સ્વામિશ્રીજી, ગુરૂહરિ પપ્પાજીની જય, ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વ્હાલા અક્ષરમુક્તો જય સ્વામિનારાયણ !
સદ્દગુરૂ સ્વરૂપ પ.પૂ.દયાબેનનો સ્વરૂપાનુભૂતિદિન
ગુરૂહરિ પપ્પાજીએ બહેનોને ભગવાન ભજાવવાનુ શરૂ કર્યું. તે પ્રથમ ભઠ્ઠીના તારદેવની ધરતી પરના જૂના જોગી પૂ.દયાબેન ! પૂ.દયાબેનની સાધના પ્રારંભને આજે ૫૦ વર્ષ પૂરાં થયા. તેની ઉજવણી આજે થઈ રહી છે.
(૧) ઉજવણીની શરૂઆત ગઈકાલ એટલે કે તા.૭ થી થઈ હતી. સાંસ્કૃતિક કાર્યક્ર્મ જુદી જ રીતે રજૂ કર્યો હતો. એડવાન્સમાં તૈયાર કરી દીધો હતો. એક સ્ટેજ નહીં પણ ગુરૂહરિ પપ્પાજીની પ્રસાદીની જુદી જુદી પ્રસાદીભૂત જગ્યાને સ્ટેજ બનાવી દીધું હતું. સ્મૃતિ મંદિર, પ્રભુકૃપા, બ્રહ્મ વિહાર, ગુણાતીત ધામ, જ્યોત મંદિર, શાશ્વત ધામ આદિ સ્થળે જઈને વિડીયો શુટીંગ કર્યું હતું અને નવી ટેકનોલોજીના આધારે D.V.D તૈયાર કરીને L.C.D દ્વારા પ્રોગ્રામ રજૂ કરી આનંદ કરાવ્યો હતો. સાંસ્કૃતિક કાર્યક્ર્મ પહેલા ગુરૂહરિ પપ્પાજીનું સ્વરૂપોનું સ્વાગત કર્યું. સાંસ્કૃતિક કાર્યક્ર્મ બાદ કન્ટીન્યુમાં U.S.A થી પૂ.અક્ષયભાઈએ પોતાનું વક્તવ્ય ઈન્ટરનેટથી મોકલેલું. જેમાં તેઓએ ૪–૫ નાના છતાંય અસરકારક અનુભવો ગુરૂહરિ પપ્પાજીના તથા પૂ.દયાબેનના રજૂ કર્યા હતાં. ખૂબ આનંદ થયો. આમ, રાત્રે ૮.૦૦ થી ૧૧.૦૦ મીટ માંડી એકાગ્રતાથી આખા કાર્યક્ર્મનો લાભ લીધો હતો. પંચામૃતમાં ચારે તરફ રીંગ–પુષ્પસેરો અને હાર્ટથી સુંદર સુશોભન કર્યું હતું. સ્ટેજ પર બ્લ્યુ કલરમાં પીળા રંગના મંદિરનું ભવ્ય ડેકોરેશન હતું.
(૨) તા.૯/૧૧/૧૪ રવિવારની મંગલ પ્રભાતે સવારે ૯.૦૦ વાગ્યે પ.પૂ.દયાબેનનું ભવ્ય સ્વાગત ‘પ્રપતિ’ પંથે થયું. તે દરમ્યાન પૂ.દયાબેનને વિશેષ વસ્ત્રો(વેશ) ધારણ કરાવ્યો હતો. સ્વામિનારાયણ મંત્રની ચાદર અને મુગટ બનાવી પૂ.દયાબેનને ધારણ કરાવેલ. તેનો અર્થ હતો કે પૂ.દયાબેનના રોમેરોમમાં પ્રભુ છે. ખૂબ સ્વાભાવિક ભાવે પૂ.દયાબેને સ્વાગતભાવ ગ્રહણ કર્યો હતો. સભાનો પ્રારંભ સ્વાગત ભાવાર્પણથી થયો. સહુ સ્વરૂપોને સદ્દગુરૂઓને પણ કલગી અર્પીને સ્વાગતભાવ પૂ.દયાબેનના ગ્રુપના બહેનોએ અર્પણ કર્યો.
ગુરૂહરિ પપ્પાજીના આશીર્વાદ લઈને સભાનો પ્રારંભ કર્યો હતો. પૂ.દયાબેનના પૂર્વાશ્રમના સગા–સંબંધીઓ પણ આજના પ્રસંગે પધાર્યા હતાં. એમના દર્શન–ઓળખ સભાને કરાવી. પૂ.દયાબેનના પ્રારંભથી સાથી મિત્ર પૂ.શોભનાબેને લાભ આપ્યો હતો. પૂ.ધર્મેન્દ્રસિંહ ઝાલાએ તેમના કુટુંબના અનુભવના પ્રસંગ કહીને પૂ.દયાબેનનું માહાત્મ્યગાન કરાવ્યું.
પૂ.દયાબેનને ગુરૂહરિ પપ્પાજી ગોંડલના ઘનશ્યામ મહારાજ જેવા છે. તેવું કહેતા. તે સ્મૃતિ સાથે પૂ.દયાબેનને મહારાજના જેવા વાઘાથી શણગારી ભાવ અર્પણ કર્યો હતો. આખું વાતાવરણ ભાવ સભર–હરખભર્યું થઈ ગયું હતું. બધા સદ્દગુરૂઓને પણ હાર–રાખડી ભક્તિભાવે બહેનોએ માળાના મણકા, નાડાછડી, મોગરાની કળી, ચોખા શ્રીફળથી બનાવીને અર્પણ કરી હતી.
{gallery}images_in_articles//newsletter/2014/Dayaben/{/gallery}
પૂ.સતીશભાઈ (મહેસાણા) પપ્પાજી ગ્રુપના સભ્ય છે. પોતાના અનુભવ પ્રસંગો કહીને પૂ.દયાબેનનું મહિમાગાન કર્યું હતું. અને ભજન દ્વારા પોતાનો પ્રાર્થનાભાવ ગુરૂહરિ પપ્પાજી અને સર્વે સદ્દગુરૂ સ્વરૂપોના ચરણે ધર્યો હતો. પૂ.ખુશાલભાઈ ગોસર અને અમરચંદભાઈ ગોસર અને તેમના પરિવારજનો તરફથી ગુરૂહરિ પપ્પાજીને શાલ અર્પણ અને મોટેરાં સદ્દગુરૂ સ્વરૂપોને વસ્ત્ર અર્પણ કર્યા હતાં. પૂ.ચંદનબેન ગીતડાએ પૂ.દયાબેનનું માહાત્મ્ય દર્શન કરાવ્યું હતું.
પૂ.જ્યોતિબેને આશીર્વાદ આપ્યા હતાં કે, પૂ.દયાબેન ૬૩ની સાલમાં ભગવાન ભજવા આવ્યા. તારદેવથી બધા ગોંડલ સમૈયામાં જવાના હતાં. ત્યારે ગુરૂહરિ પપ્પાજીએ તેમને ત્રણ વાત કહી હતી. અને પૂ.દયાબેનને કહ્યું કે તું આમાંથી શું માગીશ ? અને તેમને ગોંડલ જઈને તેમનું કલ્યાણ માંગ્યું. અને ત્યારથી તેમનો જીવભાવ–દેહભાવ ટળી ગયો. એ આજનો શુભ દિવસ. પ્ર.૩૭ના વચનામૃતમાં મહારાજે જે ૧૧ ઈલ્કાબ કહ્યા છે તે પૂ.દયાબેને સાકાર કર્યાં. બહેનો માટે ગુરૂહરિ પપ્પાજીએ અહીં અક્ષરધામ ઉભું કર્યું. ભગવાનને પોકાર કરીએ તો ભગવાન આપણી પ્રાર્થના સાંભળ્યા વગર રહેતા નથી.
પૂ.બાબુભાઈ ચિતલીયાના સંબંધે સત્સંગમાં આવનાર પૂ.જયેશભાઈ (મંડપવાળા) અને પૂ.પિન્કીભાભીએ પોતાનો ભાવ પૂ.દયાબેનને અર્પણ કર્યો હતો. અને ફ્રીમાં જ્યોતમાં ડેકોરેશન કરી આપ્યું હતું.
પૂ.ડૉ.રૂચાબેને પૂ.દયાબેનને ભેટ અર્પણ કરી હતી.
પૂ.મિતુલભાઈ પપ્પાજી ગ્રુપના ભાઈ છે. તેમણે પૂ.દયાબેનને પુષ્પકલગી અર્પણ કરી હતી.
પૂ.જશુબેન વતી પૂ.ડૉ.નીલાબેન નાણાવટી અને પૂ.માયાબેન તરફથી પૂ.ક્રિષ્નાબેન શાહે ભાવાર્પણ કર્યું હતું.
પૂ.જયશ્રીબેન ભટ્ટે ભેટ અર્પણ કરી હતી.
પૂ.પ્રશાંતભાઈએ વિડિયો દ્વારા ગુરૂહરિ પપ્પાજી અને પૂ.દયાબેનના પોતાને થયેલ અનુભવ મોકલ્યા હતાં. તેનું દર્શન કર્યું.
પૂ.દયાબેનના આશીર્વાદ લીધા હતાં. ત્યારબાદ પ.પૂ.તારાબેનના આશીર્વાદ લીધા હતાં.
અંતમાં પ.પૂ.દીદીના આશીર્વાદ લઈને સભાનું સમાપન કર્યું હતું.
આમ, આજનો સમૈયો ખૂબ ભવ્ય અને દિવ્ય રીતે ઉજવાયો હતો. ગુરૂહરિ પપ્પાજી પ્રત્યક્ષ હાજર જ છે તેવી અનુભૂતિ થઈ રહી હતી. પૂ.દયાબેનના જીવનના ૫૦ વર્ષના ઈતિહાસને માણીને ખૂબ જ આનંદ આવ્યો હતો. અત્રેના સર્વે સ્વરૂપો મુક્તો વતી આપ સર્વને ભાવભર્યા જય સ્વામિનારાયણ !
એ જ જ્યોત સેવક P.71ના પ્રણામ સહ જય સ્વામિનારાયણ.