09 Jul 2017 – Guru Purnima

સ્વામિશ્રીજી

ગુરૂહરિ પપ્પાજીની જય

કાકાજીપપ્પાજી બંધુબેલડી શતાબ્દી મહોત્સવની જય

 


guru-purnima

 

વહાલા અક્ષરમુક્તો ગુરૂપૂર્ણિમાના મંગલપર્વના જય સ્વામિનારાયણ !

 

 

ગુરૂપૂનમ આવી રહી છે. ગુરૂહરિ પપ્પાજી એમના આશ્રિતને એમના સંબંધવાળાને જેવા સુખિયા કરવા માગે છે તેવા પ્રકારની

એક નાની સરળ વાર્તા મારા વૉટ્સએપમાં આવી જે પત્ર સાથે ગુરૂહરિ પપ્પાજીની સિધ્ધાંતિક વાત સાથે મોકલું છું. આપણો સત્સંગ સામાન્ય નથી.

 

  

ગુરૂહરિ પપ્પાજીને આપણને અંતર સુખિયા કરવા છે. તે માટે ગૃહીત્યાગીનો કોઈ મેળ રાખ્યા વગર ગૃહસ્થને એમની રીતનું ગુણાતીત જ્ઞાન આપ્યુ છે. જે તેઓ સંસારની માયાઝાળમાં રહ્યાં થકા પણ ત્યાગી જેવા સુખિયા થઈ શકે અને પોતાના પરિવારને સગાસંબંધીને એવા જન્મોજન્મના સુખિયા કરી શકે એવી સામર્થી આપની પ્રાર્થનામાં પણ આવે.

 

  

તમારે એવા સુખિયા થવું છે ? તો અંબરિષ રાજાની જેમ સંસારમાં રહ્યા થકા ગુરૂહરિ પપ્પાજીના થઈને જીવવાની શરૂઆત ગુરૂપૂનમથી કરી દઈએ. હવે આપણે એક ચોપડી આગળ જ્યાં છીએ ત્યાંથી જવું જોઈએ. તો કરવાનું શું ? તો મનથી એક ભાવના કરવાની છે કે, “પપ્પાજી હું તમારી છું (તમારો છું) અને મારા બાળકો, ઘર, મિલ્કત બધું તમારું છે. મારું ઘર મંદિર છે અને તેનો હું પૂજારી છું.” અથવા ટ્રસ્ટી તરીકે પોતાની જાતને માનવી. જેથી હક્કનો ભાવ ના રહે. અહંતા અને મમતા આપણને સુખીદુઃખી કરે છે. પ્રભુનો આશરો ર્દઢ રાખી, એમના ઉપર બધું નાંખી દઈએ તો પ્રભુ બધું કરી જશે. અને આપણું ઘર મંદિર બની જશે. જે ગુરૂહરિ પપ્પાજીએ આપણને કરાવવું છે. તે માટે ધ્યાનથી પત્ર વાંચી મનોમન નક્કી કરી ગુરૂહરિ પપ્પાજી પાસે બળ માંગવું. રીતે સાચા અર્થમાં ગુરૂપૂનમ ઉજવીએ. અને સાચું પૂજન ગુરૂહરિ પપ્પાજીની મૂર્તિનું કરી પ્રાર્થના ધરવી. ખપ જગાડી મંડી પડવું.

 

 

ગુરૂપૂનમની એકલવ્યની વાર્તા આપણને ખબર છે. એકલવ્ય જેવું સમર્પણ કોઈક કરી શકે ! જ્યારે તેથીય ઉચ્ચ કોટીનું આત્મસમર્પણ કરી, બ્રહ્માનંદની મસ્તી, પ્રાપ્તિની ખુમારીનો આનંદ અખંડીત માણીએ. આપણે સહુ કરી શકીએ એવી મોજ ગુરૂહરિ પપ્પાજીએ આપી છે. તો તેનો લાભ લઈ અંતર સુખિયા થઈએ તેવી ગુરૂપૂનમની ગુરૂહરિ પપ્પાજી અને ગુરૂ સ્વરૂપોનાસંત સ્વરૂપોના પુનિત ચરણે પ્રાર્થના.

 

જ્યોત સેવક P.71(મની)ના જય સ્વામિનારાયણ

 

 

                         

આનંદમાં રહેવાની કળા

 

 

એક રાજા હતો. તે બહુ વખતથી વિચારતો હતો કે મારે હવે રાજપાટ છોડી ભક્તિમાં સમય વિતાવવો છે. રાજાએ વાત પર બહુ વિચાર કર્યો અને પોતાના ગુરૂને મુશ્કેલી જણાવતાં કહ્યું કે, મને રાજ્ય ચલાવવા માટે કોઈ સારો વારસદાર મળતો નથી. મારો રાજકુમાર નાનો છે. એટલે રાજા બનવા માટે યોગ્ય નથી. મને કોઈ જો સારો એવો વ્યક્તિ મળે કે જેનામાં રાજ્ય સંભાળવા માટેના બધા ગુણ હોય તો હું રાજપાટ એને સોંપીને બાકીનું શેષ જીવન ભક્તિ માટે સમર્પિત કરી દઈશ.

 

 

ગુરૂએ કહ્યું, ‘તું રાજ્ય મારા હાથમાં કેમ નથી સોંપતો ? શું તને મારાથી વધારે સારો, વધારે સક્ષમ વ્યક્તિ મળી શકશે ?’રાજાએ કહ્યું, મારા રાજ્યને તમારા કરતાં વધારે સારી રીતે કોણ સંભાળી શકે ? અત્યારે હું મારું રાજ્ય તમારા હાથમાં સોંપુ છું.

 

 

ગુરૂએ પૂછ્યું, હવે તું શું કરીશ ?

રાજાએ કહ્યું, હું રાજ્યના ખજાનામાંથી થોડા પૈસા લઈશ. જેનાથી મારું બાકીનું જીવન પસાર થઈ જાય. ગુરૂએ કહ્યું, હવે તો રાજ્યનો ખજાનો મારો છે ? હું તને તેમાંથી એક પણ પૈસો લેવા નહીં દઉં. રાજાએ કહ્યું કાંઈ વાંધો નહીં. હું કોઈ નાનીમોટી નોકરી કરી લઈશ. અને એમાંથી જે કંઈ પણ મળશે એમાંથી હું મારું ગુજરાન ચલાવીશ.

 

 

ગુરૂએ કહ્યું, તારે જો કામ કરવું હોય તો મારે ત્યાં એક નોકરી માટે જગ્યા છે. શું તારે નોકરી છે ?

રાજા કહે, કોઈ પણ નોકરી હોય. હું કરવા તૈયાર છું. ગુરૂએ કહ્યું, મારે ત્યાં રાજાની નોકરી ખાલી છું. હું ઈચ્છું છું કે તું મારા માટે નોકરી કર અને દર મહિને રાજ્યના ખજાનામાંથી તારો પગાર લઈ લેજે. એક વર્ષ પછી ગુરૂ પાછા આવ્યા અને જોયું કે રાજા બહુ ખુશ હતો. હવે તો બંને કામ થઈ રહ્યાં હતાં. જે ભક્તિ માટે રાજપાટ છોડવા માંગતો હતો ભક્તિ પણ સારી રીતે થતી હતી. અને રાજ્યના કામ પણ સારી રીતે થતા હતાં. હવે તેને કોઈ ચિંતા નથી.

 

 

વાર્તા પરથી સમજમાં આવ્યું કે, વાસ્તવમાં શું પરિવર્તન થયું ? કંઈ નહીં. રાજ્ય , રાજા , કામ પણ . પણ જોવાની ર્દષ્ટિ બદલાઈ ગઈ ?

 

 

આમ, આપણા જીવનમાં પણ આપણે જોવાની ર્દષ્ટિ બદલીએ. માલિક બનીને નહીં પણ એવું વિચારીને કામ કરીએ કે, હું ભગવાનને ત્યાં નોકરી કરું છું. હવે ભગવાન જાણે. ભગવાન પર બધું નાંખી દઈએ. પછી આપણે કોઈ પણ મુશ્કેલી કે પરિસ્થિતિમાં ખુશ રહી શકીશું. આપણે જાણીએ છીએ કે નોકરને કોઈ ચિંતા હોતી નથી. માલિકને ફાયદો થાય કે નુકસાન. નોકર તો હંમેશા ખુશ રહેતા હોય છે. બધું ભગવાન પર નાંખી દો જાણે

 

જય સ્વામિનારાયણ