Click here to donate and support the Pappaji Divya Prakash Parva this November

1 Sept 2016 – Celebrations

સ્વામિશ્રીજી                     

 

કાકાજીપપ્પાજી બંધુબેલડી શતાબ્દી મહોત્સવની જય

 

ગુરૂહરિ પપ્પાજી શતાબ્દી મહાપર્વની જય

 

ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો !

 

શતાબ્દી વંદના સહ જય સ્વામિનારાયણ !

GKP 9863

 

ઓહોહો ! આજનો દિવસ એટલે આપણા માટે ખૂબ ભવ્ય દિવસ ! આજે આપણા વહાલા ગુરૂહરિ પપ્પાજીનો ૧૦૦મો

પ્રાગટ્યદિન ! જે આખી દુનિયામાં ‘World Peace Day’ (વિશ્વ શાંતિ દિન) તરીકે મનાવાય છે. હરિભક્તોની સાનુકૂળતાને લઈને મોટા પાયે ઉજવણી આપણે નવેમ્બર મહિનામાં રાખી છે.

 

આજે ઓરીજીનલ પ્રાગટ્યદિન હોવાથી બધાના હૈયામાં આનંદનો સાગર આજે સવારથી હીલોળા લઈ રહ્યો હતો. નજીકના સ્થાનિક હરિભક્તો પણ સમૈયાનો લાભ લેવા આવી પહોંચ્યા હતા.

આજે વહેલી સવારથી બધા બહેનોએ ગુરૂહરિ પપ્પાજીના નિવાસસ્થાને પ્રભુકૃપામાં પાયલાગણ કર્યા અને ગુરૂહરિ પપ્પાજીના ચરણે પ્રાર્થના ધરી કે

હે પપ્પાજી ! તમને ૨૦૧૬ની ૧લી સપ્ટેમ્બરે ૧૦૦ વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે ત્યારે

 

હૈયે એક ધખણા છે, તમને ઘટઘટમાં નીરખવાની

 

એક તમન્ના છે, તમારા અંતરની પ્રસન્નતાની

 

એક લગન છે, તમારામાં લયલીન થવાની

 

એક વાસના છે, તમારા ગમતામાં વર્તવાની

 

એક માત્ર તુંહી તુંહી કરતા થઈ જવાય, એક કાકલૂદી યાચના છે.

 

/૧૨/૯૪ના રોજ ગુરૂહરિ પપ્પાજીએ બધી બહેનોને બ્રહ્મવિહારમાં બોલાવી પરભાવમાં આવી સંકલ્પ કરાવ્યો કે, “હું તમારો પૂર્ણ વારસદાર બનીને તમારા ૧૦૧મા પ્રાગટ્યદિને ચરણાર્વિંદને પગે લાગવા આવીશ.” સ્મૃતિ સાથે પાયલાગણ કરી અને બ્રહ્મવિહારની પ્રદક્ષિણા કરી અને પપ્પાજીના ચરણે પ્રાર્થના ધરી કે….

 

હે પપ્પાજે ! તવ શતાબ્દી મહાપર્વના દિવ્ય ઉત્સવમાંભક્તિના ભાવ વહે આનંદમાં

ઋણ ચૂકવવાની તીવ્ર મહેચ્છામાં પ્રાર્થના કીધી છે,

           

હ્રદિયાના ભાવમાં કાલાવાલા,

 

આપનું સ્વરૂપ યથાર્થ સમજીને ધારવા, મમત્વ મૂકી નિરાકાર રહેવા,

 

ગુરૂના વાળ્યા કટ વળી જવા, સંકલ્પને ઝીલવા, પરમ ભાગવત સંત બનવા,

 

સંબંધીને જીવનમુક્ત માનવા, સેવા કરી રાજી કરી લેવા,

 

ફૂલ દઈએ પંચામૃતના, હાર અહમની કબૂલવા, કલગી સમર્પણની અર્પવા,

 

સંપ, સુહ્રદભાવ ને એકતાના રૂપમાં, જાગ્રતતા રહે સદા વર્તનમાં,

 

વળી, અંતરે સ્મરણ તાજા તવ વચનનાં,

 

કે પૂર્ણ વારસદાર બની વંદુ તવ ચરણકમળમાં

 

હે પપ્પાજી ! વંદન કરું શિશનામી, પ્રાર્થના ધરું અંતરની શતાબ્દી પર્વે

 

તારા ઘડેલાં તારા પૂર્ણ વારસદાર, ગુરૂ સ્વરૂપોને કરીએ વંદના

 

ઉજવીએપપ્પાજી શતાબ્દી મહાપર્વઅંતર આરઝૂ સ્વીકારો.

 

 

ત્યારબાદ બે બેચમાં વારાફરતી પપ્પાજી તીર્થ પર ધૂન અને પ્રદક્ષિણા માટે જવાનું રાખ્યું હતું. તે પ્રમાણે બધા બહેનો પપ્પાજી તીર્થ પર શાશ્વત ધામે ધૂન અને પ્રદક્ષિણા કર્યા. સદ્દગુરૂ સ્વરૂપો પણ પધાર્યા હતાં. અને તેમણે પણ ત્યાં કૃપાલાભ આપ્યો.

{gallery}images_in_articles//newsletter/2016/Sept/Dhun pradaxina Bhumi Pujan{/gallery}

 

પપ્પાજી તીર્થ જે જ્ગ્યાએ આપણે નવેમ્બરમાં ષષ્ટકુંડી મહાપૂજા યજ્ઞકરવાના છીએ તે જ્ગ્યાએ ભૂમિપૂજનનો કાર્યક્ર્મ રાખ્યો હતો. સદ્દગુરૂ સ્વરૂપોએ ભૂમિપૂજન કર્યું. અને આખા કેમ્પસમાં સંતોએ અને ભાઈઓએ પુષ્પ છાંટણા કર્યા.

 

ત્યારબાદ સવારે ૧૦.૩૦ થી ૧૨.૩૦ પપ્પાજી હૉલમાં મહાપૂજા કરી હતી. તે પહેલાં બહેનોએ ગુરૂહરિ પપ્પાજીનું ભવ્ય સ્વાગત આનંદઉલ્લાસથી નાચીકૂદીને કર્યું હતું. ગુરૂહરિ પપ્પાજીને ફૂલોથી શણગારેલી ગાડીમાં બિરાજમાન કર્યા હતાં. બહેનો નાચતાં નાચતાં તેમને સ્ટેજ સુધી લઈ આવ્યા હતાં. ત્યારબાદ મંચ પર તેમના આસને બિરાજમાન કર્યા હતાં. પપ્પાજી શતાબ્દી મહાપર્વ ખૂબ શાંતિથી અને સરસ રીતે આધ્યાત્મિક ઉજવણી થાય તે હેતુથી મહાપૂજા કરી હતી. પૂ.ઈલેશભાઈ અને પૂ.યશવંતભાઈ દવેએ ખૂબ સરસ ભક્તિભાવપૂર્વક મહાપૂજા કરી હતી. સમગ્ર બહેનોભાઈઓએ મહાપૂજાનો લાભ લીધો હતો.

{gallery}images_in_articles//newsletter/2016/Sept/Mahapuja{/gallery}

 

સાંજે .૦૦ વાગ્યે પ્રભુકૃપામાં ગુરૂહરિ પપ્પાજીના પ્રાગટ્ય સમયે સદ્દગુરૂ સ્વરૂપોએ કેકકર્તન કર્યું હતું. અને ત્યારબાદ ગુરૂહરિ પપ્પાજીને ધરાવેલ અન્નકૂટની આરતી કરી હતી. પછી ભાઈઓએ દર્શન અને આરતી કર્યા હતાં.

 

અક્ષરકુટિરમાં પણ પ્રભુ પ્રાગટ્ય સમયે ગુરૂહરિ પપ્પાજીની નવી મૂર્તિ આવી તેનું પૂજન કરી આરતી કરી હતી.

{gallery}images_in_articles//newsletter/2016/Sept/Annakut Aarti{/gallery}

{gallery}images_in_articles//newsletter/2016/Sept/Prabhu Krupa Akshar kutir{/gallery}

 

સાંજે .૩૦ થી ૧૦.૩૦ ગુરૂહરિ પ્રાગટ્યદિન નિમિત્તેની સભા પપ્પાજી હૉલમાં હતી. અત્યારે પણ શણગારેલી ગાડીમાં ભાઈોએ ગુરૂહરિ પપ્પાજીનું સ્વાગત નાચીકૂદીને કર્યું હતું. અનુભવ દર્શન અને સ્વરૂપોના આશીર્વાદ લઈ સભાની પૂર્ણાહુતિ કરી હતી.

 

આમ, આખો દિવસ પપ્પાજીથી ભર્યો ભર્યો અને આનંદમય પસાર થયો હતો. ગુરૂહરિ પપ્પાજી આજે જાણે પ્રત્યક્ષ બિરાજમાન હતા તેવી અનુભૂતિ દરેકના હૈયે થઈ હતી. અને તેમને રાજી કરવાની ધખણા પણ દરેકના હૈયે રમતી રહે છે. ગુરૂહરિ પપ્પાજીને અનંત ધન્યવાદ ! અનંતકોટિ પાયલાગણ સહ જય સ્વામિનારાયણ !

{gallery}images_in_articles/newsletter/2016/Sept/Pragtyadin Evening Sabha{/gallery}

 

આપ સર્વે મુક્તો પણ મનથી તો અહીં હતા. આપ સર્વને યાદ કરીને સમૈયાનો લાભ લીધો હતો. સમૈયાનું વિડીયો ક્લીપ્સ ને ફોટા દ્વારા ખૂબ સુંદર દર્શન આપ વેબસાઈટ પર માણી શકશો. તેથી અહીં વિરમું છું. રાજી રહેશો. અત્રે સર્વે સ્વરૂપોની તબિયત સરસ છે. અત્રેના સર્વે સ્વરૂપો મુક્તો વતી આપ સર્વને ૧લી સપ્ટેમ્બરના ભાવભર્યા જય સ્વામિનારાયણ !

 

જ્યોત સેવક P.71ના પ્રણામ સહ જય સ્વામિનારાયણ !