07 Dec 2014 – Param Pujya Jasuben Divine day

 GKP 4515   સ્વામિશ્રીજી       જય ગુરૂહરિ પપ્પાજી,

ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વ્હાલા અક્ષરમુક્તો જય સ્વામિનારાયણ !

સ્વામિ સ્વરૂપ પ.પૂ.જશુબેનના ૫૨ મા સ્વરૂપાનુભૂતિદિનનો સમૈયો આજે જ્યોત પંચામૃત હૉલમાં ખૂબ ભવ્ય રીતે ઉજવાયો હતો. આહવાન શ્ર્લોક બાદ સહુ પ્રથમ પુષ્પહાર દ્વારા સ્વાગત થયું હતું.

સર્વે ગૃહસ્થ સમાજ વતી પૂ.શ્વેતાભાભી અંકિતભાઈ વણઝારા (મુંબઈ) એ પુષ્પહાર અર્પણ કર્યો હતો.

ચિ.માહી પુરોહિત (વિદ્યાનગર) એ “નાના નાના દિલમાં પપ્પાજીનો વાસ, નાની સી આશ મારી પૂરો ભગવાન..” ભજન ઉપર ડાન્સ કરી પોતાનો ભાવ રજૂ કર્યો હતો.

ચિ.આસ્થા (હાલોલ) એ પૂ.જશુબેનના માહાત્મ્યનું ભજન “પૂર આવ્યા પૂર, મહાતમના પૂર..”  ઉપર ડાન્સ કરી પોતાનો ભાવ રજૂ કર્યો હતો.

જ્યોત તરફથી પૂ.શ્રાવણી બેન ભરૂચી અને પૂ.ઋજુબેન ભરૂચી બંને બહેનોએ પૂ.જશુબેનને પુષ્પહાર અર્પણ કર્યો હતો.

લંડન જ્યોત અને સમાજ વતી પૂ.ઉષાબેન કોટેચાએ, કેનેડા મંડળ વતી પૂ.ઈશ્વરભાઈએ પુષ્પ અર્પણ કર્યા હતાં.

પૂ.રેખાભાભી રમેશભાઈ પટેલ (અમેરિકા) એ હાર અર્પણ કરીને યાચના પ્રવચન – અનુભવ દર્શન કરાવ્યું હતું. પૂ.જશુબેનની ગાડીનું નામ ‘જપ’ છે. જપથી કાર્ય કરાવે છે.

જેમનું વર્તન જ વાતો કરે છે એવા પૂ.ભક્તિબેન (નવસારી) એ અનુભવ દર્શન કરાવ્યું હતું.

પૂ.ફાલ્ગુનીબેન (નરોડા) એ ખૂબ સરસ પોતાના અનુભવોનું વર્ણન આદર્શ શિક્ષિકાની ઢબે કરીને, ભજન ગાવાની આજ્ઞા પાળી સહુનેય પ્રાર્થના ભાવનો આનંદ લૂંટાવ્યો હતો.

પૂ.અરૂણાબેન પટેલ રચિત ભજન “અહો અહો આ ભવ્ય વિભૂતિ, બક્ષિસ અર્પી પપ્પાજીએ કેવી” ગવાયું.

કિશોરી પૂ.બીજ અમદાવાદે અનુભવ કહીને ઉમદા યાચના કરી હતી.

{gallery}images_in_articles//newsletter/2014/Jasuben/{/gallery}

પૂ.છાયાબેન અમદાવાદ માતાજીના ભક્ત હતાં. માતાજીને પ્રાર્થના  કરી સાચા ગુરૂ આપવા તો ગુરૂહરિ પપ્પાજી અને ગુરૂ પૂ.જશુબેન મળી ગયા.

પૂ.ધર્મિષ્ઠાબેન (પૂના) એ ગુરૂહરિ પપ્પાજીના ચરણે પોતાનો ભાવ ધર્યો હતો.

પૂ.શીતલબેન અમિતભાઈ હાલોલવાળાએ પૂ.ડૉ.નીલાબેન નાણાવટી માટે ગાડી લીધી. તે ગાડીની ચાવી પૂ.અમિતભાઈ એ પૂ.જશુબેનને અર્પણ કરી. પૂ.જશુબેને એ ચાવી પૂ.ડૉ.નીલાબેનને અર્પણ કરી હતી.

પૂ.વિપુલભાઈ (પૂ.ધર્મિષ્ઠાબેન પ્રકાશભાઈ પૂનાના પુત્ર) જે ગુરૂહરિ પપ્પાજી અને પૂ.જશુબેનના આશીર્વાદ થી પાયલોટ બન્યા. તેમાં તેમના માતા-પિતાની પ્રાર્થનાનો ફાળો છે. તે વિપુલભાઈ આજે મુંબઈથી વડોદારા ના પ્લેનની ડ્યુટી કરીને પૂ.જશુબેનના સમૈયામાં દર્શન લાભ લેવા માટે પધાર્યા હતાં.

ચિ.રેની, ચિ.પર્વ મિસ્ત્રી (સુરત) એ પુષ્પાર્પણ કર્યું હતું.

પૂ.ક્રિનાબેન (ગાંધીનગર) એ ગુરૂ પૂ.જશુબેનના અનુભવના દાખલા આપીને લાભ આપ્યો હતો.

પૂ.ઉપેન્દ્રભાઈ સેજપાલ (રાજકોટ) એ જાત અનુભવ સ્વમુખે કહ્યો. ચોથા સ્ટેજમાં પહોંચેલું કેન્સર કેવી રીતે મટ્યું. ડાયાબિટીસ છે. ઈન્જેક્શન પાક્યું. રાખડીના સ્પર્શથી પૂ.જશુબેનની આજ્ઞાથી તરત મટી ગયું. વગેરે દાખલા આપી શ્રધ્ધા સ્વરૂપ પૂ.જશુબેન ગુરૂહરિ પપ્પાજીની સામર્થીની વાતો કરી હતી.

પૂ.સીરીઝભાઈ (ગાંધીનગર) એ પોતાના અનુભવની વાતો હસતા હસતા કરી. પ્રત્યક્ષના ઉપાસકને વગર ધૂન-ભજને પણ પ્રભુ અખંડ સાથે રહેતા હોય છે. એવા અનુભવ કહી ધન્યતા અનુભવી હતી.

પૂ.ચંદ્રકાંતભાઈ(હાલોલ), પૂ.વિજયભાઈ પંચાલ (હાલોલ) એ અનુભવ દર્શન કરાવ્યું હતું.

પૂ.બેચરભાઈ માંગરોળીયા (વડોદરા) એ ખૂબ ઉચ્ચ પ્રકારની નિષ્ઠાની વાતો ઉદાહરણ સાથે  કરી હતી.

ગુરૂહરિ પપ્પાજીએ સાથે લખ્યું છે કે, હું વારસદાર કોને બનાવું ? તો આશ્રિત પાસે કોઈપણ આશા રાખ્યા વગર અને ઉપેક્ષા કર્યા વગર આશ્રિતનું સેવન નિર્વ્યાજ ભાવે કર્યા કર્યું છે. એવું પૂ.જશુબેનનું જીવન છે. નહીં અપેક્ષા, નહીં ઉપેક્ષા !

છેલ્લે ‘મારી આતમ જ્યોત જલાવ….’ એ ભજનની પંક્તિ ગાઈને અને હિન્દી ગીતની પંક્તિ ગાઈને પૂ.જશુબેનના અસલી જીવનનું દર્શન કરાવ્યું હતું.

“અપના નહીં કોઈ સુખ-દુઃખ નહીં, મેરે હસને સે મેરે રોને સે તું બલિહારી હો”ઓ…મા…ઓ..મા

તુમ કિતની અચ્છી હો…તુમ કિતની ભોલી હો…ઓ…મા…ઓ….મા…

ગુરૂહરિ પપ્પાજીને ડગલે ને પગલે સાથે રાખીને આનંદ કર્યા કરીએ. કર્તાહર્તા પ્રભુને માનીએ. કોઈનુંય નહીં જોવાનું તો ખૂબ દૈવત આવી જશે. દેહભાવ જોડે નહીં ભળવાનું. એમની સ્મૃતિ કર્યા કરવાની, આચાર સંહિતા પ્રમાણે વર્તવાની વગેરે પૂ.જશુબેનના અંતરની વાતો કરી હોય એવું અનુભવાતું હતું.

પૂ.ગોદાવરીબેન દેવરાજભાઈ (મોરબી) તરફથી પૂ.જશુબેનને હાર અર્પણ કરીને સ્વરૂપોને ભેટ અર્પણ કરી હતી. આજનો થાળ (રસોઈ) તેઓ તરફથી છે.

પૂ.લક્ષ્મણબાપા (મોરબી) એટલે શૂરવીરતાનું સ્વરૂપ અને માહાત્મ્યનો મહાસાગર એટલે પૂ.જશુબેન. ગુરૂહરિ પપ્પાજીને પૂર્ણ પુરૂષોત્તમનારાયણનું સ્વરૂપ માન્યું. એટલે તે થઈ ગયા. આમ, પૂ.જશુબેનના જીવનનો સાર ટૂંકીને સ્વરૂપનિષ્ઠાની માગણી કરીને પોતાનું વક્તવ્ય ટૂંકમાં પૂરૂં કરી મોટેરાંના આશીર્વાદનો લાભ લેવા માટે નિર્દેશ કર્યો.

પ.પૂ.દીદીએ આશીર્વાદ આપતાં કહ્યું કે, પૂ.જશુબેને ભગવાનને સંભારી મીરાબાઈની જેમ પ્રભુ પાસે ભજન ગાવું અને નૃત્ય કરવું એવી એમની ભક્તિ છે. અમો જ્યોતમાં આવ્યા તો પૂ.જશુબેન પાસે અમે ડાન્સ કરાવ્યો. પૂ.જશુબેને પ્રભુમાં રહીને કર્યો અને એક ભાભીને લગ્ન પછી વર્ષો સુધી બાળક નહોતું અને આશીર્વાદ આપ્યા. અને બાળક જન્મ્યું. એ બાળક એટલે આપણા અનુરાધાબેન દવે (મુંબઈ) જે આજે જ્યોતની સંત બહેન છે.

જૈન પૂ.જશુબેન ખૂબ સરસ નવકાર મંત્ર બોલે છે. જૈનમાં નામના મેળવી અને તેમની પ્રાર્થનામાં ગુરૂહરિ પપ્પાજીનો જોગ થયો. અને પ્રભુ તરીકેની નિષ્ઠા થઈ. ઈ.સ.૧૯૬૬માં જ્યોત સ્થાપના વખતે એક ગૃહસ્થ કુટુંબને પસંદગી કરવાની હતી. તે પૂ.જશુબેનના ભજનથી પૂ.જશુબેન-પૂ.જયંતિભાઈના કુટુંબની પસંદગી થઈ. અહીં સાધનામાં ખૂબ માન-અપમાનમાંથી પસાર થયા છે તે ભજનથી પાર ઉતર્યા છે.

ભજનથી કામ બધું કર્યું છે. સંકલ્પમાં તાકાત છે. શ્રધ્ધા છે. એમને આપણો વિશ્વાસ આવવો જોઈએ. તે માટે એમનામાં આપણે શ્રધ્ધા-વિશ્વાસ રાખવો. પૂ.જશુબેન આપ બધા ઉપર પ્રસન્ન રહો. પૂ.ડૉ.નીલાબેનનો પણ ખૂબ આભાર માનવો છે. પૂ.જશુબેનની તબિયત સારી રાખી છે. સમાજનું જતન પણ કરે છે. પ.પૂ.દીદીએ પૂ.ડૉ.નીલાબેનને પ્રસન્નતાની પુષ્પ બાસ્કેટ અર્પણ કરી હતી.

પ.પૂ.જશુબેને આશીર્વાદ આપતાં કહ્યું કે, આપણે ખૂબ ભાગ્યશાળી છીએ. સંબંધમાં આવ્યા અને એમના સંકલ્પે બધું થવાનું છે. રાજકોટમાં બોરડી છે. તને મહારાજનો સંબંધ થયો અને તે તારો સ્વભાવ (કાંટા) ના મૂક્યા. અને બોરડીના કાંટા ખરી ગયા. અહીં બેઠેલું કોઈ જેવું તેવું નથી. પપ્પાજી ગૃહી-ત્યાગી સહુનેય પ્રાપ્તિ કરાવનાર છે. એના એજ સહજાનંદ ! આપણને ગુરૂહરિ પપ્પાજી રૂપે મળ્યા છે.

આજે ગુરૂહરિ પપ્પાજીને પ્રાર્થના કરું છે કે, સંતો, બહેનો, યુવકો અને ગૃહસ્થો ! જે જ્યાં છીએ ત્યાં પરબ્રહ્મ તત્વ. યોગીમહારાજ કામ કરી રહ્યાં છે. જેને જ્યાં મૂક્યા હોય ત્યાં સેવન કરે. બાકી પ્રાપ્તિનો આનંદ તમે બધા કર્યા જ કરીએ. આ મોટેરાં કહે તેમ કરી લેવું. હા પાડી દેવી. આ મોટેરાં સ્વરૂપોને ક્યારેય ગૌણ ના કરીએ. સંપ, સુહ્રદભાવ અને એકતા રાખવા માટે આપણે ક્યારેય પકડી ના રાખીએ. ‘હા’ જ પાડી દઈએ. ગુરૂહરિ પપ્પાજી આપણને જન્મોજન્મ સાથે રાખે, સેવા આપે, કૃપા વરસાવતા રહો.

પ.પૂ.દેવીબેને આશિષ લાભ આપતાં કહ્યું કે, અહોહો ! પૂ.જશુબેન ૮૨ વર્ષે અત્યારે જે વાતો કરી. એ પ્રમાણે જીવીશું તો આપ મેળે આશીર્વાદ મળશે. પૂ.જશુબેન ૧૦૮ વર્ષ રહેશે જ. બાકી આપ્યા આશીર્વાદ નથી મળતા. દેવતા પર હાથ રાખીએ છીએ તોય દેવતા ઠંડા પડતા નથી. એમ પૂ.જશુબેનના કહ્યા પ્રમાણે વર્તીશું તો આશીર્વાદ ફળશે જ. પૂ.પ્રિતીભાભી ચંદ્રકાંતભાઈ (વાવ) કુટુંબના મુક્તોએ હાર અર્પણ કરી આશીર્વાદ લીધા.

ગુરૂહરિ પપ્પાજીના ધ્વનિ મુદ્રિત આશીર્વાદ લીધા હતાં. પૂ.જશુબેનની વાતમાં પહેલું જ વાક્ય હોય કે આપણા જેવું કોઈ ભાગ્યશાળી નથી. જબરજસ્ત માહાત્મ્યથી જીવે છે. છતાંય મનનો વિશ્વાસ નથી કરતાં. ભિન્ન અંગવાળાની મૈત્રી રાખી છે. બે હાથ જોડી નાના થઈને વર્તે છે. કેટલી બધી સરળતા પૂ.જશુબેનમાં છે ધન્યવાદ છે. અંતરનો સંકલ્પ અને ભાવ તેનાથી પૂ.જશુબેન કામ કરે છે. અંદરથી મહાપૂજા, ભજન સમાજ માટે કરે છે. તેનું આ ફળ છે. પૂ.જશુબેન જેવું માહાત્મ્ય સહુમાંય ઉગી જાય તેવી પ્રાર્થના અને આશીર્વાદ.

આમ, આજનો સમૈયો ખૂબ ભવ્ય અને દિવ્ય રીતે ઉજવાયો હતો. ગુરૂહરિ પપ્પાજીનો ખૂબ ખૂબ આભાર. સર્વે સ્વરૂપો મુક્તોનો પણ આભાર.

 

એ જ જ્યોત સેવક P.71ના પ્રણામ સહ જય સ્વામિનારાયણ