Click here to donate and support the Pappaji Divya Prakash Parva this November

01 to 29 Feb 2016 – Newsletter

                            સ્વામિશ્રીજી                     

 

કાકાજીપપ્પાજી બંધુબેલડી શતાબ્દી મહોત્સવની જય

 

ગુરૂહરિ પપ્પાજી શતાબ્દી મહાપર્વની જય જય જય

 

ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તોજય સ્વામિનારાયણ !

 

આજે અહીં આપણે ફેબ્રુઆરી મહિના દરમ્યાન જ્યોતજ્યોત શાખા મંદિરમાં ઉજવાયેલ સમૈયાની સ્મૃતિ માણીશું.

 

() તા.//૧૬ સોમવાર

 

દર ૧લીએ ગુરૂહરિ પપ્પાજીની સ્મૃતિસહ કીર્તન આરાધના રાત્રે  થી .૩૦ હોય છે, તેમ આજે પણ પપ્પાજી હૉલમાં સભા થઈ હતી. તેમાં વિશેષમાં આવલીકાલે વહેલી સવારે કચ્છ યાત્રામાં જનાર ભાઈઓભાભીઓ પણ હાજર હતા. તેથી તેઓને અનુલક્ષીને વડીલ સ્વરૂપોએ આશીર્વાદ આપ્યા હતાં.

.પૂ.જ્યોતિબેન મુંબઈ હતાં. તેઓ પણ આશીર્વાદ આપીને ગયેલાં તે ધ્વનિ મુદ્રિત લીધા.

.પૂ.દેવીબેન, .પૂ.દીદી, પૂ.દયાબેન, પૂ.શોભનાબેન વગેરે સ્વરૂપોએ આશિષ લાભ આપ્યો. તેના સારરૂપ

 

ગુરૂહરિ પપ્પાજીના શતાબ્દી વર્ષે કચ્છની યાત્રાનું આયોજન થયું. યાત્રાનું નામશતાબ્દી કચ્છયાત્રાછે. કચ્છની ભૂમિ મહારાજની છે. કચ્છની યાત્રામાં જે આયોજકો લઈને જાય છે, તેઓ સ્મૃતિ કરાવશે. ગુરૂહરિ પપ્પાજી પોતે પણ ક્ચ્છ પધારેલા છે. પ્રસાદીના સ્થાનોમાં મનમૂકીને દર્શન કરજો. ઓહોહોભાવ રાખજો. શ્રીજીમહારાજે જે હેતુસર પૃથ્વીપર જન્મ ધર્યો કે પોતાને બ્રહ્મરૂપ માનો જ્ઞાન આપણે પચાવવાનું છે. યાત્રામાં આપણે ભક્તો સાથે જઈએ છીએ. સગાવહાલાં સાથે જઈએ અને આવા અક્ષરમુક્તો સાથે જઈએ તેમાં બહુ ફરક છે. શાંતિથી દર્શન કરી સ્મૃતિ હૈયાની ડાયરીમાં લખી લેજો. બધામાં મહારાજ જોજો. અને ખૂબ આનંદ કરજો. બસમાં પહેલા રોજ ૧૫ મિનિટ ધૂન કરી લેજો. અહીંથી આપને રક્ષાની નાડાછડી, પ્રસાદીનું જળ મળ્યું. માહાત્મ્યસભર રહેવું. આપણને આપણું મન છેતરી ના જાય. પળેપળ સનાતન બનાવવી છે. યાત્રામાં ગુરૂહરિ પપ્પાજી તમારી સાથે છે. બધા સાજાસમા યાત્રા કરીને આત્માનું ભાથું બાંધીને આવજો. વગેરે પ્રાર્થના રૂડા આશીર્વાદ યાત્રિક ભક્તોને આપ્યા હતાં.

 

મુંબઈમાં આનંદગ્રુપના બહેનો આજે તારદેવ સ્મૃતિ સ્થાનના દર્શને ગયા હતાં. તારદેવ સ્મૃતિ સ્થાનને પવઈના મુક્તોએ યથાવત અને લાઈવ રાખ્યું છે. ગુણાતીત સમાજની ગંગોત્રી અને અક્ષરધામનું તખત એવી ભૂમિએ તો પાયાના સ્વરૂપોમાંના ત્રણ સ્વરૂપો .પૂ.જ્યોતિબેન, .પૂ.દીદી, .પૂ.દેવીબેન ૮૪ પગથિયાં ચઢીને ઉપર અગાઉ પહોંચી ગયા. બહેનો કરતાંય વધુ ઉમંગ સ્વરૂપોને હતો. બે કલાક સતત સીટીંગરૂમમાં બેસીને બહેનોને સ્થાનની સ્મૃતિની વાતો કરી. અને પછી બધે ફરી રસોડું, .પૂ.કાકાજીની રૂમ, ગુરૂહરિ પપ્પાજીની રૂમ, ફોનવાળી રૂમ, લોબી, રસોડું, અગાસી, બાના નિવાસ, નીચે ગેલેરી બધે જઈને ઝીણી ઝીણી સ્મૃતિ કરાવી. .પૂ.બાના નિવાસની નીચે ચોકમાં મંડપ બાંધી મહાપ્રસાદની સુંદર વ્યવસ્થા બહેનો માટે પવઈના ભાઈઓએ કરી હતી. ત્યાં મહાપ્રસાદ લીધો. ખૂબ ભાથું સ્મૃતિનું પ્રાપ્ત થયું હતું.

 

() તા.//૧૬ .પૂ.કાકાશ્રીનો સાક્ષાત્કાર દિન

 

ગુણાતીત સમાજ માટે આજનો દિવસ ખૂબ ભવ્ય ક્રાંતિકારી દિવસ છે. આજે ગુણાતીત સમાજના દરેક કેન્દ્રો પર .પૂ.કાકાજીના સાક્ષાત્કારદિનનો ઉત્સવ મનાવે છે. જ્યોતમાં પણ આજે .પૂ.કાકાશ્રીના સાક્ષાત્કારદિન નિમિત્તે સભા થઈ હતી. જેમાં ગુરૂહરિ પપ્પાજીના આશીર્વાદ ધ્વનિમુદ્રિત લીધા હતાં. “કાકાજી હંમેશા તેમની પાસે બળિયોઝળિયો જીવ આવે તેને પહેલા ધૂન્ય કરાવે. પછી તેને શબ્દોથી સાંત્વન આપે. જબરજસ્ત ધૂન્યનું સ્વરૂપ કાકાજી છે. વિષે ગુરૂહરિ પપ્પાજીએ વિગતે વાત કરીને આશીર્વાદ આપ્યા હતાં.

{gallery}images_in_articles//newsletter/2016/Feb/03-02-16 P.P.kakashri pragtyadin behno dixadin/{/gallery}

 

.પૂ.કાકાશ્રીની આશીર્વાદ પણ ધ્વનિમુદ્રિત લીધા હતાં. ભિન્ન અંગવાળાની મૈત્રી રાખો. એનો સંગ રાખો તો તમે સુખ, શાંતિ, આનંદથી જીવી શકશો. યોગીજી મહારાજ જેવું સંબંધનુ માહાત્મ્ય સમજીએ.

પ્રાસંગિક માહાત્મ્યગાન .પૂ.જશુબેને કર્યું હતું. કાકાજીપપ્પાજી શતાબ્દી વર્ષ ચાલી રહ્યું છે. આપણે બધા ખૂબ ખૂબ નસીબદાર છીએ. ભીડો વેઠ્યો સ્વરૂપોએ અને આપણને સુખ લેતા કર્યાં. શાસ્ત્રીજી મહારાજને મંદિરો બાંધવા માટે પૈસાની જરૂર હતી તે તકની સેવા કાકાજીપપ્પાજીબાએ કરી લીધી. સર્વસ્વનું સમર્પણ કર્યું. એટલું નહી પણ પ્રત્યક્ષ સ્વરૂપે યોગીજી મહારાજને ઓળખાવ્યા. સંસ્થાના પાયાના સ્વરૂપો કાકાજીપપ્પાજીબા છે. એમની શાન આપણે છીએ. સ્વરૂપોએ પોતાનું સમગ્ર અસ્તિત્વ વિલિન કરી દીધું. એક રાજમાર્ગ ગુણાતીત ભાવને પામવાનો ખુલ્લો મૂકી દીધો. કાકાજીપપ્પાજી અને સોનાબા સત્સંગ સમાજ માટે ખપી ગયા. ખોવાઈ ગયા.

 

પૂ.મધુબેન સી. પ્રાસંગિક માહાત્મ્ય ગોષ્ટીમાં કાકાજીના જીવન પ્રસંગની વાતો કરી હતી. શાસ્ત્રીજી મહારાજ સાથે હતા. ઘોડાગાડીવાળાએ ૧૨ આના માંગ્યા. શાસ્ત્રીજી મહારાજ કહે, ૧૦ આના આપીશું. બહુ રકઝક ચાલી. કાકાજી શાસ્ત્રીજી મહારાજને ભગવાનનું સ્વરૂપ માનતાતા. દિવ્યભાવે નિહાળતા હતા. કાકાશ્રી જ્યારે જ્યારે અમદાવાદ પધારતા ત્યારે પૂ.મધુબા ભટ્ટને ઘરે ઉતરે. કાકાજી જાય ત્યારે સાથે ટિફિન ભરી આપતા. તે ટિફિન ખાલી કરી યાદ રાખી કાકાજી પરત કરતા. ૧૯૮૬માં કાકાજી અમદાવાદ પધાર્યા. ત્યારે પણ ટિફીન ભરી આપ્યું. જેમને ભવિષ્યનું દર્શન છે તેવા કાકાજી મધુબાને કહે, “હવે ટિફિન પાછું પહોંચાડવા નહીં આવું. અને કાકાજી ૧૯૮૬માં સ્વધામ સિધાવ્યા.

 

નંદાજીને શાસ્ત્રીજી મહારાજ સાથે પ્રિતી હતી. શાસ્ત્રીજી મહારાજ સ્વધામ સિધાવ્યા. યોગીજી મહારાજને નંદાજીની જવાબદારી સોંપેલી. સાબરકાંઠામાં ચૂંટણી થવાની હતી. તેમાં નંદાજી ઉમેદવાર તરીકે ઊભા રહેવાના હતા. તે વખતે એગ્રીની ઑફિસનું કામ ધમધોકાર ચાલતુંતું. એવા સંજોગોમાં યોગીજી મહારાજે કાકાશ્રીને કહેવડાવ્યું કે તમે બે મહીના માટે સાબરકાંઠા આવી જાવ. અહીં ચૂંટણી થવાની છે. તેમાં તમારી જરૂર છે. ધંધાની ચિંતા કાકાએ યોગીજી મહારાજ ઉપર છોડી દીધી. અને ત્રણ ગાડીઓ લઈને કાકાજી નીકળી પડ્યા. ચૂંટણીમાં નંદાજીને જીતાડ્યા. યોગીજી મહારાજે પ્રસન્નતાથી કાકાજીને ગોંડલ મંદિરે સાક્ષાત્કાર કરાવ્યો. જ્યોતમાં રીતે કાકાશ્રીના જીવનની ગોષ્ટી થઈ. જેની નાના નવા સાધકોને ખબર પણ ના હોય. તે સાંભળી સહુએ ધન્યતા અનુભવી હતી.

 

પવઈ મંદિરે આજે .પૂ.કાકાશ્રીના સાક્ષાત્કારદિનની ઉજવણી ભવ્ય રીતે થઈ. તેની સ્મૃતિ માણીએ.

આજે પવઈ અક્ષરધામ મંદિરનો પાટોત્સવ હતો. વહેલી સવારે પાટોત્સવની પૂજાવિધિ થઈ હતી.

.પૂ.કાકાશ્રીના સાક્ષાત્કારદિને આજે તેઓના કાર્યના ભાગરૂપે ખરા અર્થમાં ઉજવણી થઈ હતી. પવઈ મંદિરે (પ્રશાંત મંદિરે) .પૂ.કાકાશ્રીના આશ્રયે રહી, વર્ષોથી એક નિષ્ઠા રાખી ભગવાન ભજી રહી છે, તેવી બહેનોને ભગવા વસ્ત્રો આપવાની પ્રેરણા .પો.જ્યોતિબેનને થઈ હતી. ચાર મહિના ભજન કર્યું. અંતરમાં થયા કરતું હતું કે યોગીબાપાએ ભજનારા બહેનો માટે ભગવો રંગ પસંદ કરેલો છે તો બહેનોને ભગવા આપીએ તો ? ભજન બાદ તેઓએ .પૂ.કાકાશ્રી સ્વરૂપ ભરતભાઈ જવાબદાર છે. તેમને વાત કરી તથા ભિન્ન અંગવાળા સાથી સ્વરૂપ .પૂ.દીદીને વાત કરી. .પૂ.દીદીએ તરત તે વાત વધાવી લીધી. પૂ.ભરતભાઈએ પણહાપાડી. ખરેખર બે હાથ જોડીતમે કહો તેમકરવાની સાધના કરી છે. તેવા બહેનોની તો હા હોય . આમ, પ્રભુની પ્રેરણા હતી. પ્રભુનું કાર્ય હતું તો સોનામાં સુગંધ ભળે તેવું થયું. આજે ચારેય પાખાળા ગુણાતીત સમાજના સ્વરૂપોમુક્તોની મેદની જામી હતી. ખૂબ ભવ્ય ડૅકોરેશન અક્ષરધામ મંદિરના પ્રાંગણમાં પૂ.ઘનશ્યામભાઈ અમીન અને મુક્તોએ ઘૂમટ અને સ્વામિનારાયણ મંદિર જેવું ભવ્ય મંદિર બનાવી, તેમાં સ્ટેજ બનાવ્યું હતું. અને .પૂ.કાકાશ્રી.પૂ.પપ્પાજીની બેઠેલી ફૂલસાઈઝની મૂર્તિ શ્રી ઠાકોરજી અને સ્વરૂપોની મધ્યે પધરાવી હતી. અલૌકિક દર્શન હતું. તેમાં આજના કાર્યક્ર્મમાં સવારસાંજ બે મહાપૂજા કરી હતી બહેનો કે જેઓને કાષાંબર વસ્ત્રો આપવાના હતાં તેઓને સવારની પૂ.વશીભાઈની રોજની મહાપૂજા બાદ ભગવા વસ્ત્રો ઓઢાડવાનો કાર્યક્ર્મ હતો. ઓહોહો ! પૂ.વશીભાઈ અને ભાઈઓએ મહાપૂજા કરી છે. હ્રદયના ઊંડાણથી અને ભાવથી ભક્તો માટે સુહ્રદ પ્રાર્થના સાથે મહાપૂજા થઈ. તે દર્શનથી સર્વે મૂર્તિમાં લીન થયા. મહાપૂજા બાદ બહેનોને ભગવા સાડલા ઓઢાડવાનો કાર્યક્ર્મ પણ .પૂ.જ્યોતિબેન, .પૂ.દીદી, .પૂ.દેવીબેન, .પૂ.પ્રેમબેન વગેરે બહેન સ્વરૂપોના કરકમળ દ્વારા સંપન્ન થયો. નંબર અપાયા. બહેનોના નવના આંકની ઘણીક સ્મૃતિઓ થઈ હતી.

 

સાંજે .૩૦ થી મુખ્ય કાર્યક્ર્મ વ્રતધારણનો હતો.

યુવતી મંડળની બહેનોએ .પૂ.જ્યોતિબેન, .પૂ.દીદી, .પૂ.દેવીબેન, .પૂ.પ્રેમબેન વગેરે સ્વરૂપો તથા વ્રત લેનાર બહેનોનું સ્વાગત ખૂબ ભવ્ય રીતે જુદી રીતે ડાન્સ સાથે કર્યું હતું. સ્ટેજ પર તેઓ બિરાજમાન થયા. તે બહેનોના માતાપિતા અથવા ભાઈભાભી સ્ટેજની નજીક અલગ સંકલ્પ કરાવવા માટે બેસાડેલા હતા.

 

પૂ.કલ્પુબેન દવે અને બહેનોએ ખૂબ દિવ્ય મહાપૂજા કરી. ત્યારબાદ .પૂ.દીદીએ સંકલ્પ કરાવ્યા. વ્રત લેનાર બહેનોને, તે બહેનોના માતાપિતાને તથા વ્રત લેનાર બહેનોના જવાબદાર સદ્દગુરૂ તરીકે .પૂ.જ્યોતિબેને સંકલ્પ કર્યો. તે બહેનોને સ્વરૂપોના હસ્તે પુષ્પ, પૂજા, કંઠી, માળા, બેજ વગેરે અર્પણ થયાં. પ્રાસંગિક આશીર્વાદ સ્વરૂપોના લીધા હતાં. આખું વાતાવરણ દિવ્ય દિવ્ય થઈ ગયું હતું. જાણે સ્વામિનારાયણ ભગવાન .પૂ.કાકાજી.પૂ.પપ્પાજી અહીં હાજરાહજૂર હોય તેવી દિવ્યતાની મહેંક અનુભવાતી હતી. આજે એક નવી વાત સાંભળવા મળી. ૨૯ વર્ષ પહેલાં ૧૯૮૬માં .પૂ.કાકાજીએ બહેનોને ભગવા વસ્ત્રો આપવાની ઈચ્છા વ્યક્ત કરેલી. અને પછી તો તે વાત કાર્યરત બને તે પહેલાં .પૂ.કાકાશ્રીએ દેહત્યાગ કર્યો. આજે ૩૦ વર્ષે .પૂ.જ્યોતિબેનને પ્રેરણા થઈ. અને જે રીતે કાર્ય થયું. તેમાં સુહ્રદભાવનું દર્શન થયું. મૈત્રીભાવની પ્રેરણા મળી. વ્રત લેનાર બહેનોને અનંત ધન્યવાદ ! .પૂ.કાકાજીની જગ્યાએ કાર્યભાર સંભાળનાર .પૂ.ભરતભાઈ, .પૂ.વશીભાઈ, .પૂ.દિનકરભાઈ, .પૂ.ઘનશ્યામભાઈ, પૂ.બાપુ વગેરે ભાઈઓને પણ કોટી વંદન ! જય સ્વામિનારાયણ !

 

() તા.//૧૬ આનંદગ્રુપના બહેનોની સ્વાગત સભા

 

મુંબઈથી યાત્રા કરીને આવેલ આનંદગ્રુપના બહેનોનું આજે રાત્રે જ્યોત પંચામૃત હૉલમાં ભવ્ય સ્વાગત થયું. પ્રભુકૃપામાં દર્શન કરી યાત્રા સમાપ્ત થઈ. જ્યોતમાં સ્વાગત સભા થઈ. પૂ.ઈલાબેન દવે અને પૂ.મનીબેને ટૂંકમાં યાત્રાનોસમૈયાનો અહેવાલ આપ્યો. યાત્રા નહીં પણ સમૈયો અને શિબિર અઠવાડીયામાં ત્રણેય ઉત્સવ થયા હોય તેવો દિવ્ય આનંદ અનુભવાયો હતો.

{gallery}images_in_articles//newsletter/2016/Feb/04-02-16 anandgroup milan sabha/{/gallery}

 

તા./૨ના .પૂ.જ્યોતિબેન મુંબઈથી જ્યોતમાં પધાર્યા. તેઓની સ્વાગત સભા થઈ. તેમાં .પૂ.જ્યોતિબેને યાત્રા દરમ્યાન જેમણે ખૂબ સેવા કરી તેઓનું માહાત્મ્યગાન કર્યું. અને આખા મુંબઈ મંડળ વતી પૂ.વૈભવીબેન મોઢ ને હાર પહેરાવી પ્રસન્નતા દાખવી હતી. તથા ખૂબ સરસ કથાવાર્તા ગોષ્ટી રૂપે કરી સર્વને જ્ઞાનની ભંભલી ભરી આપી હતી. તે ગોષ્ટિનો સાર

 

.પૂ.જ્યોતિબેને કહ્યું, ગુરૂહરિ પપ્પાજીનું ઋણ ચૂકવવાનો અત્યારે સમય મળ્યો છે. ૩જી ફેબ્રુઆરીએ પવઈના બહેનોને વ્રત આપ્યું. કાકાજીપપ્પાજીબાએ કેવા પાતાળે પાયા નાખ્યા છે. તો આજે ઈમારતના દર્શન થયાં. જે જ્યાં છીએ ત્યાં અક્ષરધામ ઊભું કરવાનું છે. જે હેતુ (ધ્યેય) લીધું છે તેને પાર પાડવું છે. તેનું સાધન છે માહાત્મ્યેયુક્ત સેવા, માહાત્મ્યેયુક્ત સમાગમ અને માહાત્મ્યેયુક્ત સ્મૃતિ. શાસ્ત્રીજી મહારાજે એક વખત પ્રસન્નતાથી કાંતિભાઈને ઘઉં અને ચોખા આપ્યાતા ને કહ્યું કે, લે, કાંતિ તારા ઘરે લઈ જા. ઘઉંમા ઘઉં નાખજે અને ચોખામાં ચોખા નાખજે. તમારો ભંડાર ભરેલો રહેશે. ક્યારેય નહીં ખૂટે. હજી સુધી ક્યારેય ભંડાર ખૂટ્યો નથી. આપણે પ્રત્યક્ષ સત્પુરૂષની અંતરની પ્રસન્નતા પ્રાપ્ત કરી લેવી કરવાનું છે.

 

() તા./૨ના .પૂ.દેવીબેન અને તા.૧૧/૨ના .પૂ.દીદી મુંબઈથી વિદ્યાનગર  પધાર્યા. તે વખતે પણ બહેનોએ પંચામૃત હૉલમાં સ્વાગત સભા કરી હતીઅને તે દરેક વખતે સ્વાગત ભજન ગવાયું હતું. તે ભજન સાથે છે.

{gallery}images_in_articles//newsletter/2016/Feb/06-02-16 p.p.didi and p.p.deviben/{/gallery}

 

 

આનંદગ્રુપની સ્મૃતિયાત્રા સ્વાગતે

(રાગઆવો બચ્ચો તુમ્હે દિખાયે….)

આવો આવો સ્વાગત કરીએ, આવો આનંદ મંડળી

સહજાનંદી પપ્પાજીની કૃપા આનંદે માણી

સ્વાગત અંતરથી….જયઘોષ હ્રદયથી….()

બોલો ગુરૂહરિ પપ્પાજી મહારાજની જય

કાકાજીપપ્પાજી બંધુબેલડી શતાબ્દી મહોત્સવની જય

ગુરૂહરિ પપ્પાજી શતાબ્દી મહાપર્વની જય

ગુરૂહરિ પપ્પાજી શતાબ્દી સ્મૃતિયાત્રાની જય જય જય

પપ્પાજીની અનુવૃત્તિ ઝીલનારાને વંદન કોટી

કાકાપપ્પા બંધુબેલડી, શતાબ્દી ભગવા રંગે રંગી

નિમિત્ત સર્જી મહા અમૂલી, દર્શન યાત્રા આરંભી

સુખડાં દેનારા સ્વરૂપો, પરાભક્તિએ તત્પર થઈ

કહે, હૈયા થાયે ફાટું ફાટું આનંદ દર્શનથી

                  જય જય પપ્પાજી…..જય જય જ્યોતિજી

જય જય દીદીજી….જય જય દેવીજી

બોલો ગુણાતીત જ્યોતના જ્યોતિર્ધરોની જય જય જય

માહાત્મ્યસભર મુંબઈ મંડળની સેવા, સરભરા નોંખી

યાત્રાળુના આયોજકોની ભક્તિ સેવક ભાવની

પ્રાણ પિયુના સ્મૃતિ પિયૂષ, પરથમ અહીંથી પીરસી

                  તનમન આત્મા ભર્યા કરી, ઉપડી આનંદ મંડળી

ધન્ય ધન્ય અવસરને, માણે સહુ આનંદથી

જય જય પપ્પાજી…..જય મની મંડળી

જય સ્વરૂપોની….મુંબઈ મંડળની

બોલો પપ્પાજી શતાબ્દી સ્મૃતિયાત્રા આયોજકોની જય જય જય

સ્મૃતિ સ્થાને દર્શન કરી, તનમને સ્ફૂર્તિ ધારી

શિબિર સ્થાને સંકલ્પ માણી, આત્માએ પ્રિતી માણી

                  ભક્તોના ઘર મંદિરે જઈ, ભક્તિ સૌની સ્વીકારી

અવનવા અનુભવોની કરી કમાણી અંતર મહીં

અહીંયા તહીંયા સહુ ભીંજાયા, સ્મૃતિ અમૃતની હેલી

જય જય પપ્પાજી….સ્વરૂપો, મુક્તોની

જય આનંદ મંડળી, સ્વાગત હ્રદયથી….

આવો આવો સ્વાગત

 

() તા.૧૧//૧૬ પૂ.સવિતાબેન પટેલ (નડિયાદ) અક્ષરધામ નિવાસી થયા.

 

સ્વામિનારાયણની, ગુરૂહરિ પપ્પાજીની નિષ્ઠાએયુક્ત ૮૨ વર્ષની સુદીર્ધ જીવનયાત્રા પૂર્ણ કરી મહા સુદ ત્રીજ તા.૧૧//૧૬, ગુરૂવારના રોજ અક્ષરધામ નિવાસી બન્યાં.

શ્રી યોગીજી મહારાજના નજરાણાંના ગામ સાંકરદામાં .પૂ.કાશીબા, .પૂ.જસુબેનના યોગમાં આવ્યાં. તેમના સમાગમે ગુરૂહરિ પપ્પાજીમાં શ્રી હરિકૃષ્ણ મહારાજની ભાવપ્રતીતિ થતાં શિક્ષકના કર્મયોગ સાથે સત્સંગને સમર્પિત થઈ ગયાં. યુવતી મંડળ અને મહિલા મંડળની નિયમિત સભાનું સંચાલન કરી તેમણે સત્સંગના સંસ્કારોનું સિંચન કર્યું. અત્યારે તે સર્વ મુક્તો સત્સંગની ધરોહર બન્યા છે.

 

પોતાની બે દીકરીઓ પૂ.શકુબેન, પૂ.બકુબેનને ગુણાતીત જ્યોતમાં ગુરૂહરિ પપ્પાજીના આશ્રયે સમર્પિત કરી પોતાની ૭૧પેઢી તારી. દીકરી ભાવનારેશ્માને સત્સંગનો વારસો આપ્યો. આવા પુણ્યશ્ર્લોક આત્માને શત શત વંદના. શ્રીહરિ તેમના આત્માને નિજ ચરણકમળનું સુખ આપે અને કુટુંબીજનોને પ્રસંગ સહન કરવાનું ધૈર્ય બક્ષે ગુરૂહરિ શતાબ્દીવર્ષે તેઓના ચરણે પ્રાર્થનાપુષ્પો અર્પણ.

 

() તા.૧૨//૧૬  વસંતપંચમી, શાસ્ત્રીજી મહારાજનો પ્રાગટ્યદિન

                     શ્રીજીમહારાજે શિક્ષાપત્રી લખી તેનો પ્રાગટ્યદિન

 

આવા મોટા દિવસે આજે જ્યોત પંચામૃત હૉલમાં સવારે ૧૦.૦૦ થી ૧૨.૦૦ સભા થઈ. જેમાં પહેલા પૂ.વસંતાબેન (લંડન)ની જીવચર્યાની મહાપૂજા કરી.

 

પૂ.કલ્પુબેન દવે અને બહેનોએ ભક્તિભાવથી મહાપૂજા કરી. વસંતાબેન ખૂબ રાજી થયા. પૂ.રમીબેને વસંતાબેનના જીવન વિષે વાત કરી. વસંતાબેને ગુરૂહરિ પપ્પાજી, .પૂ.બેનની નિષ્ઠા થઈ ત્યારથી પકડી રાખી છે. તેમના આત્મામાં .પૂ.બેને જીવંત જ્યોત જગાવી છે. અને પ્રત્યક્ષના જોગમાં મૂકી દીધાં. વસંતાબેનની અંતરની ઈચ્છા છે કે ગુરૂહરિ પપ્પાજી જેટલું જીવાડે એટલું પણ હસતાંરમતાં રાખે. એમની ઈચ્છા ભગવાન સ્વામિનારાયણ, ગુરૂહરિ પપ્પાજી, .પૂ.બેન પૂરી કરે તેવી પ્રાર્થના કરી હતી.

{gallery}images_in_articles//newsletter/2016/Feb/12-0216 vasant pachmi sastriji maharaj pragtyadin/{/gallery}

વસંત પંચમીના પર્વ નિમિત્તે .પૂ.જ્યોતિબેન, .પૂ.દીદીએ લાભ આપ્યો હતો. શ્રીજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, ગુરૂહરિ પપ્પાજી, .પૂ.કાકાજીની જૂની ઐતિહાસિક સમર્પણની સ્મૃતિની ખૂબ સરસ ગોષ્ટી કરીને આજના શુભદિનના રૂડા આશીર્વાદ આપ્યા હતાં.

 

() તા.૧૪//૧૬ .પૂ.તારાબેન સ્વરૂપાનુભૂતિ દિન

 

કાકાજીપપ્પાજી બંધુબેલડી શતાબ્દી નિમિત્તે પ્રભુકૃપામાં પૂ.જીતુભાઈ અને ભાઈઓએ એક મોટું બલૂન(ફુગ્ગો) તૈયાર કર્યું હતું. આજે તે તૈયાર થયું અને જોગાનુજોગ પવઈશિકાગોના સ્વરૂપોમુક્તોને અહીં પધારવાનું નિમિત્ત ઊભું થયું. તેઓ તથા .પૂ.જ્યોતિબેન, .પૂ.દીદી અને સ્વરૂપો આજે .પૂ.તારાબેનના સ્વરૂપાનુભૂતિદિને સવારે પ્રભુકૃપાની અગાસીમાંથી કાકાજીપપ્પાજી બંધુબેલડી શતાબ્દી મહોત્સવના બલૂનને સ્વરૂપોએ ચિદાકાશમાં વિહાર કર્યો.

{gallery}images_in_articles//newsletter/2016/Feb/14-02-16 valentine day taraben divine day/{/gallery}

 

ત્યારબાદ પપ્પાજી હૉલમાં .પૂ.જ્યોતિબેન, .પૂ.દીદી, .પૂ.દેવીબેન, .પૂ.જસુબેન તથા .પૂ.દિનકરભાઈ, .પૂ.ભરતભાઈ, .પૂ.વશીભાઈ, પૂ.દિલીપભાઈ, પૂ.ઈલેશભાઈ તથા મોટેરાં સ્વરૂપોના સાંનિધ્યે ભાઈઓબહેનોની સંયુક્ત સભામાં પવઈના વ્રતધારણ કરેલાં બહેનોને પુષ્પગુચ્છ દ્વારા સત્કાર કરી મહિમાની સભા કરી. ગુરૂહરિ કાકાજી, ગુરૂહરિ પપ્પાજી અને સ્વરૂપોના આશિષ માણ્યા. ઓહોહો ! આજે કાર્યક્ર્મ વગરનો કાર્યક્રમ થયો. પ્રભુપ્રેરીત આજના કાર્યક્રમમાં બ્રહ્માનંદ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી હતી.

 

() તા.૧૫//૧૬ ગુરૂભક્તિ મહોત્સવ

 

.પૂ.અક્ષરવિહારી સ્વામીજીના ૮૦મો પ્રાગટ્યદિનગુરૂભક્તિ મહોત્સવનો બે દિવસનો કાર્યક્ર્મ સાંકરદા મુકામે હતો. જેમાં અખિલ ગુણાતીત સમાજના સંતો, બહેનો, યુવકો અને ગૃહસ્થો પધાર્યા હતા.

તા.૧૪//૧૬ ના રોજ સાંજે થી તુલા ઉત્સવ હતો. જે સાંકરદા જ્યોતના આગળના ભાગમાંપ્રભુ સ્મૃતિ હૉલછે તેના સ્ટેજ પર હતો.

 

.પૂ.સ્વામીજીને આવી તુલા કરાવવી ના હોય. પણ કાકાજીપપ્પાજી શતાબ્દીની ઉજવણીના હેતુ હેઠળ, સંતોભક્તોને જે ભાવ હતો તે ભાવનો સ્વીકાર કરવા માટે થવા દીધો. સ્વામીજી કહે, સંતો મારા વચને ખપી ગયા છે. મારી આજ્ઞા ટૂક્ટૂક પાળી છે. ખોવાઈ જઈને અપાર સેવાઓ કરી છે. વખતે તેઓની તુલા કરવાની ભાવના છે તેને પૂરી કરવા માટેહાપાડી હતી અને ખરેખર તુલા ઉત્સવ અદ્દભૂત થયો. જેમાં ગુણાતીતના દાસત્વ ભાવના દર્શન થતા હતા. દિલ્હીથી .પૂ.ગુરૂજી ચાંદીનો હાર અને મુગટ લાવેલા તે પણ પહેલાં .પૂ.સાહેબજી અને .પૂ.ગુરૂજીને અર્પણ કરીને પછી ધારણ કર્યો. આમ, બધી રીતે માહાત્મ્યના દર્શન થયા.

{gallery}images_in_articles//newsletter/2016/Feb/15-2-16 p.p.aksharvihari swami80 birthday/{/gallery}

 

.પૂ.અક્ષરવિહારી સ્વામીજીનો ૮૦મા પ્રાગટ્યદિનની મુખ્ય સભા આજે હતી.

સાંકરદા જ્યોતની પાછળના ગ્રાઉન્ડમાં સભાખંડ હતો.મયૂર(મોર)નું સુંદર ગ્રીન ડેકોરેશન હતું.

બે ભવ્ય ઘોડાની સુશોભીત રથમાં (બગીમાં) સ્વાગત થયું. પ્રથમ રથમાં .પૂ.અક્ષરવિહારી સ્વામીજી બિરાજેલા. બીજા રથમાં સ્વરૂપો .પૂ.સાહેબ, .પૂ.ગુરૂજી(દિલ્હી) અને પૂ.દિનકરભાઈ (શિકાગો) બિરાજમાન થયા હતા. (.પૂ.હરિપ્રસાદ સ્વામીજી પરદેશ હોવાથી આજે તેઓ મૂર્તિ સ્વરૂપે સ્ટેજ પર બિરાજમાન હતા.) સુશોભીત પટ પર ખૂબ ભવ્ય સ્વાગત થયું. ભાવાર્પણ થયા. માહાત્મ્યગાન થયું.

 

¯ પૂ.કૌશિકભાઈ દેસાઈ

 

ગઈ કાલે સાંજે ચાંદીથી .પૂ.અક્ષરવિહારી સ્વામીજીની તુલાનો કાર્યક્ર્મ હતો. તે વખતે સ્વામીજી બોલ્યા.

મારું દાસત્વ આજે ચાલ્યું ગયું.”  સ્વામીજી દાસત્વનું સ્વરૂપ છે. .પૂ.અક્ષરવિહારી સ્વામીજીને બોલવાનું કહે તોય ટાળે. બતાવી દેવા પણું નથી. સુવર્ણથીહીરાથી તોળાય તેવા સત્પુરૂષ નથી.

 

¯ પૂ.બિમ્પલભાઈ

 

સ્વામીજીના અંગત સેવક પૂ.બિમ્પલભાઈએ રક્ષાબંધનની સ્મૃતિ વાત સવિસ્તાર પ્રસંગ વર્ણવીને કહી. અને તેમાં સ્વામીજીની આધ્યાત્મિક સ્થિતિ ગુણનું વર્ણન કર્યું હતું. ચૈતન્યલક્ષી સ્વામીજી છે. ચૈતન્યના નિયામક, આગામીદર્શી, મિતભાષી, સંકલ્પથી કાર્ય કરનાર સ્વામીજીને કોટી વંદન. ગુરૂહરિ પપ્પાજીના આશીર્વાદ પત્રનું વાંચન કર્યું. તેમાં લખ્યા મુજબ ધામમાં છે તે સ્વામિશ્રીજી સ્વામીજીમાં છે તેવા ભાવથી સેવા કરવાની અદ્દભૂત માગણી કરી હતી.

 

¯ પૂ.ભરતભાઈ (પવઈ)

 

.પૂ.સ્વામીજીના અંતરમા હંમેશા ભક્તોને રાજી કરવાની ભાવના હોય છે. ભક્તો રાજી થાય તેવો પ્રસંગ મુંબઈનો રેલ્વેની A.C ટિકીટનો વર્ણવીને સ્વામીજીના જીવનની દાસત્વભક્તિ તથા ભક્તોનો ભાવ વ્યાપકરૂપે કેવી રીતે સ્વામીજી પૂર્ણ કરે છે તેનું ઉમદા જીવનનું દર્શન કરાવ્યું હતું.

 

.પૂ.દિનકરભાઈ (શિકાગો) ના વરદ્દ હસ્તેઅક્ષરધામની શાહી સવારીભજનની C.Dનું અનાવરણ કરી વાણીનો લાભ આપ્યો. જેમાં તેઓએ સાંકરદાની ધરતી પર કેવા કેવા અદ્દભૂત સમૈયાઓ થયા છે. જેમાં સ્વામીજીના જીવનનું દર્શન થયું છે. માહાત્મ્યનું દર્શન વર્તનથી થયું છે. તે ગત સમૈયાની સ્મૃતિ કરાવીને દિનકરભાઈએ સ્વામીજીના જીવનનો અપાર મહિમા ગાયો હતો.

 

પૂ.દિલીપભાઈ ભોજાણીએ વાત કરતાં કહ્યું કે ૧૯૮૭માં સ્વામીજી ઈંગ્લેન્ડ પધારેલા. અને ગુરૂહરિ પપ્પાજીની આજ્ઞાથી તેઓને હું અને મયૂરભાઈ પેરીસ અને સ્વીટ્ઝરલેન્ડ લઈ ગયેલા. અઠવાડીયું તેઓની સાથે રહી, નજીકથી દર્શન કર્યું. સ્વામીજી ખૂબ સરળ ! હું જેમ ગોઠવું તેમાંહાકેન્સલ કરૂં તોય હા ભલે. સાધુતાની મૂર્તિ એવા સ્વામીજીની ઓળખાણ થઈ !

ગુરૂહરિ પપ્પાજી સ્વામીજી માટે કહેતાં સ્વામીજી એટલે સમર્થ થકા ઝરણાસ્વામીજી સંકલ્પે કામ કરે છે. આખી કેબીનેટ સ્ટેજ પર છે. તેઓની સાક્ષીએ સ્વામીજીના નિરામય સ્વાસ્થ્ય માટે મહારાજને પ્રાર્થના કરી હતી.

 

¯ .પૂ.શાંતિભાઈ (અનુપમમિશન)

 

ઉપાસનાની સાચી સમજવાત ગુરૂહરિ પપ્પાજીએ પૂ.બિમ્પલભાઈને આશિષ પત્રમાં લખી આપી.

સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થયા ત્યારથી તેના વારસ ગુણાતીત સ્વરૂપો રૂપે પ્રગટ છે . જેને જે સ્વરૂપ મળ્યું છે તે તેને માટે અક્ષર પુરૂષોત્તમનું સ્વરૂપ છે. તેવું માનીને વર્તીએ તો તત્કાળ પ્રાપ્તી થાય.

જે સ્વરૂપ મળ્યું છે તે સ્વરૂપમાં સમ્યક નિર્દોષભાવ ર્દઢ થઈ જાય. સ્વામિનારાયણને સંબંધ જોઈને મસ્તક નમી જાય. દિવ્યભાવ ર્દઢ થઈ જાય. તેવી સ્થિતિ સહુનેય કરાવવાની યાચના પૂ.શાંતિભાઈએ સહુ મુક્તો વતી આજે કરી હતી.

 

.પૂ.સાહેબદાદાના વરદ્દ હસ્તેઅક્ષરના તેજ ભાગપુસ્તકનું અનાવરણ થયું અને તે પુસ્તકમાં ગુરૂહરિ પપ્પાજીના હસ્તાક્ષરનો લેખ હતો તે વાંચી .પૂ.સાહેબજીએ સ્વામીજીનું માહાત્મ્યગાન કરી આશીર્વાદ આપ્યા હતાં. અક્ષરવિહારી સ્વામીના જીવનનું અંગ સેવાભક્તિ હતું. સત્પુરૂષને વિષે સમ્યક નિર્દોષભાવ. હૈયામાં ઉચાટ નહીં. ૪૦ સંતો દાદર કેવી રીતે રહ્યા હશે ? ગમે તેવી પરિસ્થિતિમાં પણ શાંતિથી જીવન જીવે. શૂન્યમાંથી સર્જન કર્યું. માહાત્મ્ય સંતોમાં રેડ્યું. બાપા માટે કાકાજીપપ્પાજી માટે સમ્યક ભાવ. આમ, જૂની સ્મૃતિની વાતના આધારે સરસ લાભ આપ્યો હતો.

 

કેક અર્પણ થઈ. સ્વામીજી બધા સ્વરૂપોને પપ્પાજીકાકાજી સ્વરૂપ માને છે. તેથી સ્ટેજ પરના બધા સ્વરૂપોના હસ્તે જુદી જુદી કેક કર્તન થઈ. એવું પાછળ બહેન સ્વરૂપોને પણ કેક અર્પણ થઈ. પછી બધી કેકનું કર્તન થયું. અને સભાખંડમાં બિરાજેલ બધા મુક્તોને પણ નાની કેકનો પ્રસાદ તે સમયે અપાયો.

 

¯ પૂ.દિનકરભાઈ દેસાઈ(નવસારી)

 

હું અહીં છું જે કાંઈ છું તે સ્વામીજીને લીધે છે. સ્વામીજીએ મને ગુરૂહરિ પપ્પાજી ઓળખાવ્યા. ‘પરાભક્તિની સૌરભમારા જીવનું જીવન છે. હું પરદેશ જતો હતો. પુસ્તક લઈ જવાની મનાઈ હતી. મેં કહ્યું હું લઈ જઈશ. ગુજરાતના હોમ મિનીસ્ટરને પણ કહી દીધેલું. પ્રાપ્તિની ખુમારી સ્વામીજીને લીધે છે. બધા સ્વરૂપોના રથમાં મને સ્વામીજીએ મને મોકલ્યો છે. બોલવાની છેલ્લી તક છે. મને ૯૨ વર્ષ થયા.

 

પૂ.કૌશિકભાઈ નવસારીવાળા સ્વામીજીના નંબરના ભક્ત છે. તેનો મહિમા કહ્યો. પૂ.કૌશિકભાઈની સ્વરૂપનિષ્ઠા, ભક્તિ સહુથી મોટી છે. ધન્યવાદ છે. નૈરોબી મીટીંગમા મારે જવાનુ થયું. ગુરૂહરિ પપ્પાજી કહે જાવ. પ્રભુ મોટામાં મોટી સિધ્ધી આપશે. ગયો. ત્યાંથી મોમ્બાસા ગયો. “ મોમ્બાસા છે બીજુ ગોકુળ. જ્યાં શિક્ષકરૂપે સ્થાનમાં રહ્યાં પ્રભુ પંડેએવું ગુરૂહરિ પપ્પાજી વિષેની સ્મૃતિની પંક્તિ બનાવી હતી તે બોલ્યા. આમ, કેવળ પ્રત્યક્ષનું માહાત્મ્ય ! માહાત્મ્ય !

 

¯ .પૂ.ગુરૂજી (દિલ્હી)

 

ઉત્સવ કરતાં એક શિબિરનો માહોલ આજે બની ગયો. .પૂ.કાકાજી એવું ગાતા..

સાધુ તો સારા રે, એટલો ગુણ હૈયામાં કોઈ લેશે રે…”

મને પ્રશ્ન થાય, “કાકા હૈયામાં કેમ ? ભેજામાં કેમ નહીં.” .પૂ.કાકાજી કહે, હ્રદયમાંથી લોહી શરીરના દરેક અંગમાં જાય છે. તેથી હ્રદયમાં ગુણ લેશે તો ભેજામાંય આવી જશે.

બે જણા સુખી () જેને ચૈતન્ય સ્વરૂપની પોતાનામાં પિછાણ છે તે.

() મોટા પુરૂષ જે કહે છે તે બરાબર છે. તેવું માને છે તે.

 

સ્વામીજીને કોઈનોય દોષ દેખાય નહીં. પત્રમાં લખ્યું છે ને કેઅનાદિના છે.’ પૂ.બિમ્પલની ભાવના સ્વામીજી ભગવાન ધારક છે તો પૂરી કરી. ‘ભાવનાના ભૂખ્યા ભગવાન છે.’ સ્વામીજી દાસભાવે વર્તે છે. તેવું નહીં પણ સ્વામીજી સેવકભાવે વર્તે છે. તેવું મનાઈ જાય.

 

.પૂ.ગુરૂજીને ગુરૂહરિ પપ્પાજીએ ૧૯૯૫માં લખેલ પત્રનું વાંચન કર્યું. (તેમાંના અમુક મુદ્દાને આધારે વાત કરીને સ્વામીજીનો મહીમા ગાયો.) અક્ષર ભુવનમાં હતા ત્યારે ગુરૂહરિ પપ્પાજી કહેતાં, ગરજે ગધેડાને બાપ કહો ને ! તે શું તો બીજાની પ્રકૃતિ જુઓ નહીં. અભિપ્રાય બાંધીએ છીએ. અભિપ્રાય હોય ત્યાં સુધી આત્મ દર્શન કેવી રીતે થાય ? “હસવું અને લોટ ફાકવો બેય સાથે બને નહીં.”

સંબંધવાળાના દોષ મન પર લેવા નહીં. તમારા દોષ સ્વભાવ ટાળવાનો એકમાત્ર ઉપાય છે. સંબંધવાળામાં મહારાજ જુઓ તો ચૈતન્ય દર્શન થઈ જશે.

આમ, સ્વામીજીના મહિમાગાનની સાથે ગુણાતીત જ્ઞાન .પૂ.ગુરૂજીએ પીરસી સહુને ધન્ય કર્યા હતાં.

 

¯ .પૂ.અક્ષરવિહારી સ્વામીજી

 

મારી અંતરની ભાવના .પૂ.કાકાજી.પૂ.પપ્પાજી બંધુબેલડી મહોત્સવ આપણે સહુ ભેગા મળી સાચા અર્થમાં ઉજવીએ. બધા કેન્દ્રોમાં બસ મને તમે સેવા આપો. એમાં અમોને ખૂબ આનંદ આવે છે. જેવી રીતે સંતોને લઈને અમે દિલ્હી ગયા. ગરમ રોટલા ને ખીચડી જમાડ્યા. પવઈના મુક્તોની યાત્રા વખતે રસોઈ બનાવવાની સેવા મળી. જ્યોતના સમૈયા વખતે તંબુમાં રહીને પીરસવાની સેવા મળી.

 

.પૂ.કાકાજી.પૂ.પપ્પાજીનું ઋણ ચૂકવવા માટે બસ સેવા માગું છું. “બટકું રોટલો અમને આપજો.” આમ, બધા કેન્દ્રના બધા સ્વરૂપો પાસે સેવાની યાચના કરી. સંપ, સુહ્રદભાવ, એકતાની ભાવનાથી માહાત્મ્યેયુક્ત સેવા પરમપદ! પૂર્ણાહુતિ !

 

આમ, આજનો આખો સમૈયો ખૂબ દિવ્યતાભર્યો હતો. જાણે સભામાં સ્વામિનારાયણ ભગવાન, .પૂ.કાકાજી, .પૂ.પપ્પાજી પધારી ગયા હોય તેવો દિવ્યતાનો પ્રકાશ અનુભવાતો હતો. મુઠ્ઠીભર સંતોભક્તોએ ખરા અર્થમાં ગુરૂભક્તિ અદા કરી હતી.

 

() તા.૨૦//૧૬ પૂ.વિમલભાઈ થોભાણી અક્ષરધામ નિવાસી થયા.

 

સુરત નિવાસી પૂ.વિમલભાઈ થોભાણી ગુરૂહરિ .પૂ.પપ્પાજી, દિવ્ય સ્વરૂપ .પૂ.બેનની અનન્ય નિષ્ઠાએયુક્ત જીવન જીવી ૪૦ વર્ષની ટૂંકી જીવનયાત્રા પૂર્ણ કરી મહા સુદ૧૩, તા.૨૦//૧૬, શનિવારના રોજ અચાનક અક્ષરધામ નિવાસી થયા છે.

 

ગુણાતીત સૌરભના મહામુક્તરાજ પૂ.વિમલભાઈને જન્મથી સ્વામિનારાયણ ધર્મની નિષ્ઠા હતી. ગુરૂહરિ પપ્પાજી અને દિવ્ય સ્વરૂપ બેનની વચનમાં અતૂટ શ્રધ્ધા અને વિશ્વાસ. એમનું જીવન સત્સંગ પ્રધાન હતું. ગુરૂહરિ પપ્પાજીનું બ્રહ્મસૂત્રગરજુ થઈ સેવા કરો. દિવ્યભાવ રાખી ખમો.’ સૂત્રને એમણે પોતાનું જીવન બનાવ્યું. આબાલવૃધ્ધ દરેક મુક્તના જીવનમાં તેમના વિશેનો અજોડ સંબંધ હતો. સત્સંગમાં તેમના ઉમદા સત્કાર્યોથી તે સૌના હ્રદયમાં હંમેશાને માટે જીવીત રહ્યા છે. ખૂબ નિર્માની બની સંતો, બહેનો, યુવકો ને ગૃહસ્થોની હ્રદયના ભાવથી માહાત્મ્ય સમજી સેવા કરતા. કોઈપણ મુક્ત તેમની પાસેથી છીનવી શકે એવા સેવાલૂંટારું મુક્તરાજ હતા. તેમની સેવાભક્તિ અજોડ અને અદ્વિતીય હતી. સમૈયાના સ્ટેજ પર સ્વરૂપોની સેવાના તેઓ મુખ્ય જવાબદાર હતા. ખોટ તો સૌને ખૂબ લાગશે .

 

વિમલભાઈ ગૃહસ્થી હતા છતાંય પણ નિર્માની, નિર્લોભી, નિઃસ્વાદી, નિષ્કામી, નિઃસ્નેહી જેવા સાધુતાના ગુણો તેમનામાં હતાં. સ્વભાવે આનંદી, રમુજી, પોઝીટીવ હાસ્ય કલાકાર હતા. સેવા, ભજન, સ્વાધ્યાય, પ્રદક્ષિણા, પૂજા, સભા વગેરેમાં તેમનું જીવન નિયમિત હતું. તેઓ ગૃહસ્થી સાધુ જેવું જીવન જીવતા હતા. ગુરૂહરિ શતાબ્દી પર્વે પોતાનું અર્ધ્ય અર્પણ કરવા ૧લાખ૧૦૧ સ્વામિનારાયણ મહામંત્ર ગુરૂહરિ પપ્પાજીના ચરણે અને ૧લાખ૧૦૧ સ્વામિનારાયણ મહામંત્ર .પૂ.બેનના ચરણે અર્પણ કરવા કુલ ૨લાખ ૨૦૨ સ્વામિનારાયણ મંત્ર લખી પોતાની હ્રદયભાવના અર્પણ કરીને ગયા.

 

આવા પર્વતભાઈ સમાન વિમલભાઈએ સત્સંગ સેવાના સંસ્કાર તેમની ધર્મપત્ની પૂ.ચેતનાબેન અને બંને બાળકો પૂ.કનીશ અને પૂ.ભવ્યને પણ આપ્યા. હાલ સુરત બાળસભાના હેડ પૂ.ભવ્ય છે. સ્વામીની વાતો, ભજનો બંને બાળકો મોઢે બોલે. તેવા ઉત્તમ સંસ્કારોનું સિંચન આપીને ગયા. આવા પુણ્યશાળી આત્માને શત શત વંદના. પ્રભુ પપ્પાજી અને દિવ્યબેન તેમના આત્માને નિજ ચરણ કમળનું સુખ આપે ને તેમના ધર્મપત્ની બંને બાળકોને અને સૌ કુટુંબીજનોને ઊંડો ઘા સહન કરવાનું બળ અર્પે ગુરૂહરિ પપ્પાજીને અંતરની પ્રાર્થના.

 

તા.૧૯//૧૬ના સોમવારે સવારે ૧૦.૩૦ થી ૧૨.૩૦ પૂ.વિમલભાઈની ત્રયોદશી નિમિત્તે તથા અસ્થિ વિસર્જન નિમિત્તે વિદ્યાનગર જ્યોત પપ્પાજી હૉલમાં પૂ.દવે સાહેબ, પૂ.ઈલેશભાઈ અને ભાઈઓએ ભક્તિભાવથી મહાપૂજા કરી હતી. પ્રાર્થના સભા થઈ હતી. તેમાં બહેનોભાઈઓમાંથી પ્રાર્થના સુમન ધર્યા. તેમાં પૂ.વિમલભાઈનું માહાત્મ્યગાન થયું. તેના સારરૂપ ઉપર લખ્યું તે નહીંવત્ છે. ગુરૂહરિ પપ્પાજી કહેતાં કેટલું જીવ્યા તેના કરતાં કેવું જીવન જીવી ગયા ખૂબ અગત્યનું છે. પૂ.વિમલભાઈની આદર્શ જીવનને નમન સાથે જય સ્વામિનારાયણ.

 

આમ, આખો ફેબ્રુઆરી મહિનો અક્ષરવિહારી સ્વામીજીના મુખ્ય સમૈયાને લીધે વિશેષ માહાત્મ્યની સ્મૃતિથી ભર્યો ભર્યો થઈ રહ્યો હતો. અત્રે સર્વે સ્વરૂપોની તબિયત સરસ છે. અત્રેના સર્વે સ્વરૂપો મુક્તો વતી આપ સર્વને ભાવભર્યા જય સ્વામિનારાયણ !

 

જ્યોત સેવક P.71 ના પ્રણામ સહ જય સ્વામિનારાયણ !

 તા..

સવિશેષ જણાવવાનું કે ૨૦૧૬નું વર્ષ આપણા વહાલા ગુરૂહરિ પપ્પાજીની શતાબ્દીનું વર્ષ છે. તા.//૧૬ના રોજ ગુરૂહરિ પપ્પાજીને ૧૦૦ વર્ષ પૂરાં થાય છે.

 

ગુરૂહરિ પપ્પાજીના શતાબ્દી મહોત્સવની ઉજવણી આપણે દિવાળી પછી તા.૧૧,૧૨,૧૩ નવેમ્બર ૨૦૧૬ના શુક્ર, શનિ, રવિવારના રોજ પપ્પાજી તીર્થ પર રાખવાનું નક્કી કરેલ છે. તો તારીખોની નોંધ આપની ડાયરીમાં કરી લેશોજી. પત્રિકામાં તો આવશે . શતાબ્દીના આનંદમાં જય સ્વામિનારાયણ.