01 to 31 Dec 2019 – Newsletter

સ્વામિશ્રીજી

 

ગુરૂહરિ પપ્પાજીની જય

 

ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો ! 

 

જય સ્વામિનારાયણ !

 

અહીં આપણે ડીસેમ્બર માસ દરમ્યાન જ્યોત પ્રાંગણમાં ઉજવાયેલ ભક્તિના કાર્યક્રમની સ્મૃતિ-ઝલક માણીશું

 

(તા./૧૨/૧૯ .પૂ.જશુબેનનો ૫૭મો સ્વરૂપાનુભૂતિ દિન

 

પ્રભુ પ્રાપ્તિના પોરહાટે સંબંધ જોઈ સંબંધીનો મહિમા સમજી એક ગૃહસ્થ આદર્શ સાધુ બની આપણીવચ્ચે દર્શન આપી રહ્યાં છે ને દર્શન આપતાં  રહેવાના વાં પ.પૂ.જશુબેનને આપણાં કોટિ વંદન…!

 

પૂર્વના  સંબંધયોગે પ્રાગટ્યબાળપણથી  પરોક્ષ મૂર્તિ સાથે નિખાલસભાવે વાતો કરતાં ને  નિર્દોષભાવે પપ્પાજીનો જોગ થતાં ‘જેવા સાથે તેવા થાવ’ ના યોગે સર્વોપરીભાવે સેવાભક્તિ કરીખૂબસેવા કરીપ્રભુના મહાસાગરમાં પૂર્ણપણે હોમાઈ ગયાભીડાભક્તિદેહદેહભાવ ગણ્યા વિના ખૂબવિચરણ કરી સમગ્ર ગુણાતીત સમાજના ભક્તોના ભાગ્યનાં ભેરૂ ન્યાં ને પપ્પાજીએ કહ્યું તોબુલડોઝર છે વર્તને પપ્પાજીને સતત પ્રગટાવ્યા ને દેશપરદેશના ભક્તોને ઉગાર્યા ને એક દિવ્ય પ્રવાહસૌના જીવનમાં વહેવડાવી સુખિયા કર્યા.

 

પપ્પાજી ઘણીવાર કહેતાઅમારા ઝબકનારાયણ ચાલે તો ધરણી ધ્રુજે ને બોલે તો છાપરાં ઉડે ને મડાંબેઠા થઈ જાય વાં જશુબેનનો મનોરથ પૂર્યો એવી સ્થિતિને પામ્યા.

 

દીદી ઘણીવાર કહેતાંએક ગૃહસ્થી આજે અમારી લાઈનમાં બેસી ગયાજે આજે દાસભાવે હાથ જોડીજ્યોતિતારાહંસાદેવીસાથે ‘હું કાંઈ  નથી.’ એવા અનંતવાર દર્શન યાં છેવાં જશુબેનના ચરણોમાંપ્રાર્થના

 

સંપ, સુહ્રદભાવ, એકતા” અમારું જીવન બને.

એવાં પ.પૂ.જશુબેનના ૫૭મા સ્વરૂપાનુભૂતિદિનની ઉજવણી જ્યોત પપ્પાજી 

હૉલમાં સવારે ૯.૩૦ થી ૧૨.૩૦ બહેનો-ભાઈઓની સભામાં ખૂબ ભવ્ય અને દિવ્ય રીતે કરી હતી.

ભાવાર્પણ બાદ હરિભક્તોએ અનુભવ દર્શન અને માહાત્મ્યગાનમાં લાભ આપ્યો હતો. સ્વરૂપોના આશીર્વાદ લીધા હતા. ગુરૂહરિ પપ્પાજીના ધ્વનિ મુદ્રિત આશીર્વાદ અને પ.પૂ.જશુબેનના આશીર્વાદ લઈ આજની સભાની પૂર્ણાહુતિ કરી હતી.

 

આજે ૧લી તારીખ નિમિત્તેની કીર્તન આરાધના જ્યોત પપ્પાજી હૉલમાં કરી હતી. પહેલાં બહેનોએ ભજનો ગાયાં હતાં અને ત્યારબાદ ભાઈઓએ ભજનો ગાઈને સહુને ભક્તિરસમાં લીન કર્યા હતા.  

{gallery}images_in_articles//newsletter/2019/Dec/01-12-19 P.P.JASUBEN DIVINE DAY{/gallery}

 

(૨) તા.૮/૧૨/૧૯

 

 ૧લી તારીખને બદલી આજે ૮મી તારીખે બહેનો પપ્પાજી તીર્થ પર ધૂન-ભજન, 

 પ્રદક્ષિણા માટે ગયાં હતાં. અને ગુરૂહરિના ચરણે પ્રાર્થના ભાવો ધર્યા હતા.

 

(૩) તા.૧૪/૧૨/૧૯ પ.પૂ.તારાબેન દિવ્યતા પર્વ નિમિત્તેની પ્રતીક સભા

 

પ.પૂ.તારાબેનનો ૯૦મો પ્રાગટ્ય પર્વ ‘દિવ્યતા પર્વ’ આપણે ફેબ્રુઆરી ૨૦૨૦માં ઉજવવાના છીએ. આખા વર્ષ દરમ્યાન દર મહિનાની ૧૪મી તારીખે બહેનોએ ગ્રુપ વાઈઝ પ.પૂ.તારાબેનના દિવ્યતા પર્વ નિમિત્તેની પ્રતીક સભા કરી. આજે છેલ્લી સભા પૂ.શોભનાબેનના ગ્રુપનાં બહેનોએ કરી હતી. સભામાં સહુ પ્રથમ ગુરૂહરિ પપ્પાજીને અને પ.પૂ.તારાબેનને હાર અર્પણ કર્યો હતો. ત્યારબાદ ‘અવિભક્ત આતમ દર્શન’ પુસ્તકમાંથી વાંચન કર્યું અને પ.પૂ.દીદીના આશીર્વાદ લીધા હતા. 

 

પ.પૂ.દીદીએ તારાબેનનું માહાત્મ્યગાન કરતાં કહ્યું કે, હું જ્યારે ભજન બનાવું ત્યારે પહેલાં પપ્પાજી પાસે ગાઉં. પછી પપ્પાજીની આજ્ઞાથી તારાબેનને ભજન બતાવું અને પછી તારાબેન પપ્પાજી પાસે એ ભજન ગાય. પપ્પાજીએ તારાબેનને પ્રથમ પસંદ કર્યા. અને બહેનોનું સુકાન તેમને સોંપ્યું. આપણા બધાનો ધ્રુવતારો તારાબેન છે. તારાબેન પોતાના અંતરમાં પ્રભુને સમાવી શક્યા ને છૂપા રહી શક્યા. પપ્પાજીએ તારાબેનને કોઠારી તરીકે તારદેવમાં રાખ્યાં હતાં. તારાબેને બહુ જ પ્રમાણિકપણે સેવા કરી છે. સોનાબાના કુટુંબના આપણે બહુ ઋણી છીએ. બાનું આખું કુટુંબ શાસ્ત્રીજી મહારાજને સમર્પિત હતું. શાસ્ત્રીજી મહારાજના આશીર્વાદથી કાકાજી-પપ્પાજીની ભેટ આપણને મળી છે. તારાબેને પ્રથમ પપ્પાજીને ઓળખ્યા અને આપણને સહુને ઓળખાવ્યા. તેમણે હાક મારી અને તેમનો પોકાર સુણી પપ્પાજી આફ્રિકાથી ભારત આપણા સહુ માટે પધાર્યા. ગુરૂહરિ પપ્પાજીએ તારાબેનને ગૃહમાતાનું બિરૂદ આપ્યું. આપણે બધા તારાબેનના ખૂબ ખૂબ ઋણી છીએ. 

 

(૪) તા.૧૯/૧૨/૧૯ સંકલ્પ સ્મૃતિદિન નિમિત્તે સભા

 

સંકલ્પ સ્મૃતિદિન નિમિત્તે સવારે ૫.૩૦ થી ૬.૩૦ જ્યોત પપ્પાજી હૉલમાં મંગલ દર્શનની સભા કરી હતી. આવાહન શ્ર્લોક, ધ્યાન, ભજન બાદ ગુરૂહરિ પપ્પાજીના ધ્વનિ મુદ્રિત આશીર્વાદ લીધા હતાં. ગુરૂહરિ પપ્પાજીએ આશીર્વાદ વહાવતાં કહ્યું કે, મ.૬૭ વચનામૃત. ભગવાન સ્વતંત્ર છે તેમ ભક્ત પણ સ્વતંત્ર છે. ભગવાનના ભક્ત ભગવાનને જાણે તેવા થઈ જાય. માહાત્મ્યનો સાક્ષાત્કાર કરીએ. અનુભવ આપણે પોતે કરવો. ભગવાનને અંર્તયામી માનીએ. મોળી વાત, મોળા વિચારમાં નથી જવું. અભાવમાં નથી જવું. મારા અંતરને વિષે ભગવાન રહેલા છે તેવું માનો. જેટલા જેટલા ગુણ ભગવાનના માનીને વર્તીએ તેટલા આપણા થઈ જશે. શબ્દો સાંભળીએ તે વર્તનમાં લાવીએ. દુઃખાટભરી પ્રાર્થના આપણે કરવી. તીવ્રતાથી ધૂન કરવી. ભગવાન, હું ને મારું જીવન ત્રણ જ રહેશે. પળેપળ ભગવાનને વાપરતા થઈ જઈએ. 

 

(૫) તા.૨૫/૧૨/૧૯ પ.પૂ.તારાબેન દિવ્યતા પર્વ નિમિત્તે ‘ભાવ દર્શન’ની સભા

 

પ.પૂ.તારાબેનનો ૯૦મો પ્રાગટ્યદિન આપણે ફેબ્રુઆરી ૨૦૨૦માં ઉજવવાના છીએ. તે પહેલાં આજે પ.પૂ.તારાબેનના ગ્રુપનાં બહેનોએ ‘ભાવ દર્શન’ની સભા સવારે ૯.૩૦ થી ૧૨.૦૦ જ્યોત પપ્પાજી હૉલમાં કરી હતી.

આજની સભાનું નામ ભાવ દર્શન હતું. તેથી સહુ પ્રથમ ગુરૂહરિ પપ્પાજી મહારાજને હાર અર્પણ, ભાવ એટલે પૂ.ભાવનાબેન ડી. અને દર્શન એટલે દર્શનાબેન ભટ્ટે કર્યો હતો.

 

પ.પૂ.તારાબેનનો ‘દિવ્યતા પર્વ’ છે એટલે પૂ.દિવ્યાબેન પનારા અને પૂ.દિવ્યાબેન દુબલે પ.પૂ.તારાબેનને હાર અર્પણ કર્યો હતો.

૧૯૪૮માં પૂ.દિવાળીબાને  જોવા માટે ગુરૂહરિ પપ્પાજી આફ્રિકાથી આવ્યા. ત્યારે યોગીજી મહારાજે ગળી રોટલી બનાવીને પપ્પાજીને જમાડી અને ધબ્બો માર્યો. આવા સત્પુરૂષનો ધબ્બો આપણને મળે તો આપણે કાંઈ જ ના કરવું પડે. ગુરૂહરિ  પપ્પાજી પાછા આફ્રિકા જતા હતા ત્યારે પ.પૂ.સોનાબાએ તારાબેનના હસ્તે શ્રીફળ અને શુકનના ૧૧ રૂપિયા અપાવ્યા. તારાબેનની એવી ભક્તિ કે અક્ષરધામમાંથી મહારાજ તેમને પૃથ્વી પર લાવ્યા. શ્રીફળ એ શુકનનું પ્રતીક છે. અને તારાબેન ગુણાતીત જ્યોતનાં બહેનોનાં ગૃહમાતા છે એ સ્મૃતિ સાથે દરેક બિલ્ડીંગના એક બહેન શ્રીફળ લઈને પધાર્યાં અને ગુરૂહરિ પપ્પાજી સમક્ષ મૂક્યાં. 

પ.પૂ.તારાબેનનું બ્રહ્મસૂત્ર છે કે, ‘પરાણેય દિવ્યભાવ પકડી રાખો.’ ધામ, ધામી ને મુક્તો દિવ્ય છે એવી પ્રાર્થના સાથે પૂ.દયાબેન, પૂ.શોભનાબેન અને પૂ.મધુબેન સી.એ દીપ પ્રાગટ્ય કર્યું. 

 

માર્ચ મહિનામાં દાદર મંદિરે ગુરૂહરિ પપ્પાજીએ યોગીજી મહારાજને કહ્યું હતું, તમે બહેનોને સુખે સુખે સાધના કરાવજો. ત્યારે યોગીજી મહારાજે કહ્યું, સુખે સુખે નહીં પણ સુખ, શાંતિ અને આનંદથી સાધના કરાવશું. એટલે ગુરૂહરિ પપ્પાજીએ આપણને ખૂબ આનંદ કરાવી આગળ લીધા છે. એ સ્મૃતિ સાથે આનંદબ્રહ્મનું દર્શન વિડીયો દ્વારા માણ્યું હતું.

આજે પૂ.તરૂબેન થાનનો હીરક પર્વ હતો એટલે તેમણે ગુરૂહરિ પપ્પાજી અને પ.પૂ.તારાબેનને હાર અર્પણ કર્યો અને પ.પૂ.જશુબેનને કલગી અર્પણ કરી. પૂ.પ્રીતિબેન દેસાઈએ શ્રીફળનો પ્રસાદ ગુરૂહરિ પપ્પાજી , પ.પૂ.તારાબેન અને પ.પૂ.જશુબેનને અર્પણ કર્યો.

 

ન્યુઝીલેન્ડથી પધારેલાં પૂ.દમયંતીબેન અને પૂ.હંસાબેને પ.પૂ.તારાબેન અને પ.પૂ.જશુબેનને હાર અર્પણ કર્યો.

અંતમાં પ.પૂ.જશુબેને આશીર્વાદ આપતાં કહ્યું કે, તારાબેનના જીવનનાં બ્રહ્મસૂત્રો, મુક્તો ધામના ધગધગતા અંગારા છે. પરાણેય દિવ્યભાવ પકડી રાખો. ગરજુ થઈ સેવા કરો. રાંકપણું ક્યાંય જવા ના દે. સૌનેય પોતાના હૈયામાં સમાવે એવી ચૈતન્યજનની એટલે પ.પૂ.તારાબેન. ગુરૂહરિ પપ્પાજીને ઓળખી લીધા, સેવી લીધા અને પપ્પામય બની ગયા. આ પળથી ધામરૂપ રહેવું. આનંદ કર્યા કરવો. ગુરૂહરિ પપ્પાજીને આપણે આનંદ કરીને સાથ આપી દેવો.

 

હે પપ્પાજી મહારાજ ! બધા સ્વરૂપોના સાંનિધ્યમાં આનંદ કર્યા કરીએ. તમે મળ્યા એ જ પૂર્ણાહુતિ. તમારું ખૂબ શોભાડીએ, તમને હાશ કરીએ. એવું જીવવાનું બળ આપી દો એ જ પ્રાર્થના.

{gallery}images_in_articles//newsletter/2019/Dec/25-12-19 P.P.TARABEN DIVYATA PARVA SABHA{/gallery}

 

(૬) તા.૨૬/૧૨/૧૯ પૂ.હતીબા અક્ષરધામ ગમન

 

ગુરૂહરિ પપ્પાજી અને પ.પૂ.જ્યોતિબેનના અનન્ય ભક્ત અને સાધકોના ચૈતન્ય જનની સમ પૂ.સંતોકબેન-હતીબાને કોટિ કોટિ વંદન હો !

 

સેવા અને ભજનની પાંખે ઉડ્યા ને વિહર્યા. જ્યાં જ્યારે સેવામાં મૂક્યા ત્યાં ગરજુ થઈ માહાત્મ્યથી ને હસતાં હસતાં સામા મુક્તોની રીતે જોગી-જ્યોતિના વચને સેવા કરી તો ‘પપ્પાજીએ યોગક્ષેમના જન્મોજન્મના ભાર લઈ લીધા’ ને સુખિયા કરી દીધા. સહુની સાથે આનંદથી રહેવું. નિષ્કામભાવે આત્મબુધ્ધિ રાખી મુક્તોને રાજી કરી લેવા. એમને ગળથૂંથીમાં મળ્યું હશે.

જ્યોતમાં પંચામૃત હૉલમાં બેસી હાલતાં-ચાલતાં મુક્તોનાં દર્શન કરી સર્વ માટે ભજન-પ્રાર્થના કરે ને અંતરની પ્રાર્થના ધરે. મને હાલતાં-ચાલતાં પપ્પાજી લઈ જાય. એમની આ પ્રાર્થના પપ્પાજી અને જ્યોતિબેને સાંભળી અને પ્રભુચરણે બિરાજ્યા. સેવાનું ફળ એળે નથી જતું, એનો સાકાર દાખલો. ગુરૂહરિ પપ્પાજીએ એનું દર્શન કરાવ્યું.

 

‘હું પ્રભુનો ને પ્રભુ મારા એવો સંબંધયોગ હતીબાનો હતો.’ ધન્ય હો હતીબાની ભક્તિને !

એવા સમર્પિત ગૃહસ્થ સાધુ પૂ.હતીબા (ઉ.૮૩ વર્ષ) તા.૨૬/૧/૨૦૧૯ના રોજ ગુરૂવારે મંગલ પ્રભાતે સવારે ૫.૦૦ વાગ્યે અક્ષરધામનિવાસી થયા. 

તેમનો દીકરો પૂ.વિનુભાઈ જે ગુણાતીત પ્રકાશના વ્રતધારી ભાઈ હતા અને દીકરી પૂ.ઈન્દુબેન મારડીયા જે ગુણાતીત જ્યોતમાં ભગવાન ભજે છે. 

 

આ હતીબા અને તેમના દીકરા વિનુભાઈએ અનુપમ મકાનમાં રહીને સાધક ભાઈઓની અને જ્યોત સંબંધિત હરીભક્તોની ધણી થઈને સેવાઓ કરી છે. જેના રાજીપા સ્વરૂપે તેમને દેહમાં કોઈ બિમારી આવી નથી કે, ખાસ કોઈ દવાઓ કે દવાખાનાં જોયાં નથી. બસ ભજન કરતા કરતાં, સેવા-સ્મૃતિ કરતાં કરતાં આજ રોજ અક્ષરધામમાં પ્રભુ સાંનિધ્યે બિરાજી ગયા. 

 

તેમની અંતિમવિધિ જ્યોત પ્રાંગણમાં સદ્દગુરૂ સ્વરૂપોના સાંનિધ્યે ભાઈઓ-બહેનોએ બપોરે ૧.૦૦ વાગ્યે કરી હતી.

પૂ.હતીબા અક્ષરધામ નિવાસી થયાં તે  નિમિત્તે તા.૨૭/૧/૧૯ના રોજ સવારે ૧૦.૦૦ થી ૧૨.૦૦ પારાયણ રાખ્યું હતું. તા.૨૮/૧/૧૯ના સવારે ૧૦.૦૦ થી ૧૨.૦૦ પારાયણની પૂર્ણાહુતિ અને મહાપૂજા રાખી હતી. મહાપૂજામાં પૂ.હતીબા ના કુટુંબીજનો પધાર્યા હતા. અને શ્રી ઠાકોરજી મહારાજ, ગુરૂહરિ પપ્પાજી અને બહેનોને થાળ જમાડ્યો હતો. 

 

(૭) તા.૩૧/૧૨/૧૯ સ્વામિનારાયણ મહામંત્ર પ્રાગટ્ય દિન                                                  

 

આજનો ખૂબ ભવ્ય દિવસ ‘સ્વામિનારાયણ મહામંત્ર પ્રાગટ્ય દિન.’ આજના દિને રાત્રે .૦૦ થી .૩૦બહેનોએ પપ્પાજી હૉલમાં સમૂહ ધૂન કરી હતીત્યારબાદ બહેનો પ્રભુકૃપામાં ગુરૂહરિ પપ્પાજીનાં દર્શનાર્થે પધાર્યાં હતાંત્યાં ભજનો ગાયાં હતાંત્યારબાદ ૨૦૧૯ ‘સંકલ્પ સ્મૃતિ વર્ષ’ ને વિદાય આપતાં અને૨૦૨૦ની સાલને આવકારતાં પ.પૂ.દીદીએ આશીર્વાદ આપતાં કહ્યું કે આખું વર્ષ આપણે ગુરૂહરિ પપ્પાજીની સ્મૃતિમાં રહેવું છેગુરૂહરિ પપ્પાજીનું બ્રહ્મસૂત્ર  ‘ગરજુ થઈ સેવા કરોદિવ્યભાવ રાખી ખમો.’ એને નજર સમક્ષ રાખીએએકબીજા મુક્તો સાથે સુહ્રદભાવ રાખીએ. ગુરૂહરિ પપ્પાજીને ગમે છે એવો આનંદ કર્યા કરીએ. ૨૦૨૦ની સાલમાં આપણે ગુરૂહરિ પપ્પાજીની Wish પૂરી કરીએ   તેમના ચરણોમાં પ્રાર્થનાત્યારબાદ સંકલ્પ સિધ્ધિ અર્થે બે મિનિટ ધૂન કરીપ્રસાદ લઈ સહુ મુક્તો વિસર્જીત થયા હતા.

{gallery}images_in_articles/newsletter/2019/Dec/31-12-19 GOODBAY 2019 SABHA PRABHU KRUPA{/gallery}

 

આમ, સ્વામિનારાયણ મહામંત્ર લઈને આવેલો આ મહીનો ભક્તિસભર પસાર થયો હતો. ગુરૂહરિ પપ્પાજીના ચરણે પ્રાર્થના ધરીએ, મંત્રરટણ કરીએ તો અંતર ટાઢું થાય અને ગુરૂ-ગુરૂહરિ સાથે રહેલું અંતર દૂર થાય. જ્યાં જઈએ અંદર કે બહાર, કાર્યક્ષેત્ર કે કર્મયોગ, આનંદ કે રમત-ગમત સર્વ વાતે, સર્વ ક્રિયાએ ગુરૂહરિ-ગુરૂની સ્મૃતિ સાથે મંત્ર રટણ કર્યા કરીએ. એવું મંત્ર રટણ કરવાનું ગુરૂહરિ પપ્પાજી ખૂબ ખૂબ બળ આપે એ જ એમના ચરણોમાં આ વિતેલા વર્ષ ૨૦૧૯ની પ્રાર્થના.

 

અત્રે સર્વે સ્વરૂપોની તબિયત સરસ છે. અત્રેના સર્વે સ્વરૂપો મુક્તો વતી આપ સર્વને અંતરના ભાવભર્યા જય સ્વામિનારાયણ !

એ જ જ્યોત સેવક P.71ના પ્રણામ સહ જય સ્વામિનારાયણ !