01 To 31 May 2017 – Newsletter

સ્વામિશ્રીજી

 

 

ગુરૂહરિ પપ્પાજીની જય

 

 

ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તોજય સ્વામિનારાયણ !

 

 

આજે અહીં આપણે મે મહિના દરમ્યાન જ્યોત પ્રાંગણમાં ઉજવાયેલ સમૈયા ઉત્સવની સ્મૃતિ માણીશું.

 

 DSC02688

() તા.//૧૭

 

 

દર મહિનાની ૧લી તારીખે બહેનો પપ્પાજી તીર્થ પર ધૂન, ભજન, પ્રદક્ષિણા માટે જાય છે. તેમ આજે પણ ગયાં હતાં. અને પોતાના અંતરના પ્રાર્થનાભાવો ગુરૂહરિના ચરણે ધર્યા હતા.

 

 

રાત્રે ૧લી તારીખની કીર્તન આરાધના રાબેતા મુજબ જ્યોત પપ્પાજી હૉલમાં થઈ હતી. પહેલાં બહેનોએ ભજનો ગાયાં હતાં. અને ત્યારબાદ ભાઈઓએ ભજનો ગાઈને સહુના અંતરમનને ભક્તિરસમાં લીન કર્યા હતા.

 

{gallery}images_in_articles//newsletter/2017/May/01-05-17 PAPPAJI TIRTH DHUN PADAXINA KIRTAN AARDHNA{/gallery}

 

 

() તા.૧૦//૧૭

 

 

સવારે ૧૦.૩૦ થી ૧૨.૦૦ જ્યોત પપ્પાજી હૉલમાં મંગલ દર્શનની સભામાં .પૂ.દીદીએ એમના આશીર્વાદમાં એક વાર્તા કરી હતી, તે અહીં જોઈએ.

 

{gallery}images_in_articles//newsletter/2017/May/10-05-17 P.P.DIDI SWARUPO ASHIRWAD IN PAPPAJI HALL{/gallery}

 

 

એક છોકરાની મમ્મી રોજ પૂજા કરે અને રડે. એક દિવસ એના છોકરાએ પૂછ્યું, “મા તું પૂજા કરે છે ત્યારે કેમ રડે છે ?” એની મા કહે, “હું પૂજા કરું છું પણ મેં ભગવાનના દર્શન નથી કર્યાં. તું મને ભગવાનનાં દર્શન કરાવને?” છોકરો તો નીકળ્યો, ભગવાનને શોધવા. ત્યાં સામે એક મહાત્મા મળ્યા. એને પૂછ્યું, તમે ભગવાન છો ? મહાત્મા ભગવાન હતા. પણ એમણે કહ્યું નહીં કે હું ભગવાન છું. મહાત્મા કહે, છોકરા મારા પગમાં કાંટા વાગ્યા છે તો કાઢી આપને. છોકરાએ કાંટા તો કાઢ્યા. પણ પગમાં ચિહ્ન જોઈને લાગ્યું કે તો ભગવાન જેવા લાગે છે. એટલે છોકરાએ કહ્યું, “તમે ભગવાન છો ?” મહાત્માએ કહ્યું, “હા”, તો છોકરો કહે, “ચાલો મારા ઘરે. મારી મા રોજ તમારી પૂજા કરે છે અને રડે છે. તેને દર્શન આપો.” છોકરો મહાત્માને ઘરે લઈ ગયો. બંનેએ ભાવપૂર્વક ભગવાનનાં દર્શન કર્યાં અને જમાડ્યા બાઈને ભગવાનની ઝંખના હતી. આપણે એવી ઝંખનાવાળા ભેગા થયા છીએ.ભગવાન આપણને મળ્યા છે. એમણે આપણા બધા દેહભાવના કાંટા કાઢ્યા છે. આપણે એમને આંતરિક રાંકભાવે પ્રાર્થના કર્યા કરવી. ભગવાને મને એમનું સ્વરૂપ ઓળખાવ્યું મારાં બહુ મોટાં ભાગ્ય છે.

 

 

() તા.૧૪//૧૭

 

 

જ્યોતનાં વ્રતધારી બહેનોની કેરાલા યાત્રાશિબિરના યાત્રિકોનો વિદાયમિલનસભા.

..૧૯૯૧ ગુરૂહરિ પપ્પાજી .પૂ.બેન અને મોટેરાં સદ્દગુરૂ Aના સાંનિધ્યે લંડનના હરિભક્તોની દક્ષિણ ભારતની યાત્રા કરી હતી. તે પછી ગુરૂહરિ પપ્પાજીની ઈચ્છા જ્યોતનાં બધાં વ્રતધારી બહેનોને દક્ષિણ ભારતમાં કન્યાકુમારી સુધી લઈ જવાની હતી. પરંતુ ત્યારે શક્ય બન્યું નહીં. ૨૫ વર્ષ બાદ વર્ષે બધાં બહેનોને કેરાલા યાત્રા અને શિબિર માટે જવાનું આયોજન થયું. તે માટેનો મહીનો સપ્ટેમ્બર નક્કી થયો અનેમેમહિનાના બીજા પખવાડીયામાં ટીચર્સ બહેનો સહિતની એક બેચ ૧૦૫ની સંખ્યામાં જવાનું મોટેરાં સ્વરૂપોના આશીર્વાદથી આયોજન થયું.

 

 

તા.૧૬//૧૭ થી તા.૨૬//૧૭ પ્રથમ બેચના બહેનોનો વિગતવાર કાર્યક્ર્મ ગોઠવાયો. જનાર સાધક બહેનો અને પર્યટન વિભાગના બહેનોની એક સભા આજે તા.૧૪/૫ના સવારે ૧૦.૩૦ થી ૧૨.૦૦માં પપ્પાજી હૉલમાં .પૂ.જ્યોતિબેન, .પૂ.દીદી, .પૂ.જશુબેનના સાંનિધ્યે થઈ હતી. ‘પ્રથમ પભુ પછી પગલું ન્યાયે મોટેરાં સ્વરૂપોના આશીર્વાદ લઈ તેઓના વરદ્દ હસ્તે રક્ષા (રાખડી) બંધાવવા સભા હતી. ગુરૂહરિ પપ્પાજીની દક્ષિણ ભારતની યાત્રાની સ્મૃતિ પૂ.ડૉ.નિલમબેન, પૂ.સુસ્મીબેન, પૂ.મનીબેને એક એક કહી હતી. .પૂ.દીદી અને .પૂ.જ્યોતિબેને પણ તેઓના આશીર્વાદમાં સ્મૃતિની વાતો કરી અને સહુ સાધકોનેમાની જેમ શીખામણ સાથે આશીર્વાદ આપ્યા હતા.

 

 

ગુરૂહરિ પપ્પાજીની સ્મૃતિ જે સ્થળની હતી તે બધા યાત્રિકો પાસે કાર્યક્ર્મ સાથે કહી હતી. અને કાર્યક્ર્મની કોપી દરેક યાત્રિકોનેશિબિરાર્થીઓને આપી હતી. ફકત કેરાલા ફરવા જવાનું નહોતું. ગુરૂહરિ પપ્પાજીની સ્મૃતિ સાથે કેરાલા ઉપરાંત તામિલનાડુમાં કન્યાકુમારી તથા રામેશ્વરમ જવાનું આવરી લઈને કાર્યક્ર્મ તૈયાર કર્યો હતો. નવભારત ટુર્સ દ્વારા પૂ.નિતીનભાઈ ઠક્કર જાણીતા સ્વજન દ્વારા આખી યાત્રા ગોઠવી હતી. તેઓ રસોઈયારાશન સાથે દરેક સ્થળ પર અગાઉ પહોંચી જઈને બહેનોની મર્યાદા અને તબિયત જળવાય તેવું આયોજન કર્યું હતું. બધી માહિતિ મિલનસભામાં અપાઈ અને જનાર બહેનોને હોંશ પૂર્વક વિદાય આપી હતી.

 

 

તા.૧૬//૧૬ રાત્રે વિદ્યાનગર થી મહાપ્રસાદ લઈને .૦૦ વાગ્યે વડોદરા જવા માટે નીકળતાં પહેલાં પ્રભુકૃપામાં દર્શન અને .પૂ.દીદીના વરદ્દ હસ્તે પ્રસાદ લઈને યાત્રાનો પ્રારંભ થયો. વડોદરાથી તા.૧૬/૫ના રાત્રે ૧૦.૩૦ વાગ્યાની રાજધાની ત્રિવેન્દ્રમ એક્સપ્રેસ ટ્રેનમાં બુકીંગ હતું. વિદ્યાનગરથી પૂ.જીતુકાકા, પૂ.જીતુભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સારથી ભાઈઓએ સામાન અને મીનીબસની ગોઠવણ કરી હતી.

 

 

ઓહોહો ! વડોદરા મંડળના સર્વે ભાઈઓ સહકુટુંબ ભાથું પ્રસાદના પેકેટ્સ પેકીંગ સાથે સરપ્રાઈઝમાં બહેનોની સેવામાં ઉપલબ્ધ રહ્યા હતા. વર્ષો પહેલાં ગુરૂહરિ પપ્પાજી પરદેશ જવા વડોદરાથી મુંબઈ જવા સાજ સાથે સયાજી એક્સપ્રેસમાં પ્રયાણ કરતા ત્યારે  ગુજરાત મેલ વડોદરાથી પસાર થાય ત્યારે જતાંઆવતાં વડોદરા મંડળ સ્ટેશને દર્શનસેવા માટે ઉમટતું હતું. તેમ આજે તે દર્શન સ્મૃતિપટ પર ખડું થયું હતું.

 

{gallery}images_in_articles//newsletter/2017/May/14-05-17 KERALA YATRASHIBIR SABHA{/gallery}

 

 

ગુરૂહરિ પપ્પાજી પધારતા હોય તેવા ભાવે ભક્તો પધાર્યા અને સાધક બહેનોને થાય પપ્પાજી ! અને પપ્પાજી સ્વરૂપો ! બધું આપને લીધે છે. અમો તો કાંઈ નથી એવો ગદ્દગદીત ભાવ સામસામો અનુભવાતો હતો. પૂ.આશિષભાઈ તેમના ફેક્ટરીના કારીગરોને સામાનની સેવા માટે લઈને પધાર્યા. પૂ.વર્ષાબેને તો જાતે (ઘરે) બહેનો માટે વિશેષ ભાથું તૈયાર કર્યું હતું. અને પૂ.મંદાબેન અને કુટુંબના મુક્તો પધાર્યા. પૂ.મહેન્દ્રભાઈ, પૂ.સ્મિતાબેન સભાના ભક્તો સહિત પધાર્યા. પૂ.બેચરભાઈ, પૂ.બાબુકાકા અને ભાઈઓ ખડે પગે જરૂરિયાત કરતાંય વધારે સંખ્યામાં સેવાનો લ્હાવો લેવા ઉમટ્યા હતા. ગુરૂહરિ પપ્પાજી કહે છે તેમ માહાત્મ્યસભર જીવન એટલેપૃથ્વી પરનું અક્ષરધામ અક્ષરધામનાં દર્શન માણ્યા. અને ત્રિવેન્દ્રમ તરફ પ્રયાણ કર્યું. બે રાત એક દિવસ ૩૨ કલાકની ટ્રેઈનની મુસાફરી ભજનભક્તિ ગોષ્ટિ આનંદ સાથે કરીને તા.૧૮/૫ના રોજ વહેલી સવારે .૦૦ વાગ્યે ત્રિવેન્દ્રમ (કેરાલાની રાજધાની) સ્ટેશને ઉતર્યા.

 

 

 

ત્રિવેન્દ્રમથી આઠ દિવસ X કોચ દ્વારા કેરાલાના અશ્ટમુડી, કોવાલમ્ જેવા દરિયા કિનારાનાં સ્થળે દર્શનસંઘધ્યાનની સભાગોષ્ટી સાથે કુદરતનો આનંદ માણ્યો. કોવાલમ્ માં આવેલ પ્રખ્યાત પદ્મનાભ સ્વામી મંદિરના દર્શને ગયા. તથા કન્યાકુમારી, રામેશ્વરમ્ જેવા પ્રસાદીના ધામે દર્શન કર્યા. ૧૯૫૬માં સ્પેશ્યીલ ટ્રેનની યાત્રા યોગીજી મહારાજના સાંનિધ્યે ભક્તોએ કરી હતી તે વખતે ગુરૂહરિ પપ્પાજી ટ્રેનમાં ધામે પધારેલા. કન્યાકુમારીમાં સ્વામી વિવેકાનંદ મેમોરીયલ દરિયાની મધ્યે છે. અહીં ત્રણ દરિયાનો સંગમ થાય છે. ત્રણ કલરનું પાણી જોવા મળે છે. સ્વામી વિવેકાનંદે પરદેશથી આવીને જે પથ્થર પર બેસીને ધ્યાન કર્યું હતુ ત્યાં ધ્યાન હૉલ છે. ગુરૂહરિ પપ્પાજીની જેમ સ્વામી વિવેકાનંદ પણ ધ્યાનસ્થ મૂર્તિ હતા. હૉલમાં ગુરૂહરિ પપ્પાજીની સ્મૃતિ સહ ધ્યાન કર્યું.

 

 

કન્યાકુમારી, રામેશ્વર કે મદુરાઈનું મિનાક્ષી મંદિર આદિ મંદિરોના દર્શને જવામાં લાંબી લાઈનમાં બેચાર કલાક ઉભા રહેવાનું હોય છે. આમ, બધા ગુરૂહરિ પપ્પાજી અને સ્વરૂપોની પ્રસાદીનાં ધામ  છે. રામેશ્વરમાં શ્રીજીમહારાજે બે મહિના નિવાસ કરેલો. અને સ્પેશ્યીલ ટ્રેન વખતે યોગીજીમહારાજ, ગુરૂહરિ પપ્પાજી પણ અહીં પધારેલા તે સ્મૃતિ સાથે બધે દર્શન કર્યા. ત્યાંથી પછી થેક્કડી અને મુન્નાર હીલ સ્ટેશને પણ કુદરતનો આનંદ માણ્યો હતો. થેક્કડીમાં તેજાનાનાં ફાર્મ અને મુન્નારમાં ચાના બગીચા. ખૂબ ગ્રીનરી ! પર્વતજળ અને ગ્રીનરીમાં માનસીમાં શ્રી ઠાકોરજી અને ગુરૂહરિ પપ્પાજીનાં દર્શન મનોમન માણી દિવ્યતાની અનુભૂતિ કરી હતી. વળી, સ્પેશ્યલ હૉલમાં શિબિર સભા ગોષ્ટિરૂપે તથા રાસગરબાનો આનંદ પણ માણ્યો હતો.

 

 

આખી યાત્રા દરમ્યાન ગુરૂહરિ પપ્પાજી ખરેખર સાથે હતાં.એવું આંતરિક સાંનિધ્ય અનુભવાતું રહ્યું હતું. કારણ ગુરૂહરિ પ્રેરિત યાત્રા હતી. બાહ્ય સંજોગો પણ ખૂબ સાનુકૂળ રહ્યાં. જેવા કે મેઘરાજાની સીઝન હતી. ગાજ્યા વરસ્યા પણ અમને નડ્યા નથી. કેરાલામાં ત્રણ બાબતમાં એજન્ટ કહે અમે કાંઈ ના કરી શકીએ. () ગમે ત્યારે વરસાદ () ટ્રાફીકમાં ફસાઈ જવું () સ્ટ્રાઈક. ત્રણ ભય ત્યાંના હોય છે. તે ત્રણેયમાં કાંઈ ગુરૂહરિ પપ્પાજીની કૃપાથી નડ્યું નહીં. ટાઈમ ટેબલ પ્રમાણે અને સુખદ યાત્રામાં ગુરૂહરિ પપ્પાજીની કૃપા અને મુક્તોની સદ્દભાવના ભર્યા ભજનથી રહી હતી. આભાર તા.૨૬/ મધ્યરાત્રિએ ૧૨.૦૦ વાગ્યે વડોદરા ઉતર્યા. વડોદરા મંડળ અને વિદ્યાનગરકંથારીયાના ભાઈઓ જતી વખતની જેમ અડધી રાત્રે સેવા માટે તૈયાર હતાં. જ્યોતમાં રાત્રે .૦૦ વાગ્યે પહોંચી ગયા. સુંદર રીતે કેરાલા યાત્રા સમાપ્તમ્

 

 

() તા.૨૩//૧૭ યોગી જયંતિ તથા સાંકરદા નૂતન મંદિરનું ખાત મુર્હૂત તથા શિલાન્યાસ વિધિનો કાર્યક્ર્મ

 

 

સહુ પ્રથમ અહીં આપણે સાંકરદા મંદિરની પૂર્વભૂમિકા (ઐતિહાસિક સ્મૃતિ) જાણી લઈએ.

..૧૯૬૮ થી ૨૦૧૭  સુધી જે મંદિરમાં .પૂ.અક્ષરવિહારી સ્વામીજી અને સંતો રહ્યા તે આપણે જાણીએ છીએ. તે મંદિર કેવી રીતે બન્યું હતું. અને તે મંદિર ઉત્થાપન કરી નૂતન મંદિરનું નિર્માણ થનાર છે તેની માંડીને સ્મૃતિની વાત એવી છે કે, પૂર્ણ પુરૂષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણની પુનિત પાદરેણુથી સાંકરદા ગામની ધરતી અતિ પુણ્યવંતી બની છે. વડોદરાના શ્રી ગાયકવાડ મહારાજાનું પોતાના રાજ મહેલમાં પધારવાનું આમંત્રણ સ્વીકારી શ્રીજી મહારાજ સંવત ૧૮૮૨ના કાર્તિક વદ બીજના દિવસે બેય દેશના આચાર્ય, પાંચસો પરમહંસો, દાદાખાચર અને અનેક ભક્તોને સાથે લઈને વડતાલ ધામથી વહેલી સવારે ચાલતા ચાલતા વડોદરા આવવા નીકળ્યા.

 

લગભગ સાંજના સુમારે સાંકરદાની પુણ્યવંતી ધરતી ઉપર પહોંચ્યા. સાંકરદા ગામના અગ્રગણ્ય ભક્તોને સંદેશો પહોંચી ગયો હતો. તેથી તેઓએ ગામની ભાગોળે જઈ શ્રીજીમહારાજ અને તેઓના દિવ્ય સમાજને સત્કાર્યા. તેમની પ્રાર્થના સ્વીકારી શ્રીજીમહારાજ અને સંતોમુક્તોએ સાંકરદાની ધરતી ઉપર તંબુઓમાં રાતવાસ કર્યો અને બીજે દિવસે શ્રીજી મહારાજે ગામના ભક્તોને ઘરે પધારી કંકુના ચરણાર્વિંદ પણ આપેલાં. તેવી રીતે વડોદરાથી વડતાલ પાછા જતી વખતે પણ મહારાજ પોતાના સમાજ સાથે સાંકરદા રાત રોકાયા હતા. સ્વામિનારાયણ સંપ્રદાયમાં અજોડ અને અનુપમ સ્થાન છે કે જ્યાં બેય દેશના આચાર્ય, પાંચસો પરમહંસો અને અનેક ભક્તો સાથે શ્રીજી મહારાજ બે દિવસ રોકાયા હોય. આવા મહાપ્રસાદી તીર્થ સ્થાનમાં શ્રીજી મહારાજનાં ચરણાર્વિંદ પધરાવી ઓટો બનાવ્યો છે.

 

 

વળી, તેમનાં દિવ્ય સ્વરૂપો એવા બ્ર.સ્વ. શાસ્ત્રીજી મહારાજ અને બ્ર.સ્વ.યોગીજી મહારાજની પણ પ્રસાદી ભૂમિ છે. અહીં શાસ્ત્રીજી મહારાજે ભવ્ય શિખર બધ્ધ મંદિર બનાવવાનો સંક્લ્પ કરેલો ને તેને માટે મૂર્તિઓ પણ લાવેલા. અહીં જો મંદિર બને તો તેનો દરવાજો પશ્ર્ચિમ દિશામાં વાસદ ગામ તરફ રાખવો તેવો સંકેત તેઓએ કરેલો. યોગીજી મહારાજે તો અહીં મંદિરમાં માસ રહીને એકએક ઘરે અને એકએક ખેતરમાં ફરીને ઝોળી માંગી છે. એમ ભૂમિની એકેએક રજ મહાપ્રસાદીની છે. વર્ષો વીતી જતાં .પૂ.અક્ષરવિહારી સ્વામીજીની નિશ્રામાં સંતોને સંસ્કૃતમાં અભ્યાસ નિમિત્તે સાંકરદા જૂના પ્રસાદીના મંદિરે રહેવાનું ગોઠવાયું. એક વરસ સંતો જૂના મંદિરે રહ્યા ને તેઓના વર્તનથી સહુ ભક્તોને ખૂબ ગુણ આવ્યો અને કહ્યું કે, તમે જો અહીં મંદિર કરો તો અમે સાંકરદા ગામના ભક્તો અમારી જમીનનાં ગાળાઓ (પ્લોટ) જે અમે શાસ્ત્રીજી મહારાજને મંદિર કરવા માટે આપેલા તે પ્લોટ તમોને દાનમાં આપીએ.

 

{gallery}images_in_articles//newsletter/2017/May/23-05-17 SKARDA MANDIR KHATMURAT YOUI JAYANTI{/gallery}

 

 

સંતોના સૂચનથી હરિભક્તોએ .પૂ.કાકાજી અને .પૂ.પપ્પાજીને રીતે વાત કરી. જે સ્વીકારી સર્વે દિવ્ય સ્વરૂપોએ મંદિર બનાવવા માટે સંમતિ આપી. તે વખતે સાંકરદા ગામના ભક્તરાજ ..પૂંજાકાકાનો ઈંટનો ભઠ્ઠો હતો. તેઓએ સામેથી કહ્યું કે, મંદિર બનાવો, તેમાં જેટલી ઈંટો જોઈએ તેટલી ઈંટોની સેવા હું કરીશ. આમ, અહીં ગુણાતીત સમાજના પ્રથમ મંદિરનું નિર્માણ નક્કી થયું. તેનું ખાતમૂર્હૂત ભારત સરકારના ભૂતપૂર્વ કાર્યકારી વડાપ્રધાન માનનીય શ્રી નંદાસાહેબના હસ્તે ..૧૯૬૮ના ૧૬મી જાન્યુઆરીએ થયું. કાકાશ્રીના અથાક દાખડાથી મુંબઈ મંડળને ખૂબ પ્રેરણા મળી. યુધ્ધના ધોરણે મંદિર નિર્માણની સેવાઓ શરૂ થઈ. ફક્ત ચાર માસમાં ૨૩મી મે, વૈશાખ વદ બારસ, બ્ર.સ્વ.યોગીજી મહારાજની ૭૭મી જન્મ જયંતિ પ્રસંગે .પૂ.પપ્પાજી, .પૂ.કાકાજી, .બ્ર.સ્વ..પૂ.હરિપ્રસાદસ્વામીજી અને પ્રત્યક્ષ દિવ્ય ગુણાતીત સ્વરૂપોના વરદ હસ્તે મા.શ્રી.નંદાસાહેબ, ગુજરાતના રાજ્યપાલ મા.શ્રી શ્રીમન્નારાયણ, વડોદરાના નગરપતિ મા.શ્રી.નાનાલાલ ચોક્સી તથા ગુણાતીત સમાજના સર્વે જ્યોતિર્ધરો અને અનેક હરિભક્તોની ઉપસ્થિતિમાં મંદિરમાં શ્રીઠાકોરજીની મૂર્તિઓની પ્રાણપ્રતિષ્ઠાનો ભવ્ય સમૈયો થયો. સાંકરદા મંદિરના મહંત શ્રી તરીકે .પૂ.અક્ષરવિહારીસ્વામીજીની વરણી થઈ. તેઓએ કેવળ આધ્યાત્મિક મૂલ્યાંકનોથી બાપાએ આપેલા ગુણાતીત સમાજનું ને સંતોભક્તોનું જતન કર્યું.

 

 

હવે સાંકરદા મંદિરના ૪૯ વર્ષ પૂરાં થયાં. તેમાં પણ સોનામાં સુગંધ ભળે તેમ ..૨૦૧૮માં યોગીજી મહારાજનાં દિવ્ય સ્વરૂપો ગુરૂહરિ .પૂ.કાકાજી અને ગુરૂહરિ .પૂ.પપ્પાજી બંધુબેલડી શતાબ્દી મહોત્સવ નિમિત્તે તેઓએ કરેલ આધ્યાત્મિક કાર્યોનું ઋણ ચૂકવવાની અને ભક્તિ અદા કરવાની ભાવનાથી સહુ ભક્તોએ ભેગા મળી નક્કી કર્યું કે, અક્ષરપુરૂષોત્ત્મ મંદિરને પણ તે વખતે ૫૦ વર્ષ પૂરાં થશે તો તેનું નૂતનીકરણ કરી તે સ્થાને ફરી નવું મંદિર બનાવી તેમાં ઉપરના માળે ધામ, ધામી ને મુક્ત, બ્ર.સ્વ.ભગતજી મહારાજ, અને બ્ર.સ્વ.જાગા સ્વામી, બ્ર.સ્વ.શાસ્ત્રીજી મહારાજ અને બ્ર.સ્વ.યોગીજી મહારાજની આરસની મૂર્તિઓ પધરાવી અને નીચેના માળે સભાખંડ બનાવવો જેમાં સર્વે દિવ્ય ગુણાતીત સ્વરૂપોની આરસની મૂર્તિઓ પધરાવવી.

 

 

મંદિરના ખાતમુર્હૂતના કાર્યક્ર્મના સંદર્ભમાં તા.૨૧//૧૭ રવિવારે રાત્રે .૦૦ થી ૧૦.૦૦ સાંકરદા અને આજુબાજુના વિસ્તારના નૂતન મંદિરના આયોજનના ઉદ્દઘોષરૂપે એક ભવ્ય ભજન સંધ્યાનો કાર્યક્ર્મ રાખ્યો હતો. જેમાંહરિધામમંદિરના સંગીતવૃંદના સંતો, અનુપમ મિશનના સંગીતવૃંદના સંતભાઈઓ, ગુણાતીત જ્યોત પરિવારના સંતભાઈઓ, સાંકરદા, પવઈ કેન્દ્રના સંતભાઈઓ સંયુક્ત રીતે મંગલ અવસરે અનુરૂપ ભક્તિસભર ભજનો ગાયાં હતાં અને સહુને ભક્તિરસમાં લીન કર્યા હતા.

 

 

તા.૨૩//૧૭ના મંગળવારના શુભદિને સવારે .૦૦ થી ૧૧.૦૦ સાંકરદાના નૂતન મંદિરનું ખાતમુર્હૂત તથા શિલાન્યાસ વિધિનો કાર્યક્ર્મ થયો તેની વિગત પ્રમાણે છે.

ગુરૂહરિ કાકાજીગુરૂહરિ પપ્પાજી બંધુબેલડી શતાબ્દી મહોત્સવની પંચવર્ષીય યોજનામાં સાંકરદાના નૂતન મંદિરના ખાતમુર્હૂત અને શિલાન્યાસ વિધિની મહાપૂજાના દિવ્ય ઉત્સવ માટે યોગી જયંતીના ૨૩મેના દિવસની પસંદગી થઈ.

 

 

વર્ષમાં ૨૩ મેનો દિવસ આધ્યાત્મિક રીતે ખૂબ અગત્યનો હતો. યોગાનુયોગ બ્ર.સ્વ.યોગીજીમહારાજનો તારીખ અને તિથિ પ્રમાણે ૧૨૫મો પ્રાગટ્યદિન. યોગીબાપાએ પ્રથમ ૫૧ સંતોને દીક્ષા આપી એમની દીક્ષાતિથિ દિન. સાંકરદા મંદિરની મૂર્તિપ્રતિષ્ઠાની સુવર્ણ જયંતિ ને ૧૯૭૨માં પપ્પાજી, કાકાજીના સાંનિધ્યે .પૂ.હરિપ્રસાદ સ્વામીજીના હ્સ્તે ગુણાતીત જ્યોતમાં સહુપ્રથમ સંતોને દીક્ષા અપાઈ સ્મૃતિદિન.

 

 

કાર્યક્રમના પ્રારંભે પૂ.વશીભાઈએ સ્વાગત પ્રવચન કરતાં સાંકરદા મંદિરના માહાત્મ્યની વાત કરી. ને વશીભાઈ અને ભાઈઓએ મહાપૂજા કરી. સાથે સાથે ભાઈઓમાં ૧૮ને બહેનોમાં મહાપૂજા થઈ.૧૮+=૨૩નો અંક જળવાયો. મુખ્ય યજમાન પદે સાંકરદાના સંત પૂ.નિષ્કામજીવન સ્વામી હતા. શિલાન્યાસવિધિની સામગ્રીનું પૂજન થયું. ને ગુણાતીત સમાજના સર્વ પ્રતિનિધિએ પ્રસાદીની ઈંટ પોતાના મસ્તક પર લઈ સ્વામિનારાયણની ધૂન કરતાં પધરાવીને પુષ્પવૃષ્ટિ કરી. પૂ.નિર્મળસ્વામી, .પૂ.અક્ષરવિહારીસ્વામીજી, .પૂ.હરિપ્રસાદસ્વામીજી, .પૂ.સાહેબજી યોગીમાહાત્મ્ય ગાઈને મંદિરના કાર્યમાં તન, મન, ધન આત્માથી ભળવાનું સૂચન કર્યું. જ્યોત, પવઈ ને સાંકરદાના મુક્તોએ નવરચેલાં ભજનો અદ્દભૂત રીતે પ્રસ્તુત થયા ને ૨૦૧૮માં સાંકરદામાં મૂર્તિપ્રતિષ્ઠા સાથે ઉજવાનાર કાકાજીપપ્પાજી બંધુબેલડી મહોત્સવની જાહેરાત થઈ. તા.૨૮ થી ૩૦ ડિસે. ૨૦૧૮ ગુણાતીત સમાજલક્ષી મુખ્ય સમૈયો સાંકરદા ઉજવાશે. આજે સમૈયામાં હરિપ્રસાદ સ્વામીજી, અક્ષરવિહારી સ્વામીજી, નિર્મળ સ્વામીજી ને સંત મંડળ, .પૂ.સાહેબજી, પૂ.ભરતભાઈ, પૂ.ઈલેશભાઈ ને તમામ કેન્દ્રના વ્રતધારી ભાઈઓ, .પૂ.દીદી, .પૂ.જસુબેન, .પૂ.સર્વેશ્વરબેન, પૂ.માધુરીબેન વગેરે વ્રતધારી બહેનો ને ગૃહસ્થ ભક્તોએ એમ ગુણાતીત સમાજના સર્વ મુક્ત મંડળે લાભ લીધો હતો.

 

 

() તા.૨૬//૧૭

 

 

સવારે મંગલ દર્શનની સભામાં પૂ.મધુબેન સી. કરેલી ર્દષ્ટાંત કથાને માણીએ.

એક વખત શ્રીજીમહારાજ ભીમનાથ મહાદેવ ગયા હતા.  સાથે રસાલો હતો. પૂજારીએ જોયું કે સ્વામિનારાયણ ભગવાન આવે છે. એટલે એમનું સ્વાગત કર્યું. શ્રીજીમહારાજ સાથે ભગા દોશી હતા. શ્રીજી મહારાજ કહે, મને ૨૫રૂ. આપો. મારે મંદિરમાં સેવા કરવી છે. ભગા દોશીએ શ્રીજીમહારાજને ૨૫ રૂપિયા આપ્યા તે શ્રીજી મહારાજે શિવલીંગ ઉપર મૂક્યા. પૂજારી ખુશ થઈ ગયા. અને મહારાજને દૂધપાક પૂરીની રસોઈ કરી જમાડ્યા. પછી મહારાજ પૂજારીને કહે, મારે અહીં રૂદ્રી કરવી છે. રૂદ્રી એટલે એમાં ત્રણ દિવસ બ્રાહ્મણોને જમાડે. પછી દાનદક્ષિણા આપે. પૂજારી શ્રીજી મહારાજને કહે, આમાં બે હજાર જેટલો ખર્ચો થશે તે કોણ આપશે ? મહારાજ કહે, તે અમારા ભગા દોશી આપશે.

 

 

શ્રીજીમહારાજે રૂદ્રી કરી, બ્રાહ્મણોને જમાડ્યા. દાનદક્ષિણા આપીને બ્રાહ્મણો તો ખુશ ખુશ થતા ગયા. પછી પૂજારી ખર્ચનું બીલ લઈને આવ્યો. મહારાજ કહે, અત્યારે અમે થાકી ગયા છીએ. કાલે સવારે હિસાબ કરીશું. પૂજારી તો ગયો. પછી સાંજે મહારાજે બધા સંતોહરિભક્તોને કહ્યું, ચાલો ઘોડા સાબદા કરો. આપણે હવે જવું છે. મહારાજ તો ત્યાંથી ઉપડી ગયા. પણ હીરા કોઠારી રાતે સૂઈ ગયો હતો. ત્યાં સવાર પડી. પૂજારી આવ્યા તેમણે જોયું કે, એક ઘોડો ત્યાં છે એટલે બીલ ચૂકવવા એક જણ રહ્યો છે. તેણે કોઠારીને કહ્યું, મારો ખર્ચો આપો. હીરો કોઠારી તો ભજન કરતો કરતો નદી કિનારે ગયો. ભજન કર્યા કરેમહારાજ ! હવે ખર્ચ કોણ આપશે ? ત્યાં તો નદીમાંથી એક વેલડું નીકળ્યું.

 

 

તેમાં શ્રીજી મહારાજ વેશ બદલીને બેઠા હતા. અને હીરા કોઠારીને પૂછ્યું, કેમ આમ, વીલા વીલા ફરો છો ? શું થયું છે ? હીરા કોઠારીએ વાત કરી કે, શ્રીજી મહારાજ તો અહીં રૂદ્રી કરીને ગયા પણ પૈસા નથી આપ્યા. પૂજારી મારી પાસે માંગે છે ? હું શું કરૂં ? મહારાજે પૂછ્યું કેટલા જોઈએ છે ? હીરા કોઠારીએ કહ્યું, દસ હજાર. મહારાજે તરત દસ હજાર કોથળીમાં ભરીને આપી દીધા. હવે આટલા બધા પૈસા લઈને કેવી રીતે જવું ? ત્યાં તો પૂજારી ત્યાં આવ્યા અને પૈસા આપી દીધા. અને પછી ત્યાંથી નીકળ્યા ને રાત્રે શ્રીજી મહારાજ પાસે પહોંચી ગયા. ત્યાં મહારાજે સભા બોલાવી હતી અને બ્રહ્માનંદ સ્વામીને બધી વાત કરી રાખી હતી. અને કહ્યું કે હીરો કોઠારી આવે તેને તમે બધું પૂછજો કે કેમ મોડા પડ્યા ? એટલે હીરા કોઠારીએ બધી વાત કરી કે, મહારાજ તો ત્યાંથી નીકળી ગયા. પણ પછી મારાથી બીલ ચૂકવ્યા વગર કેવી રીતે નીકળાય. ભજન કરતો હતો. ત્યાં તો વેલડું નીકળ્યું. અને એક વેપારી શેઠ નીકળ્યા ને દસહજાર આપી ગયા. બ્રહ્માનંદ સ્વામી કહે, તો મહારાજ પોતે શેઠનું રૂપ ધારણ કર્યું હતું, એવા સર્વોપરી શ્રીજી મહારાજ હતાં.

 

 

ગુરૂહરિ પપ્પાજી શ્રીજીમહારાજનું સ્વરૂપ છે. આપણે ભજન કરીએ ને એમનું બળ લેતા થઈએ એટલે પ્રસંગો યોજે છે. ગુરૂહરિ પપ્પાજી કહે છે તમે જે અંતર્યામીપણાના અનુભવો કર્યા હોય તે વાગોળો !

 

 

() તા.૨૮//૧૭ ગુરૂહરિ પપ્પાજીનો ૧૧મો શાશ્વત સ્મૃતિ દિન

 

 

સવારે ૧૦.૦૦ થી ૧૨.૦૦ જ્યોત પપ્પાજી હૉલમાં ગુરૂહરિ પપ્પાજીના વાર્ષિક સ્મૃતિદિન નિમિત્તે મહાપૂજા કરી હતી. મહાપૂજામાં ગુરૂહરિ પપ્પાજીના ચરણે પ્રાર્થના ભાવો ધર્યા.

 

{gallery}images_in_articles//newsletter/2017/May/28-05-17 GURUHARI 11TH SHASWAT SMRUTIDIN{/gallery}

 

 

આજથી ૧૧ વર્ષ પહેલાં ગુરૂહરિ .પૂ.પપ્પાજી મહારાજે પૃથ્વી નામના સ્થૂળ ગ્રહ પરથી વિદાય લીધી. પરંતુ ત્યાં સુધી આપણી વચ્ચે રહ્યા. આપણને ગ્રહણ કર્યા. અનંત સુખ આપ્યા, જોગ આપ્યા, જગતના તમામ પ્રકારના દુઃખોથી મુક્ત કર્યા. અક્ષરધામનું સનાતન સુખ માણી શકીએ તેવું જીવતાં શીખવ્યું. તેવા સુંદર સિધ્ધાંતો આપ્યા. આપણે ભાગે કાંઈ કરવાનું ના રહ્યું. અને એટલે કદાચ આપણે આળસુ થઈ ગયા. થોડા બેજવાબદાર થઈ ગયા. પરંતુ હવે એમની શુભ અપેક્ષાઓ આપણે પૂર્ણ કરવાની છે. એમના આધ્યાત્મિક જ્ઞાનને આપણાં શુધ્ધ વિચાર, વાણી , વર્તનથી વહાવવું છે. જે હેતુથી એમણે ગુણાતીત સમાજનું સર્જન કર્યું. બલિદાન આપ્યા, પ્રાણ આપ્યા. હેતુ સમજાઈ જાય તો ગુરૂહરિ પપ્પાજી સ્વયં સર્વ પ્રકારે, સર્વ પ્રવાહથી જરૂર રક્ષા કરે, ક્યાંય અટવાવા દે. અને એમના અભિપ્રાયે જીવતા કરી દે એવા દયાળુ છે. આપણા સૌ પર એવી કૃપા કરે તેવી શાશ્વત સ્વરૂપ ગુરૂહરિ પપ્પાજી મહારાજના પુનિત પાવન ચરણે અંતરની પ્રાર્થના.

 

 

() તા.૨૯//૧૭

 

 

સાંજે .૧૫ થી .૦૦ જ્યોત પપ્પાજી હૉલમાં ધૂન કરી.

ગુરૂહરિ પપ્પાજીએ પોતાના રૂધિરનું એક એક બુંદ, પોતાના જીવનની એક એક પળ, એક એક શ્વાસ ભક્તોને અર્થે કરી દીધા. ભક્તોને અર્થે શું થાય ? તેવો નિષ્કામ કર્મયોગ જીવનના છેલ્લા શ્વાસ સુધી કર્યા કરીને ૨૮મી મે ૨૦૦૬ના સવારે ૧૧.૦૦ વાગ્યે બ્રહ્મલીન થયા.

નત મસ્તક છીએ ભવોભવ પપ્પાજી તવ ચરણ

 

 

આમ, ૧૧મો શાશ્વત સ્મૃતિ પર્વ લઈને આવેલો મે મહીનો ભક્તિસભર વાતાવરણમાં પસાર થયો હતો. નિરંતર બ્રહ્મરૂપ રહીને પરબ્રહ્મની ઉપાસના માં લીન થયેલા ગુરૂહરિના શાશ્વતદિનની સ્મૃતિ આપણા અંતરપટ પર હંમેશાં છવાયેલી રહો. પપ્પાજીએ દેહ ત્યાગ્યો. પણ એમની દિવ્ય શક્તિ આજે પ્રત્યેક ભક્તને પ્રગતિના પંથે દોરી રહી છે. સુખ, શાંતિ ને આનંદ આપી રહી છે. અને અહેસાસ આપી રહી છે કે હું ક્યાં ગયો છું ? અહીં છું. તમારી અંદર બહાર ચોપાસ. હે પપ્પાજી !! અમે તમારા દાસ દાસ ને દાસ.

 

 

એવું જીવવાનું ગુરૂહરિ પપ્પાજી આપણને સહુને ખૂબ ખૂબ બળ આપે એમના ચરણોમાં પ્રાર્થના.

અત્રે સર્વે સ્વરૂપોની તબિયત સરસ છે. અત્રેના સર્વે સ્વરૂપો મુક્તો વતી આપ સર્વને અંતરના ભાવભર્યા જય સ્વામિનારાયણ. રાજી રહેશો.

 

જ્યોત સેવક P.71 ના પ્રણામ સહ જય સ્વામિનારાયણ !