય સ્વામિનારાયણ.

જ્યોત સેવક P.71ના પ્રણામ સહ જય સ્વામિનારાયણ !