01 to 31 Jul 2017 – Newsletter

GKP 6359

 

સ્વામિશ્રીજી

 

ગુરૂહરિ પપ્પાજીની જય

 

કાકાજીપપ્પાજી બંધુબેલડી શતાબ્દી મહોત્સવની જય

 

ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તોજય સ્વામિનારાયણ !

 

 

આજે અહીં આપણે જુલાઈ માસ દરમ્યાન જ્યોતજ્યોતશાખામાં ઉજવાયેલ સમૈયાઉત્સવની સ્મૃતિ માણીશું.

 

 

() તા.//૧૭

 

 

૧લી તારીખ એટલે ગુરૂહરિ પપ્પાજીની પ્રાગટ્ય સ્મૃતિ અને ગુરૂહરિ પપ્પાજીના સાક્ષાત્કાર સ્મૃતિદિન ન્યાયે દર તા.

૧લીએ આપણે સંયુક્ત સભામાં રાત્રે કીર્તન આરધનાનો કાર્યક્ર્મ રાખીએ છીએ. તે મુજબ આજે રાત્રે .૦૦ થી ૧૦.૦૦ કીર્તન આરાધના હતી. જેમાં ગાયક વૃંદનાં બહેનોએ પરમ સૂર વૃંદના તાલ સાથે ભજન ગાયાં હતાં અને ત્યારબાદ પૂ.ઈલેશભાઈ અને બહારથી ભજન ગાવા આવેલ ગાયક ભાઈઓએ બુલંદ અવાજે ભજન ગાયાં અને ભજનના કાર્યક્રમમાં પધારેલ મુક્તો ભક્તિમાં તરબોળ થયા હતા.

 

{gallery}images_in_articles/newsletter/2017/July/D-1-7-17 Kirtan aaradhana{/gallery}

 

 

() તા.//૧૭ ગુરૂપૂનમ

 

 

ભારતીય સંસ્કૃતિનો ખૂબ મંગલકારી પર્વગુરૂપૂનમ

 

ગુરૂ ગોવિંદ દોનો ખડે કીસકો લાગુ પાય

  

બલિહારી ગોંવિંદકી જીન્હેં ગુરૂ દિયો બતાય

 

ધન્ય ધન્ય થયા. ઓહોહો આવા પપ્પાજીએ ઘડેલાં સ્વરૂપો..ગુરૂવંદના હો ચરણિયે..

 

 

વહાલાં .પૂ.બાજ્યારે જે આદેશ આપ્યો પપ્પાજીકાકાજીએ નિઃશંક થઈ વધાવ્યો.

 

વહાલાં .પૂ.બેનસમગ્ર ઐશ્ર્વર્ય ત્યજી સાધુતાની ઝંખના રાખી સહુને સાધુતાનો માર્ગ ચીંધ્યો.

 

વહાલાં .પૂ.જ્યોતિબેનસહજ ને સરળતાથી સેવા ને ભીડાભક્તિ સહર્ષ સ્વીકારી

 

વહાલાં .પૂ.તારાબેનઅખંડ પ્રભુની મૂર્તિમાં રત. પ્રભુના વચનની કિંમતબીજે ક્યાંય માલ નથી.

 

વહાલાં .પૂ.દીદીપ્રાર્થનાનું સ્વરૂપ, વિપરીત સંજોગોમાંય, પ્રભુના બળે અભિપ્રાય રહિત મુક્તો સંગ વર્ત્યા.

 

વહાલાં .પૂ.દેવીબેન – ‘હું કાંઈ નથીએવું સાચું દિલ, ખૂબ મહિમા, ગુરૂભક્તિની પરાકાષ્ઠાનું દર્શન.

 

વહાલાં .પૂ.જશુબેનશૂરવીરતાથી ધ્યેયની સિધ્ધિ માટે નિશ્ચયત્માક ડગ માંડી પ્રાપ્તિને પામ્યાં.

 

વહાલાં .પૂ.પદુબેનમહાત્મ્ય અને સ્વધર્મની પાંખે પ્રતિકૂળ સંજોગોમાં પ્રભુને ધારી લીધા.

 

 

ઓહોહો ! આવાં તો કેટલાં સ્વરૂપો પ્રભુએ ઘડ્યાં ને એમના સાંનિધ્યે ગુરૂઓને ઓળખાવ્યા.

એવા પ્રત્યક્ષ ગુરૂહરિ પપ્પાજીમહારાજને ચરણે કોટિ કોટિ વંદના હો !

એવા પપ્પાજી ગુરૂઓ થકી પ્રત્યક્ષ છે .. એવા ગુરૂચરણે કોટિ કોટિ વંદના હો !

 

{gallery}images_in_articles//newsletter/2017/July/D-9-7-17 Gurupoonam{/gallery}

 

 

પ્રભુ તણો અવતાર છે, પપ્પાજી અહીં સાકાર એના મહિમાનો નહીં પાર, પપ્પાને પૂજું વારંવાર
ગુરૂપૂનમ રવિવારે હતી. તેથી સહુ ભક્તોને વિદ્યાનગર પધારવાનો લાભ મળી ગયો. વળી, વરસાદે પણ આજે વિરામ લીધો હતો.

 

 

મંગલપ્રભાતે પ્રભુકૃપામાં ગુરૂહરિ પપ્પાજીનાં દર્શનથી ગુરૂપૂનમનો પ્રારંભ થયો. સવારે .૩૦ થી ૧૨.૦૦ પપ્પાજી હૉલમાં બહેનોભાઈઓની સભામાં ગુરૂવંદના સાથે ભાવવિભોર હૈયે લાભ લીધો હતો.

 

 

સાંજે .૩૦ થી .૦૦ સહુનાય આદિગુરૂ .પૂ.સોનાબાના પ્રાગટ્યદિનની ઉજવણી ગુરૂપૂનમે રાખી હતી.

બંને સભાનો લાભ આપે વેબસાઈટ પર લીધો હશે. તેથી અહીં વિરમું છું.

 

{gallery}images_in_articles/newsletter/2017/July/D-9-7-17 P.P.Ba pragtyadin{/gallery}

 

 

(3) તા.૧૦//૧૭ હિંડોળા પ્રારંભ

 

 

અષાઢ વદ થી સ્વામિનારાયણ મંદિરોમાં હિંડોળાનો પ્રારંભ આજથી થયો.

ઓહોહો ! ભક્તો ભાવના હીલોળા સાથે વિધવિધ આઈડિયા કરી રાખે અને હિંડોળા બનાવે છે.

 

 

હિંડોળામાં એક હ્રદયનો હરખભરો ભાવ છે. જેવી રીતે નાના બાળક્ને માતાદાદાદાદીનાનીનાના અને ઘરના સહુ કોઈ ભાવથી હિંડોળામાં ઝૂલાવે છે અને હરખથી હાલરડું ગાય છે. તેમ ચોમાસાથી ભીની મીઠી સીઝનમાં ભગવાનની મૂર્તિને સાકાર માની ભક્તો ભાવથી હીંડોળામાં ઝૂલાવી પ્રાર્થના સાથેનાં ભજન ગાય છે. વળી, પ્રભુના અવનવી ચેષ્ટાનાં વર્ણન કરી મૂર્તિનું વર્ણન કરે છે. ક્યારેક માનસી પૂજાના ભજનરૂપી લહેકા હાલરડાંની જેમ ગાય અને પ્રભુને રીઝવે છે. અને ભક્તો પોતે પણ સ્ફૂરાયમાન રહે છે.

 

 

મહારાજને ભક્તો આંબાની ડાળે, લીમડાની ડાળે હીંડોળો બાંધીને હીંચકાવતા ! મહારાજ પણ હરખતા હૈયે ભક્તોનો ભાવ ગ્રહણ કરતા. નંદના ભજનોની પંક્તિમાં આપણે માણીએ છીએ.

ગુરૂહરિ પપ્પાજીની પણ હિંડોળાની ઘણી ઘણી સ્મૃતિઓ છે. તેની આપણે પહેલી અને છેલ્લી સ્મૃતિ અહીં માણીએ.

 

 

..૧૯૭૫માં ગુરૂહરિ પપ્પાજી થોડા ભક્તોને લઈને ઉભરાટ શિબિર કરવા ગયા હતાં. ત્યાં ઉતારા હતા તેમાં એક ચોખંડી ઉતારાઓ હતાં. તેમાં ફરતે રૂમોના બ્લોક અને વચ્ચે ચોક. ચોકમાં સરસ લીમડા હતાં. ભક્તોને ભાવ થયો કે, પપ્પાજીમાં સહજ શ્રી સહજાનંદજી મહારાજની ઝાંખી આપણે પળેપળ કરી રહ્યાં છીએ તો તેઓને અહીં હિંડોળો બાંધી ઝૂલાવીએ તો ? પરંતુ અસલી સાધુ સ્વરૂપ ગુરૂહરિ પપ્પાજી સ્વીકારશે ખરા ? એવા પ્રશ્નાર્થ સાથે હિંડોળા તૈયાર કર્યા. ગુરૂહરિ પપ્પાજી તો અક્ષર પુરૂષોત્તમનું સ્વરૂપ છે તેને પ્રભુ માની ભાવ અર્પણ થાય તો પરભાવે ભાવ સ્વીકારે . અને ખરેખર ગુરૂહરિ પપ્પાજીએ ભાવ સ્વીકાર્યો હતો. તે પછી તો દેશપરદેશમાં અને પ્રભુકૃપાબ્રહ્મવિહારબ્રહ્મજ્યોતિ, સાંકરદા અક્ષર જ્યોત વગેરે સ્થળે અનેક્વાર હિંડોળાની સ્મૃતિ અનેક ભક્તોને ગુરૂહરિ પપ્પાજીએ આપી છે.

 

{gallery}images_in_articles//newsletter/2017/July/D-10-7-17 Hindola Praranbha{/gallery}

 

 

છેલ્લે વિશ્રામલીલામાં અક્ષર મહોલ (વેલી વ્યુ બંગલો) માં પણ પાછળના ગાર્ડનમાં વિદ્યાનગરથી લઈ ગયેલ હિંચકામાં બિરાજી અનેકવાર દર્શન આપ્યાં છે. વળી આગળના ગાર્ડનમાં તો ભાઈઓએ ઝાડની ડાળીએ લાંબા હિંચકા ખવાય તેવો હિંડોળો બાંધી ગુરૂહરિ પપ્પાજીને બિરાજમાન કર્યા છે. અને ભક્તોએ નિરામય રહેવાના ગીતરૂપી ભજન ગાતાં ગાતાં હિંચકા નાંખીને મહારાજ માટે નંદના ભજનોની પંક્તિઓ ગાતા ખૂબ સ્મૃતિ મેળવી છે. આવી બિમારીમાં પણ હોંશથી હિંચકો ગ્રહણ કરીને આનંદ સ્વરૂપે દર્શન દઈને ભક્તોને ધન્ય કર્યા છે. દર વર્ષે જ્યોતમાં ઑગષ્ટ મહિનામાં હિંડોળા થાય ! સભામાં હિંડોળો હતો. ગુરૂહરિ પપ્પાજી સભાખંડમાં પધારે ત્યારે હિંડોળાની દોરીથી શ્રી ઠાકોરજીને ઝૂલાવી પગે લાગે પછી પોતાના આસને બિરાજમાન થાય !

 

 

પ્રભુકૃપાના વરંડામાં આગળના ભાગમાં સહુ કોઈ ભક્તોને દર્શન થાય તેવી ખુલ્લી જ્ગ્યામાં ગુરૂહરિ પપ્પાજીનો હિંડોળો રહેતો! ગુરૂહરિ પપ્પાજીની તબિયત સારી ના હોય તેવે વખતે ભક્તો બહારગામથી પધારે ત્યારે મનમાં શંકા હોય કે ગુરૂહરિ પપ્પાજીનાં દર્શન થશે કે નહીં ? ભક્તવત્સલ પપ્પાજી તો ભક્ત આવે તે પહેલા વરંડાના હિંડોળે બિરાજી ગયા હોય ! દૂરથી ગુરૂહરિ પપ્પાજીના દર્શન થતાં. ભાવવિભોર બની ભક્ત કૃતકૃતજ્ઞતા અનુભવે ! ત્યાં તો હાથ ઉંચો કરી ભક્તોને નીજ સમીપ બોલાવી લઈ ગુરૂહરિ પપ્પાજી સહુ કોઈને ધન્ય કરે. આવા તો અનેક ભક્તોના અનુભવો છે. અને આવી આવી હિંડોળાની અનેક સ્મૃતિ ભક્તોને છે. જો બધું ઉંડાણમાં ભક્તો લખે તો મોટો ગ્રંથ ભરાઈ જાય એટલી ફક્ત હિંડોળાની સ્મૃતિઓ આપી ગુરૂહરિ પપ્પાજીએ નીજ આશ્રિતને ભર્યા ભર્યા કરી દીધા છેગુરૂહરિ પપ્પાજી સરસ હિંડોળા બનાવનારને પ્રસન્નતા પણ અર્પતા.

 

 

વખતે પપ્પાજી સ્વરૂપ .પૂ.જ્યોતિબેનની પ્રેરણાથી બહેનોએ એક પછી એક હિંડોળા બનાવી ઉમેરતા ગયા. હિંડોળા અત્યાર સુધીમાં થયા છે. બીજા ત્રણ થશે. બહુ મોટી વાત નથી. પરંતુ તેની પાછળ રહેલો પ્રસન્નતાનો ભાવ અને સેવાથી પુણ્યની કમાણી કરવાની પ્રાર્થના ! તેના પરિણામે જે માહોલ બને છે તે દર્શનથી સહુના હૈયામાં આનંદ મળે છે. ગુરૂહરિ પપ્પાજીની સ્મૃતિ તાર્દશ્ય થઈ જાય છે. ધન્યવાદ ! બનાવનારને ! બનાવડાવનાર (આજ્ઞા કરનાર) ને ! અને દર્શનાર્થી સહુને !

 

 

આપ સહુએ વૉટ્સ ઍપ પર દર્શનની ઝલક માણી હશે. અને વેબસાઈટ પર પણ ઝલક માણશો.

જ્યોત શાખાઓમાં પણ યથાશક્તિ હાં હાં ગડથલ રૂપે હિંડોળા દર્શન હોય છે. તેના અલ્પ દર્શનની ઝલક પણ સાથે સાથે આપ સહુ માણતા હશો. દીર્ઘાયુ માણતા રહો તેવી શુભેચ્છાઓ સાથે જય સ્વામિનારાયણ !

 

 

() તા.૨૪//૧૭ શ્રાવણસુદ  “શ્રાવણ માસ પ્રારંભ

 

 

શ્રાવણ મહિનો એટલે વ્રતનો મહિનો. જ્યોતમાં અને આપણા ગુણાતીત સમાજમાં આપણે સહુ આપણા ગુરૂહરિગુરૂની આજ્ઞા મુજબ એકટાણાં કરીએ છીએ. કપરાં તપ કરીએ તેવા આપણા દેહ નથી રહ્યાં. અને આપણા પ્રત્યક્ષ પ્રભુ પણ યુગ પ્રમાણેની કૃપા કરનારા છે. એક ભજનમાં છે ને

 

 

तप ध्यान योग से प्रभु मिलेंगे ऐसा मेने सोचा था !

मोज में प्रभु निराले मिलेंगे सपने में नहीं सोचा था !

 

રીતે યથાશક્તિ એકટાણાં આપણે જ્યોતમાં અને ઘર મંદિરમાં કરી રહ્યાં છીએ.

 

 

પારાયણ

 

 

.પૂ.જ્યોતિબેન અને સ્વરૂપોની આજ્ઞા અને તેઓના સાંનિધ્યે હાલ જ્યોતમાં પારાયણ ચાલી રહ્યું છે. સાંજે .૩૦ થી .૦૦ પપ્પાજી હૉલમાં બહેનોની સભામાં પારાયણ થાય છે.

 

 

() સ્વામિનારાયણ ભગવાનનું પુસ્તકભગવાન શ્રી સ્વામિનારાયણ એક દિવ્ય જીવનગાથામહારાજના પુસ્તકમાં લીલાચરિત્ર અને સામર્થીની સ્મૃતિ વાતોનું શ્રવણ પારાયણમાં કરવાની ખૂબ મજા પડે છે. આત્મામાં બ્રહ્માનંદ આવે અને સ્વામિનારાયણ ભગવાનની સર્વોપરીપણાની નિષ્ઠામાં ર્દઢતા થઈ રહી છે. એવું

 

 

() પરમ ઓજસ ભાગ , ભાગ

પુસ્તકના વાંચનનું શ્રવણ કરવાથી ગુરૂહરિ પપ્પાજીની સ્મૃતિ તાર્દશ્ય થઈ જાય છે. ગુરૂહરિ પપ્પાજીના માનવ જીવનમાં એકએક સદ્દગુણ વિશે પ્રેક્ટીકલ વર્ણન કર્યુ છે. પુસ્તક .પૂ.પદુબેનની આજ્ઞાથી બહેનોએ હસ્તલેખિત તૈયાર કર્યું છે. ખૂબ ખૂબ અભિનંદન !

 

 

 

() તા.૨૫//૧૭ શ્રાવણ સુદ

 

 

આજે .પૂ.સોનાબાનો પ્રાગટ્યદિન અને .પૂ.દીદીની પણ પ્રાગટ્યતિથિ છે. .પૂ.બાના પ્રાગટ્યદિનની ઉજવણી ગુરૂપૂનમના દિને આપણે કરી. તેમજ ગઈકાલે જ્યોતસભામાં .પૂ.બાના પ્રાગટ્યદિન નિમિત્તે માહાત્મ્યગાનથી ઉજવણી કરી.

 

 

આજે .પૂ.દીદીના પ્રાગટ્યતિથિ ઉત્સવની ઉજવણી જ્યોતનાં બહેનોએ ખૂબ ભવ્ય અને દિવ્ય રીતે કરી હતી.

સવારે .૩૦ થી ૧૨.૩૦ અને રાત્રે .૩૦ થી ૧૦.૩૦ એમ બે ટાઈમ સભા કરીને

.પૂ.દીદીના ગુરૂવંદના મહોત્સવની ઉજવણી જ્યોત પપ્પાજી હૉલમાં બહેનોએ કરી હતી.

 

 

.પૂ.દીદીનું સ્વાગત દરેક ગ્રુપના બે બહેનોએ લાઈનમાં સામસામે હાથ પકડી ઉભા રહીને કર્યું હતું. .પૂ.દીદી પધાર્યા અને દરેક બહેનના હાથને સ્પર્શ કરે ત્યારબાદ બહેનોએ હાથ છોડી .પૂ.દીદીને પાયલાગણ કરવાના રીતે સ્વાગત કર્યું હતું.

ત્યારબાદ દરેક ગ્રુપનાં બહેનોએ જે ભાવાર્પણ કરવાના હતાં તે લાઈનમાં છાબમાં લઈને પધાર્યા અને સ્ટેજ પાસે ટેબલ પર તે ભાવાર્પણ મૂક્યું હતું.

 

 

.પૂ.દીદીએ ગુરૂહરિ પપ્પાજીને હાર પહેરાવ્યો અને સ્ટેજ પરના સ્વરૂપોને કલગી અર્પણ કરી હતી. ત્યારબાદ પૂ.પરાગીબેન પટેલે .પૂ.દીદી રચિત ભજનતારા ચરણે શીશ નમાવું..” પર ભાવનૃત્ય કર્યું હતું.

દરેક ગ્રુપનાં બહેનોએ વારાફરતી ભાવાર્પણ કરવાનું અને દરેક સદ્દગુરૂએ ત્રણ મિનિટ .પૂ.દીદીના માહાત્મ્યદર્શનમાં લાભ આપવાનો રીતનું આયોજન કર્યું હતું. ભાવાર્પણમાં પણ , અને નો અંક રાખ્યો હતો.

એટલે શ્રાવણ સુદ બીજ .પૂ.દીદીનો પ્રાગટ્યદિન

એટલે .પૂ.દીદીનો સ્વરૂપાનુભૂતિદિન

એટલે .પૂ.દીદીનો કેન્દ્ર નંબર

 

{gallery}images_in_articles/newsletter/2017/July/D-25-7-17 P.P.Didi pragtyadin{/gallery}

 

 

રીતે દરેક ગ્રુપનાં બહેનોએ હાર, કલગી, કંઠી, માળા, પ્રસાદ વિધવિધ ભાવો વિધવિધ સ્મૃતિ સાથે .પૂ.દીદીના ચરણે ધર્યાં હતાં.

અંતમાં .પૂ.દીદીના આશીર્વાદ લઈને આજના ગુરૂવંદના મહોત્સવ સભાની પૂર્ણાહુતિ કરી હતી.

 

 

() તા.૨૭//૧૭ .પૂ.દેવીબેન નો પ્રાગટ્ય પ્રતીક તિથિ ઉત્સવ

 

 

સાંજે .૩૦ થી .૦૦ .પૂ.દેવીબેનનો પ્રાગટ્ય પ્રતીક તિથિ ઉત્સવની ઉજવણી જ્યોત પપ્પાજી હૉલમાં કરી હતી.પૂ.દેવીબેનના માહાત્મ્યદર્શનમાં પૂ.દીનાબેન શાહ, પૂ.દિવ્યાબેન દુબલ, પૂ.પ્રતિક્ષાબેન ચિતલીયા, પૂ.શિલ્પાબેન પટેલે લાભ આપ્યો હતોઅંતમાં .પૂ.જ્યોતિબેન અને .પૂ.દેવીબેનના આશીર્વાદ લઈને સભાની પૂર્ણાહુતિ કરી હતી.

 

{gallery}images_in_articles//newsletter/2017/July/D-27-7-17 P.P.Deviben Pratik tithi utsav{/gallery}

 

 

આમ, આખો મહિનો વિધવિધ ભક્તિસભર આયોજનો સાથે પસાર થયો હતો. રોજ સાંજે પારાયણ થાય છે. પારાયણ બાદ રોજ મોટેરાં સ્વરૂપો આશીર્વાદ આપે છે. ગુરૂહરિ પપ્પાજીના ચરણે પ્રાર્થના ધરીએ આપ રાજી થાવ એવા અમારાં વિચાર, વાણી અને વર્તન બને. સર્વે સ્વરૂપો આપણી સાથે નિરામય દીર્ઘાયુ રહે. અને આપણે સહુ એમની કૃપા વર્ષામાં ભીંજાતા રહીએ.

અત્રે સર્વે સ્વરૂપોની તબિયત સરસ છે. અત્રેના સર્વે સ્વરૂપો મુક્તો વતી આપ સહુને અંતરના ભાવભર્યા જય સ્વામિનારાયણ.

 

જ્યોત સેવક P.71ના પ્રણામ સહ જય સ્વામિનારાયણ !