સ્વામિશ્રીજી
જય ગુરૂહરિ પપ્પાજી
ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલા વહાલા અક્ષરમુક્તો, જય સ્વામિનારાયણ !
આજે અહીં આપણે ૨૦૧૪ જાન્યુઆરીના પ્રથમ પખવાડીયા દરમ્યાનની જ્યોતની સ્મૃતિ માણીશું.
૧લી જાન્યુઆરી ૨૦૧૪ના દિનની કીર્તન આરાધનાની વાત ગત પત્રમાં ભક્તિ શતાબ્દી પર્વોની સાથોસાથ આપણે માણી હતી. તે પછી જ્યોતનાં બહેનોની કચ્છયાત્રાનું આયોજન વારાફરતી ચાર બેચમાં હતું. તેથી આ પખવાડીયા દરમ્યાન
બીજા સમૈયાની ઉજવણી થઈ નથી. પરંતુ, આપણે કચ્છયાત્રાની સ્મૃતિ માણીશું. કચ્છ-ભૂજ પ્રદેશ એટલે મહારાજના ગુરૂ રામાનંદ સ્વામીનો સત્સંગ ભક્તિનો પ્રદેશ. રામાનંદસ્વામીનો આશ્રમ સૌરાષ્ટ્રમાં લોજ ગામમાં હતો. પરંતુ જ્યારે નીલકંઠવર્ણી વનવિચરણ પછી લોજ પધાર્યા ત્યારે રામાનંદ સ્વામી પોતે કચ્છમાં વિચરણમાં હતા. તે પછી મહારાજે પણ કચ્છના સત્સંગને તાજો રાખ્યો હતો. કચ્છ-ભૂજમાં મહારાજ સાત વખત પધાર્યા છે. ભૂજમાં નિષ્ઠાવાન હરિભક્તો સુંદરજી સુતાર, હરજી સુતાર, ગંગારામ મલ્લ, જેઠા મલ્લ, લાધીબા, જયાબા મહેતા, અમરાબાઈ વગેરેને મહારાજે ખૂબ સુખ આપ્યું છે. છ મહિના સતત અહીં રહેલા એટલું જ નહીં પરંતુ મહારાજે પોતાની હયાતીમાં પાંચ મંદિરો બંધાવ્યાં તેમાંનું એક આ કચ્છ-ભૂજનું મંદિર છે એ પ્રસાદીનું મંદિરનું ભૂકંપ બાદ જીર્ણોધ્ધાર થયો. અને મહારાજ વખતની જે નરનારાયણદેવની મૂર્તિઓ તે કચ્છ-ભૂજમાં બીજું ભવ્યાતીભવ્ય મંદિર બંધાવીને કચ્છના હરિભક્તોએ તે મૂર્તિ આ ભવ્ય મંદિરમાં પધરાવીને સત્સંગનો ખૂબ વિકાસ કર્યો છે. કચ્છમાં બહુ સંખ્યામાં નિષ્ઠાવાન ભક્તિપ્રધાન જીવન જીવનારા હરિભક્તો, સંતો અને સંન્યાસી બહેનો છે. ગામોગામ મંદિરો છે. તેમાં બાઈઓનાં પણ જુદાં મંદિર છે. મંદિરોનાં દર્શન કર્યાં.
{gallery}/images_in_articles/newsletter/2014/Jan/kutch yatra/{/gallery}
ક્ચ્છમાં મહારાજે ઠેરઠેર વિચરણ કરી લીલાઓ કરી છે. સમાધિ કરાવી છે. એવા સ્થળનાં દર્શન કર્યાં. સુંદરજીભાઈનું ઘર, ભૂતિયો વડ, હમીરસર તળાવ, તેના આરા, લાધીબાઈની ઓરડી, હનુમાનજીનું મંદિર, ૧૮ પરમહંસોને મહારાજે રાજીપાએ દંડવત કરેલા તે ઓટો, મલ્લના અખાડા, દરબારગઢ તેમજ અંજારના મંદિર ચાંગબાઈના ઘરની પ્રસાદીની જગ્યા. તેમજ માંડવીમાં મીઠી વિરડી, ખૈયાખત્રીનો ઓટો વગેરે ઠેરઠેર પ્રસાદીનાં સ્થાન છે, તેનાં દર્શન થયાં. અને મસ્તક નમી પડે તેવા મહારાજના વખતના ભક્તો કે જેમના સમર્પણભાવની વાતો સાંભળી ધન્યતા અનુભવી હતી. કચ્છના ઐતિહાસિક, ભૌગૌલિક, કુદરતી સૌંદર્યના સ્થળને પણ માણ્યાં .તેમજ ‘ક્રાંતિતીર્થ’ દેશ માટે બલિદાન આપનાર વીર યોધ્ધાઓનો ઈતિહાસ શ્રી નરેન્દ્ર મોદીએ ખડો કર્યો છે. ‘પંડિત શ્યામજી કૃષ્ણવર્મા’ મહાન રાષ્ટ્રવાદી દેશભક્ત અને ક્રાંતિકારી નેતા હતા. જેમણે અંગ્રેજોને તેમની જ ભૂમિ ઉપર લડત આપી હતી.
૩૦ માર્ચ ૧૦૩૦ના રોજ જીનીવામાં તેમનું અવસાન થયું. અગાઉથી તેમના તથા તેમનાં પત્ની ભાનુમતીના અસ્થિ ૧૦૦ વર્ષ સુધી સાચવી રાખવાની વ્યવસ્થા વીલ કરેલું હતું. જેથી આઝાદ ભારતમાં અસ્થિ લઈ જવાય. તેવી તેમની ભાવનાને શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સાકાર કરી હતી. પંડિત શ્યામજી વર્માનું મૂળ ગામ માંડવી. તે બંને અસ્થિકુંભ આ ક્રાંતિતીર્થ સ્મારકમાં પધરાવ્યા છે. યુવાનોમાં દેશભક્તિ જાગે તેવું સુંદર આ સ્થાન ‘ક્રાંતિ તીર્થ’ બનાવ્યું છે. કોટેશ્વર દરિયાકિનારે પુરાણું પ્રસિધ્ધ કોટેશ્વર મહાદેવનું મંદિર છે. અહીં મહારાજ પધાર્યા હતા તે પ્રસાદીની છત્રી છે, વગેરે દર્શન કર્યાં હતાં. આખા કચ્છની પંચતીર્થિ તો ખૂબ વિશાળ અને સમય માંગી લે તેવી છે. આજે પણ જીવંત રાખનાર ભક્તોને ધન્ય છે.
(૧) તા.૧૪/૧/૧૪ઉત્તરાયણપુણ્યપર્વણી
ગુરૂહરિ પપ્પાજી ઉત્તરાયણ પર્વને પુણ્યના દિન તરીકે નવાજતા. સંતો ઝોળી માંગવા જાય. ગુરૂહરિ પપ્પાજી પણ ભક્તો પાસે અલૌકિક જોળી માંગતા. તમને સાધનામાં આડ કરતાં હઠ, માન, ઈર્ષાના દેવતા કે સ્વભાવ જે કાંઈ હોય તે મને ઝોળીમાં આપો. કેવા કૃપાળુ ! કેવા દયાળુ પપ્પાજી ! કેવળ સંબંધમાં આવનારને આંતર સુખીયા કરવાનો જ કેવળ ભાવ. એવા પપ્પાજીને ઉત્તરાયણ પર્વે આપણી એક જ પ્રાર્થના છે કે,
“જે કાંઈ મારું માન્યું છે, બીજું અણજાણ્યું જે,
તે તો તારા ચરણે છે, સત્ય એક તું જ છે…” પ્રેમેવંદન….(૩) પુરૂષોત્તમને…
જ્યોતનાં બહેનો જનરલી દર વર્ષે ‘પપ્પાજી તીર્થ’ પર ઉત્તરાયણ પર્વનો આનંદ માણતા હોય છે. આ વખતે કચ્છયાત્રામાં અમુક બહેનો ગયાં હોવાથી જ્યોતમાં જ બ્રહ્માનંદ માણ્યો હતો. જ્યોતની અગાસીમાં પ.પૂ.દેવીબેન, પૂ.શોભનાબેનના સાંનિધ્યે પતંગોત્સવ અને પ.પૂ.જ્યોતિબેનના સાંનિધ્યે ગુબ્બારા ઉત્સવ પ્રથમવાર માણીને અવનવી રીતનો આનંદ માણ્યો હતો. ઉત્તરાયણ નિમિત્તે મંગલ સભા પણ કરી હતી. જેમાં પ.પૂ.પપ્પાજીના ધ્વનિ મુદ્રિત આશીર્વાદ લીધા હતા. તથા પ.પૂ.દીદીએ કથાવાર્તાનો લાભ આપ્યો હતો.
{gallery}/images_in_articles/newsletter/2014/Jan/14-01-14 utrayan parva jyot/{/gallery}
¬સુરતજ્યોતશાખામાંઉત્તરાયણપર્વનીઉજવણી
સુરત જ્યોત શાખામાં ગુણાતીત પ્રકાશના મોટેરા ભાઈઓ પૂ.વિરેનભાઈ, પૂ.પિયૂષભાઈ અને ભાઈઓ સત્સંગનું અદ્દભૂત કાર્ય કરી રહ્યા છે. તેઓએ આ ઉત્તરાયણ પર્વે ખૂબ સુંદર આયોજન અનિર્દેશ ફાર્મ પર કર્યું હતું તે સ્મૃતિ માણીએ.
સુરતની અઠવાડિક સભામાં નિયમિત આવનાર યુવકો અને કેન્દ્રમાં જોડાયેલા મુક્તોને સેવા શિબિર અને આનંદબ્રહ્મના આયોજનમાં અનિર્દેશ બોલાવેલા. તેઓ સમયસર આવી ગયા. તથા વિદ્યાનગરથી પૂ.દિલીપભાઈ ભોજાણી (લંડન), પૂ.ઈલેશભાઈ અને પૂ.હરેશભાઈ ભરૂચી (અમદાવાદ) પણ લાભ આપવા અને આનંદમાં અભિવૃધ્ધિ કરવા પધાર્યા. સોનામાં સુગંધ ભળી.
ઉત્તરાયણના દિવસે વહેલી સવારે સુરતથી સૌ મુક્તો ૮.૦૦ વાગે અનિર્દેશ પધાર્યા. ખેરગામથી પણ પૂ.લાલજીભાઈ અને યુવક મંડળ શિબિરાર્થે આવ્યા હતા. આ શિબિરમાં લગભગ ૧૨૦ જેટલા મુક્તો પધાર્યા હતા. સવારે પ્રાર્થનાદેરી પાસે સર્વે મોટેરાં ભાઈઓ પૂ.દિલીપભાઈ, પૂ.વિરેનભાઈ, પૂ.પિયુષભાઈ, પૂ.ઈલેશભાઈ, પૂ.હરેશભાઈના સુવર્ણ સાંનિધ્યમાં સવારનું સંઘધ્યાન અને સભા થઈ. સભામાં સર્વે મુક્તોને બધા જ મોટેરાં ભાઈઓએ ખૂબ સરસ લાભ આપ્યો અને પ.પૂ.પપ્પાજીની ઉત્તરાયણ પર્વની સ્મૃતિ કરાવી. સભા બાદ એક કલાક સેવાનું આયોજન કર્યું હતું. જેમાં સર્વે મુક્તોએ ખૂબ જ સેવા કરી પુણ્યનું ભાથું ભરીને સૌ ધન્ય થયા. સેવાયજ્ઞ બાદ નાના-મોટા સૌ મુક્તોએ પતંગ ચગાવવાનો આનંદ માણ્યો. પૂ.હિંમતકાકા અને વડીલ મુક્તોએ લાડુ, શાક, રોટલી, ભાતની રસોઈ બનાવીને બધાને ખૂબ માહાત્મ્યથી જમાડ્યા હતા. આ બપોરની મહાપ્રસાદની સેવામાં અમુક મુક્તોએ છૂપી સેવાનો પણ લાભ લીધો હતો. જમ્યા બાદ થોડી સેવા ને આરામ બાદ ગ્રુપવાઈઝ પ્રકાશના ભાઈઓએ અને પૂ.રાજુભાઈએ બધા મુક્તોને અલગ અલગ ગેઈમ રમાડીને ખૂબ આનંદ કરાવ્યો. જેમાં પૂ.હરેશભાઈની પ્રેરણાથી ગેઈમ માટે દસ ટીમ બનાવવામાં આવી. જેના લીડર યુવાન મુક્તોને બનાવ્યા અને તે યુવાનોને પોતાની યુવાની જીતવા અને એકતા વધારવાનું ખૂબ પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. સાથે સાથે શિબિર દરમ્યાન વારાફરતી સૌ મુક્તોને MP3 થીએટરમાં (હોજમાં) પૂ.નિલેશભાઈએ ખૂબ જ મહેનતથી તૈયાર કરેલ દિવાલી સ્પેશ્યલ કાર્યક્ર્મ બતાવ્યો. જેમાં દિવાળી વેકેશનમાં કરેલ ૧૦ દિવસના સેવાયજ્ઞનું દર્શન કરાવી સૌને સેવાનો મહિમા સમજાવ્યો હતો. દિવસના અંતે પૂર્ણાહુતિની ખૂબ સરસ સભા થઈ. જેમાં વારાફરતી થોડા યુવકોએ પોતાના અનુભવની વાત કરી અને ત્યારબાદ પૂ.દિલીપભાઈ, પૂ.વિરેનભાઈ અને મોટેરા ભાઈઓનો લાભ લીધો. દિવસ દરમ્યાન રમાડેલ ગેઈમની વિજેતા ટીમ અને મુક્તોને સ્મૃતિભેટ અર્પણ થઈ અને સમૂહ આરતી થઈ. આરતી બાદ ગુબ્બારા ઉડ્ડયનનો કાર્યક્ર્મ થયો. ખેરગામથી પધારેલ મુક્તોએ ખૂબ જ ભાવથી અને માહાત્મ્યથી બનાવેલ ઉબાડિયાનો પ્રસાદ લઈ સૌ મુક્તો સુરત પધાર્યા. આમ, આખો દિવસ પપ્પાજીમય રહી સહુએ સંપ, સુહ્રદભાવથી, સેવા-ભક્તિ સાથે બ્રહ્માનંદ કર્યાની ધન્યતા અનુભવી હતી.
{gallery}/images_in_articles/newsletter/2014/Jan/14-01-14 utrayan anirdesh farm surat/{/gallery}
આમ, આ આખું પખવાડિયું ભક્તિસભર પસાર થયું હતું. અત્રે સર્વે સ્વરૂપોની તબિયત સરસ છે. આપ સર્વને અત્રેના સર્વે સ્વરૂપો મુક્તો વતી આપ સર્વને ભાવભર્યા જય સ્વામિનારાયણ.
એ જ લિ. જ્યોત સેવક P.71 ના પ્રણામ સહ જય સ્વામિનારાયણ.