03 Dec 2017 – Param Pujya Jasuben’s Divineday

સ્વામિશ્રીજી

 

ગુરૂહરિ પપ્પાજીની જય

 

કાકાજીપપ્પાજી બંધુબેલડી શતાબ્દી મહોત્સવની જય

 

ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તોજય સ્વામિનારાયણ !

 

.પૂ.જશુબેનના ૫૬મા સ્વરૂપાનુભૂતિદિનની ઉજવણીની સ્મૃતિ ઝલક માણીએ.

 

પપ્પાજી સ્વરૂપ .પૂ.જશુબેન અનુભૂતિ પર્વ

 

માહાત્મ્ય અને શૂરવીરતાની મૂર્તિ એટલે .પૂ.જશુબેન. ખૂબ જાગ્રતતા અને ખપ રાખી જીવ્યા. ગુરૂહરિ પપ્પાજી ઓળખાયા ને તે મારા કલ્યાણના દાતા છે. તે માન્યા તે માન્યા એટલે તેઓ કહી શકે !

 

પ્રાપ્તિનો કેફ રાખો. મોળી વાત  મૂંઝવણને આવકારો નહીં અલ્પ સંબંધીનો મહિમા સમજો. આવા જશુબેન માટે ગુરૂહરિ પપ્પાજી હંમેશા કહેતાં,

 

.પૂ.જશુબેન એટલે માહાત્મ્ય સમ્રાટ, .પૂ.જશુબેન એટલે બુલડોઝર, .પૂ.જશુબેન એટલે ભાંગ્યાના ભેરૂ, .પૂ.જશુબેન એટલે ભેદભાવ વગરનું જીવન. અરે ! મડાં બેઠા કરી દે એવા. ગુરૂહરિ પપ્પાજીના ચૈતન્યો તરફ ઉછળતો માહાત્મ્યનો મહાસાગર, .પૂ.જશુબેન એટલે ધ્યેય સિધ્ધ કરી .પૂ.જ્યોતિબેન, .પૂ.તારાબેન, .પૂ.દીદી, .પૂ.દેવીબેન જેવી આધ્યાત્મિક અવસ્થાની પ્રાપ્તિ છતાં તેઓ પાસે અતિશત રાંકભાવ .

 

ઓહોહો ! આવા ગુરૂ મળ્યા. દેશપરદેશે ધૂન મચાવી, માહાત્મ્ય ગાઈ સહુને ધન્ય કર્યા. એટલે ખૂબ નસીબદાર. આજ શુભ પર્વે પ્રાર્થીએ

 

હે .પૂ.જશુબેન ! આપના જેવી સ્વરૂપનિષ્ઠા, સ્નેહભર્યો સુહ્રદભાવ, સંકલ્પની ર્દઢતા. એવી અમારી અંતરની આરઝૂ સ્વીકારી આશિષ આપજો. આપના ભૂલકાંના કોટિ કોટિ વંદન સહ પ્રણામ.

{gallery}images_in_articles//newsletter/2017/Dec/p.p.jasuben divine day photo{/gallery}

 

આજે સવારે .૩૦ થી ૧૨.૩૦ જ્યોત પપ્પાજી હૉલમાં સંયુક્ત સભામાં .પૂ.જશુબેનના સ્વરૂપાનુભૂતિદિનની ઉજવણી ખૂબ ભવ્ય અને દિવ્ય રીતે થઈ હતી. ગામોગામથી હરિભક્તો સમૈયો કરવા આવ્યા હતાં. મોરબી, રાજકોટ, સુરત મંડળના ભક્તો તો આગલા દિવસ સાંજથી પધારી ગયા હતાં. તેથી .પૂ.જશુબેનના સાંનિધ્યે કીર્તન આરાધનાનો કાર્યક્ર્મ તા./૧૨ના શનિવારે રાત્રે .૩૦ થી ૧૦.૦૦ સંયુક્ત સભામાં રાખ્યો હતો. જેમાં પહેલાં પૂ.હર્ષાબેન પટેલ અને બહેનોએ અને પછી પૂ.ઈલેશભાઈ, પૂ.બેચરભાઈ અને ભાઈઓએ ભજનો ગાયા હતાં. પૂ.બેચરભાઈ માંગરોલીયાએ અનુભવ પ્રસંગ સાથે માહાત્મ્યગાન કર્યું હતું. અને અંતમાં .પૂ.જશુબેનના આશીર્વાદ લીધા હતાં. સભા બાદ કેકનો પ્રસાદ પૂ.યશવંતભાઈ દવેના ૮૦મા પ્રાગટ્યદિન નિમિત્તે તેમના પરિવારના મુક્તો તરફથી હતો. તે લઈ પૂ.દવે સાહેબ માટે દીર્ધાયુ નિરામય રહે તેવી પ્રાર્થના સાથે લઈ વિસર્જીત થયા હતા.  

 

આજે તા./૧૨ના રોજ સવારે .૩૦વાગ્યા પહેલાં બધા પપ્પાજી હૉલમાં .પૂ.જશુબેનના સમૈયાનો લાભ લેવા પધારી ગયા હતાં. આવાહન શ્ર્લોક બાદ પહેલા ડાન્સ સ્વાગત રૂપે બે યુવતી (જીજ્ઞાજીનલ) સ્ટેજ પર રજૂ કર્યો હતો. તે દરમ્યાન .પૂ.દીદી, .પૂ.જશુબેન સ્ટેજ સમક્ષ બિરાજી યુવતીઓના ભાવનો સ્વીકાર કર્યો હતો. ત્યારબાદ સ્ટેજ પર પધારી દર્શન લાભ ૪કલાક ૮૫ વર્ષની ઉંમરે એક આસને બેસીને દર્શન લાભ આપવો અસામાન્ય બાબત છે. .પૂ.જ્યોતિબેન નાદુરસ્ત તબિયત અનુસાર વિશ્રામ કરવાનો હોવાથી દર્શન આપવા પધારી શક્યા નહોતા. .પૂ.દેવીબેનની તબિયત પણ એકદમ બરાબર નથી છતાંય એક દોઢ કલાક માટે પણ સભામાં પધાર્યા હતાં અને ખૂબ સરસ .પૂ.જશુબેનના માહાત્મ્યગાનમાં લાભ પણ આપ્યો હતો. સહુનેય આશીર્વાદ પણ આપ્યા હતાં.

 

વિશેષમાં આજે .પૂ.જશુબેનના શરણમ્ પર્વની ઘોષણા દીપ પ્રાગટ્યથી સભાના પ્રારંભે કરી હતી. શ્રી ઠાકોરજી અને .પૂ.જશુબેનને તેમજ સ્ટેજ પરના સ્વરૂપોનું પુષ્પ ગુચ્છથી સ્વાગત થયું હતું. આજની સભામાં .પૂ.જશુબેનના માહાત્મ્યગાન સાથે અનુભવની ગોષ્ટી લાભ જ્યોત તરફથી પૂ.મનીબેને આપ્યો હતો. તથા ગૃહસ્થ હરિભક્તોએ ગુરૂહરિ પપ્પાજી.પૂ.જશુબેનના અનુભવો પ્રસંગો સાથે પૂ.દુર્ગાબેન રાજકોટ, પૂ.રીટાબેન ગજ્જર, પૂ.જીજ્ઞેશભાઈ મોરબી, પૂ.વિરલભાઈ કમખલ્યા, પૂ.રશ્મિબેન લંડન, પૂ.દેવરાજભાઈ મોરબી, પૂ.અમીતભાઈ હાલોલ, પૂ.અલ્પાબેન રાજકોટ, પૂ.લક્ષ્મણબાપા મોરબીએ લાભ આપ્યો હતો. અને અંતમાં .પૂ.દીદી, .પૂ.જશુબેને આશીર્વાદ આપ્યા હતાં. બધુ બેચાર દિવસમાં આપ વેબસાઈટ પર વિડિયો દ્વારા આખી સભા રૂબરૂ માણી શકશો. છેલ્લે ગુરૂહરિ પપ્પાજીના ધ્વનિ મુદ્રિત આશીર્વાદ લીધાં. તેમાંથી આચમન કરી ધન્ય થઈએ.

 

જશુબેને ખપથી સાધના કરી છે. જશુબેને એક સનાતન ભજન બનાવ્યું છે. “સર્વસ્વ મારૂં જે માન્યું તે તું સ્વીકારી લે.” ભજન કાયમી બધાને સાધના માટે કામ લાગે તેવું છે. ત્યાગીગૃહીનો કોઈ મેળ નથી. જે મંડે તેને કરાવી આપે તેવો જોગ આપ્યો છે. જશુબેન લોક, ભોગ, દેહ ને પક્ષથી પર ગુણાતીતભાવમાં રહેતા થઈ ગયા. સેવા અને ભજન બે વસ્તુ રાખવી. માહાત્મ્યથી સેવા કરવા તારદેવ આવે. ૮૪ પગથિયા. એક એક પગથિયે નમીને માહાત્મ્યથી પગે લાગે. તે ખપથી લઈ મંડ્યા. શૂરવીરતાથી જંગ જીત્યો. કોઈ ફિલ્મ સ્ટોરી જેવી તેમના જીવનની કહાની છે. ગુરૂહરિ પપ્પાજીએ તેમની આખી સાધનાની વાત ટૂંકમાં કહીને આશીર્વાદ આપી ધન્ય કર્યા. બરાબર .૩૦ વાગ્યે સભા પૂરી થઈ.

 

આવતા વર્ષે ડિસેમ્બરમાં તા.૨૪/૧૧/૧૮ અને તા.૨૫/૧૧/૧૮ શનિરવિ શરણમ્ પર્વ તથા પહેલાં તા.૧૦//૧૮ અને ૧૧//૧૮ શનિરવિ .પૂ.જ્યોતિબેનના સમન્વય પર્વની ઉજવણીમાં આપણે ફરી ભેગા થઈશું. એવી સભા સંચાલકે જાહેરાત કરી હતી.

 

હરિભક્તોએ પુષ્પ, હાર, ભેટ ધરવાનો ભાવ અને દર્શનઆશિષ લેવા હતા તે સભા બાદ રાખેલ હતું. તેથી સહુ ભાઈઓ પહેલાં અને પછી ભાભીઓએ સ્ટેજ પર જઈ નજીકથી દર્શનઆશીર્વાદની સ્મૃતિનું ભાથું બાંધ્યું હતું.

.પૂ.જશુબેનના શરણમ્ પર્વની જય જય જય

 

જ્યોત સેવક P.71ના પ્રણામ સહ જય સ્વામિનારાયણ !